ધોળાવીરા

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં આવેલું છે.

આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. ૧૯૬૭-૬૮ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી. ૨૭ જુલાઈ ૨૦૨૧ના રોજ ધોળાવીરાને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતુ.

ધોળાવીરા
કોટડા
ધોળાવીરા
ધોળાવીરા
ધોળાવીરા is located in India
ધોળાવીરા
ભારતમાં સ્થાન
ધોળાવીરા is located in ગુજરાત
ધોળાવીરા
ધોળાવીરા (ગુજરાત)
સ્થાનખદિર બેટ, કચ્છ જિલ્લો, ગુજરાત, ભારત
અક્ષાંસ-રેખાંશ23°53′18.98″N 70°12′49.09″E / 23.8886056°N 70.2136361°E / 23.8886056; 70.2136361
પ્રકારરહેઠાણ
લંબાઇ771 m (2,530 ft)
પહોળાઇ617 m (2,024 ft)
વિસ્તાર100 ha (250 acres)
ઇતિહાસ
સમયગાળોહડપ્પા ૨થી હડપ્પા ૫
સંસ્કૃતિઓસિંધુ ખીણ સંસ્કૃતિ
સ્થળની વિગતો
ખોદકામ તારીખ૧૯૯૦-હાલમાં
સ્થિતિખંડેર
માલિકીજાહેર
જાહેર પ્રવેશહા
UNESCO World Heritage Site
અધિકૃત નામધોળાવીરા: હડપ્પન નગર
માપદંડસાંસ્કૃતિક: (ii)(iii)(iv)
ઉમેરેલ૨૦૨૧ (૪૪મું સત્ર)
સંદર્ભ ક્રમાંક.1645
ધોળાવીરા
ધોળાવીરામાં પાણીની ટાંકી

પ્રવેશ દ્વાર

ધોળાવીરા 
ધોળાવીરાના ઉત્તરીય પ્રવેશદ્વાર પર લખાયેલા દસ અક્ષર

એક પ્રવેશ દ્વારનું પાટીયું (સાઈનબોર્ડ) જમાનાના દસ અક્ષરો સાથે મળી આવેલ છે. એના દસે દસ અક્ષરો અકબંધ છે.

અન્ય

અહીં જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્ધ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા, વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.

ધર્મસ્થળ

આખા નગરમાં ધર્મસ્થળ જેવું કાંઈજ મળ્યું નથી. પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પત્થર મળ્યા છે પણ હોઈ શકે છે કે મહેલના મોટા થાંભલાના ટેકા પણ હોય.

નગરની બાંધણી

ધોળાવીરા 
ધોળાવીરાનો નકશો

મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે:

  • રાજાનો/શાસક અધિકારીનો રાજમહેલ
  • અન્ય અધિકારીઓનાં આવાસ
  • સામાન્ય નગરજનોનાં આવાસ

શાસક અધિકારીનો રાજમહેલ

નગરમાં શાસક અધિકારીનો રાજમહેલ ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં.

અન્ય અધિકારી ઓના આવાસ

અન્ય અધિકારીઓના આવાસોની ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી. અહીંથી બેથી પાંચ ઓરડાવાળા મકાન મળી આવ્યાં હતાં.

સામાન્ય નગરજનો નો આવાસ

સામાન્ય નગરજનોના આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી.

ધોળાવીરા જવા માટે

  • હવાઇ માર્ગે ભુજ હવાઇ મથક પર ઉતરી ધોળાવીરા સડક માર્ગે ભચાઉથી વાહન દ્વારા જઇ શકાય છે.
  • રેલ્વે માર્ગ દ્વારા અમદાવાદ-ભુજ રેલ્વે માર્ગ પર સામખીયાળી ઉતરી સડક માર્ગે વાહન દ્વારા પહોંચી શકાય છે.
  • સડક માર્ગે અમદાવાદ, પાલનપુર, રાપર અથવા ભચાઉ પહોંચી ધોળાવીરા જઇ શકાય છે.
  • પાણીની વ્યવસ્થા જાતે કરીને જવું. શાકાહારી જમવાનું મળે છે.
  • સડક માર્ગ પાકો છે. નવેમ્બરથી માર્ચ સુધીમાં પ્રવાસ કરવો.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ધોળાવીરા પ્રવેશ દ્વારધોળાવીરા અન્યધોળાવીરા ધર્મસ્થળધોળાવીરા નગરની બાંધણીધોળાવીરા જવા માટેધોળાવીરા સંદર્ભધોળાવીરા બાહ્ય કડીઓધોળાવીરાકચ્છધોળાવીરા (તા. ભચાઉ )ભચાઉ તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મધ્ય પ્રદેશદેવચકલીકનિષ્કરામભૂપેન્દ્ર પટેલરુદ્રમહાલય (સિદ્ધપુર)ગૂગલ અનુવાદભવાઇચરક સંહિતાભારતીય-યુરોપીય ભાષાસમૂહદિવ્ય ભાસ્કરશામળાજીચંદ્રકાન્ત શેઠમહિનોઅંકશાસ્ત્રઅમિત શાહપ્રજાસત્તાક દિન (ભારત)મેડમ કામાઅદ્વૈત વેદાંતમુનમુન દત્તાઉદ્યોગ સાહસિકતાતળાજાગળતેશ્વર મંદિરગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'ખંભાળિયારાષ્ટ્રવાદરવિશંકર વ્યાસજંડ હનુમાનક્રોમાપરશુરામએપ્રિલ ૨૫સ્વતંત્રતા દિવસ (ભારત)સંસ્કૃત ભાષામહાગુજરાત આંદોલનરાત્રિ સ્ખલનતબલાતાના અને રીરીસમાજશાસ્ત્રવિદ્યુતભારમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાવેદઆયુર્વેદવલસાડ જિલ્લોરણછોડભાઈ દવેજન ગણ મનચોટીલાગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)દ્વારકાઆવર્ત કોષ્ટકગૌતમ અદાણીધીરૂભાઈ અંબાણીધ્રુવ ભટ્ટમહાભારતસુભાષચંદ્ર બોઝક્ષેત્રફળવિકિમીડિયા ફાઉન્ડેશનપાંડવરમાબાઈ આંબેડકરમધર ટેરેસાનિરંજન ભગતશ્રીમદ્ ભગવદ્ ગીતાવિક્રમ સંવતમનમોહન સિંહચિત્તોડગઢદ્રૌપદીમોબાઇલ ફોનસ્વામી સચ્ચિદાનંદકાદુ મકરાણીશિવાજી જયંતિનારાયણ સ્વામી (ભજનીક)સુરેન્દ્રનગર જિલ્લોનિર્મલા સીતારામનઅર્જુનકુમારપાળરાણકદેવીકમ્પ્યુટર નેટવર્ક🡆 More