રાષ્ટ્રવાદ

રાષ્ટ્રવાદ એ એક વિચારધારા અથવા તો આંદોલન છે જે કોઈ ચોક્કસ રાષ્ટ્રના હિતોને પ્રોત્સાહન આપે છે, ખાસ કરીને તેની માતૃભૂમિ ઉપર રાષ્ટ્રનું સાર્વભૌમત્વ ( સ્વ-શાસન) મેળવવા અને જાળવવાના ઉદ્દેશથી.

રાષ્ટ્રવાદ માને છે કે દરેક રાષ્ટ્રએ પોતાની જાતે જ શાસન કરવું જોઈએ અને તેથી જ બાહ્ય દખલથી મુક્ત થવું જોઈએ. રાષ્ટ્ર સંસદ માટે કુદરતી અને આદર્શ આધાર છે, અને તે રાષ્ટ્ર રાજકીય શક્તિનો એકમાત્ર હક સ્રોત છે (જેને લોકપ્રિય સાર્વભૌમત્વ કહેવાય છે). રાષ્ટ્રવાદનો ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવું; સમાન સંસ્કૃતિ, ભાષા, સંપ્રદાય, ઈતિહાસ અને રાજનીતિથી એક રાષ્ટ્રીય ઓળખાણનું નિર્માણ કરવું પણ છે. તેથી જ રાષ્ટ્રવાદ રાષ્ટ્રની પરંપરાગત સંસ્કૃતિને જાળવવા, ટકાવવા અને તેને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરે છે, અને સાંસ્કૃતિક પુનરુત્થાન રાષ્ટ્રવાદી આંદોલનોની સાથે સંકળાય છે. તે રાષ્ટ્રીય સિદ્ધિઓમાં ગૌરવને પણ પ્રોત્સાહન આપે છે, અને દેશભક્તિ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. રાષ્ટ્રવાદને ઘણીવાર અન્ય વિચારધારાઓ, જેવી કે ઋઢિચુસ્તતા કે સમાજવાદ, સાથે પણ જોડવામાં આવે છે.

રાષ્ટ્રવાદ
ઝીયોનીસ્ટ ચળવળ દ્વારા બનાવામાં આવેલ ઈઝરાયલનો ધ્વજ

ઈતિહાસ

સમગ્ર ઇતિહાસમાં લોકો તેમના પોતાના જૂથ અને પરંપરાઓ, પ્રાદેશિક અધિકારીઓ અને તેમના વતન સાથેના જોડાણ ધરાવે છે, પરંતુ રાષ્ટ્રવાદને 18 મી સદી સુધી વ્યાપકપણે માન્યતા પ્રાપ્ત થઈ ન હતી. રાષ્ટ્રવાદ ને સમજવા માટે ત્રણ પરિબળો છે. આદિકાળવાદ (બારમાસીયવાદ) એ સૂચવે છે કે હંમેશાં રાષ્ટ્રો રહ્યા છે અને રાષ્ટ્રવાદ એ એક કુદરતી ઘટના છે. એથોનોસિમ્બોલિઝમ (વંશપ્રતીકવાદ) રાષ્ટ્રવાદને ગતિશીલ અને ઉત્ક્રાંતિની ઘટના તરીકે સમજાવે છે અને રાષ્ટ્રો અને રાષ્ટ્રવાદના વિકાસમાં પ્રતીકો, દંતકથાઓ અને પરંપરાઓના મહત્વ પર ભાર મૂકે છે. આધુનિકવાદ એ એવો પ્રસ્તાવ મૂક્યો છે કે રાષ્ટ્રવાદ એ એક તાજેતરની સામાજિક ઘટના છે જે આધુનિક સમાજની સામાજિક-આર્થિક રચનાઓ જાળવવા માટે અસ્તિત્વમાં હોવી જરૂરી છે.

પ્રતિભાવ

વ્યવહારમાં રાષ્ટ્રવાદને સંદર્ભ અને વ્યક્તિગત દૃષ્ટિકોણના આધારે સકારાત્મક અથવા નકારાત્મક રીતે જોઈ શકાય છે. રાષ્ટ્રવાદને ગ્રીક ક્રાંતિ, આઇરિશ ક્રાંતિ, ઝાયોનિસ્ટ ચળવળ (કે જેણે ઇઝરાયેલ બનાવ્યું), અને સોવિયેત યુનિયન વિસર્જનમાં મહત્વના પરીબળ તરીકે જોવામાં આવે છે . તેના વિરોધમાં, વંશીય તિરસ્કાર સાથે મળીને આવેલ કટ્ટરપંથી રાષ્ટ્રવાદ પણ નાઝી જર્મની દ્વારા કરવામાં આવેલા હોલોકોસ્ટ(સર્વનાશ) માટે એક મુખ્ય પરિબળ હતું. તાજેતરમાં જ રશિયા દ્વારા ક્રિમીઆના વિવાદિત જોડાણમાં રાષ્ટ્રવાદ એક મહત્વપૂર્ણ પરિબળ હતું.

સંદર્ભો

Tags:

સાર્વભૌમત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય ઉપગ્રહોની યાદીધૂમકેતુધૃતરાષ્ટ્રબહુચર માતાગોગા મહારાજકાળો ડુંગરસુગરીશક સંવતપંજાબ, ભારતદ્રૌપદી મુર્મૂવિશ્વ રંગમંચ દિવસચોલ સામ્રાજ્યપાણી (અણુ)જુનાગઢવિરાટ કોહલીઇસુબીજોરાઓઝોન સ્તરચંદ્રગુપ્ત પ્રથમપ્રાચીન ઇજિપ્તરમણલાલ દેસાઈશ્વેત ક્રાંતિસ્વામી વિવેકાનંદએલેક્ઝાન્ડર ગ્રેહામ બેલગુરુના ચંદ્રોગરબાજલારામ બાપાવીર્ય સ્ખલનરામેશ્વરમપાણીક્રિયાવિશેષણપેરિસવિક્રમ સારાભાઈપ્રેમાનંદહરદ્વારરમઝાનવિશ્વની અજાયબીઓપંચમહાલ જિલ્લોલોક સભાનર્મદા નદીવિજ્ઞાનબ્રાઝિલદ્વારકાધીશ મંદિરશ્રીનિવાસ રામાનુજનદયારામહનુમાન મંદિર, સાળંગપુરજર્મનીમોહેં-જો-દડોરાવજી પટેલકુન્દનિકા કાપડિયાભારત સરકારચંદ્રઝવેરચંદ મેઘાણીપંજાબસમાજશાસ્ત્રજયંતિ દલાલધોળાવીરાડાકોરનિરંજન ભગતભારતનો રાષ્ટ્રધ્વજરિસાયક્લિંગગિરનારઉત્તરવાહિની નર્મદા પરિક્રમાગૌતમ અદાણીવિઠ્ઠલભાઈ પટેલજયંત ખત્રીગુજરાત વિદ્યાપીઠબજરંગદાસબાપાહિસાબી ધોરણોરા' નવઘણઆતંકવાદનાગલીસિકંદરશિવાજી૧૮૫૭ની ભારતીય ક્રાંતિલક્ષ્મણસંસ્કારસ્વતંત્રતા દિવસ (ભારત)🡆 More