ગાંધીનગર લોક સભા મતવિસ્તાર

ગાંધીનગર લોકસભા મતવિસ્તાર એ પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યના ૨૬ લોક સભા મતવિસ્તારો પૈકીનો એક છે.

ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારોમાંનું એક છે, જેનું પ્રતિનિધિત્વ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને વર્તમાન ગૃહ પ્રધાન અને ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અમિત શાહ દ્વારા થયું છે. આ મતવિસ્તારની રચના ૧૯૬૭માં કરવામાં આવી હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ના સોમચંદભાઈ સોલંકી હતા.

સોમચંદભાઇ સોલંકીએ ૧૯૭૧માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઓ) પક્ષ તરફથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. ૧૯૭૭ની ચૂંટણીમાં, જનતા પાર્ટીના પુરુષોત્તમ માવલંકર (લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકરના પુત્ર) ચૂંટાયા હતા. ૧૯૮૦માં માવલંકરનો કોંગ્રેસના ઉમેદવાર અમૃત મોહનલ પટેલ સામે પરાજય થયો હતો. ૧૯૮૪માં કોંગ્રેસના આઇ.જી. પટેલ ચૂંટાયા હતા. ૧૯૮૯થી આ મતવિસ્તાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ગઢ રહ્યો છે. શંકરસિંહ વાઘેલા ૧૯૮૯ની ચૂંટણીમાં જીત્યા અને ૧૯૯૧માં પછીની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી ચૂંટાયા. અટલ બિહારી વાજપેયીએ ૧૯૯૬માં આ બેઠક જીતી હતી પરંતુ ઉત્તર પ્રદેશમાં લખનૌનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમણે રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. આનાથી પેટાચૂંટણીની ફરજ પડી હતી જે વિજય પટેલે જીતી હતી, જેમણે અન્ય ઉમેદવારોની સાથે ફિલ્મ અભિનેતા રાજેશ ખન્ના (કોંગ્રેસ) ને હરાવ્યા હતા. આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ એક વડા પ્રધાન (વાજપેયી), એક ભાવિ મુખ્ય પ્રધાન (વાઘેલા), અને અડવાણી અને અમિત શાહ - બંને ગૃહ પ્રધાનો દ્વારા કરવામાં આવ્યું છે.

વિધાનસભા વિભાગો

૨૦૧૯ સુધીમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે:

મતવિસ્તાર ક્રમાંક મતવિસ્તાર આરક્ષિત? જિલ્લો ધારાસભ્ય પક્ષ ૨૦૧૯માં વિજેતા
૩૬ ગાંધીનગર ઉત્તર ના ગાંધીનગર રીટાબેન પટેલ ભાજપ ભાજપ
૩૮ કલોલ લક્ષ્મણજી ઠાકોર ભાજપ ભાજપ
૪૦ સાણંદ અમદાવાદ કનુભાઈ પટેલ ભાજપ ભાજપ
૪૧ ઘાટલોડિયા ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ ભાજપ
૪૨ વેજલપુર અમિત ઠાકર ભાજપ ભાજપ
૪૫ નારણપુરા જીતેન્દ્રકુમાર પટેલ ભાજપ ભાજપ
૫૫ સાબરમતી હર્ષદ પટેલ ભાજપ ભાજપ

સંસદ સભ્યો

ગાંધીનગર લોક સભા મતવિસ્તાર 
ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ૧૯૯૧-૧૯૯૬ અને ૧૯૯૮-૨૦૧૯ દરમિયાન આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.
વર્ષ વિજેતા પક્ષ
૧૯૫૨-૧૯૬૨ બેઠક અસ્તિત્વમાં ન હતી
૧૯૬૭ સોમચંદભાઈ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૭૧ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (O)
૧૯૭૭ પુરુષોત્તમ માવલંકર ભારતીય લોકદળ
૧૯૮૦ અમૃત પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (I)
૧૯૮૪ જી.આઈ.પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૮૯ શંકરસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટી
૧૯૯૧ લાલકૃષ્ણ અડવાણી
૧૯૯૬ અટલ બિહારી વાજપેયી (લખનૌ બેઠક જાળવી રાખી)
૧૯૯૬^ વિજયભાઈ પટેલ (પેટા ચૂંટણી)
૧૯૯૮ લાલકૃષ્ણ અડવાણી
૧૯૯૯
૨૦૦૪
૨૦૦૯
૨૦૧૪
૨૦૧૯ અમિત શાહ

^ પેટા ચૂંટણી દ્વારા

સંદર્ભ

Tags:

અટલ બિહારી વાજપેયીઅમિત શાહગાંધીનગરગુજરાતભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસલાલકૃષ્ણ અડવાણીલોક સભા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તકમરિયાંયુરોપવીમોમુખપૃષ્ઠસંજ્ઞાભેંસવિશ્વકર્મારામનવમીતત્ત્વપૂર્ણાંક સંખ્યાઓવિનોદ જોશીશીખગુજરાતી લોકોરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)પ્રથમ વિશ્વ યુદ્ધશ્વેત ક્રાંતિદુનિયાની પ્રાચીન સાત અજાયબીઓતાલુકા મામલતદારગુજરાતના શક્તિપીઠોગુરુ (ગ્રહ)ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓગાંધારીસપ્તર્ષિદાહોદશબ્દકોશબેંક ઓફ બરોડાજય વસાવડાસૂર્યગ્રહણપ્લૂટોપ્રિયંકા ચોપરાઓઝોન સ્તરઆખ્યાનશિયાળોપ્રાણીકાકાસાહેબ કાલેલકરવિશ્વ બેંકજીરુંરાજપૂતઈરાનપ્રહલાદ બ્રહ્મભટ્ટખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)જય જય ગરવી ગુજરાતનરસિંહ મહેતા એવોર્ડપોરબંદર જિલ્લોહવામાનસમાજશાસ્ત્રઇસ્લામીક પંચાંગજગદીશ ઠાકોરક્ષત્રિયવિક્રમ સારાભાઈલાભશંકર ઠાકરયુગજાડેજા વંશઉનાળોદિલ્હીકસૂંબોમુકેશ અંબાણીસાબરકાંઠા જિલ્લોરવિશંકર વ્યાસજીસ્વાનકર્ણયુનિક આઇડેન્ટિફિકેશન નંબરનરેન્દ્ર મોદીવિકિપીડિયામહેન્દ્ર સિંઘ ધોનીશિવાજી જયંતિગામનાટ્યશાસ્ત્રનેહા મેહતાઅમરનાથ (તીર્થધામ)અપ્સરાસોલર પાવર પ્લાન્ટઅદ્વૈત વેદાંતગુજરાતના રાજ્યપાલોઆઝાદ હિંદ ફોજલીંબુજિલ્લા પંચાયત🡆 More