અખા ભગત: પ્રાચીન ગુજરાતી કવિ

અખા રહિયાદાસ સોની (આશરે ૧૬૧૫ - આશરે ૧૬૭૪) જેઓ અખા ભગત અથવા અખો તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે.

તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે.

અખા ભગત
અખા ભગત: જીવન, સર્જન, પૂરક વાચન
જન્મ૧૫૯૧ Edit this on Wikidata
મૃત્યુ૧૬૫૬ Edit this on Wikidata
વ્યવસાયકવિ Edit this on Wikidata

જીવન

અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.

જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.

સર્જન

છપ્પા

આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.

અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે.

જાણીતી રચનાઓ

  • પંચીકરણ
  • અખેગીતા
  • ચિત્ત વિચાર સંવાદ
  • ગુરૂ શિષ્ય સંવાદ
  • અનુભવ બિંદુ
  • બ્રહ્મલીલા
  • કૈવલ્યગીતા
  • સંતપ્રિયા
  • અખાના છપ્પા
  • અખાના પદ
  • અખાજીના સોરઠા

પૂરક વાચન

  • ત્રિવેદી, ભુપેન્દ્ર બાલકૃષ્ણ (૨૦૧૦). અખો. ભારતીય સાહિત્યના નિર્માતા (2nd આવૃત્તિ). નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. ISBN 978-81-260-2713-2.

સંદર્ભ

  • અખાની વાણી (૨ આવૃત્તિ). સસ્તુ સાહિત્ય મુદ્રણાલય, ભિક્ષુ અખંડાનંદજી. ૧૯૨૪.

બાહ્ય કડીઓ

Tags:

અખા ભગત જીવનઅખા ભગત સર્જનઅખા ભગત પૂરક વાચનઅખા ભગત સંદર્ભઅખા ભગત બાહ્ય કડીઓઅખા ભગતકવિગુજરાતી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સામાજિક મનોવિજ્ઞાનકબડ્ડીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોસંયુક્ત રાષ્ટ્રસંઘસામાજિક સમસ્યાજન ગણ મનધૃતરાષ્ટ્રગુજરાતી લિપિજસદણ તાલુકોરાજસ્થાનસ્ટેચ્યુ ઓફ યુનિટીસુરતઇસ્લામસચિન તેંડુલકરરાજસ્થાનીદિપડોહવામાનમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાબિંદુ ભટ્ટઆત્મહત્યાભારતીય રિઝર્વ બેંકઆદિવાસીવલસાડ તાલુકોદાસી જીવણમીરાંબાઈરાઈનો પર્વતવિક્રમ સારાભાઈકલકલિયોઆંખવેબેક મશિનમોરબી જિલ્લોહસ્તમૈથુનગુજરાતી ભાષાઆસનભાષાતાપી જિલ્લોભોળાદ (તા. ધોળકા)ભારત સરકારજ્યોતિબા ફુલેનાઝીવાદજાહેરાતપૂરવૌઠાનો મેળોપંચતંત્રરમઝાનમલેરિયાપાણીપતની ત્રીજી લડાઈઅથર્વવેદમોરબીવિનાયક દામોદર સાવરકરદિવાળીબેન ભીલમાર્ચ ૨૭ગુરુ (ગ્રહ)ગૂગલચુડાસમામિથુન રાશીએકમછંદદાહોદસીમા સુરક્ષા દળભાસ્કરાચાર્યગુજરાતી સિનેમારાવણયુનિફોર્મ રિસોર્સ લોકેટરગુજરાત યુનિવર્સિટીકોળીબારોટ (જ્ઞાતિ)ભુજસુરેન્દ્રનગર જિલ્લોઓએસઆઈ મોડેલવૃશ્ચિક રાશીનાટ્યશાસ્ત્રહરડેહનુમાનવ્યક્તિત્વએલોન મસ્કસાબરમતી નદીવનસ્પતિ🡆 More