અનસૂયા ત્રિવેદી: ગુજરાતી લેખક

અનસૂયા ત્રિવેદી (જન્મ ૭ એપ્રિલ ૧૯૨૪) એ ભારતના ગુજરાત રાજ્યના ગુજરાતી વિવેચક, સંપાદક અને સંશોધનકાર હતા.

તેમણે મુંબઈની વિવિધ ક કૉલેજમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનો અભ્યાસ કર્યો અને પછી ભણાવ્યો. તેમના પતિ ભૂપેન્દ્ર ત્રિવેદી સાથે, તેમણે મધ્યયુગીન ગુજરાતી કવિ અખા ભગત સહિતના ઘણી રચનાઓનું સંકલન અને સંશોધન કર્યું. તેમણે કહેવતો પર ગુજરાતીમાં વ્યાપક અભ્યાસ અને પ્રકાશનો કર્યા છે.

અનસૂયા ત્રિવેદી
જન્મ૦૭-૦૪-૧૯૨૪
મુંબઈ, બ્રિટિશ રાજ
વ્યવસાયસંપાદક, સંશોધક
ભાષાગુજરાતી ભાષા
નાગરિકતાભારતીય
જીવનસાથીભૂપેન્દ્ર ત્રિવેદી

જીવનચરિત્ર

અનસૂયા ત્રિવેદીનો જન્મ ૭ એપ્રિલ ૧૯૨૪ ના દિવસે બોમ્બે (હાલ મુંબઇ) માં થયો હતો. ૧૯૪૧ માં મેટ્રિક અને ૧૯૪૬માં તેમણે બી.એ.નો અભ્યાસ પ્રથમ વર્ગ સાથે પૂર્ણ કર્યો. ૧૯૪૬ થી ૧૯૪૮ દરમિયાન એલ્ફિન્સ્ટન કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે ભણાવ્યું. ૧૯૪૮ માં તેમણે એમ. એ. અને ૧૯૫૦ માં પી. એચ. ડી. પૂર્ણ કરી. ૧૯૬૬ માં, તેમણે તેમના થીસીસ મધ્ય કાલીન ગુજરાતી સાહિત્ય માં પ્રયુક્ત કહેવતો એ વિષય હરિવલ્લભ ભાયાની હેઠળ પીએચ. ડી. કરી. ૧૯૭૦ માં, તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા મેળવ્યો.

તેમણે એસ.એન.ડી.ટી. કૉલેજમાં ૧૯૫૦ થી ૧૯૫૧ દરમિયાન ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યું. ત્યારબાદ ૧૯૫૧ થી ૧૯૫૨ દરમિયાન ટોપીવાળા કોલેજમાં પ્રાધ્યાપિક અહતા. ૧૯૫૬માં એસ.એન.ડી.ટી. કૉલેજમાં તેઓ પાછા ફર્યા અને જૂન ૧૯૭૪ માં ત્યાં આચાર્ય નિયુક્ત થયા. તેમણે ત્યાં પીએચ. ડી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું.

તેમણે ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી નામના લેખક સાથે લગ્ન કર્યા.

રચનાઓ

અનસૂયા બહેને તેમને મોટા ભાગના આલોચનાત્મક, સંપાદન અને સંશોધન કાર્યો તેમના પતિ સાથે કર્યા હતા જેમાં મધ્યયુગીન ગુજરાતી કવિ અખા ભગતની કૃતિઓ શામેલ છે. તેઓએ નરહરિની જ્ઞાનગીતા (૧૯૬૪), અખાના અનુભવબિંદુ (૧૯૬૪), મણિક્યસુંદસૂરિનું પૃથ્વીચંદ્રચરિત્ર (૧૯૬૬), અખા ભગત છપ્પા: દસ અંગ (૧૯૭૨), માધવનાલ-કામકાંડલા પ્રબંધ: અંગ ૬, દુહા ૨૬૬-૩૭૧ (૧૯૭૫), અખા ભગત છપ્પા ૧-૨-૩ (૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૨), અખા ભગત ગુજરાતી પદ (૧૯૮૦), બૃહદ આરતીસંગ્રહ (૧૯૯૯), અખાના ચબખા (૧૯૯૯) સહિત અનેક કૃતિઓ સહ-સંપાદિત અને પ્રકાશિત કરી.

તેમણે ગુજરાતી ભાષામાં કહેવતોનો વિસ્તૃત અભ્યાસ અને સંશોધન કર્યું . આપણી કહેવતો: એક અધ્યાય (૧૯૭૦) અને ગુજરાતી સાહિત્યમાં કહેવતોનો પ્રચાર (૧૯૭૩) એ તેમનો કહેવતોનો વ્યાપક શૈક્ષણિક અભ્યાસ છે. તેમણે સંસ્કૃત, પ્રાકૃત અને મધ્યયુગીન જૂનું ગુજરાતી સાહિત્યમાં કહેવતોનો સમકાલીન ઉપયોગની કહેવતો સાથે તુલનાત્મક અભ્યાસ કર્યો છે. આપણી કહેવતો: એક અધ્યાય એ કહેવતો, તેની વ્યાખ્યા અને લક્ષણો, વિષયો, મહત્વ, સાંસ્કૃતિક સંદર્ભો અને પરંપરાઓનો ૧૨૦ પાનાનો અભ્યાસ છે.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

અનસૂયા ત્રિવેદી જીવનચરિત્રઅનસૂયા ત્રિવેદી રચનાઓઅનસૂયા ત્રિવેદી આ પણ જુઓઅનસૂયા ત્રિવેદી સંદર્ભઅનસૂયા ત્રિવેદીઅખા ભગતગુજરાતગુજરાતી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શુક્લ પક્ષમિઆ ખલીફાગૌતમ બુદ્ધમોગલ માવલસાડઆહીરવીર્ય સ્ખલનગતિના નિયમોગુજરાતી સાહિત્યકારોની યાદીકોળીસોડિયમઐશ્વર્યા રાયઉર્વશીઅમદાવાદ બીઆરટીએસશ્રીમદ્ ભાગવતમ્ભારતબાવળભારતની નદીઓની યાદીગાંધીનગર લોક સભા મતવિસ્તારરાશીલોકનૃત્યબિંદુ ભટ્ટમિથુન રાશીહરદ્વારઉચ્ચતર માધ્યમિક શાળાકાકાસાહેબ કાલેલકરરક્તના પ્રકારજામનગરમાનવીની ભવાઇધ્રુવ ભટ્ટકનૈયાલાલ મુનશીપૃથ્વીપત્રકારત્વકાલ ભૈરવઉપરકોટ કિલ્લોભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોકૃષિ ઈજનેરીરૂઢિપ્રયોગવીર્યશ્રીલંકાશ્યામજી કૃષ્ણ વર્માચંદ્રકાન્ત શેઠચણોઠીદેવચકલીભાલીયા ઘઉંઆઇઝેક ન્યૂટનલીમડોગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળચાવડા વંશમતદાનદેવભૂમિ દ્વારકા જિલ્લોઅલ્પેશ ઠાકોરતુર્કસ્તાનવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)પ્રીટિ ઝિન્ટાશામળ ભટ્ટનળાખ્યાન (પ્રેમાનંદ)ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાભારતીય સ્વતંત્રતા ચળવળઆંતરરાષ્ટ્રીય મહિલા દિનવિરામચિહ્નોનારાયણ સ્વામી (ભજનીક)રથયાત્રારાજધાનીમુખપૃષ્ઠઅભિમન્યુધનુ રાશીભારતીય સંગીતગુજરાતના તાલુકાઓઅમિત શાહગીર કેસર કેરીશિવવિક્રમ સંવતમણિશંકર રત્નજી ભટ્ટતિરૂપતિ બાલાજીગ્રીસની પૌરાણિક માન્યતાઓ🡆 More