દિલ્હી: ભારતની રાજધાની

દિલ્હી - સ્થાનિક રીતે દિલ્લી (હિંદી: दिल्ली,dillī)ના અને નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (National Capital Territory of Delhi - NCT)ના અધિકૃત નામથી પણ જાણીતું દિલ્હી એ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું મહાનગર છે.

આશરે 159 લાખ રહેવાસીઓ ધરાવતું આ શહેર વસ્તીની દષ્ટિએ વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર છે. એનસીટી(NCT)ની નજીક વસેલા કેટલાક શહેરી વિસ્તારો સમાવતાં શહેર માટે પણ સામાન્ય રીતે દિલ્હી નામ વાપરવામાં આવે છે, તેમ જ ભારતની રાજધાની નવી દિલ્હી, જે એનસીટી(NCT)ની અંદર વસેલી છે તેના માટે પણ દિલ્હી નામનો જ ઉપયોગ કરવામાં આવે છે. એનસીટી(NCT) એ સમવાયી વહીવટ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે.

દિલ્હી
दिल्ली
—  રાજધાની  —
From top clockwise: Lotus Temple, Humayun's Tomb, Connaught Place, Akshardham Temple, and India Gate.
From top clockwise: Lotus Temple, Humayun's Tomb, Connaught Place, Akshardham Temple, and India Gate.
Location of Delhi in India
અક્ષાંશ-રેખાંશ 28°36′36″N 77°13′48″E / 28.61000°N 77.23000°E / 28.61000; 77.23000
દેશ દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ ભારત
રાજ્ય દિલ્હી
રાજ્યપાલ અનિલ બૈજલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
મેયર રવિન્દર ગુપ્તા
વિધાનમંડળ (બેઠકો) Unicameral (70)
વસ્તી

• ગીચતા
• મેટ્રો

૧,૨૫,૬૫,૯૦૧ (2nd) (2010)

• 11,463/km2 (29,689/sq mi)
• ૧,૮૯,૧૬,૮૯૦ (2nd) (2010)

અધિકૃત ભાષા(ઓ) હિન્દી (સત્તાવાર)
પંજાબી,ઉર્દુ (વધારાની અધિકૃત)
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

1,483 square kilometres (573 sq mi) (2nd)

• 239 metres (784 ft)

કોડ
  • • પીન કોડ • 110 xxx
    • ફોન કોડ • +011
    • યુ.એન./લોકોડ • INDEL
    વાહન • DL-xx
વેબસાઇટ delhigovt.nic.in
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ
દિલ્હીની મહોર

યમુના નદીને કાંઠે વસેલું દિલ્હી, કમ સે કમ છઠ્ઠી સદી ઈ.સ. પૂર્વેથી સતત માનવ વસવાટ ધરાવતું આવ્યું છે. દિલ્હી સલ્તનતના ઉદય પછી, ઉત્તર-પશ્ચિમ ભારત અને ભારતીય ગંગાનાં મેદાન પ્રદેશો વચ્ચેના વેપારી માર્ગ પર વસેલું આ શહેર એક રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી રીતે અગત્યના શહેર તરીકે ઊભરી આવ્યું. અનેક પ્રાચીન અને મધ્યકાલીન સ્થાપત્યો, પુરાતત્ત્વીય સ્થળો અને તેમના અવશેષો દિલ્હીનો એક ભાગ છે. 1639માં, મુઘલ સમ્રાટ શાહજહાંએ દિલ્હીમાં નવું કોટ ધરાવતું શહેર બનાવ્યું, 1649થી 1857 સુધી આ શહેર મુઘલ સલ્તનતની રાજધાની તરીકે રહ્યું.

18મી અને 19મી સદીમાં જયારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર પોતાનો કબજો જમાવી લીધો હતો ત્યારે કંપનીના શાસનમાં અને બ્રિટિશ રાજમાં પહેલાં કલકત્તા રાજધાની હતું, પરંતુ પછી 1911માં જયોર્જ પાંચમાએ દિલ્હીને રાજધાની ઘોષિત કરી અને સમગ્ર કારભાર પાછો દિલ્હી ખસેડવામાં આવ્યો. 1920ના દાયકામાં જૂના શહેરની દક્ષિણે નવી રાજધાની, નવી દિલ્હી, નામે નવું શહેર બાંધવામાં આવ્યું. 1947માં જયારે ભારતે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રતા મેળવી, ત્યારે નવી દિલ્હીને તેની રાજધાની તરીકે અને સમગ્ર સરકારી વહીવટ માટેના મુખ્ય મથક તરીકે જાહેર કરવામાં આવ્યું. આમ પણ, નવી દિલ્હીમાં સમવાયી સરકારની ભારતીય સંસદ સહિતની અગત્યની કચેરીઓ આવેલી છે.

આખા દેશમાંથી સતત સ્થળાંતરિત થતા રહેતા લોકોને કારણે દિલ્હી એક સર્વદેશીય મહાનગર તરીકે વિકસ્યું છે. તેની વસતિની પ્રમાણમાં ઊંચી સરેરાશ આવક અને સાથોસાથ દિલ્હીના ઝડપી વિકાસ અને શહેરીકરણના કારણે દિલ્હીની કાયાપલટ થઈ ગઈ છે. આજે દિલ્હી એ ભારતનું મુખ્ય સાંસ્કૃતિક, રાજકીય અને વેપારી મથક છે.

નામ

"દિલ્હી" નામની વ્યુત્પત્તિ વિશે કશું ચોક્કસપણે કહી શકાય તેમ નથી પરંતુ તેના અંગે અનેક સંભાવનાઓ પ્રવર્તે છે. સૌથી પ્રચલિત દષ્ટિકોણ પ્રમાણે તેનું નામ મૌર્ય રાજવંશના રાજા, ધિલ્લુ અથવા દિલુ પરથી પડ્યું છે, આ રાજાએ ઈ.સ. પૂર્વે 50માં આ શહેર બાંધ્યું હતું અને પોતાના નામ પરથી તેને નામ આપ્યું હતું. તૂર રાજપૂતો આ શહેરને હિન્દી/પ્રાકૃત શબ્દ ઢીલી (પોચી)થી પણ સંબોધે છે, કારણ કે રાજા ધાવાએ ત્યાં જે લોખંડનો સ્તંભ બાંધ્યો તેનો પાયો નબળો હતો અને તેને બદલવો પડ્યો હતો. રાજપૂતોના શાસન હેઠળના વિસ્તારોમાં પ્રચલિત સિક્કાઓને દેહલીવાલ કહેવાતા. કેટલાક બીજા ઇતિહાસકારોનું એવું માનવું છે કે આ નામ હિન્દીમાં "પ્રવેશદ્વાર/ઉંબરો" માટેના દહેલીઝ અથવા દેહલી શબ્દના અપભ્રંશ રૂપ એવા દિલ્લી શબ્દ પરથી આવ્યું છે, જે ભારત-ગંગાના મેદાન પ્રદેશોના પ્રવેશદ્વાર તરીકે આ શહેરના સ્થાન સાથે મેળ ખાય છે. બીજી એક માન્યતા પ્રમાણે આ શહેરનું મૂળ નામ ધિલ્લીકા હતું.

ઇતિહાસ

દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
[38]માં દર્શાવ્યા પ્રમાણે, કુતુબ મિનાર એ વિશ્વનો સૌથી ઊંચો, કોઈ પણ પ્રકારના ટેકા વિના ઊભો રહેલો ઈંટનો પાતળો ઊંચો મિનારો છે
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
મુઘલ કબર સંકુલોનું પહેલું ઉદાહરણ 1560માં ચણાયેલી હુમાયુની કબર છે.
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
1639માં શાહજહાંએ બંધાવેલા લાલ કિલ્લા પરથી, આજે પણ ભારતના વડાપ્રધાન સ્વતંત્રતા દિવસે આખા દેશને સંબોધતા હોય છે.

ઈ.સ. પૂર્વેની બીજી સહસ્ત્રાબ્દિ દરમ્યાન અને તે પહેલાં, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં માનવ વસતિ મોટા ભાગે મોજૂદ હતી અને કમ સે કમ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીથી તો ત્યાં સતત માનવ વસવાટ રહ્યો હોવાના પુરાવા મળ્યા છે. ભારતીય મહાકાવ્ય મહાભારતમાં પાંડવોની ભવ્ય રાજધાની, ઈન્દ્રપ્રસ્થ આ જ સ્થળે આવેલી હતી એવું માનવામાં આવે છે. મૌર્ય સામ્રાજયના વખતથી (c.300 ઈ.સ. પૂર્વે) અહીં વસાહતો વિકસતી રહી છે. દિલ્હીમાંથી સાત મુખ્ય નગરોના અવશેષો મળ્યા છે.ઈ.સ.736માં તોમર રાજવંશે લાલ કોટવાળા શહેરને સ્થાપ્યું. ઈ.સ.1180માં અજમેરના ચૌહાણ રાજપૂતોએ લાલ કોટ જીત્યો અને તેને કિલા રાઈ પિથોરાનું નવું નામ આપ્યું. અફઘાન મહમંદ ઘોરીએ 1192માં ચૌહાણોના વંશજ પૃથ્વીરાજ ત્રીજાને હરાવ્યો. મામલુક રાજવંશના પહેલા શાસક, કુતુબ-ઉદ-દિન અયબકે 1206માં દિલ્હી સલ્તનત સ્થાપી. કુતુબ-ઉદ-દિને કુતુબ મિનાર અને કુવાત-અલ-ઈસ્લામ (ઈસ્લામની શકિત) નામની અત્યારે હયાત એવી ભારતની સૌથી જૂની મસ્જિદનું બાંધકામ શરૂ કર્યું. મધ્યકાલીન યુગના ઉત્તરાર્ધમાં, મામલુક વંશની પડતી પછી, તેમના પર વિજય મેળવી તુર્કી અને મધ્ય એશિયાના વંશજો આવ્યા, ખિલજી રાજવંશ, તઘલખ રાજવંશ, સૈયદ રાજવંશ અને લોદી રાજવંશ સત્તા પર આવ્યા અને અનેક કિલ્લા અને વસાહતો બાંધી, જે દિલ્હીનાં સાત નગરોનો ભાગ છે. 1398માં, દિલ્હીની મુસ્લિમ સલ્તનતો તેમની હિન્દુ પ્રજા પ્રત્યે બહુ કૂણું વલણ રાખે છે એવું બહાનું આગળ ધરીને તૈમુર લંગે ભારત પર આક્રમણ કર્યું. તૈમુરે દિલ્હીમાં પ્રવેશ કર્યો અને શહેરને રોળી નાખ્યું, ચારેતરફ વિનાશ વેર્યો અને ખંડેર બનાવી દીધું. સલ્તનત યુગમાં દિલ્હી સૂફીવાદનું એક મુખ્ય કેન્દ્ર રહ્યું. 1526માં પાણીપતની પહેલી લડાઈમાં, ઝહીરુદ્દીન બાબરે છેલ્લા લોદી સુલતાનને હરાવ્યો અને મુઘલ સામ્રાજયનો પાયો નાખ્યો, જે પછી દિલ્હીથી આગ્રા અને લાહોર પર રાજય કરતું રહ્યું.


16મી સદીના મધ્ય ભાગમાં શેર શાહ સૂરિના પાંચ વર્ષના રાજયકાળને બાદ કરતાં, મુઘલ સામ્રાજયે ઉત્તર ભારત પર ત્રણ સદીઓ કરતાં પણ વધુ શાસન કર્યું. મુઘલ સમ્રાટ અકબરે પોતાની રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડી. શાહજહાંએ પોતાના નામ પર દિલ્હીનું સાતમું શહેરશાહજહાંબાદ બાંધ્યું, જે અત્યારે "જૂનું શહેર" અથવા "જૂની દિલ્હી" નામે વધુ જાણીતું છે. 1638થી આ જૂનું શહેર મુઘલ સામ્રાજયની રાજધાની રહ્યું હતું. 1739માં કર્નાલની લડાઈમાં નાદિર શાહે મુઘલ લશ્કરને હરાવીને શહેરને લૂંટયું- મયુરાસન સહિતની અનેક અમૂલ્ય-વિરલ વસ્તુઓ તે લઈ ગયા. 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધ પછી અહમદ શાહ અબ્દાલીએ દિલ્હી પર લશ્કરી હુમલો કરી દીધો. 11 સપ્ટેમ્બર, 1803ના દિલ્હીના યુદ્ધમાં જનરલ લેકના બ્રિટિશ સૈન્યે મરાઠાઓને હરાવ્યા.


ભારતના 1857ના વિપ્લવ પછી દિલ્હી બ્રિટિશના સીધા નિયંત્રણ હેઠળ આવ્યું. વિપ્લવના પછી થોડા જ સમયમાં, કલકત્તાને બ્રિટિશ રાજ હેઠળના ભારતની રાજધાની અને દિલ્હીને પંજાબનું જિલ્લા-મથક ઘોષિત કરવામાં આવ્યા. 1911માં દિલ્હીને બ્રિટિશ ભારતની રાજધાની ઘોષિત કરવામાં આવ્યું અને એડવિન લુત્યેન્સની આગેવાનીમાં બ્રિશિટ સ્થપતિઓની એક ટીમે એક નવી રાજકીય અને વહીવટી રાજધાનીમાં સરકારી ઈમારતો કેવી રીતે ગોઠવાશે તે ડિઝાઈન કર્યું. લુત્યેન્સની દિલ્હી નામે પણ જાણીતું નવી દિલ્હી, 15 ઑગસ્ટ, 1947ના સ્વતંત્રતા મળ્યા પછી પણ પ્રજાસત્તાક ભારતની રાજધાની અને ભારત સરકારના મુખ્ય થાણા તરીકે કાયદેસર રીતે ઘોષિત કરવામાં આવ્યું. ભારતના ભાગલા વખતે પશ્ચિમ પંજાબ અને સિંધમાંથી હજારો હિન્દુઓ અને શીખો દિલ્હી ભાગી આવ્યા હતા અને શહેરના ઘણા મુસ્લિમ રહેવાસીઓ પાકિસ્તાન જતા રહ્યા હતા. શીખોના સૌથી પવિત્ર સ્થાનમાં ઓપરેશન બ્લ્યૂ સ્ટાર દરમ્યાન કરાયેલા હુમલાનો બદલો લેવા માટે ત્યારના વડાપ્રધાન, શ્રીમતી ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકોએ હત્યા કરી નાખી. આ હત્યા બાદ 31 ઑકટોબર, 1984ના શહેરમાં શીખ-વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં, જે સતત ચાર દિવસ ચાલ્યાં અને આ 1984ના શીખ-વિરોધી રમખાણોમાં હિન્દુ ટોળાંઓએ ત્રણ હજાર શીખોને મારી નાખ્યા.


આખા દેશમાંથી દિલ્હી તરફ લોકો આવતા રહે છે, તે દિલ્હીની વસ્તીના દિવસે દિવસે ઘટતાં જતા જન્મદરની સરખામણીએ દિલ્હીની વસતિમાં વધુ વધારો કરે છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને ઔપચારિક રીતે નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી કહેવામાં આવે તેવું બંધારણ (ઓગણસાઈઠમો સુધારો) ધારો, 1991 મુજબ ઘોષિત થયું છે. આ ધારા અનુસાર દિલ્હીને ભલે મર્યાદિત સત્તાઓ ધરાવતી પણ તેની પોતાની વિધાનસભા આપવામાં આવી છે. ડિસેમ્બર 2001માં, નવી દિલ્હીમાંના ભારતીય સંસદભવન પર સશસ્ત્ર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં છ સુરક્ષા કર્મચારીઓનું મૃત્યુ નીપજયું હતું. આ હુમલા પાછળ પાકિસ્તાની ત્રાસવાદી જૂથોનો હાથ છે તેવી ભારતની શંકાને પરિણામે બંને દેશો વચ્ચે મોટી રાજદ્વારી કટોકટી ઊભી થઈ. ઑકટોબર 2005માં અને સપ્ટેમ્બર 2008માં ફરીથી દિલ્હી પર ત્રાસવાદી હુમલા થયા, જેમાં અનુક્રમે 62 અને 30 સામાન્ય નાગરિકોનું મૃત્યુ થયું.

ભૂગોળ

દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
દિલ્હી નજીકની યમુના નદી
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
ઈન્ડિયા ગેટ, નવી દિલ્હી ખાતે વીજળીક હડતાલજુલાઈથી ઑગસ્ટ દરમ્યાન રહેતા ચોમાસામાં દિલ્હીમાં તેનો મોટા ભાગનો વાર્ષિક વરસાદ થઈ જાય છે.


નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી(રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો પ્રદેશ) 1,484 km2 (573 sq mi) વિસ્તાર ધરાવે છે, જેને 783 km2 (302 sq mi)ગ્રામ્ય અને 700 km2 (270 sq mi)શહેરી એમ બે પ્રકારના વિસ્તારોમાં વિભાજીત કરવામાં આવે છે. દિલ્હીને મહત્તમ લંબાઈ 51.9 km (32 mi) અને લઘુત્તમ પહોળાઈ 48.48 km (30 mi) મળી છે.તે દિલ્હી મહાનગરપાલિકા (તેનો વિસ્તાર 1,397.3 km2 or 540 sq mi), નવી દિલ્હી મ્યુનિસિપલ કમિટિ (42.7 km2 or 16 sq mi) અને દિલ્હી કૅન્ટોનમેન્ટ બોર્ડ (43 km2 or 17 sq mi) એમ ત્રણ સ્થાનિક તંત્રો (કાયદાકીય નગરો) ધરાવે છે.


દિલ્હી વિસ્તારક્ષમ છે, તેના બે અંતિમ છેડા જોઈએ તો તે ઉત્તરમાં સારુપ નગરથી શરૂ થઈને દક્ષિણમાં રજોરી સુધી વિસ્તરેલું છે. પશ્ચિમમાં તેના અંતિમ છેડા પર નજાફઘર છે અને પૂર્વમાં યમુના નદી (પૂર્વ છેડો પ્રમાણમાં મધ્યમસરનો છે) છે. એનસીઆર(NCR)ની ઉપરોકત સરહદના દક્ષિણ અને પૂર્વ છેડા પર નોઈડા અને ડીએલએફ(DLF) છે. વિચિત્ર રીતે, દિલ્હીનું મુખ્ય વિસ્તરણ કોઈ અમુક ચોક્કસ ભૌગલિક પરિમાણોને નથી અનુસરતું (ઉદારહરણ તરીકે, થેમ્સની આસપાસ કેન્દ્રિત થયેલા લંડનની ઉત્તર સરહદે તેની પહેલી ટેકરી, હમ્પસ્ટેડ હેથ છે અને તેની દક્ષિણ સરહદે નદી છે, એ જ રીતે તેની પશ્ચિમે નદીનો તટપ્રદેશ - પેડિંગટન છે. જયારે દિલ્હી તેનાથી તદ્દન વિપરીત છે). દિલ્હીનો મુખ્ય શહેરનો વિસ્તાર દક્ષિણમાં છેક સાકેત સુધી પૂરો થતો નથી, જયારે ઉત્તર દિશામાં કોનોટ પ્લેસ છે, અને પશ્ચિમ દિશામાં રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 (NH8) છે. દિલ્હીનો ભૂપ્રદેશ ખૂબ અનિયમિત છે. ઉત્તરમાં તેમાં સપાટ ખેતરો છે તો દક્ષિણમાં તે સૂકી, ઉજ્જડ ટેકરીઓમાં-(રાજસ્થાનની અરાવલ્લી પર્વતમાળાના ફંટાળેલા હિસ્સામાં) પલટાઈ જાય છે. શહેરના દક્ષિણ ભાગમાં એક જમાનામાં વિશાળ કુદરતી સરોવરો હતાં, પરંતુ ખાણકામને કારણે તેમાંના મોટા ભાગના અત્યારે સુકાઈ ગયાં છે. યમુના નદી શહેરને સરહદ આપે છે, જો કે અનેક પુલ અને મેટ્રો સબ-વે હોવાથી તે પૂર્વ ભાગ સાથે સારી એવી જોડાણક્ષમતા ધરાવે છે, પણ નદીનો આ પૂર્વ ભાગ દિલ્હી શહેરમાં ગણાતો નથી. નવી દિલ્હી સહિતનું આખું શહેર નદીના પશ્ચિમ તરફના કિનારે વસેલું છે. નદીનો પૂર્વ કિનારો એનસીઆર(NCR- રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ)માં ગણાય છે, પણ દિલ્હીમાં નહીં.

દિલ્હી ભારતના ઉત્તર ભાગમાં પર આવ્યું છે. ભારતનાં બીજાં બે રાજયો સાથે તે પોતાની સરહદ વહેંચે છે- પૂર્વ તરફ તે ઉત્તર પ્રદેશ સાથે અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફ તે હરિયાણા સાથે સરહદો ધરાવે છે. આખેઆખું દિલ્હી લગભગ ગંગાનાં મેદાનપ્રદેશ પર જ વસ્યું છે. યમુનાનો પૂર-પટ અને દિલ્હી રિજ (ગિરિમાળા) એ દિલ્હીની ભૂગોળના બે ધ્યાન ખેંચનારાં પાસાં છે. નીચો-પથરાયેલો યમુનાનો પૂર-પટ કૃષિ માટે અનુકૂળ ફળદ્રુપ કાંપવાળી માટી પૂરી પાડે છે. જો કે આ પટ પર વારંવાર પૂર ફરી વળવાનું જોખમ તોળાતું રહે છે. 318 મીટર (1,043 ફૂટ)ની ઊંચાઈએ પહોંચતી ગિરિમાળાની ટોચ (રિજ) આ વિસ્તારની સૌથી ધ્યાનપાત્ર લાક્ષણિકતાની રચના કરે છે. એ દક્ષિણ ભાગમાં અરાવલ્લી પર્વતમાળામાંથી ઉદ્ભવે છે અને પછી શહેરના પશ્ચિમ, ઈશાન અને વાયવ્ય ભાગને ઘેરે છે. હિન્દુત્વમાં ખૂબ પવિત્ર મનાતી યમુના એ દિલ્હીમાંથી પસાર થતી એક માત્ર મુખ્ય નદી છે. હિન્દોન નદી નામની બીજી એક નદી દિલ્હીના પૂર્વ ભાગને ગાઝિયાબાદથી જુદો કરે છે. દિલ્હી સીઝમિક ઝોન-IV(ધરતીકંપનું જોખમ ધરાવતો વિસ્તાર IV)માં આવેલું છે, જે તેને મોટા ધરતીકંપો પ્રત્યે જોખમી બનાવે છે.

આબોહવા

દિલ્હી ખંડીય આબોહવા ધરાવે છે, જેમાં ઉનાળા અને શિયાળાના તાપમાનમાં ઘણો મોટો ફેરફાર જોવા મળે છે. મધ્ય ભાગમાં ચોમાસું ધરાવતો દિલ્હીનો ઉનાળો ખાસ્સો લાંબો, અત્યંત ગરમ હોય છે, જે એપ્રિલની શરૂઆતથી મધ્ય ઑકટોબર સુધી ચાલે છે. તે ઘણો વિકરાળ હોય છે અને નજીકના ભૂતકાળમાં ઉનાળાએ ઘણાનો ભોગ લીધો છે. માર્ચની શરૂઆતમાં પવનની દિશા પલટાય છે; વાયવ્ય દિશામાંથી વહેતા પવન, હવે નૈૠત્ય દિશામાંથી વહે છે. આ પવન રાજસ્થાનમાંથી ગરમ વાયરા લઈ આવે છે, જેની સાથે રેતીના કણો પણ તણાઈ આવે છે- દિલ્હીના ઉનાળાની આ એક લાક્ષણિકતા છે. આ વાયરાને લૂ કહેવામાં આવે છે. ફેબ્રુઆરીથી મે મહિના દરમ્યાનનો સમય અત્યંત ગરમ, ભોંકાતા-ચીરતા તાપવાળો અને ભારે કાટની સ્થિતિ (ઑકિસડાઈઝિંગ)વાળો હોય છે. જૂનના અંતમાં, હવામાં ભેજનું પ્રમાણ વધે છે, અને જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન છુટક છુટક વરસાદને કારણે થોડી રાહત આપે છે. ઑકટોબરના અંતમાં શિયાળો બેસે છે પણ તેને જામતાં જાન્યુઆરી થાય છે, અને એ વખતે જામતાં ગાઢા ધુમ્મસ માટે દિલ્હી નામચીન છે. તેના તાપમાનનાં અંતિમો "0.6° સે. (30.9° ફે.)થી 48 °C (118 °F) જેટલાં રહે છે. તેનું વાર્ષિક સરેરાશ તાપમાન 25° સે. (77° ફે.) છે; તેનું માસિક સરેરાશ તાપમાન 13°સે.થી 32°સે. (56° ફે.થી 90° ફે.) વચ્ચે રહે છે. ત્યાં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 714 મિમી (28.1 ઈંચ) જેટલો થાય છે, જેમાંથી મોટાભાગનો જુલાઈથી ઑગસ્ટ દરમ્યાનના ચોમાસામાં વરસી જાય છે. દિલ્હીમાં ચોમાસાના પવનનું આગમન થવાની સરેરાશ તારીખ 29 જૂન છે.

હવામાન માહિતી Delhi
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
સ્ત્રોત: wunderground.com


નગર વહીવટ

જુલાઈ 2007ની સ્થિતિ મુજબ, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી(NCT) 9 જિલ્લાઓ, 27 તાલુકા, 59 નાનાં વસ્તીપક નગરો, 165 ગામ અને 3 કાયદાકીય નગરો– - દિલ્હી મહાનગરપાલિકા (ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી - MCD); ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC); અને ધ દિલ્હી કેન્ટોન્મેન્ટ બોર્ડ (DCB) - ધરાવે છે.

દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
દિલ્હીના નવ જિલ્લાઓ દર્શાવતો નકશો

દિલ્હી મહાનગર, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (NCT)માં જ વસેલું છે. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ(NCT)માં ત્રણ સ્થાનિક મહાનગરપાલિકાઓ છે- દિલ્હી મહાનગરપાલિકા (ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી - MCD); ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC); અને દિલ્હી કેન્ટોન્મેન્ટ બોર્ડ(DCB). આશરે 137.8 લાખ લોકોને પાયાની નાગરિક સવલતો પૂરી પાડતી દિલ્હી મહાનગરપાલિકા (MCD) વિશ્વની સૌથી મોટી મહાનગરપાલિકાઓમાંની એક છે. ભારતની રાજધાની, નવી દિલ્હીનો વહીવટ ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ(NDMC)ના હસ્તે છે. દિલ્હીના મુખ્યમંત્રી સાથે પરામર્શ કર્યા બાદ ભારત સરકાર આ કાઉન્સિલ(NDMC)ના પ્રમુખની નિમણૂક કરે છે. [સંદર્ભ આપો]

રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ((NCT))ની બહાર દિલ્હીમાં બીજાં ચાર મુખ્ય સેટેલાઈટ શહેરો આવેલાં છે. આ શહેરો છે- હરિયાણાના ગુડગાંવ અને ફરીદાબાદ તથા ઉત્તરપ્રદેશના નોઈડા અને ગાઝિયાબાદ. દિલ્હી કુલ 9 જિલ્લાઓમાં વહેંચાયેલું છે. દરેક જિલ્લો (વિભાગ) એક નાયબ કમિશનરની દેખરેખ હેઠળ ચાલે છે તથા તેની નીચે ત્રણ પેટાવિભાગો હોય છે. આ દરેક પેટાવિભાગની દેખરેખ જિલ્લા મેજિસ્ટ્રેટ હેઠળ હોય છે. તમામ નાયબ કમિશનરો, વિભાગીય કમિશનરને જવાબદાર હોય છે. તમામ પ્રકારની રાજય તેમ જ કેન્દ્રીય નીતિઓનું પાલન કરાવવાની તથા સરકારના બીજા અસંખ્ય કામકાજ પર દેખરેખ રાખવાની જવાબદારી દિલ્હીના જિલ્લા વહીવટ તંત્રે (ડિસ્ટ્રીકટ એડમિનિસ્ટ્રેશન ઓફ દિલ્હીએ) નિભાવવાની રહે છે. [સંદર્ભ આપો]

દિલ્હી, દિલ્હી હાઈ કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. દિલ્હીમાં બીજી નીચલી કોર્ટો પણ છેઃ દિવાની ખટલાઓ માટેની સ્મોલ કોઝિસ કોર્ટ, અને ફોજદારી ખટલાઓ માટેની સેશન્સ કોર્ટ. પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળની દિલ્હી પોલીસ, આખા વિશ્વમાંનાં સૌથી મોટાં મહાનગર પોલીસ દળોમાંની એક છે. વહીવટની દષ્ટિએ દિલ્હી કુલ નવ પોલીસ-ક્ષેત્રોમાં વહેંચાયેલું છે, અને આ પોલીસ-ક્ષેત્રો પણ પાછાં 95 સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં વિભાજિત થયેલાં છે.

સરકાર અને રાજકારણ

દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
1931માં બ્રિટિશ રાજમાં બંધાયેલો ઉત્તર વિસ્તાર આજે પણ મુખ્ય સરકારી કચેરીઓ ધરાવે છે.

એક વિશિષ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાણીતો, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (ધ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી) પોતાની વિધાનસભા, લેફટન્ટ ગવર્નર, મંત્રીઓની સમિતિ તથા મુખ્યમંત્રી ધરાવે છે. એનસીટીના મતદાર ક્ષેત્રોમાં સીધી ચૂંટણી થકી વિધાનસભાની બેઠકો ભરવામાં આવે છે. છતાં, નવી દિલ્હીનો વહીવટ ભારતની કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી(NCT)ની સરકાર સંયુકતપણે ચલાવે છે. દિલ્હીમાં આવેલું નવી દિલ્હી એ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (NCT) અને ભારત સરકાર એમ બંનેનું મુખ્ય મથક છે. [સંદર્ભ આપો]

પરિવહન અને તેના જેવી બીજી અન્ય સેવાઓ દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ પોલીસ જેવી સેવાઓ કેન્દ્ર સરકારના સીધા નિયંત્રણ હેઠળ હોય છે. 1956 પછી પહેલીવાર 1993માં વિધાનસભા પુન:સ્થાપિત કરવામાં આવી હતી અને દિલ્હીમાં સીધું સમવાયી શાસન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પંચાયત રાજ ધારાના એક ભાગરૂપે દિલ્હી મહાનગરપાલિકા(MCD) શહેરનો નગર વહીવટ પણ સંભાળે છે. નવી દિલ્હી, દિલ્હીનો શહેરી વિસ્તાર, એ દિલ્હીની રાજય સરકાર અને ભારત સરકાર એમ બંને સરકારોનું મુખ્ય મથક છે. ભારતનું સંસદભવન, રાષ્ટ્રપતિભવન અને ભારતનું સર્વોચ્ચ ન્યાયલય (સુપ્રિમ કોર્ટ) નવી દિલ્હી સ્થિત છે. દિલ્હીમાં કુલ 80 વિધાનસભા મતદારક્ષેત્રો છે અને 7 લોકસભા (ભારતની સંસદનું નીચલું ગૃહ) મતદારક્ષેત્રો છે.

પરંપરાગત રીતે દિલ્હી, કૉંગ્રેસ પાર્ટીના નામથી પણ જાણીતી એવી ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસનો ગઢ રહ્યું છે. 1990ના દાયકામાં મદનલાલ ખુરાનાના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સત્તા પર આવી હતી. પરંતુ ૧૯૯૮માં, હાલના મુખ્યમંત્રી શીલા દિક્ષિતના નેજા હેઠળ કૉંગ્રેસે ફરીથી સત્તા હાંસલ કરી. 2003 અને 2008ની ચૂંટણીઓમાં કૉંગ્રેસે વિધાનસભામાં પણ ફરીથી સરસાઈ મેળવી હતી.[સંદર્ભ આપો]

અર્થતંત્ર

પીપીપી(PPP) ટર્મ્સમાં રૂ. 3,364 અબજ (69.8 અબજ યુએસ ડૉલર) અને નોમિનલ ટર્મ્સમાં રૂ.1,182 અબજ (24.5 અબજ યુએસ ડૉલર) જેટલી ચોખ્ખી રાજ્ય-આવક (સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડકટ) (નાણાકીય વર્ષ 2007) ધરાવતું દિલ્હી, એ ઉત્તર ભારતનું સૌથી મોટું વેપારી મથક છે. 2007માં, હાલના ભાવ અનુસાર દિલ્હીની માથાદીઠ આવક રૂ.66,728 (1,450 યુએસ ડૉલર) છે, જે ચંદીગઢ અને ગોવા પછી ત્રીજા સ્થાને છે. દિલ્હીની કુલ રાજય દીઠ આવકમાં મુખ્ય અને ગૌણ ક્ષેત્રો અનુક્રમે 3.85% અને 25.2% જેટલો ફાળો આપે છે, જયારે એ સિવાયનાં અન્ય ત્રીજાં ક્ષેત્રો 70.95% જેટલો ફાળો આપે છે. દિલ્હીની 32.82% વસતિનું કાર્યબળ ધરાવે છે, જેમાં 1991 અને 2001 વચ્ચે 52.52%નો વધારો જોવા મળ્યો હતો. વર્ષ 1999–2000માં દિલ્હીમાં બેરોજગારીનો દર 12.57% હતો, જે 2003માં ઘટીને 4.63% થયો હતો. ડિસેમ્બર 2004માં, 636,000 લોકોએ દિલ્હીમાં વિવિધ રોજગાર વિનિમય કાર્યક્રમોમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

2001માં તમામ સરકારી ક્ષેત્રમાં (કેન્દ્ર અને રાજયના સ્તરે) તથા સરકારી ઓઠાં હેઠળનાં ક્ષેત્રોમાં કુલ મળીને 620,000 જેટલું માનવબળ રોકાયેલું હતું. તેની સરખામણીમાં, સંગઠિત ખાનગી ક્ષેત્રે 219,000ને રોજગાર આપ્યો હતો. ઈન્ફર્મેશન ટેકનોલોજી, સંચારમાધ્યમો, હૉટલો, બેન્ક, પ્રસાર-માધ્યમો અને પ્રવાસ-પર્યટન એ દિલ્હીના મુખ્ય સેવા ઉદ્યોગો છે. ઘણી ખાણી-પીણી કે રોજબરોજના વપરાશની ચીજોના ઉદ્યોગ એકમો અને તેમનાં મુખ્ય મથક દિલ્હીમાં અને દિલ્હીની આસપાસ ઊભાં થયાં હોવાથી દિલ્હીમાં ઉત્પાદન ઉદ્યોગો પણ સારા એવા પ્રમાણમાં વિકસ્યા છે. દિલ્હીનું મોટું ગ્રાહક બજાર અને તેની સાથે સહેલાઈથી ઉપલબ્ધ કુશળ કામદારો(માનવશ્રમ)ને કારણે દિલ્હીમાં વિદેશી રોકાણ પણ આકર્ષાયું છે. 2001માં, ઉત્પાદન ક્ષેત્રે 1,29,000 જેટલાં ઉત્પાદન-એકમોની સામે, 14,40,000 કામદારોને રોજગાર આપ્યો હતો. બાંધકામ, વીજળી, સંચાર-માધ્યમો, આરોગ્ય અને બીજી સામાજિક સેવાઓ અને રીયલ એસ્ટેટ એ દિલ્હીના અર્થતંત્રના અભિન્ન અંગ છે. દિલ્હી ભારતના સૌથી વધુ અને સૌથી ઝડપથી વિકસતા રિટેલ ઉદ્યોગો ધરાવે છે. પરિણામે, દિલ્હીમાં જમીનના ભાવ સાતમા આસમાને છે અને 145.16 ડૉલર પ્રતિ ચો.ફૂટનો ભાવ ધરાવતું દિલ્હી અત્યારે ઑફિસ ધરાવવા માટે વિશ્વનું સાતમું સૌથી મોઘું શહેર ક્રમાંકિત થયું છે. આખા ભારતમાં, રિટેલ ઉદ્યોગોના વિકાસથી અત્યાર સુધી ચાલી આવતા પરંપરાગત, અસંગઠિત રિટેલ વેપારની પ્રથાને અસર પહોંચશે એવી ધારણા છે.

ઉપયોગી સેવાઓ

દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
નવી દિલ્હી મહાનગરપાલિકા(NDMC)ની મુખ્ય કચેરી. સામે જંતરમંતર દેખાય છે.

દિલ્હી જલ બોર્ડ (DJB), દિલ્હીમાં પાણી પુરવઠાની સેવા પૂરી પાડે છે. વર્ષ 2005–06ની અંદાજિત પાણીની જરૂરિયાત પ્રતિ દિવસ 963 મિલિયન ગૅલનની હતી, જેની સામે 2006ની સ્થિતિએ પ્રતિ દિવસ 650 મિલિયન ગૅલન જેટલું પાણી પૂરું પાડી શકયું હતું. પાણીની બાકીની આવશ્યકતા ખાનગી અને જાહેર, પાતાળ કૂવા અને હૅન્ડપંપથી પૂરી થઈ હતી. ડીજેબી માટે 240 મિલિયન ગૅલન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતું ભાકરા જળસંગ્રાહાલય(સરોવર) સૌથી મોટો જળસ્રોત છે, જેના પછી બીજા ક્રમે યમુના અને ગંગા નદીનો વારો આવે છે. ભૂતળના જળની સતત નીચી જતી સપાટી અને સતત વધતી વસતિની ગીચતાના કારણે દિલ્હી પાણીની તંગીની તીવ્ર સમસ્યાનો સામનો કરે છે. દિલ્હી દૈનિક ધોરણે 8000 ટન જેટલો ઘન કચરો પેદા કરે છે જે દિલ્હી મહાનગરપાલિકા દ્વારા ત્રણ લેન્ડફિલ સાઈટ પર નાખવામાં આવે છે. દરરોજ 470 મિલિયન ગૅલન ઘરગથ્થુ કચરાવાળું પાણી અને 70 મિલિયન ગૅલન ઔદ્યોગિક કચરાવાળું પાણી નીકળે છે. આ સ્યુઅરિજનો મોટો હિસ્સો, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વિના સીધો જ યમુના નદીમાં વાળવામાં આવે છે.

શહેરનો માથાદીઠ વીજળી વપરાશ આશરે 1,265 kWh છે, પણ ખરેખર જરૂરિયાત/માંગ ઘણી વધુ છે. 1997માં દિલ્હી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત દિલ્હી ઈલેકટ્રીક સપ્લાય અન્ડરટેકિંગ દ્વારા દિલ્હી વિદ્યુત બોર્ડ (DVB)ની દૂર કરવામાં આવ્યું. શહેરની વીજળીની માંગ પૂરતી વીજળી દિલ્હી વિદ્યુત બોર્ડ જાતે ઉત્પાદિત કરી શકે તેમ નહોતું અને તેથી ભારતના ઉત્તર વિસ્તારોના વીજળીના તાર મારફત વીજળી ઉછીની લેવામાં આવતી. પરિણામે, દિલ્હી સતત વીજળીની ખેંચ સહન કરતું, વારંવાર અંધારપટ અને છતે સૂરજે વીજળી વિનાના ભૂખરાપટ છવાઈ જતા, ઉનાળામાં જયારે ઊર્જાની માંગ ટોચ પર હોય ત્યારે તો વિશેષ. દિલ્હીના વારંવાર ખોરવાતાં અને અનિયમિત વીજ પુરવઠા દરમ્યાન પોતાની વીજળીની માંગ પૂરી કરવા માટે અમુક ઔદ્યોગિક એકમો, ઈલેકટ્રીકલ જનરેટર વસાવીને તેની પર આધાર રાખે છે. થોડાં વર્ષો અગાઉ, દિલ્હીનું વીજ પુરવઠા ક્ષેત્ર ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવ્યું. તાતા પાવર અને રિલાયન્સ એનર્જી કંપની દિલ્હીમાં વીજળીનું વિતરણ કરે છે. દિલ્હીની અગ્નિશામક સેવા હેઠળ 43 ફાયર સ્ટેશનો ચાલે છે જે દર વર્ષે આશરે 15,000 જેટલા કિસ્સાઓમાં અગ્નિશમન અને બચાવની કામગીરી કરે છે.

શહેરમાં રાજય હસ્તક મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) અને વોડાફોન એસ્સાર, એરટેલ, આઈડિયા સેલ્યુલર, રિલાયન્સ ઈનફોકોમ અને તાતા ઈન્ડિકોમ ટેલિફોન અને મોબાઈલ ફોન સેવાઓ પૂરી પાડે છે.

મે 2008માં, દિલ્હીમાં માત્ર એરટેલ જ 40 લાખ ગ્રાહકો ધરાવતું હતું. શહેરમાં સેલ્યુલર કવરેજ ઘણું વિસ્તૃત અને વ્યાપક છે અને જીએસએમ(GSM) અને સીડીએમએ(CDMA) (રિલાયન્સ અને તાતા ઈન્ડિકોમ તરફથી) એમ બંને સેવાઓ ઉપલબ્ધ છે. શહેરમાં પરવડી શકે તેવા બ્રોડબેન્ડ ઈન્ટરનેટનો પણ ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે.

પરિવહન

દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
દિલ્હી મેટ્રો દરરોજ સરેરાશ 702,731 યાત્રીઓને લઈ જાય-લાવે છે અને અત્યારે ઓપરેશનલ નફા પર ચાલે છે.[163]
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક એ દક્ષિણ એશિયાના સૌથી વ્યસ્ત રહેતા વિમાનમથકોમાંનું એક છે.[164] અહીં વિમાનમથકનું ટર્મિનલ 1ડી જોઈ શકાય છે.

દિલ્હીમાં જાહેર પરિવહન માટે ત્રણ વિકલ્પો ઉપલબ્ધ છે- બસ, ઓટોરિક્ષા અને મેટ્રો રેલ વ્યવસ્થા.

પરિવહન માટે બસ એ સૌથી લોકપ્રિય વિકલ્પ છે, જે શહેરની પરિવહનની આશરે 60% માગને પૂર્ણ કરે છે. રાજય-હસ્તક દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) શહેરને મુખ્ય બસ સેવા પૂરી પાડે છે. ડીટીસી (DTC) વિશ્વના સૌથી મોટા, પર્યાવરણ મિત્ર એવી સીએનજી બસોના જૂથનું સંચાલન કરે છે. આંબેડકરનગર અને દિલ્હી ગેટ વચ્ચે બસ રેપિડ ટ્રાન્સિટ નેટવર્ક દોડે છે.

દિલ્હીના ઘણા વિસ્તારોમાં સેવા આપતી દિલ્હી મેટ્રો, બહોળા જનસમુદાયને પરિવહનની ઝડપી સેવા આપતી વ્યવસ્થા (માસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ)નું બાંધકામ અને સંચાલન દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા કરવામાં આવે છે. 2007ની સ્થિતિએ, મેટ્રો કુલ 65 કિ.મી.(40 માઈલ)ની લંબાઈ ધરાવતી 3 લાઈનો ધરાવે છે અને 59 સ્ટેશનો આવરે છે; જયારે બીજી નવી લાઈનોનું બાંધકામ હજી ચાલુ છે. લાઈન 1 રીથાલા અને શાહદારા વચ્ચે દોડે છે, લાઈન 2 જહાંગીરી અને કેન્દ્રીય સચિવાલય વચ્ચે ભૂગર્ભ માર્ગે દોડે છે અને લાઈન 3 ઈન્દ્રપ્રસ્થ, બારાખંભા રોડ અને દ્વારકા સબ સિટી વચ્ચે દોડે છે. Phase-II of the network is under construction and will have a total length of 128 km.

2010 સુધીમાં તે પૂર્ણ થવાની અપેક્ષા છે. મેટ્રો રેલનો પહેલો તબક્કો 2.3 અબજ યુ.એસ. ડૉલરના ખર્ચે બંધાયો છે અને બીજો તબક્કો બીજા 4.3 અબજ યુ.એસ. ડૉલરના ખર્ચે બંધાશે. તેનો ત્રીજો અને ચોથો તબક્કો અનુક્રમે 2015 અને 2020માં પૂરો થશે અને આમ કુલ 413.8 કિ.મી.ને આવરતું નેટવર્ક તૈયાર થશે, જે લંડન અન્ડરગ્રાઉન્ડ કરતાં પણ વધુ લાંબું હશે.

ટેકસી કરતાં ઓછું ભાડું થતું હોવાથી દિલ્હીમાં જાહેર પરિવહન માટે ઓટોરિક્ષાઓ વધુ લોકપ્રિય વાહન છે. પીળા અને લીલા રંગની આ મોટા ભાગની રિક્ષાઓ કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ (સીએનજી(CNG) - સંકોચાયેલો કુદરતી ગૅસ) પર ચાલે છે. ટૅકસીઓ આસાનીથી ઉપલબ્ધ હોવા છતાં તે દિલ્હીના જાહેર પરિવહનનું અભિન્ન અંગ નથી. મોટા ભાગની ટૅકસીઓ ખાનગી સંચાલકો દ્વારા ચાલે છે અને મોટા ભાગના વિસ્તારોમાં જયાંથી ટૅકસી લઈ શકાય કે ઓર્ડર કરી શકાય તેવાં ટૅકસી સ્ટૅન્ડ પણ ધરાવે છે. આ ઉપરાંત, માત્ર એક મધ્યસ્થ નંબર પર ફોન કરીને ઓર્ડર કરી શકાતી, પ્રતિ કિ.મી. રૂ.15નો એકસરખો સપાટ દર ધરાવતી, ઍર-કન્ડીશન્ડ રેડિયો ટૅકસી પણ ઝડપથી લોકપ્રિય બની છે.

દિલ્હી ઉત્તર રેલવેનું મુખ્ય જંકશન અને વડુંમથક છે. તેનાં ચાર મુખ્ય રેલવે સ્ટેશનો છે- જૂની દિલ્હી, નિઝામુદ્દીન રેલવે સ્ટેશન, સરાઈ રોહીલ્લા અને નવી દિલ્હી રેલવે સ્ટેશન. દિલ્હી બીજાં શહેરો સાથે અનેક ધોરી માર્ગો અને દ્રુતગતિ માર્ગોથી જોડાયેલું છે. હાલમાં દિલ્હી સાથે ત્રણ દ્રુતગતિ માર્ગો જોડાયેલા છે અને દિલ્હીને તેનાં સમૃદ્ધ અને વેપારી પરાંઓ સાથે જોડી આપનારા બીજાં ત્રણ દ્રુતગતિ માર્ગો બાંધકામ હેઠળ છે. દિલ્હી-ગુડગાંવ દ્રુતગતિ માર્ગ દિલ્હીને ગુડગાંવ સાથે અને આંતરરાષ્ટ્રીય વિમાનમથક સાથે જોડે છે. ડીએનડી (DND) ફલાયવે અને નોઈડા-ગ્રેટર નોઈડા દ્રુતગતિ માર્ગ દિલ્હીને તેનાં બે સમૃદ્ધ પરાં સાથે જોડે છે. ગ્રેટર નોઈડામાં નવું વિમાનમથક બનવાનું છે જયારે નોઈડામાં ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ (Indian Grand Prix) રમાવાનું છે.

દિલ્હીના નૈર્ૠત્ય ખૂણામાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (ડીઈએલ-DEL) આવેલું છે; શહેરમાં પ્રવેશતાં/નીકળતાં તમામ આંતરિક અને આંતરરાષ્ટ્રીય સામાન્ય નાગરિકો માટેના એર ટ્રાફિક માટે તે પ્રવેશદ્વાર સમું છે. વર્ષ 2006–07માં, આ વિમાનમથક પર 230 લાખ કરતાં વધુ યાત્રીઓની અવરજવર નોંધાઈ, અને તેથી દક્ષિણ એશિયાનાં સૌથી વધુ વ્યસ્ત રહેતાં વિમાનમથકોમાંથી એક તરીકે તેની ગણના થવા લાગી. 1.93 અબજના ખર્ચે નવું ટર્મિનલ 3 બાંધકામ હેઠળ છે; તે 2010 સુધીમાં અત્યારની ક્ષમતા ઉપરાંત વાર્ષિક ધોરણે 340 લાખ યાત્રીઓની અવરજવરને સમાવી શકશે. આ ઉપરાંતના બીજાં વિસ્તીર્ણતાના કાર્યક્રમોના કારણે એરપોર્ટ 2020 સુધીમાં, 1000 લાખ કરતાં વધુ યાત્રીઓની અવરજવરને સમાવવા સક્ષમ બનશે. સામાન્ય વિમાન વ્યવહાર માટે દિલ્હીનું બીજું વિમાનમથક, સફદરજંગ એરપોર્ટ પણ વપરાય છે.

પરિવહનની કુલ આવશ્યકતા/માંગના 30% જેટલી ગરજ ખાનગી વાહનો સારે છે. દર 100 ચો.કિ.મી.માં 1922.32 કિ.મી. રોડ લંબાઈ ધરાવતું દિલ્હી, ભારતમાં સૌથી વધુ રસ્તાઓની ગીચતા ધરાવતાં શહેરોમાંનુ એક છે. પાંચ રાષ્ટ્રીય ધોરી માર્ગો વડે દિલ્હી ભારતના બીજા ભાગો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છેઃ રાષ્ટ્રીય ધોરી માર્ગ (NH) 1, 2, 8, 10 અને 24. દિલ્હીમાંના તમામ માર્ગોની જાળવણી-નિભાવનું કામ દિલ્હી મહાનગરપાલિકા (MCD), એનડીએમસી (NDMC), દિલ્હી કેન્ટોન્ટમેન્ટ બોર્ડ, જાહેર કાર્યોનો વિભાગ (પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટ- પીડબ્લ્યૂડી-PWD) અને દિલ્હી વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવે છે.

દિલ્હીનો વસતિવધારાનો ઊંચો દર, અને ઊંચો આર્થિક વિકાસ દર સાથે જોડાવાથી દિલ્હીમાં પરિવહન માટેની માંગ હંમેશાં સતત વધતી રહે છે અને તેથી શહેરની વર્તમાન પરિવહન વ્યવસ્થા પર અતિશય દબાણ ઊભું થતું રહે છે. ૨૦૦૮ની સ્થિતિ મુજબ,દિલ્હીના મહાનગર વિસ્તારમાં વાહનોની સંખ્યા, એટલે કે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (ભારત))માં 112 લાખ (11.2 મિલિયન) વાહનો છે. વર્ષ 2008માં, દિલ્હીમાં દર 1,000 રહેવાસીઓએ 85 કાર હતી. દિલ્હીની પરિવહનની માંગ સંતોષવા માટે, રાજય અને કેન્દ્ર સરકારે, દિલ્હી મેટ્રો જેનો એક ભાગ છે તે માસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ (બહોળા જનસમુદાય માટે ઝડપી પરિવહન વ્યવસ્થા)નું બાંધકામ શરૂ કર્યું. 1998માં, ભારતની સુપ્રિમ કોર્ટે તમામ જાહેર પરિવહન માટેનાં વાહનોમાં ડિઝલ કે અન્ય હાઈડ્રો-કાર્બન ઈંધણ વાપરવાની જગ્યાએ સંકોચેલો કુદરતી ગૅસ - (કમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ- સીએનજી(CNG)) વાપરવાનો આદેશ આપ્યો.

વસ્તી

Population Growth of Delhi 
વસતી ગણતરીવસ્તી
૧૯૦૧૪,૦૫,૮૧૯
૧૯૧૧૪,૧૩,૮૫૧2.0%
૧૯૨૧૪,૮૮,૪૫૨18.0%
૧૯૩૧૬,૩૬,૨૪૬30.3%
૧૯૪૧૯,૧૭,૯૩૯44.3%
૧૯૫૧૧૭,૪૪,૦૭૨90.0%
૧૯૬૧૨૬,૫૮,૬૧૨52.4%
૧૯૭૧૪૦,૬૫,૬૯૮52.9%
૧૯૮૧૬૨,૨૦,૪૦૬53.0%
૧૯૯૧૯૪,૨૦,૬૪૪51.4%
૨૦૦૧૧,૩૭,૮૨,૯૭૬46.3%
source: delhiplanning.nic.in
† Huge population rise in 1951 due to large
scale migration after Partition of India in 1947.
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
દિલ્હીનું અક્ષરધામ મંદિર, વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર સંકુલ છે.
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
જામા મસ્જિદ, ભારતની સૌથી મોટી મસ્જિદ

દિલ્હીમાં અનેક વંશના જૂથો અને સંસ્કૃતિઓ મોજૂદ છે, જે શહેરને સર્વદેશીય (કોસ્મોપોલિટન) બનાવે છે. રાજકીય સત્તાનું વડું મથક અને વેપારનું કેન્દ્ર એવું આ શહેર ભારતના તમામ ભાગોમાંથી બંને પ્રકારના- શ્રમજીવી(રોજદાર) અને વ્યાવસાયિકો -લોકોને આકર્ષે છે, જેથી તેના ચરિત્રમાં વધુ વિવિધ પાસાં ઉમેરાતાં રહે છે. રાજકીય મુત્સુદ્દી-બેઠકોનું મધ્યબિંદું, 160 દેશોના રાજદૂતાવાસો ધરાવતું દિલ્હી મોટા પ્રમાણમાં વિદેશી વસતિ પણ ધરાવે છે. [સંદર્ભ આપો]

2001ના ભારતના સેન્સસ પ્રમાણે, એ વર્ષની દિલ્હીની વસતિ 13,782,976 હતી. તેની સામે તેની વસતિની ગીચતા દર ચો. કિ.મી.એ 9,294 વ્યકિતઓનો હતો, જાતિનો ગુણોત્તર દર 1000 પુરુષોએ 821 સ્ત્રીઓ જેટલો હતો અને સાક્ષરતા દર 81.82%નો હતો. 2003 સુધીમાં, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પ્રદેશની વસતિ 141 લાખ લોકો સુધી પહોંચી ગઈ, અને તે મુંબઈને વટાવીને ભારતનું સૌથી મોટું મહાનગર બન્યું. આ આંકડામાં નવી દિલ્હીમાં વસતા 295,000 લોકો અને દિલ્હી કેન્ટોન્ટમેન્ટમાં વસતા બીજા 125,000 લોકોને ગણવામાં આવ્યા છે. વર્ષ 2004 સુધીમાં, વસતિ 15,279,000 જેટલી અંદાજિત વધી હતી. એ વર્ષે, (દર 1000ની વસતિએ) જન્મ દર, મૃત્યુ દર અને બાળમૃત્યુ દર અનુક્રમે 20.03, 5.59 અને 13.08 હતો. અત્યારે શહેરની નગરવસતિ 170 લાખ થવાનો અંદાજ છે, જેના પરિણામે તે વિશ્વનું સૌથી ગીચ વસતિવાળું શહેર બનશે (પણ સૌથી ગીચ વસતિવાળું મહાનગર નહીં, તે ટોકયો છે). 1999–2000ના અંદાજ મુજબ ગરીબી રેખાની નીચે જીવતા, એટલે કે વ્યાખ્યા અનુસાર માસિક 11 ડૉલરની આજીવિકાને આધારે ગુજરાન ચલાવતા લોકોની કુલ સંખ્યા 1,149,000 હતી (સમગ્ર ભારતના 27.5% સાપેક્ષે, આ સંખ્યા તેની કુલ વસતિના 8.23% હતી). વર્ષ 2001માં સતત સ્થળાંતર કરીને આવતા લોકોના કારણે અને તે ઉપરાંત કુદરતી વસતિવધારાના પરિણામે દિલ્હીની વસતિ અનુક્રમે 285,000 અને 215,000 જેટલી વધી- જેના પરિણામે, દિલ્હી વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતાં શહેરોમાં સ્થાન પામ્યું. વર્ષ 2015 સુધીમાં દિલ્હી, ટોકયો પછી વિશ્વની બીજા ક્રમની એકત્રિત વસતિ ધરાવતું સ્થળ બનશે.

દિલ્હીની વસતિના 82% લોકો હિંદુ ધર્મમાં માને છે. આ ઉપરાંત શહેરમાં બીજાં મોટાં ધાર્મિક સમુદાયો પણ વસે છે, જેમ કે મુસ્લિમો (11.7%), શીખ (4.0%), જૈન (1.1%) અને ખ્રિસ્તીઓ (0.9%). એ સિવાય અન્ય ગૌણ સમુદાયોમાં પારસીઓ, ઍંગ્લો-ઈન્ડિયન્સ, બૌદ્ધો અને યહૂદીઓનો સમાવેશ થાય છે.

શહેરમાં બોલચાલ અને લખાણની મુખ્ય ભાષા હિન્દી છે. આ ઉપરાંત અંગ્રેજી, પંજાબી અને ઉર્દૂ જેવી અન્ય ભાષાઓ પણ શહેરમાં સામાન્ય રીતે વપરાતી જોવા મળે છે. આમાંથી, અંગ્રેજી અઘિકૃત સંલગ્ન ભાષા છે, અને પંજાબી તથા ઉર્દૂ અઘિકૃત દ્વિતીય ભાષાઓ છે. આખા ભારતમાંના જુદા જુદા ભાષાકીય જૂથો શહેરમાં સરસ રીતે પ્રતિધિનિત્વ ધરાવે છે; આ ભાષાઓમાં મૈથિલી, ભોજપુરી, તેલગૂ, તમિલ, કન્નડ, બંગાળી, આસામી અને મરાઠીનો સમાવેશ થાય છે. જયારે પંજાબી, યાદવ, જાટ અને ગુજ્જરો એ શહેરમાં વસતા વિવિધ વંશીય સમાજ/સમુદાયોનાં ઉદાહરણ છે. [સંદર્ભ આપો]

વર્ષ 2005માં, ભારતના 10 લાખ કે તેથી વધુ વસતિ ધરાવતાં 35 શહેરોમાંથી, દિલ્હીમાં ગુનાઓનો સૌથી ઊંચો દર (16.2%) નોંધાયો હતો. સમગ્ર દેશમાં સ્ત્રીઓ સામે થતા ગુનાઓમાં પણ શહેરમાં સૌથી ઊંચો દર (દર 100,000 , રાષ્ટ્રીય સરેરાશ દર 14.1ની સરખામણીમાં દિલ્હીનો દર 27.6 હતો) નોંધાયો છે તેમ જ બાળકો સામેના ગુનાઓમાં પણ દર 100,000, રાષ્ટ્રીય સરેરાશ દર 1.4ની સરખામણીમાં દિલ્હીનો દર 6.5 હતો.

સંસ્કૃતિ

દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
દિલ્લી હાટમાં પ્રદર્શનમાં મૂકેલું પરંપરાગત માટીકામ
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
દિલ્હીના ભાત અને કઢાઈ ચીકન

દિલ્હીની સંસ્કૃતિ પર તેના લાંબા ઇતિહાસ અને ભારતની રાજધાની તરીકેના તેના ઐતિહાસિક જોડાણનો પ્રભાવ રહ્યો હતો. શહેરમાંથી મળી આવેલાં ઘણાં નોંધપાત્ર સ્થાપત્યો/સ્મારકોના ઉદાહરણના આધારે તે સમજી શકાય છે; ભારત પુરાતત્ત્વ સર્વેક્ષણે (આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા) શહેરમાં 1200 ઈમારતોને હેરિટેજ બિલ્ડીંગનો દરજજો અને દિલ્હીના 175 સ્મારકોને રાષ્ટ્રીય હેરિટેજ સાઈટનો દરજજો આપ્યો છે. જૂનું શહેર એ એ જગ્યા છે જયાં મુઘલ અને તુર્કી શાસકોએ જામા મસ્જિદ (ભારતની સૌથી મોટી મસ્જિદ) અને લાલ કિલા જેવાં બેનમૂન સ્થાપત્યો બાંધ્યાં હતાં. લાલ કિલ્લો, કુતુબ મિનાર અને હુમાયુની કબર- આ ત્રણ વિશ્વ હેરિટેજ સ્થળો દિલ્હીમાં છે. અન્ય સ્થાપત્યો/સ્મારકોમાં ઈન્ડિયા ગેટ, જંતરમંતર (18મી સદીની વેધશાળા) અને પુરાના કિલા (16મી સદીનો લશ્કરી ગઢ)નો સમાવેશ થાય છે. લક્ષ્મીનારાયણ મંદિર, અક્ષરધામ અને બહાઈ લોટસ ટેમ્પલ એ આધુનિક સ્થાપત્યોના નમૂના છે. રાજ ઘાટ અને તેની સાથે સંલગ્ન સ્મારકોમાં મહાત્મા ગાંધી અને અન્ય નોંધપાત્ર વ્યકિતત્વોનાં સ્મારકો છે. નવી દિલ્હીમાં બ્રિટિશ સાંસ્થાનિક સ્થાપત્યના ગતકાલીન નમૂનારૂપ કેટલીક સરકારી ઈમારતો અને અધિકૃત રહેઠાણો છે. મહત્ત્વની ઈમારતોમાં રાષ્ટ્રપતિભવન, સચિવાલય, રાજપથ, સંસદભવન અને વિજય ચોકનો સમાવેશ થાય છે. સફદરજંગની કબરમાં મુઘલ બગીચા શૈલીનું પણ ઉદાહરણ મળે છે. [સંદર્ભ આપો]

રાજધાની નવી દિલ્હી સાથે દિલ્હીની સંલગ્નતા અને ભૌગોલિક સામીપ્યના કારણે, દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રસંગો અને રજાઓનું મહત્ત્વ વધુ રહે છે. પ્રજાસત્તાક દિન, સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતિ (ગાંધીજીનો જન્મદિવસ) જેવા રાષ્ટ્રીય તહેવારો દિલ્હીમાં ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. ભારતના સ્વતંત્રતા દિવસે (15 ઑગસ્ટ), વડાપ્રધાન લાલ કિલા પરથી સમગ્ર દેશને સંબોધે છે. મોટા ભાગના દિલ્હીવાસીઓ આ દિવસને સ્વતંત્રતાના પ્રતીક મનાતી પતંગો ચગાવીને ઉજવે છે. પ્રજાસત્તાક દિને થતી કવાયત એ એક વિશાળ સાંસ્કૃતિક અને લશ્કરી કવાયત છે, જે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી તાકાતનું પ્રદર્શન કરે છે.. સદીઓથી દિલ્હી તેની સર્વદેશીય સંસ્કૃતિ માટે જાણીતું છે અને ફૂલવાલોં કી સૈર નામનો ઉત્સવ તેને યોગ્ય રીતે વ્યકત કરે છે. આ ઉત્સવ દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ઉજવાય છે અને તેમાં મેહરૌલીમાં સ્થિત 13મી સદીના સૂફી સંત, ખ્વાજા બખ્તિયાર કાકીની સમાધિ પર ફૂલો અને ફૂલો ગૂંથેલા પંખાથી પંખો નાખવામાં આવે છે, ખ્વાજાની સમાધિની બાજુમાં યોગમાયા મંદિર પણ આવેલું છે..

દિવાળી (દીવડાઓનો ઉત્સવ), મહાવીર જયંતિ, ગુરુનાનક જયંતિ, દુર્ગાપૂજા, હોળી, લોડી, મહાશિવરાત્રિ, ઈદ્-અલ-ફિત્ર અને બુદ્ધ જયંતિ જેવા ધાર્મિક તહેવારો અહીં ઉજવાય છે. એ ઉપરાંત કુતુબ ઉત્સવ નામના સાંસ્કૃતિક ઉત્સવમાં દેશભરના સંગીતકારો અને નૃત્યાંગના/નર્તકો રાત્રે કુતુબ મિનારની પશ્ચાદ્ ભૂમાં પોતપોતાની કળા રજૂ કરે છે.[239] પતંગોત્સવ, આંતરરાષ્ટ્રીય કેરી મહોત્સવ અને (વસંતના આગમને ઉજવાતો ઉત્સવ) જેવા બીજા ઉત્સવો દર વર્ષે દિલ્હીમાં ઉજવાય છે. એશિયાનો સૌથી મોટું ઓટો પ્રદર્શન- ધ ઓટો એકસપો, દ્વિવાર્ષિક ધોરણે દિલ્હીમાં ભરાય છે. દ્વિવાર્ષિક ધોરણે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભરાતો વિશ્વ પુસ્તકમેળો, વૈશ્વિક ધોરણે યોજાતા સૌથી મોટા પુસ્તકમેળાઓમાં દ્વિતીય ક્રમે છે, જેમાં લગભગ 23 જુદા જુદા દેશો ભાગ લે છે. વાચકોની ઊંચી સંખ્યાને કારણે દિલ્હીને ઘણી વાર "ભારતની પુસ્તકોની રાજધાની" પણ કહેવામાં આવે છે.

દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
ઓટો એકસપો દર વર્ષે પ્રગતિ મેદાન પર ભરાય છે અને તેમાં ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના પ્રૌદ્યોગિકી કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવે છે.

દિલ્હીના કેટલાક વિસ્તારોની કબાબ અને બિરયાની જેવી પંજાબી અને મુઘલાઈ વાનગીઓ ઘણી લોકપ્રિય છે. દિલ્હીના મોટા પ્રમાણમાં છવાયેલી સર્વદેશીય સંસ્કૃતિને કારણે, ભારતના દરેક ભાગની વાનગીઓ, પછી એ રાજસ્થાની, મહારાષ્ટ્રીયન, બંગાળી, હૈદરાબાદી કે ઈડલી, સંભાર અને દોસા જેવી દક્ષિણ ભારતીય વાનગીઓ કેમ ન હોય, દિલ્હીમાં વ્યાપક રીતે ઉપલબ્ધ હોય છે. સ્થાનિક વાનગીઓમાં ચાટ અને દહીં-પૂરી નો સમાવેશ થાય છે. દિલ્હીમાં અમુક જગ્યાઓએ ઈટાલિયન અને ચાઈનીઝ જેવી આંતરરાષ્ટ્રીય વાનગીઓ પીરસતા હોય તેવી હૉટલ-રેસ્ટોરાં વગેરે પણ છે.

ઐતિહાસિક દષ્ટિએ, દિલ્હી હંમેશાં ઉત્તર ભારતનું એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર રહ્યું છે. જૂની દિલ્હીમાં હજી પણ સમૃદ્ધ મુઘલ ભૂતકાળનો વારસો સચવાયેલો છે જે શહેરની ગૂંચવાડાભરી, સર્પાકાર ગલીઓમાં અને ઠસોઠસ, ગીચ બજારોમાં જોવા મળે છે.[248] પણ આ જૂની દિલ્હીનાં મેલાંઘેલાં દેખાતાં બજારોમાં ઉત્પાદનોની વિશાળ શ્રેણી જોવા મળે છે, તેમાં તેલમાં ડુબાડેલી કેરી, લીંબુ અને રીંગણીનાં અથાણાં, વિવિધ રંગોના પતાસાં, જડીબુટ્ટી/ઔષધિઓથી માંડીને દુલ્હનનો પોશાક, કાપ્યા વિનાનો કાપડનો તાકો અને લેનિન, મસાલાં અને મીઠાઈઓ મળે છે. જૂની દિલ્હીમાં હજી પણ કેટલીક જૂની બાદશાહી (ભવ્ય રહેઠાણો) મોજૂદ છે.[251] ત્રણ સદીઓ પહેલાંનો જૂનો બજાર વિસ્તાર- , આજે પણ દિલ્હીમાં જર-ઝવેરાત અને વાળી સાડીઓ માટે અત્યંત પ્રખ્યાત વિસ્તારોમાંનો એક છે.[253] (સોનાના દોરાથી કરાયેલું ભરતકામ) અને (કાચ જેવા પદાર્થ મીનાનું કામ) એ દિલ્હીની નોંધપાત્ર હસ્તકળાઓ છે. દિલ્લી હાટ, હોજ ખાસ અને પ્રગતિ મેદાન પર ભારતીય હસ્તકળાઓ અને હાથવણાટના કાપડની ભારે વિવિધતા જોવા મળે છે. આટલા સમયગાળામાં દિલ્હીમાં આખા દેશની મોટા ભાગની માનવતા ભળીને એકરસ ગઈ છે અને હવે એક વિલક્ષણ સાંસ્કૃતિક શૈલીમાં રૂપાંતર પામી છે.

સમકક્ષ શહેરો

સમકક્ષ શહેરો દેશ
શિકાગો દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
કુઆલા લુમ્પુર દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  મલેશિયા
લંડન દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  ઇંગ્લેન્ડ
મોસ્કો દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  રશિયા
ટોક્યો દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  જાપાન
ઉલાન બાટોર દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  મોંગોલિયા

શિક્ષણ

દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
ભારતની ટોચની મેડિકલ કૉલેજ તરીકે સાતત્યપૂર્ણ સ્થાન જાળવી રાખતી,[268] ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ, તબીબી સંશોધન અને સારવારના ક્ષેત્રમાં વૈશ્વિક આગેવાન છે.[270]

દિલ્હીમાં શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનો વહીવટ શિક્ષણ નિયામક, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCT) સરકાર અથવા ખાનગી સંસ્થા-સંગઠનો હસ્તક હોય છે. વર્ષ 2004–05માં, દિલ્હીમાં 2,515 પ્રાથમિક, 635 ઉત્તર-પ્રાથમિક, 504 માધ્યમિક અને 1,208 ઉચ્ચ માધ્યમિક શાળાઓ હતી. એ વર્ષે, શહેરમાં કુલ મળીને 165 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ હતી, જેમાં પાંચ મેડિકલ કૉલેજ, આઠ ઈજનેરી કૉલેજ; ડીયુ(DU), જેએનયુ(JNU), જેએમઆઈ (JMI), જીજીએસઆઈપીયુ (GGSIPU), ઈગ્નુ (આઈજીએનઓયુ-IGNOU) અને જામિયા હમદર્દ એમ છ યુનિવર્સિટી અને નવ સ્વાયત્ત વિશ્વવિદ્યાલયો હતાં. જીજીએસઆઈપીયુ (GGSIPU) એ એક માત્ર રાજય હસ્તકની યુનિવર્સિટી છે; ઈગ્નુ (IGNOU) એ મુક્ત/દૂરથી અભ્યાસ માટેની યુનિવર્સિટી છે; અને બાકીની તમામ કેન્દ્ર હસ્તક/મધ્યસ્થ યુનિવર્સિટીઓ છે.

દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
દિલ્હીની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટૅકનોલૉજી એ ભારતની સૌથી જાણીતી ઈજનેરી સંસ્થાઓમાંની એક છે.

અંગ્રેજી અથવા હિન્દી માધ્યમમાં શિક્ષણ આપતી દિલ્હીની ખાનગી શાળાઓએ બેમાંથી એક વહીવટી તંત્ર સાથે સંલગ્ન હોય છે- કાં તો કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકઝામિનેશન્સ (CISCE) અથવા સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજયુકેશન (CBSE). આખા દિલ્હીમાં વર્ષ 2004–05માં, આશરે 15.29 લાખ (1.529 મિલિયન) વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળામાં, આશરે 8.22 લાખ (0.822 મિલિયન) વિદ્યાર્થીઓએ ઉત્તર-પ્રાથમિક શાળામાં અને 6.69 લાખ (0.669 મિલિયન) વિદ્યાર્થીઓએ માધ્યમિક શાળાઓમાં પ્રવેશ લીધો હતો. કુલ પ્રવેશ લીધેલાં બાળકોમાંથી 49% વિદ્યાર્થિનીઓ હતી. એ જ વર્ષે, દિલ્હી સરકારે પોતાની કુલ રાજય આવકમાંથી 1.58%-1.95% જેટલો ખર્ચ શિક્ષણ પાછળ કર્યો હતો.

10+2+3 માળખા મુજબ દસ વર્ષનું પોતાનું માધ્યમિક તબક્કા સુધીનું શિક્ષણ પૂરું કર્યા પછી, વિદ્યાર્થીઓ બીજાં બે વર્ષ અથવા તો જુનિયર કૉલેજમાં અથવા તો ઉચ્ચ માધ્યમિક વર્ગો ધરાવતી શાળાઓમાં ગાળે છે, આ ગાળા દરમ્યાન તેમનો અભ્યાસ વધુ કેન્દ્રિત થાય છે. તેઓ પોતાના અભ્યાસનો પ્રવાહ પસંદ કરે છે- લલિત કળા, વાણિજય, વિજ્ઞાન અથવા વ્યાવસાયિક, જે ઓછું જોવા મળે છે. આ બે વર્ષનો અભ્યાસ પૂરો કર્યા પછી, જેમને આગળ વધવાની ઇચ્છા હોય તે કૉલેજમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરવા માટે ત્રણ વર્ષ ભણે છે અથવા તો કાયદાભ્યાસ, ઈજનેરી અથવા મેડિસિનની વ્યાવસાયિક પદવી મેળવવા માટે કૉલેજમાં જોડાય છે. દિલ્હીમાં આવેલી નોંધપાત્ર ઉચ્ચતર શિક્ષણની અથવા સંશોધનની સંસ્થાઓમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ, લેડી હાર્ડિંગ મેડિકલ કૉલેજ, ડૉ.રામમનોહર લોહિયા હોસ્પિટલ અને પીજીઆઈએમઈઆર(PGIMER), ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલૉજી, દિલ્હી, નેતાજી સુભાષ ઈન્સ્ટિટ્યૂટ આોફ ટેકનોલૉજી, દિલ્હી કૉલેજ ઓફ એન્જિનિયરિંગ, ગુરુ ગોવિંદ સિંઘ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, ઈન્ડિયન લૉ ઈન્સ્ટિટયૂટ, દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિકસ, ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટયૂટ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. 2008ના એક સર્વેક્ષણ મુજબ, આશરે 16% દિલ્હીવાસીઓ કમ સે કમ કૉલેજમાંથી અનુસ્નાતક થયાની પદવી ધરાવતા હતા.

માધ્યમો

દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
દિલ્હી ખાતે પિતાંપુરા ટી.વી. ટાવર પ્રસારણ કાર્યક્રમ

નવી દિલ્હી ભારતની રાજધાની હોવાથી રાજકીય અહેવાલો માટે તે મધ્યબિંદું સમાન છે, જેમાં ભારતીય સંસદના સત્રોનું નિયમિત પ્રસારણ પણ સમાવિષ્ટ છે. દેશભરમાં વ્યાપ્ત એવાં ઘણાં પ્રસાર-માધ્યમોની એજન્સીઓ દિલ્હી સ્થિત છે, જેમાં રાજય હસ્તકના પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને દૂરદર્શન પણ એક છે. શહેરમાં પ્રસારિત ટી.વી. પ્રોગ્રામોમાં દૂરદર્શનની બે નિઃશુલ્ક જમીન પરથી પ્રસારિત કરવામાં આવતી ટેલિવિઝન ચેનલો અને અનેક સિસ્ટમ ઓપરેટરો દ્વારા ચાલતી કેટલીક હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષા ની કેબલ ચેનલો પરથી કાર્યક્રમો જોવા મળે છે. તેનાથી વિપરીત, શહેરમાં સૅટેલાઈટ ટેલિવિઝનને હજુ બહોળા પાયા પર ગ્રાહકોનો સ્વીકાર મળ્યો નથી.

દિલ્હીમાં હજી પણ મુદ્રિત સમાચાર-માધ્યમોની લોકપ્રિયતા જળવાઈ રહી છે. વર્ષ 2004–05માં, શહેરમાંથી કુલ તેર ભાષામાં 1029 સમાચારપત્રો પ્રકાશિત થયા હતા. આમાંથી નવભારત ટાઈમ્સ , હિન્દુસ્તાન દૈનિક , પંજાબ કેસરી , દૈનિક જાગરણ , દૈનિક ભાસ્કર , દૈનિક દેશબંધુ અને સૌથી ઝડપી વ્યાપ સાધનાર સાપ્તાહિક ધ સ્ટેજમૅન ઈન્ટરનેશનલ સહિત કુલ 492 હિન્દી ભાષાના સમાચાર-પત્રો હતા. અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં અખબારોમાં આશરે ૧૦ લાખ પ્રતનો રોજિંદો ફેલાવો ધરાવતું ધ હિન્દુસ્તાન ટાઈમ્સ , એક માત્ર મોટું દૈનિક હતું. એ સિવાય બીજાં અંગ્રેજી અખબારોમાં ધ ઈન્ડિયન એકસપ્રેસ , બિઝનેસ સ્ટાન્ડર્ડ , ટાઈમ્સ ઓફ ઈન્ડિયા , ધ હિન્દુ , ધ પાયોનિયર અને એશિયન એજ નો સમાવેશ થાય છે. દિલ્હીમાં રેડિયો એ પ્રમાણમાં ઓછું લોકપ્રિય પ્રસાર માધ્યમ છે, અલબત્ત 2006માં કેટલીક એફએમ (FM) ચેનલોના ઉદ્ઘાટનથી એફએમ રેડિયોએ શહેરમાં પોતાના પગ જમાવવા શરૂ કરી દીધા છે. દિલ્હીથી અનેક રાજય હસ્તક અને ખાનગી રેડિયો સ્ટેશનો પ્રસારિત થાય છે, જેમાં દસ ભાષામાં છ રેડિયો ચેનલો આપતું ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) સ્ટેશન એ વિશ્વનું સૌથી મોટું રેડિયો સેવા આપતું સ્ટેશન છે. શહેર સ્થિત અન્ય રેડિયો સ્ટેશનો છે- બીગ એફએમ (92.7 FM) , રેડિયો મિર્ચી (98.3 FM) , ફિવર (104.0 FM) , રેડિયો વન (94.3 FM) , રેડ એફએમ (93.5 FM) , રેડિયો સિટી (91.1 FM) , હિટ ૯૫ (95.0 FM) અને મીઓવ (104.8FM) .

રમત ગમત

ભારતના અન્ય હિસ્સાઓની જેમ, દિલ્હીમાં પણ ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત છે. ભારતના સૌથી જૂનાં ક્રિકેટ મેદાનો માંથી એક, જયાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો પણ ગોઠવાય છે, તે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ ઉપરાંત શહેરભરમાં જુદા જુદા સ્થાને ક્રિકેટ મેદાનો આવેલાં છે. દિલ્હી ક્રિકેટ ટીમ, ભારતની રાષ્ટ્રીય સ્તરની પ્રથમ કક્ષાની ક્રિકેટ ચેમ્પિયનશિપ-રણજી ટ્રોફીમાં ભાગ લેતી હોય છે. આ ઉપરાંત આઈપીએલ(IPL)ની દિલ્હી ડેરડેવિલ્સ ટીમ અને આઈસીએલ(ICL)ની દિલ્હી જાયન્ટ્સ (પહેલાં દિલ્હી જેટ્સ નામ હતું) ટીમ પણ શહેર ધરાવે છે. મેદાની હૉકી, ફૂટબોલ (સૉકર), બાસ્કેટ બૉલ, ટેનિસ, ગોલ્ફ, બેડમિન્ટન, તરણ, ગાડાંની રેસ, વેઈટ લિફિંટગ અને ટેબલ ટેનિસ જેવી અન્ય રમતો પણ શહેરમાં લોકપ્રિય છે.[સંદર્ભ આપો]


દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ અને ઈન્દિરા ગાંધી ઈનડોર સ્ટેડિયમ જેવી રમતગમતની સવલતો છે. ભૂતકાળમાં દિલ્હી કેટલીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોનું યજમાન બન્યું છે, ઉ.દા. પહેલી અને નવમી એશિયન રમતો. હાલમાં દિલ્હી 2010ની કૉમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયારી કરી રહ્યું છે, જે શહેરમાં અત્યાર સુધી થયેલો સૌથી મોટો વિવિધ-રમતોનો સમારંભ હશે. 2014ની એશિયન ગેમ્સનું યજમાનપદું મેળવવા માટેની હોડમાં દિલ્હી ચૂકી ગયું હતું, પરંતુ હવે તે 2020ની ઓલમ્પિક રમતોના યજમાન બનવા માટેની હોડમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. 2010ની ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસની પહેલવહેલી રમતનું યજમાનપદું કરવા માટે દિલ્હીની પસંદગી થઈ છે.

સંદર્ભો

વધુ વાંચન

બાહ્ય કડીઓ

દિલ્હી વિષય પર વધુ જાણવા માટે જુઓ:
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  શબ્દકોશ
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  પુસ્તકો
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  અવતરણો
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  વિકિસ્રોત
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  સમાચાર
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ  અભ્યાસ સામગ્રી
દિલ્હી: નામ, ઇતિહાસ, ભૂગોળ 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
    સરકાર
    અન્યઃ

Tags:

દિલ્હી નામદિલ્હી ઇતિહાસદિલ્હી ભૂગોળદિલ્હી નગર વહીવટદિલ્હી સરકાર અને રાજકારણદિલ્હી અર્થતંત્રદિલ્હી ઉપયોગી સેવાઓદિલ્હી પરિવહનદિલ્હી વસ્તીદિલ્હી સંસ્કૃતિદિલ્હી સમકક્ષ શહેરોદિલ્હી શિક્ષણદિલ્હી માધ્યમોદિલ્હી રમત ગમતદિલ્હી સંદર્ભોદિલ્હી વધુ વાંચનદિલ્હી બાહ્ય કડીઓદિલ્હીકેન્દ્રશાસિત પ્રદેશનવી દિલ્હીભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત ટાઇટન્સઆદિ શંકરાચાર્યબહુચરાજીસંસ્કૃતિશીતળાભારત છોડો આંદોલનગૌતમ અદાણીસપ્તર્ષિવિરામચિહ્નોતુલસીદાસસમાનાર્થી શબ્દોકાઠિયાવાડી ઘોડાવિશ્વ વેપાર સંગઠનચંદ્રગુપ્ત મૌર્યવંદે માતરમ્સંસ્કારઅગિયાર મહાવ્રતચંદ્રશેખર આઝાદગુજરાતી થાળીલસિકા ગાંઠસાહિત્ય ગૌરવ પુરસ્કારઘોરખોદિયુંમહેન્દ્ર સિંઘ ધોનીબીજું વિશ્વ યુદ્ધચુનીલાલ મડિયાધીરૂભાઈ અંબાણીપ્રીટિ ઝિન્ટાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળવિધાન સભાભારતીય ચૂંટણી પંચપદ્મશ્રીસાવિત્રીબાઈ ફુલેવેણીભાઈ પુરોહિતહનુમાન મંદિર, સાળંગપુરસૂર્યમંડળમેષ રાશીધ્રુવ ભટ્ટહિંદુક્રોમાભાવનગરવાઘેલા વંશઉદ્‌ગારચિહ્નમાધ્યમિક શાળાભારતનો ઇતિહાસમુનસર તળાવઅમદાવાદ બીઆરટીએસપરેશ ધાનાણીગુજરાતનું સ્થાપત્યગ્રામ પંચાયતતુલા રાશિરક્તના પ્રકારગુજરાતી સાહિત્યજવાહરલાલ નેહરુઈન્દિરા ગાંધીભારતીય રૂપિયોમકર રાશિઅર્જુનસ્વામિનારાયણ સંપ્રદાયટ્વિટરજામા મસ્જિદ, અમદાવાદસિદ્ધપુરએપ્રિલ ૨૨ગુજરાતી સિનેમાપત્નીભારતીય ધર્મોદેવાયત પંડિતઆરઝી હકૂમતલતા મંગેશકરતલાટી-કમ-મંત્રીતાજ મહેલઆલ્બર્ટ આઇન્સ્ટાઇનમળેલા જીવએડોલ્ફ હિટલરભારતીય રેલકલ્પના ચાવલામોબાઇલ ફોનમુનમુન દત્તાપ્રમુખ સ્વામી મહારાજભીમ🡆 More