કચ્છનું મોટું રણ

કચ્છનું મોટું રણ કે કચ્છનું મહાન રણ કે માત્ર કચ્છનું રણ, એ મોસમી ક્ષાર કળણ (salt marsh) છે જે થરના રણમાં આવેલ છે.

આ ભાગ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે, અને તેનો અમુક ભાગ સિંધ પાકિસ્તાનમાં આવેલ છે.

કચ્છનું મોટું રણ
કચ્છનું મોટું રણ - ઉપર તરફ, ડાબી બાજુએ ભૂરા રંગે. કચ્છનો અખાત કચ્છની નીચે તરફ. છબી:નાસા પૃથ્વી વેધશાળા
કચ્છનું મોટું રણ
ગુજરાતનો નક્શો જેમાં કચ્છનું મોટું અને નાનું રણ દેખાય છે.

સ્થાન અને વર્ણન

કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસ ભૂમિ એ ૩૦,૦૦૦ ચો કિમી નું ક્ષેત્ર છે જે સિંધુ નદીના મુખથી કચ્છના અખાત સુધી વિસ્તરેલો છે. આ કળણ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામને સ્પર્શે છે.

ભારતના ઉનાળુ ચોમાસામાં સપાટ ક્ષારીય મૃદાનો રણ પ્રદેશ અને સપાટ કળણ જે સમુદ્ર સપાટીથી ૧૫ મીટર ઉંચાઈએ આવેલ છે તે સ્થિર પાણીથી ભરાઈ જાય છે. તેમાં વચ્ચે વચ્ચે કાંટાળા છોડ ઝાંખરા વાળા રેતીના ટાપુઓ હોય છે. આ ક્ષેત્ર મોટાં અને નાના સૂરખાબ (ફ્લેમિંગો)ના પ્રજનન ક્ષેત્ર છે અને તેને સુરક્ષિત ક્ષેત્ર ઘોષીત કરાયું છે. જ્યારે સૌથી વધુ તીવ્ર મોસમમાં પૂર્વમાં આવેલો ખંભાતનો અખાત અને પશ્ચિમમાં આવેલો કચ્છનો અખાત બંને ભેગા મળી જાય છે.

સમુદ્રના પાણીની ભરતી કાળમાં ભારતીય જંગલી ગધેડા જેવા પ્રાણીઓ બેટ તરીકે ઓળખાતી ઉંચી ભૂમિ પર આશ્રય લે છે.

આ ક્ષેત્ર પેલા અરબી સમુદ્રનો છીછરો ભાગ હતો. અસ્ખલીત ઉર્ધ્વગામી ભૂસ્તરીય હલન ચલનને કારણે આ ક્ષેત્ર અરબી સમુદ્રથી છૂટો પડી ગયો અને એક મોટા તળાવ નુ નિર્માણ થયું. હજી સિકંદર (એલેક્ઝાંડર ધ ગ્રેટ) ના સમય સુધી આ તળાવ આવાગમનને લાયક હતું. ઘાઘર નદી જે હાલે ઉત્તર રાજસ્થાનના રણમાં વિલિન થાય છે તે પહેલાં કચ્છના રણમાં વિલિન થતી હતી. સમય જતાં નદીના ઉતરતા છેડા સુકાતા ગયાં અને હજારો વર્ષો પહેલાં તેમની ઉપરની ઉપનદીઓને સિંધુ અને ગંગા નદીઓ દ્વારા સમાવી લેવાઈ. ઈ. સ. ૨૦૦૦માં ભારતીય ભૂસ્તર શાસ્ત્ર સંસ્થાને કચ્છના રણમાં ત્રિભૂજ પ્રદેશ અને નદીના મુખો અને ધારાઓ હોવાનું નોંધ્યું છે.

રાજસ્થાનમાં ઉદ્ગમ પામતી લૂણી નદી કચ્છના રણના ઈશાન ખૂણામાં વિલિન થાય છે અને કળણમાં વિલિન થતી અન્ય નદીઓ પૂર્વથી આવતી રૂપેણ નદી અને ઈશાનથી આવતી પશ્ચિમ બનાસ નદી છે.

આ ક્ષેત્ર ભારતના સૌથી ગરમ ક્ષેત્રોમાંનું એક છે.

વનસ્પતિ સૃષ્ટિ

આ કળણની વનસ્પતિ સૃષ્ટિમાં અપ્લિડા અને સેન્ચુરસ પ્રજાતિના ઘાસ સાથે અન્ય કાંટાળા ઝાંખરાઓનો સમાવેશ થાય છે.

પ્રાણી સૃષ્ટિ

ભારત અને પાકિસ્તાનમાં ફેલાયલેલા કચ્છનું રણ એક માત્ર ક્ષેત્ર છે જ્યાં સૂરખાબ પ્રજનન કરે છે. આ ઉપરાંત લાવરીની ૧૩ પ્રજાતિઓ પણ કચ્છના રણમાં મળી આવે છે. કચ્છના નાના રણમાં જંગલી ગધેડાની વિશ્વની અંતિમ વસ્તી અસ્તિત્વ ધરાવે છે. આ ક્ષેત્રમાં અન્ય સસ્તન જેમકે રણ શિયાળ, સોનેરી શિયાળ, ચિંકારા, નીલગાય અને ભયગ્રસ્ત કાળિયાર જોવા મળે છે.

આ કળણ ઘણા સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે આરામ સ્થળ છે અને લગભગ ૨૦૦ જાતિના પક્ષી પ્રજાતિનું ઘર છે. જેમાં ભયગ્રસ્ત લેસ્સર ફ્લોરીકન નએ હૌબરા બસ્ટર્ડ શામિલ છે.

ભય અને સંવર્ધન

મોટાભગનું કળણ ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર ઘિષિત થયેલ છે તેમ છતાં પણ ઘાસચારો અને બળતણ ભેગું કરવું, મીઠું પકવવું જેવી ક્રિયાઓ અને તેને કારણે વધેલા વાહન વ્યવહારને પરિણામે પ્રાણી જીવન સામે ભય ઉભો થયો છે.

ભારત તરફ આવેલ કચ્છના રણમાં ઘણાં અભયારણ્યો આવેલા છે. કચ્છનઅ જિલ્લા મથક ભુજથી આ સમૃદ્ધ પર્યાવરણીય ક્ષેત્રોમાં જઈ શકાય છે જેમકે ઘુડખર અભયારણ્ય, કચ્છ રણ અભયારણ્ય, નારાયણ સરોવર અભયારણ્ય, બન્ની ઘાસ ભૂમિ અભયારણ્ય અને ચારી-ધંડ નમ ભૂમિ સવંર્ધન અભયારણ્ય.

પાકિસ્તાન તરફ સિંધ પ્રાંતમાં પાકિસ્તાની સરકારે રણ ઓફ કચ્છ વઈલ્ડ લાઈફ સેંચરી નામે અભયારણ્ય બનાવ્યું છે.

ભારત - પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા

ભારતમાં કચ્છના રણની ઉત્તરીય સીમા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા નક્કી કરે છે. આ સીમાની રાષ્ટ્રીય સીમા સુરક્ષા દળ દ્વારા અત્યંત કડક રીતે ચોકી કરાય છે. કપરી વાતાવરણીય પરિસ્થિતિનો સામનો કરવાની તાલિમ અહીં સૈનિકોને અપાય છે.

આ ક્ષારીય કળણ જેમાં પ્રાકૃતિક વાયુનો ભંડાર છે. તેમાં આવેલ સિર ક્રીક ક્ષેત્ર સીમા વિવાદનું કારણ બન્યો છે. એપ્રિલ ૧૯૬૫નો સર ખાડીનો વિખવાદ ૧૯૬૫ના ભારત પાક યુદ્ધનું કારણ બન્યો હતો. તેજ વર્ષે યુનાયટેડ કિંગડમના વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સન એ આ અંટસનો ઉકેલ લાવવા એક ટ્રિબ્યુનલ રચવાનો પ્રસ્તાવ કર્યો. જેનો ૧૯૬૮માં નીવેડો લવાયો અને તે અનુસાર ૯૧૦૦ ચો કિમી માંથી ૧૦% ભાગ પાકિસ્તાનને મળ્યો. આમ ખાડીનો મોટાભાગનો હિસ્સો ભારત પાસે રહ્યો. ૧૯૯૯ના એટલાંટિક બનાવ સમયે ફરી તણાવ બની રહ્યો.

ચીર બત્તી

અંધારી રાત્રિઓમાં એક અગમ્ય નૃત્ય કરતો કે ડોલતો પ્રકાશ જેને સ્થાનીય ભાષામાં ચીર બત્તી (ભૂતોનો પ્રકાશ) કહે છે તે રણ અને તેની આસપાસના બન્ની ક્ષેત્રોને મોસમી કલણ ભૂમિ પર દેખાય છે.

પ્રખ્યાત સંસ્કૃતિમાં

જે. પી. દત્તાની બોલીવુડ ફીલ્મ રેફ્યુજી નું ફિલ્મીકરણ કચ્છના મોટા રણ અને કચ્છના અન્ય ક્ષેત્રોમાં થયું છે. આ ફિલ્મ મોટી રીતે કેકી એન દારુવાલાની નવલકથા "લવ અક્રોસ ધ સોલ્ટ ડેસર્ટ" પર આધારિત છે. આ ફિલ્મનું અમુક શૂટીંગ સ્નો વ્હાઈટ નામના બી.એસ.એફને આધીન ક્ષેત્ર, તેરા કિલ્લો, બન્ની ઘાસ ભૂમિમાં પણ થયું હતું.

આ પણ જુઓ

સંદર્ભ

  • The Great Run of Kutch; Dec 10, 2006; The Indian Express Newspaper
  • Rann of Kutch seasonal salt marsh (IM0901); Ecoregion Profile, Flooded Grasslands and Savannas; World Wildlife Fund Report; This text was originally published in the book Terrestrial ecoregions of the Indo-Pacific: a conservation assessment from Island Press. This assessment offers an in-depth analysis of the biodiversity and conservation status of the Indo-Pacific's ecoregions. Also see: Rann of Kutch seasonal salt marsh (IM0901); Flooded Grasslands and Savannas; WildWorld; All text by World Wildlife Fund © 2001; National Geographic Society

બાહ્ય કડીઓ

70°38′16″E / 24.08639°N 70.63778°E / 24.08639; 70.63778

Tags:

કચ્છનું મોટું રણ સ્થાન અને વર્ણનકચ્છનું મોટું રણ વનસ્પતિ સૃષ્ટિકચ્છનું મોટું રણ પ્રાણી સૃષ્ટિકચ્છનું મોટું રણ ભય અને સંવર્ધનકચ્છનું મોટું રણ ભારત - પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમાકચ્છનું મોટું રણ ચીર બત્તીકચ્છનું મોટું રણ પ્રખ્યાત સંસ્કૃતિમાંકચ્છનું મોટું રણ આ પણ જુઓકચ્છનું મોટું રણ સંદર્ભકચ્છનું મોટું રણ બાહ્ય કડીઓકચ્છનું મોટું રણકચ્છગુજરાતપાકિસ્તાનસિંધ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મધ્ય ઝોન, અમદાવાદ શહેરમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમખીજડોસ્વામીનારાયણ મંદિર, ગઢડાવૈશ્વિક આબોહવા પરિવર્તનસિકંદરઘર ચકલીઉદ્‌ગારચિહ્નગોધરાજૈન ધર્મભારતના રાષ્ટ્રપતિસત્યના પ્રયોગો અથવા આત્મકથાશક સંવતસંજુ વાળાપૃથ્વી દિવસનરેન્દ્ર મોદી સ્ટેડિયમગુજરાત દિનકચ્છનો ઇતિહાસકન્યા રાશીજય જય ગરવી ગુજરાતહર્ષ સંઘવીહિતોપદેશજીસ્વાનઉંઝાચામાચિડિયુંઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરદેવચકલીઔદ્યોગિક ક્રાંતિપ્લેટોટાઇફોઇડસંત કબીરઉપગ્રહ પ્રક્ષેપણ યાનબ્રાહ્મણમટકું (જુગાર)તત્વમસિઅખા ભગતવિશ્વ પર્યાવરણ દિવસસ્વપ્નવાસવદત્તાઅડાલજની વાવખાખરોરાષ્ટ્રવાદબેંકભારતનાં વિશ્વ ધરોહર સ્થળોઅરુણ જેટલી સ્ટેડિયમસલામત મૈથુનબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ઇન્ટરનેટઅમરનાથ (તીર્થધામ)સાળંગપુરકેદારનાથ જ્યોતિર્લિંગધનુ રાશીપી.વી. નરસિંહ રાવનરસિંહ મહેતા એવોર્ડજશોદાબેનગુજરાત વિદ્યાપીઠગાંધીનગરમેષ રાશીકમ્પ્યુટર નેટવર્કકાદુ મકરાણીગલગોટાબ્લૉગશાકભાજીયુરોપવાયુનું પ્રદૂષણબુર્જ દુબઈગાંઠિયો વાહસ્તમૈથુનજંડ હનુમાનહનુમાનએઇડ્સઅલંગ૨૦૦૧ ગુજરાત ધરતીકંપસંચળસ્ટેચ્યુ ઓફ યુનિટીધોળાવીરાલોથલકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદી🡆 More