તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક છે.

આ ધારાવાહીકની શરૂઆત ૨૮ જુલાઇ ૨૦૦૮ના રોજ થઈ હતી. તે મુખ્યત્વે ગુજરાતી લેખક તારક મહેતાની સાપ્તાહીક શ્રેણી "દુનિયાને ઉંધા ચશ્મા" પર આધારિત છે. આ ધારાવાહીકે ૩૩૦૦ ઉપરાંત એપિસોડ પૂર્ણ કર્યા છે. આ ધારાવાહીક ભારતીય ટેલિવિઝનની સૌથી લાંબી ચાલનારી દૈનિક ધારાવાહીક છે. આ ધારાવાહીકે ૬ નવેમ્બર, ૨૦૧૨ નાં રોજ ૧૦૦૦ એપિસોડ પુર્ણ કર્યા હતા. આ ધારાવાહીકનો સેટ દાદાસાહેબ ફાળકે ફિલ્મસિટી સ્થિત સ્ટુડિયો ખાતે બનાવવામા આવ્યો હતો, જેનું માર્ચ ૨૦૧૨માં નવીનીકરણ કરવામા આવ્યુ હતું.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
Taarak Mehta Ka Ooltah Chashmah
तारक मेहता का उल्टा चश्मा
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો
પ્રકારકોમેડી
લેખકરાજુ ઓડેદરા
રાજન ઉપાધ્યાય
દિગ્દર્શકહર્ષદ જોષી
પ્રારંભિક પાશ્વગીતશૈલેન્દ્ર બારવે દ્વારા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
મુળ દેશભારત
ભાષાહિન્દી
No. of seasons
નિર્માણ
નિર્માતા(ઓ)નીલા અસિતકુમાર મોદી
અસિતકુમાર મોદી
સમયઆશરે ૨૨ મિનિટ
પ્રસારણ
મૂળ ચેનલસબ ટીવી
ચિત્ર પ્રકાર480i(SDTV)
પ્રથમ પ્રસારણ૨૮ જુલાઇ, ૨૦૦૮ – વર્તમાન
બાહ્ય કડીઓ
Website

વાર્તા

આ ધારાવાહીક મુખ્યત્વે ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકોની રહેણીકરણી તેમજ તેમની સાથે બનતા દૈનિક પ્રસંગો પર આધારીત છે. આ સોસાયટીમાં ગુજરાતી, મરાઠી, તમિળ, બંગાળી, બિહારી, પંજાબી, પારસી, વગેરે પ્રાદેશિક ભારતીય પ્રજા ઐક્ય સાધીને રહે છે.

તમામ વ્યક્તિ એક્બીજાનાં ઘણા સારા મિત્રો છે અને એક્મેકની બિરાદરી પ્રત્યે સન્માન ધરાવે છે. સોસાયટીનાં લોકો ભેગાં મળી તમામ તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવે છે. ક્યારેક તેઓ એક્બીજા સાથે ઝગડે છે, પરંતુ ઝડપથી તેઓ સમાધાન પણ કરી લે છે. જ્યારે જ્યારે કજિયો થાય છે ત્યારે ત્યારે સોસાયટીના તમામ લોકો ભેગા મળી તેનો ઉકેલ લાવે છે અને એક્બીજાને મદદ કરે છે. સોસાયટીના સભ્યો પરિવારની જેમ સાથે મળીને રહે છે.

પાત્રો સુચિ

કલાકાર પાત્ર
ગડા પરિવાર
દિલીપ જોષી જેઠાલાલ ચંપકલાલ ગડા
દિશા વાકાણી દયા જેઠાલાલ ગડા (૨૦૦૮-૨૦૧૭)
ભવ્ય ગાંધી / રાજ અનડકટ ટીપેન્દ્ર જેઠાલાલ ગડા (ટપુ)
અમિત ભટ્ટ ચંપકલાલ જ્યંતીલાલ ગડા
જયંતીલાલ ગિરધરલાલ ગડા
મહેતા પરિવાર
શૈલેશ લોઢા તારક મહેતા
નેહા મેહતા/સુનૈના ફોજદાર અંજલી તારક મહેતા
ભિડે પરિવાર
મન્દાર ચન્દવાદકર આત્મારામ તુકારામ ભિડે
સોનલીકા જોશી માધવી આત્મારામ ભિડે
ઝીલ મહેતા / નિધિ ભાનુશાલી / પલક સિંધવાની સોનુ આત્મારામ ભિડે
ઐયર પરિવાર
તનુજ મહાશબ્દે કૃષ્ણન સુબ્રમણ્યમ ઐયર
મુનમુન દત્તા બબીતા કૃષ્ણન ઐયર
સોઢી પરિવાર
ગુરુચરણ સિંઘ/લાડસિંઘ માન રોશનસિંઘ હરજીતસિંઘ સોઢી
જેનિફર મિસ્ત્રી/દિલખુશ રોશનકૌર રોશનસિંઘ સોઢી
સમય શાહ ગુરુચરણ રોશનસિંઘ સોઢી (ગોગી)
હાથી પરિવાર
નિર્મલ સોની / આઝાદ કવી ડૉ. હંસરાજ હાથી
અંબિકા રજનકારી કોમલ હંસરાજ હાથી
કુશ શાહ ગુલાબકુમાર હંસરાજ હાથી (ગોલી)
અન્ય
મયુર વાકાણી સુંદરલાલ (સુંદર)
શ્યામ પાઠક પત્રકાર પોપટલાલ ભગવતીપ્રસાદ પાન્ડે
પ્રિયા આહુજા / નિધી રિટા શ્રીવાસ્તવ (રિપોર્ટર)
શરદ સાંક્લા અબ્દુલ
તરુણ ઉપ્પલ પિન્કુ દિવાન
ઘનશ્યામ નાયક નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)
તન્મય વેકરિયા બાઘેશ્વર દાદુખ ઊંઢાઈવાલા (બાઘો)

પાત્રો

ગડા પરિવાર

વાર્તા મુખ્યત્વે જેઠાલાલ ચંપકલાલ ગડા અને તેના પરિવારની રહેણીકરણી આધારીત છે. ગડા પરિવાર કચ્છી ગુજરાતી જૈન પરિવાર છે. જેઠાલાલ એક સફળ વેપારી છે અને "ગડા ઇલેકટ્રોનિક્સ" નામે વિધ્યુતીય ઉપકરણોની દુકાન ચલાવે છે. તેઓ માત્ર ૧૦ ધોરણ સુધી ભણેલા છે અને સારૂં અંગ્રેજી બોલી શકતા નથી. ધારાવાહિક તેમની રોજિંદી જિંદગીમાં થતા પ્રસંગો અને તેમના ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકો સાથેના અનુભવોને દર્શાવે છે. તેમની ધર્મપત્ની દયા, જે કુટુંબલક્ષી સ્ત્રી છે અને માત્ર ૭ ધોરણ સુધી ભણેલી છે. તેણી હંમેશા ગરબા કરવા તૈયાર હોય છે અને લોકો તેને "ગરબા ક્વિન" તરીકે ઓળખે છે. તેણી હંમેશા તેની માતા સાથે ફોન પર વાત કરતી દેખાડવામાં આવી છે અને જેઠાલાલનાં જુદાજુદા રમુજી નામ શોધે છે. તેણી જેઠાલાલને "ટપુ કે પાપા" તરીકે ઓળખે છે. આમ છતાં ધારાવાહિકના બે મુખ્ય પાત્રોની વચ્ચે પરસ્પર પ્રેમ અને એકતા છે.

તેમને એક ટપુ નામે પુત્ર છે, જે ચતુર અને મસ્તીખોર છે. તે સોસાયટીનાં બાળકોની ટુકડી "ટપુસેના"નો આગેવાન છે. ચંપકલાલ જયંતીલાલ ગડા, જે જેઠાલાલના પિતા છે તે એક દયાળુ વ્યક્તિ અને આદર્શ પિતા છે. તેઓ ધાર્મિક છે અને પૂરી સોસાયટી તેમનો આદર કરે છે. જ્યારેજ્યારે જેઠાલાલ દયાનું અપમાન કરે છે ત્યારે ત્યારે ચંપકલાલ જેઠાલાલને ધમકાવે છે. તે તેમના પિતા સ્વ. જયંતીલાલ ગિરધરલાલ ગડા જેવો જ દેખાવ ધરાવે છે.

દયાનો ભાઈ સુંદરલાલ (સુંદર) સોસાયટીનો બિન નિવાસી અગ્રણી છે. દયા તેને "વીરા" કહી ને બોલાવે છે. તે પોતાની બહેન અને ભાણીયા પ્રત્યે બહુ લાગણીશીલ છે પરંતુ જેઠાલાલ માટે સમસ્યાઓ ઊભી કરે છે. સુંદર દર વખતે અમદાવાદથી મુંબઇ વાતાનૂકૂલીન ભાડાની મોટરમાં આવે છે અને તેની પાસે પૈસા નથી તેવું બહાનુ બતાવી ભાડું જેઠાલાલ પાસે ચુકવાવે છે. આ બાબતથી જેઠાલાલ ગુસ્સે થઈ જાય છે અને તેને "પનોતી" તરીકે ઓળખે છે.

મહેતા પરિવાર

તારક મહેતા વ્યવસાયે લેખક છે અને ધારાવાહિકના કથાવાચક છે. તે સોસાયટીમાં જેઠાલાલના સૌથી સારા મિત્ર છે. જ્યારેજ્યારે જેઠાલાલ મુશ્કેલીમાં હોય છે ત્યારે ત્યારે તે "ફાયર બ્રિગેડ" તરીકે વર્તે છે. તેમનું ચિત્રણ આધુનિક માણસ તરીકેનુ થયેલુ છે, પરંતુ તે ક્યારેય પોતાના પરંપરાગત મૂલ્યોને ભુલતા નથી. તેમની ધર્મપત્ની અંજલી મહેતા ડાયેટીશીયન છે અને તેના પતિને ડાયેટથી સમૃદ્ધ ખોરાક જેવા કે કારેલાનુ શરબત અને ખીચડી જ આપે છે. તેણી સોસાયટીની તમામ સ્ત્રીઓની સારી મિત્ર છે.

ભિડે પરિવાર

આત્મારામ તુકારામ ભિડે વ્યવસાયે શિક્ષક છે જે હંમેશા "પોતાના સમય"ની વાતો કરે છે. આત્મારામ ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી છે અને પોતાની જાતને "એક્મેવ સેક્રેટરી" અર્થાત એક્માત્ર સેક્રેટરી તરીકે ઓળખાવે છે. તેને જેઠાલાલ અને તેના પરિવાર સાથે પ્રેમ-નફરતનો સંબંધ છે. તેની પાસે એક જૂનુ સ્કુટર હતું જે ચાલું થવામાં ઘણી તકલિફ આપતું, સોસાયટીના તમામ લોકોના આગ્રહથી તેને વેચવા તૈયાર થાય છે. ત્યારબાદ તેને માધવી દ્વારા નવું સ્કુટર ભેટ આપવામાં આવે છે. જેનું નામ તે "સખારામ" પાડે છે. તે હંમેશા ટપુની મસ્તી વિશે ફરિયાદ કરે છે. તે હંમેશા સોસાયટીમાં શિસ્તપાલનનો આગ્રહી છે, પરંતુ તેને કોઈ ગણકારતુ નથી. તેની ધર્મપત્ની માધવી ભિડે ઘરઆધારિત ઉદ્યોગી મહિલા છે જે અથાણુ અને પાપડ વેચે છે. તેણી ઘણીવાર તેના પતિના વર્તનથી કંટાળી જાય છે. તેમની પુત્રી સોનુ ભિડે હોશિયાર છોકરી છે અને ટપુની સૌથી સારી મિત્ર છે.

ઐયર પરિવાર

ઐયર પરિવારમાં કૃષ્ણન સુબ્રમણ્યમ ઐયર અને બબીતા કૃષ્ણન ઐયર છે. સુબ્રમણ્યમ ઐયર તમિળ છે જે મુળ ચેન્નઇનો છે. તે એક વૈજ્ઞાનિક છે અને તેની પત્ની બબીતા બંગાળી છે જે મૂળ કોલકાતાની છે. કૃષ્ણન ઐયરની મુખાકૃતિ શ્યામ છે જ્યારે બબિતાની વાજબી છે. જેઠાલાલને બબિતા પર નિર્દોષ મોહ છે. જેઠાલાલ ક્યારેક ક્યારેક બબિતા સાથે ફ્લર્ટ કરવાની કોશિશ કરે છે, પરંતુ તે હંમેશા સુબ્રમણ્યમ ઐયરના કારણે નિષ્ફળ જાય છે. બબીતા સુંદર અને આધુનિક સ્ત્રી છે જે જેઠાલાલ અને દયાને તેના સારા મિત્રો ગણે છે અને તેના પતિનો વિરોધ કરે છે જ્યારે તે જેઠાલાલ સાથે ઝઘડે છે.

સોઢી પરિવાર

સોઢી પરિવાર એક્સમાન નામ ધરાવતા પંજાબી પતિ અને પારસી પત્નીનુ સંમિશ્રણ ધરાવતો પરિવાર છે. તેમના પ્રેમલગ્ન છે. રોશનસિંઘ હરજીતસિંઘ સોઢી ગેરેજની મલિકી ધરાવે છે અને ખુશીમાં રહેતો વ્યક્તી છે જે ઝઘડાની વાતે ઝડપથી ગુસ્સે થઈ જાય છે. તે હંમેશા (દારૂ) પાર્ટી માટે તૈયાર હોય છે. રોશન કૌર રોશનસિંઘ સોઢી સુખદ વ્યક્તિત્વ ધરાવતી ગૃહિણી છે. તે તેના પતિ અને પુત્રને પ્રેમ કરે છે. તે તેના પતિની પાર્ટી કરવાની ટેવને પસંદ નથી કરતી, જે તેમના સુખી લગ્ન જીવનમાં ભંગાણ પડાવે તેમ લાગે છે. તેમને ગુરુચરણ રોશન સિઘ સોઢી (ગોગી) નામે એક પુત્ર છે, જે "ટપુસેના"નો સૌથી નાનો સભ્ય છે.

હાથી પરિવાર

હાથી પરિવાર મુખ્યત્વે બિહારી છે. ડૉ. હંસરાજ હાથી ખાવાના શોખીન અને શરીરે મેદસ્વી છે. તે ઘણીવાર "સહી બાત હે" અર્થાત સાચી વાત છે જેવી ટિપ્પ્ણી કરે છે. તેમની ધર્મપત્ની કોમલ હંસરાજ હાથી આધુનીક ગૃહિણી છે અને તેણી તેના પતિ અને પુત્રની ખાવાની આદતોનુ ધ્યાન રાખે છે. ગુલાબકુમાર હન્સરાજ હાથી (ગોલી) તેના પિતા જેવો છે જે હંમેશા ખાતો જ રહે છે. તે ઘણો મસ્તીખોર છે.

અન્ય

અન્ય રમૂજી પાત્ર સોસાયટીમાં વસતા પત્રકાર પોપટલાલ પાન્ડેનું છે જે "તૂફાન એક્સ્પ્રેક્સ"માં પત્રકાર છે. તે ઉત્તર ભારતીય છે અને મૂળ ભોપાલનો વતની છે. તે અત્યંત શંકાશીલ એવા છે અને બધું માંગણી માટે રદ કરાવે એવુ ઈચ્છે છે. તે હંમેશા તેની સાથે એક છત્રી લઈ ને ફરે છે. તે હંમેશા લગ્ન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના બધા પ્રયત્નો વ્યર્થ નીવડે છે.

સાંજે સોસાયટીના તમામ પુરુષો રાત્રિભોજન પછી તેમના સોડાના નિયમિત ગ્લાસ માટે નજીકની દુકાને મળે છે. આ દુકાન અબ્દુલ ચલાવે છે, જે સરળ મુસ્લિમ વ્યક્તિ અને સોસાયટીના સભ્ય જેવો છે. રિટા શ્રિવાસ્તવ નામે એક રિપોર્ટર પણ સોસાયટીની સભ્ય છે જે બાળકોને મદદ કરે છે. તે "કલ તક" નામે સમાચાર ચેનલ માટે ખબરપત્રી તરીકે કામ કરે છે. હંમેશા પત્રકાર પોપટલાલ (પ્રિન્ટ પત્રકાર) અને રીટા (ટેલિવિઝન સંવાદદાતા) વચ્ચે લડાઈ થાય છે કારણ કે તેઓ તેમના બન્ને પોતપોતાની મીડિયાને અન્યથી ચઢિયાતી ગણે છે. પિન્કુ દિવાન નામે એક છોકરો છે જે એકલો રહે છે જેના માતા-પિતા શો માં ક્યારેય બતાવ્યા નથી.

નટવરલાલ પ્રભાશન્કર ઊંઢાઈવાલા (નટુ કાકા) જેઠાલાલની ઇલેકટ્રોનિક્સની દુકાનના કર્મચારી છે. તે સાઠ વર્ષના છે પરંતુ પોતાને યુવાન માને છે અને અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરે છે. તે પોતાનો પગાર વધારવાની હંમેશા માંગ કરે છે. જ્યારે જેઠાલાલ તેમને ધમકાવે છે ત્યારે તે ન સાંભળી શકવાનો ડોળ કરે છે અને કહે છે "આપને મુઝસે કુછ કહા?" (આપે મને કંઇ કહયુ?). બાઘેશ્વર દાદુખ ઊંઢાઈવાલા (બાઘા) નટુ કાકાનો ભત્રીજો છે અને દુકાનનો કર્મચારી છે. તે રમૂજી છે અને જેઠાલાલ માટે સમસ્યાઓ ઉભી કરે છે. તે હમેશા એવુ કહેતો ફરે છે "જૈસી જિસકી સોચ" (જેવી પોતપોતાની વિચારસરણી). કાકા અને ભત્રીજા વચ્ચે સરસ સુમેળ છે.

ખાસ દેખાવ

  • તારક મહેતા, પ્રથમ દિવાળીના એપિસોડમાં, ૨૦૦માં એપિસોડમાં, ૯૦૦મા એપિસોડમાં.
  • રાજુ શ્રીવાસ્તવ ૨૦૦માં એપિસોડમાં
  • સતિષ કૌશિક, રૂશ્લન મુમતાઝ અને શીના સહાબદિ ૨૦૦માં એપિસોડમાં (તેમની ફિલ્મતેરે સંગના પ્રચાર અર્થે ).
  • વિનય પાઠક (તેમની ફિલ્મસ્ટ્રૅટના પ્રચાર અર્થે ).
  • રણદીપ હૂડા ગણેશ ચતુર્થી તહેવારના એપિસોડમાં (તેમની ફિલ્મ લવ ખિચડીના પ્રચાર અર્થે).
  • શ્રેયસ તલપડે ગણેશ ચતુર્થી તહેવારના એપિસોડમાં ( તેમની ફિલ્મઆગે સે રાઇટના પ્રચાર અર્થે).
  • અજય દેવગણ દિવાળી તહેવારના એપિસોડમાં ( તેમની ફિલ્મઓલ ધ બેસ્ટ: ફન બિગિનના પ્રચાર અર્થે).
  • સુનીલ પાલ (તેમની ફિલ્મભાવનાઓ કો સમઝોના પ્રચાર અર્થે).
  • શર્મન જોશી અને વત્સલ શેઠ ( તેમની ફિલ્મ તોહ બાત પક્કીના પ્રચાર અર્થે).
  • ઇરફાન પઠાણ, જ્યારે રોશન સિંઘ સોઢી તેમને તેના બરોડા સ્થિત નિવાસસ્થાને મળ્યા
  • આયુશ્માન ખુરાના (DLF IPLના પ્રચાર અર્થે).
  • અનંગ દેસાઈ, રાજીવ મેહતા, નિમિષા વખારિયા, જમનાદાસ મજેઠિયા અને સુપ્રિયા પાઠક ગણેશ ચતુર્થી તહેવાર ના એપિસોડમાં (તેમની ફિલ્મ ખિચડી: ધ મુવી ના પ્રચાર અર્થે).
  • રિશી કપૂર્ અને નીતુ સિંઘ (તેમની ફિલ્મ દો દુની ચારના પ્રચાર અર્થે).
  • જહોન અબ્રાહમ અને પખિ ટાયરવાલા નવરાત્રી તહેવાર ના એપિસોડમાં (તેમની ફિલ્મઝુઠા હી સહીના પ્રચાર અર્થે).
  • ઇન્દિરા ક્રિશ્નન ( તેમની ધારાવાહિકક્રિશ્નનાબેન ખાખરાવાળાના પ્રચાર અર્થે).
  • હેમંત ચૌહાણ ભજન સમારોહમાં.
  • દર્શિલ સફારી ( તેમની ફિલ્મઝોકોમોનના પ્રચાર અર્થે).
  • સલમાન ખાન ( તેમની ફિલ્મરેડીના પ્રચાર અર્થે)).
  • ફાલ્ગુની પાઠક નવરાત્રી તહેવાર ના એપિસોડમાં અને શરદ પૂર્નિમા એપિસોડમાં.
  • સરોજ ખાન ડિસ્કો ડાન્સ હરિફાઇ માં નિર્ણાયક તરીકે.
  • બોમન ઇરાની અને શર્મન જોશી ( તેમની ફિલ્મફેરારી કી સવારીના પ્રચાર અર્થે).
  • અભિષેક બચ્ચન, અજય દેવગણ , રોહીત શેટ્ટી, પ્રાચી દેસાઈ અને આસિન (તેમની ફિલ્મ બોલ બચ્ચનના પ્રચાર અર્થે)
  • સાબ્રિ બ્રધર્સ (આફ્તાબ સાબ્રિ અને હાશીમ સાબ્રિ) ગોકુલધામ સોસાયટીમાં ઇદ મનાવવા.
  • રણબીર કપૂર (તેમની ફિલ્મ બર્ફી!ના પ્રચાર અર્થે).
  • કરીના કપૂર (તેમની ફિલ્મ હિરોઇનના પ્રચાર અર્થે).
  • પરેશ રાવલ ગણેશ ચતુર્થી તહેવાર ના એપિસોડમાં( તેમની ફિલ્મઓહ માય ગોડના પ્રચાર અર્થે).
  • આનંદજી વિરજી શાહ ગણેશ ચતુર્થી તહેવાર ના એપિસોડમાં (અંતાક્ષરી).
  • આસીતકુમાર મોદી ટીમ નો આભાર વ્યક્ત કરવા ૧૦૦૦મા એપિસોડમાં.
  • જીઆ માણેક (તેમની ધારાવાહિક જિનિ ઔર જુજુના પ્રચાર અર્થે).
  • અજય દેવગન અને સોનાક્ષી સિન્હા (તેમની ફિલ્મ સન ઓફ સરદાર ના પ્રચાર અર્થે).

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વાર્તાતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પાત્રો સુચિતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પાત્રોતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ખાસ દેખાવતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સંદર્ભોતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા બાહ્ય કડીઓતારક મેહતા કા ઉલ્ટા ચશ્માતારક મહેતા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમરેલી જિલ્લોમહેસાણાવિશ્વ પર્યાવરણ દિવસ૦ (શૂન્ય)આવર્ત કોષ્ટકકચ્છનું રણકચ્છ જિલ્લોશિવાજીમહાવીર સ્વામીપી.વી. નરસિંહ રાવકાળો ડુંગરગુજરાતના શક્તિપીઠોચંદ્રચરોતરઅલંગઆલ્બર્ટ આઇન્સ્ટાઇનગોપાળાનંદ સ્વામીબહારવટીયોયુનાઇટેડ કિંગડમચાવડા વંશજોગીદાસ ખુમાણજમ્મુ અને કાશ્મીરમાધવપુર ઘેડકચ્છ રણ અભયારણ્યગરમાળો (વૃક્ષ)નારાયણ સ્વામી (ભજનીક)હિંદુ ધર્મસ્નેહલતાદુબઇકેદારનાથ જ્યોતિર્લિંગડાંગ જિલ્લોપાલનપુરપંચાયતી રાજજય વસાવડાગુજરાત મેટ્રોખેડા જિલ્લોબાહુકમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરશ્રીમદ્ રાજચંદ્રગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)શુક્ર (ગ્રહ)રાજસ્થાનીઆયંબિલ ઓળીરાજકોટ જિલ્લોસુરત જિલ્લોગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યએપ્રિલ ૨૩ગુજરાત દિનતુલસીદાસરસીકરણગાંધીનગરલોહાણાજય જય ગરવી ગુજરાતમટકું (જુગાર)મહુડોઅકબરજૈન ધર્મકાલિદાસબેંકનેપાળગરબાવશશાહબુદ્દીન રાઠોડસૌરાષ્ટ્રદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવલોહીઉંબરો (વૃક્ષ)દેવાયત પંડિતગુજરાતના લોકમેળાઓભાવનગર જિલ્લોમંદોદરીનાગલીસમાજસાંખ્ય યોગપક્ષીપર્વતકરીના કપૂરકમળો🡆 More