ગોપાળાનંદ સ્વામી

ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત હતા.

તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન પણ હતા. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના વૈદિકત્વ સિદ્ધ કરવા પ્રસ્થાનત્રયીમાંથી ઉપનિષદ અને ભગવદ્ ગીતા પર ભાષ્ય લખ્યા છે તેથી જ તેમનું સાનિધ્ય સ્વામિનારાયણ સંપ્રદાય માટે આશિર્વાદ સમાન સાબિત થયું. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સંપ્રદાયની બન્ને ગાદીના આચાર્યના ઉપરી તેમને કર્યા હતા.

ગોપાળાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
અંગત
જન્મ
ખુશાલ ભટ્ટ

૦૮ જુલાઈ, ૧૮૩૭ (સંવત ૧૮૩૭ મહા સુદ ૮ ને સોમવાર)
અરવલ્લી જિલ્લો, ગામ ટોરડા, તાલુકો ભિલોડા, ગુજરાત, ભારત (પુર્વે સાબરકાંઠા જિલ્લાના ઈડરનું ના ટોરડા ગામ)
મૃત્યુ૨૧ એપ્રિલ, ૧૯૦૮ (ઉંમર ૭૦ વર્ષ)
ધર્મહિંદુ
માતા-પિતામોતીરામ અને જીવીબા
કારકિર્દી માહિતી
ગુરુસ્વામિનારાયણ ભગવાન
શિષ્યો
  • નિર્ગુણદાસજી સ્વામી
સાહિત્યિક સર્જનસ્વામીની વાતો

જીવન

તેમનો જન્મ સંવત ૧૮૩૭ મહા સુદ ૮ ને સોમવારના રોજ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં મોતીરામ અને જીવીબાને ત્યાં થયો હતો.તેમનું નામ ખુશાલ ભટ્ટ રાખવામાં આવ્યું. બાલ્યાવસ્થામાં જ તેઓ અનેક ચમત્કારો બતાવતા. ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ શામળાજીના સખા હતા. શામળાજી તેમની સાથે રમવા આવતા એવો ઇતિહાસ મંદિરના રેકર્ડમાં નોંધાયેલો છે.[સંદર્ભ આપો]

ખુશાલ ભટ્ટ વિદ્યાભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતા ટુંક સમયમાં વેદ-વેદાંતનો અભ્યાસ પૂર્ણ કરીને પાઠશાળા સ્થાપી. બાળકોને બ્રહ્મવિદ્યાનું શિક્ષણ આપ્યું, યોગવિદ્યા પણ શિખવતા, સમાધિ પણ કરાવતા, કોઇના અહંનો ઇલાજ પણ કરતા,વરસાદ વરસાવતા અને મંત્ર તંત્રના ઓથે લોકોને ભરમાવનારાની સાન પણ ઠેકાણે લાવતા. તેથી તેઓ એક મહાન સમર્થ પુરુષ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છતા તેમને મન પ્રગટ ભગવાનને મળવાની તીવ્ર તમન્ના હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સર્વેશ્વરાનંદ સ્વામીનો સમાગમ થયો. પુર્વની પ્રીત જાગી,ભગવાનને મળવાની લગની લાગી. જેતલપુરમાં આવીને ભગવાન સ્વામિનારાયણને મળ્યા. સંસ્કૃત વિદ્યાના વિશેષ અભ્યાસ માટે મુક્તાનંદ સ્વામી સાથે રહ્યા.

આ સ્વામીજીને ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં ૧૮૬૪ ના કારતક વદ ૮ ના રોજ ભાગવતી દિક્ષા આપી અને ખુશાલ ભટ્ટ હવે ગોપાળાનંદ સ્વામી બની ગયા. તેઓ યોગવિદ્યા અને શ્રુતિ સ્મ્રુતિ સાહિત્યના પ્રકાંડ પંડિત હતા છતા સેવક બનીને રહેતા પણ કોઇ પરધર્મી શાસ્ત્રાર્થ કરવા અથવા લડવા આવે તેને જરુર પરચો મળતો. તેમણે વડોદરા, ઉમરેઠ વિગેરે સ્થાનોમાં અનેકવાર પંડિતો સાથે શાસ્ત્ર ચર્ચા કરીને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો અને સતત વિચરણ કરીને ભગવત ધર્મનો પ્રસાર પ્રચાર કર્યો છે.

સાહિત્ય રચનાઓ

  1. બ્રહ્મસુત્રભાષ્ય
  2. ભગવદ્ ગીતાભાષ્ય
  3. વિવેકદીપ
  4. પૂજાવિધિ
  5. ભક્તિસિદ્ધિ
  6. વેદ સ્તુતિ વ્યાખ્યાન
  7. વિષ્ણુયાગ પદ્ધતિ
  8. શાંડિલ્યભક્તિસૂત્ર વ્યાખ્યાન
  9. શ્રીમદ્ ભાગવત દ્વિતીયસ્કંધ શુકાભિપ્રાયબોધિનિ વ્યાખ્યા
  10. શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ ગૂઢાર્થબોધિનિ વ્યાખ્યા
  11. શ્રીમદ્ ભાગવત એકાદશ સ્કંધ ક્રુષ્ણાભિપ્રાયબોધિનિ વ્યાખ્યા
  12. વાર્તા વિવેક
  13. અદ્વૈત ખંડન
  14. સંપ્રદાયપ્રદીપ
  15. શિક્ષાપત્રી મરાઠી ભાષાંતર
  16. હરિભક્ત નામાવલી

સંદર્ભ

Tags:

ઉપનિષદભગવદ્ ગીતાસંસ્કૃતસ્વામિનારાયણ સંપ્રદાય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતી ફિલ્મોની યાદીદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવબ્લૉગમિથુન રાશીવિદ્યુતભારવૃશ્ચિક રાશીઈંટભારતના રાષ્ટ્રપતિપાંડવભારતીય ભૂમિસેનામાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ભીખુદાન ગઢવીમંત્રવડોદરાવર્ષા અડાલજાકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનરાવણધીરુબેન પટેલબાબાસાહેબ આંબેડકરરાજા રવિ વર્માગંગા નદીભુજશબ્દકોશઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળઠાકોરઆંતરરાષ્ટ્રીય યોગ દિવસગંગાસતીએપ્રિલ ૨૪ઝિંઝુવાડા (તા. દસાડા)અજંતાની ગુફાઓઉમાશંકર જોશીઋગ્વેદશુક્ર (ગ્રહ)જયંતિ દલાલકાંકરિયા તળાવબીજોરાઐશ્વર્યા રાયછોટાઉદેપુર જિલ્લોગુજરાતની ભૂગોળદમણભગત સિંહમાધ્યમિક શાળાનવગ્રહગોવાદશાવતારઇન્ટરનેટદેવભૂમિ દ્વારકા જિલ્લોરામનારાયણ પાઠકગુજરાત ટાઇટન્સભારતની નદીઓની યાદીરાહુલ ગાંધીઅડાલજની વાવસાતપુડા પર્વતમાળાચોટીલાસ્વચ્છતાઅમૂલસપ્તર્ષિલોકશાહીમીન રાશીC++(પ્રોગ્રામિંગ ભાષા)ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળરાજસ્થાનપાટડી (તા. દસાડા)ગ્રીનહાઉસ વાયુસંજુ વાળાતત્વ (જૈનત્વ)શીતપેટીહાથીપન્નાલાલ પટેલમકર રાશિહર્ષ સંઘવીલોક સભાતાજ મહેલશિવાજી જયંતિદુકાળઆંગણવાડીબહુચર માતા🡆 More