સીદીસૈયદની જાળી

સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દીવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે.

આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ ૪ જાળીઓ છે.

સીદીસૈયદની જાળી
સીદી સૈયદની જાળી
સીદીસૈયદની જાળી
સીદી સૈયદની મસ્જીદ

બાંધકામ

રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે, પણ ઈ.સ.૧૫૭૨-૭૩માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે, પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાંધવામાં આવ્યા છે. સીદી સૈયદે તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યો તે બાબત પણ વધુ સંશોધન માગી લે તેમ છે, કારણ કે જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન છે. જેના કારણે એક જ જાળીમાં ચિત્રકામ, નકશીકામ સુથાર અને કડિયાકામ બન્યું હોય તેવો વિરલ સંગમ છે. સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે રહી છે. આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊંચાઈ સાત ફૂટ છે.

ઇતિહાસ

આ જાળી સીદી સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલ્તાન શામ-ઉદ-દિન મુઝ્ફફર ખાન ત્રીજાના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે બનાવી હતી. તેનું બાંધકામ ઇ.સ. ૧૫૭૨-૭૩માં સલ્તનતના આખરી વર્ષોમાં થયું હતું.

સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી ફકત કંઈક બેનમૂન મસ્જિદ બનાવવી તેવી ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું પરંતુ, જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેને વાંકું પડતાં સીદી સઈદનાં ગામો પાછાં લઈ લેવાયાં હતાં. તે જ સમયે અકબરે ગુજરાત જીતી લેતાં સીદી સઈદની આવક બંધ થઈ જતાં તે મસ્જિદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં. તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવ્યા છે. સીદી સઈદનું અવસાન થતાં તેને તેણે જ બનાવડાવેલી આ મસ્જિદમાં દફનાવાયો હતો.

ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક અતીતના આયનામાં અમદાવાદમાં નોંધ કરતાં લખે છે કે, ‘ગુજરાતમાં આ હબસીઓ(સીદી) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ ત્રીજાના સમયમાં સીદીઓ શકિતશાળી બન્યા તે સમયે જહૂજાર ખાન નામનો શકિતશાળી સરદાર હતો, જેને પાછળથી મોગલ રાજા અકબરે એક હત્યા બદલ હાથી નીચે ચગદાવી નાખ્યો હતો. આ સરદારના મિત્ર સીદી સઈદને તેની વફાદારીના કારણે કેટલાક ગામ અપાયાં હતાં.

સીદી સૈયદ તે ગામની આવકનો ઉપયોગ કેટલાંક સદ્કાર્યોમાં કરતાં તે તેના નામે જ પ્રચલિત બની.

વર્ષ ૧૯૦૦માં લોર્ડ કર્ઝને સીદી સૈયદની જાળીની મુલાકાત લઈને તેને સરકારી કચેરીમાં રૂપાંતર થતાં બચાવી હતી.

લોકપ્રિયતા

અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે.

છબીઓ

સંદર્ભો

Tags:

સીદીસૈયદની જાળી બાંધકામસીદીસૈયદની જાળી ઇતિહાસસીદીસૈયદની જાળી લોકપ્રિયતાસીદીસૈયદની જાળી છબીઓસીદીસૈયદની જાળી સંદર્ભોસીદીસૈયદની જાળીઅમદાવાદલાલ દરવાજા, અમદાવાદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સૌરાષ્ટ્રઉદ્યોગ સાહસિકતાસિકંદરમલ્લિકાર્જુનપાણીનું પ્રદૂષણકલમ ૩૭૭ (ભારતીય દંડ સંહિતા)ડોંગરેજી મહારાજદલપતરામઈરાનપોલિયોરાશીઘર ચકલીસમાજશાસ્ત્રબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થામિથુન રાશીજલિયાંવાલા બાગ હત્યાકાંડમહાવીર સ્વામીવાયુનું પ્રદૂષણદિપડોવેદઉપનિષદસંક્ષિપ્ત શબ્દપાંડુરંગ શાસ્ત્રી આઠવલેક્રોમાગૌતમ અદાણીસરદાર સરોવર બંધરવિશંકર રાવળવડોદરા રાજ્યપાવાગઢસૂર્યમંડળજંડ હનુમાનભારતીય સંસદદાહોદગુજરાતની વસતીગણતરી ૨૦૧૧અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનકળિયુગખેડા સત્યાગ્રહસાબરકાંઠા જિલ્લોરા' નવઘણસોડિયમભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસહરદ્વારસ્વસ્તિકકલમ ૧૪૪સંસ્કૃત ભાષાગળતેશ્વર મંદિરલગ્નસ્વામિનારાયણ મંદિર, અમદાવાદવીમોચુનીલાલ મડિયામહારાષ્ટ્રશ્રીમદ્ ભગવદ્ ગીતાઅયોધ્યા૦ (શૂન્ય)યોગ (મનોશારીરીક જીવનશૈલી)દમણરશિયાહમ્પીખેતીદ્વારકાસતાધારછાશગુજરાતી અંકજાડેજા વંશદિલ્હીવિશ્વની અજાયબીઓચોરસહિંદુઉપદંશએકી સંખ્યાકૃષ્ણકુમારસિંહ ગોહીલગુજરાતના લોકસભા મતવિસ્તારોકામદા એકાદશીએપ્રિલ ૧૮કુદરત🡆 More