વિશ્વકર્મા: આર્કિટેક્ચર હિન્દુ ભગવાન

વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે.

વિશ્વકર્મા પુરાણનું પઠન, પાઠન પણ પુણ્યકારક મનાય છે. વિશ્વકર્મા વૈદિક દેવતાના રૂપમાં માન્ય છે, પરંતુ તેમનું પૌરાણિક સ્વરૂપ અલગ પ્રતીત થાય છે. સૃષ્ટિના પ્રારંભ કાળથી જ વિશ્વકર્મા તરફ સન્માનનો ભાવ રહ્યો છે. તેમને ગૃહસ્થ જેવી સંસ્થાઓ માટે આવશ્યક સુવિધાઓના કારક અને પ્રવર્તક માનવામાં આવે છે. વિશ્વકર્માને સૃષ્ટિના પ્રથમ પ્રવર્તક માનવામાં આવે છે.

વિશ્વકર્મા: આર્કિટેક્ચર હિન્દુ ભગવાન
વિશ્વકર્મા

વાસ્તુના અઢાર ઉપદેશકોમાંથી વિશ્વકર્માને પ્રમુખ માનવામાં આવે છે. ઉત્તરમાં જ નહીં દક્ષિણ ભારતમાં પણ જયાં ‘મય’ના ગ્રંથોને સ્વીકૃત કરવામાં આવે છે. વિશ્વકર્માના મતમાં સહજ લોકમાન્યતા પ્રાપ્ત થાય છે. વરાહમિહિરે પણ કેટલીક જગ્યાએ તેમના મતોનો ઉલ્લેખ કર્યો છે.

દેવતાઓના શિલ્પકાર

વિષ્ણુપુરાણના પહેલા અંશમાં વિશ્વકર્માને દેવતાઓના શિલ્પકાર માનવામાં આવે છે તથા શિલ્પાવતારના રૂપમાં યોગ્ય સન્માન આપવામાં આવ્યું છે. આવી માન્યતા અનેક પુરાણોમાં પણ જૉવામાં આવે છે. જયારે શિલ્પગ્રંથોમાં તેમને સૃષ્ટિકર્તા માનવામાં આવ્યા છે. સ્કંદપુરાણમાં તેમને દેવભવનોના નિર્માતા કહ્યા છે. વિશ્વકર્મા શિલ્પકળામાં એટલા નિપુણ હતા કે, તેઓ જળ ઉપર માર્ગનું નિર્માણ કરી શકે છે. સૂર્યની માનવજીવનને નુકસાન કરતી જવાળાઓનો સંહાર પણ વિશ્વકર્માએ કર્યો હતો. રાજવલ્લભના વાસ્તુશાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ જૉવા મળે છે. આ ઉલ્લેખ અન્ય ગ્રંથોમાં પણ જોવા મળે છે. વિશ્વકર્મા કંબાસૂત્ર, જલપાત્ર, પુસ્તક અને જ્ઞાનસૂત્ર ધારણ કરે છે. હંસ ઉપર બિરાજમાન, સર્વસૃષ્ટિના ધરતા, શુભ મુકુટ તથા વૃદ્ધકાય જોવામાં આવે છે.

શિલ્પગ્રંથોના નિર્માતા

વિશ્વના સૌથી પ્રથમ શિલ્પગ્રંથો ‘વિશ્વકર્મીય ગ્રંથો’ માનવામાં આવે છે. વિશ્વકર્માના ગ્રંથો સૌથી જૂના માનવામાં આવે છે. જેમાં કેવળ વાસ્તુશાસ્ત્ર જ નહીં પરંતુ રથ બનાવવા, રત્નોની જાણકારી, રત્નોનો ઉપયોગ વગેરે આપવામાં આવ્યું છે. ‘વિશ્વકર્મા પ્રકાશ’ જેને વાસ્તુતંત્ર પણ કહેવામાં આવે છે. આ વિશ્વકર્માના મતોનો જીવંત ગ્રંથ છે.

મંત્ર

ૐ વિશ્વકર્મણે સુત્રવિદ્યાધારિણે વેદાય નમઃ |

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગ્રીનહાઉસ વાયુગુજરાતની ભૂગોળએરિસ્ટોટલભારતના રાષ્ટ્રપતિહિમાલયપી.વી. નરસિંહ રાવશાહબુદ્દીન રાઠોડકિષ્કિંધાપોરબંદર જિલ્લોસંજ્ઞાબારીયા રજવાડુંદિપડોઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજઅલ્પેશ ઠાકોરરામદેવપીરવિરાટ કોહલીદમણHIV/AIDS વિશે ગેરમાન્યતાઓપૂર્ણાંક સંખ્યાઓવૈશ્વિક આબોહવા પરિવર્તનઉંબરો (વૃક્ષ)સતાધારબાહુકયુરોપઇસરોચંડોળા તળાવપુ્ષ્ટિમાર્ગ બેઠકમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭૨૦૦૧ ગુજરાત ધરતીકંપમનમોહન સિંહઉત્તર પ્રદેશસિતાંશુ યશશ્ચન્દ્ર૧૮૫૭ની ભારતીય ક્રાંતિભારતમાં આવક વેરોબ્રાહ્મણવીર્ય સ્ખલનવનસ્પતિવાઘરીરાવજી પટેલજયંતિ દલાલસોલંકી વંશસૂર્યહાઈડ્રોજનવિષ્ણુ સહસ્રનામભારતીય ચૂંટણી પંચકલાપીમહંત સ્વામી મહારાજભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીચાણક્યકચ્છ રણ અભયારણ્યમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરવૌઠાનો મેળોડાંગ જિલ્લોનર્મદા નદીઓએસઆઈ મોડેલગાંઠિયો વાવિશ્વ બેંકઉજ્જૈનમહિનોદક્ષિણવિજ્ઞાનભારતીય તત્વજ્ઞાનરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)બહુચરાજીપાંડવજગન્નાથપુરીગુજરાતી અંકકમ્પ્યુટર હાર્ડવેરગુજરાતના રાજ્યપાલોસમાનાર્થી શબ્દોચંદ્રકાંત બક્ષીઉત્તરવાહિની નર્મદા પરિક્રમામટકું (જુગાર)મહાભારતસ્વામિનારાયણરક્તના પ્રકાર🡆 More