રાણકી વાવ

રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે.

આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે.

રાણકી વાવ, પાટણ, ગુજરાત
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
રાણકી વાવ
રાણકી વાવ
સ્થાનપાટણ, ગુજરાત,
માપદંડસાંસ્કૃતિક: (i), (iv)
સંદર્ભ922
વિશ્વ ધરોહરમાં સમાવેશ2014 (38th સત્ર)
વિસ્તાર4.68 ha (11.6 acres)
સંરક્ષિત વિસ્તાર125.44 ha (310.0 acres)
અક્ષાંશ-રેખાંશ23°51′32″N 72°6′6″E / 23.85889°N 72.10167°E / 23.85889; 72.10167
રાણકી વાવ is located in ગુજરાત
રાણકી વાવ
ગુજરાતમાં સ્થાન
રાણકી વાવ is located in India
રાણકી વાવ
ભારતમાં સ્થાન

ઇતિહાસ

રાણકી વાવ 
વિશ્વ વિરાસત તકતી

અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.

સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૮૬માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.

સ્થાપત્ય

રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.

અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ વાવ જયા પ્રકાર ની છે.

નિરૂપણ

ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.

છબીઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

પૂરક વાચન

  • Jutta Jain Neubauer: The Stepwells of Gujarat. An Art-historical Perspective. Abhinav Publications, 1981, ISBN 0-391-02284-9.
  • Morna Livingston, Milo C. Beach: Steps to Water. The Ancient Stepwells of India. Princeton Architectural Press, 2002, ISBN 1-56898-324-7.

Tags:

રાણકી વાવ ઇતિહાસરાણકી વાવ સ્થાપત્યરાણકી વાવ નિરૂપણરાણકી વાવ છબીઓરાણકી વાવ સંદર્ભરાણકી વાવ બાહ્ય કડીઓરાણકી વાવ પૂરક વાચનરાણકી વાવગુજરાતપાટણપાટણ જિલ્લોવાવ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તુલસીદાસકોળુંચિનુ મોદીગુજરાતીમૈત્રકકાળએલોન મસ્કપ્રજાપતિકોણાર્ક સૂર્ય મંદિરપ્રાણીવિશ્વામિત્રસમાનતાની મૂર્તિભારતમાં મહિલાઓસંક્ષિપ્ત શબ્દહાર્દિક પંડ્યાઅમૂલભગત સિંહબૌદ્ધ ધર્મનેહા મેહતાભારતમાં આવક વેરોઝંડા (તા. કપડવંજ)બીજોરાતિરૂપતિ બાલાજીજય જિનેન્દ્રયોગ (મનોશારીરીક જીવનશૈલી)વલ્લભભાઈ પટેલસમય માપવાનાં સાધનોનો ઇતિહાસદીપિકા પદુકોણવેણીભાઈ પુરોહિતશાસ્ત્રીજી મહારાજગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળરઘુવીર ચૌધરીક્રોમાકન્યા રાશીખાદ્ય પદાર્થની સાચવણીઅબ્દુલ કલામશ્રીમદ્ ભાગવતમ્શરણાઈપપૈયુંવિધાન સભાઘોડોશંકરસિંહ વાઘેલાકરમદાંનગરપાલિકાસોપારીલોકશાહીઝવેરચંદ મેઘાણીગુજરાત વડી અદાલતખેડા જિલ્લોક્ષત્રિયપોરબંદરસ્વાધ્યાય પરિવારઇડરસ્વચ્છતાઅમરેલીઅશ્વગંધા (વનસ્પતિ)બાંગ્લાદેશવેદનવલખા મંદિર, ઘુમલીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)પર્યટનરોગગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)કામસૂત્રટાઇફોઇડપાણીનું પ્રદૂષણઝરખગુજરાતના તાલુકાઓમેડમ કામાપ્રથમ પંચવર્ષીય યોજનાભારતીય જનતા પાર્ટીરઘુપતિ રાઘવ રાજા રામચુનીલાલ મડિયાથરાદમોરબીએકી સંખ્યાગુજરાતી ભાષાહવામાન🡆 More