ભૂપેન્દ્ર પટેલ: ગુજરાતના મુખ્યમંત્રી

ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ભારતીય રાજકારણી અને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી છે.

તે ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના સભ્ય છે. એમને પક્ષ તરફથી સપ્ટેમ્બર ૨૦૨૧થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા.

ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલ: પ્રારંભિક જીવન, રાજકીય કારકિર્દી, સંદર્ભ
ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી
પદ પર
Assumed office
૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧
ગવર્નરઆચાર્ય દેવ વ્રત
પુરોગામીવિજય રૂપાણી
બેઠકઘાટલોડિયા
ગુજરાત વિધાનસભા
પદ પર
Assumed office
૨૦૧૭
પુરોગામીઆનંદીબેન પટેલ
બેઠકઘાટલોડિયા
અંગત વિગતો
જન્મ (1962-07-15) 15 July 1962 (ઉંમર 61)
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પક્ષ
અન્ય રાજકીય
જોડાણો
રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)
જીવનસાથીહેતલ પટેલ
નિવાસસ્થાનશીલજ, અમદાવાદ, ભારત
વ્યવસાયરાજકારણી

પ્રારંભિક જીવન

ભૂપેન્દ્ર પટેલનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૨ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર પરિવારમાં થયો હતો. તેમણે એપ્રિલ ૧૯૮૨માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવેલ છે. તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે.

તેઓ સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે. ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેઓ ક્રિકેટ અને બેડમિન્ટનમાં રુચિ ધરાવે છે. તેઓ દાદા ભગવાન દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી છે.

રાજકીય કારકિર્દી

મ્યુનિસિપલ કાઉન્સિલર

તેઓ ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૯-૨૦માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા. તેઓ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા. ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા. તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાના સભ્ય

ભૂપેન્દ્રભાઈએ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે વિજય મેળવ્યા બાદ ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. તેઓ ૧,૧૭,૦૦૦ મતોની વિક્રમજનક સરસાઈથી જીત્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી

પ્રથમ કાર્યભાર (૨૦૨૧ - ૨૦૨૨)

૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની પાર્ટી વિધાનસભા બેઠકમાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ તેમણી નવી ગુજરાત આઇ.ટી. નિતી જાહેર કરી હતી. સમાન નાગરિક કાયદાના અમલ માટે સમિતિ રચવામાં ગુજરાત સરકારે પ્રથમ પગલાં લીધા હતા.

બીજો કાર્યભાર (૨૦૨૨ - હાલમાં)

૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૮૨માંથી ૧૫૬ બેઠકો પર વિજય મેળવ્યા અને સતત ૭મી વખત સરકારની રચના કરી. ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા.

સંદર્ભ

Tags:

ભૂપેન્દ્ર પટેલ પ્રારંભિક જીવનભૂપેન્દ્ર પટેલ રાજકીય કારકિર્દીભૂપેન્દ્ર પટેલ સંદર્ભભૂપેન્દ્ર પટેલગુજરાત વિધાનસભાગુજરાતના મુખ્યમંત્રીઓઘાટલોડિયા (વિધાન સભા બેઠક)ભારતીય જનતા પાર્ટી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોથલમગફળીસુનીતા વિલિયમ્સઅમિત શાહહોળીઅમરેલીસ્ટેચ્યુ ઓફ યુનિટીજેસલ જાડેજાબલરામચિનુ મોદીતાના અને રીરીકચ્છનું રણઔરંગઝેબગૃહમંત્રીભારતનો રાષ્ટ્રધ્વજએશિયાઇ સિંહપ્રીટિ ઝિન્ટાદિલ્હી સલ્તનતબ્રાઝિલદશાવતારસિદ્ધરાજ જયસિંહગુજરાતી સાહિત્યભૂસ્ખલનલોકસભાના અધ્યક્ષનિરોધસિકંદરજામીનગીરીઓઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)વાલ્મિકીસ્વામી વિવેકાનંદશિક્ષણનું સમાજશાસ્ત્રવિજ્ઞાનસાપહાફુસ (કેરી)મહાભારતભારતના ચારધામઆર્યભટ્ટફૂલગૂગલ ક્રોમચોઘડિયાંઅહિંસાદ્વારકાવૃષભ રાશીચંદ્રસાળંગપુરમહાલક્ષ્મી મંદિર, દહાણુધ્વનિ પ્રદૂષણગુજરાતરામનવમીવિનોબા ભાવેઇન્ટરનેટસફરજનગરમાળો (વૃક્ષ)હિંમતનગરમળેલા જીવસીદીસૈયદની જાળીએ (A)શબ્દકોશસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીનળાખ્યાન (પ્રેમાનંદ)હેમચંદ્રાચાર્યરોગબીજું વિશ્વ યુદ્ધસારનાથનો સ્તંભમિથુન રાશીપવનચક્કીનવનાથશ્રીમદ્ ભાગવતમ્પદ્મશ્રીદક્ષિણ ગુજરાતજામા મસ્જિદ, અમદાવાદલગ્નભારતમાં મહિલાઓસિંગાપુરગુજરાત મેટ્રોનરેન્દ્ર મોદીરાજકોટભારતનાં વિશ્વ ધરોહર સ્થળોગાંધીનગર લોક સભા મતવિસ્તાર🡆 More