ચકાસણીયોગ્યતા

વિકિપીડિયામાં, ચકાસણીયોગ્યતા એટલે જ્ઞાનકોશ વાંંચતા અને સંપાદન કરતા લોકો એ ચકાસી શકવા જોઈએ કે અપાયેલી માહિતી વિશ્વાસપાત્ર સ્રોત દ્વારા આવેલી છે.

વિકિપીડિયા પ્રારંભિક સંશોધનો પ્રગટ કરતું નથી. તેમાં રહેલી વિગતો અગાઉ ક્યાંક ને ક્યાંક પ્રસિદ્ધ થઈ ચૂકેલી માહિતીઓ દ્વારા ખાત્રી કરાયેલી હોય છે, નહિ કે સંપાદકોની માન્યતાઓ કે અનુભવો દ્વારા. એટલે સુધી કે, તમને ચોક્કસ ખાત્રી હોય કે ફલાણી વિગત સાચી છે તો પણ એને ઉમેરતા પહેલાં તેની ખાત્રી કરી શકાય એવો સંદર્ભ આપવો જરૂરી છે. જ્યારે વિશ્વાસપાત્ર સ્રોતો વચ્ચે અસહમતિ હોય ત્યારે દરેક સ્રોત શું જણાવે છે એ લખો અને દરેક સમતોલનપૂર્વક લખો, અને નિષ્પક્ષ દૃષ્ટિકોણ અપનાવો.

વિકિપીડિયાના મુખ્યસ્થળ પરની તમામ વિગતો, એટલે કે લેખો, યાદીઓ અને મથાળાઓ કે શીર્ષકો ચકાસણીપાત્ર હોવા જોઈએ. દરેક અવતરણો અને કોઈપણ વિગતો જે પડકારાયેલી કે પડકારી શકાય તેવી હોય તેના સંદર્ભ તરીકે વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ થયેલો સુસંગત સ્રોત અપાયેલો હોવો જોઈએ જે એ વિગતોને ટેકો આપતો હોય. કોઈ પણ વિગત જેને માટે સંદર્ભ જરૂરી હોય પણ અપાયો ન હોય તે હટાવવામાં આવશે. કૃપયા જીવંત વ્યક્તિત્વ વિષયક અસંદર્ભ તકરારી (વાંધાવચકા થઈ શકે તેવી) વિગતો તુરંત હટાવો.

સંદર્ભ કેવી રીતે આપવા/લખવા એ જાણવા માટે જુઓ : વિકિપીડિયા:સંદર્ભો ટાંકવા (Wiki: Citing sources). ચકાસણીયોગ્યતા, પ્રારંભિક સંશોધનો નહીં અને નિષ્પક્ષ દૃષ્ટિકોણ એ ત્રણે વિકિપીડિયાની મુખ્ય નીતિઓ છે. અપાયેલી માહિતીની ચોકસાઈપૂર્વક ખાતરી કરવા માટે એ ત્રણે સાથે મળીને કાર્ય કરે છે. આથી સંપાદકે (વિકિ પર લખનારે) એ ત્રણે નીતિઓના મુખ્ય મુદ્દાઓને વ્યવસ્થિત રીતે સમજી લેવા જોઈએ. તે ઉપરાંત દરેક લેખ પ્રકાશનાધિકાર નીતિનું પણ પાલન કરતો હોવો જોઈએ.

પુરાવાનો ભાર

દરેક અવતરણો અને કોઈપણ વિગતો જે પડકારાયેલી કે પડકારી શકાય તેવી હોય તેના સંદર્ભ તરીકે વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ થયેલો સુસંગત સ્રોત અપાયેલો હોવો જોઈએ. સ્રોતનો સ્પષ્ટપણે અને ચોક્કસપણે (પાનું, પેટાવિભાગ, અથવા યોગ્ય બંધબેસતા વિભાગો એમ સ્પષ્ટતયા) સંદર્ભ ટાંકો. સંદર્ભ સ્પષ્ટપણે લેખમાં અપાયેલી વિગતોને ટેકો આપતો હોવો જોઈએ.

કોઈપણ વિગત જે સીધી રીતે વિશ્વાસપાત્ર સ્રોતનો સંદર્ભ ધરાવતી ન હોય, હટાવી શકાય છે. જો કે ક્યારે અને કેટલી ઝડપથી એ વિગત અને સંપૂર્ણ લેખની સમગ્રતયા સ્થિતિ પર આધારીત છે. સંપાદકોએ એવી વિગતોને તુરંત હટાવવાને બદલે {{સંદર્ભ આપો}} ટેગ લગાડીને યોગ્ય સંદર્ભ મેળવવા માટે વચગાળાનો સમય આપવા વિશે વિચારવું. જ્યારે પણ અસંદર્ભ વિગતોને ટેગ લગાવો અથવા હટાવો ત્યારે કૃપયા એ બાબત ચકાસીને ખાત્રી કરો કે એ વિગતનાં સંદર્ભ માટે વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ સ્રોત ઉપલબ્ધ નથી અને તેથી એ વિગત ચકાસણીયોગ્યતા ધરાવતી નથી. જો તમે જાણતા/માનતા હોય કે આ વિગતો ચકાસણીયોગ્ય, ચકાસી શકાય તેમ, છે તો તેને ટેગ લગાવતા કે હટાવવાનું વિચારવા કરતાં જાતે જ એ માટેનો યોગ્ય સંદર્ભ શોધી અને ત્યાં લખો.

જીવંત વ્યક્તિઓ કે જૂથો વિષયક લેખમાં તેમની માનહાની થઈ શકે તેવી અસંદર્ભ કે અપૂરતા સંદર્ભયુક્ત વિગતો કદાપી રહેવા દો નહીં, કે ન તે મુદ્દાને ચર્ચાના પાને ફેરવો. "તુરંત હટાવો.". સાથે જીવંત વ્યક્તિઓનું જીવન ચરિત્ર નીતિ વિશે પણ જાગૃત રહો.

ક્યારેક સંપાદકો જે તે વિગત કે માહિતી ચકાસણીપાત્ર હોવા વિશે અસહમત હોય છે. પુરાવો આપવાનો ભાર, સાબિત કરવાની જવાબદારી, વિગતો લખનાર સંપાદકને માથે હોય છે, અને એ યોગ્ય સંદર્ભ આપવાથી પૂર્ણ થાય છે.

વિશ્વાસપાત્ર સ્રોતો

વિશ્વાસપાત્ર સ્રોત કોને ગણવા

વિકિપીડિયા પર શબ્દ "સ્રોત"નાં ત્રણ અર્થ છે:

  1. રચનાનો પ્રકાર (દસ્તાવેજ, લેખ, અથવા પુસ્તક એ એનાં કેટલાક ઉદાહરણ છે)
  2. રચનાકાર (દા.ત. લેખક)
  3. પ્રકાશક, પ્રસિદ્ધકર્તા (દા.ત.ઓક્સફર્ડ યુનિવર્સિટિ પ્રેસ)

ત્રણે વિશ્વાસપાત્રતાને અસરકર્તા છે.

લેખોનો પાયો વિશ્વાસપાત્ર, ત્રાહિત, સત્યતા-ચકાસણી અને ચોક્કસાઈ માટે આદરપાત્ર ગણાતા પ્રસિદ્ધ સ્રોતો પર હોય છે. સ્રોતરૂપ માહિતી પ્રસિદ્ધ થયેલી હોવી જ જોઈએ, જેની અમારી વ્યાખ્યા એ છે કે એ "કોઈને કોઈ સ્વરૂપમાં સૌને માટે ઉપલબ્ધ" હોવી જોઈએ. અપ્રસિદ્ધ કે અપ્રકાશિત સામગ્રી વિશ્વાસપાત્ર તરીકે ગણતરીમાં લેવાશે નહિ. એવા સ્રોતનો ઉપયોગ કરો જે લેખમાં દર્શાવાયેલી વિગતોને અને દાવાઓને ટેકો આપતા હોય કોઈપણ સ્રોતની યોગ્યતા સંદર્ભ પર આધારિત છે. ઉત્તમ સ્રોત તેનાં સ્થાને હકિકતો, કાયદાકિય બાબતો, પુરાવાઓ અને દલીલોની ચકાસણી અને પૃથક્કરણ બાબતે વ્યવસ્થિત ઢાંચો ધરાવતા હોય છે. આ મુદાઓને જેટલી ચોક્કસાઈથી ધ્યાને લેશો એટલો તમારો સ્રોત/સંદર્ભ વિશ્વાસપાત્ર બનશે. ખાસ કરીને ઔષધ અને જીવંત વ્યક્તિત્વ વિષયક બાબતો અંગેના સ્રોત પસંદ કરવામાં સાવચેત રહો.

ઇતિહાસ, ઔષધ, અને વિજ્ઞાન જેવા વિષયો માટે જો ઉપલબ્ધ હોય તો, વિદ્યાપીઠ ઇ.ના (academic) અને બારીકાઈથી પરીક્ષણ કરાયેલાં પ્રકાશનો સામાન્ય રીતે સૌથી વધુ વિશ્વાસપાત્ર સ્રોત ગણાય.

સંપાદકો વિશ્વાસપાત્ર નોન-એકેડેમિક સ્રોતોની વિગતો પણ વાપરી શકે છે, ખાસ કરીને જો તે માનનિય મુખ્યધારાના પ્રકાશનો હોય તો. અન્ય વિશ્વાસપાત્ર સ્રોતોમાં:

  • વિશ્વવિદ્યાલય કક્ષાનાં પાઠયપુસ્તકો.
  • આદરણિય પ્રકાશનગૃહો દ્વારા પ્રકાશિત પુસ્તકો
  • સામયિકો
  • અભ્યાસલેખો કે નોંધપત્રો.
  • મુખ્યધારાના વર્તમાનપત્રો

સમાન માપદંડ પર સંપાદકો વિજાણુ માધ્યમોનો ઉપયોગ પણ કરી શકે છે. વિગતવાર સમજણ માટે જુઓ: en:Wikipedia:Identifying reliable sources અને en:Wikipedia:Search engine test.

વર્તમાનપત્રો અને સામયિકોના બ્લૉગ

કેટલાક વર્તમાનપત્રો, સામયિકો, અને અન્ય સમાચાર સંસ્થાઓ પોતાની વેબસાઈટો પર કટારો ને આશરો આપતા હોય છે (અન્ય લેખકોનાં લખાણો પ્રસિદ્ધ કરતા હોય છે) જેને તેઓ બ્લૉગ્સ કહે છે. જો લેખક વ્યવસાઈક હોય તો આ પણ સ્વીકારવા યોગ્ય સ્રોત બની શકે, પણ તેનો ઉપયોગ સાવચેતીથી કરવો કારણ કે કદાચ બ્લૉગ જે તે સમાચાર સંસ્થાઓની સામાન્ય સત્યાર્થતા ચકાસણી પ્રક્રિયાને અનુસરતા ન પણ હોય તેમ બને. જો કોઈ સમાચાર સંસ્થા બ્લૉગમાં લખાણ મંતવ્ય લેખે પ્રકાશિત કરતી હોય તો, એ વિધાનને જે તે લેખક સાથે જોડો. (ઉદા: વિનોદ ભટ્ટ લખે છે કે...). વાચકો દ્વારા લખાયેલા બ્લૉગ લખાણો સ્રોત/સંદર્ભ તરીકે વાપરો નહિ. વ્યક્તિગત કે જૂથ દ્વારા પ્રકાશિત બ્લૉગ્સ વિશ્વાસપાત્ર સ્રોત ગણાતા નથી, જુઓ સ્વપ્રકાશિત સ્રોતો નીચે.

ચર્ચા દ્વારા પાત્રતાપ્રાપ્ત વિશ્વાસપાત્ર સ્રોતો

કોઈ ખાસ વિધાન માટે કોઈ ચોક્કસ સ્રોતની વિશ્વાસપાત્રતા ચર્ચવા માટે, જે તે લેખના ચર્ચાને પાને કે ચોતરા પર ચર્ચા ચાલુ કરો (હાલ આપણે આ માટેનું અલગ સૂચનપટ બનાવ્યું નથી), જે કોઈ ખાસ દાખલામાં કઈ નીતિ લાગુ કરવી તે શોધવામાં ઉપયોગી બનશે. સ્રોત અને સંદર્ભો ટાંકવા બાબતે વિવિધ નીતિઓ લાગુ પડી શકે છે, ક્યારેક વિરોધાભાસ થતો જણાય તો આ નીતિને પ્રાધાન્ય આપવું રહેશે.

સામાન્યપણે અવિશ્વાસપાત્ર સ્રોતો

સંશયાત્મક સ્રોતો

સંશયાત્મક સ્રોતો એ છે જેની સત્યાર્થતા ચકાસણી વિષયક શાખ નબળી હોય, અર્થપૂર્ણ સંપાદકિય દુર્લક્ષ જેવી ઊણપ હોય, અથવા સ્પષ્ટપણે સ્વાર્થ કે હિત સંઘર્ષ દેખાતો હોય. વેબસાઈટ્સ અને પ્રકાશનો સહીતનાં કેટલાંક સ્રોતો એવા વિચારો દર્શાવે છે જે બહોળીમાત્રામાં અન્ય ઉદ્દામ મતવાદી અથવા તો કોઈ ખાસ મુદ્દાની જાહેરાત કે પ્રોત્સાહક વલણ ધરાવતા સ્રોતોને ધ્યાને લેતા હોય, અથવા તે ભ્રામક ગપસપ, અફવા કે વ્યક્તિગત મત પર જ ભારે આધાર રાખતા હોય. આ વા સંશયાત્મક સ્રોતને સંદર્ભ તરીકે માત્ર તે સ્રોતના વિષયના પોતાના લેખમાં જ વાપરી શકાશે; જુઓ નીચે. અન્યના વિષયે તકરારી દાવાઓ માટે એ ઉપયુક્ત ગણાશે નહીં.

સ્વપ્રકાશિત સ્રોતો

કોઈપણ પોતાનું વેબપાનું કે પુસ્તક પ્રકાશન કરી શકે છે, અને પોતે કોઈ ચોક્કસ ક્ષેત્રના નિષ્ણાંત હોવાનો દાવો પણ કરી શકે છે. આ કારણે, સ્વપ્રકાશિત વિગતો, જેવી કે પુસ્તકો, પરવાનાઓ (patents), પત્રિકાઓ (newsletters), અંગત વેબસાઈટ્સ, ખુલ્લા વિકિઓ (open wikis), વ્યક્તિગત કે જૂથના બ્લૉગ્સ, ઈન્ટરનેટ ફોરમ્સ પરના પ્રકાશનો, અને ટ્વિટ્સ, આ બધું મુખ્યત્વે સ્રોતો તરીકે સ્વિકાર્ય નથી. સ્વપ્રકાશિત નિષ્ણાત, તજજ્ઞ, સ્રોતો કદાચ ત્યારે વિશ્વાસપાત્ર ગણાય જ્યારે તે પ્રસ્થાપિત તજજ્ઞ દ્વારા તેના પોતાના તજજ્ઞતા વિષય બાબતે પ્રકાશિત કરાયા હોય, અને એનું એ સંબંધકર્તા ક્ષેત્રનું કાર્ય અગાઉ અન્ય વિશ્વાસપાત્ર ત્રાહિત પ્રકાશન દ્વારા પ્રકાશિત કરાયું હોય. આવા સ્રોતોના ઉપયોગ વખતે ખાસ સાવધાની રાખો: જો કોઈ પ્રશ્નના ઘેરામાં રહેલી વિગત એ દ્વારા અહીં આવી જશે તો કોઈ ને કોઈ તો જરૂર પ્રશ્ન ઉઠાવશે જ. જીવંત વ્યક્તિત્વ વિશેનાં સ્વપ્રકાશિત સ્રોતને ત્રાહિત સ્રોત લેખે વાપરો નહીં, પછી ભલે તે લખનાર તજજ્ઞ હોય, બહુ જાણીતા વ્યવસાઈક સંશોધક હોય, કે લેખક હોય.

સંશયાત્મક કે સ્વપ્રકાશિત સ્રોતોને સ્રોત લેખે વાપરેલા સ્રોતો

સંશયાત્મક કે સ્વપ્રકાશિત સ્રોતો એમના પોતાના વિશેના લેખોમાં વપરાયા હોઈ શકે છે, ખાસકરીને એમના વિશેના કે એમની પ્રવૃત્તિઓ વિશેના લેખોમાં અને જે તે ક્ષેત્રનાં નિષ્ણાત દ્વારા પ્રકાશિત સ્વપ્રકાશિત સ્રોત હોવાની જરૂરિયાત વગર, પણ ત્યાં સુધી જ્યાં સુધી:

  1. વિગતો ન તો વધારે પડતી પોતાને જ મહત્વ આપનારી કે ન તો અસાધારણ દાવાઓ કરનારી હોવી જોઈએ;
  2. એ ત્રાહિત વિષયક દાવાઓમાં સંકળાયેલા ન હોવા જોઈએ;
  3. એ સ્રોત સાથે સીધી રીતે ન સંકળાયેલી ઘટનાઓ બાબતના દાવાઓમાં સંકળાયેલા ન હોવા જોઈએ;
  4. એની પ્રમાણભૂતતા વિશે કોઈ વાજબી શંકા ન હોવી જોઈએ;
  5. આખો લેખ પ્રાથમિકપણે આવા સ્રોતો પર જ આધારિત ન હોવો જોઈએ.

આ નીતિ સોશિઅલ નેટવર્કિંગ વેબસાઈટ્સ જેવી કે ટ્વિટર, ટમ્બ્લર અને ફેસબુક વિશેના લેખોને પણ લાગુ પડે છે.

વિકિપીડિયા અને વિકિપીડિયાને સ્રોત લેખે વાપરતા સ્રોતો

વિકિપીડિયાના લેખોને સ્રોત/સંદર્ભ તરીકે વાપરો નહીં. ઉપરાંત, વિકિપીડિયાના લખાણો, વિગતોનો ઉપયોગ કરી તેની પ્રતિકૃતિરૂપ બનાવાયેલી વેબસાઈટ્સ કે વિકિપીડિયાનો સ્રોત તરીકે આધાર લેનાર પ્રકાશનોને પણ સ્રોત/સંદર્ભ તરીકે વાપરો બહીં. વિકિપીડિયા પરથી લેવાયેલી વિગતો/વિષયો જ્યાં સુધી વિશ્વાસપાત્ર સ્રોતના સંદર્ભનું પીઠબળ ધરાવતા ન હોય ત્યાં સુધી વિશ્વાસપાત્ર તરીકે ગણતરીમાં લેવાતા નથી. પ્રથમ એ નિશ્ચિત કરો કે આ સ્રોતો વિગતોને ટેકો આપે છે, પછી જ તેમને સીધેસીધાં વાપરો. (એ ઉપરાંત વિકિપીડિયાના લેખ કે વ્યુત્પન્ન કાર્યને સંદર્ભ લેખે વાપરવાથી અન્યોન્યાશ્રયી સંદર્ભ કે પારસ્પરિક સંદર્ભનું જોખમ પણ રહે છે.)

જો કે જ્યારે લેખમાં વિકિપીડિયા વિશે જ ચર્ચા હોય ત્યારે અપવાદ માન્ય છે, એ સમયે વિકિપીડિયા કે અન્ય વિકિપીડિયા પ્રકલ્પને સ્રોત લેખે ગણી સંદર્ભ આપી શકાય છે. આવા દાખલાઓમાં એ પ્રાથમિક સ્રોત ગણાશે, અને તેને પ્રાથમિક સ્રોતોની નીતિ લાગુ પડશે. આવા સમયે લેખ માંહ્યલા લખાણમાં એ સ્પષ્ટ ઉલ્લેખ કરવો કે આ વિગતો વિકિપીડિયાને સ્રોત ગણીને લીધેલી છે જેથી કરીને વાચક સંભાવ્ય પક્ષપાતી વલણથી સાવચેત રહી શકે.

પહોંચક્ષમતા

સ્રોતો સુધીની પહોંચ

કેટલાંક વિશ્વાસપાત્ર સ્રોતો સુધી પહોંચવું સહેલું નથી હોતું. દા.ત. કેટલાંક ઓનલાઈન સ્રોતો પર નાણાકિય ચૂકવણી પણ કરવાની થતી હોય છે, જ્યારે કેટલાંક છપાયેલા (પુસ્તક જેવા સ્વરૂપના) સ્રોતો માત્ર અમુક વિશ્વવિદ્યાલયના ગ્રંથાલય કે એવા અન્ય ઓફ્ફ લાઈન સ્થળો પર જ ઉપલબ્ધ હોય છે. માત્ર પહોંચમાં અઘરાં કે મોંઘા હોવાના કારણોસર જ આવા સ્રોતોને ત્યજી ન દ્યો. એમ બની શકે કે તમે ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવતા હોય પણ અન્ય કોઈ તમારા વતી તે ઉપલબ્ધ કરાવી શકે.

અન્ય-ભાષી સ્રોત

અન્ય-ભાષી સ્રોતો ટાંકવા

જ્યારે ગુજરાતી સિવાયના, અન્ય-ભાષી, સ્રોતો ટાંકો ત્યારે, તેની સાથે તેનું યોગ્ય ગુજરાતી ભાષાંતર પણ જરૂર લખવું. એમાં પણ વિકિપીડિયન્સ દ્વારા કરાયેલા ભાષાંતર કરતાં અન્ય કોઈ વિશ્વાસપાત્ર સ્રોત દ્વારા કરાયેલા ભાષાંતરને પ્રથમ પસંદગી આપવી, પણ (એ ઉપલબ્ધ ન હોય તો) મશિન ભાષાંતર કરતાં વિકિપીડિયન્સ દ્વારા કરાયેલા ભાષાંતરને પસંદ કરવું. જરૂર પડે તો ભાષાંતર કરી શકતા અન્ય સભ્યોને જાણ કરી ભાષાંતર કરી આપવા માટે કહેવું.

આ કાર્યમાં ખાસ તો પ્રકાશનાધિકારભંગ ન થાય તેની દરકાર રાખવી. (ગુજરાતી વિકિપીડિયા પર હાલ કામચલાઉ વ્યવસ્થારૂપે ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજી ભાષાનાં સ્રોતોને (કદાચ સમય/સંજોગ ન હોય તો) યથાવત ટાંકી શકો છો.)

અન્ય મુદ્દાઓ

ચકાસણીપાત્રતા હોવી એ સંદર્ભ તરીકે માન્ય થવાની ખાત્રી નથી

ચકાસણીપાત્રતા ધરાવતી વિગતો લેખમાં સ્વિકાર્ય ગણાશે એનો અર્થ એ નથી થતો કે ચકાસણીપાત્રતા ધરાવતી સઘળી વિગતો લેખમાં ઉમેરી જ દેવી. સર્વસામાન્ય અભિપ્રાય દ્વારા એ નિર્ણય થાય કે અપાયેલી વિગત લેખને વધુ સારો કે ઉન્નત બનાવી શકે તેવી નથી તો એવી વિગતોને પડતી મુકી શકાય અથવા તો અન્ય કોઈ ઉપયુક્ત લેખમાં વાપરી શકાય છે.

અસાધારણ દાવાઓ માટે અસાધારણ સ્રોતો જોઈએ

કોઈપણ અસાધારણ દાવા માટે "બહુવિધ" ઉચ્ચ-ગુણવતાના સ્રોતો જરૂરી છે.જે બાબતો પર વધુ સાવચેત રહેવા જેવું છે તે:

  • વિલક્ષણ કે આશ્ચર્યજનક અથવા દેખીતી રીતે મહત્વનાં દાવાઓ જે બહુવિધ મુખ્યધારાનાં સ્રોતો દ્વારા આવૃત્ત થયેલા ન હોય;
  • (લેખમાંની માહિતીઓને) પડકારતા એવા દાવાઓ જે દેખીતી રીતે જ પ્રાથમિક કે સ્વપ્રકાશિત સ્રોતો અથવા સ્વાર્થ કે હિતસંબંધ ધરાવતા સ્રોતો પર આધારીત હોય;
  • કોઈક દ્વારા કરાયેલા નિવેદનનો અહેવાલ જે વ્યક્તિત્વબાહ્ય (out of character) જણાતો હોય, કે તેના હિતની, જેનો તેણે અગાઉ બચાવ કર્યો હોય, વિરૂદ્ધ જતો હોય;
  • એવો દાવો જે સંકળાયેલા સમૂહનાં પ્રચલિત મત સાથે વિસંગત હોય, અથવા અર્થપૂર્ણ રીતે મુખ્યધારાની માન્યતાઓને બદલતો (સાંપ્રત માન્યતાઓથી અલગ) જણાતો હોય, ખાસ કરીને વિજ્ઞાન, ઔષધવિજ્ઞાન, ઇતિહાસ, રાજકારણ અને જીવંત લોકોનાં જીવનચરિત્ર વિષયમાં. આ બાબત ત્યારે વિશેષ કરીને સાચી ઠરે છે જ્યારે દાવો કરનારને ચૂપ કરાવવા માટે પ્રસ્તાવ કરનારાઓ (જેનું ખંડન થયું તે માન્યતાનાં સમર્થકો) તેને કાવતરું ગણાવે છે.

આ પણ જુઓ

નોંધ

Tags:

ચકાસણીયોગ્યતા પુરાવાનો ભારચકાસણીયોગ્યતા વિશ્વાસપાત્ર સ્રોતોચકાસણીયોગ્યતા સામાન્યપણે અવિશ્વાસપાત્ર સ્રોતોચકાસણીયોગ્યતા પહોંચક્ષમતાચકાસણીયોગ્યતા અન્ય મુદ્દાઓચકાસણીયોગ્યતા આ પણ જુઓચકાસણીયોગ્યતા નોંધચકાસણીયોગ્યતાવિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણવિકિપીડિયા:પ્રારંભિક સંશોધન નહીં

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વ્યાયામમુકેશ અંબાણીનિયમદિવ્ય ભાસ્કરકમળોપંચતંત્રમહાવીર સ્વામીમાધુરી દીક્ષિતકાલ ભૈરવસિંહ રાશીગુજરાતના લોકસભા મતવિસ્તારોફણસઆણંદ જિલ્લોમહંત સ્વામી મહારાજગુજરાત મેટ્રોરાજ્ય સભાવલસાડ જિલ્લોખેતીવલસાડરતન તાતાકેન્સરલોકસભાના અધ્યક્ષનરસિંહ મહેતાઅપ્સરાઅમિતાભ બચ્ચનસામ પિત્રોડાશિવાજીકનિષ્કસુરેશ જોષીઝરખમકર રાશિઇસ્લામીક પંચાંગચીપકો આંદોલનમણિશંકર રત્નજી ભટ્ટરસાયણ શાસ્ત્રદુલા કાગજેસલ જાડેજાલિપ વર્ષમહાત્મા ગાંધીનું કુટુંબગુજરાતના મુખ્યમંત્રીઓરામાયણસ્નેહલતાબારોટ (જ્ઞાતિ)ભૂગોળગુજરાતીSay it in Gujaratiગુજરાતી રંગભૂમિશહીદ દિવસઉપનિષદઆંતરરાષ્ટ્રીય મહિલા દિનનવનિર્માણ આંદોલનહરિવંશવૃશ્ચિક રાશીમોહન પરમારગુજરાતી વિશ્વકોશઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારસોલંકી વંશકુતુબ મિનારઝૂલતા મિનારાવ્યક્તિત્વવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧તિરૂપતિ બાલાજીભારત છોડો આંદોલનમકરધ્વજગુજરાતના તાલુકાઓપાંડવગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળમાનવીની ભવાઇબારડોલી સત્યાગ્રહગોરખનાથગિરનારત્રેતાયુગતાલુકા વિકાસ અધિકારીહિમાલયચણોઠીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ગર્ભાવસ્થા🡆 More