રાણી લક્ષ્મીબાઈ: રાની લક્ષ્મીબાઈ ઈન હિન્દી

રાણી લક્ષ્મીબાઈ (૧૯ નવેમ્બર ૧૮૨૮ - ૧૮ જૂન ૧૮૫૮) ઝાંસી રાજ્યની રાણી હતા.

તેઓ સનઃ ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા.

રાણી લક્ષ્મીબાઈ
રાણી લક્ષ્મીબાઈ: જીવન, અંગ્રેજ રાજનીતિ, ઝાંસીનું યુદ્ધ
જન્મ૧૯ નવેમ્બર ૧૮૨૮, c. ૧૯ નવેમ્બર ૧૮૩૫  Edit this on Wikidata
વારાણસી Edit this on Wikidata
મૃત્યુ૧૮ જૂન ૧૮૫૮, ૧૭ જૂન ૧૮૫૮ Edit this on Wikidata
ગ્વાલિયર Edit this on Wikidata
વ્યવસાયચળવળકાર Edit this on Wikidata
જીવન સાથીગંગાધર રાવ Edit this on Wikidata
શિર્ષકોRaja Edit this on Wikidata

જીવન

તેમનો જન્મ કાશી (વારાણસી)માં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું. તેમનું નાનપણનું નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતા નું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષ ની હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું. તેમનું પાલન પિતાએ કર્યું હતું. મનુ ને નાનપણમાં શાસ્ત્રોની શિક્ષા ની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી. તેમનો વિવાહ સન ૧૮૪૨માં ઝાંસી ના રાજા ગંગાધર રાવ નિવાલકર ની સાથે થયો, અને તે રીતે તેઓ ઝાંસીની રાણી બન્યાં. વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. સન ૧૮૫૧ માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું. સન ૧૮૫૩માં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું.

અંગ્રેજ રાજનીતિ

લોર્ડ ડેલહાઉસી ની રાજ્ય હડપવાની નીતિ - ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ - જે એ સમયે બાલક હતા - ને ઝાંસી રાજ્ય નો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો, તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગ ની સલાહ લીધી અને લંડનની અદાલતમાં મુકદમો દાખલ કર્યો. મુકદમામાં ખૂબજ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો. અંગ્રેજી અધિકારીઓ એ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો અને તેમના પતિ ના ઋણને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ. આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લાને છોડી ને ઝાંસીના રાણી મહેલમાં રહેવા જવું પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ કોઇ પણ કિંમત પર ઝાંસી રાજ્યની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો.

ઝાંસીનું યુદ્ધ

રાણી લક્ષ્મીબાઈ: જીવન, અંગ્રેજ રાજનીતિ, ઝાંસીનું યુદ્ધ 
લક્ષ્મીબાઈ

ઝાંસી ૧૮૫૭ના વિપ્લવનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતુ, જ્યાં હિંસા ફાટી નીકળી હતી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસી ની સુરક્ષાને સુદૃઢ કરવાનું શરૂ કરી દીધુ અને એક સ્વયંસેવક સેનાને સંગઠન કરવાનું પ્રારંભ કર્યુ. આ સેનામાં મહિલાઓની ભરતી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ. સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો.

૧૮૫૭ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડોસી રાજ્યો ઓરછા તથા દતિયાના રાજાઓએ ઝાંસી ઉપર આક્રમણ કર્યુ. રાણીએ સફળતા પૂર્વક તેમને હરાવ્યા. ૧૮૫૮ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેનાએ ઝાંસી તરફ આગળ વધવાનું ચાલું કર્યુ અને માર્ચ મહીનામાં શહેરને ઘેરી લીધુ. બે અઠવાડીયાની લડાઈ પછી અંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી લીધો. પરંતુ રાણી, દામોદર રાવની સાથે અંગ્રેજોથી બચીને ભાગી જવામાં સફળ થઇ. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી.

ટેલિવીઝનમાં

  • ઝાંસી કી રાની (ઝી ટીવી) એક ધારાવાહિક

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

રાણી લક્ષ્મીબાઈ જીવનરાણી લક્ષ્મીબાઈ અંગ્રેજ રાજનીતિરાણી લક્ષ્મીબાઈ ઝાંસીનું યુદ્ધરાણી લક્ષ્મીબાઈ ટેલિવીઝનમાંરાણી લક્ષ્મીબાઈ સંદર્ભરાણી લક્ષ્મીબાઈ બાહ્ય કડીઓરાણી લક્ષ્મીબાઈ૧૮૫૭નો ભારતીય વિપ્લવ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સિંહ રાશીકેનેડાસતાધારમરાઠા સામ્રાજ્યવરૂણદુલા કાગગુજરાતી લિપિપિત્તાશયસીદીસૈયદની જાળીવિક્રમ સારાભાઈપ્રેમાનંદજસતસોમનાથમહાત્મા ગાંધીસુનીતા વિલિયમ્સસપ્તર્ષિનરસિંહ મહેતાવાકછટાઅરડૂસીએકી સંખ્યાનવરોઝપંચમહાલ જિલ્લોવેણીભાઈ પુરોહિતવશભુજધરતીકંપબહુચરાજીમહાત્મા ગાંધીનું કુટુંબભગત સિંહભારતીય રેલકુંવારપાઠુંવાતાવરણહિંદુદાદુદાન ગઢવીહડકવાદ્વારકાભાભર (બનાસકાંઠા)અવકાશ સંશોધનસાઇરામ દવેદેવાયત બોદરચરક સંહિતાઇન્સ્ટાગ્રામધૃતરાષ્ટ્રઐશ્વર્યા રાયભારતમાં આવક વેરોભારતના રાજ્ય વૃક્ષોની યાદીગોળ ગધેડાનો મેળોમુહમ્મદઉત્તરાખંડરાજસ્થાનઅજંતાની ગુફાઓકબજિયાતસામવેદહિંદી ભાષાગુજરાતી સિનેમાસાબરમતી નદીજસ્ટિન બીબરરવિન્દ્ર જાડેજાડોલ્ફિનરુદ્રમહાલય (સિદ્ધપુર)ભારતીય રિઝર્વ બેંકમુંબઈબાવળબનાસ ડેરીહરડેપ્રહલાદમિનેપોલિસદાર્જિલિંગવાંસળીગુજરાતી ભાષાગર્ભાવસ્થાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોકમ્પ્યુટર નેટવર્કખોડિયારગુજરાત સલ્તનતરબારીખરીફ પાક🡆 More