લિંગ ઉત્થાન

લિંગ ઉત્થાન એ એક શારિરીક પ્રક્રિયા છે જે દરમ્યાન લિંગ વિસ્તૃત અને કડક બને છે.

લિંગ ઉત્થાન શારિરીક, માનસિક, રક્ત વાહિની અને અંતઃસ્ત્રાવ કારકોની જટીલ પ્રતિક્રિયાઓને કારણે ઉદ્ભવે છે. તે મોટે ભાગે મૈથુન આવેગ કે મૈથુન આકર્ષણનું પરિણામ હોય છે.

લિંગ ઉત્થાન
શિથિલ લિંગ (ડાબે) અને ઉન્નત લિંગ (જમણે
લિંગ ઉત્થાન
અર્ધ ટટાર

નિંદ્રા સમયે થતા લિંગ ઉત્થાનને રાત્રી લિંગ વિસ્તૃતી કહે છે.

શરીર વિજ્ઞાન

લિંગ ઉત્થાન 
લિંગ ઉત્થાન દર્શાવતીએ ક્રમબદ્ધ તસવીરો

લિંગમાં તેની લંબાઈને સમાંતર ચાલતી બે નસો કે નલિકાઓ હોય છે. જેને કોર્પોરા કાવેર્નોસા કહે છે. આ નસો જ્યારે ઓક્સિજન રહીત લોહીથી ભરાય છે ત્યારે લિંગ ઉત્થાન થાય છે. અમુક પ્રકારની શારિરીક ઉત્તેજના કે મૈથુન ઉત્તેજન લિંગ ઉત્તેજનામાં પરિણમે છે. બે સમાંતર લિંગ રક્ત નસોની નીચે, વચમાં એક અન્ય નલિકા (કોર્પસ સ્પોન્જીઓઝ્મ) આવેલી હોય છે, આમાં મૂત્રનલિકા આવેલી હોય છે. જેમાંથી મૂત્ર ઉત્સર્જન સમયે મૂત્ર અને સ્ખલન સમયે વીર્ય વહે છે. આ નળીમાં પણ થોડું લોહી ભરાય છે જેથી તેનો પણ વિસ્તાર થાય છે. પણ આ વિસાર બે સમાંતર નસો કરતાં ઓછો હોય છે.

મૈથુન સમયે

લિંગના વિસ્તૃત લાંબા અને કડક થવાને કારણે મૈથુન સંભોગ શક્ય બને છે. પ્રાયઃ લિંગ ઉથાન સમયે વૃષણ પણ સખત બને છે પણ તે દરેક વખતે કે બધાનું વૃષણ સખત થાય (સંકોચાય) જ તે આવશ્યક નથી. મોટા ભાગના પુરુષોમાં લિંગ ઉત્તેજિત થતાં શિશ્ન ત્વચા આપોઆપ સરકીને પાછળ જતી રહે છે અને શિશ્ન ઉઘાડું પડી જાય છે. અમુક પુરુષોને હાથેથી શિશ્ન ત્વચા પાછળ સરકાવવી પડે છે.

મૈથુન સંભોગ કે હસ્તમૈથુન દરમ્યાન કરાયેલા વીર્ય સ્ખલન પછી લિંગનું સ્તંભન ઓસરવા માંડે છે. લિંગને સામન્ય અવસ્થામાં આવવા મટે લાગતો સમય લિંગની લંબાઈ અને જાડાઈ પર આધાર રાખે છે.

સ્વયંચલિત નિયંત્રણ

લિંગ ઉત્થાન 
શિશ્ન ઉત્થાન રિંગ

શારિરીક ઉત્તેજનાની હાજરીમાં ઉત્તેજનાની શરૂઆત સ્વયંચાલિત ચેતાતંત્રની પૅરાસિમ્પથેટિક વિભાગ દ્વારા કરવામાં આવે છે, આમાં કેંદ્રીય ચેતાતંત્રનો સહભાગ નિમ્ન હોય છે. પૅરાસિમોપથેટિક શાખાઓ ત્રિકાસ્થી મજાતંતુઓથી ઉથાન પેશીઓ સુધી વહન કરતી શિરાઓ સુધી વિસ્તરેલી હોય છે. ઉત્તેજના મળતા આ શાખાઓ એસિટિલ્કોલાઈન નામનો પદાર્થ છોડે છે. આ એસિટિલ્કોલાઈન એન્ડોથેલીયલ કોષમંથી નાઈટ્રીક ઓક્સાઈડને લિંગની નસોમાં મુક્ત કરાવે છે. નાઈટ્રીક ઓક્સાઈડ રક્તવાહિનીઓના લીસા સ્નાયુઓમાં ફેલાઈ જાય છે. (જેમને ટ્રૅબેક્યુલર સ્મૂઓથ મસલ કહે છે), આમ તે વિસ્તારકારી પદાર્થ તરીકે કાર્ય કરે છે. રક્સ્તવાહિનીઓ પહોળી થાય છે, જેને કારણે કોર્પોરા સ્પોન્જીઓસમ અને કાવેર્નોસા માં રક્તનો ભરાવો થાય છે. આસાથે સાથે આઈસોકાવેર્નોસસ અને બલ્બોસ્પોન્જીઓસસસ્નામના સ્નાયુઓસંકોચાય છે જેને કારણે લિંગની નસોમાં ભરાયેલું લોહી પાછું વહી જતું અટકે છે. જ્યારે પેરાસિમ્પથેટીક ઉત્તેજના બંધ થાય છે ત્યારે લિંગ ઉત્થાન ઓસરવા માંડે છે. સિમ્પથેટીક વિભાગના ચેતા તંતુઓ દ્વારા મોકલાએલી આધાર મૂળ સંવેદન સ્તરની માહિતી લિમ્ગની નસોને સંકોચે છે જેને કારણે રક્ત ઉત્થાન પેશીઓમાંથી બહર ધસી જાય છે. . ભૈતિક ઉત્તેજનાની( દ્રશ્ય,શ્રાવ્ય, ગંધ, સ્પર્શ, કલ્પનાતીત ઉત્તેજનઓ) ગેરહાજરીમાં સેરેબ્રલ કોર્ટેક્સ તરીકે ઓળખતી મગજની પેશીઓ દ્વારા પણ લિંગ ઉત્તેજન થતું હોય છે. આ ઉત્તેજના કરોડરજ્જુના કેડ પ્રદેશના અને ત્રિકાસ્થિ પ્રદેશમાં આવેલા ઉત્થાન કેંદ્રો દ્વારા કાર્યાન્વીત થાય છે. અન્ય શારિરીક , માનસિક કે વાતાવરણનઅ કારકોને કારણે ભૌતિક ઉત્તેજના મોજુદ હોવા છતાં સેરેગ્રલ કોર્ટેક્સ લિંગ ઉત્તેજન રોકી/દાબી શકે છે.

આકાર અને કદ

મોટા ભાગના ઉત્તેજીત લિંગ ઉપર તરફ નિર્દેશિત હોય છે પણ ઉત્તેજીત અવસ્થામાં લિંગનું ઉપર તરફ કે સંપૂર્ણ નીચે તરફ કે ક્ષિતીજ સમાંતર હોવું તે પણ આમ કે સામાન્ય વાત છે. ઉત્તેજીત લિંગનું ઉર્ધ્વગમનના પ્રમાણનો આધાર લટકતા અસ્થિબંધની તાણ પર રહેલો છે જે લિંગને ઉર્ધ્વ સ્થિતિમાં રાખવા માટે જવાબદાર છે. ઉત્તેજીત લિંગના આકારો પણ જુદા જુદા હોઈ શકે છે, તે સીધા દંડ સમાન જોઈ શકે છે કે ઉપર તરફ, ડાબે કે જમણે વળેલું પણ હોઈ શકે છે. પેયરોનીસ રોગ લિંગમાં વધુ પડતી વક્રતા લાવે છે. વધુ પડતી વક્રતા વ્યક્તિને ભૌતિક કે શારિરીક રીતે અસર કરી શકે છે આને પરિણામે ઉત્તેજન નિષ્ફળતા કે ઉત્તેજના દરમ્યાન પીડા જેવા પરિણામ આવી શકે છે. આના ઈલાજ સ્વરૂપે મોં વાટે લેવાતી દવાઓ (જેમકે કોલોસાઈન) કે છેવટે શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.

નીચેના કોઠામાં ઊભા રહેલા મનુષ્યમાં લિંગ કોણ વિષે માહિતી અપાઈ છે. આ કોઠામાં શૂન્ય અંશ એટકે સીધો ઉપર આકાશ તરફ નિર્દેશ કરતો લિંગ અને ૧૮૦ અંશ એટલે સીધો નીચે ધરતી તરફ નિર્દેશ કરતો લિંગ

ઉત્તેજન કોણ
કોણ (º) ટકાવારી
0–30
૩૦-૬૦ ૩૦
૬૦-૮૫ ૩૧
૮૦-૯૫ ૧૦
૯૫-૧૨૦ ૨૦
૧૨૦-૧૮૦

સામાન્ય રીતે કૌમરાવસ્થા પછી ઉત્તેજીત લિંગનું કદ સ્મગ્ર જીવન દરમ્યાન તેટલું જ રહે છે. શસ્ત્ર ક્રીયા દ્વારા તેનું કદ વધારી શકાય છે , જો કે લિંગ વિસ્તરણનો આ મુદ્દો અત્યંત વિવાદાસ્પદ છે. એક અભ્યાસ અનુસાર શસ્ત્રક્રીયા બાદ મોટા ભાગના પુરુષો તેના પરિણામોથી ખુશ ન હતાં.

સ્વયંસ્ફૂર્ત ઉત્તેજન

સ્વયંસ્ફૂર્ત ઉત્તેજન ને અનૈચ્છીક અને બિનજરૂરી ઉત્તેજના ગણવામાં આવે છે. તેનો અનુભવ થવો એ એક્ સામાન્ય વાત છે. આવે ઉત્તેજના જાહેર જનતમાં થતાં તે શરનજનક બની રહે છે.

નિંદ્રા દરમ્યાન છોકરાઓ કે પુરુષોનું લિંગ નિયમિત રીતે ઉત્તેજીત થઈ જતું હોય છે. પ્રાય: તેઓ સવારે ઉઠતાં ઉત્તેજીત લિંગનો અનુભવ કરે છે. એક વખત છોકરો કુમારા વસ્થામાં પહોંચે કે તે કૌમર્ય સંબંધી શારિરીક ફેરફારને કારણે વારંવાર લિંગ ઉત્તેજના અનુભવે છે. ઉત્તેજના દિવસના કોઈ પણ સમયે આવે શકે અને વસ્ત્રો પહેરેલી દશામાં તે ઉઠાવ કે ઉભારમાં પરિણામે છે. આવી ઘટનાઓને ચુસ્ત જાંઘીયા, લાંભા શર્ટ અને બેગી (ઢીલાશ) પડતાં વસ્ત્રો પહેરીની છુપાડી શકાય છે. બાળકો અને નવજાત શીશુઓમાં પણ લિંગ ઉત્તેજન જોઈ શકાય છે, બાળકના જન્મ પહેલાં પણ લિંગ ઉત્તેજના થઈ શકે છે.

ઉત્થાન નિષ્ફળતા

ઉત્થાનમાં નિષ્ફળતા કે પુરુષ નપુંસકતા એ એક મૈથુન વ્યાધિ છે કે જેમાં ઉત્થાન મેળવવામાં કે જાળવી રાખવામાં અક્ષમતા અનુભવાય છે. ઉત્થાન નિષ્ફળતા ના વૈદકીય અભ્યાસની શાખાને એંડ્રોલોજી કહે છે. આ અભ્યાસ યુરોલોજી (મૂત્ર અવયવોનો વૈદકીય અભ્યાસ)નો એક ભાગ છે.

ઉત્થાન નિષ્ફળતા શારિરીક કે માનસિક એમ બંને કરણોનું પરિણામ હોઈ શકે છે. તેમામ્ ના પ્રાય: મોટા ભાગના ઓ નો ઈલજ શક્ય હોય છે. આના સામાન્ય શારિરીક કારણો છે: મધુપ્રમેહ, મૂત્રાશય (કીડની)ના રોગો, તીવ્ર દારૂની લત, ચેતતંત્રમાં કાઠિન્ય (સ્લેરોસીસ), ચરબીને કારણે ધમની કાઠિન્ય, નસના રોગો કે મગજના રોગો. બધુ મળીને ઉત્થાન નિષ્ફળતાનું ૭૦% કારણ આ કારકો હોય છે. અમુક દવાઓની આડાસરોને કારણે (લિથિયમ,પેરોક્સેનાઈટ) ઉત્થાન નિષ્ફળતા અનુભવાય છે.

ઉત્થાન નિષ્ફળતા ને હમેંશા સમાજમાં છાની રાખવામાં આવે છે કેમકે આને ફલદ્રુપતા, સમાજમાં સ્થાન , પુરુષાતન આદિ પર તે વિપરિત અસર કરે છે. આને વ્યાધિને કારણે વ્યક્તિમાં મનમાં શરમ, નુકશાન કે અપૂર્ણતાની લાગણીઓ નિર્માણ થાય છે અને ઘણી માનસિક તકલીફો પણ થાય છે આ તકલીફ વિષે સમાજમાં ચૂપ રહેવાનું કે તેની ચર્ચા ન કરવાનું કુપ્રચલન છે, દર દસમાંથી એક મનુષ્યનેપોતાના જીવનમં એક વખત તો ઉત્થાન નિષ્ફળતા નો અનુભવ થાય જ છે

આ પણ જુઓ

  • યોનિ હોઠ ઉત્થાન
  • મૃત્યુ ઉત્થાન
  • સ્તન ડીંટી ઉત્થાન
  • રાત્રી લિંગ વિસ્સ્તૃતિ
  • ઉથાન ઓસરવામાં નિષ્ફળતા
  • મૈથુન કાર્ય પ્રણાલી

સંદર્ભ

Tags:

લિંગ ઉત્થાન શરીર વિજ્ઞાનલિંગ ઉત્થાન આકાર અને કદલિંગ ઉત્થાન સ્વયંસ્ફૂર્ત ઉત્તેજનલિંગ ઉત્થાન ઉત્થાન નિષ્ફળતાલિંગ ઉત્થાન આ પણ જુઓલિંગ ઉત્થાન સંદર્ભલિંગ ઉત્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યોગ (મનોશારીરીક જીવનશૈલી)ચાણક્યબજરંગદાસબાપાHIV/AIDS વિશે ગેરમાન્યતાઓચૈત્ર સુદ ૧૫માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭આઇઝેક ન્યૂટનક્રિકેટનું મેદાનકાદુ મકરાણીઅંગ્રેજી ભાષાજયંત પાઠકકર્ણાટકહનુમાન જયંતીમુહમ્મદરામાયણભારતીય જનતા પાર્ટીદલિતધરતીકંપરામદેવપીરઅથર્વવેદરાણકદેવીપાણીઅખા ભગતરાજીવ ગાંધીમહાત્મા ગાંધીઅર્જુનસામાજિક પરિવર્તનકચ્છ રણ અભયારણ્યપાર્શ્વનાથદેવાયત પંડિતચિત્રલેખાસંસ્કૃતિદયારામવીમોખેડા જિલ્લોતુલસીદાસગુજરાત યુનિવર્સિટીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭મોરબી જિલ્લોચિનુ મોદીપ્રેમાનંદનરેન્દ્ર મોદીશક સંવતકુમારપાળગુજરાત મેટ્રોરાજસ્થાનીબારીયા રજવાડુંદ્રૌપદીજોગીદાસ ખુમાણગુજરાતની નદીઓની યાદીમીટરમોબાઇલ ફોનઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરનિરંજન ભગતરુધિરાભિસરણ તંત્રતુલા રાશિચુનીલાલ મડિયાઅમરેલી જિલ્લોવિઘાદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરગુંદા (વનસ્પતિ)જાડેજા વંશઆત્મહત્યાસરસ્વતીચંદ્રરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાક્ષત્રિયસમાન નાગરિક સંહિતાસોજીજામનગરગુજરાતી વિશ્વકોશભારતની નદીઓની યાદીવૃષભ રાશીલતા મંગેશકરમુકેશ અંબાણીમાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્યભારતના ચારધામ🡆 More