માઉન્ટ આબુ: રાજસ્થાન સ્થિત હિલ-સ્ટેશન

માઉન્ટ આબુ એ ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલા અરવલ્લી ગિરિમાળાનું ઉચ્ચતમ શિખર છે.

આ નગર સિરોહી જિલ્લામાં આવેલ છે. આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર ગુરુશિખર (સમુદ્ર સપાટીથી ૧૭૨૨ મીટર ઊંચાઈ) છે. સન ૧૮૨૨માં યુરોપિયન અધિકારી કર્નલ જેમ્સ ટોડે આ સ્થળની શોધ કરી હતી.

માઉન્ટ આબુ

આબુ પર્વત
ગિરિ મથક
માઉન્ટ આબુ: ઇતિહાસ, પ્રવાસન, આ પણ જુઓ
માઉન્ટ આબુ is located in રાજસ્થાન
માઉન્ટ આબુ
માઉન્ટ આબુ
અક્ષાંશ-રેખાંશ: 24°35′33″N 72°42′30″E / 24.5925°N 72.7083°E / 24.5925; 72.7083
દેશભારત
રાજ્યરાજસ્થાન
જિલ્લોસિરોહી
ઊંચાઇ
૧,૨૨૦ m (૪૦૦૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૨,૯૪૩
પિનકોડ
૩૦૭૫૦૧
ટેલિફોન કોડ+૦૨૯૭૪
વાહન નોંધણીRJ 38
માઉન્ટ આબુ: ઇતિહાસ, પ્રવાસન, આ પણ જુઓ
સૂર્યાસ્ત, માઉન્ટ આબુ

ગુજરાતના પાલનપુરથી આ સ્થળ ૫૮ કિમી દૂર છે. આ પર્વત એક પર્વતીય ઉચ્ચ પ્રદેશ નિર્માણ કરે છે જેની લંબાઈ ૨૨ કિમી અને પહોળાઈ ૯ કિમી છે. આને રણપ્રદેશનું રણદ્વીપ પણ કહે છે. આની ઊંચાઈને કારણે આ સ્થળ ઘણી નદીઓ, તળાવો, ધોધ અને સદા નીત્ય લીલા જંગલોનું નિવાસ સ્થાન છે.

ઇતિહાસ

પુરાણોમાં આ સ્થળને અર્બુદાચલ અને અહીંની પર્વતમાળાને અર્બુદા કહેવામા આવી છે. એમ પણ માનવામાં આવે છે કે વસિષ્ઠ ઋષિએ અહીં તપસ્યા કરી હતી. એક દંતકથા મુજબ, એમની નંદિની ગાય ખાડામાં પડી ગઈ ત્યારે સરસ્વતી નદીએ એ ખાડાને પાણીથી ભરી દીધો. ગાય તરીને બહાર આવી. તેથી અહીં વશિષ્ઠ આશ્રમ અને ગૌમુખ છે.

પ્રવાસન

સહેલાણીઓ માટે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સ્વર્ગ સમાન છે. અહીં નખી તળાવ, ગાંધીવાટિકા, ટોડ રોક, નન રોક વગેરે સ્થળો આકર્ષક છે. ઉપરાંત અહીં ધાર્મિક આઘ્યાત્મિક મહત્ત્વ ધરાવતાં સ્થળોમાં દેલવાડાનાં જૈન મંદિરો છે. જેની વાસ્તુકલા અને શિલ્પ ખુબ વિખ્યાત છે. આ સિવાય ૧૪મી સદીમાં વૈષ્ણવાચાર્યે રામાનંદજીએ બનાવેલું રઘુનાથજી મંદિર પ્રસિદ્ધ છે. હનુમાનજીની ૧૯ ફૂટ ઉંચી પ્રતિમા પણ આબુ પર્વત પર છે. ઉત્તરે ૪૨૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલું અઘ્ધરદેવી અર્બુદાદેવીનું પ્રાચીન મંદિર છે. કુંવારી કન્યા અને રસિયા બાલમનું પણ મંદિર છે.

અચલગઢનું સ્થળ સુપ્રસિદ્ધ છે જયાં અચલેશ્વર મહાદેવ, મંદાકિનીકુંડ અને ત્રણ પાડા, માનસિંહની સમાધિ, અચલગઢનો કિલ્લો, ચૌમુખ મંદિર, આદિશ્વર ભગવાનનું મંદિર, કુંથુનાથ ભગવાનનું મંદિર, શાંતિનાથ ભગવાનનું મંદિર, ભર્તુહરિની ગુફા, રેવતીકુંડ, ભૃગુ આશ્રમ, પાતાળેશ્વર મહાદેવ, અગ્નિકુંડ, વ્યાસતીર્થ, નાગતીર્થ, ગૌતમ આશ્રમ, જમદગ્નિ ઋષિનો આશ્રમ આવેલો છે. અહીં બ્રહ્માકુમારી સંસ્થાનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય, પાંડવભવન માઉન્ટ આબુમાં છે. તેનાથી થોડા માઈલના અંતરે જ્ઞાન સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

માઉન્ટ આબુ ઇતિહાસમાઉન્ટ આબુ પ્રવાસનમાઉન્ટ આબુ આ પણ જુઓમાઉન્ટ આબુ સંદર્ભમાઉન્ટ આબુ બાહ્ય કડીઓમાઉન્ટ આબુઅરવલ્લીરાજસ્થાનસિરોહી જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દિલ્હીમુંબઈજિલ્લોશ્રીમદ્ ભગવદ્ ગીતાપીપળોગુજરાતી લોકોવસ્તુપાળવંદે માતરમ્હિંદુ ધર્મઅમરેલીહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોહેમચંદ્રાચાર્યચરક સંહિતાઉધઈએલોન મસ્કક્ષત્રિયઆહીરતાનસેનહનુમાન ચાલીસાખોડિયારવિશ્વામિત્રસંગણકભારતના ચારધામરક્તપિતવિક્રમ ઠાકોરપ્રીટિ ઝિન્ટારાજનાથ સિંહરાણી લક્ષ્મીબાઈઓઝોન સ્તરસામાજિક વિજ્ઞાનતુલા રાશિસસલુંગોગા મહારાજઆત્મહત્યાસ્વાદુપિંડવ્યક્તિત્વગંગા નદીગ્રહરાત્રિ સ્ખલનજ્યોતિર્લિંગસૂર્યએશિયાઇ સિંહકેન્દ્રશાસિત પ્રદેશચોટીલાયુગઅમદાવાદસમઘનતીર્થંકરભુચર મોરીનું યુદ્ધગોળમેજી પરિષદવાયએસ જગન મોહન રેડ્ડીકાંકરિયા તળાવગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨કાદુ મકરાણીઉત્તર પ્રદેશકૈકેયીખંભાતક્રિકેટધરતીકંપરામખાવાનો સોડાસોયાબીનવર્તુળનો વ્યાસકોટડા મોટા (તા. વિસાવદર)સ્વપ્નવાસવદત્તાપ્રેમાનંદગુજરાત વિધાનસભાદેવાયત બોદરગુજરાતી અંકસૌરાષ્ટ્રભારતીય રિઝર્વ બેંકઆંખગુજરાતી લિપિત્રિકમ સાહેબતાલુકા મામલતદારધનુ રાશીપાર્વતી🡆 More