સપ્તર્ષિ: તારા જૂથ

સપ્તર્ષિ આકાશમાં આવેલું એક નક્ષત્ર છે.

આ નક્ષત્રને દિવ્ય ઋષિ માનવામાં આવે છે. સપ્તર્ષિ ઉત્તરી ગોળાર્ધમાં આવેલા સાત તારાઓ છે. આ તારાઓને અંગ્રેજી ભાષામાં ગ્રેટ / બીગ બિયર અથવા ઉર્સા મેજર કહે છે. આ સાત તારાથી બનતો આકાર પતંગ જેવો લાગે છે, કે જે આકાશમાં દોરી વડે ઉડતા હોય. આ સાત તારામાંથી આગળના બે તારાને જોડતી રેખા ને સીધી ઉત્તર દિશામાં આગળ વધારીએ તો એ રેખા ધ્રુવ તારા પર પહોંચે છે.

સપ્તર્ષિ: તારા જૂથ

સપ્તર્ષિના ચોરસના ૫શ્ચિમ તરફના પ્રથમ બે તારાઓમાંથી ઉત્તર દિશામાં નીચે લીટી મારીએ અને કોઈ પ્રકાશિત તારા સાથે અથડાઈ ૫ડીએ તો જાણવું કે, એ ઘ્રુવતારક પોતે. સપ્તર્ષિના પ્રથમ બે તારાઓનાં નામ ક્રતુ (in image "Dubhe") અને પુલહ (in image "Beta"). ઘ્રુવતારકની આસપાસ ગોળાકારે સપ્તર્ષિમંડળ ફરે છે, ૫ણ આ બે તારાઓ કદી ઘ્રુવતારક સાથેની એક લીટી છોડતા નથી. વર્ષના ગમે તે વખતે તમે એમને પૂછો તેઓ બંને ઘ્રુવ મહારાજનાં દર્શન કરાવાના. આથી તેમને અંગ્રેજીમાં (ધ પૉઈટર) "The Pointers" કહે છે.

ઘ્રુવનો તારો પૃથ્વીના ઉત્તર ઘ્રુવની સામે અવકાશમાં જે બિંદુ આવે તેને આકાશી ઉત્તર ઘ્રુવ કહે છે. તેનાથી આ ઘ્રુવતારો ૧ ૧/૪ અંશ દૂર છે. તેથી આકાશી ઉત્તર ઘ્રુવબિંદુની આસપાસ ઘ્રુવના આ તારાને ૧ ૧/૪ અંશનું ચક્કર માર્યા કરવું ૫ડે છે. જો ઘ્રુવના તારાને દૂરબીનથી જોઈએ તો ઘ્રુવનો તારો એકલો નથી દેખાતો. ૫ણ તેની આસપાસ બીજા બે તારાઓ છે. ઘ્રુવનો તારો મળીને કુલ ત્રણ તારાઓ એકબીજાની આસપાસ ફરી રહ્યા છે.

સપ્તર્ષિના સાતે તારા લગભગ એકસરખા પ્રકાશિત છે. જેના નામ આ પ્રમાણે છે:

ક્રમ ગુજરાતી નામ અરબી નામ અંગ્રેજી નામ
ક્રતુ દુભે Dubhe (α UMa)
પુલહ મિરાક Mirak (β UMa)
પુલસ્ત્ય ફેકડા Phekda (γ UMa)
અત્રિ મેગ્રેઝ Megrez (δ UMa)
અંગિરા એલિઓથ Alioth (ε UMa)
વસિષ્ઠ મિઝાર Mizar (Mizar)
મરીચિ બેનાત્નસ્ચ Benatnash (η UMa)

પૌરાણિક માન્યતાઓ

હિન્દુ માન્યતા

સ્વયંભુવ મન્વતરમાં પ્રજા ઉત્પન્ન કરવા માટે બ્રહ્મદેવે દસ પુત્રો ઉત્પન્ન કરેલાં, તેમાંના સાત પુત્રો તે આ સપ્તર્ષ. ઘ્રુવતારકનાં દર્શન કરાવનાર પ્રથમ બે ઋષિ તે ક્રતુ અને પુલહ. સપ્તર્ષિમંડળના ચોકઠામાં બીજા બે તારા રહ્યા તેમનાં નામ પુલસ્ત્સ અને અત્રિ. ચોકઠા બહાર નીકળતાં પ્રથમ તારો આવે તે અંગિરા ઋષિનો. છઠ્ઠો તારો વસિષ્ઠ મુનિનો.

સપ્તર્ષિમંડળમાં બીજા ઋષિઓ એકલા બેઠા છે ૫ણ વસિષ્ઠ મુનિ પાસે ઋષિ૫ત્ની અરુંઘતીનું સ્થાન દેવોની પેઠે આપણા જ્યોતિષીઓએ આપી દીઘું છે. વસિષ્ડના તારાની જમણી બાજુ ઝીણા તેજે પ્રકાશતો ચોથા વર્ગનો એક તારો દેખાય છે. એ તારો અરુંઘતીનો. સાથે દેખાતા એ બે તારા એકબીજાથી કરોડો ગાઉ દૂર બેઠા છે. વસિષ્ઠનો તારો એક જ દેખાય છે અને તેઓ બંને એકબીજાની આસપાસ ફરી રહ્યા છે.

સપ્તર્ષિમંડળમાં બાકી રહેલ સાતમો તારો મરીચિનો. સપ્તર્ષિના છેલ્લા ત્રણ તારાને પિચ્છભાર કહી આપણા શાસ્ત્રકારોએ સપ્તર્ષિને શિખંડી મોર એવું સુંદર નામ આપ્યું છે.

Tags:

ઋષિનક્ષત્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શ્રીલંકાવેબેક મશિનતાલુકા વિકાસ અધિકારીસુરેન્દ્રનગર જિલ્લોક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭કમ્પ્યુટર હાર્ડવેરવલસાડ જિલ્લોખેતીબજરંગદાસબાપાકચ્છનો ઇતિહાસરુદ્રાક્ષજેસલ જાડેજાઅરિજીત સિંઘવ્યાસનેહા મેહતાહાથીતારક મેહતા કા ઉલ્ટા ચશ્માસવિતા આંબેડકરભારતીય માનક સમયઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરજળ શુદ્ધિકરણયુરોપના દેશોની યાદીઝરખઉત્તરાયણતત્વમસિસલામત મૈથુનઆશાપુરા માતાભાવનગર જિલ્લોસિદ્ધરાજ જયસિંહઉજ્જૈનમોગલ માભારતના ચારધામમાનવીની ભવાઇજહાજ વૈતરણા (વીજળી)અલ્પેશ ઠાકોરશીતળાવીર્ય સ્ખલનઆવર્ત કોષ્ટકવિરામચિહ્નોરોકડીયો પાકકેરીનિરંજન ભગતઝાલાતરબૂચદેવચકલીઇન્ટરનેટઝંડા (તા. કપડવંજ)ખેડા જિલ્લોપ્રેમસોનુંભારતીય-યુરોપીય ભાષાસમૂહઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમરાઠા સામ્રાજ્યસંયુક્ત આરબ અમીરાતમંત્રગાયકવાડ રાજવંશધ્વનિ પ્રદૂષણડાકોરઇઝરાયલફ્રાન્સની ક્રાંતિલાભશંકર ઠાકરમટકું (જુગાર)વૈશ્વિકરણરુધિરાભિસરણ તંત્રલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)પાટણદ્વારકાચાંપાનેરવાયુનું પ્રદૂષણઘોડોસુરતધીરુબેન પટેલચંદ્રકાન્ત શેઠઇસરોગોહિલ વંશરાહુલ ગાંધી🡆 More