ચરક સંહિતા: આરોગ્યને લગતો સંસ્કૃત ગ્રંથ

ચરક સંહિતા એ હિંદુ ધર્મનો આયુર્વેદ વિષયનો અતિસુક્ષ્મ પરિચય આપતો એક પ્રસિદ્ધ ગ્રંથ છે.

આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ છે. આ ગ્રંથના ઉપદેશક અત્રિપુત્ર પુનર્વસુ, ગ્રંથકર્તા અગ્નિવેશ તેમ જ પ્રતિસંસ્કારક મહર્ષિ ચરક છે.

ચરક સંહિતા: રચનાકાળ, ચરક સંહિતાનું સંગઠન, પ્રભાવો
ભારતમાં પતંજલિ યોગપીઠ કેમ્પસ, હરિદ્વાર માં મહર્ષિ ચરક નું સ્મારક

આચાર્ય ચરક (સંસ્કૃત: चरक) (ઈ.સ. પૂર્વે ~૬ઠ્ઠી - ૨જી સદી) પ્રાચીન કલા અને આયુર્વેદ વિજ્ઞાનમાં અતિ મહત્ત્વનો ફાળો આપવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આયુર્વેદ એટલે ચિકિત્સા વિજ્ઞાન અને જીવનશૈલીની એવી પદ્ધતિ જે પ્રાચીન ભારતના સમયમાં વિકસાવવામાં આવી છે. મહર્ષિ ચરક " ચરક સંહિતા " લખવા બદલ જગપ્રસિદ્ધ છે. કાશ્મીરના વતની તરીકે જાણીતા ચરક આયુર્વેદ ચિકિત્સાના પિતામહ માનવામાં આવે છે.

મહર્ષિ ચરક એવી પહેલી વ્યક્તિ હતા અંગ્રેજી કહેવત "Prevention is better than cure " એટલે કે "ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે" એ સિદ્ધાંત હિમાયતી હતા. નીચેના વિધાન આચાર્ય ચરક ને સમર્પિત છે. એક ચિકિત્સક જે દર્દીના શરીરની અંદર પોતાના જ્ઞાનના દીવડા વડે ઊંડો ઉતરીને રોગનું મૂળ કારણ શું છે તે સમજી નથી શકતો તે ક્યારેય પણ દર્દીના રોગને નાબૂદ નથી કરી શકતો. તેણે પ્રથમ દર્દીના રોગને લગતાતમામ પરિબળોનો અભ્યાસ કરવો જેમાં સૌ પ્રથમ પરિબળ છે પર્યાવરણ, તેના અભ્યાસ બાદ જ તેને સારવાર કરવી જોઈએ. રોગની સારવાર કરતાં તેના મૂળનું કારણને રોકવું વધારે મહત્ત્વનું છે. આ ઉપરાંત મહર્ષિ ચરકના શરીર વિજ્ઞાન, રોગનિદાન અને ગર્ભવિજ્ઞાનના યોગદાનને પણ બહોળા પાયે માનવામાં આવે છે.

પ્રાચીન સમયના પરિશીલનથી જ્ઞાત થાય છે કે, તે સમયમાં ગ્રંથ અથવા તંત્રની રચના શાખાના નામથી કરવામાં આવતી હતી. જેમ કે કઠ શાખામાં કઠોપનિષદ્ બન્યું છે. શાખાઓ અથવા ચરણ એ સમયની વિદ્યાપીઠ હતી, જ્યાં અનેક વિષયોનું કા અધ્યયન કાર્ય કરવામાં આવતું હતું. અત: સંભવ છે, ચરકસંહિતાનો પ્રતિસંસ્કાર ચરક શાખામાં થયો હોય.

ભારતીય ચિકિત્સા શાસ્ત્રમાં ત્રણ મુખ્ય નામ છે - ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટ. ચરકના નામથી જેમ ચરક સંહિતા છે, તે જ રીતે સુશ્રૂતના નામથી સુશ્રૂત સંહિતા. ચરક સંહિતા, સુશ્રૂત સંહિતા તથા વાગ્ભટ્ટનો અષ્ટાંગ સંગ્રહ આજના સમયમાં પણ ભારતીય ચિકિત્સા વિજ્ઞાન (આયુર્વેદ)ના માનક ગ્રંથ છે. આ ગ્રંથોની પ્રામાણિકતા અને પ્રાસંગિકતા માટેનું અનુમાન એ બાબત પરથી કરી શકાય છે કે જ્યાં ગ્રીક અને રોમન ચિકિત્સા પદ્ધતિઓનાં તત્કાલીન પુસ્તકોનાં નામ સ્વયં એ ચિકિત્સા પદ્ધતિના ચિકિત્સકો પણ જાણતા નથી. આ ગ્રંથ આજે પણ અભ્યાસક્રમનું અંગ છે.

રચનાકાળ

ચરકસંહિતામાં પાલિ સાહિત્યના કેટલાક શબ્દ મળી આવે છે, જેમ કે અવક્રાંતિ, જેંતાક (જંતાક - વિનયપિટક), ભંગોદન, ખુડ્ડાક, ભૂતધાત્રી (નિંદ્રા માટે). આ બાબત પરથી ચરકસંહિતાનો ઉપદેશકાળ ઉપનિષદો પછીનો અને બુદ્ધના પૂર્વેનો નિશ્ચિત થાય છે. આ ગ્રંથનો પ્રતિસંસ્કાર કનિષ્કના સમયમાં ૭૮ ઈ.ના સમયમાં લગભગ થયો હોવાનું મનાય છે.

ત્રિપિટકના ચીની અનુવાદમાં કનિષ્કના રાજવૈદ્યના રૂપમાં ચરકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કિંતુ કનિષ્ક બૌદ્ધ હતા અને એમના કવિ અશ્વઘોષ પણ બૌદ્ધ હતા, પરંતુ ચરક સંહિતામાં બુદ્ધમતનું જોરદાર ખંડન મળે છે. અત: ચરક અને કનિષ્ક વચ્યેનો સંબંધ સંદિગ્ધ જ નહીં અસંભવ હોય એવું લાગે છે. પર્યાપ્ત પ્રમાણોના અભાવમાં કોઇપણ મત પર સ્થિર થવું કઠિન છે.

ચરક સંહિતાનું સંગઠન

આચાર્ય ચરક આયુર્વેદના પ્રખર વિદ્વાન હતા. એમણે આયુર્વેદના મુખ્ય ગ્રંથો અને આયુર્વેદના જ્ઞાનને એકત્રિત કરીને એનું સંકલન કર્યું. ચરક મુનિએ ભ્રમણ કરીને બધા ચિકિત્સકો સાથે બૈઠકો કરી, વિચાર એકત્ર કર્યા અને સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા અને એને વાંચવા લખવાને યોગ્ય બનાવ્યા. ચરક સંહિતા ગ્રંથને આઠ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે અને એમાં કુલ ૧૨૦ અધ્યાય આવેલા છે. ચરક સંહિતામાં આયુર્વેદના બધા જ સિદ્ધાંત છે અને જે આ ગ્રંથમાં નથી તે બીજા કોઇ સાહિત્યમાં નથી. આ ગ્રંથ આયુર્વેદના સિદ્ધાંતોનો કા પૂર્ણ ગ્રંથ ગણાય છે.

પ્રભાવો

ચરક પરંપરા મુજબ, આયુર્વેદ છ વિજ્ઞાન શાળાઓ ધરાવે છે  જે ઋષિ પુનર્વશુ અત્રેયના શિષ્યો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. દરેકે દરેક શિષ્યોએ, અગ્નિવેષ, ભેલા, જતુકરણન, પરાશર, હરીતા અને ક્ષરપણી સંહિતા લખી, પરંતુ એ બધામાં અગ્નિવેષ દ્વારા બનાવવામાં આવેલ સંહિતા સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવી છે. આ અગ્નિવેષ સંહિતા પાછળથી મહર્ષિ ચરક દ્વારા સુધારવામાં આવી, જે આજે "ચરક સંહિતા" તરીકે વંચાય છે. ચરક સંહિતા આગળ જતા દ્રીધબાલા દ્વારા સુધારવામાં આવી.

ચરક સંહિતામાં મુખ્ય ૮ વિભાગો નીચે પ્રમાણે છે: 

૧. સૂત્ર સ્થાન

૨. નિદાન સ્થાન 

૩. વિમન સ્થાન

૪. શરીર સ્થાન

૫. ઇન્દ્રિય સ્થાન

૬. ચિકિત્સા સ્થાન

૭. કલ્પ સ્થાન

૮. સિદ્ધિ સ્થાન 

આમ પુસ્તકમાં ૮ મુખ્ય પ્રકરણો હતા જેમાં ૧૨૦ પેટા પ્રકરણો અને બધું મળીને ૧૨૦૦૦  શ્લોકો હતા અને ૨૦૦૦ દવાઓ વિષે વર્ણન કરવામાં આવ્યું હતું. માનવ શરીરના લગભગ દરેક ભાગ સાથે સંબંધિત રોગો માટે સારવાર બતાવવામાં આવી હતી, તમામ દવાઓ અને ઉપચાર  કરવામાં કોઈ પણ રસાયણો ન હતા. બધા જ રોગો કુદરતી તત્ત્વો અને વનસ્પતિઓ દ્વારા સારા કરવામાં આવતા હતા.

બાહ્ય કડીઓ

Tags:

ચરક સંહિતા રચનાકાળચરક સંહિતા નું સંગઠનચરક સંહિતા પ્રભાવોચરક સંહિતા બાહ્ય કડીઓચરક સંહિતાઆયુર્વેદસંસ્કૃતહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એશિયાઇ સિંહરાણકી વાવગરમાળો (વૃક્ષ)વર્ષા અડાલજાતરબૂચમોરબારડોલી સત્યાગ્રહસિંહાકૃતિધીરુબેન પટેલગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોકબજિયાતખીજડોખ્રિસ્તી ધર્મતલાટી-કમ-મંત્રીરાષ્ટ્રીય મતદાતા દિવસસીતાજોગીદાસ ખુમાણલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનરવિ પાકબેંકસ્વામીનારાયણ મંદિર, ગઢડાઅજંતાની ગુફાઓગુજરાતી થાળીરાજીવ ગાંધીમહેસાણા જિલ્લોસાર્થ જોડણીકોશશામળાજીદ્વારકાએ (A)ચિત્તોડગઢગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળનેપોલિયન બોનાપાર્ટલેપ્ટોસ્પાઇરોસિસશાહબુદ્દીન રાઠોડભારતનું સર્વોચ્ચ ન્યાયાલયરાહુલ ગાંધીકોમ્પ્યુટર વાયરસC++(પ્રોગ્રામિંગ ભાષા)સાપુતારામુખ મૈથુનરાધાઉપગ્રહ પ્રક્ષેપણ યાનગોપાળાનંદ સ્વામીસરદાર સરોવર બંધભારતીય ધર્મોરતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઅમદાવાદ બીઆરટીએસસ્નેહલતાનરેન્દ્ર મોદી સ્ટેડિયમબાવળશબ્દકોશઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરયુટ્યુબભારતના રાષ્ટ્રપતિમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરહિંમતનગરલોથલસૌરાષ્ટ્રઅશોકકોરોનાવાયરસ રોગ ૨૦૧૯શીતપેટીહોકાયંત્રઅમૂલગઝલક્રોમામાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્યકલમ ૩૭૦ગુજરાતી ભાષાશિવાજી જયંતિભારતીય ચૂંટણી પંચસંત દેવીદાસતત્ત્વઅલંગ🡆 More