શિવ

શિવજી ને હિંદૂ ધર્મના ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે.

તેઓ જગતનો સંહાર કરે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.

શિવ
શક્તિ અને પ્રલય ના દેવતા
શિવ
શિવજી ધ્યાનસ્થ મુદ્રામાં
રહેઠાણકૈલાસ પર્વત
મંત્રૐ નમ: શિવાય
શસ્ત્રત્રિશૂળ
પ્રતીકલિંગ
વાહનનંદી
ઉત્સવોમહાશિવરાત્રિ
વ્યક્તિગત માહિતી
જીવનસાથીપાર્વતી
બાળકોગણેશ, કાર્તિકેય

શિવજી શૈવ સંપ્રદાયોના આરાધ્ય દેવ છે. તેમનાં બાર જ્યોતિર્લિંગ સુપ્રસિદ્ધ છે. જેમના સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે.

શિવાલયની રચના

ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામા આવે છે. બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે. તેવીજ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડા દુર જોવા મળે છે.

મહાદેવનાં શણગાર તથા પૂજનવિધીમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે. જેમાં વનનાં ફુલો ધતુરો, બીલીપત્ર, રૂદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભસ્મનું લેપન, વાહનમાં પોઠીયો, વગાડવામાં ડમરૂં, શરીરે જટાજુટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે. પૂજનવિધીમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રનાં પાન. શિવલિંગ પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ હોય છે.

સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. શિવનું મંદિર શાસ્ત્રોકત દ્રષ્ટિએ જીવનમાં માનવદેહ અને મનનું પ્રતીક અને ભાવના બની રહે છે. સર્વનું કલ્યાણ કરનારા શિવનાં શિવાલયમાં વાસ્તુશાસ્ત્ર-શિલ્પકલા વિધાનમાં તેમજ માનવજીવન માટે આશિષ ગણાતી અષ્ટાંગયોગ કલ્પના સાકાર થાય છે. ગુજરાતનાં પ્રદેશોમાં થતા શિવાલયની રચના (બાંધકામ) નીચે મુજબ હોય છે.

શિવાલયની રચના બે ભાગમાં હોય છે જેમાં આગળનો ભાગ મંદિર અને અંદરનો ભાગ ગર્ભગૃહ (ગર્ભાગાર-ગભારો) કહેવાય છે. જેમાં મનુષ્યના જન્મથી અંત સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે.

શિવાલયમાં આગળનાં ભાગમાં કાલ ભૈરવનું સ્થાપન કરવામાં આવે છે. જે યમનું પ્રતીક માનવામાં આવે છે.

શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા પોઠીયાનું સ્થાપન થાય છે. જે પરિશ્રમ અને ભારવહનનાં પ્રતીક તરીકે ઓળખાય છે. તેના સ્થાપન દ્વારા એવુ સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવુ જોઈએ.

શિવાલયમાં પોઠીયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે. કાચબો પોતાની બધી જ બહારની ઈન્દ્રિયોને સંકોરી, પોતાની જાતમાં સમાવી શકે છે. મનુષ્ય માટે પણ બહારની ઈન્દ્રિયો ( આંખ, કાન, જીભ, હાથ અને પગ ) ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે. પોતાની જાત સંકોરી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે. જે કાચબાનાં સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે.

શિવાલયમાં કાચબાની ડાબી બાજુએ ઉતરદિશા બાજુ મુખે ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. ગણેશ વિધ્નોનાં હરનાર કહેવાય છે. ગણ-પતિમાં બીજાની નાનામાં નાની વાત સાંભળીને પેટમાં રાખવાની ટેવ, પરિસ્થિતિનો ક્યાસ કાઢતા અને ઝીણી નજરે નીરખવાની ટેવ છે, જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ. એ રીતે ગણેશનાં કાન મોટા, આંખ નાની, પેટ મોટું રખાયા છે. તે ઉપરાંત ગણેશ પ્રજ્ઞા-બુધ્ધિના દેવ ગણાય છે.

શિવાલયમાં ગણેશની બરોબર સામેની બાજુ એટલેકે દક્ષિણ દિશા બાજુ મુખે હનુમાનજી નું સ્થાપન કરવામાં આવે છે. હનુમાન બ્રહ્મચર્ય-શકિત અને સેવાનાં ઉદાહરણ રૂપે છે.

શિવાલયનાં બીજાભાગમાં ગર્ભદ્વારનાં ઉંબરે વાઘનાં શિલ્પોનું સ્થાપન કરવામાં આવે છે. ગર્ભદ્વારનાં ઉંબરાની બન્ને બાજુ વાઘના શિલ્પો કંડારેલા હોય છે.

શિવાલયનાં ગર્ભાગારની બરોબર વચ્ચે ભગવાન શિવનું લિંગની સ્થાપના કરવામા આવે છે. શિવનાં લિંગના સ્થાપનની એક ખાસ વિશેષતા છેકે ભગવાન શિવ અજન્મા છે તેથી તેના સ્થાપન સમયે તે લિંગનો પ્રવેશ દરવાજેથી થતો નથી પરંતુ તે મંદિરનાં ગર્ભાગારની ટોચેથી કરવામાં આવે છે. શિવલિંગ હદય અને આત્માનું પ્રતીક છે.

શિવાલયમાં શિવલિંગની ફરતે થાળુ અને ઉપર જળાધારી તથા સર્પનું સ્થાપન કરવામાં આવે છે. તેમાં થાળુ શિવલિંગની ફરતે ગોળાકાર લિંગનાં માપ જેટલુ વધારે હોય છે. શિવલિંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહે છે. જેમાં પાણી ભરીને લિંગ ઉપર સતત અભિષેક થાય છે. આ ઉપરાંત ભકતો દ્વારા કરવામાં આવતા પાણી અને દુધનાં અભિષેકનાં પ્રવાહીને વહેવા માટેની જગ્યા કરવામા આવે છે. જેને ઉતર દિશામાં ગર્ભાગારની બહાર કાઢવામાં આવે છે. જ્યાં નાની કુંડી કરીને તેમાં સમાવી દેવામાં આવે છે.

શિવાલયમાં શિવલિંગની બરોબર પાછળ પાર્વતીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જે ભક્તિ અને નમ્રતાનાં પ્રતીક રૂપે છે. પાર્વતી શ્રધ્ધા અને ભક્તિના ગુણો પ્રગટ કરે છે.

અન્ય નામો

  • શંકર
  • મહાદેવ
  • શંભુ
  • હર
  • આશુતોષ
  • ચંદ્રમૌલી
  • પિનાકપાણિ
  • રુદ્ર
  • ભોલાનાથ
  • નિલકંઠ

મંત્ર

ૐ નમ: શિવાય

સંદર્ભ

ગ્રંથસૂચિ

બાહ્ય કડીઓ

Tags:

શિવ ાલયની રચનાશિવ અન્ય નામોશિવ મંત્રશિવ સંદર્ભશિવ ગ્રંથસૂચિશિવ બાહ્ય કડીઓશિવકાર્તિકેયગણેશપાર્વતીહનુમાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉદ્‌ગારચિહ્નસ્ટેચ્યુ ઓફ યુનિટીસોયાબીનબેંકજીસ્વાનકરીના કપૂરહેમચંદ્રાચાર્યતક્ષશિલાખાવાનો સોડાબચેન્દ્રી પાલકલાદ્વારકાધીશ મંદિરરાશીટાઇફોઇડરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)થરાદ તાલુકોસમાન નાગરિક સંહિતાફેસબુકમેડમ કામાગુપ્ત સામ્રાજ્યમાઇક્રોસોફ્ટહમીરજી ગોહિલસંસ્કૃત ભાષાસૂર્યમંડળમહીસાગર જિલ્લોસિંધુ ખીણની સંસ્કૃતિપાલીતાણાના જૈન મંદિરોસામાજિક નિયંત્રણકુતુબ મિનારપાલીતાણાતત્ત્વવિકિપીડિયામનુભાઈ પંચોળીમહેસાણા જિલ્લોતાજ મહેલઔદ્યોગિક ક્રાંતિદિલ્હીકોણાર્ક સૂર્ય મંદિરસમય માપવાનાં સાધનોનો ઇતિહાસચિત્રલેખાશરીર વજન અનુક્રમકારડીયાતરબૂચરાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિનભારતીય ભૂમિસેનાગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨મહેસાણાહાઈકુહસ્તમૈથુનભારત સરકારઘઉંઆંબેડકર જયંતિદલિતકડવા પટેલજૈન ધર્મઅખા ભગતમકરધ્વજરવીન્દ્ર જાડેજાજાતીય સંભોગપીઠનો દુખાવોસિતાંશુ યશશ્ચન્દ્રશ્રીરામચરિતમાનસરેવા (ચલચિત્ર)રાજપૂતવૈકલ્પિક શિક્ષણપારસીસંયુક્ત આરબ અમીરાતકપાસલેપ્ટોસ્પાઇરોસિસખોડિયારસરવૈયામરાઠી ભાષાજશોદાબેનચાણક્યકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ🡆 More