સંત કબીર: મધ્યકાલીન સંત કવિ

સંત કબીર (હિન્દી: कबीर, પંજાબી: ਕਬੀਰ, ઉર્દૂ: کبير‎) (૧૪૪૦ - ૧૫૧૮) એક મહાન સંત કવિ હતા.

તેમના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લીમ ધર્મમાં તથા સૂફી પંથમાં જોવા મળે છે. લોકવાયકા પ્રમાણે કબીરનો જન્મ વિધવા બ્રાહ્મણીના ગર્ભથી કાશીમાં થયો હતો. લોકલાજને કારણે બ્રાહ્મણીએ એ પુત્રને કાશીના લહરતારા સ્થાને ત્યજી દીધો. ત્યારે વણકર દંપતી નીરુ અને નીમાએ પાલક માતા-પિતા તરીકે કબીરનો ઉછેર કર્યો.

સંત કબીર
સંત કબીર: જીવન, મતભેદ ભર્યું જીવન, ધર્મ પ્રતિ
જન્મ૧૩૯૮ Edit this on Wikidata
વારાણસી Edit this on Wikidata
મૃત્યુ૧૫૧૮ Edit this on Wikidata
Maghar Edit this on Wikidata
અંતિમ સ્થાનMaghar Edit this on Wikidata
વ્યવસાયવણકર, કવિ Edit this on Wikidata

રામભકત સંન્યાસી રામાનંદ અને શેખ તકીને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા. એમનાં પત્નીનું નામ લોઈ, પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું. તેમના અનુયાયીઓ કબીરપંથી તરીકે ઓળખાય છે. ધર્મદાસ અને સુરતી ગોપાલ દ્વારા કબીરપંથની સ્થાપના કરવામાં આવી હતી.

અરબી ભાષામાં કબીરનો અર્થ 'મહાન' થાય છે. કબીરદાસ ભારતનાં ભક્તિ કાવ્ય પરંપરાનાં મહાનતમ કવિઓમાંના એક હતા. કબીરપંથ, એક ધાર્મિક સમુદાય, જે કબીરનાં સિદ્ધાંતો અને ઉપદેશોને પોતાની જીવન શૈલીનો આધાર માને છે, તેમના મતાનુસાર કબીરનો જન્મ ૧૩૯૮ ઈ.સ.માં થયો અને તેમનું મૃત્યુ ૧૫૧૮ ઈ.સ. માં થયું, અર્થાત કબીર અસાધારણ રુપે ૧૨૦ વર્ષ જીવ્યા હતા.

જીવન

કાશીના આ સંત કવિનો જન્મ લહરતારા પાસે વિ.સં. ૧૨૯૭માં જેઠ માસની પૂનમનાં દિવસે થયેલ. વણકર પરિવારમાં પાલન પોષણ થયું, સંત રામાનંદના શિષ્ય બન્યા અને અલખ જગાડવા લાગ્યા. કબીર સરળ ભાષામાં કોઇ પણ સમ્પ્રદાય અને રૂઢ઼િઓની પરવા કર્યા વગર સાચી વાત કહેતા હતા.હિંદૂ-મુસલમાન બધા સમાજમાં વ્યાપ્ત રૂઢ઼િવાદ તથા કટ્ટરપંથનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. કબીરની વાણી તેમનાં મૌખીક ઉપદેશ તેમની સાખી, રમૈની, બીજક, બાવન-અક્ષરી, ઉલટબાસી વગેરેમાં જોઇ શકાય છે. ગુરુ ગ્રંથ સાહેબમાં તેમનાં ૨૦૦ પદ અને ૨૫૦ સાખીઓ છે. કાશીેમાં પ્રચલિત માન્યતા છે કે જે અહીં મરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. રૂઢિગતતાનાં વિરોધી કબીર કાશી છોડી અને મગહર ગયા અને ત્યાંજ દેહ ત્યાગ કર્યો. મગહરમાં કબીરની સમાધિ છે જેને હિંદુ અને મુસલમાન બન્ને પૂજે છે.

મતભેદ ભર્યું જીવન

હિંદી સાહિત્યમાં કબીરનું વ્યક્તિત્વ અનુપમ છે. ગોસ્વામી તુલસીદાસ પછી આટલું મહિમાવાન વ્યક્તિત્વ કબીર સિવાય અન્ય કોઇનું નથી. કબીરના જન્મ સંબંધી અનેક વાયકાઓ છે. કેટલાક લોકો અનુસાર તે જગદગુરુ રામાનંદ સ્વામીનાં આશીર્વાદથી કાશીની એક વિધવા બ્રાહ્મણીના પેટે ઉત્પન્ન થયા હતા. બ્રાહ્મણી આ નવજાત શિશુને લહરતારા તળાવ પાસે ફેંકી આવી. તેને નીરુ નામક એક વણકર પોતાના ઘરે લાવ્યો. તેણેજ તેમનું પાલન-પોષણ કર્યું. પછીથી આ જ બાળક કબીર કહેવાયો. કતિપય કબીર પંથીઓની માન્યતા છે કે કબીરની ઉત્પત્તિ કાશીમાં લહરતારા તળાવમાં કમળનાં મનોહર પુષ્પ પર બાળકનાં રૂપમાં થયેલ. એક પ્રાચીન ગ્રંથ અનુસાર નેઇ યોગીનાં અંશ તહતો પ્રતીતિ નામની દેવાંગનાના ગર્ભથી ભક્તરાજ પ્રહલાદ જ સંવત ૧૪૫૫ જેઠમાસની પૂનમે કબીર ના રૂપ માં પ્રકટ થયા હતા.

કેટલાક લોકોનું માનવું છે કે તે જન્મથી મુસલમાન હતા અને યુવાવસ્થા માં સ્વામી રામાનંદના પ્રભાવથી તેમને હિંદૂ ધર્મ ની બાબતમાં જાણકારી મળી. એક દિવસ, એક પ્રહર રાતનાં સમયે કબીર પંચગંગા ઘાટની સીડીઓ પર પડી ગયા અને રામાનંદજી ગંગાસ્નાન કરવા માટે સીડી ઉતરી રહ્યા હતા કે તેમનો પગ કબીરનાં શરીર પર પડ્યો અને તેનાં મુખમાંથી તત્કાલ 'રામ-રામ' શબ્દ નીકળી પડ્યો. આ રામ ને કબીરે દીક્ષામન્ત્ર માની લીધો અને રામાનંદજીને પોતાનાં ગુરુ સ્વીકારી લીધા.

કબીરનાં જ શબ્દોમાં,

હમ કાશીમાં પ્રકટ ભયે છે, રામાનન્દ ચેતાયે.

ધર્મ પ્રતિ

સાધુ સંતોનો તો ઘરમાં જમાવડો રહેતો જ હતો. કબીર સાક્ષર ન હતાં- 'મસિ કાગદ છૂવો નહીં, કલમ ગહી નહિં હાથ' તેમણે સ્વયં ગ્રંથ નથી લખ્યાં, મોં થી ભાખ્યાં અને તેમના શિષ્યોએ તેને લખી લીધાં તેમના સમસ્ત વિચારોમાં રામનામનો મહિમા પ્રતિધ્વનિત થાય છે. તેઓ એક જ ઈશ્વર ને માનતા હતા અને કર્મકાંડના ઘોર વિરોધી હતા. અવતાર, મૂર્ત્તિ, રોજા, ઈદ, મસ્જિદ, મંદિર આદિને તેઓ માનતા ન હતા.

કબીરના નામથી મળેલા ગ્રંથોની સંખ્યા ભિન્ન-ભિન્ન લેખો અનુસાર ભિન્ન-ભિન્ન છે. એચ.એચ. વિલ્સન અનુસાર કબીરના નામ પર આઠ ગ્રંથ છે. બિશપ જી.એચ.વેસ્ટકૉટ કબીરના ૮૪ ગ્રંથોની સૂચી પ્રસ્તુત કરે છે તો રામદાસ ગૌડે 'હિંદુત્વ' માં ૭૧ પુસ્તકો ગણાવે છે.

વાણી સંગ્રહ

સંત કબીર: જીવન, મતભેદ ભર્યું જીવન, ધર્મ પ્રતિ 
કબીરને દર્શાવતી ભારતીય ટપાલ ટિકિટ, ૧૯૫૨

કબીરની વાણી નો સંગ્રહ 'બીજક' ના નામ થી પ્રસિદ્ધ છે. આના ત્રણ ભાગ છે- રમૈની, સબદ અને સાખી આ પંજાબી, રાજસ્થાની, ખડ઼ી બોલી, અવધી, પૂરબી, બ્રજભાષા આદિ ઘણી ભાષાઓમાં છે. કબીર પરમાત્માને મિત્ર, માતા, પિતા અને પતિના રૂપમાં જુએ છે. આજ તો મનુષ્યના સર્વાધિક નિકટ રહે છે.

તેઓ ક્યારેક કહે છે:

હરિમોર પિઉ, મૈં રામ કી બહુરિયા

તો ક્યારેક કહે છે:

હરિ જનની મૈં બાલક તોરા

તે સમયે હિંદૂ જનતા પર મુસ્લિમ આતંક નો કહેર છવાયેલો હતો. કબીરે પોતાના પંથને એ ઢંગથી સુનિયોજિત કર્યો જેથી મુસ્લિમ મત તરફ ઝુકેલી જનતા સહજ જ તેમની અનુયાયી બની ગઈ. તેમણે પોતાની ભાષા સરળ અને સુબોધ રાખી જેથી તે સમાન્ય માણસ સુધી પણ પહોંચી શકે. આથી બન્ને સમ્પ્રદાયોના પરસ્પર મિલનમાં સુવિધા થઈ. તેમનો પંથ મુસલમાન-સંસ્કૃતિ અને ગોભક્ષણ ના વિરોધી હતાં. કબીર શાંતિમય જીવનપ્રિય હતા અને તેઓ અહિંસા,સત્ય,સદાચાર આદિ ગુણોના પ્રશંસક હતાં. પોતાની સરળતા,સાધુ સ્વભાવ તથા સંત પ્રવૃત્તિના કારણે આજે વિદેશોમાં પણ તેમનો આદર થઈ રહ્યો છે.

વૃદ્ધાવસ્થામાં યશ અને કીર્ત્તિની મારે તેમને ખૂબ કષ્ટ આપ્યું. તેજ હાલતમાં તેમણે બનારસ છોડ્યું અને આત્મનિરીક્ષણ તથા આત્મપરીક્ષણ કરવા માટે દેશના વિભિન્ન ભાગો ની યાત્રાઓ કરી, આ ક્રમમાં તેઓ કાલિંજર જિલ્લાના પિથૌરાબાદ શહેરમાં પહોંચ્યા. ત્યાં રામકૃષ્ણનું નાનકડું મન્દિર હતું. ત્યાંના સંત ભગવાન ગોસ્વામીના જિજ્ઞાસુ સાધક હતાં પરંતુ તેમના તર્કોંનું હજી સુધી પૂરી રીતે સમાધાન થયું ન હતું. સંત કબીર સાથે તેમનો વિચાર-વિનિમય થયો. કબીરની એક સાખીએ તેમના મન પર ઊંડી અસર કરી.

બન તે ભાગા બિહરે પડ઼ા, કરહા અપની બાન |
કરહા બેદન કાસોં કહે, ને કરહા ને જાન ||

અર્થ: વનથી ભાગેલો. બહેમાટા દ્વારા ખોદેલા ખાડામાં પડેલો હાથી પોતાની વ્યથા કોને કહે?

સારાંશ એ કે ધર્મની જિજ્ઞાસાથી પ્રેરિત થઈ ભગવાન ગોસાઈ પોતાનું ઘર છોડી બાહર તો નિકળી આવે અને હરિવ્યાસી સમ્પ્રદાયના ખાડામાં પડી એકલા નિર્વાસિત થઈ અસંવાદ્ય સ્થિતિમાં પડી જાય છે.

મૂર્ત્તિ પૂજાને લક્ષ્ય કરતાં તેમણે એક સાખી હાજર કરી:

પાહન પૂજે હરિ મિલૈં, તો મૈં પૂજૌં પહાર |
વા તે તો ચાકી ભલી, પીસી ખાય સંસાર ||

કબીરના રામ

કબીરના રામ- તો અગમ છે અને સંસારના કણ-કણમાં વિરાજે છે. કબીરના રામ ઇસ્લામના એકેશ્વરવાદી, એકસત્તાવાદી ખુદા પણ નથી. ઇસ્લામમાં ખુદા કે અલ્લાહને સમસ્ત જગત તેમજ જીવોથી ભિન્ન તેમજ પરમ સમર્થ માનવામાં આવે છે. પણ કબીરના રામ પરમ સમર્થ ભલે હોય, પણ સમસ્ત જીવો અને જગતથી ભિન્ન તો કદાપિ નથી. અપિતુ આથી વિપરીત તેઓ તો બધામાં વ્યાપ્ત રહેવાવાળા રમતા રામ છે. તેઓ કહે છે:

વ્યાપક બ્રહ્મ સબ મૈં એકૈ, ને પંડિત ને જોગી |
રાવણ-રાવ કવનસૂં કવન તેઓદ ને રોગી ||

સંતૌ, ધોખા કાસૂં કહિયે ગુનમૈં નિરગુન |
નિરગુનમૈં ગુન, બાટ છાંડ઼િ ક્યૂં બહિસે ||

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

સંત કબીર જીવનસંત કબીર મતભેદ ભર્યું જીવનસંત કબીર ધર્મ પ્રતિસંત કબીર વાણી સંગ્રહસંત કબીર કબીરના રામસંત કબીર સંદર્ભોસંત કબીર બાહ્ય કડીઓસંત કબીરકાશી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અનિલ અંબાણીકચ્છ જિલ્લોસમાન નાગરિક સંહિતાલીલદ્વારકાધીશ મંદિરશાહજહાંબાબાસાહેબ આંબેડકરગોળમેજી પરિષદઆયંબિલ ઓળીખાવાનો સોડાઉદ્યોગ સાહસિકતાગુજરાતી અંકએડોલ્ફ હિટલરબાલાજી ટેલિફિલ્મ્સએલ્યુમિનિયમએપ્રિલ ૧૯ઈરાનસાબરકાંઠા જિલ્લોફૂલહીરાકુડ બંધભારતના રજવાડાઓની યાદીઑસ્ટ્રેલિયાકીકીરમત-ગમતછેલ્લો દિવસ (ચલચિત્ર)સ્નેહલતાઅડાલજની વાવમુસલમાનલોક સભાદુલા કાગપરબધામ (તા. ભેંસાણ)શિયાળોજાડેજા વંશભગત સિંહજંડ હનુમાનફેસબુકગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોબ્રાહ્મણભારતનું બંધારણઇલેક્ટ્રોપ્લેટિંગ (વિદ્યુતવિઘટન દ્વારા ઢોળ ચઢાવવાની પ્રક્રિયા)ખીજડોદુબઇભારતનાં વિશ્વ ધરોહર સ્થળોકેન્દ્રશાસિત પ્રદેશમોનોરેલરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગુજરાત સરકારશિરડીના સાંઇબાબાખાંટ રાજપૂતભારતીય ધર્મોભારત રત્નઓક્ટોબરસતાધારઇન્સ્ટાગ્રામમકર રાશિગૂગલમહાગુજરાત આંદોલનદ્રોણવલ્લભભાઈ પટેલરાજકોટ જિલ્લોચંદ્રશેખર આઝાદધોળાવીરાચિત્તોગુરુ (ગ્રહ)ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોરબરકલ્પના ચાવલામુનમુન દત્તામાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)નારાયણ સ્વામી (ભજનીક)મહિનોતાપમાનચંદ્રયાન-૩બારીયા રજવાડુંસ્વચ્છતા🡆 More