ભારત: દક્ષિણ એશિયામાં આવેલ દેશ

ભારતીય ગણરાજ્ય એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયા સ્થિત દુનિયાનો સૌથી મોટું લોકશાહી તંત્ર ધરાવતો દેશ છે.

આ સાથે ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતના એક અબજથી વધુ નાગરિકો આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. ભારત, ખરીદશક્તિની ક્ષમતા પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આર્થિક સુધારાઓને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાના સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે.

Republic of India

ભારતીય ગણરાજ્ય
भारत गणराज्य
ભારતનો ધ્વજ
ધ્વજ
ભારત નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: 
સંસ્કૃત: सत्यमेव जयते
ગુજરાતી: સત્યમેવ જયતે એટલે કે કેવળ સત્યનો જ જય થાય છે.
રાષ્ટ્રગીત: જન ગણ મન
"સમગ્ર જનતાના મનનાં અધિનાયક, હે ભારતના ભાગ્યવિધાતા"
રાષ્ટ્ર ગાન:
વંદે માતરમ્
" માતા હું તને નમન કરૂં છુ"
Image of a globe centred on India, with India highlighted.
ભારતીય નિયંત્રિત પ્રદેશ ઘેરા લીલા રંગમાં.
હકનો પણ નિયંત્રણમાં નથી એ પ્રદેશ પોપટી રંગમાં દર્શાવાયો છે.
રાજધાનીનવી દિલ્હી
28°36′50″N 77°12′30″E / 28.61389°N 77.20833°E / 28.61389; 77.20833
સૌથી મોટું શહેરમુંબઇ
18°58′30″N 72°49′40″E / 18.97500°N 72.82778°E / 18.97500; 72.82778
અધિકૃત ભાષાઓ
માન્ય પ્રાદેશિક ભાષાઓ
સરકારસંઘીય સંસદીય બંધારણીય પ્રજાસત્તાક
દ્રૌપદી મુર્મૂ
નરેન્દ્ર મોદી
સંસદભારતીય સંસદ
• ઉપલું ગૃહ
રાજ્ય સભા
• નીચલું ગૃહ
લોક સભા
સ્વતંત્રતા 
• સ્વતંત્રતા
૧૫ ઓગસ્ટ ૧૯૪૭
• પ્રજાસત્તાક
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
વિસ્તાર
• કુલ
3,287,263 km2 (1,269,219 sq mi) (૭મો)
• જળ (%)
૯.૬
વસ્તી
• ૨૦૧૧ વસ્તી ગણતરી
1,21,08,54,977
• ગીચતા
[convert: invalid number] (૩૧મો)
GDP (PPP)૨૦૧૮ અંદાજીત
• કુલ
$૧૦.૪૦૧ ટ્રિલિયન (૩જો)
• Per capita
$૭,૭૯૫ (૧૧૬મો)
GDP (nominal)૨૦૧૮ અંદાજીત
• કુલ
$૨.૬૯૦ ટ્રિલિયન (૬ઠ્ઠો)
• Per capita
$૨૦૧૬ (૧૩૩મો)
જીની (૨૦૧૩)33.9
medium · ૭૯મો
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૭)Increase 0.640
medium · ૧૩૦
ચલણભારતીય રૂપિયો () (INR)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
• ઉનાળુ (DST)
UTC+૫:૩૦ (ના)
ટેલિફોન કોડ૯૧
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).in
  1. ભારતના શાસન હેઠળની જગ્યા જ ગણવામાં આવી છે.

એશિયામાં મોકાના સ્થાન પર આવેલો, ભારતીય ઉપખંડના મોટા ભાગ પર છવાયેલો, ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વ્યસ્ત વેપારી માર્ગો ધરાવે છે. તેની સરહદો તેને પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અને અફઘાનિસ્તાન1 સાથે જોડે છે. શ્રીલંકા, માલદીવ્સ ટાપુઓ અને ઇન્ડોનેશિયા, હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા દેશો છે. દુનિયાની કેટલીક પ્રાચીનતમ સંસ્કૃતિઓના ઘર એવા ભારત દેશે ૧૯૪૭માં લગભગ ૧૯૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી અહિંસક માર્ગે આઝાદી મેળવી.

ભારતમાં ઐતિહાસિક સિંધુ ખીણની સંસ્કૃતિ ઉદ્‌ભવી હતી. વિશ્વના પ્રમુખ ધર્મો પૈકી ચાર એવા હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મનો ઉદ્‌ભવ પણ ભારતમાં થયો હતો. આ ઉપરાંત પારસી ધર્મ અને અન્ય અબ્રાહ્મણીય ધર્મો જેવાં કે ઇસ્લામ, ખ્રિસ્તી, અને યહૂદી ધર્મો આશરે ઇસુની પહેલી સદીની આસપાસ ભારતમાં આવ્યા. આ બધા ધર્મોએ ભારતની સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ પાડ્યો અને તેને વધુ સમૃદ્ધ બનાવી.

ભારત ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોનું બનેલું એક ગણરાજ્ય છે. ભારત ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિની વિવિધતા ધરાવતો એક વિશાળ સમાજ છે. 'અનેકતામાં એકતા' અને વિવિધતા એ ભારતની આગવી ઓળખ છે.

ભારતનું નામ

આ દેશની મોટાભાગની સ્થાનિકભાષાઓમાં ભારતના નામે ઓળખાય છે. શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરતના નામે આ દેશ ભારત તરીકે ઓળખાય છે. ભરત રાજા અત્યંત પરાક્રમી હતાં અને તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતાં.

જોકે આંતરાષ્ટ્રીય સ્તરે ભારત 'ઇન્ડીયા'ના નામે વધુ ઓળખાય છે. ભારતનાં બંધારણની કલમ ૧ મુજબ આ દેશને 'ભારત' અથવા 'ઇન્ડીયા' નામે ઓળખાશે. ઇન્ડીયા નામ 'સિંધુ' નદી પરથી પડ્યું છે, જે પરથી જૂની ફારસી ભાષામાં "હિન્દુ" શબ્દ રચાયો. આ હિન્દુ શબ્દનું અપભ્રંશ થઇને 'ઇન્ડસ' શબ્દ રચાયો, જે પરથી આ દેશને 'ઇન્ડીયા' નામ મળ્યું. જૂની ગ્રીક ભાષામાં આ દેશને 'ઇન્દોઇ' એટલે કે 'ઇન્દુના લોકો' તરીકે ઓળખાય છે.

આ ઉપરાંત ફારસી ભાષામાં આ દેશને 'હિન્દુસ્તાન' એટલે કે 'હિન્દુઓની ભૂમી' તરીકે પણ ઓળખાય છે.

ભૂગોળ

ભારત ભૌગોલિક રીતે ચોતરફથી કુદરતી સીમાઓ વડે રક્ષાયેલું છે. ઉત્તરમાં હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, દક્ષિણમાં હિંદ મહાસાગર, પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો તેને બીજા ભૂખંડોથી અલગ પાડે છે. આથી જ તેને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને જંબુદ્વિપ પણ કહે છે. ભારતનો ભૂખંડ પૂર્વે ચોતરફ પાણી થી રક્ષાયેલો હશે અને તે ધીમે ધીમે ઉપર તરફ ધસીને એશિયાના ભૂખંડ સાથે અથડાયો હશે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે.

ઉત્તરનો પર્વતાળ પ્રદેશ

ભારત: ભારતનું નામ, ભૂગોળ, લોકજીવન 
હિમાલયની પર્વતમાળા

ભારતની ઉત્તરે હિમાચલ કે હિમાલયની પર્વતમાળ આવેલી છે. ઉત્તર ધ્રુવ તરફથી વહેતા ઠંડા પવનોને તે રોકી લે છે. હિમાલયની પર્વતમાળા પૂર્વમાં મ્યાનમાર કે બર્માથી ચાલુ થઇ પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી છે. ચીન અને ભારત વચ્ચે તે એક કુદરતી રાજકીય સીમાની ગરજ સારે છે. નેપાલ, ભૂતાન જેવા દેશ આ પર્વતમાળામાં જ આવેલા છે.

ભારતની જીવાદોરી સમાન ગણાતી નદીઓ જેવી કે ગંગા, યમુના, સિંધુ (અત્યારે પાકિસ્તાનમાં), બ્રહ્મપુત્રા વગેરે હિમાલયમાંથી નીકળે છે.

મધ્ય અને દક્ષિણના મેદાનો

હિમાલયમાંથી નીકળતી નદીઓ તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાન પ્રદેશમાંથી વહે છે અને અંતે ભારતીય મહાસાગરના ઉપસાગરો – અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર – માં મળી જાય છે. આ મેદાન પ્રદેશો ખૂબજ ફળદ્રુપ અને ખેતીલાયક હોવાથી દુનિયાનો સૌથી ગીચમાં ગીચ પ્રદેશ છે. ભારતીય સંસ્કૃતિ આ જ વિસ્તારમાં ખીલી છે. પૌરાણિક રીતે આ વિસ્તાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતના મહાન રાજાઓ, વ્યક્તિઓ આ જ વિસ્તારમાં જન્મી છે.

પૂર્વના જંગલો

ભારતની પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ વગેરે સીમાડાના રાજ્યો અને મ્યાનમાર ને જોડતા પ્રદેશોમાં ગીચ જંગલો આવેલા છે. આ પ્રદેશમાં પુષ્કળ વરસાદ થાય છે. અહીંના ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ (૧૦૦ ઇંચ) થાય છે. પુષ્કળ વરસાદના કારણે જમીન ખૂબ જ ફળદ્રુપ છે.

પશ્ચિમનાં રણો

ભારતની પશ્ચિમે કચ્છનું નાનું, મોટું રણ અને થારના રણો આવેલા છે. ઐતિહાસિક ભારત અફઘાનિસ્તાન અને ઇરાનની સીમાઓ સુધી વિસ્તરેલું હતું. વિદેશી આક્રમણકારો આ રણને બદલે કારાકોરમનો ઘાટ વટાવીને ભારતમાં પ્રવેશ કરતા. આજે કચ્છનું રણ ગુજરાત માં અને થારનું રણ રાજસ્થાન અને પાકિસ્તાનમાં આવેલું છે. આ રણના પોખરણ વિસ્તારમાં ભારતે પરમાણુ બોમ્બનો પ્રયોગ પણ કરેલ છે.

દક્ષિણનો સાગર

ભારતનો દક્ષિણ ભાગ ત્રણ તરફ સમુદ્રથી ઘેરાયેલો છે. દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલો છે. આ સમુદ્રમાં ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વિપ ટાપુઓ અને શ્રીલંકા અને માલદીવ ટાપુ જેવા દેશો આવેલા છે. ભારતની હિંદ મહાસાગરમાંની ભૂશિરને કન્યાકુમારી તરીકે ઓળખાય છે. ભારતમાં થતો વરસાદ આ સમુદ્રની આબોહવાને આધારી છે. ભારતની તટ-રેખા ૧૯૫૭ કી.મી ની છે, જે દુનિયામાં સૌથી લાંબી છે.

લોકજીવન

ભારત દેશનું લોકજીવન "વિવિધતામાં એક્તા" સૂત્રને આત્મસાત કરતું દેખાય છે. જુદા જુદા પ્રાંતના લોકોનો પોષાક, ખાણીપીણી, ભાષા જુદા જુદા હોવા છતા તેઓ એક ભારત દેશની છત્રછાયામાં રહે છે. આ દેશમાં ભાષા, ધર્મ, જાતિ વગેરેમાં અલગ અલગ એવી પ્રજા ઐતિહાસિક કાળથી આવીને વસી છે. પૌરાણીક ભારતમાં યવન, પહલવ, મ્લેચ્છ, બર્બર જેવી જાતિઓનો ઉલ્લેખ છે જે ભારતના લોકો સાથે સંપર્કમાં હતી અને એકબીજાને યુદ્ધ દરમિયાન મદદ કરતા. આ જાતિઓમાંથી ઘણા લોકો ભારતમાં વસ્યા અને તેના લોકોમાં ભારતીય તરીકે ભળી ગયા. દુનિયાના સૌથી વધુ ધર્મો ભારતમાં ઉદ્ભવ પામ્યા છે અને ઘણા ધર્મના લોકોએ ભારતમાં આશ્રયસ્થાન લીધું છે. આજનું ભારત જાતિવાદ, ધર્મવાદ જેવા પરિબળોથી ત્રસ્ત છે પરંતુ રાજકીય એક્તા ટકાવીને પોતાની અદાથી આગળ વધતુ રહે છે.

ભાષા અને રાજ્યો

પૌરાણીક ભારતમાં એક ભાષા – સંસ્કૃત પ્રચલિત હતી. સમય જતા સંસ્કૃતમાંથી વિવિધ પ્રાકૃત ભાષાઓનો જન્મ થયો જે સન ૧૦૦૦ થી આજ સુધી વિકાસ પામીને સ્વતંત્ર ભાષાઓ બની છે. ભારતમાં આજે ૧૮ સંવૈધાનિક ભાષાઓ છે. ભારતની આઝાદી પછી જવાહરલાલ નહેરુના માર્ગદર્શન મુજબ ભારતમાં ભાષાકીય રાજ્યો બન્યા; જે મુજબ એક ભાષા વાળા પ્રાંતનું પોતાનુ રાજ્ય થયું. હિન્દી બોલતી પ્રજાને વિવિધ રાજ્યોમાં વહેંચવામાં આવી. આમ, અમુક રાજ્યને બાદ કરતા મુખ્યત્વે દરેક રાજ્યને પોતાની ભાષા છે. ભારતની પોતાની ભાષા હિન્દી છે. તમિલ સિવાયની દરેક ભાષાનું મૂળ સંસ્કૃત છે.

ધર્મો અને માન્યતાઓ

ધર્મની બાબતમાં ભારત પૌરાણીક કાળથી વિવિધતા ધરાવતો દેશ છે. ભારતીય વ્યાખ્યા પ્રમાણે ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ વગેરે જુદા-જુદા સંપ્રદાયો છે જે પોતાની રીતે ઇશ્વરની વ્યાખ્યા અને તેને પહોંચવાની વિધી બતાવે છે. ભારતીય તત્વજ્ઞાન મુજબ ઇશ્વર એક છે અને તેના રૂપો અનેક છે અને તેને પહોંચવાની જુદી-જુદી રીતો હોય શકે. આથી જ ભારતમાં અનેક દેવી-દેવતામાં માનવામાં આવે છે અને દરેકને પોતાનો સંપ્રદાય છે.

ભારતના મૂળ પ્રાચીન ધર્મને સનાતન ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. ઇ.સ.પૂર્વે ૩૦૦માં બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. આ પછી અહીંના કેરાલા રાજ્યમાં સૌપ્રથમ ખ્રિસ્તી સંત થોમસ આવેલા અને ખ્રિસ્તી ધર્મ સ્થાપિત કર્યો. મધ્ય એશિયામાં ઇસ્લામના ફેલાવા દરમિયાન અહીં ઇઝરાયેલથી હિબ્રુ લોકો અને ઇરાનથી પારસી લોકો આવી વસેલા. દુનિયામાં મૂળ પારસી ધર્મ આજે ફક્ત ભારતમાં જ છે. ઇસ્લામ ધર્મ તેના શરૂઆતના સમયમા જ ભારતમાં આવી ગયો હતો. શહાદતુલઅક્વામ તથા ફતહુલબારી કિતાબોના હવાલા મુજબ ભોપાલના રાજા ભોજે ઈસ્લામ કબૂલ કર્યો હતો. શ્રી ગુરૂ નાનકે ૧૫મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી. શીખ ધર્મના ઘણા બધા શિધ્ધાંતો ઈસ્લામ ધર્મના શિધ્ધાંતોને મળતા આવે છે. શ્રી ગુરુ નાનકે બગદાદ તથા ત્યાંના બીજા ઈસ્લામિક તીર્થ સ્થળોની યાત્રા કરી હતી. ભારતની ધરતી પર જન્મેલા વિવિધ ધર્મો પૈકી શીખ ધર્મ સૌથી તત્કાલિન છે. અંગ્રજોના શાસન દરમિયાન ખ્રિસ્તી ધર્મનો ફેલાવો વ્યાપક બન્યો.

ભારતના લોકો વિવિધ ધર્મના હોવા છતાં તેઓ જાતિ તરીકે ભારતીય છે. પૂર્વેના હિંદુ અથવા મૂળ ભારતીય લોકોને બળ કે લાલચ બતાવીને તેમનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. આથી તેઓની માન્યતા, રીત-રીવાજો, ભાષા અને અમુક હદે સંસ્કૃતિ ભારતીય જ રહી છે. ફક્ત ભારત જ નહિ પરંતુ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા વગેરે દેશોમાં પણ ધાર્મિક પલટો આવ્યા છતા તેમની પોતાની સંસ્કૃતિ અને તેના પરનો ભારતીય પ્રભાવ અકબંધ રહ્યા છે.

સરકાર

ભારતનું બંધારણ જાન્યુઆરી ૨૬, ૧૯૫૦ મા અમલમાં આવ્યું. ભારતીય બંધારણનો દસ્તાવેજ ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી ગણતંત્ર દર્શાવે છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

રાજ્યો

ભારતના રાજ્યો
રાજ્ય રાજ્યનો કોડ ઝોન રાજધાની સૌથી મોટું શહેર સ્થાપના વિસ્તાર (ચો. કિમી) વસ્તી સત્તાવાર ભાષા વધારાની સત્તાવાર ભાષાઓ
આંધ્ર પ્રદેશ AP દક્ષિણ અમરાવતી વિશાખાપટનમ ૧લી નવેમ્બર ૧૯૫૬ ૧,૬૨,૯૭૫ ૪,૯૫,૦૬,૬૯૯ તેલુગુ -
અરુણાચલ પ્રદેશ AR ઉત્તર-પૂર્વ ઇટાનગર ૨૦મી ફેબ્રુઆરી ૧૯૮૭ ૮૩,૭૪૩ ૧૩,૮૩,૭૨૭ અંગ્રેજી -
આસામ AS ઉત્તર-પૂર્વ દિસપુર ગુવાહાટી ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ ૭૮,૫૫૦ ૩,૧૨,૦૫,૫૭૬ આસામી બંગાળી, બોડો
બિહાર BR પૂર્વ પટના ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ ૯૪,૧૬૩ ૧૦,૪૦,૯૯,૪૫૨ હિંદી ઉર્દૂ
છત્તીસગઢ CG મધ્ય રાયપુર ૧લી નવેમ્બર ૨૦૦૦ ૧,૩૫,૧૯૪ ૨,૫૫,૪૫,૧૯૮ છત્તીસગઢી હિંદી, અંગ્રેજી
ગોઆ GA પશ્ચિમ પણજી વાસ્કો ડી ગામા ૩૦મી મે ૧૯૮૭ ૩,૭૦૨ ૧૪,૫૮,૫૪૫ કોંકણી મરાઠી
ગુજરાત GJ પશ્ચિમ ગાંધીનગર અમદાવાદ ૧ મે ૧૯૬૦ ૫૫,૬૭૩ ૬,૦૪,૩૯,૬૯૨ ગુજરાતી -
હરિયાણા HR ઉત્તર ચંડીગઢ ફરીદાબાદ ૧ નવેમ્બર ૧૯૬૬ ૪૪,૨૧૨ ૨,૫૩,૫૧,૪૬૨ હિંદી પંજાબી
હિમાચલ પ્રદેશ HP ઉત્તર શિમલા (ઉનાળામાં), ધર્મશાલા (શિયાળામાં) શિમલા ૨૫ જાન્યુઆરી ૧૯૭૧ ૫૫,૬૭૩ ૬૮,૬૪,૬૦૨ હિંદી સંસ્કૃત
ઝારખંડ JH પૂર્વ રાંચી જમશેદપુર ૧૫ નવેમ્બર ૨૦૦૦ ૭૯,૭૧૬ ૩,૨૯,૮૮,૧૩૪ હિંદી અંગિકા, બંગાળી, ભોજપુરી, ભુમીજ, હો, ખારિયા, ખોરથા, કુમાલી, કુરુખ, મગાહી, મૈથિલી, મુંદરી, નાગપુરી, ઑડિયા, સંથાલી, ઉર્દૂ
કર્ણાટક KR દક્ષિણ બેંગલુરૂ ૧ નવેમ્બર ૧૯૫૬ ૧૯૧,૭૯૧ ૬,૧૦,૯૫,૨૯૭ કન્નડ -
કેરળ KL દક્ષિણ તિરૂવનંતપુરમ ૧ નવેમ્બર ૧૯૫૬ ૩૮,૮૬૩ ૩,૩૪,૦૬,૦૬૧ મલયાલમ અંગ્રેજી
મધ્ય પ્રદેશ MP મધ્ય ભોપાલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ૩૦૮,૨૫૨ ૭,૨૬,૨૬,૮૦૯ હિંદી -
મહારાષ્ટ્ર MH પશ્ચિમ મુંબઈ ૧ મે ૧૯૬૦ ૩૦૭,૭૧૩ ૧૧,૨૩,૭૪,૩૩૩ મરાઠી -
મણિપુર MN ઉત્તર-પૂર્વ ઇમ્ફાલ ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ ૨૨,૩૪૭ ૨૮,૫૫,૭૯૪ મણિપુરી અંગ્રેજી
મેઘાલય MG ઉત્તર-પૂર્વ શિલોંગ ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ ૨૨,૭૨૦ ૨૯,૬૬,૮૮૯ અંગ્રેજી ખાસી
મિઝોરમ MZ ઉત્તર-પૂર્વ ઐઝવાલ ૨૦ ફેબ્રુઆરી ૧૯૮૭ ૨૧,૦૮૧ ૧૦,૯૭,૨૦૬ અંગ્રેજી, હિંદી, મિઝો -
નાગાલેંડ NL ઉત્તર-પૂર્વ કોહિમા ૧ ડિસેમ્બર ૧૯૬૩ ૧૬,૫૭૯ ૧૯,૭૮,૫૦૨ અંગ્રેજી -
ઑડિશા OD પૂર્વ ભુવનેશ્વર ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ૧૫૫,૮૨૦ ૪,૧૯,૭૪,૨૧૮ ઓડિયા -
પંજાબ PB ઉત્તર ચંડીગઢ લુધિયાણા ૧ નવેમ્બર ૧૯૬૬ ૫૦,૩૬૨ ૨,૭૭,૪૩,૩૩૮ પંજાબી -
રાજસ્થાન RJ ઉત્તર જયપુર ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ૩૪૨,૨૬૯ ૬,૮૫,૪૮,૪૩૭ હિંદી અંગ્રેજી
સિક્કિમ SK ઉત્તર-પૂર્વ ગંગટોક ૧૬ મે ૧૯૭૫ ૭,૦૯૬ ૬,૧૦,૫૭૭ અંગ્રેજી, નેપાળી ભુટિયા, ગુરુંગ, લેપ્ચા, લિંબુ, માન્નગર, મુખિયા, નેવારી, રાય, શેરપા, તમાંગ
તમિલ નાડુ TN દક્ષિણ ચેન્નઈ ૧ નવેમ્બર ૧૯૫૬ ૧૩૦,૦૫૮ ૭,૨૧,૪૭,૦૩૦ તમિલ અંગ્રેજી
તેલંગાણા TS દક્ષિણ હૈદરાબાદ ૨ જૂન ૨૦૧૪ ૧૧૨,૦૭૭ ૩,૫૧,૯૩,૯૭૮ તેલુગુ ઉર્દૂ
ત્રિપુરા TR ઉત્તર-પૂર્વ અગરતલા ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ ૧૦,૪૯૨ ૩૬,૭૩,૯૧૭ બંગાળી, અંગ્રેજી, કોકબોરોક -
ઉત્તર પ્રદેશ UP મધ્ય લખનૌ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ૨૪૩,૨૮૬ ૧૯,૯૮,૧૨,૩૪૧ હિંદી ઉર્દૂ
ઉત્તરાખંડ UK મધ્ય દેહરાદૂન ૯ નવેમ્બર ૨૦૦૦ ૫૩,૪૮૩ ૧,૦૦,૮૬,૨૯૨ હિંદી સંસ્કૃત
પશ્ચિમ બંગાળ WB પૂર્વ કોલકાતા ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ૮૮,૭૫૨ ૯,૧૨,૭૬,૧૧૫ બંગાળી, નેપાળી હિંદી, ઑડિયા, પંજાબી, સંથાલી, તેલુગુ, ઉર્દૂ

કેન્દ્રશાસિત પ્રદેશો

ભારતના કેન્દ્રશસિત પ્રદેશો
કેન્દ્રશાસિત પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશનો કોડ ઝોન રાજધાની સૌથી મોટું શહેર સ્થાપના વિસ્તાર (ચો. કિમી) વસ્તી સત્તાવાર ભાષા વધારાની સત્તાવાર ભાષાઓ
અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ AN દક્ષિણ પોર્ટ બ્લેયર ૧લી નવેમ્બર ૧૯૫૬ ૭,૯૫૦ ૩,૮૦,૫૦૦ હિન્દી અંગ્રેજી
ચંડીગઢ CH ઉત્તર ચંડીગઢ ૧લી નવેમ્બર ૧૯૬૬ ૧૧૪ ૧૦,૫૫,૪૫૦ અંગ્રેજી -
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ DD પશ્ચિમ દમણ સેલ્વાસ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ ૬૦૩ ૫,૮૬,૭૫૬ હિન્દી, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી -
જમ્મુ અને કાશ્મીર JK ઉત્તર જમ્મુ (શિયાળું)
શ્રીનગર (ઉનાળું)
શ્રીનગર ૩૧મી ઓક્ટોબર ૨૦૧૯ ૪૨,૨૪૧ ૧,૨૨,૫૮,૪૩૩ કાશ્મીરી, ડોગરી, ઉર્દૂ, હિન્દી, અંગ્રેજી -
લદ્દાખ LA ઉત્તર લેહ (ઉનાળું)
કારગિલ (શિયાળું)
લેહ ૩૧મી ઓક્ટોબર ૨૦૧૯ ૫૯,૧૪૬ ૨,૯૦,૪૯૨ હિન્દી, અંગ્રેજી -
લક્ષદ્વીપ LD દક્ષિણ કવરત્તી એન્ડ્રોટ ૧લી નવેમ્બર ૧૯૫૬ ૩૨ ૬૪,૪૭૩ મલયાળમ, અંગ્રેજી -
રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ, દિલ્હી DL ઉત્તર નવી દિલ્હી દિલ્હી ૧લી નવેમ્બર ૧૯૫૬ ૧,૪૯૦ ૧,૭૬,૮૭,૯૪૧ હિન્દી, અંગ્રેજી પંજાબી, ઉર્દૂ
પૉંડિચેરી PY દક્ષિણ પૉંડિચેરી ૧૬મી ઓગસ્ટ ૧૯૬૨ ૪૯૨ ૧૨,૪૭,૯૫૩ તમિળ, અંગ્રેજી તેલુગુ, મલયાળમ, ફ્રેંચ


સમસ્યાઓ

ભારતની ગણના આજે (૨૦૦૭) એક વિકાસશીલ દેશ (જેનો પુરતો વિકસિત નથી) તરીકે થાય છે. સૌ દેશોની માફક તેની આંતરીક અને બાહ્ય સમસ્યાઓ છે જે તેના વિકાસમાં અડચણ રૂપ છે. ભારતની સમસ્યાઓ નીચે મુજબ છે:

  • બાહ્ય સમસ્યાઓ:
    • ચીન સાથેનો સીમાવિવાદ
    • પાકિસ્તાનનો આતંકવાદ
    • બાંગ્લાદેશી ઘૂસણખોરી

વિખ્યાત વ્યક્તિઓ

ભારતે વિશ્વને સમયે-સમયે મહાન વ્યક્તિઓની ભેટ આપી છે. નીચેના ભારતના વિખ્યાત વ્યક્તિઓ છે જે ભારતમાં અથવા તો વિશ્વમાં વિખ્યાત છે.

પૌરાણીક

  1. રામ
  2. કૃષ્ણ
  3. બુદ્ધ
  4. ચાણક્ય
  5. શંકરાચાર્ય
  6. કાલિદાસ
  7. આર્યભટ્ટ
  8. રાજા ભરત
  9. મહાવીર

ઐતિહાસિક

  1. અશોક
  2. મહારાણા પ્રતાપ
  3. રાણી લક્ષ્મીબાઈ
  4. શિવાજી
  5. બાબર
  6. અકબર
  7. હુમાયુ
  8. ટીપુ સુલ્તાન
  9. શાહજહાં
  10. મહમદ બેગડો

રાજકારણીય/અન્ય

  1. મહાત્મા ગાંધી
  2. સ્વામી વિવેકાનંદ
  3. જવાહરલાલ નેહરુ
  4. સુભાષચંદ્ર બોઝ
  5. સરદાર પટેલ
  6. જગદીશચંદ્ર બોઝ
  7. ઈન્દિરા ગાંધી
  8. મહર્ષિ અરવિંદ
  9. ડૉ. ભીમરાવ આંબેડકર
  10. અબ્દુલ કલામ

સંદર્ભ

નોંધ

બાહ્ય કડીઓ

ભારત: ભારતનું નામ, ભૂગોળ, લોકજીવન 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
ભારત

This article uses material from the Wikipedia ગુજરાતી article ભારત, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.

Tags:

ભારત નું નામભારત ભૂગોળભારત લોકજીવનભારત સરકારભારત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોભારત સમસ્યાઓભારત વિખ્યાત વ્યક્તિઓભારત સંદર્ભભારત નોંધભારત બાહ્ય કડીઓભારતદક્ષિણ એશિયાભાષાલોકશાહી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત સલ્તનતડાકોરહોસ્પિટલગૂગલયુગસાપતુલસીસલામત મૈથુનમધુ રાયગુપ્તરોગઉચ્ચતર માધ્યમિક શાળાસૂર્યમંદિર, મોઢેરાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાજલિયાંવાલા બાગ હત્યાકાંડકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢશિક્ષકતારક મેહતા કા ઉલ્ટા ચશ્મામહાવીર જન્મ કલ્યાણકશીખયોગ (મનોશારીરીક જીવનશૈલી)ગણેશવીર્યહિંગલાજ ભવાની શક્તિપીઠમુનમુન દત્તાસચિન તેંડુલકરલોપકચિહ્નરાજકોટ જિલ્લોઅમદાવાદ બીઆરટીએસનવલકથાપ્રાથમિક શાળાસમાનાર્થી શબ્દોભારતીય રેલગુણવંત શાહહિંદુ ધર્મનિયમકૃષ્ણસૌરાષ્ટ્રયજુર્વેદઉત્તર પ્રદેશગાયકવાડ રાજવંશછોટાઉદેપુર જિલ્લોનક્ષત્રવિક્રમાદિત્યવર્ણવ્યવસ્થાનારાયણ સ્વામી (ભજનીક)કર્ક રાશીસિતાંશુ યશશ્ચન્દ્રમુંબઈ શેર બજારરથયાત્રામહંત સ્વામી મહારાજપ્રજાસત્તાક દિન (ભારત)C (પ્રોગ્રામિંગ ભાષા)ભારત રત્ન૧૮૫૭ની ભારતીય ક્રાંતિરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ઘર ચકલીકેદારનાથવર્તુળનો વ્યાસમલેરિયામુહમ્મદદાંડી સત્યાગ્રહભારતીય સ્વતંત્રતા ચળવળબિરસા મુંડામૌર્ય સામ્રાજ્યટાઇફોઇડઅશ્વગંધા (વનસ્પતિ)મગજઇસ્લામીક પંચાંગઇસરોસુભાષચંદ્ર બોઝક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીકાત્યાયનીઅટલ બિહારી વાજપેયીગાયત્રીપત્રકારત્વપ્રેમાનંદ🡆 More