૧૮૫૭ની ભારતીય ક્રાંતિ

૧૮૫૭ના ભારતીય વિપ્લવને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, મહાન બળવો, ભારતનો વિપ્લવ, ૧૮૫૭નો બળવો, ૧૮૫૭નો વિપ્લવ, ૧૮૫૭ની નવજાગૃતિ, સૈનિક બળવો અને સૈનિક વિપ્લવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

બળવાની શરૂઆત ૧૦ મે ૧૮૫૭ના રોજ મેરઠમાં થઇ હતી જ્યારે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેના દ્વારા ભરતી કરવામાં આવેલા મૂળ સૈનિકોમાંથી સિપાહીઓના એક જૂથે કથિત જાતિ આધારિત અન્યાય અને અસમાનતા સામે બંડ પોકાર્યો હતો. આ આંતરિક બળવો ટૂંક સમયમાં કંપની સામે વિદ્રોહ અને નાગરિક બળવામાં ફેરવાઇ ગયો હતો.

મુખ્ય ઘર્ષણ મોટા ભાગે ગંગાની ઉપરના મેદાનો અને મધ્ય ભારતમાં થયો હતો જેમાં મોટા ભાગની લડાઇ આજના ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરીય મધ્ય પ્રદેશ અને દિલ્હી વિસ્તારમાં થયું હતું. બળવાના કારણે આ ક્ષેત્રમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા સામે નોંધપાત્ર ખતરો પેદા થયો હતો અને ૨૦ જૂન ૧૮૫૮ના રોજ ગ્વાલિયરના પતન પછી જ તેને અંકુશમાં લઇ શકાયો હતો. કેટલાકના માનવા પ્રમાણે આ બળવો સ્વતંત્રતા મેળવવા માટે નેવુ વર્ષ દરમિયાન થયેલી કેટલીક ચળવળ પૈકી એક હતો જેમાં અંતે ૧૯૪૭માં સ્વતંત્રતા મળી હતી.

કંપનીના નિયંત્રણ હેઠળના ભારતના અન્ય ક્ષેત્રો- બંગાળ પ્રાંત, બોમ્બે પ્રેસિડન્સી અને મદ્રાસ પ્રેસિડન્સી- મોટા ભાગે શાંત રહ્યા હતા. પંજાબમાં શીખ રાજાઓએ કંપનીને સૈનિકો અને સમર્થન પુરું પાડીને મદદ કરી હતી. હૈદરાબાદ, મૈસુર, ત્રવણકોર અને કાશ્મીર જેવા મોટા રજવાડા તથા રાજપૂતાનાના રાજ્યો બળવામાં જોડાયા ન હતા. કેટલાક ક્ષેત્રોમાં જેમ કે અવધમાં યુરોપીયન હાજરી સામે દેશભક્તિના બળવા તરીકે બળવાની શરૂઆત થઇ હતી. ઝાંસીની રાણી જેવા વિપ્લવના નેતાઓ અડધી શતાબ્દી બાદ ભારતની રાષ્ટ્રવાદી ચળવળમાં લોક નાયક બની ગયા હતા, જોકે તેમણે જાતે નવી વ્યવસ્થા માટે કોઈ “સુસંગત વિચારધારા” રચી ન હતી. વિપ્લવના કારણે 1858માં ઇસ્ટ ઇન્ડિયા કંપની વિખેરી નાખવામાં આવી હતી અને અંગ્રેજોને ભારતમાં સૈન્ય, નાણાકીય વ્યવસ્થા અને વહીવટીતંત્ર હાથમાં લેવું પડ્યું હતું. તેથી નવા અંગ્રેજ રાજ હેઠળ ભારત સીધું તાજના નિયંત્રણ હેઠળ આવ્યું હતું.

ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું વિસ્તરણ

બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અગાઉ વ્યાપારી હેતુ માટે ફેક્ટરીના વિસ્તારોનો વહીવટ કર્યો હતો, પરંતુ 1757માં પ્લાસીના યુદ્ધમાં વિજયથી પૂર્વ ભારતમાં કંપનીનો મજબુત પગપેસારો થરૂ થયો. 1764માં (બિહારમાં) બક્સરની લડાઇમાં વિજયથી આ વિજય સુદૃઢ થયો હતો જ્યારે પરાજિત મુઘલ બાદશાહ શાહ આલમ બીજાએ કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં “મહેસુલ ઉઘરાવવા”ની સત્તા આપી હતી. કંપનીએ ટૂંક સમયમાં બોમ્બે અને મદ્રાસમાં પોતાના વિસ્તારમાં વધારો કર્યો હતોઃ એંગ્લો-મૈસુર યુદ્ધો (1766-1799) અને એંગ્લો-મરાઠા યુદ્ધો (1772-1818)થી નર્મદા નદીના દક્ષિણનો વિશાળ વિસ્તાર કબજા હેઠળ આવ્યો હતો.

19મી સદી શરૂઆત બાદ ગવર્નર-જનરલ વેલેસ્લીએ કંપનીના વિસ્તારના ઝડપી વિસ્તરણના બે દાયકાની શરૂઆત કરી હતી. આ કામગીરી કંપની અને સ્થાનિક શાસકો સાથે પેટા જોડાણ મારફતે અથવા સીધા લશ્કરી જોડાણ મારફતે કરવામાં આવી હતી. પેટા જોડાણથી હિંદુ મહારાજાઓ અને મુસ્લિમ નવાબોના રજવાડાઓ (અથવા મૂળભૂત રાજ્યો )ની રચના થઈ હતી. પંજાબ, ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંત, અને કાશ્મીરનું 1849માં બીજા એંગ્લો-શીખ યુદ્ધ બાદ જોડાણ કરવામાં આવ્યું હતું, જોકે, કાશ્મીરને તરત અમૃતસરની સંધિ (1850) દ્વારા જમ્મુના ડોગરા વંશને વેચી નાખવામાં આવ્યું હતું જેનાથી તે રજવાડું બન્યું હતું. નેપાળ અને અંગ્રેજ ભારત વચ્ચે સરહદી વિવાદ 1801માં ઉગ્ર બન્યા બાદ 1814-16ના એંગ્લો-નેપાળી યુદ્ધનું કારણ બન્યું હતું અને તેનાથી ગુરખાને અંગ્રેજ પ્રભાવ હેઠળ આવ્યા હતા. 1854માં બેરારનો ભેળવી દેવામાં આવ્યું અને બે વર્ષ બાદ અવધને પણ ઉમેરી દેવાયું હતું. તાર્કિક ઉદેશ માટે મોટા ભાગના ભારતમાં કંપનીની સરકાર ચાલતી હતી.

બળવાના કારણો

૧૮૫૭નો બળવો કોઇ એક ચોક્કસ કારણનું પરિણામ ન હતું. તેમાં લાંબા સમયથી અનેક ઘટનાઓએ સામુહિક રીતે ભૂમિકા ભજવી હતી જેનાથી મે ૧૮૫૭માં વિપ્લવ ફાટી નીકળ્યો હતો.

સિપાહી ઓમાં હિંદુ અને મુસ્લિમ સૈનિકોનો સમાવેશ થતો હતો. વિપ્લવ અગાઉ સૈન્યમાં ૨,૦૦,૦૦૦થી વધુ ભારતીય હતા જ્યારે ૪૦,૦૦૦ અંગ્રેજો હતા. આ દળોને ત્રણ પ્રેસિડન્સી સેનાઓઃ બોમ્બે, મદ્રાસ અને બંગાળમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. બંગાળ આર્મીમાં ઉચ્ચ વર્ણના લોકો જેમ કે “રાજપૂતો અને બ્રાહ્મણો”ની ભરતી કરવામાં આવતી હતી જે મોટા ભાગે “અવધ (અથવા ઔધ) અને બિહાર” વિસ્તારના હતા અને મદ્રાસ આર્મી અને બોમ્બે આર્મી “વધુ સ્થાનિક, વર્ણની બાબતમાં તટસ્થ સેના” હતી જે “ઉચ્ચ વર્ણના સૈનિકોને પસંદ કરતી ન હતી”. બંગાળ આર્મીમાં ઉચ્ચ વર્ણના લોકોના પ્રભુત્વને પ્રારંભિક વિદ્રોહ માટે જવાબદાર ગણવામાં આવે છે જેનાથી અંતે વિપ્લવ થયો હતો. વાસ્તવમાં વર્ણની ભૂમિકા એટલી મહત્ત્વની હતી કે માણસોને સૈનિકની “સૌથી મહત્ત્વની લાયકાતો જેમ કે શારીરિક ચુસ્તતા, ઇચ્છા અને શક્તિ, શિસ્ત અને હિંમતના કારણે પસંદ કરવામાં આવતા ન હતા, પરંતુ તે ચોક્કસ વર્ણ અથવા પંથના સભ્ય હોવાથી પસંદગી થતી હતી.”

૧૭૭૨માં જ્યારે વોરેન હેસ્ટિંગ્સને ગવર્નર-જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમણે પહેલું કામ કંપનીના સૈન્યના ઝડપી વિસ્તરણનું કર્યું હતું. અત્યાર સુધી બંગાળના જે સૈનિકો અથવા સિપાહીઓ ઉપલબ્ધ હતા તેમાંથી મોટા ભાગન પ્લાસીના યુદ્ધ અને બક્સરની લડાઇમાં કંપની સામે લડ્યા હતા તેથી અંગ્રેજ નજરમાં તેઓ શંકાસ્પદ હતા, તેથી હેસ્ટિંગ્સે દૂર પશ્ચિમના લોકો જેમ કે ઉચ્ચ વર્ણના રાજપૂતો અને અવધ અને બિહારના બ્રાહ્મણોની ભરતી શરૂ કરી હતી. આ પરંપરા આગામી 75 વર્ષ સુધી ચાલુ રહી હતી. જોકે, કોઇ સામાજિક વિખવાદ ન થાય તે માટે કંપનીએ તેમની ધાર્મિક વિધિઓ પ્રમાણે તેમની લશ્કરી પદ્ધતિઓ લાગુ પાડવામાં ઘણી કાળજી રાખી હતી. પરિણામે આ સૈનિકોની જમવાની વ્યવસ્થા અલગ હતી, વિદેશમાં સેવા બજાવવાનું તેમની વર્ણવ્યવસ્થા મુજબ પ્રતિબંધિત હોવાથી તેમને તેની ફરજ પાડવામાં આવતી ન હતી અને સેનાએ ટૂંક સમયમાં હિંદુ તહેવારો અપનાવી લીધા હતા. “ઉચ્ચ વર્ણની ધાર્મિક વિધિઓને મંજૂરી આપવાથી જ્યારે પણ સૈનિકોને લાગ્યું કે તેમના વિશેષાધિકારોનો ભંગ થાય છે ત્યારે સરકાર સામે વિરોધ અને વિદ્રોહની પણ શક્યતા વધી ગઇ.”

એવું પણ કહેવામાં આવે છેકે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1856માં અવધને પોતાની સાથે જોડાણ કર્યા બાદ ઘણા સિપાહીઓને એ બાબતનો અજંપો હતો કે તેમણે અવધની અદાલતોમાં પોતાના વિશેષ ભથ્થા ગુમાવવા પડશે અને જોડાણથી જમીન-મહેસુલી આવક વધશે તેવી ધારણા હતી. અન્યોનું કહેવું છે કે, ૧૮૫૭ સુધીમાં કેટલાક ભારતીય સૈનિકોને મિશનરીઓની હાજરીથી લાગ્યું હતું કે કંપની મોટા પ્રમાણમાં હિંદુઓ અને મુસ્લિમોને ખ્રિસ્તી ધર્મમાં વટાળ પ્રવૃત્તિનો સત્તાવાર ઇરાદો ધરાવે છે. અગાઉ ૧૮૩૦ના દાયકામાં વિલિયમ કેરી અને વિલિયમ વિલ્બરફોર્સ જેવા ખ્રિસ્તી સમાજ સુધારકોએ સતી પ્રથા નાબુદી અને હિંદુ વિધવાઓના પુનઃલગ્ન જેવા સામાજિક સુધારા માટે સફળતાપૂર્વક કામગીરી કરી હતી, પરંતુ સિપાહીઓને તેના કારણે અસર થઈ હોવાના બહુ ઓછા પૂરાવા છે.

જોકે, વ્યવસાયિક સેવાની શરતોમાં થયેલા ફેરફારથી અસંતોષ વ્યાપ્યો હોઇ શકે છે. યુદ્ધમાં કે જોડાણ બાદ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વિજય સાથે કંપનીના ન્યાયક્ષેત્રમાં વધારો થવા લાગ્યો તેમ સૈનિકોએ હવે ઓછા જાણીતા વિસ્તારોમાં ફરજ બજાવવી પડતી હતી (જેમ કે 1856માં એંગ્લો-બર્મા યુદ્ધો વખતે બર્મામાં), એટલું જ નહીં, તેમને “દેશી સેવા” વિશેષ વળતર પણ મળતું ન હતું જે અગાઉનું પણ બાકી હતું. અન્ય એક નાણાંકીય વાંધો સામાન્ય સેવાના ધારાના કારણે હતો જે મુજબ નિવૃત્ત સૈનિકોને પેન્શનનો લાભ મળતો ન હતો, આ માત્ર નવા ભરતી થયેલાને લાગુ પડતું હતું પરંતુ સૌને લાગતું હતું કે પહેલેથી સેવા બજાવનારા લોકોને પણ તે લાગુ થશે. આ ઉપરાંત મદ્રાસ અને બોમ્બે આર્મી કરતા બંગાળ આર્મીને ઓછો પગાર મળતો હતો, તેના કારણે પણ પેન્શનને લગતી ચિંતામાં વધારો થયો હતો.

બળવો ફાટી નીકળ્યો તેનાથી દશ મહિના અગાઉ અસંતોષ માટે અન્ય એક કારણ ૨૫ જુલાઇ ૧૮૫૬નો જનરલ સર્વિસ એનલિસ્ટમેન્ટ એક્ટ હતો. ઉપર જણાવ્યા પ્રમાણે બંગાળ આર્મીના સૈનિકોને વિદેશીમાં સેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. તેમને એવા વિસ્તારોની સેવા માટે જ ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ આગેકૂચ કરી શકે. ગવર્નર-જનરલ લોર્ડ ડેલહાઉસી દ્વારા તેને વિસંગતતા રૂપે જોવામાં આવ્યું હતું કારણ કે મદ્રાસ અને બોમ્બે આર્મીના તમામ સિપાહીઓ (વત્તા બંગાળ આર્મીની છ “જનરલ સર્વિસ” બટાલિયનો)એ જરૂર પડે તો વિદેશમાં પણ સેવા બજાવવાની શરતનો સ્વીકાર કર્યો હતો. પરિણામે બર્મા (જ્યા માત્ર સમુદ્ર મારફત જઇ શકાતું હતું) અને ચીનમાં સક્રિય સેવા માટે સૈન્ય પૂરું પાડવાનો બોજ અપ્રમાણસર રીતે બે નાની પ્રેસિડેન્સી આર્મી પર આવી પડ્યો હતો. નવા ગવર્નર-જનરલ લોર્ડ કેનિંગ દ્વારા સહી કરીને ઘડવામાં આવેલા ધારા પ્રમાણે બંગાળ આર્મીમાં માત્ર નવા ભરતી થનારા સૈનિકોએ જનરલ (વિદેશમાં) સેવા માટે પ્રતિબદ્ધતા આપવાની ફરજ પડતી હતી. જોકે સેવા બજાવતા ઉચ્ચ વર્ણના સૈનિકોને બીક હતી કે તેમને પણ અંતે ધારો લાગુ થશે, તથા પિતાની જેમ પુત્રોને સૈન્યમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવશે, જે સૈન્યમાં ફરજ બજાવવાની પરિવારોની એક મજબૂત પરંપરા હતી.

આ ઉપરાંત વરિષ્ઠતાના આધારે (સેવાના સમયગાળા) બઢતી અંગે પણ અસંતોષ હતો. આ, તથા બટાલિયનોમાં યુરોપીયન અધિકારીઓની વધતી સંખ્યાના કારણે બઢતીની પ્રક્રિયા ધીમી થઇ હતી અને ઘણા ભારતીય અધિકારીઓ વૃદ્ધ થઇને બિનકાર્યક્ષમ ન થઇ જાય ત્યાં સુધી કમિશન્ડ પાયરી સુધી પહોંચી શકતા ન હતા.

છેલ્લો તણખો નવી પેટર્ન ૧૮૫૩ની એન્ફિલ્ડ રાઇફલ માટેના દારુગોળા અંગે કંપનીના અધિકારીઓના પ્રતિભાવના કારણે સર્જાયો હતો. નવી રાઇફલને લોડ કરવા માટે સિપાહીએ કારતુસને મોઢેથી તોડીને ખોલવી પડતી હતી. એવું માનવામાં આવતું હતું કે રાઇફલ સાથે આપવામાં આવેલા પેપર કાર્ટ્રીજ પર બહારના પડ પર લાર્ડ (ડુક્કરની ચરબી), જે મુસ્લિમો માટે વર્જ્ય છે અને ટેલો (ગાયની ચરબી), જે હિંદુઓ માટે પ્રતિબંધિત છે, તે લગાવવામાં આવતું હતું. કંપનીના અધિકારીઓને કારતુસ વિશે પેદા થઈ રહેલી સમસ્યા વિશે સૌથી પહેલા જાન્યુઆરીમાં અણસાર આવ્યો હતો જ્યારે તેમને ડમ ડમ ખાતે ઉચ્ચ વર્ણના સિપાહીઓ અને નીચલા વર્ણના મજૂરો વચ્ચે થયેલા વિખવાદના અહેવાલ મળ્યા. મજૂરોએ સિપાહીઓને એવું કહીને મ્હેણું માર્યું હતું કે કારતુસને મોઢેથી તોડીને તેમણે પોતાની જાતિ ગુમાવી હતી, જોકે તે સમયે ડમડમ શસ્ત્રાગારે વાસ્તવમાં નવા રાઉન્ડનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવ્યું ન હતું અને તાલીમ માટે પણ એક પણ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો ન હતો. 27 જાન્યુઆરીના રોજ લશ્કરી સચિવ કર્નલ રિચાર્ડ બર્કે આદેશ આપ્યો કે ડેપોમાંથી આપવામાં આવેલા તમામ કારતુસ ઉપરથી ગ્રીઝ દૂર કરવામાં આવે, અને સૈનિકો પોતાની જાતે ‘‘પોતાને જે પસંદ પડે’’ તે મિશ્રણનો ઉપયોગ કરીને તેને ગ્રીઝ કરવાની છુટ આપવામાં આવી. લોડિંગને ડ્રીલ કરવામાં પણ સુધારો કરવામાં આવ્યો જેથી કારતુસને મોઢેથી તોડવાની જરૂર ન પડે પરંતુ હાથેથી ખોલી શકાય. જોકે, તેનાથી ઘણા સિપાહીઓને ખાતરી થઇ ગઇ કે અફવા સાચી હતી અને તેમનો ભય સાચો પૂરવાર થયો હતો. ત્યાર પછી એવી અફવા શરૂ થઈ કે નવા કારતુસના પેપર ગ્લેઝ કરાયેલા હતા અને અગાઉ ઉપયોગમાં લેવાયેલા પેપર કરતા વધુ કડક હતા અને તેમાં ગ્રીઝ નાખવામાં આવ્યું હતું.

નાગરિક બળવાના ઉદ્ભવમાં ઘણી વિવિધતા હતી. બળવાખોરોમાં ત્રણ જૂથનો સમાવેશ થતો હતોઃ સામંતવાદી ઉમરાવવર્ગ, તાલુકદાર તરીકે ઓળખાતા ગ્રામ્ય જમીનદારો અને ખેડૂતો. ઉમરાવવર્ગના ઘણા લોકોએ ખાલસાની નીતિ હેઠળ પોતાના બિરુદ અને જાગીરો ગુમાવ્યા હતા, જેમાં દત્તક લેવાયેલા બાળકને કાનૂની વારસદારની માન્યતા રદ કરવામાં આવી હતી. તેમને લાગ્યું કે કંપનીએ પરંપરાગત પદ્ધતિ અને વારસાની બાબતમાં હસ્તક્ષેપ કર્યો છે. નાના સાહેબ અને ઝાંસીની રાણી જેવા બળવાખોર નેતાઓ આ જૂથમાં આવતા હતા. ઝાંસીની રાણી તેના દત્તક પુત્રને તેના પતિના વારસદાર તરીકે માન્યતા આપવામાં આવે તો તે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રભુત્વ સ્વીકારવા માટે તૈયાર હતી. મધ્ય ભારતના અન્ય વિસ્તારો જેમ કે ઇન્દોર અને સૌગરમાં આવા વિશેષાધિકાર ગુમાવવાની ઘટના બની ન હતી, ત્યાં સિપાહીઓએ જ્યાં બળવો કર્યો હતો તે ક્ષેત્રોમાં પણ રાજાઓ કંપનીને વફાદાર રહ્યા હતા. બીજા જૂથમાં આવતા તાલુકદારો એ અવધના જોડાણ બાદ થયેલા જમીન સુધારણામાં પોતાની અડધી જમીન મિલકત ગુમાવી હતી જે ખેડૂતોને મળી હતી. બળવો ફેલાતા જ તાલુકદારો એ તરત પોતે ગુમાવેલી જમીન પાછી મેળવી લીધી હતી, અને વિરોધાભાસ પ્રમાણે આંશિક રીતે સંબંધના જોડાણ અને સામંતવાદી વફાદારીના કારણે તેમને ખેડૂતો તરફથી કોઇ વિરોધનો સામનો કરવો પડ્યો ન હતો, જેમાના ઘણા તો અંગ્રેજોથી ભયભીત થઇને બળવામાં જોડાયા હતા. એવું પણ સૂચવવામાં આવે છે કે કેટલાક વિસ્તારોમાં અંગ્રેજોએ કરેલી જમીન મહેસૂલી આકારણીના કારણે ઘણા જમીનદાર પરિવારોએ પોતાની જમીન ગુમાવી હતી અથવા શાહુકારોના ભારે દેવા હેઠળ આવી ગયા હતા જે અંતે બળવાનુ કારણ બન્યું હતું. કંપની ઉપરાંત બળવાખોરોની નારાજગીનો ભોગ શાહુકારો પણ બન્યા હતા. નાગરિક બળવો તેના ભૌગોલિક વિતરણમાં, અંગ્રેજ નિયંત્રણ હેઠળ ન હતા તેવા ઉત્તર-મધ્ય ભારતના વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં અસમાન હતો. ઉદાહરણ તરીકે કંપનીની સિંચાઇ યોજનાથી જેને ફાયદો થયો હતો તે પ્રમાણમાં સમૃદ્ધ મુઝફ્ફરનગર જિલ્લો અને બળવાની જ્યાં શરૂઆત થઇ હતી તે પડોશમાં આવેલું મેરઠ મોટા ભાગે શાંત રહ્યા હતા.

કંપનીનો મોટા ભાગનો પ્રતિકાર જૂના ઉમરાવવર્ગમાંથી થયો હતો, જેમને પોતાની સત્તા સતત ઘટી રહી હોવાનું જણાતું હતું. કંપનીએ ખાલસા નીતિ હેઠળ કેટલાક રાજ્યો પોતાની સાથે જોડી દીધા હતા, જે મુજબ કોઇ સામંતવાદી શાસક પોતાના મૃત્યુ સમયે કુદરતી રીતે પુરુષ વારસદાર ધરાવતા ન હોય તો તેની જમીન મિલકત ઇસ્ટ ઇન્ડિયા કંપનીની માલિકીની બની જતી હતી. સંતાનહીન જમીન માલિકોમાં વારસદારને દત્તક લેવાની જૂની પરંપરા હતી, પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આ પરંપરાની ઉપેક્ષા કરી હતી. અમીર વર્ગ, સામંતવાદી જમીનદારો અને શાહી સેનાઓને લાગ્યું કે કંપનીના વિસ્તરણના કારણે તેઓ બેરોજગાર બની રહ્યા છે અને અપમાનિત થઈ રહ્યા છે. નાગપુરના શાહી પરિવારના ઝવેરાતની પણ કોલકાતામાં લીલામી થઇ હતી જે ભારતીય ઉમરાવવર્ગ પ્રત્યે સંપૂર્ણ ગેરસન્માનના સંકેત તરીકે જોવામાં આવ્યું હતું. ભારતના ગવર્નર-જનરલ ઓફ ઇન્ડિયા લોર્ડ ડેલહાઉસીએ મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર અને તેમના વારસદારોને દિલ્હીમાં આવેલો તેમનો મહેલ લાલ કિલ્લો ખાલી કરવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ તેમના પછીના ગવર્નર- જનરલ ઓફ ઇન્ડિયા, લોર્ડ કેનિંગે 1856માં જાહેરાત કરી હતી કે બહાદુર શાહના વારસદારો ‘બાદશાહ’ના બિરુદનો ઉપયોગ પણ નહીં કરી શકે. આવા અપમાનજનક વ્યવહારના કારણે પદભ્રષ્ટ ભારતીય શાસકોમાં અસંતોષ હતો.

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
મુહમ્મદીન એંગ્લો-ઓરિયેન્ટલ કોલેજ, જે પાછળથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાઇ, તેના સ્થાપક સર સૈયદ અહમદ ખાનએ પ્રારંભિક વિવેચન પૈકી એક, 1859માં ભારતીય વિપ્લવના કારણો લખ્યું છે.
૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, 1857ના મહાન બળવાની મુખ્ય આગેવાન પૈકી એક, જેણે લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિના કારણે પોતાનું રાજ્ય ગુમાવ્યું હતું.

સતી પ્રથાની નાબુદી અને વિધવા પુનઃલગ્નને લગતા કાયદા જેવા “પાયાના અને ખ્રિસ્તીધર્મ પ્રેરિત સમાજ સુધારા”ને કારણે અંગ્રેજો સહિત ઘણાને લાગ્યું હતું કે લોકોમાં એવી શંકા પેદા થઈ હતી કે ભારતીય ધાર્મિક પરંપરાઓમાં “હસ્તક્ષેપ કરવામાં આવ્યો” છે જેનો અંતિમ ઉદ્દેશ ધર્મ પરિવર્તનનો હતો. ક્રિસ બેલી સહિતના તાજેતરના ઇતિહાસકારોએ તેને “જ્ઞાનના સંઘર્ષ” તરીકે ઓળખાવવાનો પ્રયાસ કર્યો છે જેમાં બળવા અગાઉ અને બળવા પછી પુરાવામાં ધાર્મિક સત્તાવાળાઓએ એલાન કર્યા હતા જેમાં આવા મુદ્દાઓને “સ્ત્રીના અપમાન”, “અંગ્રેજ શાસન હેઠળ નીચલા વર્ગના લોકોના ઉદય”, પશ્ચિમી દવાઓથી થયેલા “પ્રદૂષણ” અને પરંપરાગત જ્યોતીષ સત્તાવાળાઓ સામે કામ ચલાવવાનો અને તેમની અવગણના કરવાનો સમાવેશ થતો હતો. યુરોપીયનો દ્વારા સંચાલિત શાળાઓ પણ સમસ્યા હતીઃ નોંધાયેલા પુરાવા પ્રમાણે, ધાર્મિક સૂચનાની જગ્યાઓ ગણિત આવી રહ્યું છે તેવી વાર્તાઓ, ભારતીય ધર્મો સામે તિરસ્કાર ફેલાવે તેવી વાર્તાઓ પસંદ કરવામાં આવી રહી છે તેવી વાતો અને શિક્ષણના કારણે કન્યાઓ માટે “નૈતિક ખતરો” પેદા થશે તેવી ધારણાએ ભૂમિકા ભજવી હતી.

ન્યાય પદ્ધતિ પણ ભારતીયો માટે અન્યાયકર્તા હોવાનું માનવામાં આવતું હતું. 1856 અને 1857ના સત્ર દરમિયાન હાઉસ ઓફ કોમન્સમાં મૂકવામાં આવેલી સત્તાવાર બ્લુ બુક્સ ઇસ્ટ ઇન્ડિયા (ટોર્ચર) 1855-1857 માં જણાવાયું હતું કે ભારતીયો સામે ક્રુરતા દર્શાવવાનો કે ગુનો કરવાનો આરોપ હોય તો કંપનીના અધિકારીઓ વારંવાર અપીલ કરી શકતા હતા.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીની આર્થિક નીતિઓના કારણે પણ ઘણા ભારતીયોમાં અસંતોષ હતો.[સંદર્ભ આપો].

બંગાળ આર્મી

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ વહીવટી હેતુસર ભારતને જે ત્રણ “પ્રેસિડન્સી”માં વિભાજિત કર્યું હતું તે તમામ પોતાની સ્વતંત્ર સેના ધરાવતા હતા. તેમાંથી બંગાળ પ્રેસિડન્સીની સેના સૌથી મોટી હતી. અન્ય બેથી વિપરીત તે ઉચ્ચ વર્ગના હિંદુઓમાંથી (અને પ્રમાણમાં સમૃદ્ધ મુસ્લિમોમાંથી) મોટા પ્રમાણમાં ભરતી કરતી હતી. બંગાળ આર્મીમાં અનિયમિત એકમોમાં મુસ્લિમો મોટી ટકાવારીમાં હતા, જ્યારે હિંદુઓ મોટા ભાગે નિયમિત એકમોમાં હતા. તેથી સિપાહીઓ (મૂળભૂત ભારતીય સૈનિકો) જમીન માલિકો અને ભારતીય સમાજના પરંપરાગત સભ્યોની ચિંતાથી મોટા પાયે અસરગ્રસ્ત હતા. કંપનીના શાસનના પ્રારંભિક વર્ષોમાં તેમણે બંગાળ આર્મીમાં તેમણે જાતિ આધારિત વિશેષાધિકારો અને પરંપરાઓને સહન કરી હતી અને તેને પ્રોત્સાહન પણ આપ્યું હતું. બંગાળ આર્મીમાં ગંગા ખીણના જમીનમાલિક ભૂમિહાર બ્રાહ્મણો અને રાજપૂતોમાંથી મોટા પાયે ભરતી કરી હતી. 1840 પછી કલકત્તા સ્થિત આધુનિક સત્તાધિશો દ્વારા આ રિવાજો અને વિશેષાધિકારો સામે જોખમ સર્જાયું ત્યાં સુધીમાં સિપાહીઓ બહુ ઉચ્ચ રીત-રિવાજના સ્તરથી ટેવાઇ ગયા હતા અને તેમની જાતિ પ્રદૂષિત થાય તેવી શક્યતા વિશે તેઓ અત્યંત સંવેદનશીલ હતા.

સિપાહીઓમાં સેનાના જીવનના વિવિધ પાસાઓના કારણે પણ ધીમે ધીમે અસંતોષ વધતો હતો. તેમના પગાર પ્રમાણમાં ઓછા હતા અને અવધ અને પંજાબના જોડાણ બાદ સૈનિકોને ત્યાં સેવા બદલ વધારાનો પગાર (બટ્ટા અથવા ભથ્થા ) મળતા ન હતા, કારણ કે તેઓ “વિદેશમાં સેવા” બજાવતા હોય તેમ ગણવામાં આવતું ન હતું. જુનિયર યુરોપીયન અધિકારીઓ સામે તેમના સૈનિકોમાં નારાજગી વધી રહી હતી, ઘણા કિસ્સામાં તેઓ તેમને વંશીય રીતે ઉતરતી કક્ષાના ગણીને વ્યવહાર કરતા હતા. કંપનીના આર્મીમાં એક ખ્રિસ્તી ધર્મસુધારણા વાદી જુથના અધિકારીઓ (જેમ કે 34મી બંગાળ ઇન્ફન્ટ્રીના હર્બર્ટ એડવેર્ડસ અને કર્નલ એસ. જી. વેલર)એ પોતાના સૈનિકોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાની આશાએ ધર્મપ્રચારનું કામ લીધું હતું. 1856માં કંપની દ્વારા એક નવો એન્લિસ્ટમેન્ટ એક્ટ (ભરતી ધારો) લાગુ પાડવામાં આવ્યો હતો જેનાથી સૈદ્ધાંતિક રીતે બંગાળ આર્મીના દરેક એકમ માટે વિદેશમાં સેવા બજાવવાનું ફરજિયાત બન્યું. (તે માત્ર નવા ભરતી થયેલા સૈનિકોને લાગુ થવાનું હતું પરંતુ સિપાહીઓને લાગ્યું કે આ ધારો તેમને પણ લાગુ થઇ શકે છે. એવું માનવામાં આવતું હતું કે ઉચ્ચ વર્ગના હિંદુઓ સૈનિકોથી ખીચોખીચ ભરેલા જહાજમાં ગંદી સ્થિતિમાં વિદેશ જાય તો તેમના માટે રિવાજોની ભ્રષ્ટતાના કારણે પોતાની ઉચ્ચ જાતિ ટકાવવાનું અશક્ય બનશે.)

બળવાનો પ્રારંભ

કેટલાક મહિનાઓથી વધી રહેલા તણાવ અને વિસ્ફોટક ઘટનાઓ વાસ્તવિક બળવા અગાઉ થઇ હતી. કદાચ આગજનીના કારણે કલકત્તા પાસે 24 જાન્યુઆરી 1857ના રોજ આગ ફાટી નીકળી હતી. 26 ફેબ્રુઆરી 1857ના રોજ 19મી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રી (બીએનઆઇ (BNI)) રેજિમેન્ટને નવા કારતુસ વિશે જાણકારી મળી જે કથિત રીતે ગાય અને ડુક્કરની ચરબી ચોંપડેલા કાગળમાં વીંટાળેલા હતા, જેને મોઢેથી તોડીને ખોલવાના હતા. હિંદુઓ ગાયોને પવિત્ર માને છે જ્યારે મુસ્લિમો માટે ડુક્કર હરામ છે તેથી સૈનિકોએ તેનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમના પરેડ ગ્રાઉન્ડ પર તોપદળ અને ઘોડેસવાર દળ સાથે તેમના કર્નલે ગુસ્સા સાથે વર્તાવ કર્યો, પરંતુ ત્યાર બાદ તોપદળ પાછા ખેંચવાની અને ત્યાર પછીના દિવસની પરેડ રદ કરવાની માંગણી સ્વીકારી લીધી હતી.

મંગલ પાંડે

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
મંગલ પાંડે

29 માર્ચ, 1857ના રોજ કલકત્તા (હવે કોલકાતા) નજીક બરાકપોર (હવે બરાકપુર ) પરેડ ગ્રાઉન્ડ પર 34મી બીએનઆઇ (BNI)ના 29 વર્ષના મંગલ પાંડેએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની તાજેતરની કામગીરીથી ગુસ્સે થઇને જાહેરાત કરી દીધી કે તે પોતાના કમાન્ડર સામે બળવો કરશે. તેના ઉપરી અધિકારી લેફ્ટનન્ટ બાગ અસંતોષની તપાસ કરવા બહાર આવ્યા ત્યારે પાંડેએ તેમના પર ગોળીબાર કર્યો, પરંતુ નિશાન ચૂકી ગયો અને ગોળી તેમના ઘોડાને વાગી.

જનરલ જ્હોન હર્સી તેને જોવા માટે પરેડ ગ્રાઉન્ડ પર આવ્યા અને ત્યાર બાદ દાવો કર્યો હતો કે મંગલ પાંડે કોઇ પ્રકારના “ધાર્મિક ઉન્માદ”માં હતો. તેમણે ક્વાર્ટર ગાર્ડના ભારતીય કમાન્ડર જમાદાર ઇશ્વરી પ્રસાદને મંગલ પાંડેની ધરપકડ કરવા માટે આદેશ આપ્યો, પરંતુ જમાદારે ઇનકાર કર્યો. ક્વાર્ટર ગાર્ડ અને શેખ પલ્ટુ નામના એક માત્ર સૈનિકને બાદ કરતા અન્ય ઉપસ્થિત સૈનિકો મંગલ પાંડેને નિયંત્રણમાં લેવામાંથી કે તેની ધરપકડ કરવામાંથી ખસી ગયા. શેખ પલ્ટુએ પાંડેને તેનો હુમલો ચાલુ રાખતા અટકાવ્યો હતો.

પોતાના સાથીદારોને ખુલ્લા અને સક્રિય બળવા માટે ઉશ્કેરવામાં નિષ્ફળ ગયા બાદ મંગલ પાંડેએ પોતાની બંદુક પોતાની છાતી પર ગોઠવીને પગના અંગુઠાથી ટ્રિગર દબાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે માત્ર ઘાયલ થયો હતો અને 6 એપ્રિલે તેને કોર્ટ માર્શલ કરવામાં આવ્યો હતો. 8 એપ્રિલે તેને ફાંસી આપવામાં આવી હતી.

જમાદાર ઇશ્વરી પ્રસાદને મૃત્યુદંડ આપવામાં આવ્યો અને 22 એપ્રિલે ફાંસીએ ચઢાવી દેવાયો હતો. તેમની રેજિમેન્ટના સભ્યો તેમના ઉપરી અધિકારીઓ પ્રત્યે ખાસ કરીને આ ઘટના પછી દુર્ભાવના ધરાવતા હોવાનું માનવામાં આવતું હતું તેથી રેજિમેન્ટને વિખેરી નાખવામાં આવી અને તેમના ગણવેશ ઉતારી લેવાયા. શેખ પલ્ટુને બઢતી આપીને બંગાળ આર્મીમાં જમાદારનો દરજ્જો અપાયો હતો.

અન્ય રેજિમેન્ટના સિપાહીઓને લાગ્યું હતું કે આ વધારે પડતી કઠોર સજા હતી. રેજિમેન્ટ વિખેરી નાખતી વખતે જે અપમાન કરવામાં આવ્યું તેનાથી પણ બળવાને વેગ મળ્યો તેમ કેટલાક ઇતિહાસકારો માને છે, કારણ કે નારાજ ભૂતપૂર્વ સિપાહીઓ પોતાના ઘરે અવધ પાછા ફર્યા ત્યારે તેમનામાં જ્યારે તક મળે ત્યારે બદલો લેવાની ભાવના હતી.

એપ્રિલ 1857

એપ્રિલ દરમિયાન આગ્રા, અલ્હાબાદ અને અંબાલામાં અશાંતિ અને આગના બનાવો બન્યા હતા. ખાસ કરીને અંબાલામાં મોટું લશ્કરી કેન્ટોનમેન્ટ છે અને વિવિધ એકમોને તેમની વાર્ષિક બંદુકબાજીની કવાયત માટે એકત્ર કરવામાં આવે છે, ત્યાં બંગાળ આર્મીના કમાન્ડર-ઇન-ચીફ જનરલ એન્સનને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે કારતુસના કારણે કોઇ પ્રકારની હિંસા ચોક્કસ થશે. નાગરિક ગવર્નર-જનરલના સ્ટાફ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં તેઓ બંદુકબાજીની કવાયત મોકુફ રાખવા તૈયાર થયા અને નવી ડ્રીલની મંજૂરી આપી જેમાં સૈનિકોએ પોતાના દાંતના બદલે પોતાની આંગળીઓથી કારતુસો ખોલવાના હતા. જોકે તેમણે આ પદ્ધતિ સમગ્ર બંગાળ આર્મીમાં લાગુ કરવાના કોઇ સામાન્ય આદેશ આપ્યા ન હતા અને સંભવિત મુશ્કેલીને ખાળવા માટે અંબાલા જ રહ્યા હતા. ત્યાંથી તેઓ સિમલા ગયા હતા જે એક ઠંડું “હિલ સ્ટેશન” છે જ્યાં ઘણા ઉચ્ચ અધિકારીઓ ઉનાળો ગાળવા જતા હતા.

અંબાલામાં કોઇ ખુલ્લો બળવો થયો ન હતો છતાં એપ્રિલના અંતમાં મોટા પ્રમાણમાં આગ ચાંપવાના બનાવો બન્યા હતા. બેરેકની ઇમારતો (ખાસ કરીને એવા સૈનિકોની જેમણે એન્ફિલ્ડ કારતુસોનો ઉપયોગ કર્યો હતો) અને યુરોપીયન અધિકારીઓના બંગલા સળગાવી દેવાયા હતા.

મેરઠ અને દિલ્હી

મેરઠ

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
ફેલિસ બીટોએ 1858માં લીધેલો મેરઠની એક મસ્જિદનો ફોટોગ્રાફ જ્યાં કેટલાક બળવાખોર સૈનિકોએ પ્રાર્થના કરી હોઇ શકે છે.

મેરઠ ખાતે અન્ય એક મોટું લશ્કરી કેન્ટોનમેન્ટ હતું. 2,357 ભારતીય સિપાહીઓ અને 2038 અંગ્રેજ સૈનિકોને 12 અંગ્રેજ જવાનો દ્વારા સંચાલિત તોપો સાથે ત્યાં ગોઠવવામાં આવ્યા હતા. મેરઠ ભારતમાં અંગ્રેજ સૈનિકોનું સૌથી મોટું કેન્દ્ર હતું અને ત્યાર બાદ તેને એવો પુરાવો ગણવામાં આવ્યું કે અસલ બળવો પૂર્વ આયોજિત યોજનાનો ભાગ ન હતું, પરંતુ અચાનક ફાટી નીકળ્યો હતો.

બંગાળ આર્મીમાં અશાંતિની સ્થિતિ વિશે પહેલેથી સારી એવી જાણકારી હતી, છતાં 24 એપ્રિલે ત્રીજી બંગાળ લાઇટ કેવેલરીના સહાનુભૂતિ ન ધરાવતા કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ જ્યોર્જ કાર્મિકેલ-સ્મિથએ તેમના 90 જવાનોને પરેડ કરવા અને ગોળીબારની ડ્રીલ કરવા આદેશ આપ્યો હતો. પાંચ સૈનિકોને બાદ કરતા બાકીના તમામે પોતાના કારતુસ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. 9 મેના રોજ બાકીના 85 સૈનિકોને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા અને મોટા ભાગનાને 10 વર્ષની કેદની સજા કરવામાં આવી જેમા સખત મજૂરીનો સમાવેશ થતો હતો. પ્રમાણમાં યુવાન અગિયાર સૈનિકોને પાંચ વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. સજા પામેલા લોકોના ગણવેશ ઉતારી લેવાયા હતા અને બેડીઓમાં બાંધવામાં આવ્યા હતા અને બધાની સામે આખી ગેરીસનની પરેડ કરવામાં આવી હતી. તેમને જેલમાં મોકલવામાં આવી રહ્યા હતા ત્યારે સજા પામેલા કેદીઓએ તેમને ટેકો ન આપવા બદલ પોતાના સાથીદારોની ટીકા કરી હતી.

ત્યાર પછીનો દિવસ રવિવાર હતો જે આરામ અને પૂજા કરવાનો ખ્રિસ્તીઓનો દિવસ હતો. કેટલાક ભારતીય સૈનિકોએ ઓફ-ડ્યુટી જુનિયર યુરોપીયન અધિકારીઓ (તે સમયે ઘોડેસવાર દળના લેફ્ટનન્ટ હ્યુજ ગોફ સહિત)ને ચેતવણી આપી હતી કે જેલમાં પૂરાયેલા સૈનિકોને બળપ્રયોગથી છોડાવવાની યોજના છે, પરંતુ જે વરિષ્ઠ અધિકારીઓને તેની જાણકારી આપવામાં આવી તેમણે તેની નોંધ લીધી ન હતી. મેરઠ શહેરમાં પણ અશાંતિ હતી જ્યાં બજારમાં ગુસ્સા સાથે પ્રદર્શનો થયા અને કેટલીક ઇમારતો સળગાવી દેવાઇ હતી. સાંજે, મોટા ભાગના યુરોપીયન અધિકારીઓ ચર્ચમાં હાજરી આપવા તૈયારી કરી રહ્યા હતા, જ્યારે ઘણા યુરોપીયન સૈનિકોને ફરજ પર રજા હતી અને તેઓ કેન્ટીનમાં અથવા મેરઠની બજારમાં ગયા હતા. ત્રીજી કેવેલરીની આગેવાની હેઠળ ભારતીય સૈનિકોએ બળવો પોકાર્યો. પ્રથમ વિરોધને કચડી નાખવાનો પ્રયાસ કરનારા યુરોપીયન જુનિયર અધિકારીઓની તેમના જ સૈનિકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. યુરોપીયન અધિકારીઓ અને નાગરિકોના આવાસ પર હુમલા કરવામાં આવ્યા હતા અને ચાર નાગરિક પુરુષો, આઠ મહિલાઓ અને આઠ બાળકોની હત્યા કરવામાં આવી હતી. બજારમાં ટોળાએ ત્યાં ઓફ-ડ્યુટી અધિકારીઓ પર હુમલા કર્યા હતા. આશરે 50 ભારતીય નાગરિકો (જેમાંના કેટલાક અધિકારીઓના નોકર હતા જેમણે પોતાના માલિકોને બચાવવાનો કે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો)ની પણ સિપાહીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
કોટવાલ ધાન સિંઘ ગુર્જર

મેરઠ શહેરમાં કોટવાલ (કિલ્લાનો રક્ષક) ધાન સિંઘ ગુર્જરે જેલના દરવાજા ખોલી નાખ્યા હતા. 10 મેની સાંજે મેરઠમાં સિપાહીઓ અને ટોળા દ્વારા કુલ આશરે 50 યુરોપીયન પુરુષો (સૈનિકો સહિત), મહિલાઓ અને બાળકોની હત્યા કરવામાં આવી હતી. સિપાહીઓએ જેલમાં પૂરાયેલા 85 સાથીદારોને છોડાવ્યા હતા જેમના સાથે 800 અન્ય કેદીઓને (દેવાદારો અને અપરાધીઓ) પણ મુક્ત કરવામાં આવ્યા હતા.

કેટલાક સિપાહીઓ (ખાસ કરીને 11મી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીમાંથી) બળવો કરતા અગાઉ વિશ્વાસુ અંગ્રેજ અધિકારીઓ અને મહિલાઓ અને બાળકોને સલામત સ્થળે મૂકી આવ્યા હતા. કેટલાક અધિકારીઓ અને તેમના પરિવારો રામપુર ભાગી ગયા હતા જ્યાં તેમને નવાબે શરણ આપી હતી.

વરિષ્ઠ કંપની અધિકારીઓ, ખાસ કરીને ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ હેવિટ (જેઓ 70 વર્ષના હતા અને નાદુરસ્ત તબિયત ધરાવતા હતા) પ્રત્યાઘાત આપવામાં ધીમા હતા. અંગ્રેજ સૈનિકો (મુખ્યત્વે 60મી રાઇફલ્સની પ્રથમ બટાલિયન, છઠ્ઠી ડ્રેગન ગાર્ડ્સ અને યુરોપીયન સૈનિકોની બનેલી બંગાળ આર્ટિલરીની બે ટુકડીઓ)એ ટેકો આપ્યો, પરંતુ બળવાખોર સિપાહીઓ સામે લડવાનો કોઇ આદેશ મળ્યો ન હતો. તેઓ માત્ર પોતાના વડામથકો અને શસ્ત્રાગારનું રક્ષણ કરી શક્યા હતા. ત્યાર પછીની સવારે જ્યારે તેમણે હુમલો કરવા તૈયારી કરી ત્યારે મેરઠ શાંત હતું અને બળવાખોરો દિલ્હી તરફ કુચ કરી ગયા હતા.

અંગ્રેજ ઇતિહાસકાર ફિલિપ મેસન નોંધ કરે છે કે મેરઠના મોટા ભાગના સિપાહીઓ અને સવારો 10 મેની રાતે દિલ્હી નીકળી ગયા તે અનિવાર્ય હતું. તે મજબુત દિવાલોથી ઘેરાયેલું શહેર હતું જે માત્ર ચાળીશ માઇલ દૂર હતું. તે જૂની રાજધાની હતું અને મુઘલ સમ્રાટની ગાદી હતું. આ ઉપરાંત ત્યાં ગેરિસનમાં કોઇ અંગ્રેજ સૈનિકો ન હતા. (તેની સરખામણીમાં મેરઠમાં વધારે મજબુત જમાવડો હતો) તેમનો પીછો કરવાનો કોઇ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો તે બાબતની કોઇએ અપેક્ષા રાખી ન હતી.

દિલ્હી

11મેના રોજ ત્રીજી કેવેલરીની પ્રથમ ટુકડી દિલ્હી પહોંચી હતી. મહેલમાં બાદશાહના આવાસની બારીમાંથી તેમણે તેમને બોલાવ્યા અને નેતાગીરી સ્વીકારવા જણાવ્યું. બહાદુરશાહે આ સમયે કંઇ ન કર્યું (તેમણે સૈનિકોને સામાન્ય અરજદારો તરીકે ગણ્યા), પરંતુ મહેલમાં રહેલા અન્ય લોકો તરત બળવામાં સામેલ થયા હતા. દિવસ દરમિયાન બળવો ફેલાયો હતો. ચૌધરી દયા રામની આગેવાની હેઠળ ચંદ્રવાલના ગુર્જરોએ ચીફ મેજિસ્ટ્રેટ થિયોફિલસ મેટકાફેનું મકાન તોડી પાડ્યું હતું. યુરોપીયન અધિકારીઓ, શહેરમાં રહેલા ભારતીય ખ્રિસ્તીઓ અને દુકાનદારોની હત્યા કરવામાં આવી હતી. કેટલાકની હત્યા સિપાહીઓએ અને બીજાની હત્યા લૂંટ મચાવતા ટોળાએ કરી હતી.

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
ફ્લેગસ્ટાફ ટાવર, દિલ્હી, જ્યાં બળવામાં બચી ગયેલા યુરોપીયનો 11 મે, 1857ના રોજ એકત્ર થયા હતા. ફેલિસ બીટો દ્વારા ફોટોગ્રાફ

શહેરની નજીક બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીની ત્રણ બટાલિયનો ગોઠવવામાં આવી હતી. કેટલાક અલગ થયેલા સૈનિકો ટૂંક સમયમાં બળવામાં સામેલ થઇ ગયા જ્યારે બીજા લોકો બળવામાં સામેલ થયા ન હતા, પરંતુ બળવાખોરો સામે કાર્યવાહી કરવાના આદેશ બજાવવાનો પણ ઇનકાર કર્યો હતો. બપોર બાદ શહેરમાં તીવ્ર વિસ્ફોટ થયા હતા જેનો અવાજ કેટલાક માઇલ સુધી સંભળાયો હતો. મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારુગોળો ધરાવતું શસ્ત્રાગાર બળવાખોરોનો હાથમાં જશે તેવી બીકે નવ અંગ્રેજ ઓર્ડનન્સ અધિકારીઓએ સિપાહીઓ પર ગોળીબાર શરુ કર્યો હતો જેમાં તેમના પોતાના રક્ષણના સૈનિકો પણ સામેલ હતા. પ્રતિકાર કરવાની કોઇ આશા ન રહી ત્યારે તેમણે જાતે દારુગોળો ઉડાવી દીધો હતો. નવ અધિકારીઓમાંથી છ જીવીત રહી ગયા હતા, પરંતુ ધડાકાના કારણે નજીકની શેરીઓ, મકાનો અને ઇમારતોમાં ઘણા મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાઓના સમચારે અંતે દિલ્હી સ્થિત સિપાહીઓને બળવો કરવા માટે પ્રેર્યા. સિપાહીઓ કેટલાક શસ્ત્રો અને દારુગોળો બચાવવામાં સફળ રહ્યા હતા. જેમણે દિલ્હી બહાર બે માઇલ (3 કિમી) દૂર એક મેગેઝિન અને 3000 બેરલ ગન પાઉડર કોઇ પણ પ્રતિકાર વગર કબજે કર્યો હતો.

ઘણા ભાગી ગયેલા યુરોપીયન અધિકારીઓ અને નાગરિકો દિલ્હીની ઉત્તરમાં ફ્લેગસ્ટાફ ટાવરમાં એકત્ર થયા હતા, જ્યાંથી ટેલિગ્રાફ ઓપરેટરો ઘટનાઓના સમાચાર અન્ય અંગ્રેજ મથકો પર મોકલી રહ્યા હતા. મેરઠથી જે મદદની અપેક્ષા હતી તે નહીં આવે તે સ્પષ્ટ થઇ ગયા બાદ તેઓ ઘોડાગાડીઓમાં બેસીને કર્નાલ જવા રવાના થયા. જેઓ મુખ્ય ભાગથી અલગ થઇ ગયા અથવા ફ્લેગશિપ ટાવર પહોંચી શક્યા ન હતા તેઓ પણ પગપાળા કર્નાલ જવા રવાના થયા. કેટલાકને રસ્તામાં ગામવાસીઓએ મદદ કરી હતી, અન્યોને લૂંટી લેવાયા હતા અથવા હત્યા કરવામાં આવી હતી.

ત્યાર પછીના દિવસે બહાદુર શાહે ઘણા વર્ષો બાદ પહેલી વાર પોતાનો વિધિવત દરબાર ભર્યો. તેમાં કેટલાક રોમાંચિત અથવા તોફાની સિપાહીઓએ હાજરી આપી હતી. બાદશાહને ઘટનાઓના વળાંક વિશે સાવચેત કરવામાં આવ્યા હતા, પરંતુ અંતે તેમણે સિપાહીઓનું જોડાણ સ્વીકાર્યું અને બળવાની આગેવાની કરવા માટે પોતાની સહમતી આપી. 16 મેના રોજ 50 યુરોપીયનો, જેઓ મહેલમાં બંદી બનાવાયા હતા અથવા શહેરમાં છુપાયેલા મળી આવ્યા હતા, તેમને મહેલની બહારના મેદાનમાં બાદશાહના નોકરો દ્વારા પીપળાના ઝાડ નીચે મારી નાખવામાં આવ્યા હતા.

ટેકો અને વિરોધ

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
બળવા વખતના રાજ્યો

દિલ્હીની ઘટનાઓના સમાચાર ઝડપથી ફેલાયા જેના કારણે સિપાહીઓમાં બળવો શરૂ થયો અને ઘણા જિલ્લામાં અશાંતિ ફેલાઇ હતી. ઘણા કિસ્સામાં અંગ્રેજ લશ્કર અને નાગરિક સત્તાવાળાઓની વર્તણૂકના કારણે અવ્યવસ્થા ફેલાઇ હતી. ટેલિગ્રાફ મારફત દિલ્હીના પતનના સમાચાર મળ્યા ત્યાર બાદ ઘણા કંપની વહીવટદારોએ પોતાને, પોતાના પરિવારોને અને નોકરોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા ઉતાવળમાં પગલાં લેવાનું શરુ કર્યું. દિલ્હીથી 160 miles (260 km) દૂર આગ્રામાં 6000 જેટલા ચુનંદા બિન-લડાકુઓ કિલ્લા પર એકત્ર થયા હતા. જે ઉતાવળથી ઘણા નાગરિકો પોતાના પદ છોડી ગયા હતા તેના કારણે તેઓ જે જગ્યા ખાલી કરી ગયા ત્યાં બળવાખોરોને પ્રોત્સાહન મળ્યું હતું, જોકે બીજા પોતાના પદ પર ત્યાં સુધી ટકી રહ્યા જ્યારે કોઇ પણ પ્રકારની વ્યવસ્થા જાળવવી સ્પષ્ટ રીતે અસંભવ બની ગઇ. બળવાખોરો અથવા ગુંડાઓની ટોળીઓ દ્વારા કેટલાકની હત્યા કરવામાં આવી હતી.

લશ્કરી સત્તાવાળાઓએ પણ બિનઆયોજિત રીતે તેનો પ્રતિભાવ આપ્યો હતો. કેટલાક અધિકારીઓ તેમના સિપાહીઓ પર વિશ્વાસ ધરાવતા હતા, પરંતુ બીજા કેટલાકે બળવાની શક્યતા ટાળવા માટે પોતાના સિપાહીઓને નિઃશસ્ત્ર કર્યા હતા. બનારસ અને અલ્હાબાદ ખાતે નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયા ગુંચવણભરી હતી જેના કારણે સ્થાનિક બળવો થયો હતો.

બળવો ફેલાવા લાગ્યો હતો, પરંતુ બળવાખોરો વચ્ચે એકતા ઓછી હતી. બહાદુર શાહ ઝફરને બાદશાહ તરીકે ગાદી પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા ત્યારે એક વર્ગ એવો હતો જે મરાઠા શાસકોને પણ ગાદીએ બેસાડવા માગતો હતો અને અવધનું જૂથ તેમના નવાબ પાસે જે સત્તા હતી તે જાળવવા માંગતું હતું.

સહસ્ત્રાબ્દિમાં માનનારા અહમદુલ્લાહ શાહ અને મૌલાના ફઝલ-એ-હક ખૈરાબદી જેવા મુસ્લિમ નેતાઓ દ્વારા જેહાદની હાકલ કરવામાં આવી હતી જેને મુસ્લિમોએ, ખાસ કરીને મુસ્લિમ કલાકારોએ વધાવી લીધી હતી તેના પરથી અંગ્રેજો એવું માનવા લાગ્યા હતા કે બળવાની ઘટનાઓ પાછળ મુસ્લિમોનો મુખ્ય હાથ છે. અવધમાં સુન્ની મુસ્લિમો નહોતા ઇચ્છતા કે શિયાનું શાસન આવે. તેથી તેમણે તેને શિયા બળવો ગણાવીને ઘણી વાર તેમાં જોડાવાનો ઇનકાર ગણાવ્યો હતો. જોકે આગા ખાન જેવા કેટલાક મુસ્લિમોએ અંગ્રેજોને ટેકો આપ્યો હતો. અંગ્રેજોએ તેમના બિરુદને વિધિવત રીતે માન્ય રાખીને શિરપાવ આપ્યો હતો. મુઘલ બાદશાહ બહાદુર શાહે આવી હાકલોનો વિરોધ કર્યો હતો કારણ કે એવું માનવામાં આવે છે કે તેમને લાગ્યું હતું કે કોમી હિંસા ફેલાઇ શકે તેમ છે.

થાણા ભવનમાં સુન્નીઓએ હાજી ઇમદાદુલ્લાહને તેમના અમીર જાહેર કર્યા. મે 1857માં હાજી ઇમદાદુલ્લાહની સેના અને અંગ્રેજો વચ્ચે શામલીની લડાઇ થઇ હતી.

પંજાબ અને ઉત્તર-પશ્ચિમ ફ્રન્ટિયર પ્રાંતના શીખો અને પઠાણોએ અંગ્રેજોને ટેકો આપ્યો અને દિલ્હીને પુનઃકબજામાં મેળવવામાં મદદ કરી હતી. કેટલાક ઇતિહાસકારો નોંધે છે કે શીખો આઠ વર્ષ અગાઉ કંપની દ્વારા પૂરબીયાઓ (પૂર્વના લોકો) – બિહારીઓ અને યુપીવાળાઓની મદદથી પંજાબને અંગ્રેજ રાજમાં ભેળવી દેવાયું તેનો બદલો લેવા માંગતા હતા. પૂરબિયાઓએ પ્રથમ અને દ્વિતિય અંગ્રેજ-શીખ યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરી હતી. એવું સૂચવવામાં આવે છે કે સિપાહીઓની વર્તણૂકથી શીખો અપમાન અનુભવતા હતા જેમણે (તેમના મત પ્રમાણે) અંગ્રેજોની મદદથી ખાલસાને હરાવ્યા હતા, તેઓ નારાજ હતા અને અંગ્રેજો કરતા પણ તેમને વધુ ધિક્કારતા હતા.

1857માં બંગાળ આર્મીમાં 86,000 સૈનિકો હતા જેમાંથી 12,000 યુરોપિયન, 16,000 શીખ અને 1,500 ગુરખા સૈનિકો હતા. કુલ (ત્રણેય ભારતીય સેના મળીને) 311,000 ભારતીય સૈનિકો અને 40,160 યુરોપિયન સૈનિકો તથા 5,362 અધિકારીઓ હતા. બંગાળ આર્મીની 75 નિયમિત નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાંથી 54એ બળવો કર્યો હતો જોકે કેટલીકને તાત્કાલિક વિખેરી નાખવામાં આવી હતી અથવા તેના સિપાહીઓ પોતાના ઘરે જતા રહેતા તે તૂટી ગઇ હતી. બાકીની 21 રેજિમેન્ટમાં બળવો ન થાય તે માટે તેમાંથી ઘણી રેજિમેન્ટને નિઃશસ્ત્ર કરવામાં આવી હતી અથવા વિખેરી નાખવામાં આવી હતી. અસલ બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાંથી માત્ર બાર ભારતીય આર્મી તરીકે ટકી શકી હતી. બંગાળ લાઇટ કેવેલરીની તમામ દશ રેજિમેન્ટે બળવો કર્યો હતો.

બંગાળ આર્મીમાં 29 અનિયમિત કેવેલરી અને 42 અનિયમિત ઇન્ફન્ટ્રી રેજિમેન્ટનો સમાવેશ થતો હતો. તેમાં તાજેતરમાં ભેળવી દેવાયેલા અવધની ટુકડીઓનો પણ સમાવેશ થતો હતો જેમણે એક સાથે બળવો કર્યો હતો. ગ્વાલિયરની એક મોટી લશ્કરી ટુકડીએ પણ બળવો કર્યો હતો, જોકે રાજ્યના શાસક અંગ્રેજોની પડખે રહ્યા હતા. અનિયમિત એકમોના બાકી રહેલા લોકોને વિવિધ સ્રોતમાંથી એકત્ર કરવામાં આવ્યા હતા અને તેઓ મુખ્યધારાના ભારતીય સમાજની ચિંતાઓથી અસરગ્રસ્ત ન હતા. ત્રણ ટુકડીઓએ ખાસ કરીને કંપનીને સક્રિય મદદ કરી હતીઃ ત્રણ ગુરખા અને છમાંથી પાંચ શીખ ઇન્ફન્ટ્રી એકમો અને તાજેતરમાં સ્થાપવામાં આવેલા પંજાબ અનિયમિત દળના છ ઇન્ફન્ટ્રી અને છ ઘોડેસવાર એકમો.

1 એપ્રિલ, 1858ના રોજ બંગાળ આર્મીમાં કંપનીને વફાદાર હોય તેવા ભારતીય સૈનિકોની સંખ્યા 80,053 હતી. આ કુલ સંખ્યામાં મોટી સંખ્યામાં એવા સૈનિકો સામેલ હતા જેમને બળવો ફાટી નીકળ્યા બાદ પંજાબ અને ઉત્તર-પશ્ચિમ ફ્રન્ટિયરમાં તાત્કાલિક ભરતી કરવામાં આવ્યા હતા.

બોમ્બે આર્મીની 29 રેજિમેન્ટમાં ત્રણ બળવા થયા હતા જ્યારે મદ્રાસ આર્મીમાં કોઇ બળવો થયો ન હતો. જોકે 52 રેજિમેન્ટ પૈકી એકના સભ્યોએ બંગાળમાં સેવા બજાવવા માટે ઇનકાર કરી દીધો હતો.

દક્ષિણ ભારતમાં મોટા ભાગે નિષ્ક્રિયતા જોવા મળી હતી અને હિંસાના છુટાછવાયા અને અવ્યવસ્થિત બનાવો બન્યા હતા. મોટા ભાગના રાજ્યોએ યુદ્ધમાં ભાગ લીધો ન હતો કારણ કે આ ક્ષેત્રના ઘણા ભાગ નિઝામ અથવા મૈસુરના શાહી પરિવારના શાસન હેઠળ હતા તેથી તેમના પર સીધું અંગ્રેજ શાસન ન હતું.

બળવો

પ્રારંભિક તબક્કા

બહાદુર શાહ ઝફરે પોતાને સમગ્ર ભારતના બાદશાહ જાહેર કર્યા. મોટા ભાગના સમકાલીન અને આધુનિક અહેવાલ સૂચવે છે કે તેમની ઇચ્છા વિરૂદ્ધ આ જાહેરાત પર સહી કરવા માટે સિપાહીઓ અને દરબારીઓએ તેમના પર દબાણ કર્યું હતું. નાગરિકો, ઉમરાવવર્ગ અને રાજદ્વારી પદાધિકારીઓએ બાદશાહ પ્રત્યે પોતાની વફાદારીના શપથ લીધા હતા. બાદશાહે પોતાના નામે સિક્કા બહાર પાડ્યા, જે બાદશાહી દરજજો જાહેર કરવાની સૈથી જૂની પદ્ધતિઓ પૈકી એક છે, તથા મુસ્લિમોએ તેમને પોતાના રાજા તરીકે સ્વીકાર્યા હતા. જોકે આ જાહેરાતના કારણે પંજાબના શીખો બળવાથી દૂર થઈ ગયા હતા કારણ કે તેઓ મુઘલ શાસકો સામે ઘણા યુદ્ધ લડી ચૂક્યા હતા અને ફરી ઇસ્લામિક શાસન ઇચ્છતા ન હતા.

બંગાળ પ્રાંત સમગ્ર ગાળા દરમિયાન મોટા ભાગે શાંત રહ્યું હતું.

પ્રારંભમાં ભારતીય સૈનિકો કંપનીના દળોને પાછળ ધકેલવામાં મોટા પાયે સફળ રહ્યા હતા અને હરિયાણા, બિહાર, મધ્ય પ્રાંતો અને સંયુક્ત પ્રાંતોમાં કેટલાક મહત્ત્વના શહેરો કબજે કર્યા હતા. યુરોપીયન દળોની સંખ્યા વધી અને તેમણે વળતો હુમલો કર્યો ત્યારે બળવાખોર સિપાહીઓ મધ્યસ્થ કમાન્ડ અને નિયંત્રણ વ્યવસ્થાના કારણે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. તેમણે બખ્તખાન (બાદશાહનો પુત્ર મિરઝા મુઘલ બિનઅસરકારક સાબિત થયા બાદ બાદશાહે જેમને કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા.) જેવા તટસ્થ નેતા પેદા કર્યા હતા, પરંતુ મોટા ભાગે તેમણે રાજાઓ અને રાજકુમારોના નેતૃત્વની શોધ કરવી પડી હતી. તેમાંથી કેટલાક સમર્પિત આગેવાન સાબિત થયા હતા, પરંતુ બાકીના સ્વાર્થી અથવા બિનકુશળ હતા.

મેરઠ બહાર ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય ગુર્જર બળવાએ અંગ્રેજો સામે સૌથી મોટો ખતરો પેદા કર્યો હતો. મેરઠ નજીક પરિક્ષિતગઢમાં ગુર્જરોએ ચૌધરી કદમ સિંઘ (કુદમ સિંઘ)ને પોતાના આગેવાન જાહેર કર્યા હતા અને કંપની પોલિસની હકાલપટ્ટી કરી હતી. કદમ સિંઘ ગુર્જરે 2,000થી 10,000 સૈનિકોની એક મોટી ફોજની આગેવાની લીધી હતી. બુલંદશહર અને બિજનૌર પણ અનુક્રમે વાલિદાદ ખાન અને માહો સિંઘ જેવા નેતાઓની આગેવાની હેઠળ ગુર્જરોના નિયંત્રણમાં આવ્યા હતા. સમકાલિન સૂત્રો જણાવે છે કે મેરઠ અને દિલ્હી વચ્ચેના વિસ્તારના લગભગ તમામ ગુર્જર ગામોએ બળવામાં ભાગ લીધો હતો, કેટલાક કિસ્સામાં જલંધરના વિદ્રોહી સિપાહીઓ તેની સાથે જોડાયા હતા અને છેક જુલાઈના અંતમાં આ વિસ્તારમાં જાટ લોકોની મદદથી અંગ્રેજોએ આ ક્ષેત્ર પર નિયંત્રણ મેળવવામાં સફળતા મેળવી હતી.

ઇમ્પિરિયલ ગેઝેટિયર ઓફ ઇન્ડિયામાં જણાવાયું છે કે 1857ના ભારતીય બળવા દરમિયાન ગુર્જરો અને રંઘારો (મુસ્લિમ રાજપૂતો) બુલંદશહર વિસ્તારમાં બ્રિટિશ માટે “સૌથી કટ્ટર દુશ્મનો” સાબિત થયા હતા.

રેવારી (હરિયાણા)ના રાવ તુલા રામ અને પ્રાણ સુખ યાદવ બ્રિટિશ સેના સામે નસીબપુર ખાતે લડ્યા હતા અને ત્યાર બાદ તેઓ શસ્ત્રો મેળવવા માટે રશિયા પહોંચ્યા હતા જેણે ક્રાઇમિયામાં બ્રિટન સામે લડાઇ શરૂ જ કરી હતી. પેશાવરના એક આદિવાસી નેતાએ જ્યારે મદદની ઓફર કરતો પત્ર લખ્યો ત્યારે રાજાએ જવાબમાં કહ્યું હતું કે તેમણે દિલ્હી આવવું ન જોઈએ કારણ કે ખજાનો ખાલી થઈ ગયો હતો અને સેના નિરંકુશ બની ગઈ હતી.[સંદર્ભ આપો]

દિલ્હી

અંગ્રેજો શરૂઆતમાં વળતો જવાબ આપવામાં ધીમા હતા. બ્રિટન સ્થિત સૈનિકોને સમુદ્ર માર્ગે ભારત પહોંચવામાં સમય લાગ્યો હતો, જોકે કેટલીક રેજિમેન્ટ્સ પર્સિયા ક્રાઇમિયન યુદ્ધમાંથી જમીનમાર્ગે ભારત રવાના થઈ હતી જ્યારે ચીન જઇ રહેલી કેટલીક રેજિમેન્ટ્સને ભારત તરફ વાળવામાં આવી હતી.

ભારતમાં હાજર યુરોપીયન દળોને સંગઠિત કરીને ફિલ્ડ દળમાં ગોઠવવામાં સમય લાગ્યો હતો. પરંતુ અંતે બે ટુકડીઓ મેરઠ અને સિમલા માટે રવાના થઈ હતી. તેઓ દિલ્હી તરફ ધીમી ગતિએ આગળ વધી હતી અને રસ્તામાં તે ભારતીયો સામે લડી, હત્યાઓ કરી અને અસંખ્ય લોકોને ફાંસીએ ચઢાવી દીધા હતા. મેરઠમાં પ્રથમ બળવો ફાટી નીકળ્યાના બે મહિના પછી બે દળો કર્નાલ પાસે ભેગી થઈ. સંયુક્ત દળો (જેમાં બે ગુરખા એકમોનો સમાવેશ થતો હતો, જે નેપાળના રાજા સાથેના કરાર પ્રમાણે બંગાળ આર્મી હેઠળ સેવા આપતા હતા) બદલી-કે-સેરાઇ ખાતે બળવાખોરોની મુખ્ય સેના સામે લડ્યા હતા અને તેમને પાછા દિલ્હી ધકેલ્યા હતા.

કંપનીએ દિલ્હી રિજ નજીક શહેરની ઉત્તરમાં થાણું નાખ્યું અને ફરીથી દિલ્હીનો ઘેરો નાખ્યો. આ ઘેરો લગભગ 1 જુલાઈથી 21 સપ્ટેમ્બર સુધી ચાલ્યો હતો. જોકે ઘેરાની કામગીરી ભાગ્યે જ પૂરી થઈ હતી. મોટા ભાગના ઘેરામાં કંપનીના સૈનિકોની સંખ્યા ઓછી હતી અને ઘણી વાર એવું લાગતું હતું કે દિલ્હી નહીં, પરંતુ કંપનીના દળો ઘેરાઇ ગયા છે, કારણ કે બળવાખોરો સરળતાથી સ્રોત અને પૂરવઠો મેળવી શકતા હતા. કેટલાક સપ્તાહો સુધી એવું લાગ્યું કે બિમારી, થાક અને દિલ્હીમાંથી બળવાખોરો દ્વારા સતત હુમલાના કારણે કંપનીના દળોએ પીછેહટ કરવી પડશે, પરંતુ પંજાબમાં બળવાને પહેલેથી રોકીને દબાવી દેવાયો હતો જેના કારણે પંજાબમાંથી બ્રિટિશ, શીખ અને પખ્તુન સૈનિકોની ટુકડીઓને જોહન નિકોલસનના નેતૃત્વ હેઠળ 14 ઓગસ્ટના રોજ રિજ ખાતે ઘેરાબંધીની મદદમાં પહોંચાડી શકાઇ હતી. 30 ઓગસ્ટે બળવાખોરોએ શરતો ઓફર કરી જે ફગાવી દેવાઇ હતી.

એક આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલી ટુકડી ઘેરાબંધી કરતી સેના સાથે જોડાઇ હતી અને 7 સપ્ટેમ્બર બાદ ઘેરાબંધીની તોપોએ કોટની દિવાલોમાં બાકોરા કર્યા હતા અને બળવાખોરોની આર્ટિલરીને શાંત કરી દીધી હતી. 14 સપ્ટેમ્બરે બાકોરા અને કાશ્મીરી ગેટ દ્વારા શહેરને ઉડાવી દેવાનો પ્રયત્ન શરૂ કરાયો હતો. શહેરની અંદર હુમલાખોરો પગપેસારો કરી શક્યા હતા, પરંતુ જોહન નિકોલસન સહિત જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી હતી. બ્રિટિશ કમાન્ડરો પીછેહઠ કરવા માંગતા હતા, પરંતુ તેમના જુનિયર અધિકારીઓએ લડાઇ ચાલુ રાખવા સમજાવ્યા હતા. એક સપ્તાહના શેરી યુદ્ધ બાદ અંગ્રેજો લાલ કિલ્લામાં પહોંચ્યા હતા. બહાદુર શાહ ઝફર પહેલેથી નાસીને હુમાયુના મકબરાએ પહોંચ્યા હતા. અંગ્રેજોએ શહેરને ફરી કબજામાં લીધું હતું.

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
બહાદુર શાહ ઝફર અને તેમના પુત્રોને વિલિયમ હોડસન દ્વારા હુમાયુના મકબરા પર 20 સપ્ટેમ્બર 1857ના રોજ પકડવામાં આવ્યા.

ઘેરો ઘાલનારી ફોજના સૈનિકોએ શહેરમાં લૂંટફાટ શરૂ કરી હતી. બળવાખોર સિપાહીઓ દ્વારા માર્યા ગયેલા યુરોપીયન અને ભારતીય નાગરિકોના મોતનો બદલો લેવા માટે મોટી સંખ્યામાં નાગરિકોને મારી નાખવામાં આવ્યા હતા. શેરીની લડાઇ દરમિયાન શહેરની મુખ્ય મસ્જિદમાં આર્ટિલરી ગોઠવવામાં આવી હતી અને આસપાસના વિસ્તાર પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. તેમાં સમગ્રા ભારતમાંથી આવેલા મુસ્લિમ ઉમરાવવર્ગના મકાનો તથા મોટી સંખ્યામાં સાંસ્કૃતિક, કળા, સાહિત્ય અને નાણાકીય સમૃદ્ધિનો ભોગ લેવાયો હતો.

અંગ્રેજોએ તરત બહાદુર શાહની ધરપકડ કરી અને બીજા દિવસે બ્રિટિશ ઓફિસર વિલિયમ હોડસને દિલ્હી દરવાજા નજીક ખૂની દરવાજા (લોહીયાળ દરવાજો) ખાતે તેમના પુત્રો મિર્ઝા મુઘલ, મિર્ઝા ખિઝર સુલ્તાન અને પૌત્ર મિર્ઝા અબુ બકરને ઠાર માર્યા હતા. આ સમાચાર સાંભળીને ઝફરે આઘાતમાં મૌન થઇને પ્રત્યાઘાત આપ્યો જ્યારે તેની પત્ની ઝિનત મહલ ખુશ હતી કારણ કે તેને લાગ્યું હતું કે હવે તેનો પુત્ર ઝફરનો વારસદાર બનશે.

દિલ્હીના પતન બાદ તરત હુમલાખોર વિજેતાઓએ એક ટુકડીની રચના કરી હતી જેણે આગ્રામાં ઘેરાયેલી અન્ય એક કંપનીની ફોજને મુક્ત કરાવી હતી અને ત્યાંથી કાનપુર રવાના થઈ હતી જેને તાજેતરમાં જ પુનઃકબ્જામાં લેવાયું હતું. તેના કારણે કંપનીના દળોને પૂર્વથી પશ્ચિમ ભારત સુધી સંદેશાવ્યવહારની એક નાજુક છતા સતત લાઇન મળી હતી.

કાનપુર (કાનપુર)

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
તાત્યા ટોપેની સિપાહીગીરી
૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
બીબી ઘાર વેલ ખાતે બળવા બાદ અંગ્રેજોએ ઉભું કરેલો સ્મૃતિસ્થંભ (1860માં).ભારતની સ્વતંત્રતા પછી આ પૂતળું મેમોરિયલ ચર્ચ, કોનપોર ખાતે ખસેડવામાં આવ્યું હતું.સેમ્યુઅલ બોર્ન, 1860 દ્વારા આલ્બ્યુમેન સિલ્વર પ્રિન્ટ.

જૂનમાં કોનપોર (આજનું કાનપુર)માં જનરલ વ્હીલરના સિપાહીઓએ બળવો કર્યો અને યુરોપીયન કિલ્લેબંધીના વિસ્તારને પોતાના કબજામાં લીધો હતો. વ્હીલર માત્ર એક પીઢ અને સન્માનીય સૈનિક ન હતા, પરંતુ તેમણે એક ઉચ્ચ કુળની ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેમણે બળવાને ખાળવા માટે પોતાની પ્રતિષ્ઠા અને નાના સાહેબ સાથેના ઉષ્માભર્યા સંબંધો પર આધાર રાખ્યો હતો અને કિલ્લેબંધી કરવામાં અને પૂરવઠો જાળવવા તથા દારુગોળો ભેગો કરવા માટે પ્રમાણમાં ઓછા પગલાં લીધા હતા.

ત્રણ સપ્તાહ સુધી કાનપુરને ઘેરો ઘાલવામાં આવ્યો હતો જેના કારણે પાણી અને ખોરાકનો પુરવઠો દુર્લભ બન્યો અને પુરુષો, મહિલાઓ અને બાળકોનો મરણઆંક સતત વધતો ગયો. 25 જૂને નાના સાહેબે સુરક્ષિત રીતે અલ્હાબાદ ભાગી જવાની ઓફર કરી. માંડ ત્રણ દિવસનો ખોરાક પૂરવઠો બાકી હોવાથી અંગ્રેજો એવી શરતે તૈયાર થઇ ગયા કે તેમને નાના શસ્ત્રો રાખવાની છુટ મળવી જોઇએ અને છુટકારાની કામગીરી 27મીની સવારે ધોળા દિવસે થવી જોઇએ. (નાના સાહેબ ઇચ્છતા હતા કે 26મીની રાતે છુટકારાની કામગીરી થવી જોઇએ) 27 જૂનની સવારે યુરોપીયન ટુકડી કિલ્લેબંધીમાંથી નીકળીને નદી તરફ ગઇ જ્યાં નાના સાહેબે રાખેલી હોડીઓ તેમને અલ્હાબાદ લઇ જવા માટે તૈયાર હતી. કંપની પ્રત્યે વફાદાર રહેલા કેટલાક સિપાહીઓને બળવાખોરો દ્વારા દુર હટાવીને તેમની વફાદારી બદલ અથવા “તેઓ ખ્રિસ્તી થઇ ગયા હોવાથી” તેમની હત્યા કરવામાં આવી હતી. આ ટુકડીની પાછળ રહી ગયેલા કેટલાક ઇજાગ્રસ્ત અંગ્રેજ અધિકારીઓને પણ ગુસ્સે ભરાયેલા સિપાહીઓએ મારી નાખ્યા હતા. યુરોપીયન ટોળીના મોટા ભાગના લોકો ઘાટ પર આવી ગયા ત્યારે ગંગાના બંને કિનારે રહેલા સિપાહીઓએ તેમને ઘેરી લીધા હતા. ગોળીબારનો માર્ગ ખુલ્લો થતા ગોળીબાર શરૂ થઈ ગયો અને ચાલકદળના સભ્યો હોડીઓ છોડીને ભાગ્યા હતા જે પકડાઇ ગઇ હતી સળગતા ધગધગતા કોલસાનો ઉપયોગ કરી તેમને સળગાવી દેવાઇ હતી. અંગ્રેજ ટોળીએ હોડી આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્રણને બાદ કરતા બાકીની બધી અટવાઇ ગઈ હતી. એક ડઝનથી વધુ ઘાયલ પુરુષો સાથેની એક હોડી શરૂઆતમાં છટકી ગઈ હતી, પરંતુ પછી બળવાખોરો દ્વારા પકડાઇ ગઈ હતી અને કાનપુરના હત્યાકાંડના સ્થળે તેને લઇ જવામાં આવી હતી. અંતે બચી ગયેલા લોકોને મારી નાખવા માટે બળવાખોર ઘોડેસવાર દળના સભ્યો પાણીમાં ઘોડા લઇને ગયા હતા. ગોળીબાર અટક્યા બાદ બચી ગયેલા લોકોને ઘેરી લેવાયા હતા અને પુરુષોને ઠાર કરાયા હતા. હત્યાકાંડ સમાપ્ત થયો ત્યાં સુધીમાં ટોળીના તમામ પુરુષ સભ્યો મૃત્યુ પામ્યા હતા જ્યારે મહિલાઓ અને બાળકોને ત્યાંથી લઇ જવાયા હતા અને બંદી બનાવાયા હતા (ત્યાર બાદ બિબીગઢ હત્યાકાંડમાં તેમની હત્યા થઈ હતી). માત્ર ચાર પુરુષો કાનપુરમાંથી હોડી પર જીવીત બચી શક્યા હતા, તેમાંથી બે ખાનગી સૈનિકો (બળવા દરમિયાન પછી બંને મૃત્યુ પામ્યા હતા), એક લેફ્ટનન્ટ અને કેપ્ટન મોબ્રે થોમ્સનનો સમાવેશ થતો હતો, જેમણે પછી પોતાનો આંખે દેખ્યો અનુભવ ધ સ્ટોરી ઓફ કાનપુર (લંડન, 1859) લખ્યો હતો.

ગોળીબાર આયોજનબદ્ધ રીતે થયો હતો કે આકસ્મિક હતો તે મુદ્દો ઉકેલાયો નથી. મોટા ભાગના પ્રારંભિક ઇતિહાસકારો માને છે કે તેનું આયોજન નાના સાહેબ (કેયે અને મેલેસન) દ્વારા કરવામાં આવ્યું હતું અથવા તાત્યા ટોપે અને બ્રિગેડિયર જ્વાલા પ્રસાદે નાના સાહેબની જાણકારી વગર તે કર્યું હતું.(જી ડબલ્યુ ફોરેસ્ટ). આયોજન માટેના કારણ આ પ્રમાણે છેઃ નાના સાહેબે જે ઝડપથી બ્રિટિશ શરતોનો સ્વીકાર કર્યો (મોબ્રે થોમ્સન), અને ઘાટની આસપાસ ગોઠવવામાં આવેલો દારુગોળો, જે યુરોપીયન દળો પર નજર રાખવા માટે જરૂરી કરતા ઘણો વધુ હતો (મોટા ભાગના ઇતિહાસકારો તેના પર સહમત થાય છે). કાર્યવાહી દરમિયાન તાત્યા ટોપેએ આવી કોઇ યોજના હોવાનો ઇનકાર કર્યો હતો આ ઘટનાને નીચે મુજબ વર્ણવી હતીઃ યુરોપીયનો હોડીમાં બેસી જ ગયા હતા અને તેમણે (તાત્યા ટોપે) તેમને રવાના કરવાના સંકેતરૂપે પોતાનો જમણો હાથ ઉઠાવ્યો હતો. બરાબર એ સમયે ટોળામાંથી કોઇએ મોટા અવાજે બ્યુગલ વગાડ્યું જેના કારણે અવ્યવસ્થા ફેલાઇ ગઇ અને તેમાં સર્જાયેલી ગુંચવણમાં હોડીચાલકો હોડીમાંથી કુદી ગયા. બળવાખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. નજીકમાં સવાડા કોઠી (બંગલા)માં રહેતા નાના સાહેબને આ ઘટના વિશે જાણ કરવામાં આવી અને તેઓ તેને અટકાવવા માટે તરત આવી પહોંચ્યા. કેટલાક ઇતિહાસકારો માને છે કે આવું કદાચ અકસ્માતથી કે કોઇ ભૂલથી થયું હોઈ શકે છે. કોઇએ અકસ્માતે કે દુર્ભાવના સાથે ગોળી છોડી હશે, ગભરાયેલા અંગ્રેજોએ જવાબમાં ગોળીબાર શરૂ કર્યો હશે, અને તેના કારણે હત્યાકાંડ રોકવો અશક્ય બની ગયો હશે.

બચી ગયેલી મહિલાઓ અને બાળકોને નાના સાહેબ પાસે લઇ જવાયા હતા અને તેમને પહેલા સવાડા કોઠીમાં અને ત્યાર બાદ સ્થાનિક મેજિસ્ટ્રેટના ક્લાર્ક (ધ બિબીગઢ)ના ઘરમાં રાખવામાં આવ્યા હતા જ્યાં તેમની સાથે ફતેહગઢના નિરાશ્રિતોને પણ રાખવામાં આવ્યા હતા. એકંદરે બિબીગઢમાં આશરે બે સપ્તાહ માટે કુલ પાંચ પુરુષો, બસ્સો છ મહિલાઓ અને બાળકોને પૂરવામાં આવ્યા હતા. મરડો અને કોલેરાના કારણે એક સપ્તાહમાં લગભગ 25ના મોત નિપજ્યાં હતાં. દરમિયાન અલ્હાબાદથી મોકલવામાં આવેલી એક કંપની રાહત ટુકડીએ ભારતીયોને હરાવ્યા હતા અને 15 જુલાઈ સુધીમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે નાના સાહેબ કાનપુરનું રક્ષણ નહીં કરી શકે તેથી નાના સાહેબ અને અન્ય બળવાખોર આગેવાનોએ તમામ બંધકોને મારી નાખવાનો નિર્ણય લીધો હતો. સિપાહીઓએ આ આદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યા બાદ બે મુસ્લિમ કસાઇઓ, બે હિંદુ ખેડૂતો અને નાના સાહેબના એક અંગરક્ષક બિબીગઢમાં ગયા હતા. છુરા અને કુહાડીઓથી સજ્જ થઇ તેમણે મહિલાઓ અને બાળકોની હત્યા કરી હતી. હત્યાકાંડ બાદ દિવાલો પર લોહીવાળા હાથની છાપો હતી અને ભોંયતળિયા પર માનવ અંગે વિખેરાયેલા પડ્યા હતા. મૃતકો અને મરવાની અણી પર હોય તેવા લોકોને નજીકના કૂવામાં નાખવામાં આવ્યા, 50-foot (15 m) ઊંડો કૂવો જ્યારે ટોચ પર 6 feet (1.8 m) ભરાઇ ગયો ત્યારે બાકીના મૃતદેહોને ગંગામાં નાખી દેવાયા હતા.

આ ક્રુરતા માટે ઇતિહાસકારો ઘણા કારણો આપે છે. કંપનીના દળો કાનપુર નજીક પહોંચી રહ્યા હોવાથી કેટલાક માનતા હતા કે બચાવવા માટે કોઇ બંધક નહીં હોય તો દળો કાનપુર નહીં આવે, તેથી તેમની હત્યાનો આદેશ અપાયો હતો. અથવા કદાચ કાનપુરના પતન બાદ કોઇ માહિતી લીક ન થાય તે માટે હત્યા કરવામાં આવી હતી. અન્ય ઇતિહાસકારો માને છે કે અંગ્રેજો સાથે નાના સાહેબના સંબંધ બગડે તે માટે હત્યાઓ કરવામાં આવી હતી. કદાચ તેમાં ભય હતો, અગાઉ ગોળીબારમાં ભાગ લીધો હોય તે બદલ કેટલાક કેદીઓ દ્વારા ઓળખાઇ જવાનો ભય હોઇ શકે છે.

મહિલાઓ અને બાળકોની હત્યા એક ભૂલ સાબિત થઈ હતી. બ્રિટિશ પ્રજાને ભારે આઘાત લાગ્યો હતો અને શાહીવાદ વિરોધી અને ભારત તરફી બળોએ ટેકો ગુમાવ્યો હતો. અંગ્રેજો અને તેમના સાથીદારોએ બાકીની લડાઇમાં કાનપુરનો ઉપયોગ બદલો વાળવા માટે કર્યો હતો. બળવાના અંત સુધીમાં નાના સાહેબ અદૃશ્ય થઈ ગયા હતા અને તેમનું શું થયું તે કોઈ જાણતું નથી.

અન્ય બ્રિટિશ નિરીક્ષણ પ્રમાણે બિબી-ઘાટ ખાતેના હત્યાકાંડ અગાઉ (પરંતુ મેરઠ અને દિલ્હીની હત્યાઓ પછી) ખાસ કરીને મદ્રાસ ફ્યુજિલિયર્સન (એક યુરોપીયન ટુકડી)ના લેફ્ટનન્ટ કર્નલ જેમ્સ જ્યોર્જ સ્મિથ નિલ દ્વારા જૂનના પ્રારંભમાં અવ્યવસ્થિત શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા, જેઓ કાનપુર તરફ જતી વખતે અલ્હાબાદ ખાતે કમાન્ડિંગ કરતા હતા. નજીકના ફતેહપુર શહેરમાં એક ટોળાએ સ્થાનિક યુરોપીયન લોકો પર હુમલો કરીને તેમની હત્યા કરી હતી. આ કારણોસર નિલે ગ્રાન્ટ ટ્રન્ક રોડ આસપાસના તમામ ગામડાઓને સળગાવી દેવાનો અને તેના વસાહતીઓને ફાંસીએ ચઢાવી દેવાનો આદેશ આપ્યો હતો. નિલની પદ્ધતિ "ઘાતકી અને ભયાનક" હતી અને લોકોને ભયભીત કરવા ઉપરાંત અગાઉથી અનિર્ણિત રહેલા સિપાહીઓ અને સમુદાયોને બળવો કરવા માટે પ્રેર્યા હોઈ શકે છે.

26 સપ્ટેમ્બરે લખનૌ ખાતે લડાઇ દરમિયાન નિલ માર્યો ગયો હતો અને તેના શિક્ષાત્મક પગલાં માટે ક્યારેય જવાબદાર ગણવામાં આવ્યો ન હતો, જોકે સમકાલિન બ્રિટિશ સૂત્રોએ તેને અને તેના “બહાદુર બ્લુ કેપ્સ”ના વખાણ કર્યા હતા. નિલ હેઠળના સૈનિકોની કામગીરીથી વિપરીત મોટા ભાગના બળવાખોર સૈનિકોની વર્તણૂક વધુ વિશ્વસનીય હતી. એક બંદુકબાજે ખુલાસો કર્યો છે, “અમારો પંથ અમને બંધકોની હત્યા કરવાની છુટ નથી આપતો. જોકે લડાઇમાં અમે અમારા દુશ્મનની હત્યા કરી શકીએ છીએ.”

અંગ્રેજોએ જ્યારે કાનપુર કબજામાં લીધું ત્યારે સૈનિકો પોતાના સિપાહી કેદીઓને બિબીગઢમાં લઇ ગયા હતા અને દિવાલો અને ભોંયતળિયા પરના લોહીના ડાઘા જીભથી ચાટવાની ફરજ પાડી હતી. ત્યાર બાદ તેમણે મોટા ભાગના સિપાહીઓને ફાંસીએ ચઢાવી દીધા અથવા “તોપથી બાંધીને ઉડાવી દીધા” (બળવા માટે પરંપરાગત મુઘલ સજા). કેટલાકના દાવા પ્રમાણે સિપાહીઓએ હત્યામાં જાતે ભાગ લીધો ન હતો, પરંતુ તેમણે તે અટકાવવાનું કામ કર્યું ન હતું અને અંગ્રેજો બીજી વાર કાનપુર છોડી ગયા ત્યારે કેપ્ટન થોમ્પસને તેની નોંધ લીધી હતી.

લખનૌ

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
સર હેનરી મોન્ટગોમેરી લોરેન્સ, અવધના અંગ્રેજ કમિશનર જેઓ લખનૌના ઘેરા દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
93મી હાઇલેન્ડર્સ અને પંજાબ રેજિમેન્ટ દ્વારા 2,000 બળવાખોરોની કતલ બાદ સિકંદરા બાગ.ફેલિસ બીટો દ્વારા આલ્બ્યુમેન સિલ્વર પ્રિન્ટ, 1858.

મેરઠની ઘટનાઓ બાદ થોડા જ સમયમાં અવધમાં (આજના ઉત્તર પ્રદેશમાં ઔધ તરીકે પણ ઓળખાય છે) બળવો ફાટી નીકળ્યો હતો, જેને એક વર્ષ અગાઉ જ કંપનીમાં જોડી દેવાયું હતું. લખનૌ ખાતે નિવાસી બ્રિટિશ કમિશનર સર હેનરી લોરેન્સ પાસે રેસિડેન્સીના કમ્પાઉન્ડમાં કિલ્લેબંધી કરવા માટે પૂરતો સમય હતો. કંપનીના દળોમાં લગભગ 1700 સૈનિકોનો સમાવેશ થતો હતો જેમાં વફાદાર સિપાહીઓ સામેલ હતા. બળવાખોરોનો હુમલો અસફળ રહ્યો હતો તેથી તેમણે કમ્પાઉન્ડમાં આર્ટીલરીમારો અને બંદુકમારો શરૂ કર્યો હતો. શરૂઆતમાં જ માર્યા ગયેલાઓમાં લોરેન્સનો સમાવેશ થતો હતો. બળવાખોરોએ વિસ્ફોટકો દ્વારા દિવાલ ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને ભૂગર્ભ સુરંગ દ્વારા તેને બાયપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો જેનાથી તે ભૂગર્ભ લડાઇની નજીક પહોંચ્યા હતા. 90 દિવસ સુધી ઘેરો ઘાલ્યા બાદ કંપનીના દળોમાં માત્ર 300 વફાદાર સિપાહી, 350 બ્રિટિશ સૈનિકો અને 550 બિન-લડાકુ બાકી રહ્યા હતા.

25 સપ્ટેમ્બરના રોજ સર હેનરી હેવલોકના નેતૃત્વ હેઠળ અને સર જેમ્સ આઉટરેમની (જેઓ સિદ્ધાંત મુજબ વરિષ્ઠ હતા) સહાય સાથે એક રાહત ટુકડી ટૂંકા લશ્કરી અભિયાનમાં લડાઇ લડીને કાનપુરથી લખનૌ પહોંચી હતી જેમાં સંખ્યાની દૃષ્ટિએ નાની ટુકડીએ બળવાખોર દળોને કેટલીક શ્રેણીબદ્ધ મોટી લડાઇઓમાં પરાજય આપ્યો હતો. તેને લખનૌની પ્રથમ રાહત તરીકે ઓળખવામાં આવી હતી કારણ કે આ ટુકડી એટલી મોટી ન હતી કે ઘેરાબંધી તોડી શકે અથવા પોતાની જાતને સહીસલામત કાઢી શકે અને તેથી તેને ગેરિસનમાં જોડાવા માટે ફરજ પડી હતી. ઓક્ટોબરમાં નવા કમાન્ડર-ઇન-ચીફ સર કોલિન કેમ્પબેલની આગેવાની હેઠળ એક મોટી સેના ગેરિસનને મુક્ત કરાવવામાં સફળ રહી હતી અને 18 નવેમ્બરે તેમણે શહેરમાં સંરક્ષિત જગ્યાને ખાલી કરાવવામાં સફળતા મેળવી હતી જેમાં મહિલાઓ અને બાળકોને સૌથી પહેલા છોડાવાયા હતા. ત્યાર બાદ તેમણે કાનપુરમાં પદ્ધતિસર રીતે કાર્યવાહી કરી હતી જેમાં કાનપુરની બીજી લડાઇમાં તેમણે શહેરને બીજી વાર અંકુશમાં લેવાના તાત્યા ટોપેના પ્રયાસને વિફળ બનાવ્યા હતા.

1858ના પ્રારંભમાં કેમ્પબેલે વધુ એકવાર મોટી સેના સાથે લખનૌ તરફ આગેકૂચ કરી હતી. આ વખતે અવધમાં બળવાખોરોને ડામી દેવાની યોજના હતી. તેની સહાયમાં મોટી સંખ્યામાં નેપાળી લશ્કરી ટુકડી હતી જે ઉત્તરમાંથી જંગ બહાદુરની આગેવાની હેઠળ આવી રહી હતી જેણે ડિસેમ્બર 1857માં કંપનીની પડખે રહેવાનું નક્કી કર્યું હતું.[સંદર્ભ આપો] કેમ્પબેલની આગેકૂચ ધીમી અને પદ્ધતિસરની હતી જેણે મોટી પરંતુ બિનસંગઠિત બળવાખોર સેનાને લખનૌમાંથી દુર કરી હતી જેમાં તેના પોતાના દળોને બહુ ઓછી ખુવારી વેઠવી પડી હતી. જોકે તેનાથી મોટી સંખ્યામાં બળવાખોર દળો અવધમાં વિખેરાઇ ગયા હતા અને કેમ્પબેલે છુટાંછવાયા પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો જે દરમિયાન ગરમી, બીમારી અને ગેરિલા હુમલામાં તેણે સૈનિકો ગુમાવ્યા હતા.

ઝાંસી

ઝાંસી બુંદેલખંડમાં મરાઠાઓના શાસન હેઠળનું રજવાડું હતું. 1853માં ઝાંસીના રાજા જ્યારે પોતાના જૈવિક પુરુષ વારસદાર વગર મૃત્યુ પામ્યા ત્યારે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તેને ખાલસા નીતિ હેઠળ બ્રિટિશ રાજમાં જોડી દેવાયું હતું. તેમની વિધવા રાણી લક્ષ્મી બાઇએ તેના દત્તક પુત્રના છીનવાયેલા અધિકાર સામે વિરોધ કર્યો હતો.

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
બળવાખોર દળો દ્વારા કબજામાં લેવાયેલો અને ત્યાર બાદ અંગ્રેજ પુનઃકબજા સામે ઝાંસીની રાણી દ્વારા રક્ષણ કરવામાં આવેલો ઝાંસીનો કિલ્લો.

યુદ્ધ શરૂ થયું ત્યારે ઝાંસી તરત બળવાનું કેન્દ્ર બન્યું હતું. કંપનીના અધિકારીઓ અને તેમના પરિવારજનોના એક નાનકડા જૂથે ઝાંસીના કિલ્લામાં આશરો લીધો હતો અને રાણીએ તેમની મુક્તિ માટે વાટાઘાટ કરી હતી. જોકે તેઓ જ્યારે કિલ્લો છોડી ગયા ત્યારે રાણીનું જેમના પર નિયંત્રણ ન હતું તેવા બળવાખોર સિપાહીઓએ આ લોકોની હત્યા કરી હતી, રાણીએ અનેકવાર ઇનકાર કર્યો હોવા છતાં યુરોપીયનોને રાણી પર શંકા હતી.

જૂન 1857ના અંત સુધીમાં કંપનીએ મોટા ભાગના બુંદેલખંડ અને પૂર્વ રાજસ્થાન પર નિયંત્રણ ખોયું હતું. આ વિસ્તારમાં બંગાળ આર્મીના એકમોએ બળવો કર્યો હતો અને તેઓ દિલ્હી અને કાનપુરમાં લડાઇમાં ભાગ લેવા આગેકૂચ કરી ગયા હતા. આ વિસ્તારમાં આવેલા ઘણા રજવાડાઓએ અંદરોઅંદર લડાઇ શરૂ કરી દીધી હતી. સપ્ટેમ્બર અને ઓક્ટોબર 1857માં રાણીએ દાતિયા અને ઓરછાના પડોશી રાજાઓ દ્વારા હુમલા સામે ઝાંસીનું સફળતાપૂર્વક રક્ષણ કર્યું હતું.

3 ફેબ્રુઆરીએ રેઝે સૌગુરની ત્રણ મહિનાની ઘેરાબંધી તોડી હતી. હજારોની સંખ્યામાં સ્થાનિક ગામવાસીઓએ તેમને મુક્તિદાતા તરીકે આવકાર્યા હતા જેમણે બળવાખોરોના કબજામાંથી મુક્તિ અપાવી હતી.

માર્ચ 1858માં સર હ્યુજ રોઝની આગેવાની હેઠળ સેન્ટ્રલ ઇન્ડિયા ફિલ્ડ ફોર્સે આગેકૂચ કરી અને ઝાંસી ફરતે ઘેરો ઘાલ્યો હતો. કંપનીના દળોએ શહેર કબજે કર્યું, પરંતુ રાણી છુપા વેશમાં નાસી છુટી.

ઝાંસી અને કલ્પીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ 1 જૂન, 1858ના રોજ રાણી લક્ષ્મી બાઇ અને મરાઠા બળવાખોરોના એક જૂથે અંગ્રેજોના સહયોગી સિંધિયા શાસકો પાસેથી ગ્વાલિયરના કિલ્લાના શહેરને કબજામાં લીધું હતું. તેના કારણે બળવાખોરોમાં ઉત્સાહનો સંચાર થયો હોઇ શકે પરંતુ સેન્ટ્રલ ઇન્ડિયા ફિલ્ડ ફોર્સ ઝડપથી શહેર તરફ કૂચ કરી રહી હતી. ગ્વાલિયરની લડાઇના બીજા દિવસે 17 જૂનના રોજ રાણી મૃત્યુ પામી. ત્રણ સ્વતંત્ર ભારતીય પ્રતિનિધિઓના વર્ણન પ્રમાણે આઠમા હુસાર્સ દ્વારા કરવામાં આવેલા કાર્બાઇનના ગોળીબારમાં તેનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે. આગામી ત્રણ દિવસમાં કંપનીના દળોએ ગ્વાલિયર પર કબ્જો કર્યો. રાણીની છેલ્લી લડાઇના દૃશ્યોના વર્ણનમાં કેટલાક ટિપ્પણીકારોએ તેની સરખામણી જ્હોન ઓફ આર્ક સાથે કરી છે.

    ઈન્દોર

ઇન્દોર ખાતે ત્યારના કંપની રેસિડન્ટ કર્નલ હેનરી ડ્યુરેન્ડે ઇન્દોરમાં બળવાની શક્યતા નકારી કાઢી હતી. જોકે, 1 જૂનના રોજ હોલ્કરની સેનાના સિપાહીઓએ બળવો કર્યો અને ભોપાલ કેવેલરીની ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. કર્નલ ટ્રેવર્સ આગેવાની કરવા આગળ વધ્યા ત્યારે ભોપાલ કેવેલરીએ તેને અનુસરવાનો ઇનકાર કર્યો હતો. ભોપાલ ઇન્ફન્ટ્રીએ પણ આદેશનું ઉલ્લંઘન કર્યું અને તેના બદલે યુરોપીયન સાર્જન્ટ્સ અને અધિકારીઓ તરફ તેમની બંદુકો તાકી હતી. અસરકારક પ્રતિકારની તમામ શક્યતાઓ ખતમ થઇ ગઇ હતી તેથી ડ્યુરેન્ડે તમામ યુરોપીયન રહેવાસીઓને એકત્ર કરીને નાસી છુટવાનો નિર્ણય લીધો હતો, જોકે ઇન્દોરના 39 યુરોપીયન રહેવાસીઓની હત્યા કરવામાં આવી હતી.

અન્ય ક્ષેત્રો

    પંજાબ

અંગ્રેજો જેને પંજાબ તરીકે ઓળખતા હતા તે ઘણો વિશાળ વહીવટી વિભાગ હતો જેનું કેન્દ્ર લાહોરમાં હતું. તેમાં માત્ર વર્તમાન ભારત અને પાકિસ્તાનના પંજાબ ક્ષેત્ર નહીં, પરંતુ અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઉત્તર-પશ્ચિમ ફ્રન્ટિયર જિલ્લાઓનો પણ સમાવેશ થતો હતો.

મોટા ભાગનો વિસ્તાર શીખ રાજ્ય હતું જેના પર રણજિત સિંઘે 1839માં તેના મૃત્યુ સુધી રાજ કર્યું હતું. ત્યાર બાદ રજવાડામાં અવ્યવસ્થા ફેલાઇ હતી જેમાં દરબારના જૂથો અને ખાલસા (શીખ સૈન્ય) વચ્ચે લાહોર દરબાર (કોર્ટ)માં સત્તા માટે અંદરોઅંદર ખેંચતાણ હતી. બે અંગ્રેજ-શીખ યુદ્ધ બાદ સમગ્ર વિસ્તારને ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1848માં ભેળવી દેવાયું હતું. 1857માં આ ક્ષેત્રમાં સૌથી મોટી સંખ્યામાં યુરોપીયન અને ભારતીય દળો હતા.

ભારતમાં અન્ય જગ્યાઓ પર બળવાખોર સિપાહીઓ પ્રત્યે જે વસાહતીઓમાં જે સહાનુભૂતિ હતી તેવી સહાનુભૂતિ પંજાબમાં ન હતી, પરિણામે અનેક જગ્યાએ રેજિમેન્ટ્સમાં સિપાહીઓ દ્વારા થયેલો વિદ્રોહ મર્યાદિત રહ્યો હતો અને સિપાહીઓ એક બીજાથી અલગ પડી ગયા હતા. કેટલીક ગેરિસનમાં, ખાસ કરીને ફિરોઝપુરમાં વરિષ્ઠ યુરોપીયન અધિકારીઓ દ્વારા અનિર્ણાયક સ્થિતિના કારણે અમુક સિપાહીઓએ બળવો કર્યો હતો, જોકે ત્યાર બાદ સિપાહીઓ તે વિસ્તાર છોડીને મોટા ભાગે દિલ્હી તરફ જતા રહ્યા હતા. અફઘાન સરહદની નજીક આવેલા પેશાવરના સૌથી મહત્ત્વના ગેરિસન ખાતે ઘણા પ્રમાણમાં જુનિયર અધિકારીઓએ તેમના કમાન્ડર (વયોવૃદ્ધ જનરલ રીડ)ની અવગણના કરી અને નિર્ણયાત્મક કાર્યવાહી કરી હતી. તેમણે સિપાહીઓના પત્રો આંતર્યા હતા અને તેમને બળવામાં સંકલન કરતા અટકાવ્યા હતા અને “પંજાબ મૂવેબલ કોલમ” નામે એક દળની રચના કરી હતી જેનું કામ કોઇ પણ જગ્યાએ બળવો થાય તો તેને દબાવવા માટે દોડી જવાનું હતું. આંતરવામાં આવેલા સંદેશાવ્યવહાર પરથી જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે પેશાવર ખાતે કેટલાક સિપાહીઓ બળવો જાહેર કરવાની તૈયારીમાં હતા, ત્યારે બંગાળ નેટિવ રેજિમેન્ટની ચાર સૌથી ઓછી અસરગ્રસ્ત રેજિમેન્ટ્સને 22 મેના રોજ આર્ટીલરીના ટેકા સાથે કેન્ટોનમેન્ટમાં બે બ્રિટિશ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ દ્વારા નિઃશસ્ત્ર કરવામાં આવી હતી. આ નિર્ણયાત્મક પગલાંના કારણે ઘણા સ્થાનિક આગેવાનો અંગ્રેજોની પડખે ગયા હતા.

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
35 અંગ્રેજ સૈનિકોની સ્મૃતિમાં જેલમ ખાતે માર્બલ લેક્ટર્ન.

પંજાબમાં જેલમ પણ અંગ્રેજો સામે પ્રતિકારનું કેન્દ્ર હતું. અહીં એચએમ (હમ) XXIV રેજિમેન્ટના 35 બ્રિટિશ સૈનિકો (સાઉથ વેલ્સ બોર્ડરર્સ) 7 જુલાઈ 1857ના રોજ મૃત્યુ પામ્યા હતા. આ વિજયની સ્મૃતિમાં સેન્ટ જ્હોન્સ ચર્ચ જેલમ બાંધવામાં આવ્યું હતું અને તે ચર્ચમાં આરસની તકતી પર આ 35 અંગ્રેજ સૈનિકોના નામ કોતરવામાં આવ્યા હતા.

પંજાબમાં અંતિમ મોટા પાયે લશ્કરી બળવો 9 જુલાઈના રોજ ફાટી નીકળ્યો હતો જ્યારે સિયાલકોટ ખાતે એક બ્રિગેડના મોટા ભાગના સિપાહીઓએ બળવો પોકાર્યો અને દિલ્હી તરફ આગેકૂચ કરી હતી. તેઓ રવિ નદી પાર કરવાની તૈયારીમાં હતા ત્યારે એટલી જ મોટી સંખ્યામાં બ્રિટિશ સેના દ્વારા જોહ્ન નિકોલ્સન દ્વારા તેમને આંતરવામાં આવ્યા હતા. કેટલાક કલાકો સુધી સ્થિર પરંતુ અસફળ લડાઇ કર્યા બાદ સિપાહીઓએ નદી પાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ એક ટાપુ પર ફસાઇ ગયા હતા. ત્રણ દિવસ બાદ નિકોલ્સને ટ્રિમુ ઘાટની લડાઇમાં તમામ 1,000 સિપાહીઓને ખતમ કર્યા હતા.

ફ્રન્ટિયર ગેરિસનની કેટલીક રેજિમેન્ટોએ પણ ત્યારબાદ બળવો કર્યો હતો, પરંતુ દુશ્મનાવટ ઘરાવતા પખ્તુન ગામડાં અને આદિવાસીઓ વચ્ચે તેઓ એકલા પડી ગયા હતા. પંજાબ અને ઉત્તર પશ્ચિમ ફ્રન્ટિયરમાં જૂન અને જુલાઈ દરમિયાન બળવો પોકારનારા અથવા ભાગી ગયેલા એકમોના સિપાહીઓની સામુહિક કતલ કરવામાં આવી હતી જેમાં સેંકડો સિપાહીઓને મારી નાખવામાં આવ્યા હતા[સંદર્ભ આપો]. બંગાળ યુનિટમાં પ્રથમ વિદ્રોહ થયો તે પહેલાથી અંગ્રેજો શીખ અને પખ્તુન સમુદાયમાંથી અનિયમિત એકમોની પણ ભરતી કરી રહ્યા હતા અને બળવા દરમિયાન આ સંખ્યામાં ભારે વધારો થયો હતો જેમાં અંતે નવા 34,000 સૈનિકોની ભરતી કરવામાં આવી હતી.

એક તબક્કે દિલ્હીમાં કિલ્લેબંધી સામે મદદ કરવા માટે સૈનિકો પૂરા પાડવાની જરૂરિયાત પેદા થતા પંજાબના કમિશનર (સર જ્હોન લોરેન્સ)એ અફઘાનિસ્તાનના દોસ્ત મોહમ્મદ ખાનને દોસ્તીના વચનના બદલામાં પેશાવર ઇનામમાં આપવાનું સૂચન કર્યું હતું. પેશાવર અને આસપાસના જિલ્લાઓના બ્રિટિશ એજન્ટોમાં ખળભળાટ મચી ગયો હતો. 1840માં પરત જઇ રહેલી બ્રિટિશ સેનાના હત્યાકાંડનો ઉલ્લેખ કરતા હર્બર્ટ એડવર્ડ્સે લખ્યું હતું, “દોસ્ત મોહમ્મદ મરણાધિન અફઘાન સાબિત નહીં થાય.. જો તે ... અને દુશ્મન તરીકે આપણો પીછો કરશે. યુરોપીયનો પીછેહઠ નહીં કરી શકે – કાબુલ ફરી હુમલો કરશે.” આ અંગે લોર્ડ કેનિંગે પેશાવરને કબજામાં રાખવાનો આગ્રહ રાખ્યો હતો અને બ્રિટન સાથેના જેના સંબંધ 20 વર્ષ કરતા વધુ સમયથી સંદિગ્ધ હતા તે દોસ્ત મોહમ્મદ તટસ્થ રહ્યો હતો.

સપ્ટેમ્બર 1858માં ખુર્રલ જૂથના વડા રાય અહમદ નવાઝ ખાન ખરાલે નીલી બાર જિલ્લામાં સતલજ, રવિ અને ચિનાબ નદીઓ વચ્ચે બળવાની આગેવાની કરી હતી. બળવાખોરોએ ગોરાઇરાના જંગલ કબજામાં લીધા હતા અને આ વિસ્તારમાં નબળા બ્રિટિશ દળો સામે કેટલીક પ્રારંભિક સફળતા મેળવી હતી જેમાં ચિચાવાટની ખાતે મેજર ક્રોફોર્ડ ચેમ્બરલેનને ઘેરી લેવાયા હતા. સર જ્હોન લોરેન્સ દ્વારા મોકલવામાં આવેલા પંજાબી ઘોડેસવાર દળની એક સ્કવોડ્રને ઘેરાબંધી હટાવી હતી. અહમદ ખાનને મારી નાખવામાં આવ્યો હતો, પરંતુ બળવાખોરોને મીર બાહવાલ ફતવાના નામે નવો સરદાર મળ્યો હતો જેણે ત્રણ મહિના સુધી બળવો ચાલુ રાખ્યો હતો, અંતે સરકારી દળો જંગલમાં ઘૂસી ગયા હતા અને બળવાખોર આદિવાસીઓને વિખેરી નાખ્યા હતા.

    જૌનપુર

જૌનપુર જિલ્લાના ડોભી તાલુકાના રાજપૂત વંશના રઘુવંશ[સ્પષ્ટતા જરુરી] જમીનદારોએ બળવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. ગાઝીપુર, આઝમગઢ અને બનારસની આસપાસના જિલ્લાઓમાં બ્રિટિશ શાસન સામે બળવો થયાની વાત સાંભળીને ડોભીના રાજપૂતોએ પોતાની સશસ્ત્ર સેના બનાવી હતી અને સમગ્ર વિસ્તારમાં કંપની પર હુમલા કર્યા હતા. તેમણે બનારસ-આઝમગઢ રોડ વચ્ચે કંપનીની સંદેશાવ્યવહારની લાઇન કાપી નાખી હતી અને ભૂતપૂર્વ બનારસ રાજ્ય તરફ કૂચ કરી હતી.

બ્રિટિશ નિયમિત દળો સાથેની પ્રથમ અથડામણમાં રાજપૂતોએ ભારે ખુવારી વેઠી હતી, પરંતુ આયોજનબદ્ધ રીતે ખસ્યા હતા. તેમણે ફરી જૂથ બનાવ્યું અને બનારસને કબજે કરવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બળવાખોરોની અન્ય એક સેનાએ આઝમગઢને ઘેરી લીધું હતું. ડોભી રાજપૂતોના પડકારના કારણે કંપની આઝમગઢને પૂરતા દળો મોકલી શકી ન હતી. લડાઇ નક્કી હતી અને કંપનીએ જૂન 1857માં શીખો અને હિંદુસ્તાની ઘોડેસવાર ટુકડીઓની મદદથી રાજપૂતો પર હુમલો કર્યો હતો. ભારે વરસાદના કારણે રાજપૂતોનો પુરવઠો અને ગન પાઉડર પલળી ગયો હોવાથી રાજપૂતોને ફટકો લાગ્યો હતો. જોકે, તેમણે તલવારો અને ભાલા અને તેમની પાસેની કેટલીક ચાલુ બંદુકો અને મસ્કેટ દ્વારા કંપનીનો જોરદાર પ્રતિકાર કર્યો હતો. બનારસથી પાંચ માઇલ ઉત્તરમાં પિસનાહારિયા-કા-ઇનાર નામની જગ્યાએ લડાઇ થઈ હતી. રાજપૂતોએ ગોમતી નદી પર ભારે નુકસાન સાથે પીછેહટ કરી હતી. બ્રિટિશ આર્મીએ નદી વટાવી હતી અને આ વિસ્તારના દરેક રાજપૂત ગામોને ખાલી કરાવ્યા હતા.

થોડા મહિનાઓ બાદ જગદીશપુર (જિલ્લો આરાહ, બિહાર)ના કુંવર સિંઘે આગેકૂચ કરી અને આઝમગઢ કબજામાં લીધું હતું. તેમની સામે મોકલવામાં આવેલી બનારસ આર્મીને આઝમગઢ બહાર પરાજય મળ્યો હતો. કંપનીએ પૂરક દળો મોકલ્યા અને ઘમાસાણ લડાઇ ફાટી નીકળી હતી જેમાં ડોભીના રાજપૂતોએ કુંવર સિંઘને મદદ કરી હતી જે તેમના દૂરના સગા થતા હતા. કુંવર સિંઘે પીછેહઠ કરવી પડી અને કંપનીએ રાજપૂતો પર ક્રૂર બદલો લીધો હતો. ડોભી રાજપૂતોના આગેવાનોને મે 1858માં સેનાપુર ગામની એક જગ્યાએ એક પરિષદમાં બોલાવવામાં આવ્યા હતા તેને ઘેરી લેનારા કંપનીના દળોએ છળકપટથી તેમની ધરપકડ કરી હતી. તમામને કેરીના ઝાડથી લટકાવીને ફાંસી આપવામાં આવી હતી જેમાં તેમના અન્ય નવ અનુયાયી પણ સામેલ હતા. મૃતદેહોને બંદુક દ્વારા ગોળી મારવામાં આવી હતી અને ઝાડ પર લટકવા દેવાયા હતા. થોડા દિવસો બાદ ગામવાસીઓએ મૃતદેહો ઉતારીને તેમની અંતિમ વિધિ કરી હતી.

    અરાહ

જગદીશપુરના 75 વર્ષના રાજપૂત રાજા કુંવર સિંઘની સંપત્તિ રેવન્યુ બોર્ડ દ્વારા જપ્ત કરવાની પ્રક્રિયા ચાલતી હતી, તેમણે બિહારમાં બળવો ઉશ્કેર્યો હતો અને તેની આગેવાની લીધી હતી.

25 જુલાઈના રોજ દિનાપુરના ગેરિસનમાં બળવો ફાટી નીકળ્યો હતો. સિપાહીઓ ઝડપથી અરાહ શહેર તરફ આગળ વધ્યા અને કુંવર સિંઘ અને તેમના માણસો સાથે ભળી ગયા. અરાહમાં બ્રિટિશ રેલવે એન્જિનિયર મિ. બોયલે પોતે રેલવે એન્જિનિયર હોવાના કારણે આવા હુમલા સામે પોતાના ઘરનું રક્ષણ કરવા તૈયારી કરી હતી. બળવાખોરો અરાહ પહોંચ્યા ત્યારે તમામ યુરોપીયન રહેવાસીઓએ મિ. બોયલના ઘરમાં શરણ લીધી હતી. થોડા જ સમયમાં ઘેરો ઘાલવામાં આવ્યો અને 50 વફાદાર સિપાહીઓએ બળવાખોરોના આર્ટીલરી અને બંદુકો સામે ઘરનું રક્ષણ કર્યું હતું.

29 જુલાઈએ અરાહને મુક્ત કરાવવા માટે દિનાપોરથી 400 માણસો મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઘેરાયેલા મકાનથી એક માઇલ દૂર બળવાખોરોએ આ ટુકડી સામે અથડામણ કરી હતી, જેમને જોરદાર પરાજય આપીને પાછા ધકેલી દેવાયા હતા. 30 જુલાઈએ પોતાના સૈનિકો અને તોપ સાથે નદી તરફ જઇ રહેલા મેજર વિન્સેન્ટ આયર બક્સર પહોંચ્યા અને ઘેરા વિશે જાણ્યું. તેમણે તરત પોતાની તોપો અને દળો (પાંચમી ફ્યુઝિલિયર્સ) ઉતાર્યા અને અરાહ તરફ કુચ શરૂ કરી. 2 ઓગસ્ટના રોજ અરાહથી 16 miles (26 km) દૂર બળવાખોરો સાથે તેમની અથડામણ થઈ હતી. ભયાનક લડાઇ બાદ પાંચમી ફ્યુઝિલિયર્સે સ્થિતિ નિયંત્રણમાં લીધી અને બળવાખોરોની પોઝિશન પર સફળ હુમલો કર્યો. 3 ઓગસ્ટે મેજર આયર અને તેમના સૈનિકો ઘેરાબંધી વાળા ઘરે પહોંચ્યા અને સફળતાપૂર્વક ઘેરાનો અંત લાવ્યા.

પરિણામો

પ્રત્યાઘાત

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
કૈસર બાગ, લખનૌને પુનઃકબજામાં લીધા બાગ તેને લૂંટી રહેલા અંગ્રેજ સૈનિકો (સ્ટીલ કોતરણી, 1850ના દાયકામાં)

1857ના અંતથી અંગ્રેજોએ વિજય મેળવવાની શરૂઆત કરી દીધી હતી. માર્ચ 1858માં લખનૌ ફરી કબજે કરવામાં આવ્યું હતું. 8 જુલાઈ 1858ના રોજ એક શાંતિ સંધિ કરવામાં આવી હતી અને યુદ્ધ સમાપ્ત થયું હતું. 20 જૂન 1858ના રોજ અંતિમ બળવાખોરોને ગ્વાલિયર ખાતે હરાવવામાં આવ્યા. 1859 સુધીમાં બળવાખોર નેતા બખ્તખાન અને નાના સાહેબને મારી નાખવામાં આવ્યા હતા અથવા નાસી છુટ્યા હતા. વિદ્રોહીઓને ફાંસીએ ચઢાવવા ઉપરાંત અંગ્રેજોએ “કેટલાકને તોપથી ઉડાવી દીધા” હતા જે વર્ષો પહેલા ભારતમાં મુઘલો દ્વારા સજા આપવાની જૂની પદ્ધતિ હતી. મૃત્યુદંડની સજા આપવાની પદ્ધતિમાં ફાયરિંગ સ્કવોડથી ગોળી મારવી અને ફાંસી સામાન્ય હતી, પરંતુ વધુ અસર છોડવા માટે બળવાખોરોને તોપના નાળચાથી બાંધીને ગોળો છોડી તેમના ટૂકડા કરી નાખવામાં આવતા હતા. માત્ર આંકડાઓની દૃષ્ટિએ જોવામાં આવે તો ભારતીય પક્ષે ભારે જાનહાનિ વેઠવી પડી હતી. દિલ્હીના પતન પછી બોમ્બે ટેલિગ્રાફમાં પ્રકાશિત થયેલા અને બ્રિટિશ પ્રેસમાં પુનઃ રજૂ થયેલા એક પત્ર દ્વારા પ્રત્યાઘાતના પ્રમાણ અને પ્રકારનો પુરાવો મળે છેઃ

.... અમારા દળો શહેરમાં પ્રવેશ્યા ત્યારે દિલ્હી શહેરના કોટ અંદર મળી આવેલા તમામ લોકોને સ્થળ પર જ સંગીન ભોંકીને મારી નાખવામાં આવ્યા હતા અને આ આંકડા તમે ધારી શકો છો તેમ ઘણા મોટા હતા કારણ કે હું કહું છું તેમ ઘણા ઘરમાં ચાળીશથી પચાસ લોકો છુપાયેલા હતા. તેઓ બળવાખોર ન હતા, પરંતુ શહેરના રહેવાસીઓ હતા જેઓ આપણા માફી માટેના બહુ જાણીતા હળવા નિયમો પર ભરોસો ધરાવતા હતા. મને એ જણાવતા આનંદ થાય છે કે તેઓ નિરાશ થયા હતા.

જનરલ મોન્ટગોમેરીએ દિલ્હીને ફતેહ કરનાર કેપ્ટન હોડસનને લખેલા અન્ય એક પત્રથી એ વાત ખુલ્લી થાય છે કે કઇ રીતે અંગ્રેજ લશ્કરી હાઇ કમાન્ડે દિલ્હીવાસીઓના ઠંડા કલેજે સંહારને મંજૂરી આપી હતી. “રાજાને પકડીને અને તેના સંતાનોની કતલ કરવામાં તમારું સન્માન રહેલું છે. મને આશા છે કે તમે શક્ય એટલા વધુની હત્યા કરશો.”

દિલ્હીના પતન પછી અંગ્રેજ સૈનિકોની વર્તણૂક અંગેની અન્ય એક ટિપ્પણી કેપ્ટન હોડસનનું પોતાનું પુસ્તક ટ્વેલ્વ યર્સ ઇન ઇન્ડિયા છે જેમાં તે લખે છે, “આર્મી માટેના મારા પ્રેમના કારણે મારે કહેવું જોઇએ કે ખ્રિસ્તી ધર્મનું પાલન કરતા લોકોની વર્તણૂક આ વખતે ઘેરાબંધી દરમિયાન સૌથી અપમાનજનક હકીકત હતી.” (1858ની શરૂઆતમાં લખનૌને પુનઃકબજામાં લેતી વખતે હોડસન માર્યો ગયો હતો.)

19 વર્ષનો ઓફિસર એડવર્ડ વાઇબ્રેટ પણ પોતાના અનુભવોની નોંધ લખે છેઃ

It was literally murder... I have seen many bloody and awful sights lately but such a one as I witnessed yesterday I pray I never see again. The women were all spared but their screams on seeing their husbands and sons butchered, were most painful... Heaven knows I feel no pity, but when some old grey bearded man is brought and shot before your very eyes, hard must be that man's heart I think who can look on with indifference...

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
અંગ્રેજ ભારતમાં તોપ ફોડવાની ઘટના (1884) વેસિલી વેરેસચાર્જિન

કેટલાક અંગ્રેજ સૈનિકોએ ‘કેદી નહીં’ની નીતિ અપનાવી હતી. થોમસ લોવ નામનો એક ઓફિસર વર્ણન કરે છે કે કઈ રીતે એક પ્રસંગે તેની ટુકડીએ ૭૬ કેદીઓને પકડ્યા હતા અને તેઓ હત્યાઓ કરીને થાકી ગયા હતા અને તેમને આરામની જરૂર હતી. ત્યાર બાદ ઝડપી કેસ ચલાવ્યા પછી કેદીઓને એક હરોળમાં ઉભા રાખવામાં આવ્યા હતા અને એક અંગ્રેજ સૈનિક તેમનાથી અમુક ગજ દૂર ઉભો રહ્યો હતો. તેણે હુકમ કર્યો, ‘ફાયર’, બધાને એક સાથે ઠાર મારવામાં આવ્યા અને ‘‘તેમના ભૌતિક અસ્તિત્વ મીટાવી દેવામાં આવ્યા.’’ લોવે જેમાં ભાગ લીધો હતો તેવો આ એકમાત્ર સામુહિક હત્યાકાંડ ન હતો. અન્ય એક પ્રસંગે તે તેનું યુનિટ 149 કેદીઓને લઇ ગયું હતું જેમને એક હરોળમાં ઉભા રાખીને એક સાથે ઠાર મારવામાં આવ્યા હતા.

બ્રિટિશ પ્રેસ અને સરકારે કોઇ પણ પ્રકારની દયાની તરફેણ કરી ન હતી, જોકે ગવર્નર જનરલ કેનિંગે સ્થાનિક લોકોની ભાવનાઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના કારણે તેમના માટે ‘ક્લેમેન્સી કેનિંગ’ તરીકે તિરસ્કારના શબ્દો વાપરવામાં આવ્યા હતા." સૈનિકોએ બહુ ઓછા કેદીઓને પકડ્યા હતા અને ઘણી વાર તેમને પાછળથી મારી નાખ્યા હતા. બળવાખોરો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાના કારણે આખે આખા ગામ મિટાવી દેવાયા હતા.

બળવા પછીના પ્રત્યાઘાત નવા અભ્યાસનું કેન્દ્ર છે જેમાં ભારતીય સૂત્રો અને વસતીના અભ્યાસનો ઉપયોગ કરાયો છે. ધ લાસ્ટ મુઘલ માં ઇતિહાસકાર વિલિયમ ડેલરિમ્પલ અંગ્રેજ દ્વારા દિલ્હી પુનઃ કબજામાં લેવાયા બાદ મુસ્લિમ પ્રજા પર પડેલી અસરનો અભ્યાસ કરે છે અને કહે છે કે શહેરનું બૌદ્ધિક અને આર્થિક નિયંત્રણ મુસ્લિમોના હાથમાંથી હિંદુઓના હાથમાં જતું રહ્યું હતું કારણ કે તે સમયે અંગ્રેજોને બળવા પાછળ ઇસ્લામનો હાથ જણાયો હતો. પત્રકાર અને ઇતિહાસના વિદ્યાર્થી અમરેશ મિશ્રાએ આ ગાળાના કામદાર દળના રેકોર્ડ તપાસીને એવું તારણ કાઢ્યું છે કે બળવા દરમિયાન લગભગ એક કરોડ ભારતીયોએ તેમના જીવ ગુમાવ્યા હતા. જોકે તેમની પદ્ધતિ વિવાદાસ્પદ છે કારણ કે તેમાં મૃત્યુના અન્ય કારણોને ધ્યાનમાં નથી લેવાયા તથા અશાંતિના સમયમાં જે સ્થળાંતર થયું અથવા લોકોએ બીજી જગ્યાએ જવું પડ્યું તેને ધ્યાનમાં લેવાયું નથી. આ પરિબળોને ધ્યાનમાં રાખીને અન્ય ઇતિહાસકાર સૌલ ડેવિડના અંદાજ પ્રમાણે મૃત્યુઆંક લાખોમાં હોઇ શકે છે.

બ્રિટનમાં પ્રત્યાઘાત

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
ન્યાય, પંચના સપ્ટેમ્બર અંકમાં સર જ્હોન ટેનિયલ દ્વારા પ્રિન્ટ.

અંગ્રેજ “પ્રતિશોધ લેતી સેના”એ આપેલી સજાના પ્રમાણ અને જંગલીપણાને યુરોપીયનો અને ખ્રિસ્તીઓ પર થયેલા અત્યાચારોના પ્રેસ અહેવાલોથી આઘાત પામેલા બ્રિટનમાં મોટા ભાગે યોગ્ય અને ન્યાયોચિત ઠરાવવામાં આવી હતી. ક્રિસ્ટોફર હર્બર્ટના કહેવા પ્રમાણે તે સમયનું વર્ણન ઘણી વાર “હાઇપરબોલિક રજિસ્ટર” સુધી જાય છે, ખાસ કરીને વારંવાર એવો દાવો કરવામાં આવે છે કે 1857ના “લોહિયાળ વર્ષ”માં અંગ્રેજ અનુભવમાં એક “ભયાનક ભંગ” થયો હતો. “બદલો લેવાના અને વ્યથાના રાષ્ટ્રીય મૂડ”નું એવું વાતાવરણ હતું કે બળવાને ડામી દેવા માટે લેવાયેલા પગલાંઓને “લગભગ સાર્વિત્રક મંજૂરી” મળી ગઈ હતી.

કવિ માર્ટિન ટુપરે “ઇન અ ફર્મન્ટ ઓફ ઇન્ડિગ્નેશન”માં જનતાના પ્રત્યાઘાતને આકાર આપવામાં મોટો ભાગ ફાળવ્યો હતો. તેમની કવિતાઓમાં દિલ્હીનું પતન કરવાની અને વધસ્થંભોના ઉપવન ઉભા કરવાની હાકલ સાથે કહેવામાં આવ્યું છેઃ

“અને ઇંગ્લેન્ડ, હવે તેમણે કરેલા અપરાધનો ઊંડાણપૂર્વક અને ઉગ્રતાથી બદલો લે. તલવારથી તેમનો સડો કાપી નાખ અને આગમાં તેને સળગાવી દે/ તેમના દેશદ્રોહી વિસ્તારોનો નાશ કર અને દરેક અતિક્ષુદ્રોને ફાંસીએ ચઢાવી દે/ શિકારી કૂતરાની જેમ તેમનો પીછો કરીને પર્વતો અને શહેરોમાં તેમને મૃત્યુ સુધી લઇ જા”

આ સમયગાળાના અગ્રણી નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ અને વિકી કોલિન્સે ડિકન્સ હાઉસહોલ્ડ વર્ડ્સમાં એક નિબંધ લખ્યો હતો જેમાં તેમણે એ “ક્રુરતાના ડાઘ જેના પર લાગેલા છે તે જાતિને સદંતર નષ્ટ કરી નાખવાની” હાકલ કરી છે.

પંચ સામાન્ય રીતે ટીકાકાર અને નિષ્પક્ષ હતું જ્યારે બાકીના સામયિકોમાં પોતાના દેશ પ્રત્યે જુવાળ હતો. ઓગસ્ટમાં પંચે બે પાનાનું એક કાર્ટૂન છાપ્યું હતું જેમાં અંગ્રેજ મહિલાઓ અને બાળકો પર હુમલો કરનાર બંગાળના વાઘ પર અંગ્રેજ સિંહ હુમલો કરતો હોય તેવું નિરૂપણ કરવામાં આવ્યું હતું. તે કાર્ટૂન પર તે સમયે નોંધપાત્ર ધ્યાન આપવામાં આવ્યું હતું, ન્યૂ યોર્ક ટાઇમ્સે સપ્ટેમ્બરમાં એક લેખ લખ્યો હતો જેમાં બ્રિટનની બદલો લેવાની લગભગ સાર્વત્રિક ભાવના રજૂ કરવામાં આવી હતી. તેને પ્રિન્ટ તરીકે ફરી ઇસ્યૂ કરવામાં આવ્યું હતું અને જોહન ટેનિયલની કારકિર્દી બની ગઇ હતી જે પછી એલિસ ઇન વન્ડરલેન્ડના ઇલસ્ટ્રેટર (વિવરણકાર) તરીકે વિખ્યાત થયા હતા.

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
બંગાળના વાઘ સામે અંગ્રેજ સિંહનો બદલો, પંચના ઓગસ્ટ અંકમાં સર જ્હોન ટેનિયલ દ્વારા પ્રકાશિત.

વિક્ટોરિયનવાદી પેટ્રીક બ્રેન્ટલિંગર મુજબ કોઇ ઘટનાએ આટલા ઊંચા પ્રમાણમાં બ્રિટનમાં રાષ્ટ્રીય જુવાળ જગાવ્યો ન હતો અને 19મી સદીમાં કોઇ ઘટનાએ અંગ્રેજ કલ્પનામાં આટલું મોટું સ્થાન મેળવ્યું ન હતું. “બળવા વિશે વિક્ટોરિયન લખાણો વંશવાદી વિચારધારાને વ્યક્ત કરી હતી જેને એડવર્ડ સેઇડ પૂર્વદેશીય પ્રાચીનતા ગણાવે છે”. બીજા લોકો નોંધે છે કે આ માત્ર અસંખ્ય સંસ્થાનવાદી બળવા પૈકી એક હતું જેની સામુહિક અસર અંગ્રેજ જાહેર અભિપ્રાય પર પડી હતી.

‘સિપાહી’ કે ‘સિપાહીવાદ’ ખાસ કરીને આયર્લેન્ડમાં રાષ્ટ્રવાદીઓ માટે અપમાનજનક શબ્દ બની ગયો હતો.

અફવાઓ

બળવા દરમિયાન યુરોપીયન મહિલાઓ અને કન્યાઓ પર ભારતીય બળવાખોરોએ બળાત્કાર કર્યા હોય તેવી ઘટનાઓ જવલ્લે જ બની હતી, પરંતુ ખોટા અહેવાલોને હકીકત તરીકે સ્વીકારાયા હતા અને ઘણી વાર તેનો ઉપયોગ બળવા સામે અંગ્રેજ પ્રત્યાઘાતને ન્યાયોચિત ઠરાવવા માટે થતો હતો. બ્રિટિશ અખબારોએ અંગ્રેજ મહિલાઓ અને કન્યાઓ પર બળાત્કાર થયાના કેટલાક ‘આંખે દેખ્યા’ અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા જે પછી સામાન્ય રીતે ખોટા સાબિત થયા હતા. ધ ટાઇમ્સ માં પ્રસિદ્ધ થયેલા આવા એક લેખમાં એક ઘટનાનો ઉલ્લેખ છે જેમાં દિલ્હીમાં 10 વર્ષની વયની 48 અંગ્રેજ બાળાઓ પર ભારતીય બળવાખોરો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો, આ લેખની ટીકા કરતા કાર્લ માર્ક્સે તેને ખોટો પ્રચાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ અહેવાલ બળવાની ઘટનાથી ઘણા દૂર આવેલા બેંગલોર સ્થિત એક પાદરીએ લખ્યો હતો. આ વાર્તાઓ જે થયું હતું (ઉદાહરણ તરીકે જનરલ વ્હીલરની પુત્રી માર્ગારેટને તેને બંધક રાખનારની રખાત તરીકે રાખવાની ફરજ પડી હતી) તેની જગ્યાએ વિક્ટોરિયન પ્રજા જે થવાનું ઇચ્છતી હતી (માર્ગારેટે પોતાના બળાત્કારીની અને ત્યાર બાદ પોતાની હત્યા કરી) તેની રજૂઆત માટે હતી.

પુનઃગઠન

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
બહાદુર શાહ ઝફર (છેલ્લા મુઘલ બાદશાહ) રંગૂનમાં દેશવટા વખતેરોબર્ટ ટાઇટલર અને ચાર્લ્સ શેફર્ડ દ્વારા ફોટોગ્રાફ, મે 1858

દિલ્હીમાં મળેલા એક લશ્કરી પંચ દ્વારા બહાદુર શાહ સામે દેશદ્રોહનો કેસ ચાલ્યો હતો અને તેમને રંગૂનમાં દેશનિકાલની સજા કરવામાં આવી હતી જ્યાં 1862માં તેમનું મોત થતા મુઘલ ખાનદાનનો અંત આવ્યો હતો. 1877માં રાણી વિક્ટોરિયાએ વડાપ્રધાન બેન્જામિન ડિઝરાયલીની સલાહથી ભારતની મહારાણીનું બિરુદ ધારણ કર્યું હતું.

બળવાના કારણે ભારતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રાજનો અંત આવ્યો હતો. ઓગસ્ટમાં ભારત સરકારનો ધારો, 1858 મારફત કંપનીને વિધિવત રીતે વિખેરી નાખવામાં આવી હતી અને ભારતમાં શાસન કરવાની તેની સત્તા બ્રિટિશ તાજને સોંપવામાં આવી હતી. ભારતમાં વહીવટ ચલાવવા માટે ઇન્ડિયા ઓફિસ તરીકે એક નવા બ્રિટિશ સરકારના વિભાગની રચના કરવામાં આવી હતી જેના વડા તરીકે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાને ભારતીય નીતિ ઘડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગવર્નર-જનરલ ઓફ ઇન્ડિયાને એક નવું ટાઇટલ (વાઇસરોય ઓફ ઇન્ડિયા) મળ્યું હતું અને ઇન્ડિયા ઓફિસે ઘડેલી નીતિઓ લાગુ પાડી હતી. બ્રિટિશ સંસ્થાનવાદી વહીવટીતંત્રે સુધારણાની પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં ભારતીય ઉચ્ચ વર્ગ અને શાસકોને સરકારમાં સંકલિત કરવાનો અને પશ્ચિમીકરણની કોશિશ નાબુદ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. વાઇસરોયે જમીન કબજામાં લેવાની કામગીરી અટકાવી હતી, ધાર્મિક સહનશીલતાની જાહેરાત કરી અને સનદી સેવામાં ભારતીયોની ભરતી કરી હતી, જોકે મુખ્યત્વે નીચલા પદ પર ભરતી કરવામાં આવી હતી.

જૂની ઇસ્ટ ઇન્ડિયા કંપનીની અમલદારશાહી ટકી ગઈ હતી, જોકે તેના વલણમાં મોટો ફેરફાર થયો હતો. વિદ્રોહના કારણોને ધ્યાનમાં રાખતા સત્તાવાળાઓએ બે બાબતમાં હળવી નીતિ અપનાવી હતીઃ ધર્મ અને અર્થતંત્ર. ધર્મની બાબતમાં એવું લાગ્યું હતું કે હિંદુઓ અને મુસ્લિમોની સ્થાનિક પરંપરામાં ઘણો વધારે હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. અર્થતંત્ર અંગે એવું માનવામાં આવ્યું હતું કે મુક્ત બજારની હરિફાઇ લાવવાના કંપનીના અગાઉના પ્રયાસોના કારણે પરંપરાગત સત્તાના માળખા અને વફાદારીના જોડાણની અવગણના થઇ હતી અને ખેડૂતોએ વેપારીઓ અને શાહુકારોની દયા પર જીવવું પડે તેમ હતું. પરિણામે નવા બ્રિટિશ રાજને પરંપરા અને વર્ગના માળખાની જાળવણીના કરવાના ઉદ્દેશના આધારે રચવામાં આવ્યું હતું.

રાજકીય સ્તરે એવી લાગણી હતી કે શાસકો અને પ્રજા વચ્ચે અગાઉ વિચારવિમર્શનો અભાવ હોવાના કારણે બળવો થવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેના કારણે ભારતીયોને સ્થાનિક સ્તરે સરકારમાં લાવવામાં આવ્યા હતા. આ મર્યાદિત પ્રમાણમાં હતું છતાં એક મહત્ત્વની પ્રથા બેસી ગઈ હતી જેમાં ઇન્ડિયન યુનિવર્સિટી એક્ટની રચના બાદ કલકત્તા, બોમ્બે અને મદ્રાસમાં યુનિવર્સિટીઓની સ્થાપનાથી નવા ‘વ્હાઇટ કોલર’ ભારતીય ભદ્ર વર્ગનો એક નવો વર્ગ પેદા થયો હતો. તેથી પરંપરાગત અને પ્રાચીન ભારતના મૂલ્યો ઉપરાંત, એક નવો વ્યાવસાયિક મધ્યમ વર્ગનો ઉદભવ પણ થવા લાગ્યો હતો, જે ભૂતકાળના મૂલ્યોમાં જકડાયેલો ન હતો. નવેમ્બર 1858માં વિક્ટોરિયાની ઘોષણા બાદ તેમની આકાંક્ષામાં વધારો થયો હતો જેમાં તેમણે કહ્યું હતું કે “અમે અમારી હેઠળની બીજી પ્રજાઓ માટે જે ફરજોની જવાબદારી ધરાવીએ છીએ તેવી જ જવાબદારી માટે નિવાસી ભારતીય વિસ્તારના લોકો પ્રત્યે પણ કટિબદ્ધ છીએ.. કોઇ પણ જાતિ કે વંશના લોકો અમારી સેવાના પદ પર કોઇ પણ ભેદભાવ વગર પ્રવેશી શકશે, જેની ફરજ માટે તેઓ શિક્ષણ, ક્ષમતા અને પ્રામાણિકતા અને યોગ્ય કામગીરીના કારણે લાયક ઠરશે.”

આ ભાવનાઓ પર ધ્યાન આપીને 1880થી 1885 સુધી વાઇસરોય રહેલા લોર્ડ રિપને સ્થાનિક સ્વસરકારની સત્તામાં વધારો કર્યો હતો અને ઇલ્બર્ટ ખરડા દ્વારા કાનૂની અદાલતોમાં વંશીય ભેદભાવ દૂર કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એક સમયે ઉદાર અને પ્રગતિશીલ નીતિ અમુક સમયે પ્રતિઘાતવાદી બીજા તબક્કે પછાત હતી જેના કારણે નવા ભદ્ર લોકો પેદા થયા હતા અને જૂની વર્તણૂક સ્થાપિત થઈ હતી. ઇલ્બર્ટ ખરડાથી વાસ્તવમાં માત્ર શ્વેત બળવાનું કારણ રચાયું હતું અને કાયદા સમક્ષ સંપૂર્ણ સમાનતાની શક્યતાનો અંત આવ્યો હતો. 1886ના પગલાં સનદી સેવામાં ભારતીયોનો પ્રવેશ રોકવા માટે લેવાયા હતા.

લશ્કરી પુનઃઆયોજન

1857 અગાઉ ભારતીય સેનામાં બંગાળ આર્મી પ્રભુત્વ ધરાવતી હતી અને બળવાની સીધી અસર બાદ આર્મીમાં બંગાળી ટુકડીના કદમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.. બળવામાં બ્રાહ્મણોની અગ્રણી ભૂમિકા હોવાની માન્યતાના આધારે ઓગણિસમી સદીમાં બંગાળ આર્મીમાં બ્રાહ્મણોની હાજરી ઘટાડવામાં આવી હતી. સિપાહી સંઘર્ષ વખતે સર્જાયેલા અસંતોષના કારણે બંગાળ આર્મી માટે ભરતી કરવા અંગ્રેજોએ પંજાબમાં નજર દોડાવવાનું શરૂ કર્યું.

બળવાના કારણે અંગ્રેજ ભારતમાં “મૂળભૂત” અને યુરોપીયન લશ્કરોમાં પરિવર્તન આવ્યું. 1857ની શરૂઆતમાં 74 નિયમિત બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ હતી તેમાંથી માત્ર બે બળવામાંથી મુક્ત રહી હતી કે વિખેરવામાં આવી ન હતી. બંગાળ લાઇટ કેવેલરી રેજિમેન્ટ્સની તમામ 10 રેજિમેન્ટ ગુમાવી દેવાઇ હતી. જૂની બંગાળ આર્મી યુદ્ધમાંથી સમગ્ર ચિત્રમાંથી જ દૂર કરી દેવાઇ હતી. આ સૈનિકોની જગ્યાએ નવા એકમો આવી ગયા હતા જે એવી જાતિઓમાંથી ભરતી કરવામાં આવ્યા હતા જેમની અંગ્રેજોએ અવગણના કરી હતી. તથા શીખ અને ગુરખા જેવી “લડાયક જાતિ”ઓમાંથી ભરતી કરવામાં આવી હતી.

અંગ્રેજ અધિકારીઓ સામે સિપાહીઓના સંબંધો જેના કારણે વણસ્યા હતા તે જૂની વ્યવસ્થાની બિનકાર્યક્ષમતાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો અને 1857 પછી યુનિટ્સને મુખ્યત્વે "અનિયમિત" સિસ્ટમમાં આયોજિત કરવામાં આવ્યા હતા. બળવા અગાઉ દરેક બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં 26 અંગ્રેજ અધિકારીઓ હતા જેઓ દરેક કંપનીમાં સેકન્ડ ઇન કમાન્ડ સુધીની દરેક સત્તા ધરાવતા હતા. અનિયમિત યુનિટ્સમાં બહુ ઓછા યુરોપિયન અધિકારીઓ હતા જેઓ સૈનિકો સાથે બહુ નિકટતાથી સંકળાયેલા હતા જ્યારે ભારતીય અધિકારીઓને વધારે જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

અંગ્રેજોએ ભારતમાં ભારતીય સૈનિકો સામે અંગ્રેજ સૈનિકોના ગુણોત્તરમાં વધારો કર્યો. 1861થી ભારતીય આર્ટિલરીની જગ્યાએ અંગ્રેજ એકમો આવી ગયા હતા, માત્ર કેટલીક માઉન્ટન ટુકડીઓ બાકાત રાખવામાં આવી હતી. બળવા પછીના ફેરફારોએ અંગ્રેજ ભારતમાં લશ્કરી પુનઃગઠનનો પાયો નાખ્યો જે 20મી સદીની શરૂઆત સુધી ચાલ્યો.

નામકરણ

આ સમયગાળામાં થયેલી ઘટનાઓ માટે કોઇ સર્વસ્વીકૃત નામ નથી.

ભારત અને પાકિસ્તાનમાં તેને “1857નું સ્વતંત્રતાનું યુદ્ધ” અથવા “ભારતીય સ્વતંત્રતાનું પ્રથમ યુદ્ધ” કહેવામાં આવે છે. પરંતુ તેના માટે “1857નો વિપ્લવ” જેવો શબ્દ પણ છુટથી વપરાય છે. આ બળવાને “સ્વતંત્રતાનું પ્રથમ યુદ્ધ” ગણાવવા સામે ભારતમાં ટીકાકારો પણ છે. “ભારતીય બળવો” શબ્દનો ઉપયોગ ઘણા ભારતીય રાજકારણીઓના મતે “સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ”નું મહત્ત્વ ઓછું દર્શાવવા સમાન અને તેથી શાહીવાદી વલણનું પ્રતીક છે. બીજા લોકો આ અર્થઘટનનો વિરોધ કરે છે.

યુકે (UK) અને કોમનવેલ્થના ભાગોમાં તેને સામાન્ય રીતે “ભારતીય બળવો” તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ “મહાન ભારતીય બળવો”, “સિપાહી બળવો”, “સિપાહી વિપ્લવ”, “સિપાહી યુદ્ધ”, “મહાન વિપ્લવ”, “1857નો બળવો”, “જનક્રાંતિ”, “મુસ્લિમ બળવો” અને “1857નો વિપ્લવ” શબ્દ પણ ઉપયોગમાં લેવાય છે. તે સમયે યુકે (UK) અને અંગ્રેજ કોલોનીના પ્રેસમાં “ભારતીય વિદ્રોહ” તરીકે તેનો ઉલ્લેખ થતો હતો.

લાક્ષણિકતા અંગે ચર્ચા

મેરઠમાં પ્રથમ સિપાહી બળવાની શરૂઆત થઈ ત્યારથી 1957ના ભારતીય વિપ્લવના પ્રકાર અને અવકાશ વિશે વિરોધાભાસ પ્રવર્તે છે અને તેના પર દલીલો થાય છે. 1857માં હાઉસ ઓફ કોમન્સમાં પ્રવચન આપતા બેન્જામીન ડિઝરાયલીએ તેને ‘રાષ્ટ્રીય બળવા’નું બિરુદ આપ્યું હતું જ્યારે વડાપ્રધાન લોર્ડ પાલ્મર્સ્ટોનએ તેના કાર્યક્ષેત્રને અને મહત્ત્વને મર્યાદિત ગણાવવાનો પ્રયાસ કરીને તેને માત્ર ‘લશ્કરી બળવો’ ગણાવ્યો હતો. આ ચર્ચા પર વિચાર વ્યક્ત કરતા બળવાના પ્રારંભિક ઇતિહાસકાર ચાર્લ્સ બોલએ પોતાના ટાઇટલમાં બળવાની તરફેણ કરી હતી (બળવો અને સિપાહીના પુનર્જીવનનો ઉપયોગ) પરંતુ લખાણમાં તેને જનતા તરીકે મુક્તિ અને સ્વતંત્રતાનો સંઘર્ષ ગણાવ્યો હતો. ઇતિહાસકારોમાં એ વિશે મતભેદ પ્રવર્તે છે કે બળવાને યોગ્ય રીતે ભારતીય સ્વતંત્રતાનો સંગ્રામ ગણી શકાય કે નહીં, જોકે, ભારતમાં તેને સ્વતંત્રતાનું યુદ્ધ જ ગણવામાં આવે છે. તેની વિરૂદ્ધમાં દલીલો આ પ્રમાણે છેઃ

  • રાજકીય, સાંસ્કૃતિક અથવા વંશીય રીતે એક સંયુક્ત ભારતનું અસ્તિત્વ ન હતું.
  • મદ્રાસ આર્મી, બોમ્બે આર્મી અને શીખ રેજિમેન્ટના સૈનિકોની મદદથી બળવાને કચડી નાખવામાં આવ્યો હતો, ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 80 ટકા સૈનિકો ભારતીય હતા.
  • અંગ્રેજો સામે સંયુક્ત થવાના બદલે ઘણા સ્થાનિક શાસકો એક બીજા સામે લડતા હતા.
  • ઘણી બળવાખોર સિપાહી રેજિમેન્ટ વિખેરાઇ ગઇ હતી અને લડવાના બદલે સીધી ઘરે ગઇ હતી.
  • બધા બળવાખોરો મુઘલોના પુનઃઆગમનને સ્વીકારવા તૈયાર ન હતા.
  • બળવાખોરો પર દિલ્હીના બાદશાહનો સીધો વાસ્તવિક અંકુશ ન હતો.
  • બળવો મોટા ભાગે ઉત્તર અને મધ્ય ભારત પૂરતો મર્યાદિત હતો. બીજે જ્યાં બળવો થયો ત્યાં મર્યાદિત પ્રકારના કારણે તેની બહુ ઓછી અસર હતી.
  • ઘણા બળવા અંગ્રેજ શાસન ન હોય તેવી જગ્યાએ સ્થાનિક શાસકો સામે થયા હતા જે ઘણી વાર સ્થાનિક આંતરિક રાજકારણને આભારી હતા.
  • ઘર્મ, વંશ અને પ્રાદેશિક રેખાથી વિપ્લવ વહેંચાયેલો હતો.

ઉપર જણાવેલી દલીલોને યથાર્થતા સ્વીકારતી વખતે બીજી એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે વિપ્લવને ખરેખર ભારતીય સ્વતંત્રતાનું યુદ્ધ જ કહી શકાય. તેના માટે અપાતા કારણોઃ

  • બળવાખોરો વિવિધ હેતુ ધરાવતા હતા (જેમ કે સિપાહીઓમાં અસંતોષ, અંગ્રેજ તુમાખી, ખાલસા નીતિ વગેરે), છતાં મોટા ભાગના બળવાખોર સિપાહીઓ શક્ય બન્યું ત્યારે જૂના મુઘલ સામ્રાજ્યને જીવીત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા જે તેમાં હિંદુઓ માટેના રાષ્ટ્રીય પ્રતિકને પણ સૂચવે છે.
૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 
1857ના ભારતીય વિપ્લવમાં ભાગ લેનારા બે વ્યક્તિને ફાંસી. આલ્બ્યુમેન સિલ્વર પ્રિન્ટ ફેલિસ બીટો દ્વારા, 1858
  • અવધ, બુંદેલખંડ અને રોહિલખંડ જેવા ઘણા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં લોકપ્રિય બળવો થયો હતો. તેથી આ બળવો માત્ર લશ્કરી બળવા કરતા વિશેષ હતો અને એક કરતા વધુ ક્ષેત્રમાં ફેલાયેલો હતો.
  • સિપાહીઓએ પોતાના વિસ્તારોમાં નાના રજવાડાને જીવીત કરવા પ્રયાસ કર્યો ન હતો, તેના બદલે તેઓ મુઘલોના “દેશ વ્યાપી શાસન”નું એલાન કરતા હતા અને ‘ભારત’માંથી અંગ્રેજોને કાઢી નાખવાની જાહેરાત કરતા હતા. (સિપાહીઓએ સ્થાનિક રાજાઓની અવગણના કરી હતી અને જે શહેરોનો કબજો કરતા ત્યાં જાહેરાત કરતાઃ ખલ્ક ખુદા કી, મુલ્ક બાદશાહ કા, હુકમ સુબહદાર સિપાહી બહાદુર કા – એટલે કે લોકો ઇશ્વરના છે, દેશની માલિકી બાદશાહની છે અને સત્તા સિપાહી કમાન્ડન્ટની છે) માત્ર પોતાના વિસ્તારમાંથી નહીં, પરંતુ સમગ્ર “ભારત”માંથી “વિદેશીઓ”ને હાંકી કાઢવાનો ઉદ્દેશ રાષ્ટ્રવાદી લાગણી દર્શાવે છે.
  • અવધની બહારથી કેટલાક બળવાખોરોની ભરતી થઇ હોવા છતાં તે સામાન્ય હેતુ દર્શાવે છે.

150મી વર્ષગાંઠ

ભારત સરકારે વર્ષ 2007ને "ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ"ની 150મી વર્ષગાંઠ તરીકે ઉજવ્યું હતું. ભારતીય લેખકો દ્વારા કેટલાક પુસ્તકો લખવામાં આવ્યા હતા જે વર્ષગાંઠના વર્ષમાં રજૂ થયા હતા જેમાં અમરેશ મિશ્રા દ્વારા 1857ના બળવાનો એક વિવાદાસ્પદ ઇતિહાસ “વોર ઓફ સિવિલાઇઝેશન્સ” તથા અનુરાગ કુમારનું “રિકેલ્સીટ્રેન્સ” સામેલ છે જે ભારતીય લેખક દ્વારા 1857ની ઘટનાઓ પર અંગ્રેજીમાં લખવામાં આવેલી બહુ ઓછી નવલકથાઓ પૈકી એક છે.

2007માં નિવૃત્ત અંગ્રેજ સૈનિકો અને નાગરિકોએ, જેમાંથી કેટલાક યુદ્ધમાં માર્યા ગયેલા અંગ્રેજ સૈનિકોના વંશજો હતા, લખનૌની ફરતે ઘેરો ઘાલવાની જગ્યાની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હિંદુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીના ટેકા હેઠળ ભારતીય પ્રદર્શનકારીઓ હિંસા આચરશે તેવા ભયે અંગ્રેજ મુલાકાતીઓ સ્થળની મુલાકાત લઇ શક્યા ન હતા. આ વિરોધ પ્રદર્શન છતાં સર માર્ક હેવલોક પોલીસ વ્યવસ્થા વટાવીને પોતાના પૂર્વજ જનરલ હેનરી હેવલોકની કબર સુધી પહોંચવામાં સફળ થયા હતા.

નોંધ

પાઠ્ય પુસ્તકો અને શૈક્ષણિક મોનોગ્રાફ્સ

જર્નલો અને સંગ્રહોમાં લેખો

અન્ય ઇતિહાસો

  • ડેલરિમ્પલ, વિલિયમ. 2006. ધ લાસ્ટ મુઘલ . વાઇકિંગ પેંગ્વિન, 2006, ISBN 0-67099-925-3
  • David, Saul (2003), The Indian Mutiny: 1857, London: Penguin Books, Pp. 528, ISBN 0141005548 
  • મિશ્રા, અમરેશ. 2007. વોર ઓફ સિવિલાઇઝેશન્સ: ધ લોન્ગ રિવોલ્યુશન (ઇન્ડિયા ઇ.સ. 1857, 2 ભાગ.) , ISBN 9788129112828
  • વોર્ડ, એન્ડ્રૂ. અવર બોન્સ આર સ્કેટર્ડ. ન્યૂ યોર્ક: હોલ્ટ એન્ડ કંપની, 1996.

પ્રથમ વ્યક્તિના લેખ અને ક્લાસિક ઇતિહાસો

  • બાર્ટર, કેપ્ટન રિચાર્ડ ધ સીઝ ઓફ દિલ્હી .મ્યુટિની મેમરીઝ ઓફ એન ઓલ્ડ ઓફિસર , લંડન, ધ ફોલિયો સોસાયટી, 1984.
  • કેમ્પબેલ, સર કોલિન. નેરેટિવ ઓફ ધ ઇન્ડિયન રિવોલ્ટ. લંડન: જ્યોર્જ વિકર્સ, 1858.
  • કોલીયર, રિચાર્ડ. ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુટિની. ન્યૂ યોર્ક: ડ્યુટન, 1964.
  • ફોરેસ્ટ, જ્યોર્જ ડબલ્યુ. "એ હિસ્ટ્રી ઓફ ધ ઇન્ડિયન મ્યુટિની", વિલિયમ બ્લેકવૂડ એન્ડ સન્સ, લંડન, 1904. (4 ભાગ).
  • ફિચેટ, ડબલ્યુ. એચ., બી.એ. એલએલ. ડી., એ ટેલ ઓફ ધ ગ્રેટ મ્યુટિની , સ્મિથ, એલ્ડર એન્ડ કંપની, લંડન, 1911.
  • ઇંગ્લિસ, જુલિયા સેલિના, લેડી, 1833–1904, ધ સીઝ ઓફ લખનૌ: એ ડાયરી , લંડન: જેમ્સ આર. ઓસ્ગૂડ, મેકઇવૈઇન એન્ડ કંપની, 1892. એ સેલિબ્રેશન ઓફ વિમેન રાઇટર્સ ખાતે ઓનલાઇન.
  • ઇન્સ, લેફ્ટનન્ટ જનરલ મેકલીઓડ: ધ સિપાહી રિવોલ્ટ , એ. ડી. ઇન્સ એન્ડ કંપની, લંડન, 1897.
  • કાયે, જોહન વિલિયમ. એ હિસ્ટ્રી ઓફ ધ સિપાહી વોર ઇન ઇન્ડિયા (3 ભાગ). લંડન: ડબલ્યુ. એચ. એલેન એન્ડ કંપની, 1878.
  • કાયે, સર જોહન એન્ડ મોલેસન, જી.બી.: ધ ઇન્ડિયન મ્યુટિની ઓફ 1857 , રુપા એન્ડ કંપની, દિલ્હી, (પ્રથમ આવૃત્તિ 1890) પુનઃમુદ્રણ 2005.
  • Khan, Syed Ahmed (1859), Asbab-e Baghawat-e Hind, Translated as The Causes of the Indian Revolt, Allahabad, 1873 
  • મોલેસન, કર્નલ જી. બી. ધ ઇન્ડિયન મ્યુટિની ઓફ 1857. ન્યૂ યોર્ક: સ્ક્રિબનર એન્ડ સન્સ, 1891.
  • માર્ક્સ, કાર્લ અને ફ્રીડરીક ઇન્જેલ્સ. ધ ફર્સ્ટ ઇન્ડિયન વોર ઓફ ઇનડિપેન્ડન્સ 1857-1859. મોસ્કો: ફોરેન લેન્ગ્વેજીસ પબ્લિશિંગ હાઉસ, 1959.
  • પાંડે, સીતા રામ, ફ્રોમ સિપાહી ટુ સુબેદાર, બિઇંગ ધ લાઇફ એન્ડ એડવેન્ચર ઓફ સુબેદાર સીતા રામ, બેંગાલ નેટિવ આર્મીના મૂળ ઓફિસર, પોતાની જાતે લખાયેલું , ભાષાંતર. લેફ્ટનન્ટ કર્નલ નોર્ગેટ, (લાહોર: બેંગાલ સ્ટાફ કોર્પ્સ, 1873), આવૃત્તિ. જેમ્સ લન્ટ, (દિલ્હી: વિકાસ પબ્લિકેશન્સ, 1970).
  • રેઇકિસ, ચાર્લ્સ: નોટ્સ ઓન ધ રિવોલ્ટ ઇન ધ નોર્થ-વેસ્ટર્ન પ્રોવિન્સ ઓફ ઇન્ડિયા , લોન્ગમેન, લંડન, 1858.
  • રોબર્ટ્સ, ફીલ્ડ માર્શલ લોર્ડ, ફોર્ટી વન યર્સ ઇન ઇન્ડિયા , રિચાર્ડ બેન્ટલી, લંડન, 1897
  • Forty-one years in India at Project Gutenberg
  • રસેલ, વિલિયમ હોવર્ડ, માય ડાયરી ઇન ઇન્ડિયા ઇન ધ યર્સ 1858-9 , રૂટલેજ, લંડન, 1860, (2 ભાગ)
  • સેન, સુરેન્દ્ર નાથ, એઇટીન ફિફ્ટી સેવન , (મૌલાના અબ્દુલ કલામ આઝાદ દ્વારા પ્રસ્તાવના સાથે), ભારતીય માહિતી અને પ્રસારણ મંત્રાલય, દિલ્હી, 1957.
  • થોમસન, મોબ્રે (કેપ્ટન), "ધ સ્ટોરી ઓફ કાનપુર: ધ ઇન્ડિયન મ્યુટિની 1857", ડોનોવન, લંડન, 1859.
  • ટ્રેવેલ્યાન, સર જ્યોર્જ ઓટ્ટો, કાનપુર , ઇન્ડસ, દિલ્હી, (પ્રથમ આવૃત્તિ 1865), પુનઃમુદ્રણ 2002.
  • વિલ્બરફોર્સ, રેજિનાલ્ડ જી, એન અનરેકોર્ડેડ ચેપ્ટર ઓફ ધ ઇન્ડિયન મ્યુટિની, બીઇંગ ધ પર્સનલ રેમિનિસેન્સિસ ઓફ રેજિનાલ્ડ જી. વિલ્બરફોર્સ, લેટ 52મી ઇન્ફન્ટ્રી, કમ્પાઇલ્ડ ફ્રોમ અ ડાયરી એન્ડ લેટર્સ રિટન ઓન ધ સ્પોટ લંડન: જોહન મુરે 1884, ફેક્સિમિલી પુનઃમુદ્રણ: ગુડગાંવ: ધ એકેડેમિક પ્રેસ, 1976.

તૃતીય સૂત્રો

કાલ્પનિક અને વર્ણનાત્મક સાહિત્ય

  • કોનન ડોયલી, આર્થર "ધ સાઇન ઓફ ધ ફોર" શેરલોક હોલ્મ્સને દર્શાવતી નવલકથા, મૂળ લિપ્પિનકોટ્સ મન્થલી મેગેઝીન માં પ્રસિદ્ધ થઇ હતી. 1890. પુનઃમુદ્રણ
  • ફેરેલ, જે.જી. ધ સીઝ ઓફ કૃષ્ણપુર . ન્યૂ યોર્ક: કેરોલ એન્ડ ગ્રાફ, 1985 (મૂળ. 1973; બૂકર પુરસ્કાર વિજેતા).
  • ફેન, ક્લાઇવ રોબર્ટ. ફોર ધ ઓલ્ડ ફ્લેગ: એ ટેલ ઓફ ધ મ્યુટિની . લંડન: સેમ્પ્સન લો, 1899.
  • ફ્રેઝર, જ્યોર્જ મેકડોનાલ્ડ. ફ્લેશમેન ઇન ધ ગ્રેટ ગેમ . લંડન: બારી એન્ડ જેન્કિન્સ, 1975.
  • ગ્રાન્ટ, જેમ્સ. ફર્સ્ટ લવ એન્ડ લાસ્ટ લવ: એ ટેલ ઓફ ધ મ્યુટિની . ન્યૂ યોર્ક: જી. રૂટલેજ એન્ડ સન્સ, 1869.
  • કાયે, મેરી માર્ગારેટ. શેડો ઓફ ધ મૂન . ન્યૂ યોર્ક: સેન્ટ માર્ટિન્સ પ્રેસ, 1979.
  • કિલવર્થ, ગેરી ડગલાસ. બ્રધર્સ ઓફ ધ બ્લેડ : કોન્સ્ટેબલ એન્ડ રોબિનસન, 2004.
  • માસ્ટર્સ, જોહન. નાઇટરનર્સ ઓફ બેંગાલ . ન્યૂ યોર્ક: વાઇકિંગ પ્રેસ, 1951.
  • રેઇકિસ, વિલિયમ સ્ટીફન. 12 યર્સ ઓફ એ સોલ્જર્સ લાઇફ ઇન ઇન્ડિયા . બોસ્ટન: ટિકનર એન્ડ ફીલ્ડ્સ, 1860.
  • રોસેટી, ક્રિસ્ટિના જ્યોર્જીના. "ઇન ધ રાઉન્ડ ટાવર એટ ઝાંસી, જૂન 8, 1857." ગોબ્લિન માર્કેટ એન્ડ અધર પોએમ્સ. 1862.
  • અનુરાગ કુમાર. રિકેલ્સિટ્રાન્સ: લખનૌમાં 1857-58માં બનેલી ઘટનાઓને આધારિત નવલકથા . લખનૌ: એઆઇપી (AIP) બુક્સ, લખનૌ 2008.
  • સ્ટુઅર્ટ, વી.એ. ધ એલેક્ઝાન્ડર શેરિડન સિરીઝ: # 2: 1964. ધ સિપોય મ્યુટિની' ; # 3: 1974. મેસાકર એટ કાનપુર ; # 4: 1974. ધ કેનોન્સ ઓફ લખનૌ ; 1975. # 5: ધ હેરોઇક ગેરિસન . પુનઃમુદ્રણ 2003 મેકબુક્સ પ્રેસ દ્વારા. (નોંધ: # 1 - વિક્ટર્સ એન્ડ લોર્ડ્સ ડીલ્સ વિથ ધ ક્રિમીયન વોર.)

બાહ્ય કડીઓ

Tags:

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું વિસ્તરણ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ બળવાના કારણો૧૮૫૭ની ભારતીય ક્રાંતિ બળવાનો પ્રારંભ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ ટેકો અને વિરોધ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ બળવો૧૮૫૭ની ભારતીય ક્રાંતિ પરિણામો૧૮૫૭ની ભારતીય ક્રાંતિ નામકરણ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ લાક્ષણિકતા અંગે ચર્ચા૧૮૫૭ની ભારતીય ક્રાંતિ 150મી વર્ષગાંઠ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ નોંધ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ સંદર્ભો૧૮૫૭ની ભારતીય ક્રાંતિ બાહ્ય કડીઓ૧૮૫૭ની ભારતીય ક્રાંતિમે ૧૦મેરઠ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તબલાકેરીપૃથ્વી દિવસડેન્ગ્યુવિનોબા ભાવેગુજરાતી ભોજનઓઝોન અવક્ષયસ્નેહલતામાઉન્ટ આબુજૈન ધર્મકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનરામદેવપીરઅશ્વત્થામાઅસહયોગ આંદોલનમુસલમાનવસ્તી-વિષયક માહિતીઓગુજરાતના જિલ્લાઓપાણીનું પ્રદૂષણભારતીય તત્વજ્ઞાનભારતીય સંસદઆવર્ત કોષ્ટકમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)અજંતાની ગુફાઓલક્ષદ્વીપભારતનાં વિશ્વ ધરોહર સ્થળોદેવચકલીગોળમેજી પરિષદભાથિજીબજરંગદાસબાપારામનારાયણ પાઠકમહેન્દ્ર સિંઘ ધોનીગોપાળાનંદ સ્વામીવેદભાવનગર જિલ્લોસરસ્વતીચંદ્રચીનમકર રાશિસોલંકી વંશભગવદ્ગોમંડલગામસ્વામિનારાયણ સંપ્રદાયમલેરિયાતરબૂચસુકો મેવોશુક્ર (ગ્રહ)કોમ્પ્યુટર વાયરસસૂર્યમંદિર, મોઢેરાવૈશ્વિક આબોહવા પરિવર્તનમેષ રાશીરાજેન્દ્ર શાહગુજરાતી અંકસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીમુનમુન દત્તામુઘલ સામ્રાજ્યબિન્દુસારકારડીયાબારોટ (જ્ઞાતિ)વિકિમીડિયા ફાઉન્ડેશનગિરનારઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનપ્રજાસત્તાક દિન (ભારત)ઈન્દિરા ગાંધીગેની ઠાકોરજય શ્રી રામઅમદાવાદ રેલ્વે સ્ટેશનસિંહાકૃતિ૨૦૦૧ ગુજરાત ધરતીકંપઆસનSay it in Gujaratiહાફુસ (કેરી)ક્રિકેટનું મેદાનબ્રહ્માંડલોહીતાલુકા મામલતદારજલિયાંવાલા બાગ હત્યાકાંડસાતપુડા પર્વતમાળા🡆 More