સાપ

સાપ સર્પન્ટ પેટાજૂથના લાંબા પગ વગરના માંસાહારી સરીસૃપ છે જેમને પોપચા અને બાહ્ય કાનની ગેરહાજરીથી પગ વગરની ગરોળીથી સરખામણી કરી શકાય છે.

તમામ સ્ક્વેમેટની જેમ સાપ વાતાવરણની સાથે શરીરનું તાપમાન બદલી શકે તેવા કરોડરજ્જૂ ધરાવતા પ્રાણી (એક્ટોથર્મિક એમ્નિઓટ વર્ટિબ્રેટ્સ) છે. તેનું શરીર ભીંગડાનું આવરણ ધરાવે છે. સાપની ઘણી જાતિ હાડપીંજર ધરાવે છે તેમની પૂર્વજ ગરોળીની તુલનાએ વધુ સાંધા ધરાવે છે. તેના જડબાના હાડકાઓની ભારે સ્થિતિસ્થાપકતાને કારણે સાપ તેના માથા કરતા પણ મોટા શિકારને ગળી શકે છે. નાના શરીરમાં સમાવેશ કરવા સાપની (કિડની) જેવી અંગોની જોડી એકબીજાની બાજુમાં નહીં પરંતુ ઉપર નીચે હોય છે અને મોટા ભાગના સાપ માત્ર એક જ સક્રિય ફેફસું ધરાવે છે. કેટલીક જાત નિતંબ મેખલા ધરાવે છે અને મળધાનીની કોઇ પણ એક બાજુએ વેસ્ટિજીયલ ક્લોઝ ધરાવે છે.

Snakes
Temporal range: 145–0Ma
PreЄ
Є
O
S
D
C
P
T
J
K
Pg
N
Cretaceous – Recent
સાપ
Coast garter snake,
Thamnophis elegans terrestris
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Subphylum: Vertebrata
Class: Reptilia
Order: Squamata
Suborder: Serpentes
Linnaeus, 1758
Infraorders
  • Alethinophidia – Nopcsa, 1923
  • Scolecophidia – Cope, 1864
સાપ
World range of snakes
(rough range of sea snakes in blue)

એન્ટાર્ટિકા અને મોટા ભાગના ટાપુ સિવાય તમામ ખંડ પર જીવતા સાપ જોવા મળે છે. સાપના 15 પરિવારની ઓળખ થઇ છે જેમાં 456 પ્રકાર 2,900થી વધુ જાતનો સમાવેશ થાય છે. તેનું કદ નાના 10 સેન્ટિમિટર લાંબા થ્રેડ સ્નેકથી માંડીને અજગર અને એનાકોન્ડા સુધી લાંબું હોય છે.7.6 metres (25 ft) તાજેતરમાં જોવા મળેલો જીવાષ્મી ટિટાનોબોઆ15 metres (49 ft) લાંબો હતો. સાપ 13.5થી 6.3 કરોડ વર્ષ પહેલાના સમયગાળામાં (Cretaceous period) દરમાં રહેતી અથવા પાણીમાં રહેતી ગરોળી પરથી ઉદભવ્યા હોવાનું માનવામાં આવે છે(c 150 Ma). આધુનિક સાપમાં વિવિધતા 6.6 કરોડથી 5.6 કરોડ વર્ષ પહેલાના સમયગાળા (Paleocene period) દરમિયાન આવી હતી.(c 66 to 56 Ma).

મોટા ભાગની જાત બિનઝેરી છે અને જે ઝેર ધરાવે છે તે સ્વબચાવના સ્થાને પ્રાથમિક રીતે શિકારને મારવા ઉપયોગ કરે છે. કેટલીક જાત માનવજાતને પીડાજનક ઇજા કરી શકે અથવા માનવીનું મૃત્યુ નિપજાવી શકે તેવું શક્તિશાળી ઝેર ધરાવે છે. જે સાપ બિનઝેરી છે તે શિકારને જીવતો ગળી જાય છે અથવા તેને દબોચીને મારી નાંખે છે.

વ્યુત્પત્તિ શાસ્ત્ર (એટિમૉલજિ)

અંગ્રેજી શબ્દ snake જૂના અંગ્રેજી શબ્દ snaca પરથી આવ્યો છે જે પ્રોટો-જર્મનિક શબ્દ *snak-an- પરથી આવેલો છે. (cf. જર્મન Schnake "રિંગ સ્નેક", સ્વિડીશ snok "ઘાસનો સાપ"), પ્રોટો-ઇન્ડો-યુરોપીયન મૂળ *(s)nēg-o- "પેટે ઢસળીને ચાલવું", તેણે sneak તેમજ સંસ્કૃત નાગ "સર્પ". શબ્દો આપ્યા છે. જૂના અંગ્રેજીમાં સાપ માટે næddre સામાન્ય શબ્દ હતો તેમ છતાં તે અપભ્રંશ થઇને adder બન્યો હતો. અન્ય શબ્દ, serpent , ફ્રેન્ચ શબ્દ છે, જે ઇન્ડો-યુરોપીયન શબ્દ *serp- "પેટે ઢસળીને ચાલવું" પરથી આવેલો છે. તેનો ગ્રીકમાં અર્થ érpo (ερπω) "I crawl" એમ પણ થાય છે.

ઉત્ક્રાંતિ

Modern snakes
Scolecophidia

Leptotyphlopidae


 

Anomalepididae



Typhlopidae




Alethinophidia

Anilius


Core Alethinophidia
Uropeltidae

Cylindrophis


 

Anomochilus



Uropeltinae




Macrostomata
Pythonidae

Pythoninae



Xenopeltis



Loxocemus



Caenophidia

Colubroidea



Acrochordidae



Boidae

Erycinae



Boinae



Calabaria




Ungaliophiinae




Tropidophiinae





વૃક્ષ માત્ર સંબંધ દર્શાવે છે કે ઉત્ક્રાંતિ શાખા સમય નહીં.

સાપના જીવાશ્મિનો રેકોર્ડ પ્રમાણમાં નબળો છે કારણકે સાપના હાડપિંજર નાના અને નાજુક હોય છે જે અશ્મિકરણ પ્રક્રિયાને અસાધારણ બનાવે છે. જો કે 15 કરોડ વર્ષ જૂના નમૂના, જે સાપ તરીકે ઓળખાયા છે તેમ છતાં તે ગરોલી જેવું હાડપિંજર ધરાવે છે. આ નમૂના દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાંથી મળી આવ્યા છે.:11 તુલનાત્મક શરીરરચનાને આધારે એવો મત બંધાયો છે કે સાપ ગરોળી પરથી ઉતરી આવ્યા છે.:11 જીવાશ્મિ પુરાવા સૂચવે છે કે સાપ ક્રેટાસિયસ સમયગાળા દરિમયાન દરમાં રહેતી વરાનિડ અથવા તેના જેવા જ જૂથની ગરોળી પરથી વિકસિત થયા હશે.

શરૂઆતનો જીવાશ્મિ સાપ, નજશ રિઓનેગ્રીના  હાજપિંજર ધરાવતું બે પગવાળું દરમાં રહેતું પ્રાણી હતું અને તે પૂર્ણપણે ભૂચર હતું.  આ સર્વમાન્ય પૂર્વજોમાંથી એક કાન વગરના મોનિટર બોર્નિયોના લાન્થાનોટસ  (Lanthanotus) 

છે જો કે તે પણ અર્ધ-જળચર છે. સબટરરેનિયન (Subterranean) સ્વરૂપમાં એવી શરીર રચના તૈયાર થઇ જે દરમાં રહેવા માટે યોગ્ય હતી અને તેમાં તેના બાહ્ય અંગે લુપ્ત થયા. આ ધારણા મુજબ, આંખ પરના પારદર્શક પડદા પર ખરોચ અને કાનમાં માટી જેવી ફોસોરિયલ મુશ્કેલીઓનો સામનો કરવા પારદર્શી ફ્યુઝ્ડ પોપચા (બ્રાઇલ)નો વિકાસ અને બાહ્ય કાનનો લોપ થયો હશે. કેટલાક પ્રારંભિક સાપમાં પગ હોવાનું માનવામાં આવે છે પરંતુ તેમના પેલ્વિક હાડકા કરોડરજ્જુ સાથે સીધો સંબંધ ધરાવતા નથી. આમાં હાસિઓફિસ , પાકરહાચિસ અને યુપોડોફિસ જેવી અશ્મિ જાતોના સમાવેશ થાય છે જે નજશ કરતા સહેજ જૂના છે.

સાપ 
આર્કિઓફિસ પ્રોવસના અશ્મિ

આધુનિક સાપના પ્રાથમિક જૂથોમાં અજગર અને બોઆ અલ્પવિકસિત અવયવો ધરાવતા હતા, અનાલ સ્પર્સ તરીકે ઓળખાતા નાના ક્લોડ ડીઝીટ્સનો સંભોગ દરમિયાન માદાને પકડવા માટે ઉપયોગ થતો હતો.:11 લેપ્ટોટાઇફ્લોપિડે અને ટાયફ્લોપીડે એવા અન્ય જૂથ છે જેમાં નિતંબ મેખલાના અવશેષો હાજર છે. તે જ્યારે દેખાય છે ત્યારે કેટલીકવાર શિંગડા તરીકે દેખાય છે. તમામ સાપની આગળની મેખલાનું અસ્તિત્વ નથી અને આ લોપ મેખલા મોર્ફોજીનેસિસને અંકુશ કરતા હોક્સ જીન્સની ઉત્ક્રાંતિ સાથે સંકળાયેલો છે. સાપના સમાન પૂર્વજોમાં અક્ષીય હાડપિંજર મોટા ભાગના અન્ય ટેટ્રોપોડની જેમ સ્થાનિક વિશેષતા ધરાવતા હતા, જેમાં ગરદન (ગળુ) (cervical), ધડ (છાતી) (thoracic), કટિપ્રદેશ (નીચેની પીઠ) (lumbar), ત્રિકાસ્થી (sacral)(મેખલા), પૂંછડી (caudal)નો સમાવેશ થાય છે. ધડના વિકાસ માટે જવાબદાર અક્ષીય હાડપિંજરમાં હોક્સ જીન્સની હાજરી સાપની ઉત્ક્રાંતિના પ્રાથમિક સમયગાળામાં નોંધપાત્ર હતી. પરિણામે તમામ સાપ ધડ જેવી સમાન ઓળખ (એટલાસ, એક્સિસ અને ગળાના એકથી ત્રણ હાડકા સિવાય) ધરાવે છે. જે મોટા ભાગના સાપના હાડપિંજરને અતિ લાંબા ધડવાળા બનાવે છે. એકમાત્ર ધડના હાડકામાં પાંસળી જોવા મળે છે. ગળુ, કટિપ્રદેશ અને નિતંબ મેખલાના હાડકાની સંખ્યા ઘણી ઓછી છે (કટિપ્રદેશ અને નિતંબ મેખલામાંમાત્ર બેથી દસ હાડકા હજુ પણ હાજર છે) જ્યારે પૂંછડીના હાડકમાં માત્ર ટૂંકી પૂંછડી જોવા મળે છે. જો કે આ પૂંછડી કેટલીક જાતમાં ઉપયોગમાં લેવાય તેટલી લાંબી છે અને કેટલીક પાણી અને વૃક્ષો પર રહેતી જાતમાં તે સારી રીતે વિકાસ પામેલી છે.

પ્રાણીની શરીર રચના અંગેના વિજ્ઞાન મોર્ફોલોજી (morphology)ને આધારે એક વૈકલ્પિક ધારણા સૂચવે છે કે સાપના પૂર્વજો મોસાસોર્સ (mosasaurs)- ક્રેટાસિયસ (Cretaceous)ની પાણીમાં રહેતી સરિસૃપ જાત- સાથે સંકળાયેલી છે જે વરાનિડ ગરોળી (varanid lizards) પરથી ઉતરી આવી હોવાનું માનવામાં આવે છે. આ ધારણા હેઠળ, દરીયાઇ સ્થિતિઓનો સામનો કરવા માટે સાપમાં પારદર્શક પોપચા વિકસ્યા હોવાનું માનવામાં આવે છે જ્યારે બાહ્ય કાન જળ સ્થિતિમાં બિનઉપયોગને કારણે લોપ થયા હતા જેને પગલે હાલના દરીયાઇ સાપ જેવા પ્રાણીનો ઉદભવ થયો હતો. ક્રેટાસિયસના અંતે, સાપ જમીન પર વસવા માંડ્યા હતા અને આજની જેમ રહેતા હતા. અશ્મિ સાપના અવશેષો ક્રેટાસિયસ દરીયાઇ માટીમાંથી જાણીતા થયા છે જે તેમની ધારણામાં સતત છે. ખાસ કરીને કે તેઓ ભૂચર નજશ રિઓનેગ્રીના કરતા જૂના છે. મોસાસૌર અને સાપમાં જોવા મળેલા ખોપડીની સમાન રચના, લુપ્ત થયેલા અવયવો અને અન્ય શરીરરચનાને લગતા લક્ષણો હકારાત્મક ક્લેડિસ્ટિકલ સંબંધ (cladistical correlation) તરફ દોરી જાય છે જો કે આમાંના કેટલાક લક્ષણો વરાનિડમાં જોવા મળે છે. તાજેતરના વર્ષોમાં જિનેટિક અભ્યાસ સૂચવે છે કે સાપનો મોનિટર ગરોળી સાથે જેટલો માનવામાં આવતો હતો તેટલો ઘનિષ્ટ સંબંધ નથી માટે મોસાસૌર્સ સાથે પણ સંબંધ નથી. મોસાસૌર્સને જળ સ્થિતિમાં સાપના પૂર્વજ માનવામાં આવતા હતા. જો કે મોસાસૌર્સને નરાનિડસ કરતા સાપ સાથે જોડતા ઘણા પુરાવા છે. જુરાસિક અને ક્રેટાસિયસની શરૂઆતમાંથી મળી આવેલા અવશેષો આ જૂથો માટે ઊંડા અશ્મિ રેકોર્ડ સૂચવે છે, જે બાદમાં ધારણાને નકારી શકે છે.

આધુનિક સાપની વિવિધતા પાલીયોસિન(Paleocene)માં જોવા મળે છે જે નોન-એવિયન ડાયનોસોર લુપ્ત થયા બાદ સ્તનધારી પ્રાણીઓના એડપ્ટિવ રેડિયેશન સાથે સંબંધ ધરાવે છે. આજે બહુ સામાન્ય જૂથમાંનું એક કોલ્યુબ્રિડ્સ ઉંદરોનો શિકાર કરીને વૈવિધ્યસભર બન્યું છે, ઉંદર એક સફળ સ્તનધારી જૂથ છે. સાપની 2,900 જાત છે જે ઉત્તરમાં સ્કેન્ડિનાવિયામાં આર્કટિક સર્કલથી લઇને દક્ષિણમાં ઓસ્ટ્રેલિયા અને તાસમાનિયા સુધી ફેલાયેલી છે. સાપ દુનિયાના પ્રત્યેક ખંડમાં (સિવાય કે એન્ટાર્ટિકા), સમુદ્ર તલ અને એશિયાના હિમાલય પર્વતોમાં 16,000 (4,900 મી) ફૂટ સુધીંના ઊંચાઇએ જોવા મળે છે .:143 દુનિયામાં એવા અનેક ટાપુ છે જેના પર સાપની ગેરહાજરી છે, જેમ કે, આયર્લેન્ડ, આઇસલેન્ડ અને ન્યૂ ઝીલેન્ડ.:143

વર્ગીકરણ

તમામ આધુનિક સાપનું લિનીયન વર્ગીકરણશાસ્ત્રમાં સર્પન્ટ પેટાજૂથમાં વર્ગીકરણ થયેલું છે જે સ્કેવમાટાનો એક ભાગ છે જો કે તેમનો સ્કવેમેટ જૂથમાં સમાવેશ વિવાદાસ્પદ છે.

સર્પન્ટ ના બે પેટાજૂથ છેઃ એલિથિનોફિડીયા અને સ્કોલિકોફિડીયા.

આ વિભાજન આકારવિજ્ઞાન લક્ષણો અને મિટોકોન્ડ્રીયલ ડીએનએ  શ્રેણી સમાનતાને આધારે કરવામાં આવ્યું છે.  એલિથિનોફિડીયાનું કેટલીકવાર હેનોફિડીયા (Henophidia) અને કેનોફિડીયા (Caenophidia)માં વિભાજન થાય છે. કેનોફિડીયામાં કોલ્યુબ્રોઇડ (Colubroid) સાપ (કોલબ્રીડ્સ (કોલુબ્રીદ્સ), વાઇપર (vipers), એલાપિડ્સ (elapids), હાયડ્રોફિડ્સ (hydrophiids), અને એટ્રેક્ટાસ્પિડ્સ (attractaspids))નો સમાવેશ થાય છે જ્યારે અન્ય એલિથિનોફિડીયા પરિવારમાં હેનોફિડીયા (Henophidia)નો સમાવેશ થાય છે.  અત્યારે અસ્તિત્વમાં નહીં રહેલા વિશાળ અજગર જેવા સાપ પરિવાર મેડટ્સોઇડીયા (Madtsoiidae) ઓસ્ટ્રેલિયામાં 50,000 વર્ષ પહેલા હતા. આ પ્રકાર વોનામ્બી (Wonambi) તરીકે ઓસ્ટ્રેલિયામાં હતો.  

જૂથની પ્રણાલી અંગે અનેક ચર્ચા રહેલી છે. દાખલા તરીકે, ઘણા સ્ત્રોત બોઇડીયા (Boidae) અને પાયથનીડીયા (Pythonidae)ને એક જ પરિવાર તરીકે ગણાવે છે જ્યારે કેટલાક સ્ત્રોત ઇલાપિડીયા (Elapidae) અને હાયડ્રોફીડીયા (Hydrophiidae) (દરીયાઇ સાપ)ને તેમના એકદમ નીકટના સંબંધ ધરાવતા હોવા છતાં વ્યાવહારિક કારણોસર અલગ ગણે છે.

તાજેતરના પરમાણુ અભ્યાસ આધુનિક સાપ, સ્કોલિકોફીડીયન, ટાયફ્લોપિડ્સ અને એનોમલિપીડીડ્સ, એલિથિનોફીડીયન, કોર એલિથિનોફીડીયન, યુરોપેલ્ટિડ્સ, (સિલિન્ડ્રોફિસ , એનોમોકિલસ , યુરોપેલ્ટિન્સ) મેક્રોસ્ટોમાટન્સ, બૂઇડસ્, બોઇડ્સ, પાયથનિડસ અને કેઇનોફિડીયન્સની શરીરરચનાને સમર્થન આપે છે.

પરિવારો

colspan="100%" align="center" ઢાંચો:Bgcolor-blue પેટાજૂથ એલિથિનોફિડીયા 15 પરિવાર
પરિવાર વર્ગીકરણ કરનાર પ્રકાર જાત સામાન્ય નામ ભૌગોલિક વિસ્તાર
એક્રોકોર્ડીડેઇ બોનાપાર્ટે, 1831 1 3 વોર્ટ સાપ પશ્ચિમીભારત અને શ્રીલંકા ઉષ્ણકટિબંધના દક્ષિણપૂર્વ એશિયા થીફિલિપાઇન્સ, દક્ષિણમાં ઇન્ડોનેશિયન/મલેશિયન ટાપુ જૂથથી તિમોર, પૂર્વમાં ન્યૂ જીનીવા થી ઓસ્ટ્રેલિયાના ઉત્તરી દરીયાકિનારાથી મુસુ ટાપુ , બિસ્માર્ક આર્કિપેલાગો અનેગૌડાલકેનાલ ટાપુ સોલોમન ટાપુમાં.
એનિલીડે સ્ટેજનેજર, 1907 1 1 ફોલ્સ કોરલ સાપ ઉષ્ણકટીબંધીય દક્ષિણ અમેરિકા.
એનોમોચિલીડે કન્ડોલ, વલાક, 1993 1 2 ડ્વોર્ફ પાઇપ સાપ પશ્ચિમ મલેશિયા અને સુમાત્રાના ઇન્ડોનેશિયન
એટ્રેક્ટાસ્પિડીડે ગંથર, 1858 12 64 દરમાં રહેતા સાપ આફ્રિકા અને મધ્ય પૂર્વ.
બોઇડે ગ્રે, 1825 8 43 બોસ ઉત્તરી, કેન્દ્રીય અને દક્ષિણ અમેરિકા, કેરિબીયન, દક્ષિણી યુરોપ અને એશિયા માઇનોર, ઉત્તરી, કેન્દ્રીય અને પૂર્વ આફ્રિકા, મડાગાસ્કર અને રિયુનિયન ટાપુ, અરબી પેનિન્સ્યુલા, કેન્દ્રીય અને દક્ષિણપશ્ચીમીએશિયા, ભારત અને શ્રીલંકા, મોલ્યુકાસ અને ન્યૂ જીનીવા મેલાનેશિયા અનેસમોઆ.
બોલીરીડે હોફસ્ટેટર, 1946 2 2 બે મોંઢાવાલો સાપ મોરેશિયસ
કોલ્યુબ્રીડે ઓપેલ, 1811 304 1938 સામાન્ય સાપ એન્ટાર્ટિકા સિવાયના તમામ ખંડનમાં વ્યાપકપણે ફેલાયેલા છે.
સિલિન્ડ્રોફિડે ફિત્ઝીંગર, 1843 1 8 એશિયન પાઇપ સાપ શ્રીલંકા પૂર્વમાં મ્યાનમાર, થાઇલેન્ડ, કમ્બોડીયા, વિયેટનામ અને મલય આર્કિપિલાગોથી અરુ ટાપુ ન્યૂ જીનીવાનો દક્ષિણપશ્રીમી દરિયાકિનારો દક્ષિણીચીન (ફ્યુજીયન, હોંગ કોંગ અને હૈનન ટાપુ) અનેલાઓસમાં પણ જોવો મળે છે.
એલાપીડે બોઇ, 1827 61 235 એલાપિડ્સ યુરોપ સિવાય સમગ્ર વિશ્વમાં ઉષ્મકટીબંધીય અને પેટાઉષ્મકટીબંધીય વિસ્તારની જમીન પર હિન્દ મહાસાગર અને પેસિફિકામાં દરીયાઇ સાપ થાય છે.
લોક્સોસિમીડે કોપ, 1861 1 1 દરમાં રહેતા મેક્સિકન સાપન પેસિફિક સમાંતર મેક્સિકોથી માંડીને દક્ષિણમાંકોસ્ટા રીકા સુધી.
પાયથોનાઇડ ફિત્ઝીંગર, 1826 8 26 અજગર સબસહારનઆફ્રિકા, પેનિન્સ્યુલર ભારત, મ્યાનમાર, દક્ષિણચીન, દક્ષિણપૂવ્ર એશિયા અને ફિલિપાઇન્સથી માંડીને દક્ષિણપૂ્ર્વમાં ઇન્ડોનેશિયાથીન્યૂ જીનીવા અને ઓસ્ટ્રેલિયાસુધી.
ટ્રોપિડોફિડે બ્રાન્ગર્સ્મા, 1951 4 22 ડ્વાર્ફ બોઆસ દક્ષિણ મેક્સિકો અને મધ્ય અમેરિકાથી, દક્ષિણથી ઉત્તર પશ્ચીમે દક્ષિણ અમેરિકા કોલંબિયામાં, (એમોઝોનિયન) ઇક્વાડોર અનેપેરુ, તેમજ ઉત્તરપશ્ચિમ અને દક્ષિણપૂર્વ બ્રાઝિલ. વેસ્ટ ઇન્ડીઝમાં પણ જોવા મળે છે.
યુરોપેલ્ટિડે મ્યુલર, 1832 8 47 પૂંછડી ઢાંકેલા સાપ દક્ષિણ ભારત અને શ્રીલંકા
વાઇપરીડે ઓપેલ, 1811 32 224 વાઇપર અમેરિકા, આફ્રિકા અનેયુરેશિયા.
ઝેનોપેલ્ટિડે બોનાપાર્ટે, 1845 1 2 સનબીમ સાપ દક્ષિણપૂર્વ એશિયામાં અંદામાન અનેનિકોબાર ટાપુ, પૂર્વમાં મ્યાનમારથી દક્ષિણચીન, થાઇલેન્ડ, લાઓસ, કમ્બોડિયા, વિયેતનામ, મલય પેનિન્સ્યુએલા અને ઇસ્ટ ઇન્ડીઝ થી સુલાવેસી, તેમજ ફિલિપાઇન્સ.


colspan="100%" align="center" ઢાંચો:Bgcolor-blue પેટાજૂથ સ્કોલિકોફિડીયા 3 પરિવાર
પરિવાર વર્ગીકરણ કરનાર પ્રકાર જાત સામાન્ય નામ ભૌગોલિક વિસ્તાર
એનોમાલેપીડે ટેલર, 1939 4 15 પ્રાથમિક આંધળો સાપ દક્ષિણ મધ્ય અમેરિકાથી ઉત્તરપશ્ચીમી દક્ષિણ અમેરિકા સુધી ઉત્તરપૂર્વ અને દક્ષિણપૂર્વ દક્ષિણ અમેરિકામાં
લેપ્ટોટિફ્લોપિડે સ્ટેજનેગર, 1892 2 87 સ્લેન્ડર આંધળો સાપ આફ્રિકા, પશ્ચીમીએશિયા તૂર્કીથી માંડીને ઉત્તરપશ્ચીમમાં [[ભારત/0}, સોકોત્રા ટાપુ, દક્ષિણપશ્ચિમે અમેરિકા દક્ષિણમાં મેક્સિકો અનેમધ્ય અમેરિકા દક્ષિણ અમેરિકા, જો કે ઉંચા એડનિસ|ભારત/0}, સોકોત્રા ટાપુ, દક્ષિણપશ્ચિમે અમેરિકા દક્ષિણમાં મેક્સિકો અનેમધ્ય અમેરિકા દક્ષિણ અમેરિકા, જો કે ઉંચા એડનિસ]]માં નહીં. પેસિફિક દક્ષિણ અમેરિકામાં તેઓ થાય છે તેમજ દક્ષિણમાં દક્ષિણી દરીયાકિનારા પેરુ, અને એટલાન્ટિક બાજુ તેમજ ઉરુગ્વે અને 0}અર્જેન્ટિના. કેરિબીયનમાં તેઓ બહામાસ, હિસ્પાનિઓલા અનેલેસર એન્ટિલેસમાં જોવા મળે છે.
ટાયફ્લોપિડે મેરમ, 1820 6 203 ટિપિકલ આંધળો સાપ દુનિયાના મોટાભાગના ઉષ્ણકટીબંધીય તેમજ ઉપઉષ્ણકટીબંધીય વિસ્તારો, ખાસ કરીને આફ્રિકા, મડાગાસ્કર, એશિયા, પેસિફિક, ટ્રોપિકલ અમેરિકાના ટાપુઓ અને દક્ષિણપૂર્વ યુરોપ.

જીવવિજ્ઞાન

સાપ 
સાપનું હાડપિંજર અન્ય મોટા ભાગના સરિસૃપ (કાચબો, રાઇટ)ની તુલનાએ ઘણુ અલગ છે. તે સમગ્ર લાંબી પાંસળીનું બનેલું હોય છે.

હાડપિંજર

મોટા ભાગના સાપના હાડપિંજર ખોપડી, કંઠિકાસ્થિ, કરોજરજ્જૂ અને પાંસળી ધરાવે છે જો કે હેનોફિડીયન સાપ મેખલાના હાડકા અને પાછળના ઉપાંગ ધરાવે છે. સાપની ખોપડીમાં મગજને સુરક્ષિત રાખવા માટે ઘન અને સંપૂર્ણ વિકસેલી જગ્યા છે જેની સામે અન્ય ઘણા હાડકા ઢીલી રીતે જોડાયેલા હોય છે ખાસ કરીને વધુ હલનચલન ધરાવતા જડબાના હાડકા જે શિકારને ગળવામાં અને દબોચવામાં મદદ કરે છે. નીચલા જડબાની ડાબી અને જમણી બાજુ અગ્રવર્તી છેડે લવચીક અસ્થિબંધથી જોડાયેલી હોય છે, જેનાથી તે છૂટથી પહોળા થઇ શકે છે જ્યારે નીચલા જડબાનો પાછળના હાડકા ક્વાડ્રેટ હાડકા સાથે જોડાયેલા હોય છે જે તેને વધુ હલચચલન પુરું પાડે છે. મેનડિબલ અને ક્વાડ્રેટ હાડકા જમીનના ધબકારા પણ સાંભળી શકે છે. અસ્થિબંધ એ ખોપડીમાં પાછળના ભાગે આવેલુ ઉભું નાનું હાડકું છે જે ગળાના ભાગમાં આવેલું છે અને તે સાપની જીભના સ્નાયુઓના જોડાણ તરીકે કામ કરે છે. અન્ય તમામ ટેટ્રાપોડમાં પણ આવું જ જોવા મળે છે.

કરોડરજ્જૂમાં 200-400 હાડકા આવેલા હોય છે. પૂંછડીના હાડકા સંખ્યાની દ્રષ્ટિએ પ્રમાણમાં ઓછા હોય છે (કેટલીકવાર કુલ હાડકાના 20 ટકા કરતા પણ ઓછા હોય છે) અને તેમાં પાંસળી હોતી નથી. જ્યારે ધડના ભાગમાં બે પાંસળી હોય છે. કરોડ પ્રોજેક્શન ધરાવે છે જે મજબૂત સ્નાયુબંધ પુરું પાડે છે જેના કારણે સાપ ઉપાંગો વગર પણ સરકી શકે છે. કેટલીક ગરોળીમાં પૂંછડી શરીરથી છૂટી પડવાનો ગુણધર્મ ધરાવે છે આ લક્ષણ મોટા ભાગના સાપમાં ગેરહાજર છે. સાપમાં ભાગ્યે જ કૌડલ ઓટોટોમી જોવા મળે છે અને તે ઇન્ટરવર્ટિબ્રલ છે જ્યારે ગરોળીમાં તે ઇન્ટ્રાવર્ટિબ્લ છે. નિશ્ચિત ફ્રેક્ચર ભાગમાં ભંગાળ થાય છે.

કેટલાક સાપમાં ખાસ કરીને બોઆ અને અજગરમાં પેલ્વિક સ્પરની જોડીના સ્વરૂપમાં ઉપાંગ હોય છે. ક્લોઓકાની બંને બાજુ આવેલી આ નાની અને ક્લો જેવી પ્રોટ્રુઝન વેસ્ટિજિયલ હિન્ડલિમ્બ હાડપિંજરનો બાહ્ય ભાગ છે જેમાં ઇલિયમ અને ફેમરનો સમાવેશ થાય છે.

આંતરિક અંગો

ઢાંચો:Snake anatomy imagemap સાપનું હૃદય શ્વસનનળીના વિભાજન સ્થળે પેરિકાર્ડિયમ તરીકે ઓળખાતી અંતસ્ત્વચાની કોથળીમાં આવેલું હોય છે. હૃદય પડદાની ગેરહાજરીને કારણે આજુબાજુ હલચ ચલન કરી શકે છે. જ્યારે મોટો શિકાર અન્નનળીમાંથી પસાર થતો હોય છે ત્યારે આ વ્યવસ્થા હૃદયને નોંધપાત્ર નુકસાનથી બચાવે છે. બરોડ પિત્તાશય અને સ્વાદુપિંડ સાથે જોડાયેલી હોય છે જે લોહીનું શુદ્ધિકરણ કરે છે. થાયમસ ગ્રંથી હૃદયની ઉપર આવેલા જાડા પેશીમાં રહેલી હોય છે અને તે લોહીના પ્રતિકારક કોશિકાઓમાં પેદા કરે છે. મૂત્રપિંડની હાજરીને કારણે સાપની રૂધિરાભિષણ વ્યવસ્થા પણ વિશિષ્ટ હોય છે. જેમાં લોહી હૃદય સુધી પહોંચતા પહેલા સાપની પૂછડીમાં થઇને કિડનીમાં જાય છે.

લુપ્ત થયેલું ડાબું ફેફસું ઘણીવાર નાનું અથવા કેટલીકવાર ગેરહાજર હોય છે કારણકે સાપના ભૂંગળી જેવા શરીરમાં અવયવો લાંબા અને પાતળા હોવા જોઇએ. મોટા ભાગની જાતમાં માત્ર એક જ ફેફસું કામ કરતું હોય છે. આ ફેફસુ કેશિકાવાળો આગળનો અને પાછળનો ભાગ ધરાવે છે જે વાયુ આદાનપ્રદાનમાં કામ કરતા નથી.

કેટલાક જળચર સાપમાં આ સેકક્યુલર ફેફસાનો હાઇડ્રોસ્ટેટિક ઉદેશ માટે ઉપયોગ થાય છે જ્યારે ભૂચર જાતમાં તેનું કાર્ય હજુ સુધી જાણી શકાયું નથી.  કિડની અથવા પ્રજનન અંગ જેવા જોડીવાળા અંગે શરીરની અંદર આવેલા છે. આ ઉપાંગો એકની ઉપર એક આવેલા હોય છે.  સાપ લિમ્ફ નોડ્સ ધરાવતા નથી  
સાપ 
પુખ્ત બાર્બાડોસ થ્રેડસ્નેક, લેપ્ટોટિફલોપ્સ કાર્લે, અમેરિકાના ક્વાર્ટ ડોલર પર

કદ

અત્યારે લુપ્ત થઇ ગયેલા ટિટાનોબોઆ સેરેજોનેન્સિસ સાપ લંબાઇમાં12–15 meters (39–49 ft) હતા. અત્યારે અસ્તિત્વ ધરાવતો સૌથી લાંબો સાપ રેટિક્યુલેટેડ અજગર છે જેની લંબાઇ9 meters (30 ft) છે અને એનાકોન્ડા જેની લંબાઇ 7.5 meters (25 ft)છે અને તેને પૃથ્વી પરનો સૌથી ભારે સાપ ગણવામાં આવે છે. બીજી બાજુ, હાલ અસ્તિત્વ ધરાવતા સૌથી નાના સાપ લેપ્ટોટાયફ્લોપ્સ કારલે છે જેની લંબાઇ10 centimeters (4 in) છે. જો કે મોટા ભાગના સાપ નાના પ્રાણી છે અને અને લંબાઇમાં લગભગ 3 ફૂટ લાંબા છે.

સાપ 
સાપના માથાના આવરણના શબ્દો સમજાવતો જી. એ. બૌલેન્ગર્સ ફૌના ઓફ બ્રિટીશ ઇન્ડિયા (1890)નો રેખીય નકશો

ચામડી

સાપની ચામડી ભીંગડાથી ઢંકાયેલી હોય છે. સાપ પાતળા હોવાથી સાપ અને અળસિયાની ઓળખમાં ગૂંચવળ ઉભી થાય છે તેવા પ્રચલિત મતથી વિપરિત સાપની ચામડી લીસી, સૂકી અને ગૂંથાયેલી હોય છે. મોટા ભાગના સાપ મુસાફરી કરવા તેમજ સપાટી પકડવા માટે પેટના ભીંગડાનો ઉપયોગ કરે છે. શરીરના ભીંગડા લીસા, પટ્ટાવાળા અથવા દાણાદાર હોય છે. સાપના પોપચા પારદર્શક સ્પેક્ટેકલ ભીંગડા છે જે કાયમ માટે બંધ રહે છે અને તે બ્રિલે તરીકે પણ ઓળખાય છે.

સાપની કાચળી ઉતારવાની પ્રક્રિયાને એકડિસિસ (અથવા સામાન્ય વપરાશમાં મોઉલ્ટઇંગ અથવા સ્લોઇંગ ) કહેવાય છે. સાપના કિસ્સામાં ચામડીનું સંપૂર્ણ બાહ્ય આવરણ એક જ આવરણમાં છૂટું પડે છે. સાપના ભીંગડા સ્વતંત્ર નથી હોતા પરંતુ તે ત્વચાનું બાહ્ય સ્વરૂપ છે માટે તે અલગથી છૂટા નથી પડતા પરંતુ પ્રત્યેક કાચળી ઉતારવાની પ્રક્રિયા દરમિયાન તે એક સમગ્ર આવરણ તરીકે છૂટું પડે છે. પગના મોજાને જેવી રીતે અંદરથી બહારની તરફ ઊંધા કરીએ તે રીતે કાચળી ઉતરે છે.

માથા, પીઠ અને પેટ પર રહેલા ભીંગડાના આકાર અને સંખ્યા ઘણીવાર સાપના લક્ષણ હોય છે અને તેનો વર્ગીકરણ ઉદેશ માટે ઉપયોગ થાય છે. ભીંગડા શરીર પર ક્યા સ્થાને આવેલા છે તેના આધારે ભીંગડાના નામ આપવામાં આવે છે. વિકસિત કેનોફિડીયન સાપમાં પહોળા પેટ પરના ભીંગડા અને ડોર્સલ ભીંગડાની હારનો કરોડ સાથે સંબંધ છે જેને કારણે વૈજ્ઞાનિકો કરોડરજ્જૂને ડિસેક્શન વગર ગણી શકે છે. સાપની આંખ હલનચલન કરી શકે તેવા પોપચાના સ્થાને તેમના ચોખ્ખા ભીંગડા દ્વારા ઢંકાયેલી હોય છે માટે તેમની આંખ હંમેશા ખુલ્લી હોય છે.[સંદર્ભ આપો]


કાચળી ઉતારવાની પ્રક્રિયા

કાચળી ઉતારવાની પ્રક્રિયાથી સાપના અનેક કામ થાય છે. સૌપ્રથમ તો, જૂની અને નુકસાન થયેલી ચામડીના સ્થાને નવી ચામડી આવે છે, બીજુ, તેનાથી અતિસુક્ષ્મ જંતુઓ અને બગાઇ જેવા પરાવલંબીઓથી છૂટકારો મેળવવામાં મદદ મળે છે. કાચળી ઉતારીને નવી ચામડી મેળવવાની પ્રક્રિયાથી જંતુ જેવા કેટલાક પ્રાણીઓમાં વૃદ્ધિ થાય છે જો કે સાપના કિસ્સામાં આ બાબતે મતભેદ છે.

સાપ 
કાચળી ઉતારતો સાપ

સાપના સમગ્ર જીવન દરમિયાન કાચળી ઉતારવાની પ્રક્રિયા સમયાંતરે થતી રહે છે. કાચળી ઉતારતા પહેલા સાપ ખાવાનું બંધ કરી દે છે અને ઘણીવાર સુરક્ષિત સ્થાને જાય છે અથવા સંતાઇ જાય છે. કાચળી ઉતારતા પહેલા સાપની ચામડી ફીક્કી અને સૂકી બની જાય છે અને આંખો ધૂંધણી અથવા વાદળી રંગની બની જાય છે. જૂની ચામડીની અંદરની સપાટી ધીમે ધીમે ઓગળવા માંડે છે. તેનાથી જૂની ચામડી તેની જ અંદર રહેલી નવી ચામડીથી છૂટી પડી શકે છે. થોડા દિવસ બાદ સાપની આંખ ચોખ્ખી થાય છે અને તે તેની જૂની ચામડીમાંથી બહાર આવે છે. જૂની ચામડી મોઢા નજીક તૂટે છે અને સાપ તેમાંથી બહાર આવે છે.સાપ કાચળી ઉતારવા માટે ખરબચડી સપાટી પર તેનું શરીર ઘસે છે. ઘણા કિસ્સામાં કાચળી માથાથી પૂંછડી તરફ પાછળની બાજુએ એક જ ટુકડામાં ઉતરે છે. મોજાને અંદરની બાજુને બહારની બાજુએ ઉંધા કરીને લાવીએ છે તેમ કાચળી ઉતરે છે. તેની અંદર ચામડીનું નવું, મોટું, ચમકતું આવરણ રચાય છે.

ઘરડા સાપ વર્ષમાં એક અથવા બે વાર જ કાચળી ઉતારી શકે છે. પરંતુ યુવા સાપ વૃદ્ધિ પામે ત્યાં સુધી વર્ષમાં ચાર વખત સુધી કાચળી ઉતારી શકે છે. સાપની કાચળી તેના ભીંગડાની ચોક્કસ છાપ આપે છે. જો કાચળી અકબંધ હોય તો તે ક્યા સાપની હતી તે ઓળખી શકાય છે. આ સમયાંતરે નવિનીકરણને કારણે સાપને ઉપચાર અને દવાના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે. રોડ ઓફ એસ્ક્લીપિયસમાં દર્શાવવામાં આવ્યું છે તેમ.



ગ્રહણશક્તિ

    દ્રષ્ટિ
    સાપની દ્રષ્ટિમાં ઘણો ફેરફાર હોય છે. સાપ માત્ર અંધારામાંથી પ્રકાશને ઓળખવાની શક્તિથી માંડીને તીવ્ર સુધી દ્રષ્ટિ ધરાવે છે, પરંતુ મુખ્ય વલણ તે છે કે તેમની દ્રષ્ટિ યોગ્ય હોય છે, જો કે ધારદાર નથી હોતી, સાપ દ્રષ્ટિથી હિલચાલનો અંદાજ મેળવી શકે છે. સામાન્ય રીતે વૃક્ષો પર રહેતા સાપની દ્રષ્ટિ એકદમ શ્રેષ્ઠ અને દરમાં રહેતા સાપની દ્રષ્ટિ સૌથી નબળી હોય છે. એશિયન વાઇન જેવા કેટલાક સાપ (જીનસ અહેતુલ્લા , બાઇનોક્યુલર દ્રષ્ટિ ધરાવે છે)બંને આંખો દ્વારા એક જ બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. મોટા ભાગના સાપ આંખની કીકીને નેત્રપટલના સંદર્ભમાં આગળ અને પાછળ ફેરવીને ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે અન્ય એમ્નિઓટે જૂથમાં કીકી જાડી પાતળી થાય છે.
    સૂંઘવાની શક્તિ
    સાપ તેમના શિકારને શોધવા ધ્રાણેન્દ્રીનો ઉપયોગ કરે છે. સાપ તેની ચીપીયા જેવી જીભનો ઉપયોગ કરીને હવામાં પેદા થયેલા કણો એકત્ર કરે છે અને તેમની ચકાસણી માટે તેમને મોઢામાં જેકબસનના અવયવ અથવા વેમરોનેસલ અવયવ માંથી પસાર કરે છે. જીભમાં ચીપીયો સાપને શિકારની દિશા, ગંધ અને સ્વાદ વિશે માહિતી પૂરી પાડે છે. સાપ તેની જીભને સતત ફેરવતી રાખે છે. તે આમ કરીને હવા, જમીન અને પાણી પર રહેલા કણોના નમૂના લે છે, તેને મળેલા રસાયણોનું પૃથક્કરણ કરે છે અને તેની આસપાસ કોઇ શિકાર કે શિકારી હાજર છે કે નહીં તે નક્કી કરે છે.
    કંપન પ્રત્યે સંવેદનશીલતા
    જમીનની સપાટીના સીધા સંપર્કમાં આવતો સાપનો શરીરનો ભાગ કંપન પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. આમ સાપ હવામાં અને જમીન પરના કંપન પારખી જઇને તેની તરફ આવી રહેલા અન્ય પ્રાણીની ભાળ મેળવી શકે છે.
    ઇન્ફ્રારેડ સંવેદનશીલતા
    પિટ વાઇપર, અજગર અને કેટલાક બોઆ નસકોરા અને આંખની વચ્ચે ઊંડા પોલાણમાં ઇન્ફ્રારેડ કિરણો પ્રત્યે સંવેદનશીલ હોય તેવા રિસેપ્ટર ધરાવે છે. જો કે કેટલાક સાપ તેમના ઉપલા હોઠ પર નસકોરાની તુરંત નીચે લેબિયલ પિટ્સ ધરાવે છે (જે અજગરમાં સામાન્ય રીતે જોવા મળે છે). તેનાથી સાપને વિકિરણ થતી ઉષ્મા જોઇ શકે છે. ઇન્ફ્રારેડ કિરણો પ્રત્યે સંવેદનશીલતા સાપને આસપાસમાં રહેલા શિકાર ખાસ કરીને ગરમ લોહીવાળા સ્તનધારી પ્રાણીનું સ્થાન નક્કી કરવામાં મદદ કરે છે.
સાપ 
ઉંદર ખાતા સાપની થર્મોગ્રાફિક છબી


ઝેર

સાપ 
વાઇપરા બેરુસ, એક નાનકડાં ઝેરી ડાઘ સાથે મોજામાં એક ઝેરી દાંત

કોબ્રા, વાઇપર અને તેની નિકટની જાત શિકારને શિથિલ કરવા અથવા મારવા માટે ઝેરનો ઉપયોગ કરે છે. ઝેર એ સાપની સુધારેલી લાળ છે જે ફેણ દ્વારા બહાર ઓકવામાં આવે છે.:243 વાઇપરિડ્સ અને ઇલાપિડ્સ જેવી વિકસિત ઝેરી સાપની જાતમાં ફેણ પોલાણવાળી હોય છે જેને કારણે તે શિકારમાં વધુ અસરકારક રીતે ઝેર દાખલ કરી શકે. જ્યારે બમૂસ્લાંગ જેવા પાછળ ફેણ ધરાવતા સાપની ફેણ માત્ર પોલાણ ધરાવતી હોય છે જે ઘામાં ઝેર દાખલ કરે છે. સોપાનું ઝેર ઘણીવાર શિકાર આધારિત હોય છે. તેનો સ્વબચાવ માટે ઉપયોગની ભૂમિકા ગૌણ છે.:243 ઝેર અન્ય તમામ લાળ મુક્ત કરતી પ્રક્રિયાની જેમ અગ્રપાચક છે જે ખોરાકને દ્વાવ્ય પદાર્થમાં તોડવાની પ્રક્રિયા શરૂ કરે છે અને ખોરાકને યોગ્ય રીતે પચાવે છે. બિન ઝેરી સાપ (અન્ય પ્રાણીની જેમ) કરડે તો પણ તેનાથી કોષને નુકસાન થાય છે.:209

ચોક્કસ પક્ષીઓ, સ્તનધારી પ્રાણીઓ અને કિંગસ્નેક જેવા અન્ય સાપો કે જે ઝેરી સાપનો શિકાર કરે છે તેમણે ચોક્કસ પ્રકારના ઝેરની સામે પ્રતિકારક શક્તિ વિકસાવી છે.:243 ઝેરી સાપમાં ત્રણ પરિવારનો સમાવેશ થાય છે અને વર્ગીકરણમાં વપરાતા ઔપચારિક વર્ગીકરણ જૂથ રચતા નથી. ઝેરી સાપ શબ્દ મોટે ભાગે ખોટો છે. ઝેર પોતાના જ શરીરમાં શ્વાસમાં લેવાય છે અથવા ગળી જવાય છે જ્યારે ઝેરને બીજાના શરીરમાં દાખલ કરવામાં આવે છે. જો કે તેમાં બે અપવાદ છે રહેબ્ડોફિસ તે જે દેડકા ખાય છે તેમાંથી ઝેરને છૂટું પાડે છે અને શિકારીથી બચવા બાદમાં તેને ગળાની પાછળના ભાગમાં આવેલી ગ્રંથીમાંથી સ્ત્રાવ કરે છે. ઓરેગોનમાં ગાર્ટર સાપની નાની વસતી કાગડા અને શિયાળ જેવા નાના સ્થાનિક શિકારીઓ સામે અસરકારક રીતે ઝેરી રહેવા માટે તે કાચીંડા જેવા જે પ્રાણીઓ ખાય છે તેમાંથી પુરતા પ્રમાણમાં ઝેર મેળવીને તેના યકૃતમાં સંગ્રહ કરે છે.

સાપનું ઝેર પ્રોટીનનું જટીલ મિશ્રણ છે અને તે માથાના પાછળના ભાગમાં આવેલી ઝેર ગ્રંથીઓમાં સંગ્રહાયેલું હોય છે. તમામ ઝેરી સાપમાં આ ઝેર ગ્રંથીઓ નળી મારફતે ઉપલા જડબામાં આવેલા પોલા દાતમાં ખુલતી હોય છે.:243 આ પ્રોટીન ન્યુરોટોક્સિન (જે ચેતાતંત્ર પર હુમલો કરે છે), હેમોટોક્સિન (જે રૂધિરાભિષણ તંત્ર પર હુમલો કરે છે), સાયટોટોક્સિન, બંગારોટેક્સિન અને અન્ય ઘણા ઝેરનું મિશ્રણ હોઇ શકે છે જે શરીરને અલગ અલગ રીતે નુકસાન પહોંચાડી શકે છે. સાપના લગભગ તમામ ઝેર હ્યાલુરોનિડેઝ એન્ઝાઇમ ધરાવે છે જે ઝેર ઝડપથી મંદ થઇ જાય તે સુનિશ્ચિત કરે છે.:243

જે ઝેરી સાપ હેમોટોક્સિનનો ઉપયોગ કરે છે તે ફેણ ધરાવે છે અને તેમના મોઢાના આગળના ભાગમાંથી ઝેર છોડે છે, આમ થવાથી સાપ તેના શિકારના શરીરમાં સરળતાથી ઝેર દાખલ કરી શકે છે. ન્યુરોટોક્સિનનો ઉપયોગ કરતા મેન્ગ્રો સાપ જેવા કેટલાક સાપ તેમના મોઢાના પાછળના ભાગમાં ફેણ ધરાવે છે. તેની ફેણ પાછળની બાજુએ વળેલી હોય છે. આ ગોઠવણ સાપને તેના ઝેરનો ઉપયોગ કરવામાં તેમજ વૈજ્ઞાનિકોને તેનું ઝેર કાઢવામાં એમ બંનેમાં મુશ્કેલી ઉભી કરે છે. જો કે કોબ્રા અને ક્રેટ જેવા ઇલાપિડ સાપ પ્રોટેરોગ્લિફોસ છે. જેઓ પોલી ફેણ ધરાવે છે અને સાપના મોઢાના આગળની બાજુએ ઉભી થઇ શકતી નથી તેમજ વાઇપરની જેમ શિકારના શરીરમાં છીદ્ર પાડી શકતી નથી. તેણે શિકારના શરીરમાં ઝેર દાખલ કરવા માટે તેને બચકું ભરવું પડે છે.:242

તાજેતરમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે તમામ પ્રકારના સાપ અમૂક અંશે ઝેરી હોય જ છે. બિનહાનિકારક સાપમાં ઝેર નબળું હોય છે અને તેઓ ફેણ ધરાવતા નથી. . આ ધારણા મુજબ અત્યારે બિનઝેરી ગણાતા મોટા ભાગના સાપને હજુ પણ બિનહાનિકારક ગણવામાં આવે છે કારણકે આ સાપ ઝેર મુક્ત કરવાની વ્યવસ્થા ધરાવતા નથી અથવા તો તેઓ માનવજાતને નુકસાન કરી શકે તેટલું ઝેર મુક્ત કરવા શક્તિમાન નથી. આ ધારણા મુજબ, સાપ તેમના સમાન પૂર્વજ ઝેરી ગરોળીમાંથી વિકસ્યા હશે. આ ઝેરી ગરોળીઓમાંથી ગિલા મોન્સ્ટર અને બેડેડ ગરોળી આજે પણ મળી આવે છે. તેમાં મોનિટર ગરોળીનો પણ સમાવેશ થાય છે જ્યારે મોસાસૌર્સ આજે લુપ્ત થઇ ગઇ છે. તેઓ અન્ય વિવિધ સૌરિયા જાત સાથે પણ ઝેરનો આ સમાન ગુણધર્મ ધરાવે છે.

ઝેરી સાપનું બે ટેક્સોનોમિક પરિવારમાં વર્ગીકરણ થાય છેઃ

  • ઇલાપિડ- કિંગ કોબ્રા સહિત કોબ્રા, ક્રેટ, મામ્બા, ઓસ્ટ્રેલિયન કોપરહેડ, દરીયાઇ સાપ અને કોરલ સાપ
  • વાઇપરિડ – વાઇપર, રેટલસ્નેક, કોપરહેડ/કોટનમાઉથ, એડર અને બુશમાસ્ટર.

ઓપિસ્ટોગ્લિફસ (પાછળ ફેણ) સાપ તેમજ સાપની અન્ય મોટા ભાગની જાત ધરાવતું ત્રીજું એક પરિવાર છે.

  • કોલ્યુબ્રિડ – બૂમસ્લાંગ, વૃક્ષના સાપ, વાઇન સાપ, મેન્ગ્રો સાપ, જો કે તમામ કોલ્યુબ્રિડઝેરી નથી હોતા.:209

વર્તણૂક

ભોજન અને પાચન

સાપ 
ખિસકોલીનો શિકાર કરતો સર્પ
સાપ 
મરઘીને દબાવતો અને ધીમે ધીમે ગળી જતો કાર્પેટ પાયથોન (અજગર)

તમામ સર્પ માંસભક્ષક હોય છે. તેઓ કાચિંડો, અન્ય સર્પ, નાના સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, ઇંડા, માછલી અને નાનકડાં જીવજંતુઓ ખાય છે.[૧] સર્પ તેમના ભોજનને બચકું ભરી શકતો નથી કે તેના નાનાં ટુકડાં કરી શકતો નથી એટલે તે તેના શિકારને ગળી જાય છે. સર્પના શરીરનું કદ તેના ભોજનની શૈલી પર આધારિત હોય છે. નાના સર્પ નાના કદના પશુપંખીઓનો શિકાર કરે છે. જુવેનાઇલ અજગરો શરૂઆતમાં કાંચિડો કે ઉંદર ખાવાની શરૂઆત કરે છે અને પુખ્ય વયના થતાં હરણ અને સાબરનો શિકાર કરે છે.

સાપ 
આફ્રિકાનો ઇંડાભક્ષી સર્પ

સર્પના જડબાનું માળખું બહુ વિચિત્ર હોય છે. લોકપ્રિય માન્યતાથી વિપરીત સર્પનું નીચેનું જડબું બહુ લવચીક હોય છે. તેમાં બે છિદ્ર હોય છે, જે એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. તેની ખોપરીમાં અન્ય અનેક સાંધા હોય છે, (જુઓ સર્પની ખોપરી)જે તેને તેના પોતાના વ્યાસ કરતાં વધારે વ્યાસ ધરાવતા શિકારને પણ ગળી જવાની અનુકૂળતા પૂરી પાડે છે, કારણ કે સર્પ તેના શિકારને ચાવી શકતા નથી. દાખલા તરીકે, આફ્રિકાના ઇંડાભક્ષી સર્પ તેના માથાના વ્યવાસ કરતાં વધારે મોટો વ્યાસ ધરાવતા ઇંડાનું ભક્ષણ કરવા અનુકૂળ જડબાં ધરાવે છે.[143][144] આ સર્પને દાંત હોતા નથી, પણ તેની કરોડની અંદરની બાજુ પર હાડકાની રચના હોય છે, જેનો ઉપયોગ સર્પે ભક્ષણ કરેલા ઇંડાના કવચને તોડવા માટે થાય છે.[145][146]

મોટા ભાગના સર્પ વિવિધ પ્રકારના પ્રાણીઓનું ભક્ષણ કરે છે ત્યારે અમુક ચોક્કસ પ્રકારના સર્પ નિશ્ચિત પ્રકારના પ્રાણીઓનું ભક્ષણ કરે છે. કિંગ કોબ્રા અને ઓસ્ટ્રેલિયાના બેન્ડી-બેન્ડી સર્પ અન્ય સર્પનું ભક્ષણ કરે છે. પારેટિને જાતિની ઉપજાતિ પારીઆસ ઇવેસાકી અને ગોકળગાયનો શિકાર કરતાં અન્ય કોલુબ્રિડ્સ તેમના ડાબા જડબાં કરતાં જમણાં જડબામાં વધારે દાંત ધરાવે છે, કારણ કે તેમના શિકારના કવચ ઘડિયાળના કાંટાની દિશામાં તૂટે છે.[147][148][149]

કેટલાંક સર્પ ઝેરી ડંખ મારવાની ક્ષમતા ધરાવે છે, જેનું ભક્ષણ કરતાં અગાઉ તે તેને ડંખ મારીને મોતને ઘાટ ઉતારી દે છે.[150][151] અન્ય સર્પ શિકારને દબાવી મારી નાંખે છે.[152] હજુ પણ અન્ય સર્પ તેમના શિકારને આખેઆખા ગળી જાય છે.[153][154][155]

શિકાર કર્યા પછી સર્પ નિષ્ક્રિય થઈ જાય છે અને પાચન પ્રક્રિયા શરૂ થાય છે.[156] પાચન એક સઘન પ્રક્રિયા છે, ખાસ કરીને મોટા કદનો શિકાર કર્યા પછી. જે સર્પ છૂટાછવાયા જીવજંતુઓનો શિકાર કરે છે, તેમાં અન્નનળીનો નીચેનો આખો ભાગ ભોજનનું પાચન કરવામાં લાગે જાય છે અને ઊર્જાનું સંરક્ષણ થાય છે. તે પછી પાચન વ્યવસ્થા 'અપ-રેગ્યુલેટેડ' હોય છે અને શિકારનું પાચન થતાં 48 કલાક થાય છે. એક્ટોથર્મિક (ઠંડુ લોહી ધરાવતું) હોવાથી સર્પની પાચનક્રિયામાં આજુબાજુના વાતાવરણનું તાપમાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સર્પની પાચનક્રિયા માટે આદર્શ તાપમાન 30 ડિગ્રી સેં. છે. સર્પની પાચનક્રિયામાં ચયાપચય માટે ઘણી ઊર્જાની જરૂર પડે છે અને મેક્સિન ઘૂંઘરિયા ઝેરી સાપ ક્રોટેલસ ડ્યુરિસ્યસના શરીરનું તાપમાન આજુબાજુના તાપમાન કરતાં 1.2 ડિગ્રી સે. વધારે હોય છે.[158] તેના કારણે સર્પને જોખમકારક શિકાર કર્યો હોવાની જાણ થતાં જ તેમાંથી બચવા ઘણી વાર તેના શિકારને બહાર કાઢી નાંખે છે. જ્યારે મૂંઝવણ ન અનુભવતા સર્પની પાચન પ્રક્રિયા અત્યંત અસરકારક હોય છે. સર્પના પાચક અંતઃસ્રાવો શિકારના વાળ અને નખસિવાય બધું શોષી લે છે, જે મળમૂત્રના વિસર્જન સાથે બહાર નીકળી જાય છે.

સર્પનું હલનચલન કે સરકવું

હાથ કે પગ જેવા અવયવોના અભાવ સર્પની હલનચલનના આડે આવતો નથી. તેમણે ખાસ વાતાવરણમાં હલનચલન કરવા કેટલીક જુદી જુદી પદ્ધતિ વિકસાવી છે. હાથ કે પગ જેવા અવયવ ધરાવતા ઘૂંટણવાળા પ્રાણીઓથી વિપરીત સર્પની હલનચલન કરવાની દરેક પદ્ધતિ અલગ અને અન્‍ય પ્રાણીઓથી વિશિષ્‍ટ છે. આ પદ્ધતિમાં હલનચલન અત્‍યંત ઝડપથી થાય છે.[159][161]

વાકુંચુકું સરકવું

પાણીમાં હલનચલન કરવા માટે આ એકમાત્ર પદ્ધતિ વાંકુચુકું સરકવાની છે તેમજ જમીન પર સરકવાની આ સૌથી સામાન્ય પદ્ધતિ છે.[163] આ પદ્ધતિમાં સર્પનું શરીર વારાફરતી ડાબે અને જમણે બાજુ વળે છે, જેના પરિણામે પાછળની બાજુએ શ્રેણીબદ્ધ મોજા ઉત્પન્ન થાય છે.[164] આ હલનચલન ઝડપી દેખાતી હોય છે.[166] આ પદ્ધતિમાં સર્પ જેટલા વજનનો કાચિંડો જેટલી ઊર્જા ખર્ચે છે તેટલી જ ઊર્જાનો વ્યય થાય છે.[168]

જમીન પર સરકવું

સર્પની મોટા ભાગની જાતમાં ધરતી પર આડુંઅવળું સરકવાની આ સૌથી સામાન્ય પદ્ધતિ છે.[169] આ પદ્ધતિમાં પત્થરો કે ખડકો, નાની ડાળી, ખરબચડી જમીન વગેરે જેવા વાતાવરણમાં કોન્ટેક્ટ પોઇન્ટ્સ સામે સર્પના શરીરનો પાછળનો ભાગ મોજાની જેમ ફરે છે.[170] તેની સામે આ પ્રકારની દરેક ચીજવસ્તુઓ સર્પના શરીરની વચ્ચે આગળ અને પાછળ સીધું દબાણ કરે છે, જેના પરિણામે આગળ ધક્કો લાગે છે.[171] આ પદ્ધતિમાં સરકવાની ગતિનો આધાર સપાટીમાં દબાણ કરે તેવા પોઇન્ટ્સની ઘનતા પર આધારિત હોય છે અને સર્પની લંબાઈની સરખામણીમાં મધ્યમ ઘનતા આઠ હોય છે.[172] ત્યારે જે તરંગ ઉત્પન્ન થાય છે તેની ગતિ સર્પની ગતિ જેટલી હોય છે અને તેના પરિણામે સર્પના શરીર પરના દરેક પોઇન્ટ્સ આગળના પોઇન્ટ્સનો માર્ગ અનુસરે છે. તેના પરિણામે સર્પને અત્યંત ઘાટા વનસ્પતિ અને નાની ફાંટમાંથી પસાર થઈ શકે છે.

પાણીમાં હલનચલન
સાપ 
બેન્ડેડ સી ક્રેટ, લેટિકાઉડા સ્પે.

જ્યારે સર્પ પાણીમાં તરતો હોય છે ત્યારે સર્પના શરીરની નીચે હોવાથી તરંગો મોટા થાય છે અને સર્પની આગળ સરકવાની ગતિ કરતાં મોજા પાછળની બાજુએ ઝડપથી ખસે છે. પાણી સામે તેનું શરીર દબાણ કરે છે જેથી ધક્કો લાગે છે તેના પરિણામે જોનારને તે સૂતો હોય તેવું લાગે છે. તમામ પ્રકારની સમાનતા ધરાવતાં હોવા છતાં વિવિધ અભ્યાસ દર્શાવે છે કે ધરતી પર સરકતા અને પાણીમાં તરત સર્પના સ્નાયુઓનું હલનચલનની રીત જુદી હોય છે, જેને કારણે આ પદ્ધતિ અલગ હોવાનું કહેવું યોગ્ય છે. તમામ પ્રકારના સર્પ વાંકાચુંકા સરકીને આગળ ખસે છે, પણ માત્ર દરિયાઈ સર્પ પાછળની બાજુ ખસતા જોવા મળ્યાં છે (આગળ ખસતાં મોજાની સાથે પાછળ ખસે છે).

ગોળ વળીને સરકવું

સાપ 
ગોળગોળ સરકરતો એક મોજાવે રેટલસ્નેક (ક્રોટાલુસ સ્કુટુલેટસ)

જ્યારે સર્પને લીચા કાદવ કે રેતી ટેકરા જેવા કોઈ પણ પ્રકારની અનિયમિતતા ધરાવતી સપાટી પર સરકવું પડે છે ત્યારે કોલુબ્રોઇડ સર્પ (કોલુબ્રિડ્સ, એલાપિડ્સ અને વાઇપર્સ) દ્વારા આ પદ્ધતિનો વારંવાર ઉપયોગ થાય છે અને તેની સામે દબાણ કરવું પડે છે. આ પદ્ધતિ આજુબાજુમાં સરકરવાનું સુધારેલું સ્વરૂપ છે, જેમાં શરીરના ભાગ મેદાન સાથે સંપર્કમાં રહીને એક જ દિશા તરફ ગતિ કરે છે જ્યારે અન્ય સેગમેન્ટ્સ ઊંચા ઊઠે છે, જેના પરિણામે વિચિત્ર વણાટ ઊભો થાય છે. સરકવાની આ પદ્ધતિથી સર્પ રેતી કે કાદવ પરથી લસરી જવાની સમસ્યામાંથી બચી જાય છે અને તે શરીરના સ્થિર ભાગ પર દબાણ થાય છે, તે પ્રમાણે સરકવાની સમસ્યા ઓછી થાય છે. આ પ્રકારે સરકતા સર્પના પસાર થયાની નિશાની પરથી કોન્ટેક્ટ પોઇન્ટ્સની પ્રકૃત્તિ જાણી શકાય છે, જે દર્શાવે છે કે કોઈ પણ પ્રકારના ડાઘ વિના પેટની કાંચળીની છાપ જોઈ શકાય છે. સરકવાની આ પદ્ધતિમાં અત્યંત ઓછી ઊર્જા ખર્ચાય છે. જેટલું અંતર કાપવા કાચિંડો કે સર્પ જે ઊર્જા ખર્ચે છે તેટલું જ અંતર કાપવામાં આ પદ્ધતિમાં અડધોઅડધ ઊર્જા જ ખર્ચાય છે. લોકપ્રિય માન્યતાથી વિપરીત આ પદ્ધતિ ગરમ રેતી સાથે સંકળાયેલી હોવાના કોઈ પુરાવા નથી.


સંકોચન

જ્યારે શરીર સંકોચાઈ શકે તેવા પોઇન્ટ્સ ઉપલબ્ધ હોતા નથી, બોગદા જેવામાં બાજુમાં દબાણ સંકોચન થઈ ન શકવાને કારણે ગૂંચળું વાળવા માટે જગ્યા પૂરતી ન હોય ત્યારે સર્પ દબાઈને સરકવાની પદ્ધતિ પર આધાર રાખે છે. આ પદ્ધતિમાં સર્પ બોગદાન દિવાલની સામે તેના શરીરનો પાછળના ભાગને સખત કરે છે જ્યારે સર્પને આગળનો ભાગ લંબાય અને ખેંચાય છે. તે પછી આગળનો ભાગ નરમ થાય છે અને દ્રઢ બને છે તથા પાછળનો ભાગ સીધો બનીને આગળ ખેંચાય છે. સરકવાની આ પદ્ધતિ ધીમી છે અને તે માટે બહુ શક્તિ ખર્ચાય છે. સર્પ આડુંઅવળું સરકીને જે અંતર કાપે તેની સરખામણીમાં આ પદ્ધતિમાં સાત ગણી વધારે ઊર્જાનો વ્યય થાય છે. આ માટે સર્પને વારંવાર અટકવું પડે છે તે બાબત જવાબદાર છે અને સાથેસાથે બોગદાની દિવાલ સામે સ્નાયુઓને વારંવાર ઉપયોગ કરવાની પણ જરૂર પડે છે.

સીધા અને સુરેખ દિશામાં સરકતા સર્પ

સર્પ સીધી અને સુરેખ દિશામાં ધીમા સરકે છે, જેમાં સર્પને તેના શરીરને વાળવું પડતું નથી. જોકે તેને ફરવા માટે શરીર વાળવું પડે છે. સર્પને વળ્યા વિના સરકી શકે તેવી આ એકમાત્ર પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પેટનો ભાગ ઊંચો ઊઠે છે અને જમીન પર પડતાં પહેલાં તે આગળ ખસે છે. તેના પર શરીર આવે છે. સર્પના હલનચલનથી ઉત્પન્ન થતાં તરંગોના પરિણામે તેની ચામડીમાં શ્રેણીબદ્ધ મોજા જોવા મળે છે. સરકવાની આ પદ્ધતિમાં સર્પની પાંસળીઓનું હલનચલન થતું નથી અને બોઆ અને વાઇપર જેવા મોટા અજગર ખુલ્લાં મેદાનમાં તેના શિકારની પાછળ પડે છે ત્યારે આ રીતનો વારંવાર ઉપયોગ કરે છે, કારણ કે સર્પની હલનચલન ચાલાકીયુક્ત અને આ રીતમાં તેના દુશ્મનો ભાગ્યે જ સાવચેત થઈ શકે છે.

અન્ય

વૃક્ષોની ડાળ પર સર્પની હલનચલનનો અભ્યાસ તાજેતરમાં જ થયો છે. જ્યારે વૃક્ષોની ડાળો પર સર્પ તેની જાત અને ડાળના પ્રકારના આધારે હલનચલન કરવા કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે વિવિધ પ્રકારના સર્પ લીસી ડાળીઓ પર સંકોચાઈ બંધ થવાના સ્વરૂપનો ઉપયોગ કરશે, પણ સંપર્ક કે ટેકો મળી શકે તેવા પોઇન્ટ્સ ઉપલબ્ધ હશે તો તે આડુંઅવળું સરકવા લાગશે. નાની ડાળીઓ પર સર્પ ઝડપથી સરકે છે અને સર્પક પોઇન્ટ્સ હાજર હોય છે ત્યારે હાથ કે પગ જેવા અવયવ ધરાવતા પ્રાણીઓથી વિપરીત મોટી ડાળીઓ પર થોડો અસ્તવ્યસ્ત સરકશે.

અગ્નિ એશિયાના ક્રીસોપેલીઓ જેવા ઉપર સરકતાં સર્પો ડાળીની ટોચ પર પોતાની મેળે ચડી જાય છે, પોતાની પાંસળીઓ ફેલાવે છે અને તેઓ વૃક્ષો વચ્ચે સરકતા હોવાતી આડઅવળા સરકે છે. આ સર્પો સેંકડો ફૂટ ઊંચાઈ પર નિયંત્રણપૂર્વક સરકી શકે છે અને હવામાં વચ્ચે ફરી પણ શકે છે.

પ્રજનન

વિવિધ પ્રકારના સર્પ દ્વારા જુદી જુદી પ્રજનન પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે, છતાં તમામ સર્પ આંતરિક ગર્ભાધાન કરે છે. આ પ્રક્રિયા પાર પાડવા માટે યુગ્ય તેમના પ્રજનનઅંગોનો ઉપયોગ કરે છે. પુરુષ તેની પૂછડીમાં રહેલ પરાવૃત્ત અર્ધશિશ્નનો ઉપયોગ કરે છે. અર્ધશિશ્ન ઘણી વાર ખાંચવાળું, આંકડાની જેમ વળેલું કે માદા સર્પના અંડપિંડમાં પ્રવેશવા માટેના મુખ્ય માર્ગની દિવાલોની પકડને આધારે વળેલું હોય છે.

સર્પની મોટા ભાગની જાત ઇંડા મૂકે છે અને તેમાંથી મોટા ભાગના સર્પ ઇંડા મૂક્યા પછી ટૂંક સમયમાં તેને છોડી દે છે. જોકે કિંગ કોબ્રા જેવી કેટલીક જાતો ખરેખર ઇંડાને ઉછેરવા માટે આશ્રયસ્થાન બનાવે છે અને ઇંડાનું સેવન કર્યા પછી બચ્ચા બહાર આવે ત્યાં સુધી સાથે રહે છે. મોટા ભાગના અજગર તેમના ઇંડાની આસપાસ ગૂંચળું બનાવી દે છે અને તેમાંથી બચ્ચા બહાર આવે ત્યાં સુધી તેની સાથે રહે છે. માદા અજગર તડકો મેળવવા કે પાણી પીવા સિવાય ઇંડાનો સાથ છોડતી નથી. એટલું જ નહીં તે ઇંડાનું સેવન કરવા કે તેમાંથી બચ્ચા બહાર કાઢવા ગરમી પણ આપે છે.

સર્પની કેટલીક જાતો ઓવોવિવિપરેસ (પોતાની શરીરની અંદર જ ઇંડા મૂકવા) અને તે ઇંડામાંથી બહાર નીકળવા તૈયાર ન થઈ જાય ત્યાં સુધી પોતાના શરીરની અંદર જ રાખે છે. તાજેતરમાં એ વાત પાક્કી થઈ ગઈ છે કે બોઆ કન્સ્ટ્રિક્ટર અને ગ્રીન એનાકોન્ડા જેવી સર્પની કેટલીક જાતો સંપૂર્ણપણે વિવિપેરસ છે, તે પોતાનાને અંડાશય અને સાથેસાથે ઇંડાની જર્દી મારફતે ઉછેરે છે, જે સર્પોમાં ભાગ્યે જ જોવા મળે છે કે સ્તનધારી માદાઓમાં અસામાન્ય છે. સામાન્ય રીતે શિયાળામાં ઇંડા મૂકવામાં આવે છે અને તેમનો જન્મ થાય છે અને આ ઇંડા માદા સર્પની અંદર રહે છે.

મનુષ્યો પર અસર

સાપ 
કોઈ પણ પ્રકારના સર્પનુ્ સૌથી સામાન્ય લક્ષણ <રેફ નામ=મેડિલાઇન પ્લસસ/><રેફ>Health-care-clinic.org > સ્નેક બાઇટ ફર્સ્ટ એડ- 21 માર્સ, 2009 પર સ્નેકબાઇટ રીટ્રાઇવ્ડ <રેફ>એમડી કન્સલ્ટન્ટ ખાતે સર્પના ભક્ષણનું એક ઉદાહરણ > પેશન્ટ એજ્યુકેશન > વાઉન્ડ્સ, કટ્સ એન્ડ પંકચર્સ, ફર્સ્ટ એડ ફોર આ ઉપરાંત, વિવિધ પ્રકારના સર્પના ભક્ષણના લક્ષ્ણો વચ્ચે ઘણો તફાવત હોય છે. <રેફ. નેમ=મેડિલાઇનપ્લસ>મેડિલાઇનપ્લસ > ટિંટિનાલ્લી જેઈ, કેલેન જીડી, સ્ટેપક્યુન્સકી જેએસ, પાસેથી સર્પના ભોજનનો સંદર્ભ.ઇમરજન્સી મેડિસિનઃ એ કોમ્પ્રેહેન્સિવ સ્ટડી ગાઇડ. છઠ્ઠી આવૃત્તિન્યૂયોર્ક, એનવાયઃ મેકગ્રો હિલ, 2004અપડેટ ડેટઃ 2/27/2008. અપડેટ કરનારઃ સ્ટીફન સી. એકોસ્ટા, એમડી, ડીપાર્ટમેન્ટ ઓફ ઇમરજન્સી મેડિસિન, પોર્ટલેન્ડ વીએ મેડિકલ સેન્ટર, પોર્ટલેન્ડ, ઓઆર. વેરિમેડ હેલ્થકેર નેટવર્ક દ્વારા પૂરો પાડવામાં આવેલા રીવ્યૂડેવિડ ઝીવ દ્વારા પણ રીવ્યૂ, એમડી, એમએચએ, મેડિકલ ડિરેક્ટર, એ.ડી.એ.એમ, ઇન્ક. 19 માર્સ, 2009ના રોજ રીટ્રાઇવ્ડ

ડંખ મારવો કે કરડવું

સાપ 
કોરલ સ્નેક્સ માટે મિલ્ક સ્નેક્સ વિશે ઘણી વખત ભૂલ થાય છે, જેનું ઝેર માનવજાત માટે જીવલેણ છે.

સામાન્ય રીતે સર્પને માનવજાતિ સાથે કોઈ દુશ્મનાવટ નથી. તે મનુષ્યો પર હુમલો કરતો નથી. સામાન્ય રીતે તેને છંછેડવામાં ન આવે કે ઇજા પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી તે મનુષ્ય પર હુમલો કરતો નથી. મોટે ભાગે તે મનુષ્યોના સંપર્કમાં આવવાનું ટાળે છે. સામાન્ય રીતે મોટા અને બિનઝેરી સર્પ મનુષ્યો માટે ખતરારૂપ નથી. બિનઝેરી સર્પ કરડે તો તેનાથી કોઈ હાનિ થતી નથી, કારણ કે તેમના દાંતની રચના કોઈ ચીજવસ્તુને પકડવા અને જકડી રાખવા માટે થઈ હોય છે, નહીં કે ઊંડો ઘા બેસાડવા માટે. બિનઝેરી સર્પના ડંખથી ચેપ લાગવાની અને પેશીઓને નુકસાન થવાની શક્યતા હોવા છતાં ઝેરી સર્પો મનુષ્ય માટે અત્યંત ખતરનાક હોય છે. :209

સર્પના ડંખથી મૃત્યુ પામવાના કિસ્સા ભાગ્યે જ જોવા મળે છે. ઝેરી સર્પના બિનજીવલેણ ડંખને પરિણામે હાથ કે પગને દૂર કરવાની કા કાપવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. દુનિયામાં અંદાજે ઝેરી સર્પની 725 જાતો જોવા મળે છે, જેમાંથી માત્ર 250 જાતના સર્પ એક જ ડંખમાં મનુષ્યને મારી નાંખવા સક્ષમ હોય છે. દુનિયામાં સૌથી વધુ ઝેરી સર્પ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે[સંદર્ભ આપો] છતાં ત્યાં દર વર્ષે ઝેરી સર્પના ડંખથી સરેરાશ એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. ભારતમાં એક વર્ષમાં સાપ કરડવાના 2,50,000 કિસ્સા નોંધાય છે, જેમાંથી 50,000 કિસ્સામાં પીડિત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.

સર્પના કરડવાની સારવાર વિવિધ પ્રકારના ડંખ પ્રમાણે જુદી જુદી છે. સૌથી સામાન્ય અને અસરકારક પદ્ધતિ એન્ટિવેનોમ છે, જેમાં સીરમ (પ્રવાહી દવા) સર્પના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. કેટલાંક એન્ટિવેનોમ મોનોવેલેન્ડ અર્થાત્ સર્પની ચોક્કસ જાતિ આધારિત હોય છે જ્યારે કેટલાંક એન્ટિવેનોમ પોલીવેલેન્ટ અર્થાત્ વિવિધ જાતિના સર્પના ડંખના ઉપયોગ માટે થાય છે. દાખલા તરીકે અમેરિકામાં કોરલ સ્નેકને બાદ કરતાં ઝેરી સર્પની તમામ જાતિ જંગલી સર્પ છે. એન્ટિવેનોમ બનાવવા જુદાં જુદાં પ્રકારના ઘુઘરિયા સાપ, લાલ અજગર અને દક્ષિણ અમેરિકામાં જોવા મળતા અજગરના ઝેરને ઘોડાના શરીરમાં દાખલ કરવામાં આવે છે અને જ્યાં સુધી તે રોગના ચેપમાંથી મુક્ત થતો નથી ત્યાં સુધી આ મિશ્રણ તેના શરીરમાં સતત વધારવામાં આવે છે. ત્યારબાદ ઘોડામાંથી લોહી ખેંચી લેવામાં આવે છે અને સૂકુ ઠંડુ કરવામાં આવે છે. તેને જંતુરહિત પાણીમાં ભેળવવામાં આવે છે અને એન્ટિવેનોમ બનાવવામાં આવે છે. આ કારણસર જે લોકો ઘોડાથી પ્રતિકુળતા ધરાવતા હોય તેની સારવારમાં આ પ્રકારના એન્ટિવેનોમનો ઉપયોગ થતો નથી. મામ્બા, તાઇપાન અને કોબ્રા જેવી વધુ ખતરનાક જાતિના સર્પો માટે એન્ટિવેનોમ આ જ રીતે ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં બનાવવામાં આવે છે. જોકે આ એન્ટિવેનોમ ચોક્કસ જાતિના ડંખની સારવાર માટે હોય છે.

સર્પનું નૃત્યુ

સાપ 
મદારી સાથે ટોપલીમાં ભારતીય કોબ્રાઆ સર્પો કદાચ મદારીઓનો સૌથી સામાન્ય વિષય છે.

દુનિયાના કેટલાંક વિસ્તારોમાં, ખાસ કરીને ભારતમાં મદારીઓ જાહેર માર્ગો પર સર્પને બીન પર નચાવે છે કે ડોલાવે છે. આ પ્રકારના શોમાં મદારી સર્પને તેની ટોપલીમાં રાખે છે અને તેની મોરલીમાંથી ધૂન વગાડે છે, જેના પર સર્પ પ્રતિક્રિયા આપે છે અને ડોલે છે. સર્પને બાહ્ય કાન હોતા નથી છતાં તે આંતરિક શ્રવેણન્દ્રિય ધરાવે છે અને મોરલીની હલનચલનને અનુરૂપ પ્રતિક્રિયા આપે છે. તે મોરલીમાંથી નીકળતી ધૂનને સાંભળતો નથી અને તેને અનુરૂપ પ્રતિક્રિયા આપતો નથી.

ભારતમાં વન્યજીવ સંરક્ષણ ધારો, 1972 જાહેર માર્ગો પર કે મેદાનમાં આ પ્રકારના ખેલને ગેરકાયદેસર ઠેરવે છે, જેથી પ્રાણીઓ પ્રત્યેની હિંસા અને ક્રૂરતામાં ઘટાડો આવે. અન્ય મદારીઓ પાસે પણ સર્પ અને નોળિયા બંને હોય છે અને તે જાહેર માર્ગો પર કે મેદાનોમાં આ બંને પરંપરાગત શત્રુઓ વચ્ચે લડાઈ યોજે છે. જોકે આ લડાઈનો શો ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે આ લડાઈ સર્પ અને નોળિયો બંનેને ગંભીરપણે ઇજા થવાની કે તેમનું મૃત્યુ થવાની શક્યતા હોય છે. અહીં મનોરંજનના આધુનિક સ્વરૂપોની સ્પર્ધા અને આ પ્રકારના શો પર પર્યાવરણીય કાયદામાં પ્રતિબંધ મૂકાયા પછી હવે આ પ્રકારના વ્યવસાયનો દિવસો પૂરા થઈ ગયા છે.

સર્પને પકડવાની વિવિધ પદ્ધતિ

ભારતમાં આંધ્ર પ્રદેશ અને તમિળનાડુની ઇરુલાસ અનૂસચિત જનજાતિ ગરમ સૂકા સપાટ જંગલોમાં રહેતાં શિકારી લોકો છે અને તેઓ પેઢીઓથી સર્પ પકડવાની કળામાં નિષ્ણાત છે. તેમની પાસે ખેતરો અને જંગલમાં વિવિધ પ્રકારના સર્પ વિશે વ્યાપક જાણકારી હોય છે. ઇરુલાસ લોકો સાદી લાકડીની મદદથી વિવિધ સર્પને પકડે છે. અગાઉ ઇરુલાસ લોકોએ સર્પની કાંચળી ઉદ્યોગ માટે હજારો સર્પને પકડ્યાં હતાં. સર્પની કાંચળીના ઉદ્યોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયાં પછી અને ભારતીય વન્યજીવ (સંરક્ષણ) ધારા, 1972 હેઠળ તમામ સર્પ સુરક્ષિત જાહેર કરાયાં પછી તેમણે ઇરુલા સ્નેક કેચર્સ કોઓપરેટિવની રચના કરી છે અને વિષ દૂર કર્યા પછી તેને જંગલમાં છોડી દેવા તરફ વળ્યાં છે. સર્પનું ઝેર એકત્ર કરી તેનો જીવનસંરક્ષક એન્ટિવેનિન, બાયોમેડિકલ રીસર્ચ અને અન્ય દવા ઉત્પાદનોના નિર્માણ માટે ઉપયોગ કરવામાં આવે છે. ઇરુલાસ કેટલાંક સર્પનું ભોજન કરવા અને ગામડામાં સર્પનો સંપૂર્ણ વિનાશ કરવા માટે પણ જાણીતા છે.

સર્પ સંમોહનવિદ્યાના જાણકારોનું અસ્તિત્વ હોવા છતાં વ્યાવસાયિક રીતે સર્પ પકડનારા પણ છે. અત્યારે સર્પ પકડવા માટે હર્પીટોલોજિસ્ટ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં છેડે "V" આકાર ધરાવતી લાંબી લાકડીનો ઉપયોગ થાય છે. બિલ હાસ્ટ, ઓસ્ટિન સ્ટીવન્સ અને જેફ કોર્વિન જેવા ટેલીવિઝન શોના કેટલાંક સંચાલકો સર્પને ખુલ્લાં હાથે પકડવાનું પસંદ કરે છે.


ખાદ્ય પદાર્થ અને મદિરામાં વપરાશ

સાપ 
એક "海豹蛇" (સી-લીપોર્ડ સ્નેક, કદાચ એન્હાઇડ્રાઇસ બોકોર્ટી) જીવંત સ્વાદિષ્ટ વાનગીઓ વચ્ચે ટોચનું સ્થાન ધરાવે છે અને ગુઆંગઝો રેસ્ટોરાંની બહાર તેના ભોજનરસિકોને મળવા રાહ જોઈ રહી છે.

દુનિયાની મોટા ભાગની સંસ્કૃતિમાં સર્પનો ઉપયોગ ભોજનમાં થતો નથી ત્યારે કેટલીક સંસ્કૃતિમાં ખાદ્ય પદાર્થ તરીકે તે સ્વીકાર્ય છે. આ પ્રકારની સંસ્કૃતિમાં તેની ગણના સ્વાદિષ્ટ વાનગીમાં પણ થાય છે. તેની કિંમત હ્રદયને ઉત્સાહમાં રાખવા ફાર્માસ્યુટિકલ અસર પર આધારિત હોય છે. કેન્ટોનીઝ ક્યુસિન (લશ્કરી છાવણીમાં બનાવવામાં આવતા ભોજન)ના સ્નેક સૂપ (સર્પનું સૂપ)નો ઉપયોગ શરદ ઋતુમાં સ્થાનિક લોકો દ્વારા તેમના શરીરને ખીલવવા માટે થાય છે. પશ્ચિમી સંસ્કૃતિના દસ્તાવેજોમાં જાણવા મળે છે કે ભૂખમરાની પરિસ્થિતિમાં સર્પનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ થાય છે. રેટલસ્નેક (અમેરિકાનો ઘુઘરિયો ઝેરી સાપ)નું માંસ રાધવા અપવાદરૂપ છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે મધ્યપશ્ચિમ અમેરિકામાં થાય છે. ચીન, તાઇવાન, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને કમ્બોડિયા જેવા એશિયાના દેશોમાં સર્પના લોહી પીવાથી- ખાસ કરીને કોબ્રાનું લોહી પીવાથી-પ્રજનનક્ષમતા વધે છે તેવી માન્યતા છે. કોબ્રા જીવન સ્થિતિમાં હોય ત્યારે શક્ય હોય તેટલું લોહી ખેંચી લેવામાં આવે છે અને તેનો સ્વાદ વધારવા સામાન્ય રીતે તેને મદિરાના કેટલાંક સ્વરૂપ સાથે મિશ્રિત કરવામાં આવે છે.

એશિયાના કેટલાંક દેશોમાં આલ્કોહોલમાં સર્પોનો ઉપયોગ પણ સ્વીકાર્ય છે. આ પ્રકારના કિસ્સામાં સર્પનું શરીર કે કેટલાંક સર્પને બરણીમાં કે મદિરાના પાત્રમાં મૂકવામાં આવે છે. તેનાથી મદિરા વધુ કડક (સાથેસાથે વધારે ખર્ચાળ) થાય છે તેવો દાવો કરવામાં આવે છે. તેનું એક ઉદાહરણ આપીએ. ઓકિનાવા સંસ્કૃતિમાં હબુ પ્રકારના સર્પને થોડો સમય આવોમોરી વાસણમાં રાખવામાં આવે છે. આવોમોરી "હબુ સેક" તરીકે પણ ઓળખાય છે.

પાલતુઓ

પશ્ચિમના દેશોમાં, કેટલાંક સર્પ (ખાસ કરીને બોલ પાયથન અને કોર્ન સ્નેક જેવા ડોસાઇલ સ્પેઇસ (પાળી શકાય તેવી જાતના)ને પાળવામાં આવે છે. આ સર્પની માગને પહોંચી વળવા કેપ્ટિવ બ્રીડિંગ (ખાનગી સંવર્ધન) ઉદ્યોગ વિકસ્યો છે. સર્પને સારા રીતે પાલતું બનાવવા સ્વતંત્ર રીતે ઉછેરવામાં આવે છે અને અન્ય જંગલી પ્રકારના પ્રાણીઓ પકડવા પ્રાથમિકતા આપવામાં આવે છે. અન્ય પરંપરાગત પાલતું પ્રાણીઓની સરખામણીમાં સર્પને પાળવામાં ઓછો ખર્ચ આવે છે. તેમને ઓછામાં ઓછી જગ્યા જોઈએ છે અને મોટા ભાગના સર્પ પાંચ ફૂટથી વધારે લંબાઈ ધરાવતા નથી. પાલતું સર્પ પ્રમાણમાં ભાગ્યે જ ભોજન લે છે. સામાન્ય રીતે દર પાંચથી 14 દિવસમાં એક વખત તેમને ભોજન આપવું પડે છે. કેટલાંક સર્પને યોગ્ય સારસંભાળ રાખવામાં આવે તો 40 કરતાં વધારે વર્ષનું આયુષ્ય ધરાવે છે.

પ્રતિકાત્મક

ઇજિપ્તના ઇતિહાસમાં સર્પ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રાચીન સમયમાં ફેરો (ઇજિપ્તના શાસનકર્તા)ના તાજ નાઇલ કોબ્રાથી સુશોભિત રહેતાં હતા. તેની એક ઇશ્વર તરીકે પૂજા થતી હતી અને તેનો અપવિત્ર હેતુઓ માટે પણ થતો હતોઃ દુશ્મનોના નાશ માટે અને ધાર્મિક આત્મહત્યા (ક્લીઓપેટ્રા).

સાપ 
16 મી સદીમાં ઇટાલિયન કલાકાર કારાવાગ્ગિઓ દ્વારા મેડુસા

ગ્રીક પૌરાણિક કથાઓમાં સર્પને અવારનવાર ખતરનાક અને જીવલેણ દુશ્મન સાથે જોડવામાં આવતા હતા, પણ તેનો અર્થ એ નથી કે સર્પો શેતાનનું પ્રતિક છે. હકીકતમાં સર્પો કથોનિક પ્રતિક છે. નવ માથાવાળો લેર્નીયન હાઇડ્રા જેને હર્ક્યુલીસએ હરાવ્યો હતો અને ગોર્ગન સિસ્ટર્સ જે જાઇયા એટલે કે પૃથ્વીના બાળકો છે. ત્રણ ગોર્ગન બહેનોમાંથી એક બહેન મેડુસા હતી, જેને પર્સેસુએ પરાજ્ય આપ્યો હતો. મેડુસાનું વર્ણન ડરામણું, જીવલેણ કરવામાં આવ્યું છે. તે માથામાં વાળના સ્થાને નાગ હતા અને તે તેની ત્રાટકશક્તિ સાથે પુરુષોને પથ્થર બનાવી દેવાની ક્ષમતા ધરાવતી હતી. તેની હત્યા કર્યા પછી પર્સેસુએ તેનું મસ્તક એથેનાને આપ્યું હતું, જેણે તેને પોતાની ઢાલમાં ગોઠવ્યું હતું, જે ઇજિસ અર્થાત કવચ તરીકે ઓળખાય છે. આ જ કારણસર ગ્રીક પુરાણકથાઓમાં કળામાં શક્તિશાળી દેવોને પગને સ્થાને સર્પ સાથે દેખાડવામાં આવે છે-તેઓ જાઇયા અને યુરેનેસના બાળકો છે એટલે તેમને પૃથ્વી સાથે જોડાયેલું રહેવું જરૂરી છે.

સર્પ સાથે સંકળાયેલા ત્રણ મેડિકલ સંકેતોનો ઉપયોગ હજુ પણ થઈ રહ્યો છે, જે બાઉલ ઓફ હાઇજિયા, સીમ્બોલાઇઝિંગ ફાર્મસી અને કેડેસસ અને રોડ ઓફ એસ્ક્લેપીયસ છે, જે સામાન્ય રીતે મેડિસિન ક્ષેત્રમાં સૂચક સંકેતો છે.

ભારતનો ઉલ્લેખ અનેક વખત સાપ-મદારીઓના દેશ તરીકે કરવામાં આવે છે અને નાગો સાથે સંબંધિત પરંપરામાં ઓતપ્રાત છે. અહીં નાગની ઇશ્વર તરીકે પૂજા થાય છે. એટલું જ નહીં આજે પણ અનેક મહિલાઓ નાગના રાફડા પર દૂધની ધાર કરે છે (હકીકકતમાં નાગ દૂધ પીતા નથી). શિવની ગળાની ફરતે કોબ્રા જોવા મળે છે અને વિષ્ણુને સર્પના ગુંચળા કે સાંત ફેણવાળા નાગ પર સૂતાં દર્શાવવામાં આવે છે. ભારતમાં એકમાત્ર કોબ્રાની પૂજા થતી હોય તેવા કેટલાંક મંદિરો પણ જોવા મળે છે. આ કોબ્રા સામાન્ય રીતે નાગરાજ તરીકે ઓળખાય છે. નાગને પ્રજનનક્ષમતાનું પ્રતિક પણ માનવામાં આવે છે. અહીં દર વર્ષે નાગ પંચમી તરીકે ઓળખાતા તહેવારની ઉજવણી થાય છે અને તે દિવસે નાગની પૂજા-અર્ચના થાય છે. જુઓ નાગ .

ભારતમાં સર્પ વિશે અન્ય પુરાણકથા પણ છે. હિંદીમાં સામાન્ય રીતે તેને "ઇચ્છાધારી" નાગ કહેવાય છે. આ પ્રકારના સર્પ કોઈ પણ જીવંત ચીજવસ્તુનું સ્વરૂપ ધારણી કરી શકે છે, પણ તેઓ મનુષ્ય સ્વરૂપ ધારણ કરવાનું વધારે પસંદ કરે છે. ઉપરાંત આ પ્રકારના સર્પ "મણિ" તરીકે ઓળખતો કિમંતી પત્થર પણ ધરાવે છે, જે હીરા કરતાં વધારે ચળકતો હોય છે. આ મણિ કેટલાક લોભી લોકો પાસે હતો અને અંતે તેમની હત્યા થઈ જાય છે તેવી અનેક વાર્તાઓ ભારતમાં સાંભળવા મળે છે.

ઓરોબોરોસ એક પ્રતિક છે જે જુદાં જુદાં અનેક ધર્મો અને રિવાજો સાથે સંકળાયેલ છે અને રસાયણવિજ્ઞાન સાથે સંકળાયેલો હોવાનો દાવો પણ કરે છે. ઓરોબોરસ એક સર્પ છે જે વર્તુળાકાર સ્વરૂપે ઘડિયાલની દિશામાં પોતાની જ પૂંછડી ખાય છે, જે કોઈના પોતાના જીવન અને પુનર્જન્મના લક્ષણોનું પ્રતિનિધત્વ કરે છે, જે અમરત્વ તરફ દોરી જાય છે.

ચાઇનીઝ કેલેન્ડરમાં ચીનના જ્યોતિષીશાસ્ત્રના 12 ગ્રહના સંકેત પ્રાણીઓ છે, જેમાંથી એક ગ્રહનો સંકત સર્પ છે.

અનેક પ્રાચીન પેરુવિઅન સંસ્કૃતિઓ કુદરતીની આરાધના કરે છે. તેઓ પ્રાણીઓ પર ભાર મૂકે છે અને અવારનવાર તેમની કળામાં સર્પ દર્શાવે છે.

ધર્મ

thumb|upright|સંત સિમોન સ્ટાયલાઇટ્સ સાથે સંકળાયેલ એક સર્પ

હિંદુ સંસ્કૃતિની માન્યતાઓમાં સર્પ (નાગ)નું મહત્વપૂર્ણ સ્થાન છે. નાગ પર દર વર્ષે નાગ પંચમીનામના એક તહેવારની ઉજવણી થાય છે. ભગવાન શિવની દરેક મૂર્તિ કે છબીમાં તેમના ગળાની ફરતે સર્પ વીટળાયેલો જોવા મળે છે. વિવિધ પુરાણમાં સર્પ સાથે સંબંધિત અનેક વાર્તાઓ છે. બ્રહ્માંડના તમામ ગ્રહોનો ભાર શેષનાગએ તેની ફેણ પર ઉઠાવ્યો છે અને તે સતત તેના મુખમાંથી ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેવું જુદાં જુદાં પુરાણમાં કહેવાયું છે. કેટલીક વખત તેને "અનંત-શેષ" પણ કહેવાય છે. હિંદુ ધર્મમાં અન્ય જાણીતા સર્પોમાં અનંત, વાસુકી, તક્ષક, કાર્કોટાકા અને પિંગાલા સામેલ છે. હિંદુ સંસ્કૃતિ અને બૌદ્ધ સંપ્રદાયમાં મોટા સર્પને નાગ તરીકે ઓળખવામાં આવે છે.

સાપ 
એસ્ક્લેપિયરની લાકડી જેમાં સર્પ રામબાણ જેવી ઔષધિ છે.

ગ્રીસની પ્રાચીન સંસ્કૃતિમાં સર્પો વ્યાપકપણે આદરણીય અને પૂજનીય સ્થાન ધરાવે છે, જેમાં સર્પને સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવતા હતા. એસ્કલેપિયસ તેની લાકડી પર બે સાપ રાખતો હતો, જે આજે અનેક એમ્બ્યુલેન્સ પર સંકેત તરીકે જોવા મળે છે.

યહુદી ધર્મમાં પણ પિત્તળના સર્પને સ્વાસ્થ્ય માટે લાભદાયક ગણવામાં આવે છે અને તેનાથી તરત જ મૃત્યુ પામનાર વ્યક્તિનું જીવન બચી જાય છે. (બુક ઓફ નંબર્સ 26:6–9).

ખ્રિસ્તી ધર્મમાં ઇશુ ખ્રિસ્તનું લોકોને મુશ્કેલી અને આફતમાં છોડાવવાનું ભલમનસાઈના કાર્યની સરખામણી પિત્તળના સાપને ધારણ કરી કોઈ વ્યક્તિનો જીવ બચાવવા સાથે થાય છે. (ગોસ્પેલ ઓફ જોહન 3:14). મદારીઓ ચર્ચ માન્યતાના એક અભિન્ન અંગ તરીકે દૈવી સંરક્ષણમાં તેમનો વિશ્વાસ પ્રદર્શિત કરવા સર્પનો ઉપયોગ કરે છે. જોકે ઇસાઈ ધર્મમાં સર્પને શેતાનના પ્રતિનિધિ અને કાવતરાખોર તરીકે જોવાય છે. આ વાત તમે જેનેસિસના પ્રકરણ 3માં જાણી શકો છે, જેમાં કહેવાયું છે કે ઇડન ગાર્ડનમાં સર્પે ઇવને ઉશ્કેરી હતી. સંત પેટ્રિકએ પાંચમી સદીમાં આયર્લેન્ડનું ખ્રિસ્તીકરણ કર્યું ત્યારે તેમણે ત્યાંથી બધા સર્પને હાંકી કાઢવાનું ફરમાન જાહેર કર્યું હતું. આયર્લેન્ડમાંથી સર્પને દેશવટો આપવાનું શ્રેય સંત પેટ્રિકને જાય છે.

સાપ 
જોહન કોલિઅર (1892) દ્વારા સર્પ સાથે લિલિથ, (1892).

યહુદી અને ખ્રિસ્તી ધર્મમાં પહેલી વખત સર્પ બાઇબલના પ્રથમ પુસ્તક (જેનેસિસ 3:1)માં દેખાયો છે. તેમાં પૃથ્વી પરના પ્રથમ યુગલ આદમ અને ઇવ અગાઉ સર્પનો પ્રવેશ થાય છે. તે આદમ અને ઇવને જ્ઞાનના વૃક્ષ પરથી વર્જિત ફળ ખાવા ઉશ્કેરે છે. મિસરમાંથી યહુદીની હિજરતમાં સર્પનો ફરી પ્રવેશ થાય છે. ત્યારે પ્રભુની શક્તિના સંકેત સ્વરૂપે મૂસાએ તેના અનુયાયીઓને સર્પ બનાવી દીધા અને મૂસાએ નેહુસ્તાનની રચના કરી ત્યારે એક લાકડી પર પિત્તળના સાપને ગોઠવી તેના અનુયાયીઓને સર્પના વિષમાંથી મુક્ત કર્યા, જ્યારે મૂસાના કોઈ અનુયાયીને સર્પ કરડે ત્યારે તે મૂસાએ પ્રભુના આશીર્વાદથી બનાવેલા પિત્તળના સાપની સામે જોતો અને તેનું ઝેર દૂર થઈ જતો. સર્પો છેલ્લે બુક ઓફ રીવીલેશનમાં શેતાન સ્વરૂપે દેખાયા હતાઃ "અને તેણે એક જૂનાં સર્પ અજગરને ગોઠવ્યો અને તેને હજારો વર્ષ માટે બાંધી દીધો. આ અજગર શેતાનનું સ્વરૂપ છે." (રીવીલેશન 20:2)

નૂતન મૂર્તિપૂજાવાદ અને વિક્કામાં સર્પને જ્ઞાન અને ડહાપણનું પ્રતિક ગણવામાં આવે છે.

સ્થળોના નામ

વિવિધ દેશોમાં જુદાં જુદાં સ્થળો સર્પ માટે જાણીતા છે, જેમ કે અમેરિકામાં સ્નેક રિવર અને સ્નેક આઇલેન્ડ (બ્લેક સી.)


વધુ જુઓ

  • ઉપાંગો વગરના કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓ
  • સાપના પરિવારોની યાદી
  • સાપની યાદી
  • સાપનું હાડપિંજર
  • ઝેરી સાપ
  • સફેદ સાપની દંતકથા
  • સાપનો નવો વિશ્વકોષ

સંદર્ભો

બીજા વાંચનો

બાહ્ય લિંક્સ

ઢાંચો:Snake families

Tags:

સાપ વ્યુત્પત્તિ શાસ્ત્ર (એટિમૉલજિ)સાપ ઉત્ક્રાંતિસાપ વર્ગીકરણસાપ જીવવિજ્ઞાનસાપ વર્તણૂકસાપ મનુષ્યો પર અસરસાપ સ્થળોના નામસાપ વધુ જુઓસાપ સંદર્ભોસાપ બીજા વાંચનોસાપ બાહ્ય લિંક્સસાપ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાશીહસ્તમૈથુનમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાબનાસ ડેરીભારતના ચારધામરાણકી વાવરામખેતીપૃથ્વી દિવસક્રોમાભારતની નદીઓની યાદીઅમરનાથ (તીર્થધામ)રાવજી પટેલકર્મ યોગઆવળ (વનસ્પતિ)ગાંધારીભારત છોડો આંદોલનકેન્સરગુજરાત સમાચારઆહીરચાવડા વંશગુજરાતનું સ્થાપત્યપ્રીટિ ઝિન્ટાકુમારપાળસૂર્યમંદિર, મોઢેરાભારતીય રિઝર્વ બેંકયુનિફોર્મ રિસોર્સ લોકેટરલેપ્ટોસ્પાઇરોસિસકપાસમહુડોમોગલ માગાયકવાડ રાજવંશચંડોળા તળાવક્રિકેટભાસહમીરજી ગોહિલગલગોટાકચ્છ રણ અભયારણ્યપંચતંત્રસ્વામીનારાયણ મંદિર, ગઢડાસ્વાદુપિંડનવગ્રહઆમ આદમી પાર્ટીભારતમાં આવક વેરોભારતીય રેલનિરક્ષરતાઅખા ભગતસુભાષચંદ્ર બોઝહોકાયંત્રરતિલાલ બોરીસાગરએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમઅમદાવાદ રેલ્વે સ્ટેશનવિક્રમ ઠાકોરગણિતઉમાશંકર જોશીસોનુંવશલગ્નઅમરેલી જિલ્લોસમાજશાસ્ત્રગુજરાતી ભોજનકનૈયાલાલ મુનશીવીમોમુંબઈજામનગરભુજખાખરોકમળોશ્રીરામચરિતમાનસઅહમદશાહસુંદરમ્ગોળમેજી પરિષદગુજરાત દિનઇસરોરેવા (ચલચિત્ર)દમણઝૂલતા મિનારાપ્રમુખ સ્વામી મહારાજ🡆 More