દુલા કાગ

દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા, તેમનો જન્મ મહુવાના નજીક મજાદર ગામે (હવે રાજુલા તાલુકામાં) થયો હતો.

તે ચારણ (ગઢવી) હતા અને તેઓ મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે. વર્ષ ૧૯૬૨ માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતોના દર્દને વાચા આપી હતી.

દુલા ભાયા કાગ
જન્મ૨૫ નવેમ્બર ૧૯૦૩
મજાદર, રાજુલા તાલુકો, ભાવનગર જિલ્લો
મૃત્યુ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭
મજાદર ‍(હવે, કાગધામ), રાજુલા તાલુકો, અમરેલી જિલ્લો
ઉપનામકાગ
રાષ્ટ્રીયતાભારતીય
વિષયહિંદુ ધર્મ, આધ્યાત્મ, ગાંધીવાદ
સાહિત્યિક ચળવળશિક્ષણ, ભૂદાન
નોંધપાત્ર સર્જનોકાગવાણી
સંતાનોભાયાભાઈ દુલાભાઈ કાગ
વેબસાઇટ
www.kavikag.com

જીવન

તેમનો જન્મ મહુવાના નજીકના સોડવદરી ગામે થયો હતો. અન્ય સ્રોત મજાદર ગામને દુલાકાગની જન્મ ભૂમિ ગણાવે છે. તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર ૫ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યાર બાદ તેમના કૌટુંબિક વ્યવસાય, ખેતીમાં જોડાયા. ઢોરોને ચરવવા જતા ત્યારે મળનારા સ્મયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા. તેમણે તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં અર્પી દીધી હતી. તેમણે રતુભાઇ અદાણી સાથે મળી જુનાગઢમાં લોકસાહિત્યની શાળા નું નિર્માણ તથા ભાવનગરમાં "ચારણ બોર્ડિંગ હાઉસ" જેવી સંસ્થાઓ સ્થાપી હતી. તેઓ ચારણ હિતવર્ધક સભાન પ્રમુખ પણ રહ્યા હતા. ભવનાથ જેવા શિવરાત્રી એ ભરાતા લોકમેળામાં ભક્તો માટે ઊતારા તરીકે ઓળખાતા રાતવાસામાં દુલાકાગનો ઉતારો જાણીતો હતો.

સર્જન

તેમણે જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળી પદ્ય સર્જન કર્યું છે. તેમની કવિતાઓમાં રાષ્ટ્રવાદી છાંટા પણ ઉપસે છે. તેમણે ગાંધીવાદી વિચાર ધારા અને ભૂદાન યોજના સંબંધીત રચનાઓ ગરબા સ્વરૂપે કરી હતી. તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે.

  • કાગવાણી - ભાગ ૧ (૧૯૩૫), ૨ (૧૯૩૮), ૩ (૧૯૫૦), ૪ (૧૯૫૬), ૫ (૧૯૫૮), ૬ (૧૯૫૮), ૭ (૧૯૬૪)
  • વિનોબાબાવની (૧૯૫૮)
  • તો ઘર જાશે, જાશે ધરમ (૧૯૫૯)
  • શક્તિચાલીસા (૧૯૬૦)
  • ગુરુમહિમા
  • ચન્દ્રબાવની
  • સોરઠબાવની
  • શામળદાસ બાવની

સન્માન

૧૯૬૨માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો.

દુલા કાગ 
ભારતીય ટપાલ ટિકિટ પર દુલા ભાયા કાગ

૨૫ નવેમ્બર ૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

અવસાન તથા વારસો

કાગબાપુ નું અવસાન ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭ ના દિવસે ૭૪ વર્ષની વયે થયું હતું.ઘણા લોક ગાયકો અને લોકસાહિત્યકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદ્દલ "કવિ કાગ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવે છે. કાગધામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

તેમની કવિતાઓ તથા કૃતિઓને શાલેય અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે. કાગધામ ગામે કાગબાપુની સ્મૃતિમાં કાગધામ ગામના પ્રવેશદ્વાર તરીકે "કાગ દ્વાર" બનાવામાં આવેલો છે.

ચિત્રો

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

દુલા કાગ જીવનદુલા કાગ સર્જનદુલા કાગ સન્માનદુલા કાગ અવસાન તથા વારસોદુલા કાગ ચિત્રોદુલા કાગ સંદર્ભદુલા કાગ બાહ્ય કડીઓદુલા કાગચારણપદ્મશ્રીમજાદર (તા. રાજુલા)રાજુલા તાલુકોહિન્દુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઔદિચ્ય બ્રાહ્મણસમાજશાસ્ત્રમલ્લિકાર્જુનઓઝોન સ્તરમહાવીર સ્વામીકાકાસાહેબ કાલેલકરગુજરાત સાહિત્ય અકાદમીરબારીવડોદરાઅમિત શાહલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)બાબાસાહેબ આંબેડકરઅખા ભગતગરબાચુડાસમામહાત્મા ગાંધીસીદીરાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાસ્વાધ્યાય પરિવારઆવર્ત કોષ્ટકશિવાજી જયંતિપુષ્પાબેન મહેતાઇડરપ્રાથમિક શાળાદેવાયત પંડિતપન્નાલાલ પટેલભારતનું બંધારણપવનચક્કીઅમદાવાદદમણ અને દીવનાથ સંપ્રદાયઇલેક્ટ્રોપ્લેટિંગ (વિદ્યુતવિઘટન દ્વારા ઢોળ ચઢાવવાની પ્રક્રિયા)બાલમુકુન્દ દવેલાભશંકર ઠાકરઇસ્લામમોઢેરાઆત્મહત્યામાર્ચવીર્ય સ્ખલનવિશ્વકર્માગામઈટલીશ્યામજી કૃષ્ણ વર્માવાંદરોરોગઅડાલજની વાવગુજરાત યુનિવર્સિટીસિકંદરમોગલ માગૂગલનેપાળગુદા મૈથુનશૂર્પણખાજીરુંદ્વાપરયુગસંજ્ઞાએઇડ્સગુજરાતી વિશ્વકોશહરદ્વારસ્વપ્નવાસવદત્તાદશાવતારકરમદાંકાશ્મીરરવિશંકર રાવળદાહોદ જિલ્લોસુરતશબરીરુધિરાભિસરણ તંત્રરાણકી વાવજ્યોતિર્લિંગપાંડુરંગ શાસ્ત્રી આઠવલેહાઈકુક્ષત્રિયહસ્તમૈથુનગુજરાતી ભોજનદર્શનઆહીર🡆 More