રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક ભારતીય દક્ષિણપંથી (જમણેરી) વિચારધારા ધરાવતી, હિન્દુ રાષ્ટ્રવાદી, સ્વયંસેવકોની સંસ્થા છે.

૨૧મી સદીમાં, તે સભ્યપદની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ દક્ષિણપંથી (જમણેરી) સંસ્થા છે. તે એક મોટા સંગઠનોનું મૂળ છે તેમજ તેમનું નેતૃત્વ કરે છે, જેને સંઘ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સમાજની બધી જગ્યાએ સંઘ પરિવારે તેમની હાજરી વિકસાવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, કે જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સત્તારૂઢ રાજકીય પક્ષ સામેલ છે. આર.એસ.એસ. ના સરસંઘચાલક માર્ચ, ૨૦૦૯થી મોહન ભાગવત છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
પથ સંચાલન, ભોપાલ
ટૂંકું નામઆર.એસ.એસ.
સ્થાપના૨૭ સપ્ટેમ્બર ૧૯૨૫
સ્થાપકકે. બી. હેડગેવાર
પ્રકારજમણેરી
કાયદાકીય સ્થિતિસક્રિય
હેતુહિંદુ રાષ્ટ્રવાદ અને હિંદુત્વ
મુખ્યમથકોડો. હેડગેવાર ભવન, સંઘ બિલ્ડીંગ રોડ, નાગપુર, મહારાષ્ટ્ર, ૪૪૦૦૩૨
અક્ષાંશ-રેખાંશ21°08′46″N 79°06′40″E / 21.146°N 79.111°E / 21.146; 79.111
આવરેલો વિસ્તાર
ભારત ભારત
Membership
  • ૫૦–૬૦ લાખ
  • ૫૬,૮૫૯ શાખાઓ (૨૦૧૬)
સરસંઘસંચાલક
મોહન ભાગવત
સરકાર્યવાહ
દત્રાત્રય હોસબોલે
જોડાણોસંઘ પરિવાર
વેબસાઇટwww.rss.org
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
ગોલવરકર (ગુરુજી) સંઘના બીજા સરસંચાલક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
ગુજરાતમાં ભૂકંપ વખતે પીડિતોની સેવામા વ્યસ્ત સ્વયંસેવક

૨૭ સપ્ટેમ્બર, ૧૯૨૫ના રોજ સ્થપાયેલી આ સંસ્થાની શરૂઆતની પ્રેરણા હિંદુ સમુદાયને એકતાંતણે બાંધવા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવા માટે ચારિત્ર્ય તાલીમ પૂરી પાડવાની અને "હિન્દુ શિસ્ત" કેળવવાની હતી. આ સંગઠનનો હેતુ હિન્દુ સમુદાયને "મજબૂત" બનાવવા માટે હિન્દુત્વની વિચારધારાનો ફેલાવો કરવાનો છે અને ભારતીય સંસ્કૃતિ અને તેના સભ્યતાના મૂલ્યોને જાળવવાના આદર્શને પ્રોત્સાહન આપવાનો છે. બીજી તરફ, આર.એસ.એસ. ને "હિન્દુ સર્વોપરિતાના આધાર પર સ્થાપિત" તરીકે વર્ણવવામાં આવ્યું છે અને તેના પર લઘુમતીઓ વિરોધી (ખાસ કરીને મુસ્લિમ સમુદાય) પ્રવૃત્તિઓની અસહિષ્ણુતાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ઉદ્દેશો અને હેતુઓ

સંઘનો મુખ્ય ઉદ્દેશ તેના કાર્યકરો દ્વારા હિંદુ સમાજની ઘરોહરની રક્ષા અને હિંદુ સમાજમા એકતા દ્વારા રાષ્ટ્રઘડતર છે. આ ઉપરાંત સંઘ તેના કાર્યકરોમાં શિસ્ત, નીડરતા, વીરતા અને નિસ્વાર્થ સમાજસેવા જેવા ગુણો દ્વારા સમાજ અને રાષ્ટ્ર સેવાનો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેની સ્થાપનાથી અત્યાર સુધી અનેકવીઘ આંદોલનો અને ચળવળોમાં ભાગ લીધો છે .હિંદુ સમાજમાં અસ્પૃશ્યતાના દુષણ સામે તથા સ્વદેશી માલ-સામાન ખરીદવાના અભિયાન સતત ચલાવે છે જ્યારે રામજન્મભૂમી મુક્તી,કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દુર કરવા માટે ,ગોઆને પોર્ટુગીઝ શાસનમાથી મુક્ત કરાવવાના આંદોલનોમા સંઘ અને તેના કાર્યકરોએ સક્રીય ભાગ ભજ્વ્યો હતો. ૧૯૬૨ના ચીન સાથેના તથા ૧૯૬૫ અને ૧૯૭૧ના પાકીસ્તાન સાથેના યુધ્ધ દરમ્યાન દેશની આંતરીક સુરક્ષાના પ્રયાસોમાં તેનો ફાળો આપ્યો હતો. દેશમાં જ્યારે પણ ધરતીકંપ,પૂર, દુકાળ અને ત્સુનામી જેવી આફતોમાં આવે ત્યારે સંઘ અને તેના કાર્યકરો અસરગ્રસ્તોની સેવામા અને રાહતકાર્યોમાં સહયોગ આપે છે.

બંધારણ અને કાર્યપધ્ધતી

સંઘની શાખાઓ વિવિઘ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમા કોઇ એક્ રમતગમતના મેદાન પર દર અઠવાડીયે એક વાર મળે છે જ્યાં કાર્યકર્તાઓ વિવિધ શારિરીક અને બૌધીક પ્રવ્રુત્તિઓમા ભાગ લઈને પ્રવ્રુત થાય છે. આ ઉપરાંત કસરત,સુર્યનમસ્કાર લાઠીદાવ વીગેરે શીખવવામા આવે છે. બૌધ્ધીક સભામા રાષ્ટ્રભક્તીના ગીતો અને સાંપ્રત દેશ-વિદેશની સમસ્યાઓ અને વિષયો પર ચર્ચાઓ કરવામાં આવે છે. સંઘની અઠવાડીક સભામાં તેનો માન્ય ગણવેશ (ખાખી ચડ્ડી અને સફેદ ખમીસ) પહેરવાનો હોય છે આ ઉપરાંત સંઘનુ ગીત "નમસ્તે સદા વત્સલમ માત્રુભૂમી" નું પઠન થાય છે. સ્વયંસેવકની ઉપર શાખાનો મુખ્ય કાર્યવાહક અને મુખ્ય શિક્ષક હોય્ છે. સંઘના વિવિધ અભ્યાસ અને શિક્ષણ બાદ સક્રિય સ્વયંસેવકો કાર્યકર્તાઓ બને છે જે મોટા ભાગે ગ્રુહસ્થી હોય છે. જે કાર્યકરો સંઘના કાર્ય માટે તેમનુ જીવન અર્પણ કરી પુર્ણ સમય સંસ્થા પાછળ આપે છે તેઓ પ્રચારક તરીકે ઓળખાય છે અને તેઓ સંસ્થાના કાર્યનો દેશ અને વિવિધ રાજ્યોમાં પ્રસાર કરે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લાગેલ પ્રતિબંધો

૧૯૪૭માં આર.એસ.એસ. પર ચાર દિવસનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને પછી ત્રણ વખત આઝાદી પછીની ભારત સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો: પ્રથમ વખત 1948માં જ્યારે આરએસએસના ભૂતપૂર્વ સભ્ય નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી ત્યારે; પછી કટોકટી દરમિયાન (૧૯૭૫-૧૯૭૭); અને ૧૯૯૨ માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી ત્રીજી વખત.

સ્વાતંત્ર્ય ચળવળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

બ્રિટિશ વસાહત વખતે આર.એસ.એસ.એ બ્રિટિશ રાજનો સહયોગ કર્યો હતો. જોકે આરએસએસના કેટલાક વ્યક્તિગત સભ્યોએ સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો પણ તેને બાદ કરીને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુખ્યત્વે એક સંગઠન/સંસ્થા તરીકે કોઈ ભૂમિકા ભજવી ન હતી. તેના બદલે, આર.એસ.એસ.એ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને હિન્દુ એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ તે એક પ્રભાવશાળી હિન્દુ રાષ્ટ્રવાદી સંસ્થા તરીકે વિકસ્યું હતું, જેણે તેની સાથે સંકળાયેલી કેટલીક સંસ્થાઓને જન્મ આપ્યો હતો, જેણે તેની વૈચારિક માન્યતાઓને ફેલાવવા માટે અસંખ્ય શાળાઓ, સખાવતી સંસ્થાઓ અને ક્લબોની સ્થાપના કરી હતી.

સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ

સંઘ દ્વારા વિવિધ ક્ષેત્રોને આવરી લેતી નીચે મુજબની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે જેના દ્વારા વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવ્રુત્તિઓ જે તે ક્ષેત્રોમા ચલાવવામાં આવે છે.

  • ભારતીય મજ્દૂર સંઘ - મજૂર કલ્યાણને ક્ષેત્રે કાર્યરત છે.
  • ભારતીય કિસાન સંઘ - કિસાનોના કલ્યાણ ક્ષેત્રે પ્રવ્રુત્ત છે.
  • સેવા ભારતી - સમાજના લોકો માટે સેવા પ્રવ્રુત્તિઓ ચલાવે છે.
  • ભારતીય જનતા પક્ષ - સંઘની રાજકીય પાંખ છે
  • વિષ્વ હિંદુ પરીષદ - હિંદુ સમાજ ને લગતા કાર્યો કરે છે.
  • બજરંગ દળ - વિશ્વ હિંદુ પરિષદની યુવા પાંખ છે.
  • રાષ્ટ્ર સેવીકા સમિતિ - મહીલાને લગતી સેવાઓમા કાર્યરત છે.
  • અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ - ભારતીય જનતા પક્ષની વિદ્યાર્થી પાંખ છે
  • હિંદુ સ્વયંસેવક સંઘ - વિદેશમાં રહેતા હિંદુઓનું સંગઠન છે.
  • સ્વદેશી જાગરણ મંચ - સ્વદેશી ચીજ-વસ્તુઓને પ્રોત્સાહન આપવાની ચળવળ ચલાવે છે.
  • વિદ્યા ભારતી - દેશભરમાં શાળાઓ ચલાવે છે.
  • વનવાસી કલ્યાણ કેન્દ્ર - વનવાસી બંઘુઓની સેવામા પ્રવ્રુત્ત છે.
  • મુસ્લિમ રાષ્ટ્રીય મંચ - મુસ્લિમોના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે.
  • રાષ્ટ્રીય શિખ સંગત - શિખ સમુદાયના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે.
  • લઘુ ઉદ્યોગ ભારતી - લઘુ ઉદ્યોગને લગતી પ્રવ્રુત્તિઓ કરે છે.
  • વિશ્વ સમાચાર કેન્દ્ર - સમાચાર માધ્યમોને લગતી બાબતોનું સંચાલન કરે છે.
  • વિવેકાનંદ કેન્દ્ર - સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રચાર કરે છે.
  • સરસ્વતી શિશુ કેન્દ્ર - દેશભરમાં બાલમંદિરો ચલાવે છે.
  • ભારતીય વિચાર કેન્દ્ર - સંઘની વિચારદ્વારા પ્રસાર કરતી "થીંક ટેંક" છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉદ્દેશો અને હેતુઓરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બંધારણ અને કાર્યપધ્ધતીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લાગેલ પ્રતિબંધોરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વાતંત્ર્ય ચળવળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંદર્ભરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાહ્ય કડીઓરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતમાં મહિલાઓએકમબોટાદઆવળ (વનસ્પતિ)અયોધ્યાચંદ્રગુપ્ત પ્રથમતુલા રાશિસંજ્ઞામગમેકણ દાદાકન્યા રાશીજયંત પાઠકબારીયા રજવાડુંલોકસભાના અધ્યક્ષસંસ્કૃત ભાષાઘોડોરા' નવઘણલગ્નગુજરાતી સાહિત્યકારોની યાદીરાજેન્દ્ર શાહવૃષભ રાશીડેન્ગ્યુકૃત્રિમ વરસાદબાબાસાહેબ આંબેડકરએલિઝાબેથ પ્રથમમુહમ્મદકેન્દ્રશાસિત પ્રદેશગીર સોમનાથ જિલ્લોભાવનગર જિલ્લોફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલકચ્છનું મોટું રણસ્નેહલતાસચિન તેંડુલકરમીરાંબાઈઈંટચંદ્રયાન-૩દુબઇકબડ્ડીગ્રીન હાઉસ (ખેતી)સંયુક્ત રાષ્ટ્રસંઘવિષાણુદાહોદ જિલ્લોશરણાઈપક્ષીલક્ષદ્વીપવેદાંગઓખાહરણસિદ્ધરાજ જયસિંહશાહબુદ્દીન રાઠોડમાઇક્રોસોફ્ટકાલિદાસકાળકા માતા મંદિર, પાવાગઢરામદેવપીરગરબાનળ સરોવરકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનવીર્યરાષ્ટ્રવાદમાઉન્ટ આબુમોરબીઆશાપુરા માતાપૂર્ણાંક સંખ્યાઓદલપતરામશુક્ર (ગ્રહ)સાતપુડા પર્વતમાળાગુજરાતના જિલ્લાઓસાપવિકિમીડિયા ફાઉન્ડેશનભારતીય અર્થતંત્રભારતનો રાષ્ટ્રધ્વજસંત કબીરપુ્ષ્ટિમાર્ગ બેઠકભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓરાજકોટ જિલ્લોગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીચાણક્યમકરધ્વજદિલ્હી🡆 More