ભારતમાં મહિલાઓ

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં મહિલાઓ ની સ્થિતીમાં મોટા ફેરફારો આવ્યા છે.

પ્રાચીન સમયમાં પુરૂષોને સમકક્ષ થી લઈને મધ્યકાલીન યુગમાં નીચેના દરજ્જા સુધીનો ફેરફાર આવ્યા છે છે. અનેક સુધારાવાદીઓ દ્વારા સમાન હક્કને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ભારતમાં મહિલાઓની સ્થિતિનો ઇતિહાસ ઘણાં મહત્વપૂર્ણ બનાવોથી ભરેલો છે. આધુનિક ભારતમાં, મહિલાઓએ ભારતમાં ઉચ્ચપદોને શોભાવ્યા છે, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, વિરોધ પક્ષના અધ્યક્ષ વગેરે સામેલ છે.

ભારતમાં મહિલાઓ
ઐશ્વર્યા રાય બચ્ચનને તેના સૌંદર્ય માટે માઘ્યમો દ્વારા સતત વખાણવામાં આવી છે. .

ઇતિહાસ

ખાસ મહિલાઓની ભૂમિકાને લગતા બહુ થોડા લખાણો મળે છે; જેમાં વર્ષ 1730ની આસપાસ તંજાવુરના અધિકારી ત્ર્યંબકયજવને સ્ત્રીધર્મપદ્ધતિ અપવાદ છે. આ લખાણમાં ઈસ.પૂર્વે ચોથી સદીમાં લખાયેલી અપસ્તંભ સૂત્રને ધ્યાનમાં રાખીને મહિલાઓના વર્તન પરની નિંદા મહિલાઓ ઉપર લાદવામાં આવેલી ટિપ્પણીઓને સંકલિત કરવામાં આવ્યા છે. (c. 4th c. BCE). તેના પહેલા શ્લોક પ્રમાણે મુખ્ય ધર્મેશ સ્મૃત્તિશુ વિહિતો ભરત સુષુશા શાનામ હી પોતાનાના પતિની આજ્ઞા પ્રમાણે સેવા કરવાને તેની પ્રાથમિક ફરજ માનવામાં આવી છે. અહીં સુષુશા પરિભાષા (સાહિત્યિક "સાંભળવાની ઈચ્છા") એ બહુ બધા મતલબને આવરીલે છે. જેમાં એક શ્રદ્ધાળુની ઈશ્વરને અંજલિ, કે ગુલામની જેમ સેવા પણ સામેલ છે.

પ્રાચીન ભારત

વિદ્વાનો માને છેકે, પ્રાચીન ભારતમાં, મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષો જેટલા સમાન હક્કો ભોગવતી હતી. જોકે, અન્ય કેટલાક, આ અંગે વિરોધાભાસી અભિપ્રાયો ધરાવે છે. પ્રાચીન ભારતના વૈધ્યાકરણના નિષ્ણાતો જેમ કે, પતાંજલિ અને કાત્યાયન સૂચવે છે કે, વૈદિક કાળની શરૂઆતમાં મહિલાઓ શિક્ષિત હતી. ઋગ્વેદની રૂચાઓ સૂચવે છે કે, સ્ત્રીઓના લગ્ન પુખ્ત વયે થતા હતા અને કદાચ તેણી પતિને પસંદ કરવા માટે મુક્ત હતી. ઋગ્વેદ અને ઉપનિષદના લખાણો સૂચવે છે કે, અનેક મહિલાઓ ઋષિ અને મુની હતી, જેમાં ગાર્ગી અને મૈત્રૈય પ્રમુખ છે.

પ્રાચીન ભારતના કેટલાક રાજ્યોમાં નગરવધૂ (શહેરની વધૂ) જેવી પરંપરા હતી. નગરવધૂ નો ખિતાબ જીતવા માટે સ્ત્રીઓ વચ્ચે સ્પર્ધા થતી હતી. નગરવધૂનું વિખ્યાત ઉદાહરણ આમ્રપાલીનું છે.

અભ્યાસ પ્રમાણે, વૈદિક યુગના શરૂઆતના સમયમાં મહિલાઓ સમાન હક્કો અને પ્રતિષ્ઠા ભોગવતી હતી. જોકે, પાછળથી (ઈ.સ. પૂર્વે 500માં), સ્મૃત્તિઓના આગમનથી મહિલાઓનું સન્માન ઘટવા લાગ્યું. (ખાસ કરીને મનુસ્મૃત્તિ) અને બાબર તથા મુઘલ સામ્રાજ્યના ઈસ્લામિક આક્રમણથી અને પછી ખ્રિસ્તીઓના આગમનથી મહિલાઓના સ્વાતંત્ર્ય અને હક્કો પર પડદો પડી ગયો.

જોકે, જૈન સંપ્રદાય જેવી સુધારાવાદી ચળવળોએ મહિલાઓને ધાર્મિક વર્ગમાં મહિલાઓને પ્રવેશ આપ્યો, મોટા ભાગે, ભારતમાં મહિલાઓ બંદીવાન હતી અને તેમની ઉપર નિયંત્રણો હતા. માનવામાં આવે છે કે, છઠ્ઠી સદીથી બાળલગ્નની શરૂઆત થઈ.

મધ્યકાલીન સમય

મધ્યકાલીન સમયના સમાજમાં ભારતની મહિલાઓની સ્થિતી વધુ કથળી હતી. જ્યારે, કેટલાક સમુદાયોમાં સતી થવું, ભારતના કેટલાક સમુદાયોના સમાજ જીવનમાં બાળવિવાહ અને વિધવા વિવાહ પર પ્રતિબંધ સામાન્ય બન્યા હતા. ભારતીય ઉપ-મહાદ્વિપ ઉપર મુસલમાનોની જીતથી ભારતના સમાજમાં પડદાપ્રથાનું આગમન થયું. રાજસ્થાનના રાજપુતોમાં જૌહર કરવામાં આવતા હતા. ભારતના કેટલાક ભાગોમાં, દેવાદાસીઓ કે મંદીરની સ્ત્રીનું જાતિય શોષણ કરવામાં આવતું હતું. બહુપત્નીત્વ બહુધા પ્રચલીત હતા, ખાસ કરીને હિન્દુ ક્ષત્રિય શાસકોમાં તેનો ચાલ હતો. કેટલાક મુસલમાન પરીવારોમાં સ્ત્રીઓ જનાનાખાના પૂરતી મર્યાદિત હતી.

આ પ્રકારની સ્થિતિ છતાં, કેટલીક મહિલાઓએ રાજકારણ, સાહિત્ય, શિક્ષણ અને ધર્મના ક્ષેત્રમાં પ્રગતિ સાધી હતી. રઝિયા સુલતાન દિલ્હી ઉપર શાસન કરનારી એકમાત્ર મહિલા બની હતી. 1564માં મોઘલ બાદશાહ અકબરના સેનાપતિ અશફ ખાન સાથે યુદ્ધમાં મોતને ભેટતા પહેલા ગોંદની રાણી દુર્ગાવતિએ પંદર વર્ષ સુધી શાસન કર્યું હતું. 1590ના દાયકામાં મોઘલોની વિશાળ સેના સામે ચાંદબીબીએ અહેમદનગરની રક્ષા કરી હતી. જહાંગીરની પત્ની નૂર જહાંએ સામ્રાજ્યની તાકતને અસરકારક રીતે પોતાના કાબુમાં રાખી હતી. તેને મોઘલ તખ્થ પાછળની અસલી તાકત તરીકે ઓળખવામાં આવતી હતી. મોઘલ શાહજાદીઓ જહાંઆરા અને ઝેબુનિસ્સા જાણીતી કવિયિત્રીઓ હતી, અને શાસકીય વહિવટી તંત્ર પર તેમની અસર હતી. વહિવટદાર અને યૌદ્ધા તરીકેની તેમની ક્ષમતાના કારણે, શિવાજીના માતા જીજાબાઈને રાજના વહિવટદાર તરીકે નિમવામાં આવ્યા હતા.શિવાજી દક્ષિણ ભારતમાં ઘણી મહિલાઓ ગામડા, શહેરો, વિભાગો તેમજ સામાજિક અગ્રદૂત અને ધાર્મિક સંસ્થાઓમાં વહીવટ કરતી હતી.

ભક્તિ ચળવળોએ મહિલાઓના સન્માનને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો અને કેટલાક દમન સામે સવાલ ઉઠાવ્યાં. મીરાબાઈ મહિલા સંત-કવિયિત્રી હતા, ભક્તિ ચળવળના સૌથી અગત્યના પાત્રોમાં તેઓ મહત્વપૂર્ણ હતા. આ યુગના અન્ય મહિલા સંત-કવિયિત્રીઓમાં અક્કા મહાદેવી, રામી જનાબાદી અને લાલ દેડનો સમાવેશ થાય છે. હિન્દુત્વના ભક્તિ સંપ્રદાયો જેમ કે, મહાનુભવ, વરકરી, અને બીજી કેટલીક હિન્દુ ધર્મોની આંતરિક ચળવળોએ ખુલ્લીને સામાજિક ન્યાય અને સ્ત્રી-પુરૂષ વચ્ચે સમાનતાની હિમાયત કરી હતી.

ભક્તિ ચળવળ પછી ટૂંક સમયમાં, ગુરૂ નાનક, શીખોના પ્રથમ ધર્મગુરૂએ પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચે સમાનતાનો સંદેશો આપ્યો. તેમણે મહિલાઓ દ્વારા ધાર્મિક સભાઓને મંજૂરીની હિમાયત કરી, ભજન અને કિર્તન સભાનું નેતૃત્વ કરવાની અને ગાયન કરવાની ; ધાર્મિક વ્યવસ્થાપક સમિતિઓના સભ્ય બનવાની, રણભૂમિમાં સેનાઓના નેતૃત્વની ; લગ્નમાં સમાનતા અને અમૃત (ધાર્મિક દિક્ષાવીધિ)ની હિમાયત કરી હતી. બીજા શીખ ગુરૂઓએ પણ સ્ત્રીઓ સાથે ભેદભાવ સામે શિક્ષા આપી હતી.

ઐતિહાસિક રીતિઓ

કેટલાક સમુદાયોમાં સતી, જૌહર અને દેવદાસી જેવી પરંપરાઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આધુનિક ભારતમાં મોટાભાગે નાશ પામી છે. જોકે, ભારતના દૂરના વિસ્તારોમાં આ રીતિઓના કિસ્સા મળી આવે છે. કેટલાક સમુદાયોમાં ભારતીય મહિલાઓ દ્વારા હજૂ પણ પડદા પ્રથા પાળવામાં આવે છે, ભારતના સાંપ્રત કાયદાઓ હેઠળ ગેરકાયદેસર રીતિ હોવા છતાં, બાળલગ્ન પણ પ્રવર્તે છે.

સતી

સતીએ જૂની અને મોટાભાગે નષ્ટ થયેલી પ્રથા છે, કેટલાક સમુદાયોમાં વિધવાને તેના પતિની ચિતામાં જીવતી સળગાવી દેવામાં આવતી હતી. આમ તો આ ક્રિયા વિધવા દ્વારા સ્વેચ્છાએ સ્વીકારવાની હતી, છતાં એવું માનવામાં આવે છે કે, કેટલીક વખત આમ કરવા માટે વિધવાને ફરજ પાડવામાં આવતી હતી. 1829માં અંગ્રેજો દ્વારા તેને નાબુદ કરવામાં આવી હતી. આઝાદી પછી સતીપ્રથાના ચાલીસ જેટલા કિસ્સા નોંધાયા છે. 1987માં રાજસ્થાનની રૂપ કંવરનો કિસ્સો સતી (અટકાવવા)ના કાયદાને લાગૂ કરવા સુધી દોરી ગઈ હતી.

જૌહર

જૌહર એવી પ્રથા છે, જેમાં હારેલા યૌદ્ધાની તમામ પત્નીઓ અને પુત્રીઓ સળગી જતી હતી. શત્રુઓના હાથમાં પકડાઈ જવા અને પછી શોષણને ટાળવા માટે આમ કરવામાં આવતું હતું. પરાજીત રાજપૂત શાસકો, જેઓ તેમના સન્માનને સૌથી ઉપર ગણતા હતા, તેમની પત્નીઓ દ્વારા આ પ્રથાને અનુસરવામાં આવતી હતી.

પડદા

કેટલાક સમુદાયોમાં પડદો એવી રીતિ છે, જેમાં મહિલાઓએ તેમના શરીરની જેમ ત્વચા અને તેમના ઘાટને ઢાંકે. તે મહિલાઓની હરફર ઉપર નિયંત્રણ લાદે છે, તે મુક્તપણે વાતચીત કરવાના હક્કને કાપે છે, અને તે મહિલાઓ તાબામાં હોવાના પ્રતિકરૂપ છે. બંને ધર્મોના ધાર્મિક નેતાઓની અજ્ઞાનતા અને પૂર્વાગ્રહોના કારણે આ ગેરમાન્યતા ઉદ્દભવી છે, ઈસ્લામ કે હિન્દુત્વની ધાર્મિક શિક્ષાનો પડધો નથી પાડતા.[સંદર્ભ આપો]

દેવદાસીઓ

દેવદાસીએ દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોની પ્રથા છે, જેમાં મહિલાઓના "લગ્ન" દેવ અથવા મંદીર સાથે કરવામાં આવે છે. ઈસુની દસમી સદી સુધીમાં આ પ્રથા મજબુત રીતે સ્થાપિત થઈ ગઈ હતી. આગળના સમયમાં, ભારતના કેટલાક ભાગોમાં દેવદાસીઓનું ગેરકાયદેસર જાતિય શોષણ પ્રથા બની ગયા.

બ્રિટિશ શાસન

19મી સદીમાં યુરોપના વિદ્વાનોએ નોંધ્યું કે, હિન્દુ મહિલાઓ અન્ય મહિલાઓ કરતા "નૈસર્ગિક રીતે ચારિત્ર્યશીલ" અને "વધુ ગુણવાન" છે. બ્રિટિશ રાજ દરમિયાન અનેક સુધારકો જેમ કે, રામ મોહન રૉય, ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર, જ્યોતિરાવ ભૂલે વગેરે મહિલાઓના ઉત્કર્ષ માટે લડ્યા હતા. આ યાદી જોતા એવું લાગે કે રાજ દરમિયાન અંગ્રેજોએ કોઈ સકારાત્મક પ્રદાન આપ્યું ન હતું, તે પૂર્ણપણે સાચું નહીં હોય, કેમ કે, મિશનરીઓના પત્નીઓ જેમ કે માર્થા મોલ્ટ ઉર્ફે મીડ અને તેમની પુત્રી એલિઝા કેલ્ડવેલ ઉર્ફે મોલ્ટને દક્ષિણ ભારતની છોકરીઓના શિક્ષણ અને તાલિમની શરૂઆત કરવા માટે યોગ્ય રીતે યાદ કરવામાં આવે છે- શરૂઆતમાં સ્થાનિકોએ આ પ્રથાનો વિરોધ કર્યો, આગળ તે પરંપરા ઉડી ગઈ. રાજા રામમોહન રૉયના પ્રયાસો 1829માં ગવર્નર-જનરલ વિલિયમ કેવેન્ડિશ-બેન્ટિકના કાળમાં સતી પ્રથાની નાબુદી તરફ દોરી ગયા. ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરની વિધવા મહિલાઓની સ્થિતી સુધારવાની ચળવળ 1856માં વિધવા પુનઃવિવાહ કાયદા સુધી દોરી ગઈ. અનેક મહિલા સુધારકો જેમ કે પંડિત રમાબાઈએ પણ મહિલાઓના ઉત્કર્ષના કામમાં સહાય કરી હતી.

કિટ્ટુર ચિન્નમા, કર્ણાટકના રજવાડા કિટ્ટુરના મહારાણી હતા, અંગ્રેજોની ખાલસાનીતિ સામે તેમણે બળવો કર્યો હતો અને સૈન્યનું નેતૃત્વ કર્યું હતું. 16મી સદીમાં તટીય કર્ણાટકની રાણી અબ્બક્કા રાણીએ યુરોપી સેનાઓના આક્રમણને, ખાસ કરીને પોર્ટુગલોના આક્રમણને સફળતાપૂર્વક ખાળ્યું હતું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોની સામે 1857માં ભારતીયોના બળવાનું નેતૃત્વ કર્યું હતું. હવે, તેણીને બૃહૃદ રીતે રાષ્ટ્રવાદી નાયક તરીકે ઓળખવામાં આવે છે. બેગમ હઝરત મહલ, અવધના સહ-શાસક, વધુ એક એવા શાસક હતા, જેમણે 1857ના વિપલ્વનું નેતૃત્વ કર્યું હતું. તેણીએ અંગ્રેજો સાથે સંધિ કરવાનો ઈન્કાર કરી દીધો અને છેવટે નેપાળમાં એકાંતવાસ ગાળ્યો હતો. આ ગાળાના ગણતરીના નોંધપાત્ર મહિલા શાસકોમાં ભોપાલના બેગમોનો પણ સમાવેશ થાય છે. લડાયક કૌશલ્યોમાં તેમણે પડદાપ્રથાનો ઉપયોગ નહોતો કર્યો.

ચંદ્રમુખી બસુ, કાદમ્બનિ ગાંગુલી અને આનંદી ગોપાલ જોષી ભારતની શરૂઆતી મહિલાઓમાંથી હતી, જેમણે શૈક્ષણિક પદ્દવી હાંસલ કરી હોય.

1917માં મહિલાઓનું પ્રથમ પ્રતિનિધિ મંડળ રાજ્યના સચિવને મળ્યું હતું અને મહિલાઓના રાજકીય અધિકારીઓની માગ કરી હતી, તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સમર્થન હાંસલ હતું. 1927માં ઓલ ઈન્ડિયા વિમેન્સ એજ્યુકેશન કોન્ફરન્સ (અખિલ ભારતીય મહિલા શિક્ષણ પરિષદ) મળી હતી. 1929માં બાળલગ્ન પ્રતિબંધ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં લગ્ન સમયે છોકરીની ઉંમર ઓછા માં ઓછી 14 વર્ષની નક્કી કરવામાં આવી હતી, મહંમદ અલી ઝીણાના પ્રયાસો થકી આ કાયદો પસાર થયો હતો. ખુદ મહાત્મા ગાંધીએ 13ની વયે લગ્ન કર્યા હોવા છતાં, પાછળથી તેમણે લોકોને બાલ લગ્નનો બહિષ્કાર કરવા માટે વિનંતી કરી હતી અને બાળ વિધવાઓ સાથે લગ્ન કરવા યુવાનોને હાંકલ કરી હતી.

ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં મહિલાઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી. કેટલાક વિખ્યાત સ્વાતંત્ર્ય સેનાનીઓમાં ભિખાજી કામા, ડૉ. એન્ની બેસન્ટ, પ્રીતિલત્તા વાડેદાર, વિજ્યાલક્ષ્મી પંડિત, રાજકુમારી અમૃત કૌર, અરૂણા આશફ અલી, સૂચેતા ક્રિપ્લાની, અને કસ્તૂરબા ગાંધીનો સમાવેશ થાય છે. બીજા નોંધપાત્ર નામોમાં મુથ્થુલક્ષ્મી રેડ્ડી અને દુર્ગાબાઈ દેશમુખ વગેરેનો સમાવેશ થાય છે. સુભાષચંદ્ર બોઝની ઈન્ડિયન નેશનલ આર્મીમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ રેજિમેન્ટ હતી, જે કેપ્ટન લક્ષ્મી સહેગલ સહિત પૂર્ણપણે મહિલાઓની બનેલી હતી. કવિયિત્રી અને સ્વાતંત્ર્ય સેનાની સરોજીની નાયડુ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા, અને ભારતના રાજ્યના રાજ્યપાલ બનનારા પ્રથમ મહિલા હતા.

સ્વતંત્ર ભારત

ભારતમાં મહિલાઓ હાલ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે, જેમ કે, શિક્ષણ, રમત-ગમત, રાજકારણ, માધ્યમો, કલા અને સંસ્કૃત્તિ, સેવા ક્ષેત્ર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વગેરે. ઈન્દિરા ગાંધી, તેમણે ભારતના વડાપ્રધાન તરીકે કુલ 15 વર્ષના ગાળા માટે સેવા આપી, તેઓ વિશ્વમાં સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપનારા મહિલા છે.

ભારતના બંધારણ દ્વારા, તમામ ભારતીય મહિલાઓને સમાનતાનો હક્ક આપવામાં આવ્યો છે (કલમ-14), રાજ્ય દ્વારા ભેદભાવ નહીં (કલમ 15(1)), સમાનતાનો હક્ક (કલમ 16), સમાન કામ માટે સમાન ચૂકવણું (કલમ 39 (ડી)). વધુમાં, તે રાજ્ય દ્વારા મહિલાઓ અને બાળકોની તરફેણમાં વિશેષ જોગવાઈઓ કરવાની મંજૂરી આપે છે (કલમ 15(3)), મહિલાઓના સ્વમાનનું અપમાન કરનારી તમામ રીતિઓને ત્યાગવા કહે છે (કલમ 51 (એ) (અ) (ઈ) (ઈ)), તે રાજ્યને મહિલાઓ માટે કાર્યસ્થળે ન્યાયી અને માનવીય સંજોગો અને પ્રસૂતિ રાહત માટે યોગ્ય જોગવાઈઓ કરવા માટે મંજૂરી આપે છે. (કલમ 42).

1970ના દાયકાના અંતભાગમાં ભારતમાં નારીવાદી સક્રિયતાએ ગતિ પકડી હતી. મથુરા રેપ કેસ મહિલા જૂથોને રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓ પર સાથે લાવ્યો. મથુરાના પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી દ્વારા યુવાન છોકરીનો બળાત્કાર કરવામાં આવ્યો હતો, તેની મુક્તિ સામે 1979-80માં વ્યાપક દેખાવો થયા હતા. રાષ્ટ્રીય માધ્યમો, દ્વારા તેને વ્યાપક પણે આવરી લેવામાં આવ્યા, અને સરકારને પૂરાવાના કાયદામાં, ફોજદારી પ્રક્રિયાના કાયદામાં અને ભારતીય દંડ સંહિતામાં જેલમાં બળાત્કારની શ્રેણી સામેલ કરવાની ફરજ પડી. સ્ત્રી ભ્રૂણહત્યા, લૈંગિક ભેદભાવ, મહિલા આરોગ્ય અને મહિલા સાક્ષરતા જેવા વિષયો પર મહિલા કાર્યકરો એક થયા.

ભારતમાં મહિલા પરની હિંસા સાથે દારૂને પણ સાંકળવામાં આવે છે. આંધ્રપ્રદેશ, હિમાચલપ્રદેશ, હરિયાણા, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને બીજા રાજ્યોમાં અનેક મહિલા જૂથોએ દારૂ-વિરોધી અભિયાનો છેડ્યા છે. ઘણી મુસ્લીમ મહિલાઓએ શરિયત હેઠળ મહિલાઓના હક્કોનું ધાર્મિક નેતાઓ દ્વારા વિશ્લેષણ પર સવાલ ઉઠાવ્યા છે અને ત્રણ વખત તલાકની પ્રથાની આલોચના કરી છે.

1990ના દાયકામાં, વિદેશી દાતા સંસ્થાઓ તરફથી મળતા દાનથી, નવા મહિલા-કેન્દ્રીય સ્વૈચ્છિક સંસ્થાઓની સ્થાપના શક્ય બની છે. સ્વ-સહાય જૂથો અને સ્વૈચ્છિક સંસ્થાઓ, જેમકે, સેલ્ફ એમ્પલોઈડ વિમેન્સ એસોસિએશન (સેવા)એ ભારતમાં મહિલાઓના અધિકાર માટે મોટી ભૂમિકા ભજવી છે. અનેક મહિલાઓ સ્થાનિક ચળવળોમાં નેતા તરીકે ઊભરી આવી છે. ઉદાહરણ તરીકે, નર્મદા બચાવો આંદોલનના મેધા પાટકર.

ભારત સરકાર દ્વારા વર્ષ 2001ને મહિલા સશક્તિકરણ (સ્વશક્તિ ) વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2001માં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ પસાર કરવામાં આવી હતી.

વર્ષ 2006માં, ઈમરાના નામની મુસલમાન બળાત્કાર પીડિતાના કિસ્સાને – માધ્યમો દ્વારા પ્રકાશમાં લાવવામાં આવ્યો હતો. ઈમરાના ઉપર તેના સસરાંએ બળાત્કાર કર્યો હતો. કેટલાક મુસલમાન મૌલવીએ એવું જાહેર કર્યું હતું કે, ઈમરાનાએ તેના સસરા સાથે લગ્ન કરવા જોઈએ. જેના કારણે, વ્યાપક વિરોધ થયો હતો અને છેવટે ઈમરાનાના સસરાને દસ વર્ષની જેલની સજા થઈ હતી, આ ચૂકદાનું કેટલીક નારીવાદી સંસ્થાઓ અને ઓલ ઈન્ડિયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

9 માર્ચ 2010ના દિવસે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પછી. રાજ્ય સભા દ્વારા મહિલા અનામત ધારો, પસાર કરવામાં આવ્યો, જેમાં સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતની ખાતરી આપવામાં આવી છે.

સમયચક્ર

દેશમાં મહિલાઓ દ્વારા શું સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે, તેના ઉપર નજર કરીને તેમની સ્થિતિમાં આવેલા સતત પરિવર્તન પર નજર કરી શકાય છે:

  • 1879: જ્હોન ઈલિયટ ડ્રિન્ક વોટ બેથુને 1849માં બેથુન શાળાની સ્થાપના કરી, જે 1879માં બેથુન કોલેજ તરીકે વિકસી, આમ તે ભારતની પ્રથમ મહિલા કોલેજ બની.
  • 1883: ચંદ્રમુખી બસુ અને કાદમ્બનિ ગાંગુલી ભારત અને બ્રિટિશ સામ્રાજ્યની પ્રથમ મહિલા સ્નાતકો બની.
  • 1886: કાદમ્બિની ગાંગુલી અને આનંદી ગોપાલ જોષી પશ્ચિમી ઔષધ વિજ્ઞાનમાં તાલિમ હાંસલ કરનારા ભારતના પ્રથમ મહિલા બન્યાં.
  • 1905: સુઝેન આરડી ટાટા કાર ચલાવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા.
  • 1916: પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય, એસએનડીટી (SNDT) મહિલા વિશ્વવિદ્યાલય 2 જૂન 1916ના દિવસે સમાજ સુધારક ધોન્ડો કેશવ કર્વે દ્વારા માત્ર પાંચ વિદ્યાર્થીનીઓ સાથે સ્થાપવામાં આવ્યું.
  • 1917: એન્ની બેસન્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.
  • 1919: અજોડ સમાજ સેવાના માટે, પંડિત રમાબાઈ બ્રિટિશ રાજમાં કૈસર-એ-હિન્દનું સન્માન મેળવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં.
  • 1925: સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભારતમાં જન્મેલા પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.
  • 1927: અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના થઈ.
  • 1944: અસિમા ચેટરજી ભારતના વિશ્વ વિદ્યાલયમાંથી ડૉક્ટરેટ ઓફ સાઈન્સની પદ્દવી હાંસલ કરનારા પ્રથમ મહિલા બન્યાં.
  • 1947: 15 ઓગસ્ટ 1947ના આઝાદી પછી, સરોજિની નાયડુ સંયુક્ત પ્રાંતોના રાજ્યપાલ બન્યાં અને આ પ્રક્રિયામાં ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યાં.
  • 1951: ડેક્કન એરવેઝના પ્રેમ માથુર વ્યવસાયી વિમાનચાલક બનનારા પ્રથમ ભારતીય બન્યાં.
  • 1953: વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ(અને પ્રથમ ભારતીય) બન્યા.
  • 1959: અન્ના ચંડી ભારતમાં ઉચ્ચ ન્યાયાલય (કેરળ હાઈકોર્ટ)ના પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા.
  • 1963: સૂચેતા ક્રિપલાની ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યાં, ભારતના કોઈપણ રાજ્યમાં આ પદ ધારણ કરનાર પ્રથમ મહિલા બન્યાં.
  • 1966: કેપ્ટન દુર્ગા બેનરજી દેશની વિમાન સેવા ઈન્ડિયન એરલાઈન્સના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યા.
  • 1966: કમલાદેવી ચટ્ટોપાધ્યાય સામુદાયિક નેતૃત્વ માટે રોમન મેગ્સેસે એવોર્ડ જીત્યા.
  • 1966: ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
  • 1970: કમલજીત સંધૂ એશિયન રમતોત્સવમાં સુવર્ણ પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
  • 1972: કિરણ બેદી ભારતીય પોલીસ સેવામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા.
  • 1979: મધર ટેરેસાએ નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો, આમ કરનાર તેઓ ભારતના પ્રથમ મહિલા નાગરિક બન્યા.
  • 1984: 23 મે ના દિવસે, બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા.
  • 1989: જસ્ટિસ એમ. ફાતિમા બીવી ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયધીશ બન્યા.
  • 1997: કલ્પના ચાવલા અવકાશમાં જનાર ભારતમાં જન્મેલ પ્રથમ મહિલા બન્યા.
  • 1992: પ્રિયા જીંગન ભારતની સેનામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા (આગળ જતા 6 માર્ચ 1993ના તેઓ સેનામાં ઔપચારિક રીતે સામેલ થયા.)
  • 1994: હરિતા કૌર દેઓલ ભારતીય વાયુદળના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યા, જેને એકલાં ઉડ્ડાણ ભરી હતી.
  • 2000: કર્ણામ મલ્લેશ્વરી ઓલ્પિકમાં પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા (2000માં સિડનીમાં ઉનાળુ ઓલમ્પિક વખતે કાંસ્યપદક મેળવ્યો હતો.)
  • 2002: લક્ષ્મી સહેગલ ભારતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઊભા રહેનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
  • 2004: પુનિતા અરોરા ભારતીય સેનાના પ્રથમ મહિલા બન્યા, જે લેફ્ટનન્ટ જનરલના સર્વોચ્ચ હોદા સુધી પહોંચ્યા હોય.
  • 2007: પ્રતિભા પાટિલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.
  • 2009: મીરા કુમાર ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા.

સંસ્કૃતિ

સમગ્ર ભારતમાં મહિલાઓ સાડી (એક લાંબું કપડું જેને શરીરની ફરતે વિંટાળી શકાય) અને સલ્વાર-કમીઝ પહેરે છે. બિંદી (ચાંલ્લો) એ ભારતીય મહિલાઓ માટે મેકઅપનો એક ભાગ છે. પરંપરાગત રીતે લાલ બિંદી અને સિંદૂર ફક્ત લગ્ન કરેલી હિન્દુ મહિલાઓ જ પહેરી શકતી હતી. પરંતુ હવે તેઓ મહિલાઓની ફેશનનો એક ભાગ બની ગયા છે.

રંગોળીએ પરંપરાગત કળા છે, જે ભારતીય મહિલાઓમાં ખૂબ જ પ્રખ્યાત છે.

શિક્ષણ અને આર્થિક વિકાસ

1992-93ના આંકડા અનુસાર, ફક્ત 9.2% ભારતીય પરિવારો જ મહિલા સંચાલિત હતા. જો કે ગરીબી રેખાથી નીચે જીવતા 35% ઘરો મહિલા સંચાલિત હતા.

શિક્ષણ

ભારતમાં ધીમે-ધીમે સ્ત્રી શિક્ષણમાં સુધારો થઇ રહ્યો છે, પરંતુ પુરુષની સરખામણીએ સ્ત્રીઓમાં શિક્ષણનો દર ઓછો છે. છોકરાઓની સરખામણીએ ઘણી ઓછી છોકરીઓ સ્કુલમાં નામ નોંધાવે છે, અને તેમાંથી ઘણી ભણવાનું છોડી પણ દે છે. નેશનલ સેમ્પલ સર્વે 1997ના આકંડાઓ પ્રમાણે, ફક્ત કેરળ અને મિઝોરમ રાજ્યમાં જ સાર્વત્રિક સ્ત્રી શિક્ષણ દર જોવા મળ્યો છે. મોટા ભાગના નિષ્ણાતોના મત અનુસાર, કેરળમાં મહિલાઓના સામાજિક અને આર્થિક વિકાસ પાછળનું મુખ્ય પરિબળ સાક્ષરતા છે.

અનૌપચારિક શિક્ષણ (નોન-ફોર્મલ એજ્યુકેશન) (NFE) કાર્યક્રમ હેઠળ, રાજ્યમાં કુલ કેન્દ્રમાંથી લગભગ 40% અને યુટી(UT)માંથી કુલ કેન્દ્રમાંથી 10% કેન્દ્ર ફક્ત મહિલાઓ માટે સંપૂર્ણ રીતે અનામત રાખવામાં આવ્યા છે.[સંદર્ભ આપો] 2000ની ગણતરી અનુસાર, એનએફઇ (NFE)ના 0.3 મિલિયન કેન્દ્ર કાર્યરત છે, જેમાં લગભગ 7.42 મિલિયન વિદ્યાર્થિઓ શિક્ષા મેળવે છે. જેમાંથી લગભગ 0.12 મિલિયન ફક્ત છોકરીઓ માટે જ સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવ્યા છે.[સંદર્ભ આપો] શહેરી ભારતમાં છોકરીઓ લગભગ છોકરાઓની સમાંતર જ શિક્ષણ મેળવે છે પરંતુ ગ્રામીણ ભારતમાં સતત છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ છોકરાઓની સરખામણીએ ઓછું છે.

યુ.એસ. (U.S.) ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના 1998ના અહેવાલ અનુસાર, ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે સૌથી મોટા અવરોધોમાં શાળાઓમાં અપૂરતી સુવિધાઓ(આરોગ્ય વિષયક સુવિધા), સ્ત્રી શિક્ષકોનો અભાવ અને અભ્યાસક્રમમાં જાતી વિષયક પૂર્વગ્રહ સમાવિષ્ટ છે, (મોટાભાગની સ્ત્રીઓને નબળી અને લાચાર દર્શાવવામાં આવે છે.)

કાર્યબળ ભાગીદારી

સામાન્ય માન્યતાથી વિરુદ્ધ, ભારતમાં કાર્યક્ષેત્રે મહિલાઓની સંખ્યાની ટકાવારી મોટી છે. રાષ્ટ્રીય માહિતી સંગ્રહ સંસ્થા એ સ્વીકાર્યુ હતું કે, કર્મચારી તરીકે મહિલાઓના પ્રદાનને ખૂબ જ ગંભીર રીતે ઓછું આંકવામાં આવે છે. જો કે, વળતર ચૂકવીને કરાવવામાં આવતા કાર્યોમાં મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ ઘણી ઓછી છે. શહેરી વિસ્તારમાં કર્મચારીઓ તરીકે મહિલાઓની સંખ્યા ઘણી આકર્ષક છે. ઉદાહરણ તરીકે સોફ્ટવેર ઉદ્યોગમાં મહિલા કર્મચારીઓની સંખ્યા 30% જેટલી છે. તેઓ કામના સ્થળે પગારમાં તથા હોદ્દાની બાબતમાં પુરુષોની સમાંતર કામગીરી કરે છે.

કુલ મજૂર મહિલાઓમાંથી 89.5% જેટલી મહિલા ગ્રામીણ ભારતમાં કૃષિ અને તેને સંલગ્ન ઉદ્યોગ ક્ષેત્રમાં જોવા મળે છે. કુલ મજૂરી કામમાં સમગ્ર ખેત ઉત્પાદનમાં 55% થી 66% ફાળો મહિલાઓનો છે. 1991ના વિશ્વ બેંકના એક એહેવાલ અનુસાર, ભારતના ડેરી ઉત્પાદનની કુલ રોજગારીમાંથી 94% રોજગાર વ્યક્તિઓ મહિલાઓ હતી. જંગલ આધારિત લઘુ ઉદ્યોગોની કુલ રોજગારીમાં મહિલાઓનો ફાળો 51% છે.

મહિલા વેપારની સૌથી વધુ પ્રખ્યાત સફળ વાર્તા શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડની છે. 2006ના વર્ષમાં કિરણ મજુમદાર-શોએ બાયોકોનની શરૂઆત કરી, જે ભારતની પ્રથમ બાયોટેક કંપની છે. તેમને (કિરણ મજૂમદાર-શો) ભારતની સૌથી વધુ ધનિક મહિલાઓમાં સ્થાન મળ્યું છે. લલિતા ગુપ્તે અને કલ્પના મોરપરિયા (બંને ભારતની મહિલા ઉદ્યોગસાહસિકો છે જેમને ફોબોર્સની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓ માટેની યાદીમાં સ્થાન મળ્યું છે) ભારતની સૌથી મોટી બાજા ક્રમાંકની આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકનું સંચાલન કરે છે.

જમીન અને માલિકીના હકો

મોટાભાગના ભારતીય પરિવારોમાં, મહિલાઓ પાસે પોતાના નામની મિલકત હોતી નથી તેમજ પિતાની મિલકતમાંથી તેમને ભાગ પણ મળતો નથી. રક્ષણ માટેના કાયદાઓના નબળા પાલનને કારણે મહિલાઓને થોડા પ્રમાણમાં જમીન અને માલિકી હકો પ્રાપ્ત છે. વાસ્તવમાં જમીન અને માલિકીના હકોની વાત આવે છે ત્યારે મહિલાઓ વિરુદ્ધ ક્યારેક લિંગ આધારિત ભેદભાવ રાખવામાં આવે છે. 1956 ના મધ્યમાં હિન્દુ પર્સનલ લો (હિન્દુ વ્યક્તિગત કાયદો) પ્રમાણે (જે હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન લોકોને લાગુ પડતો) મહિલાઓને વારસાગત માલિકીમાં હક્ક આપવામાં આવતો. જોકે દિકરાઓને પૂર્વજોની મિલકતમાં સ્વતંત્ર રીતે હક્ક આપવામાં આવ્યો છે, પરંતુ દિકરીઓને આ હિસ્સો તેના પિતા તરફથી પ્રાપ્ત થાય છે. આથી પિતા તેની પૂર્વજોની મિલકતમાંથી ફરીથી જાહેરાત કરીને દિકરીનો વારસા હક્ક લઇ પણ શકે છે, પરંતુ દિકરો તેના પોતાના અધિકારોથી તેનો હિસ્સો મેળવી શકે છે. વધારામાં લગ્ન કરેલી દિકરી જો લગ્ન બાદ સતામણીનો ભોગ બને તો પણ પૂર્વજોના ઘરમાં રહેવાનો હક્ક ધરાવતી નથી. 2005માં હિન્દુ કાયદામાં કરવામાં આવેલા સુધારા બાદ, હવે મહિલાઓને પુરુષો જેટલું જ સ્થાન આપવામાં આવ્યું છે.

1986માં, ભારતની સર્વોચ્ચ અદાલતે જૂના છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા શાહ બાનોને, ભરણપોષણના નાણા મેળવવા માટે હકદાર જાહેર કરી હતી. જો કે, કટ્ટરપંથી મુસ્લિમ નેતાઓએ આ નિર્ણયનો જોરશોરથી વિરોધ કર્યો હતો, તેમનો આરોપ હતો કે કોર્ટ તેમના વ્યક્તિગત કયદાઓમાં (શરિયત) દખલ કરી રહી છે.

જેને પગલે કેન્દ્ર સરકારે તુરંત જ મુસ્લિમ મહિલાઓ માટે(છૂટાછેડા અંતર્ગત અધિકારનું રક્ષણ) કાયદો જાહેર કર્યો.

એ જ રીતે, એક ખ્રિસ્તી મહિલા પણ તેના છૂટાછેડાના સમાન અધિકારો માટે વર્ષો સુધી લડતી રહી અને અંતે સફળ થઇ. 1994માં મહિલાઓની સંસ્થાઓ સહિત બધા ચર્ચે સાથે મળીને એક કાચો મુસદ્દો તૈયાર કર્યો, જે ક્રિશ્ચન મેરેજ અને મેટ્રોમોનિઅલ કોસીસ બીલ (ક્રિશ્ચન લગ્ન અને લગ્નવિષયક કારણ વિધેયક) તરીકે ઓળખાયો. જોકે હાલમાં પણ સરકારે તે અંગેના પ્રાસંગીક કાયદાઓમાં કોઈ જ સુધારા કર્યા નથી.

મહિલાઓ વિરુદ્ધ ગુના

ભારતમાં પોલિસની નોંધ અનુસાર, મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓની સંખ્યા ખૂબ જ વધુ છે. કેન્દ્રિય ગુના નોંધ શાખાના 1998ના અહેવાલ અનુસાર, 2010માં થનારી વસતી વૃદ્ધિના દર કરતા પણ મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓનો દર ઉંચો રહેશે. અગાઉ બળાત્કાર કે ત્રાસના ઘણા કિસ્સાઓ સામાજિક કલંકને કારણે પોલીસમાં નોંધવામાં આવતા ન હતા. અધિકૃત આંકડા દર્શાવ્યા અનુસાર, મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓમાં નાટ્યાત્મક રીતે વધારો જોવા મળ્યો છે.

જાતીય સતામણી

1990માં નોંધાયેલા છેડતી અને જાતીય સતામણીના કુલ કુલ કિસ્સાઓમાંથી અડધાથી વધુ ગુના કામના સ્થળોએ નોંધાયેલા હતા. પુરુષો દ્વારા જો મહિલાઓને ગમ્મત ખાતર પણ શાબ્દિક સતામણી કરવામાં આવી હોય તે શારિરીક ત્રાસ કે માનસિક સતામણી તરીકે નોંધવામાં આવે છે. ઘણા કાર્યકર્તાઓનો આરોપ છે કે મહિલાઓની જાતીય સતામણીના વધી રહેલા કિસ્સાએ "પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ છે". 1987માં મહિલાઓના અશ્લીલ પ્રદર્શન (પ્રતિબંધ) કાયદો પસાર કરવામાં આવ્યો, જાહેરખબરો અથવા પ્રકાશનોમાં, લખાણો, ચિત્રો કે આકૃતિઓ અથવા અન્ય કોઈ પણ રીતે મહિલાઓને અશ્લીલ દર્શાવવાના કિસ્સાઓને રોકવા માટે આ કાયદો ઘડાયો હતો.

1997માં, એક સીમારૂપ ચૂકાદામાં, ભારતની સુપ્રીમ કોર્ટે કામના સ્થળો પર મહિલાઓની જાતીય સતામણી વિરુદ્ધ ગંભીર વલણ અપનાવ્યું હતું. કોર્ટ દ્વારા ખોટી કે સાચી ફરિયાદ અટકાવવા અને તેનું નિરાકરણ લાવવા અંગે પણ એક નિશ્ચિત દિશાચિન્હ જાહેર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રિય મહિલા આયોગ દ્વારા આ દિશાચિન્હને ધ્યાનમાં લઇને રોજગારી આપનાર માટે ખૂબ જ ઝિણવટપૂર્વક એક આચારસંહિતા તૈયાર કરવામાં આવી.

દહેજ

1961માં, ભારત સરકાર દ્વારા દહેજ પ્રતિબંધ કાયદો પસાર કરવામાં આવ્યો. લગ્નની તૈયારીમાં કરવામાં આવતી દહેજની માંગને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી. જો કે તેમ છતાં પણ દહેજ સંબંધિત ઘરેલું હિંસા, આત્મહત્યા અને ખૂનના કિસ્સા નોંધાયેલા જોવા મળ્યા છે. 1980માં આવા સંખ્યાબંધ કિસ્સા નોંધાયેલા છે.

1985માં, દહેજ પ્રતિબંધક નિયમ કડક કરવામાં આવ્યો (કન્યા અને વરને આપવામાં આવતી ભેટની વિગત તૈયાર કરવાનું જાહેર કરવામાં આવ્યું). આ કાયદા અનુસાર, લગ્ન સમયે કન્યા અને વરને આપવામાં આવતી ભેટની વિગત તૈયાર કરીને તેમાં નીચે સહી કરીને રાખવું. આ વિગતમાં દરેક ભેટની સંપૂર્ણ વિગત અને તેની અંદાજિત કિંમત, જે વ્યક્તિએ તે ભેટ આપી હોય તેનું નામ અને તેની સાથેનો સંબંધ નોંધવામાં આવશે. જો કે આ નિયમ ક્યારેક જ અમલમાં મૂકવામાં આવે છે.

1997માં, અહેવાલ દર્શાવે છે કે, દહેજને કારણે દર વર્ષે લગભગ 5,000 જેટલી મહિલાઓનું મૃત્યુ થાય છે, અને લગભગ દરરોજ એક ડઝનથી વધુ મહિલાઓ જાણી જોઇને રસોઇમાં લગાડવામાં આવેલી આગથી મૃત્યુ પામે છે. જેને “દુલ્હનને સળગાવવી” (બ્રાઈડ બર્નીંગ) તરીકે ઓળખવામાં આવે છે અને ભારતમાં જ તેની ટીકા પણ કરવામાં આવે છે. શહેરી શિક્ષિત વિસ્તારોમાં હવે દહેજને કારણે થતી સતામણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

બાળ લગ્ન

ભારતમાં બાળ લગ્ન પરંપરાગત રીતે પ્રચલિત છે અને આજે પણ એ ચાલુ જ છે. ઐતિહાસિક રીતે, એક યુવાન છોકરી યુવાન ત્યાં સુધી જ તેના માતા-પિતા સાથે રહી શકે. ભૂતકાળમાં બાળ વિધવાને તિવ્ર યાતના આપવામાં આવતી, વાળ ઉતારી નાખવા, એકલતા ભર્યુ જીવન જીવવું, સમાજથી દૂર રહેવું જેવી સજા કરવામાં આવતી. જોકે 1860માં બાળ વિવાહને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા, જોકે તે આજે પણ સામાન્ય વાત છે.

યુનિસેફ (UNICEF)ના સ્ટેટ ઓફ ધી વર્લ્ડ્સ ચિલ્ડ્રન -2009 અહેવાલ અનુસાર, કાયદેકીય રીતે માન્ય 18 વર્ષની વય પૂર્વે ભારતમાં 20-24 વર્ષની વયે લગ્ન કરનાર મહિલાઓ 47% હતી, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ 56% ટકા હતું.

આ અહેવાલ અનુસાર, વિશ્વના કુલ બાળ લગ્નોમાંથી 40% બાળ લગ્નો ભારતમાં થાય છે.

સ્ત્રીભૃણ હત્યા અને જાતી આધારિત ગર્ભપાત

ભારત પુરુષ જાતીનું ઊંચું પ્રમાણ ધરાવે છે, જેનું મુખ્ય કારણ છે, ઘણી સ્ત્રીઓ પુખ્ત વયે પહોંચતા પહેલા જ મૃત્યુ પામે છે. ભારતના આદિવાસી સમાજમાં અન્ય જાતિ જૂથોની સરખામણીએ પુરુષોનું પ્રમાણ ઓછું છે. આ પાછળનું વાસ્તવિક કારણ એ છે કે, આદિવાસી સમુદાયોમાં આવક સાક્ષરતા અને આરોગ્ય સુવિધાઓનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.

આથી કેટલાક નિષ્ણાતોનું સલાહ છે કે ભારતમાં પુરુષોનું વધુ પ્રમાણ એ સ્ત્રીભૃણ હત્યા અને જાતિ આધારિત ગર્ભ ગર્ભપાતનું કારણ હોઈ શકે છે.

ભારતમાં બાળકની જાતિ નક્કી કરતા તમામ પ્રકારના પરિક્ષણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે આ પરિક્ષણોને દ્વારા અનિચ્છનિય સ્ત્રી બાળકના જન્મ પૂર્વે જ નિકાલ દ્વારા છુટકારો મેળવવામાં આવતો હતો. સ્ત્રીભૃણ હત્યા (સ્ત્રી શિશુની હત્યા) અમુક ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત છે. ભારતમાં જાતિ આધારિત ગર્ભપાત અને સ્ત્રીભૃણ હત્યા પાછળનું એક મહત્વનું કારણ એ દહેજ પ્રથા દ્વારા થતી સતામણી છે.

ઘરેલું હિંસા

સામાજિક-આર્થિક રીતે પછાતવર્ગો (SEC)માં ઘરેલું હિંસાનું પ્રમાણ વધુ જોવા મળે છે.[સંદર્ભ આપો] ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ આપતો કાયદો 26 ઓક્ટોબર, 2006થી અમલમાં મૂકવામાં આવ્યો

દેહ વ્યાપાર

અનૈતિક દેહ વ્યાપાર (પ્રતિબંધ) કાયદો 1956માં પસાર કરવામાં આવ્યો. જોકે દેહ વ્યાપારના મોટા ભાગના કિસ્સાઓમાં યુવાન છોકરીઓ અને મહિલઓ હોવાનું નોંધાયું છે. આ મહિલાઓને બળજબરીપૂર્વક વૈશ્યાવૃત્તિ, ઘરકામ અથવા બાળમજૂરીમાં ધકેલવામાં આવે છે.

અન્ય ચિંતાઓ

    આરોગ્ય

આજની ભારતીય મહિલાઓનું સરેરાશ આયુષ્ય અન્ય દેશોની સરખામણીએ ઓછું છે, પરંતુ તેમાં વર્ષે ઉત્તરોતર ક્રમશ: વધારો થતો જોવા મળે છે. ઘણા પરિવારોમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઘણી મહિલાઓ અને છોકરીઓ પોષણ ભેદભાવનો ભોગ બને છે, આથી તેઓમાં લોહીનું ઓછું પ્રમાણ તેમજ કુપોષણનો શિકાર હોય છે.

માતૃત્વ સમયે થતા મૃત્યુમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. દેશમાં ફક્ત 42% જ જન્મ યોગ્ય ડૉક્ટરની દેખરેખ હેઠળ થાય છે. મોટાભાગની મહિલાઓ બાળકોને જન્મ આપવા માટે પરિવારની અન્ય મહિલાઓની જ મદદ લે છે, જેને કારણે ક્યારેક જોખમી સ્થિતિમાં આવડત અને સાધન સામગ્રીના અભાવે તેઓ માતાનો જીવ બચાવવા અસમર્થ જોવા મળે છે. યુએનડીપી (UNDP)ના માનવ વિકાસ અહેવાલ(1997) અનુસાર, 88% સગર્ભા મહિલાઓમાં(15-49 વર્ષની) પોષણનો અભાવ જોવા મળે છે.

    પરિવાર નિયોજન

ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સરેરાશ સ્ત્રીઓનો તેમની પ્રજનન ક્ષમતા પર કોઇ જ નિયંત્રણ નથી કે ખૂબ જ ઓછું નિયંત્રણ જોવા મળે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ પાસે ગર્ભનિરોધક માટેની કોઈ સ્વ-નિયંત્રિણ પદ્ધતિઓ કે સાધનો ઉપલબ્ધ નથી.

જાહેર આરોગ્ય વિભાગ કાયમી પદ્ધતિ જેવી કે નસબંધી તેમજ આઈયુડી જેવી લાંબાગાળાની પદ્ધતિઓ પર ભાર મૂકે છે, જે જેનું તમારે કાયમી અનુસરણ ન કરવું પડે. મોટા ભાગના ગર્ભનિરોધકોમાં 75થી વધુ કિસ્સાઓમાં કાયમી વંધ્યત્વ આવે છે.

નોંધપાત્ર ભારતીય મહિલાઓ

    કળા અને મનોરંજન

એમ.એસ. શુભલક્ષ્મી, ગંગુબાઇ હંગલ, લતા મંગેશકર અને આશા ભોંસલે જેવી ગાયિકાઓ અને શાસ્ત્રીય ગાયિકાઓ તેમજ ઐશ્વર્યા રાય જૈવી અભિનેત્રી ભારતમાં ખૂબ જ પૂજનિય છે. એન્જોલિ એલા મેનોન પ્રસિદ્ધ ચિત્રકાર છે.

    રમત

આમ તો રમત ગમત ક્ષેત્રે ભારતની સામાન્ય રૂપરેખા ખૂબ સારી નથી, તેમ છતાં કેટલીક ભારતીય મહિલાઓએ આ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારતની પ્રખ્યાત રમત ક્ષેત્રે મહિલા ખેલાડીમાં પી. ટી. ઉષા, જે. જે. શોભા(વ્યાયામ-એથ્લેટિક્સ), કુંન્જારાની દેવી(વેઈટ લિફ્ટીંગ), ડાયેના એડલ્જી (ક્રિકેટ), સાયના નેહવાલ (બેડમિન્ટન), કોનેરુ હામ્પિ (ચેસ) અને સાનિયા મિર્ઝા (ટેનિસ)નો સમાવેશ થાય છે. કર્ણમ્ મલ્લેશ્વરી (વેઈટલિફ્ટર) એક માત્ર ખેલાડી છે, જે ઓલમ્પિકમાં ચંદ્રક (2000માં કાંસ્ય ચંદ્રક) જીતી છે.

    રાજકારણ

પંચાયત રાજની સંસ્થામાંથી, ભારતમાં લાખો મહિલાઓ હવે તેની રાજકારણમાં પ્રવેશી રહી છે. 73 અને 74માં બંધારણીય સુધારાલક્ષી કાયદા અનુસાર, દરેક ચૂંટાયેલી પ્રાદેશિક સંસ્થાઓમાં એક તૃતિયાંશ ભાગની બેઠક મહિલાઓ માટે રાખવી ફરજિયાત બની છે. રાજકીય પ્રવૃતિઓમાં વિવધ સ્તરે મહિલાઓની સંખ્યામાં સરેરાશ નોંધપાત્ર વધારો થયો છે, તેમ છતાં રાજ્યશાસન અંતર્ગતની તેમજ નિર્ણાયક પદોથી મહિલાઓ હજી થોડી દૂર જોવા મળે છે.

    સાહિત્ય

ઘણી મહિલા લેખિકાઓએ ભારતીય સાહિત્યમાં કવિયત્રી કે વાર્તાકાર તરીકે સ્થાન મેળવ્યું છે. જેમાં સરોજિની નાયડુ, કમલા સુરય્યા, શોભા ડે, અરુન્ધતિ રોય અને અનિતા દેસાઇનો સમાવેશ થાય છે. સરોજિની નાયડુને ભારતની બુલબુલ તરીકે પણ ઓળખાય છે. અરુન્ધતિ રોયને તેની નવલકથા “ધી ગોડ ઓફ સ્મોલ થીંગ્સ” માટે બુકર પ્રાઇઝ (પૂરૂષ બુકર પ્રાઇઝ)નું સન્માન પ્રાપ્ત થયું છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

ભારતમાં મહિલાઓ ઇતિહાસભારતમાં મહિલાઓ સ્વતંત્ર ભારતભારતમાં મહિલાઓ સમયચક્રભારતમાં મહિલાઓ સંસ્કૃતિભારતમાં મહિલાઓ શિક્ષણ અને આર્થિક વિકાસભારતમાં મહિલાઓ મહિલાઓ વિરુદ્ધ ગુનાભારતમાં મહિલાઓ અન્ય ચિંતાઓભારતમાં મહિલાઓ નોંધપાત્ર ભારતીય મહિલાઓભારતમાં મહિલાઓ સંદર્ભોભારતમાં મહિલાઓ બાહ્ય કડીઓભારતમાં મહિલાઓભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોવૈશ્વિકરણસુંદરમ્C (પ્રોગ્રામિંગ ભાષા)રાણકી વાવરવિ પાકભારતના ચારધામગામદિવ્ય ભાસ્કરમહેસાણા જિલ્લોચીનમાર્ચ ૨૫રસીકરણગુજરાતી લોકોબનાસકાંઠા જિલ્લોશંકરસિંહ વાઘેલાભારતીય સ્વતંત્રતા ચળવળઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરબનાસકાંઠા લોક સભા મતવિસ્તારચરક સંહિતાપાટણકેનેડાઅવિનાશ વ્યાસદક્ષિણ આફ્રિકાપાણીનું પ્રદૂષણતિરૂપતિ બાલાજીઅમેરિકાપોરબંદરધોરાજી તાલુકોગરમાળો (વૃક્ષ)દેવચકલીમેકણ દાદાઇસ્કોનઅરડૂસીફેફસાંમહારાણા પ્રતાપઅનસૂયાહસ્તમૈથુનરમઝાનઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારગુજરાતી ભાષાભારતીય રેલલોકસભાના અધ્યક્ષકેન્સરભાષાદમણદલિતવસ્તીહર્ષ સંઘવીકેન્દ્રશાસિત પ્રદેશવાઘેરઅમદાવાદ જિલ્લોસુનીલ શેટ્ટીમિથુન રાશીગણિતબજરંગદાસબાપાપ્રતિક ગાંધીમહારાષ્ટ્રલોહીવનસ્પતિવિનાયક દામોદર સાવરકરલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ક્ષેત્રફળએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમપ્રજાસત્તાક દિન (ભારત)વલસાડ જિલ્લોસામાજિક સમસ્યારવિન્દ્રનાથ ટાગોરઇતિહાસપૃથ્વીરાજ ચૌહાણદાંડી (જલાલપોર)રવિશંકર રાવળનરેન્દ્ર મોદી સ્ટેડિયમમરાઠા સામ્રાજ્યગૂગલચેસભરૂચ જિલ્લો🡆 More