વ્યક્તિત્વ: વ્યક્તિના મનોવજ્ઞાનિક ગુણધર્મો

વ્યક્તિત્વ એટલે જે-તે વ્યક્તિની વર્તનશૈલી, તેની બૌદ્ધિક શક્તિઓ, અભિયોગ્યતાઓ, વિચારો, ટેવો, આવેગો, મનોવલણો અને બીજાં એવાં વિશિષ્ટ પાસાંઓના ગત્યાત્મક સંગઠનથી ઊપજેલું સુગ્રથિત સ્વરૂપ.

સામાન્યરીતે એક વ્યક્તિની બીજી વ્યક્તિ ઉપર જે છાપ પડે છે તેના 'સામાજિક ઉદીપનના મૂલ્ય'ને પણ વ્યક્તિત્વ કહેવામાં આવે છે. વ્યક્તિત્વ એ અનેક પાસાંઓના સંગઠનથી ઊપજેલી અજોડ અને જટિલ સંરચના છે. વ્યક્તિત્વ એ વ્યક્તિનું વાતાવરણ સાથેનું સુસંગત વૈયક્તિક અનુકૂલન છે.

વ્યક્તિત્વના અભ્યાસમાં વ્યક્તિ 'શું છે', 'તે કોણ છે', 'કેવી છે', 'કેવી રીતે છે', 'શાથી તે આવી છે' વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ જુદા જુદા અનેક હેતુઓ, જરૂરિયાતો અને દ્રષ્ટિબિંદુથી થઈ શકે છે. આથી વ્યક્તિત્વનો અભ્યાસ કરવા માટે જુદા જુદા અનેક અભિગમો અને સિદ્ધાંતો ઉદભવ્યા છે. વ્યક્તિત્વનો અભ્યાસ જૈવીય, મનોવૈજ્ઞાનિક, વિકાસાત્મક, ગત્યાત્મક વગેરે અનેક અભિગમો દ્વારા કરવામાં આવે છે.

વ્યાખ્યા

વ્યક્તિત્વ માટેનો અંગ્રેજી શબ્દ 'Personality' છે, જે ગ્રીક શબ્દ 'Persona' પરથી ઊતરી આવ્યો છે. 'Persona' એટલે 'બુરખો' અથવા 'ચહેરા ઉપર પહેરવાનું મહોરું'. એ સમયના ગ્રીકમાં નાટકના અદાકારો તેમણે ભજવવાના પાત્રને અનુરૂપ મહોરું પહેરતા; જેથી પ્રેક્ષકો મહોરાના દેખાવ ઉપરથી કોણ 'નાયક' છે અને કોણ 'ખલનાયક' છે તે ઓળખી શકતા. આ ઉપરથી વ્યક્તિત્વ એટલે 'માણસનો બાહ્ય દેખાવ' એવો અર્થ પ્રચલિત થયો.

સામાન્યરીતે એક વ્યક્તિની બીજી વ્યક્તિ ઉપર જે છાપ પડે છે તેના 'સામાજિક ઉદીપનના મૂલ્ય'ને વ્યક્તિત્વ કહે છે; જેમ કે, જે વ્યક્તિ પોતાનાં વાણી, વર્તન, દેખાવ, પહેરવેશ ઉપરથી અન્ય માણસોને પ્રભાવિત કરે કે આંજી નાખે તેને પ્રભાવશાળી 'વ્યક્તિત્વ' છે એમ કહેવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વ્યક્તિનું વ્યક્તિત્વ એટલે તેની વર્તનશૈલી, તેની બૌદ્ધિક શક્તિઓ, અભિયોગ્યતાઓ, વિચારો, ટેવો, આવેગો, મનોવલણો અને બીજાં એવાં વિશિષ્ટ પાસાંઓના ગત્યાત્મક સંગઠનથી ઊપજેલું સુગ્રથિત સ્વરૂપ.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્રભાશંકર પટ્ટણીગાંધી આશ્રમપ્રદૂષણજલિયાંવાલા બાગ હત્યાકાંડચીનHTMLભારતીય ચૂંટણી પંચલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોઆંતરરાષ્ટ્રીય યોગ દિવસમુનમુન દત્તાબનારસ હિંદુ યુનિવર્સિટીઉપરકોટ કિલ્લોસિંહાકૃતિનરેન્દ્ર મોદી સ્ટેડિયમવસિષ્ઠસલમાન ખાનકર્ક રાશીસુભાષચંદ્ર બોઝજૂનું પિયેર ઘરગુજરાતના મુખ્યમંત્રીઓકેનેડાખ્રિસ્તી ધર્મઅમદાવાદના દરવાજાઅયોધ્યાગુજરાતના તાલુકાઓશિક્ષણનું સમાજશાસ્ત્રગરમાળો (વૃક્ષ)ગુજરાત દિનભજનગુજરાત વિદ્યાપીઠકોમ્પ્યુટર વાયરસપૂનમખેડા જિલ્લોપૃથ્વી દિવસ૨૦૦૧ ગુજરાત ધરતીકંપશ્રીમદ્ રાજચંદ્રમહેન્દ્ર સિંઘ ધોનીઝઘડીયા તાલુકોલિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપડાકોરમહાવીર જન્મ કલ્યાણકવસ્તીશ્રીરામચરિતમાનસકલ્પના ચાવલારતિલાલ બોરીસાગરમહાવીર સ્વામીમુખ મૈથુનવિજ્ઞાનસંત કબીરરુધિરાભિસરણ તંત્રસલામત મૈથુનગુજરાતનું સ્થાપત્યનર્મદપાણી (અણુ)અમૂલભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોબુર્જ દુબઈતિરૂપતિ બાલાજીપાંડુરંગ શાસ્ત્રી આઠવલેક્રિકેટનું મેદાનહાથીવિનોદ ભટ્ટઅમરેલી જિલ્લોપ્રાણાયામપિત્તાશયખોડિયારભાષામકરંદ દવેબજરંગદાસબાપામોરબી જિલ્લોલૂઈ ૧૬મોસપ્તર્ષિબ્રહ્માંડનિરક્ષરતાકુન્દનિકા કાપડિયાગાંધીનગર🡆 More