કલમ ૩૭૦

ભારતીય બંધારણની કલમ ૩૭૦ અતંર્ગત જમ્મુ-કાશ્મીરને િવશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત હતો.

આ અનુચ્છેદ અનુસાર ભારતીય સંસંદ જમ્મુ-કાશ્મીર રાજ્યના સંઘ-સૂચિ તથા સમવર્તી-સૂચિના એ વિષયો પર જ નિયમો બનાવીએ શકે છે કે જેનો ‘વિલય પત્ર’માં ઉલ્લેખ છે. અનુચ્છેદ ૩૭૦માં જોવા મળતી “જમ્મુ અને કાશ્મીર રાજ્ય સંબંધમાં કામચલાઉ જોગવાઇઓ” એ બંધારણના ભાગ XXI માં તૈયાર કરવામાં આવેલી અસ્થાયી, પરિવર્તનશીલ અને વિશેષ જોગવાઈઓ છે. જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની સ્થાપના પછી, ભારતીય બંધારણના લેખોની ભલામણ કરવાની સત્તા આપવામાં આવી હતી, જેનો રાજ્યમાં અમલ થવો જોઈએ અથવા કલમ ૩૭૦ ને પૂરી રીતે રદ કરવામાં આવશે. બાદમાં જમ્મુ-કાશ્મીર બંધારણ સભાએ રાજ્યનું બંધારણ ઘડ્યું અને કલમ ૩૭૦ રદ કરવાની ભલામણ કર્યા વિના પોતાને વિખેરી નાખી, આ કલમને ભારતીય બંધારણની કાયમી લક્ષણ માનવામાં આવતી હતી.

કલમ ૩૭૦
ભારતીય બંધારણનું રાષ્ટ્રીય પ્રતીક

ભારત સરકારે ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી બંધારણની કલમ ૩૭૦ હટાવવા અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યના વિભાજનના પ્રસ્તાવનો ઐતિહાસિક ઠરાવ રજૂ થયો હતો. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની પોતાની વિધાનસભા હશે જ્યારે લદ્દાખ વિધાનસભા વિનાનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે.

વિશેષ અધિકાર

અનુચ્છેદ ૩૭૦ની વિશિષ્ટ જોગવાઈઓને કારણે ભારતીય સંસંદ જમ્મુ-કાશ્મીર વિધાનમંડળની સહમતિ વિના સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર અંગેના કાયદા બનાવવાના અધિકાર સિવાય નિમ્નલિખિત કાર્ય કાર્ય શકતી નહોતી.

  1. રાજ્ય તથા રાજ્યને પ્રભાવિત કરનારી કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિ. (અનુચ્છેદ ૨૫૩)
  2. બંધારણના અનુચ્છેદ ૩૫૨ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા આંતરિક અશાંતિના આધાર પર કટોકટીની ઘોષણા રાજ્ય સરકારની સહમતિ વિના જમ્મુ-કાશ્મીરમાં લાગુ પાડી શકાતી ન હતી.
  3. ભારતના બંધારણની કલમ ૩૬૦ હેઠળ દેશમાં નાણાકીય કટોકટી લાદવાની જોગવાઈ છે તે જમ્મુ-કાશ્મીર પર લાગુ પડતી ન હતી.
  4. અનુચ્છેદ ૩૬૫ અંતર્ગત કેન્દ્ર સરકારના આદેશોના પાલન ન કરવાના કારણોસર જમ્મુ-કાશ્મીર રાજ્યના સંવિધાનને બરખાસ્ત ન કરી શકે.
  5. નોકરી, સંપત્તિ અને નિવાસના વિશેષ અધિકાર રાજ્યના સ્થાયી નિવાસીઓને જ ફળવાયેલાં હતાં.
  6. બંધારણના ભાગ-૪ માં નિર્દેશિત નીતિ નિર્દેશક તત્ત્વો રાજ્ય પર લાગુ પાડી શકાતા ન હતા.
  7. બંધારણની કલમ ૩૫૬ જમ્મુ-કાશ્મીર રાજ્ય પર લાગુ નથી.
  8. રાષ્ટ્રપતિ પાસે રાજ્યના બંધારણને બરતરફ કરવાનો અધિકાર નથી.
  9. ૧૯૭૬ નો શહેરી ભૂમિ કાયદો જમ્મુ કાશ્મીર પર લાગુ પડતો નહતો.
  10. આ હેઠળ, ભારતીય નાગરિકને વિશેષ અધિકાર ધરાવતા રાજ્યો સિવાય ભારતમાં ક્યાંય પણ જમીન ખરીદવાનો અધિકાર છે. એટલે કે, ભારતના અન્ય રાજ્યોના લોકો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકતા ન હતા.

જમ્મુ-કાશ્મીરનું ભારતમાં જોડાણ એ ખૂબ મોટી જરૂરિયાત હતી અને આ કાર્ય હાથ ધરવા માટે તે સમયે કલમ ૩૭૦ હેઠળ કાશ્મીરના લોકોને કેટલાક વિશેષ અધિકાર આપવામાં આવ્યા હતા.

સંદર્ભો

Tags:

જમ્મુ અને કાશ્મીર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રહીમજીવવિજ્ઞાનવિનાયક દામોદર સાવરકરશૂદ્રહિસાબી ધોરણોપોલીસરામલીલારાજપૂતગુજરાત સમાચારકલમ ૩૭૭ (ભારતીય દંડ સંહિતા)મહુડોજય શ્રી રામપાવાગઢનિયમતત્વમસિમોરહડકવાભારતીય ચૂંટણી પંચતકમરિયાંવશગામભદ્રનો કિલ્લોપ્રિયામણિરાણકી વાવશક્તિસિંહ ગોહિલરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘગૂગલતાલુકા મામલતદારગુજરાત વિદ્યાપીઠલોકસભાના અધ્યક્ષએપ્રિલક્રોમારાજકોટ તાલુકોગુજરાતનાં હવાઈમથકોપોલિયોસ્વામી સચ્ચિદાનંદઆયંબિલ ઓળીશ્રીનગરશીતળાઅમેરિકાઅજંતાની ગુફાઓપૃથ્વી દિવસપ્રકાશસંશ્લેષણજલિયાંવાલા બાગ હત્યાકાંડગુજરાતના રાજ્યપાલોકૃષ્ણવિશ્વકર્માપુ્ષ્ટિમાર્ગ બેઠકશેત્રુંજયવિષ્ણુ સહસ્રનામતિલકસૂર્યમહાવીર જન્મ કલ્યાણકનર્મદા નદીગ્રામ પંચાયતરાશીગુજરાતી અંકસમય માપવાનાં સાધનોનો ઇતિહાસઅરડૂસીભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઆયોજન પંચમિથુન રાશીએપ્રિલ ૧૯ગુજરાતી ફિલ્મોની યાદીનગરપાલિકાશુક્ર (ગ્રહ)ઈટલીસિકંદરવાતાવરણઅવિભાજ્ય સંખ્યાધારાસભ્યઅમદાવાદ રેલ્વે સ્ટેશનલવવિરાટ કોહલી🡆 More