તા. લખપત માતાનો મઢ

માતાનો મઢ (તા.

લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

માતાનો મઢ (તા. લખપત)
—  ગામ  —
આશાપુરા માતાનું મંદિર
આશાપુરા માતાનું મંદિર
માતાનો મઢ (તા. લખપત)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°32′32″N 68°56′59″E / 23.542334°N 68.949756°E / 23.542334; 68.949756
દેશ તા. લખપત માતાનો મઢ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

આશાપુરા માતા મંદિર

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ૧૦૫ કિ.મી. ના અંતરે આશાપુરા માતાનું મંદિર આવેલું છે, જે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં માતાનો મઢ તરીકે પ્રસિદ્ધ છે. આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે.

માન્યતા

તા. લખપત માતાનો મઢ 
દેશદેવી મા આશાપુરા

એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ, માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું.

૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું. ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ત્યાર બાદ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.

ખનીજો

ભૂતકાળમાં આ ગામ એલ્યુમ ખનીજ માટેનું સ્થળ હતું. કોલસો, જીપ્સમ, કચ્છ બોક્સાઇટ અને લિગ્નાઇટની ખાણો ગુજરાત ખનીજ સંપાદન કોર્પોરેશન દ્વારા સંભાળવામાં આવે છે.

લખપત તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન


સંદર્ભ

Tags:

તા. લખપત માતાનો મઢ આશાપુરા માતા મંદિરતા. લખપત માતાનો મઢ ખનીજોતા. લખપત માતાનો મઢ સંદર્ભતા. લખપત માતાનો મઢઆંગણવાડીકચ્છખેતમજૂરીખેતીગુજરાતજુવારતલપંચાયતઘરપશુપાલનપ્રાથમિક શાળાબાજરીભારતમગરજકોલખપત તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બારડોલી સત્યાગ્રહબનારસ હિંદુ યુનિવર્સિટીલિંગ ઉત્થાનમોગલ માશ્રીમદ્ ભાગવતમ્અર્જુનનક્ષત્રવ્યાસચાવડા વંશગુજરાત દિનપાટડી (તા. દસાડા)રાષ્ટ્રવાદરાજકોટરઘુવીર ચૌધરીવિશ્વ પર્યાવરણ દિવસભરવાડભાવનગરકેરીસમાન નાગરિક સંહિતાગુજરાતની વસતીગણતરી ૨૦૧૧લોહીખરીફ પાકજંડ હનુમાનમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)જ્યોતિર્લિંગભીખુદાન ગઢવીકચ્છ રણ અભયારણ્યપંચતંત્રશુક્ર (ગ્રહ)ગ્રીન હાઉસ (ખેતી)ગુજરાત ટાઇટન્સઆશાપુરા માતાપરશુરામભારતના ચારધામઅલ્પેશ ઠાકોરકેદારનાથ જ્યોતિર્લિંગજન ગણ મનકૃષ્ણકુમારસિંહ ગોહીલવસ્તીવિદ્યુતભારઅટલ બિહારી વાજપેયીનારાયણ સ્વામી (ભજનીક)વિક્રમ સંવતભુજપક્ષીગોકુળબોટાદ જિલ્લોપાકિસ્તાનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસ્વચ્છતાનાઝીવાદમુનમુન દત્તાપ્રજાસત્તાક દિન (ભારત)વિજયનગર સામ્રાજ્યમાર્કેટિંગમહારાણા પ્રતાપભારતમાં પરિવહનલોકમાન્ય ટિળકભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમોરબી જિલ્લોવશઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭જૂનું પિયેર ઘરનગરપાલિકાપાણી (અણુ)તક્ષશિલાઇન્સ્ટાગ્રામબ્લૉગખોડિયારપર્વતકચ્છનું રણજ્યોતીન્દ્ર દવેબાવળવીમોકચ્છનું મોટું રણ🡆 More