હાઈકુ: અતિ ટૂંકો જાપાનીઝ કાવ્યપ્રકાર

હાઈકુ અથવા સત્તરાક્ષરી એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે.

સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈ એક ભાવ, કલ્પન કે સંવેગ જગાડે છે. અંગ્રેજી સાહિત્યમાં પણ આ કાવ્યપ્રકાર ખેડાયો છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ એના પ્રયોગો થયા છે. ગુજરાતી સાહિત્યમાં હાઈકુ કાવ્યપ્રકારને પ્રતિષ્ઠિત કરવામાં સ્નેહરશ્મિનો મહત્વનો ફાળો છે. સ્નેહરશ્મિનો હાઈકુ સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ ૧૯૬૬માં પ્રગટ થયો હતો.

હાઈકુ: રચના, ખેડાણ, વધુ વાચન

રચના

હાઈકુ

ઝાપટું વર્ષી,
શમ્યું, વેરાયો ચંદ્ર
ભીના ઘાસમાં

હાઈકુનું નામકરણ ઓગણીસમી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવ્યું હતું. સત્તર અક્ષરોનો બનેલા, હાઈકુની રચના સાદી, સંક્ષિપ્ત અને ધ્વનિપૂર્ણ હોય છે. તેની ત્રણ પંક્તિઓનું વિભાજન પાંચ, સાત, પાંચ - એ રીતે થયેલું હોય છે. અક્ષરોમાં અર્ધા વ્યંજનો કે માત્રાઓની ગણતરી થતી નથી. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે. અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. તેનો એક એક શબ્દ અર્થસભર હોય તે આ કાવ્યપ્રકાર માટે ખૂબ જ જરૂરી છે. હાઈકુ સંપૂર્ણપણે વસ્તુલક્ષી હોય છે. કવિના અંગત ભાવ કે ચિંતનને તેમાં ભાગ્યે જ અવકાશ હોય છે. કવિ વસ્તુને જ બોલવા દે છે. તેમાંથી ઊપસતું ચિત્ર વાચકના ચિત્તમાં સંવેદન ઉત્પન્ન કરે તેના પર જ તેની સફળતાનો આધાર હોય છે. હાઈકુ વસ્તુત: ચિત્રણ જ છે અને તેનો પ્રત્યેક શબ્દ વાચકના ચિત્તમાં સૌન્દર્યચિત્ર ઉપસાવતો જઈને સત્તર અક્ષરના ગુચ્છ વડે એક અપૂર્વ અનુભવ ઊભો કરે છે. જાપાનના વતની અને અમેરિકામાં ઊછરેલા કવિ કેનેથ યેશુદાએ હાઈકુમાં ઊપસતા ચિત્રનિ સ્થિતિ-ગતિ અનુસાર હાઈકુને ત્રણ પ્રકાર પાડ્યા છે: પ્રલંબ (vertical), સમક્ષિતિજ (horizontal) અને તિર્યક (diagonical). કેનેથ યેશુદાએ આ ઉપરાંત હાઈકુને 'એક-શ્વાસી કાવ્ય' તરીકે ઓળખાવ્યું છે, કેમ કે હાઈકુ કાવ્યની લંબાઈ એટલાજ શબ્દોની હોય છે, કે જેથી આપણે તેને એકશ્વાસે બોલી શકીએ છીએ.

ખેડાણ

બાશો અને બુસોનની જાપાનના સૌથી વધુ સમર્થ હાઈકુ કવિઓમાં ગણના થાય છે. ટી. ઈ. હ્યુમ, એમિ લોઅલ, રોબર્ટ ફ્રૉસ્ટ, ડબલ્યૂ. બી. યેટ્સ આ કાવ્યપ્રકારથી પ્રભાવિત હતા. કેનેથ યેસુદાએ જાપાની કવિઓના હાઈકુનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલ છે. આ ઉપરાંત યેસુદાએ પોતે રચેલ અંગ્રેજી હાઈકુનો સંગ્રહ એ પેપર પૉંડ (૧૯૪૭) પણ પ્રગટ કરેલ છે.

ગુજરાતી સાહિત્યમાં હાઈકુનો પ્રથમ પ્રયોગ કરનારાઓમાં દિનેશ કોઠારી અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના નામ નિર્દેશાયા છે, પરંતુ આ કાવ્યપ્રકારને ગુજરાતીમાં પ્રતિષ્ઠિત કરવામાં સ્નેહરશ્મિનો ફાળો મહત્વનો છે. ગુજરાતીમાં એ રીતે હાઈકુની શરુઆત ૧૯૬૫માં થઈ એમ કહેવાય છે અને તેના પ્રથમ પ્રયોજક સ્નેહરશ્મિને ગણવામાં આવે છે. સ્નેહરશ્મિનો હાઈકુ સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ ૧૯૬૬માં પ્રગટ થયો હતો. સ્નેહરશ્મિએ એકસાથે સંખ્યાબંધ હાઈકુ રચ્યા, તેની સાથે રાજેન્દ્ર શાહ, ઉશનસ્, પ્રિયકાંત મણિયાર, રાવજી પટેલ, ધીરુ પરીખ, ધનસુખલાલ પારેખ વગેરે અનેક કવિઓએ આ કાવ્યપ્રકારમાં ખેડાણ કર્યુ. વીસમી સદીના આઠમા દાયકા દરમિયાન આધુનિક ગુજરાતી કવિઓએ હાઇકુના ઘણા પ્રયોગો કર્યા. જેમ કે મનોજ ખંડેરિયાએ હાઇકુ કાવ્યપ્રકાર અને ગઝલ કાવ્યપ્રકારનું મિશ્રણ કરીને કાવ્યરચના કરી છે.

વધુ વાચન

  • સીંઘ, બલવિન્દ્ર (૩૧ ડીસેમ્બર ૨૦૦૧). हिन्दी-हाइकु: संवेदना और शिल्प (Thesis) (હિન્દીમાં). ચંદીગઢ: પંજાબ યુનિવર્સિટી.

સંદર્ભો

Tags:

હાઈકુ રચનાહાઈકુ ખેડાણહાઈકુ વધુ વાચનહાઈકુ સંદર્ભોહાઈકુજાપાનસ્નેહરશ્મિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સોલંકી વંશભારતનાં વિશ્વ ધરોહર સ્થળોવનરાજ ચાવડાશામળાજીપોલિયોખેતીવડોદરાસુનીતા વિલિયમ્સપાણી (અણુ)જોગીદાસ ખુમાણસંત રવિદાસમોરબી જિલ્લોહોળીનરેન્દ્ર મોદી સ્ટેડિયમઇ-મેઇલસ્વામિનારાયણ સંપ્રદાયની ટીકાડાકોરઅવતરણ ચિહ્નઘઉંચંદ્રગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭અલ્પેશ ઠાકોરસચિન તેંડુલકરમોહેં-જો-દડોસામાજિક ધોરણોસ્વપ્નવાસવદત્તાઇલોરાની ગુફાઓસંત કબીરબહારવટીયોપાટણકાત્યાયનીપીપળોતુલા રાશિગુપ્તરોગલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ભાષાચૈત્ર સુદ ૮માધ્યમિક શાળાઆયુર્વેદક્ષેત્રફળચંદ્રયાન-૩ઉત્તર પ્રદેશMain Pageઅકબરઅયોધ્યાભારતના ભાગલાનરેન્દ્ર મોદીસ્વચ્છતાદેવચકલીબાંગ્લાદેશઅમરેલી જિલ્લોઅવિભાજ્ય સંખ્યાઆલ્બર્ટ આઇન્સ્ટાઇનવાયુચાણક્યકમ્પ્યુટર નેટવર્કબ્રહ્માવાયુનું પ્રદૂષણજીસ્વાનસંયુક્ત રાષ્ટ્રસંઘઅઠવાડિયુંબચેન્દ્રી પાલયજુર્વેદમુકેશ અંબાણીબીજોરાવડોદરા રાજ્યઇસ્લામસોમનાથસ્વાધ્યાય પરિવારહિંદુભાસવાઘમેગ્નેશિયમચેન્નઈસ્ટેચ્યુ ઓફ યુનિટી🡆 More