વાદળ

વાદળ હવામાં તરતા પાણીના રેણુ કે બરફના કણોનો સમુહ છે.

વૈજ્ઞાનીક ભાષામાં વાદળ એ હવા અને પાણી કે બરફનું કલીલ દ્રાવણ છે. વાદળોનો અભ્યાસ મોસમ વિજ્ઞાન અંતર્ગત કરવામાં આવે છે. જ્યારે હવા ઠંડી પડવાથી કે પછી વધુ પડતા ભેજના કારણે સંતૃપ્ત થઇ જાય છે ત્યારે બાષ્પ હવામાં મૉજુદ કણો ઉપર જામી ફરીથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. અને જો તાપમાન વધુ પડતુ ઠંડુ હોય તો પાણીનું ટીપું બરફ કણમાં ફેરવાય છે. શરૂઆતના કણ કે ટીપાંના કદ અત્યંત સુક્ષ્મ હોય છે. સાનુકુળ પરિસ્થિતીમાં હવામાં મૉજુદ બાષ્પ આવા ટીપાંઓ પર ઠંડી પડી તેનું કદ વધારી શકે છે. તે ઉપરાંત બે ટીપાંઓના એકબીજામાં વિલિનીકરણથી પણ તેમનું કદ વધી શકે છે. જ્યારે ટીપાંઓનું કદ પર્યાપ્ત માત્રામાં વધી જાય છે, ત્યારે આ ટીપાં વરસાદ સ્વરૂપે વરસે છે.

વાદળ
વાદળ

વાતાવરણમાં સંવંહન (convection)ની પ્રક્રિયા દરમ્યાન રૂના ઢગ જેવા વાદળ બને છે, જેને અંગ્રેજીમાં ક્યુમ્યુલસ વાદળ કહેવાય છે. આકાશમાં થરની જેમ છવાઈ જતાં વાદળાં સ્ટ્રેસ્સ તરીકે અને બહુ ઉંચે આકાશમાં બનતા તાંતણા જેવા વાદળ સિરસ તરીકે ઓળખાય છે.

મોટાભાગના વાદળો પૃથ્વીના ક્ષોભમંડળમાં નિર્માણ પામે છે. ક્યારેક સમતાપમંડળ કે મેસોસ્ફિયર (mesosphere)માં પણ વાદળાં જોવા મળી જાય છે. પૃથ્વી સિવાય સુર્યમંડળના અન્ય ગ્રહો અને ચંદ્રો પર પણ વાદળ જોવા મળે છે. તેમના વિશિષ્ટ તાપમાન અને વાતાવરણીય વાયુઓના કારણે ત્યાં મિથેન, એમોનિયા અને સલ્ફ્યુરીક એસિડના વાદળ બને છે.

વાદળના પ્રકારો

  • સીરસ વાદળ : ઉચ્ચ આકાશ ના સફેદ વાદળ
  • મોનસૂન વાદળ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હાઈકુશ્રીલંકાઅરડૂસીવ્યક્તિત્વસુવર્ણ મંદિર, અમૃતસરભારત સરકારસ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિતકમ્પ્યુટર નેટવર્કરાજા રામમોહનરાયઉત્તર પ્રદેશધ્વનિ પ્રદૂષણતાલુકા પંચાયતફ્રાન્સની ક્રાંતિભારતીય સિનેમાભરવાડમરાઠા સામ્રાજ્યક્ષય રોગસ્વામિનારાયણગુજરાત વડી અદાલતપંજાબરક્તપિતપ્રથમ વિશ્વ યુદ્ધમહાગુજરાત આંદોલનક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીડેડીયાપાડા તાલુકોતુલસીદાસખેતીચંદ્રરાઈનો પર્વતરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાતાનો મઢ (તા. લખપત)ગંગા નદીચિખલી તાલુકોપ્રત્યાયનજગન્નાથપુરીગુજરાત વિદ્યાપીઠબાજરીભૂપેન્દ્ર પટેલપાણી (અણુ)રાજેન્દ્ર શાહબાષ્પોત્સર્જનલજ્જા ગોસ્વામીરુધિરાભિસરણ તંત્રવડોદરાઘર ચકલીઅંબાજીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)માર્કેટિંગચિત્તોકનૈયાલાલ મુનશીસૌરાષ્ટ્રઅક્ષાંશ-રેખાંશઑસ્ટ્રેલિયાઑડિશાસૂર્ય (દેવ)જૈવ તકનીકવર્લ્ડ વાઈડ વેબસાળંગપુરગુણવંતરાય આચાર્યશીતળા માતાભવાઇગુજરાતી લોકોથાઇલેન્ડચિનુ મોદીગરબાસાપરાજ્ય સભામહાત્મા ગાંધીઅડાલજની વાવયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાવસંત વિજયદેવાયત પંડિતજયશંકર 'સુંદરી'કૃષ્ણવિઠ્ઠલભાઈ પટેલમોખડાજી ગોહિલરામેશ્વરમ🡆 More