રાજેન્દ્ર શાહ: ગુજરાતી કવિ અને લેખક

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જાન્યુઆરી ૨૮, ૧૯૧૩ – જાન્યુઆરી ૨, ૨૦૧૦) ગુજરાતી કવિ હતા.

તેમણે ૨૦ કરતાં વધુ કાવ્ય અને ગીત સંગ્રહો પ્રકાશિત કર્યા હતા, જેમાંના મુખ્યત્વે પ્રકૃતિ સૌંદર્ય અને સ્થાનિક લોકોના રોજિંદા જીવન તેમજ માછીમાર સમુદાય પર હતા. તેમની કવિતાઓમાં તેમણે સંસ્કૃત પરિમાણોનો ઉપયોગ કર્યો હતો જે રવિન્દ્રનાથ ટાગોર વડે પ્રભાવિત હતો. ગુજરાતી સાહિત્યમાં તેમણે ગાંધીયુગ પછીના કવિઓમાં અગ્રણી ગણવામાં આવે છે.

રાજેન્દ્ર શાહ
જન્મ(1913-01-28)28 January 1913
કપડવંજ, ગુજરાત
મૃત્યુ2 January 2010(2010-01-02) (ઉંમર 96)
મુંબઈ
ઉપનામરામવૃંદાવાની
વ્યવસાયલેખક
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થામહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
સમયગાળો૧૯૪૭-૨૦૦૩
નોંધપાત્ર સર્જનો
  • ધ્વનિ ‍(૧૯૫૧)
  • શાંત કોલાહલ (૧૯૬૨)
  • વિષાદને સાદ
નોંધપાત્ર પુરસ્કારો
રાજેન્દ્ર શાહ: જીવન, પુસ્તકો, પુરસ્કારો
કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહ પુસ્તકાલય, હિંમતલાલ પાર્ક પાસે, અમદાવાદ

તેમના વિવિધ વ્યવસાયોમાંથી એકમાં તેઓ મુંબઈમાં પ્રકાશક હતા, જ્યાં તેમણે કવિતાનું સામયિક કવિલોક ૧૯૫૭માં શરૂ કર્યું હતું. આ પ્રકાશન કેન્દ્ર દર રવિવારે ગુજરાતી કવિઓ માટે મહત્વનું કેન્દ્ર બની ગયું હતું. રાજેન્દ્ર શાહે કવિતાઓ સિવાય ટાગોરના કાવ્ય સંગ્રહ બાલાકા, જયદેવના ગીત ગોવિંદ, કોલ્ડ્રિજના ધ રાઇમ ઓફ ધ એન્સિયન્ટ મરિનર અને દાન્તેના ડિવાઇન કોમેડીનો અનુવાદ કર્યો હતો.

તેમણે ૨૦૦૧નો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. પુરસ્કાર સમિતિએ નોંધ્યું છે, "તેમની લાગણીની તીવ્રતા અને સંશોધન અને અભિવ્યક્તિ તેમણે મહાન કવિ તરીકે અલગ પાડે છે. તેમના કાવ્યોમાં રહેલો ભેદી મર્મ મહાન મધ્યયુગીન કવિઓ નરસિંહ મહેતા, કબીર અને અખા જેવો છે."

જીવન

રાજેન્દ્ર શાહનો જન્મ ગુજરાતના કપડવંજ નગરમાં થયો હતો. ૧૯૩૦માં તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો અને અસહકારની ચળવળમાં જોડાયા અને જેલવાસ વેઠ્યો. ૧૯૩૧માં તેમના લગ્ન મંજુલા અગ્રવાલ સાથે થયા હતા.

૧૯૩૪માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરામાંથી ફિલોસોફીની સ્નાતકની પદવી મેળવી હતી અને ત્યારબાદ અમદાવાદમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું હતું.

તેમનું અવસાન ૨ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું.

પુસ્તકો

કાવ્ય સંગ્રહો

  • ધ્વનિ (૧૯૫૧)
  • આંદોલન (૧૯૫૨)
  • શ્રુતિ (૧૯૫૭)
  • મોરપીંછ (૧૯૫૯)
  • શાંત કોલાહલ (૧૯૬૨)
  • ચિત્રણા (૧૯૬૭)
  • ક્ષણ જે ચિત્તરંજન (૧૯૬૮)
  • વિષાદને સાદ (૧૯૬૮)
  • મધ્યમા (૧૯૭૮)
  • ઉદ્ ગીતિ (૧૯૭૯)
  • ઇક્ષણા (૧૯૭૯)
  • પત્રલેખા (૧૯૮૧)
  • પ્રસંગ સપ્તક (૧૯૮૨)
  • પંચપર્વ (૧૯૮૩)
  • દ્વાસુપમા (૧૯૮૩)
  • વિભાવન (૧૯૮૩)
  • ચંદન ભીની અને અનામિક (૧૯૮૭)
  • અરણ્યક (૧૯૯૨)

પુરસ્કારો

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

રાજેન્દ્ર શાહ જીવનરાજેન્દ્ર શાહ પુસ્તકોરાજેન્દ્ર શાહ પુરસ્કારોરાજેન્દ્ર શાહ સંદર્ભરાજેન્દ્ર શાહ બાહ્ય કડીઓરાજેન્દ્ર શાહગુજરાતી ભાષારવિન્દ્રનાથ ટાગોર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ફેસબુકકર્ણપ્રેમાનંદરુધિરાભિસરણ તંત્રધોળકાવિજયનગર સામ્રાજ્યગુપ્તરોગરાષ્ટ્રવાદગુંદા (વનસ્પતિ)હસ્તમૈથુનકન્યા રાશીમાહિતીનો અધિકારક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીવાયુ પ્રદૂષણખેડબ્રહ્મામાર્કેટિંગઅર્જુનમધ્ય ઝોન, અમદાવાદ શહેરકાઠિયાવાડરાણી લક્ષ્મીબાઈભારતીય ક્રિકેટ મેદાનોની યાદીબળવંતરાય ઠાકોરવલ્લભી વિશ્વવિદ્યાલયઉચ્ચતર માધ્યમિક શાળાતાના અને રીરીમહાત્મા ગાંધીના ઉપવાસની સૂચિઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસત્યયુગદિવેલગુજરાતી સાહિત્યમુંબઈપ્રીટિ ઝિન્ટાઆઇ.આઇ.એમ. અમદાવાદસંસ્થાગુજરાતના લોકસભા મતવિસ્તારોગુજરાત વિધાનસભાઐશ્વર્યા રાયલીમડોબાબરગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળબાબાસાહેબ આંબેડકરમહિનોરાત્રિ સ્ખલનવિષાણુદેવાયત બોદરસમાજશાસ્ત્રકેરળભારતના રાષ્ટ્રપતિઔદ્યોગિક ક્રાંતિહોળીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)અશ્વત્થામારાજા રવિ વર્માસુંદરમ્આર્યભટ્ટસોમનાથગોધરા તાલુકોભારતીય અર્થતંત્રદલપતરામચંડોળા તળાવબીજું વિશ્વ યુદ્ધભારત છોડો આંદોલનકુરુક્ષેત્ર યુદ્ધમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણારાજકોટગામબારડોલી સત્યાગ્રહદેવભૂમિ દ્વારકા જિલ્લોસાપસંત દેવીદાસગરુડ પુરાણબાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનનરસિંહ મહેતા એવોર્ડમગરઅપ્સરા🡆 More