હિંદી ભાષા: દેવનાગરી લીપીમાં લખાતી ભાષા

હિંદી (દેવનાગરી: हिन्दी, IASTHindī) એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે તેમજ દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રવ્યાપી ભાષા છે.

હિંદી શબ્દનો ઉદ્ભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિંદ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિંદી અને ઉર્દૂ ભગિની ભાષાઓ કહેવાય છે, કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે.

હિંદી, હિન્દી
हिन्दी
Hindī
હિંદી ભાષા: હિંદી ભાષાની બોલીઓ, સમૂહ, ઇતિહાસ ક્રમ
The word "Hindi" in Devanagari script
ઉચ્ચારણહિંદી pronunciation: [ˈɦin̪d̪iː]
મૂળ ભાષાઉત્તર ભારત
સ્થાનિક વક્તાઓ

દ્વિતીય ભાષા તરીકે બોલનારા: ૧૨ કરોડ (૧૯૯૯)
ભાષા કુળ
ઈન્ડો-યુરોપિયન
પ્રારંભિક સ્વરૂપો
સૌરસેની પ્રાકૃત
  • સૌરસેની અપભ્રંશ
    • જૂની હિંદી
લિપિ
દેવનાગરી
દેવનાગરી બ્રેઈલ
સાંકેતિક સ્વરૂપો
સંકેતાત્મક હિંદી (બહેરા-મુંગા લોકો માટે)
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા

હિંદી ભાષા: હિંદી ભાષાની બોલીઓ, સમૂહ, ઇતિહાસ ક્રમ Fiji (as Fiji Hindi)
અધિકૃત લઘુમતી
ભાષા વિસ્તાર
હિંદી ભાષા: હિંદી ભાષાની બોલીઓ, સમૂહ, ઇતિહાસ ક્રમ Guyana
(as Guyanese Hindustani)
હિંદી ભાષા: હિંદી ભાષાની બોલીઓ, સમૂહ, ઇતિહાસ ક્રમ Mauritius
હિંદી ભાષા: હિંદી ભાષાની બોલીઓ, સમૂહ, ઇતિહાસ ક્રમ Suriname
(as Sarnami Hindoestani)
હિંદી ભાષા: હિંદી ભાષાની બોલીઓ, સમૂહ, ઇતિહાસ ક્રમ Trinidad and Tobago
(as Trinidadian Hindustani)
Regulated byCentral Hindi Directorate
ભાષા સંજ્ઞાઓ
ISO 639-1hi
ISO 639-2hin
ISO 639-3hin
ભાષાનિષ્ણાતોની યાદી
hin-hin
ગ્લોટ્ટોલોગhind1269
Linguasphere59-AAF-qf
હિંદી ભાષા: હિંદી ભાષાની બોલીઓ, સમૂહ, ઇતિહાસ ક્રમ
બધી ઈન્ડો-આર્યન ભાષાઓ (ઘેરા ભુખરા રંગમાં)ની સાપેક્ષ હિન્દુસ્તાની (ખડી બોલી/કૌરવી) સ્થાનિક ભાષા હોય તેવા વિસ્તાર (લાલ રંગમાં).
હિંદી ભાષા: હિંદી ભાષાની બોલીઓ, સમૂહ, ઇતિહાસ ક્રમ
વારાણસી શહેરના બજારમાં હિંદીમાં લખેલ જાહેરાતો

હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. ૨૬ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે હિંદીને ભારતની રાષ્ટ્ર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો.

ચીની ભાષા પછી હિંદી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે.ભારત અને વિદેશમાં થઇને કુલ ૬૦ કરોડથી વધુ લોકો હિંદી બોલે છે, વાંચે છે અથવા લખે છે. ફિજી, મોરિશયસ, ગુયાના, સુરીનામ અને નેપાલની મોટાભાગની પ્રજા હિંદી બોલે છે (જો કે તે હિંદી ભારતમાં બોલાતી હિંદી કરતાં જુદી છે).

હિંદી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર મોટા પ્રમાણમાં સંસ્કૃતના શબ્દોનો પ્રયોગ કરવામા આવે છે. ઉર્દૂ નસ્તાલિકમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર તેના પર ફારસી અને અરબી ભાષાની અસર વધારે છે. વ્યાકરણિકરૂપે ઉર્દૂ અને હિન્દીમાં લગભગ સો ટકા સમાનતા છે.

હિંદી ભાષાની બોલીઓ

હિંદી ભાષા: હિંદી ભાષાની બોલીઓ, સમૂહ, ઇતિહાસ ક્રમ 
હિન્દી ક્ષેત્ર

હિંદી ભાષાની બોલીઓમાં મુખ્ય બોલીઓ નીચે મુજબ છે:

અવધી ભાષા, વ્રજ ભાષા, કનૌજી ભાષા, બુંદેલી ભાષા, બઘેલી ભાષા, ભોજપુરી ભાષા, હરીયાણવી ભાષા, રાજસ્થાની ભાષા, છત્તીસગઢી ભાષા, માળવી ભાષા, મૈથિલી ભાષા, વજ્જિકા ભાષા, મગહી ભાષા, ઝારખંડી ભાષા, કુમાઉની ભાષા વગેરે.

સમૂહ

હિંદી ઇન્ડો-યુરોપીયન ભાષાના સમૂહમાં આવે છે. ઇન્ડો-ઇરાનીયન શાખાની ઇન્ડો-આર્યન ઉપશાખામાં તેને વર્ગીકૃત કરવામાં આવે છે. સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી ભાષાઓ ઇન્ડો-આર્યન ગણવામાં આવે છે. ઉર્દૂ, કશ્મીરી, બંગાળી, ઉડિયા, પંજાબી, રોમાની, મરાઠી જેવી ભાષાઓ ઇન્ડો-આર્યન ભાષાઓ છે.

ઇતિહાસ ક્રમ

  • ૭૫૦ બી. સી. (ઈ.સ. પૂર્વ)- સંસ્કૃત ભાષાનો વૈદિક સંસ્કૃત પછી ક્રમબદ્ધ વિકાસ.
  • ૫૦૦ બી. સી. - બૌદ્ધ તથા જૈન પ્રાકૃત ભાષા નો વિકાસ (પૂર્વ ભારત).
  • ૪૦૦ બી. સી. - પાણિનીએ સંસ્કૃત વ્યાકરણ લખ્યું (પશ્ચિમ ભારત).
    સંસ્કૃતનો વિકાસ
  • ૩૨૨ બી. સી. - મૌર્યોં દ્વારા બ્રાહ્મી લિપિનો વિકાસ
  • ૨૫૦ બી. સી. - આદિ સંસ્કૃતનો વિકાસ
  • ૩૨૦ એ. ડી. (ઈસવી)- ગુપ્ત અથવા સિદ્ધ માત્રિકા લિપિનો વિકાસ.
    અપભ્રંશ તથા આદિ હિંદી નો વિકાસ
  • ૪૦૦ - કાલીદાસે "વિક્રમોર્વશીયમ્" અપભ્રંશમાં લખી.
  • ૫૫૦ - વલ્લભીના દર્શનમાં અપભ્રંશનો પ્રયોગ.
  • ૭૬૯ - સિદ્ધ સારહપદે (જેને હિન્દીના પહેલા કવિ માનવામાં આવે છેં) "દોહાકોશ" લખી.
  • ૭૭૯ - ઉદયોતન સુરીની "કુવલયમલ"માં અપભ્રંશનો પ્રયોગ
  • ૮૦૦ - સંસ્કૃતમાં ઘણી રચનાઓ લખવામાં આવી
  • ૯૯૩ - દેવસેનની "શવકચર" (કદાચ હિન્દીનું પહેલું પુસ્તક)
  • ૧૧૦૦ - આધુનિક દેવનાગરી લિપિનો પહેલું સ્વરૂપ
  • ૧૧૪૫-૧૨૨૯ - હેમચન્દ્રે અપભ્રંશ વ્યાકરણની રચના કરી
    અપભ્રંશનો અસ્ત તથા આધુનિક હિંદીનો વિકાસ
  • ૧૨૮૩ - આમિર ખ઼ુસરોની "પહેલી" તથા "મુકરિસ" માં "હિન્દવી" શવ્દ નો સર્વપ્રથમ ઉપયોગ
  • ૧૩૭૦ - "હંસવાલી" દ્વારા પ્રેમ કથાઓં ની શુરુઆત
  • ૧૩૯૮-૧૫૧૮ - કબીરની રચનાઓ
  • ૧૪૦૦-૧૪૭૯ - અપભ્રંશના છેલ્લા મહાન કવિ રઘુ
  • ૧૪૫૦ - રામાનન્દની સાથે "સગુણ ભક્તી"ની શુરુઆત
  • ૧૫૮૦ - "કાલમિતુલ હાકાયત્" બુર્હનુદ્દિન જનમ દ્વારા
  • ૧૫૮૫ - નવલદાસે "ભક્તામલ" લખી.
  • ૧૬૦૧ - બનારસીદાસે ને હિન્દીની પહેલી આત્મકથા "અર્ધ કથાનક્" લખી.
  • ૧૬૦૪ - ગુરુ અર્જુન દેવે ઘણા કવિઓંની રચનાઓંનું સંકલન "આદિ ગ્રન્થ" બહાર પાડયું
  • ૧૫૩૨ -૧૬૨૩ તુલસીદાસે "રામચરિત માનસ" ની રચના કરી.
  • ૧૬૨૩ - જાટમલે "ગોરા બાદલ કી કથા" લખી.
  • ૧૬૪૩ - રામચન્દ્ર શુક્લાએ "રીતિ" થી કાવ્યની શરૂઆત કરી
  • ૧૬૪૫ - ઉર્દૂની શરૂઆત.
    આધુનિક હિંદી
  • ૧૭૯૬ - દેવનાગરી રચનાની શરૂઆતની છાપણી
  • ૧૮૨૬ - "ઉદન્ત માર્તણ્ડ" હિંદીનું પહેલુ સાપ્તાહિક
  • ૧૮૩૭ - ઓમ્ જય જગદીશ" ના રચયિતા પુલ્લોરીનો જન્મ
  • ૧૯૫૦ - હિંદી ભારતની રાજભાષાના રૂપમાં સ્થાપિત
  • ૨૦૦૦- - આધુનિક હિંદીનો આંતર્રાષ્ટ્રીય વિકાસ

સંદર્ભ

Tags:

હિંદી ભાષા ની બોલીઓહિંદી ભાષા સમૂહહિંદી ભાષા ઇતિહાસ ક્રમહિંદી ભાષા સંદર્ભહિંદી ભાષાhi:wikt:सिंधुwikt:हिन्दीઉર્દૂ ભાષાદેવનાગરીફારસીભારતભારતનું બંધારણસંસ્કૃત ભાષાહિંદુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સીતાપ્લેટોકોણાર્ક સૂર્ય મંદિરઘોડોભરવાડમિઝોરમબ્રાઝિલજામ રાવલવ્યાસતત્વમસિમળેલા જીવઆઇઝેક ન્યૂટનભારતીય અર્થતંત્રગુજરાત મેટ્રોહમીરજી ગોહિલબાવળનાગેશ્વરગુજરાતી લિપિલેઉવા પટેલસ્વામિનારાયણ મંદિર, અમદાવાદચામુંડાકેન્દ્રશાસિત પ્રદેશઉંબરો (વૃક્ષ)સંજુ વાળાઑસ્ટ્રેલિયાકચ્છનો ઇતિહાસવાઘરીસાપઇન્સ્ટાગ્રામસમાનતાની મૂર્તિમદનલાલ ધિંગરાસ્નેહલતાભારતીય સંસદગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ગુજરાત વડી અદાલતભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલગામઅંજીરટાઇફોઇડચિત્તોડગઢછત્તીસગઢહોલોજાડેજા વંશશૂર્પણખાઔદ્યોગિક ક્રાંતિભારતીય રૂપિયા ચિહ્નક્રોમાપ્રથમ વિશ્વ યુદ્ધવિરાટ કોહલીગુજરાતી સાહિત્યકારોની યાદીએપ્રિલ ૧૯જાહેરાતબૌદ્ધ ધર્મક્ષત્રિયજૈન ધર્મસામાજિક સમસ્યાગુજરાતી ભાષાગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ખલીલ ધનતેજવીમહુડોજય જિનેન્દ્રસામાજિક પરિવર્તનફણસઔદિચ્ય બ્રાહ્મણરવિશંકર રાવળકુંવારપાઠુંસોલંકી વંશઆંધ્ર પ્રદેશશક સંવતઅંકલેશ્વરમાધ્યમિક શાળાપ્રાણીભારતીય સ્વતંત્રતા ચળવળભારતના રાષ્ટ્રપતિઓની યાદીજોગીદાસ ખુમાણમોર🡆 More