સમાનાર્થી શબ્દો: સમાન અર્થ ધરાવતા શબ્દો

સમાનાર્થી શબ્દો એક એવા શબ્દસમૂહ છે જે બે કે વધુ શબ્દોનો અર્થ સમાન જેવો થાય છે.

સમાનાર્થી શબ્દોનો અર્થ ભલે એક જેવો થતો હોય પણ તેનો ઉપયોગ વાક્યમાં અલગ સ્થાને થાય છે. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભાષાના વ્યાકરણના મહત્વના અંગ છે. વાક્યમાં સમાન અર્થ વાળા શબ્દોને એક બીજાની જગ્યાએ અદલા-બદલી કરી શકાય છે. તે વાક્યમાં શબ્દો બદલાયા હોવા છતાં અર્થમાં ઝાઝો ફેરફાર થતો નથી.

સમાનાર્થી શબ્દો: સમાન અર્થ ધરાવતા શબ્દો
માટીની તકતી પર ક્યુનિફોર્મમાં સમાનાર્થી શબ્દોની યાદી, બ્રિટિશ મ્યુઝિયમ

સમાનર્થી શબ્દોના ઉપયોગથી કોઈ પણ લખાણને વધુ સ્પષ્ટ અને આકર્ષક બનાવી શકાય છે.

ઉપયોગ

ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ વાક્યમાં "આકાશ" શબ્દ વપરાયેલો છે, હવે વાક્યમાં તે શબ્દની જગ્યા સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો ત્યાં "ગગન" કે "આભ" જેવા શબ્દોનો ઉપયોગ કરી શકાય છે. આ વાક્યના શબ્દોમાં બદલાવ જરૂર થયો છે, પણ વાક્યના અર્થમાં કોઈ બદલાવ થયો નથી.

વિવિધ શબ્દો જે અર્થમાં સમાન હોય છે તે સામાન્ય રીતે એક કારણ માટે જરૂર અલગ પડે છે, જેમકે લાંબું અને વિસ્તૃત એ સમાન અર્થ ધરાવતા ગુજરાતી સમાનાર્થી શબ્દો છે. ઉદાહરણ માટે એક વાક્ય બનાવીએ "આપણા હાથ લાંબા હોય છે" હવે આ જગ્યા એ વાક્યમાં "લાંબા" ના સ્થાને તેનો સમાનાર્થી શબ્દ "વિસ્તૃત" મૂકી શકતો નથી. જયારે પહેલા ઉદાહરણમાં "આકાશ"ના સ્થાને "આભ"નો ઉપયોગ કરી શકાતો હતો.

ઉદાહરણો

સમાનાર્થી શબ્દો ની યાદી
મૂળ શબ્દ સમાનાર્થી શબ્દો
આકાશ ગગન, આભ, આભલુ, આસમાન, વ્યોમ
કુદરતી પ્રાકૃતિક, સહજ, સ્વાભાવિક
દીવો દીપ, દીપક, શમા, દીવડો, પ્રદીપ
કૃષ્ણ કનૈયો, શ્યામ, ગોપાલ, ગિરધર, વાસુદેવ, કેશવ, માધવ
અતિશય અતીવ્ર, અત્યંત, અમયાંદા, અધિક
ઘોડો અશ્વ, હય, વાજી, ઘોટક, સૈધવ, તુરગ, ગાંધર્વ
અલંકાર આભૂષણ, ઘરેણું, દાગિના
જગત જગ, દુનિયા, વિશ્વ, લોક, ભુવન, સંસાર
ચંદ્ર ચંદ્રમા, ઈન્દુ, સુધાકર, શશી, મયંક, હિમાંશુ
કપાળ ભાલ, લલાટ, અલીક
જંગલ અરણ્ય, કાનન, વન, વિપિન, અટવિ
ક્રોધ રોષ, ગુસ્સો, કોપ, અમર્ષ
કિનારો કાંઠો, તટ, ચોવારો, આરો, તીર્થ
ઈશ્વર પ્રભુ, હરિ, પરમેશ્વર, પરમાત્મા, ઈશ
દરિયો સાગર, સમુદ્ર, રત્નાકર, ઉદધિ, જલધિ
અનાદર અવજ્ઞા, તુચ્છકાર, ધિક્કાર, તિરસ્કાર, અવહેલના, પરિભવ, પરાભવ
ઈનામ પારિતોષિક, પુરસ્કાર
અગ્નિ અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન
અખિલ આખુ, બઘુ, સળંગઘ સમગ્ર, સકલ, નિખિલ, સર્વ, નિ:શેષ, પુરુ, અખંડ
અચલ દ્રઢ, સ્થિર, અવિકારી
અમૃત અમી, પીયુષ, સુઘા
અનિલ ૫વન, વાયુ, માતરિશ્વા, સમીર, સમીરણ, મરૂત, વાત
અર્વાચીન આઘુનિક
અવાજ સાદ, શોર, ઘોંઘાટ, ઘ્વનિ, નાદ, સ્વર
ઇશ્વર પ્રભુ, ૫રમાત્મા, ૫રમેશ્વર, હરી, વિભુ
ઉ૫વન ઉદ્યાન, વાટિકા, બાગ, બગીચો
કમળ પંકજ, નીરજ, અરવિંદ, ઉત્પલ, રાજીવ, ૫દ્મ, નલિન
કિરણ રશ્મિ, અંશુ, મયૂખ, મરીચિ, કર
કાવ્ય કવિતા, ૫દબંઘ, ૫દ્ય
કોયલ કોકિલ, કોકિલા, પિક, વનપ્રિય, ૫રભૃતા
ગરીબ દીન, નિર્ઘન, રંક, દરિદ્ર, કંગાલ, અકિંચન
જંગલ અરણ્ય, કાનન, વન, વિપિન
તીર બાણ, શર, સાયક, ઇષુ, શિલિમુખ
દિવસ દિન, વાસર, અહ, અહન, દી, દહાડો
દેહ શરીર, કાયા, વપુ, ગાત્ર, તન
દુષ્ટ નીચ, અઘમ, પામર, કુટિલ, ઘૂર્ત
દરિયો સાગર, સમુદ્ર, ઉદઘિ, મહેરામણ, સિંઘુ, રત્નાકર, અંભોઘિ

સંદર્ભ

  1. કાર્ડોના, જ્યોર્જ; બાબુ સુથાર (૨૦૦૩), "Gujarati", in Cardona, George; Jain, Dhanesh (eds.), The Indo-Aryan Languages, Routledge, ISBN 978-0-415-77294-5.
  2. Dwyer, Rachel (1995), Teach Yourself Gujarati, London: Hodder and Stoughton, archived from the original on 2008-01-02.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમબહુચર માતાસુંદરમ્ચામુંડારામતાપી નદીભારતીય ચૂંટણી પંચબૌદ્ધ ગુફાઓ, ખંભાલીડાજંડ હનુમાનવનરાજ ચાવડાપવનચક્કીઅસહયોગ આંદોલનભારતીય તત્વજ્ઞાનએકલવ્યરા' ખેંગાર દ્વિતીયજલારામ બાપાએ (A)જમ્મુ અને કાશ્મીરચિનુ મોદીકલમ ૩૭૦ચુડાસમાઅમદાવાદની ભૂગોળશ્રીમદ્ ભગવદ્ ગીતાપોલીસદ્રૌપદી મુર્મૂપક્ષીબીલીતાલુકા વિકાસ અધિકારીઆઝાદ હિંદ ફોજશીખસપ્તર્ષિસતાધાર૧૮૫૭ની ભારતીય ક્રાંતિઉત્તરવાહિની નર્મદા પરિક્રમાખરીફ પાકભારતીય રૂપિયોઇન્ટરનેટદક્ષિણ આફ્રિકાદિવ્ય ભાસ્કરભારતમાં આવક વેરોગારીયાધાર તાલુકોપરમાણુ ક્રમાંકનરસિંહકેશુભાઈ પટેલહિંદુ ધર્મદાંડી સત્યાગ્રહસોનુંનારિયેળગુજરાતનું રાજકારણલોકસભાના અધ્યક્ષચંદ્રનક્ષત્રગુજરાતના તાલુકાઓગ્રામ પંચાયતમેષ રાશીહિંદુગુજરાતી લોકોદક્ષિણ ગુજરાતરાજપૂતવૈશ્વિકરણવડોદરાસાપુતારાકૃષ્ણકુમારસિંહ ગોહીલકોણાર્ક સૂર્ય મંદિરભારતીય ધર્મોકૃષ્ણશિવઇડરસ્ત્રીખજૂરભાથિજીમટકું (જુગાર)C (પ્રોગ્રામિંગ ભાષા)કાચબોખિલજી વંશગિરનાર જૈન મંદિરોવિશ્વ વન દિવસકસૂંબો🡆 More