દેવાયત પંડિત: ગુજરાતી સંત કવિ

દેવાયત પંડિત ગુજરાતના એક સંતકવિ હતા.

તેઓ આગમનાં ભજનના રચયિતાઓમાં મુખ્ય ગણાય છે.

જન્મ અને બાળપણ

દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો એમ મનાય છે. તેમનાં માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદું કરતા હોવાનું મનાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી. કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયેલું. આમ છતાં, દેવાયત પોતાના પિતાનાં સંસ્કારોને વળગી રહીને સાધુસંતોની સેવા કરતા હતા.

દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મતમતાંતર છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ‚ કોઈ બરડા બીલેસરના હરિજન બ્રાહ્મણ‚ કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર‚ તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે. આથી દેવાયત પંડિતની જાતિ વિષે ચોક્કસ કંઇ કહી નથી શકાતું. ડૉ. દલપત શ્રીમાળીએ આ અંગે વધુ સંશોધનો કરીને દેવાયત પંડિતની જાતિ વિશે એક ચોક્ક્સ નિષ્કર્ષ કાઢ્યો છે.. એ પ્રમાણે દેવાયત પંડિતનો જન્મ મેઘવાળ સમાજમાં થયેલો. દેવાયત પંડિત મહાપંથ-માર્ગી પંથ સાથે સંકળાયેલા હતા.

ગુરુનું મિલન અને ગુરુ ઉપદેશ

દેવાયત પંડિત સાધુસંતોના સંઘ સાથે તરણેતરનાં મેળામાં જાય છે. મેળામાં ઘણા બધા સાધુસંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માનાં પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી. તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યુ. આમ તે તરણેતરનાં મેળામાંથી પાછા ફરાતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા. ગિરનારની અડાબીડ ઝાડીના માર્ગોમાં ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા. તેમણે ગિરનારની પાવન ભૂમિમાં ઘણા દિવસો ગાળ્યા પરંતુ પોતાની મુંજવણનું સમાધાન થતુ ન હતુ કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતુ ન હતું. તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતનાં મનની ભ્રમણા ભાંગી.

દેવાયતને શોભાજીનાં સાનિધ્યમાં ખુબજ રસ પડવા લાગ્યો હતો. પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યુ હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો. આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યુ. શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા. તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યુકે તમો સાધુ બનો તેના કરતા સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા સંસારને ભક્તિની પ્રેરણા આપશો તે વધારે અસરકારક રહેશે. તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારના ધર્મો બજાવતાં બજાવતાં આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો. આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવાયત કાશી ગયા હતા.

યુવાનીકાળ અને લગ્નજીવન

પોતાના યુવાનીકાળમાં જ તે ધર્મના રસ્તે ચડી ગયા હતા. પોતાના ગુરુનો ઉપદેશ મળતાં કાશી ગયેલા દેવાયત, શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખૂબ જ વિદ્વાન બની ગયા. જ્યાં ધર્મશાસ્ત્રોનાં અભ્યાસમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓને પંડિતનું બિરૂદ મળ્યું હતુ. આમ પોતાની નાની ઉંમરમાં જ તે આધ્યાત્મિકતામાં આગળ વધતા હતા. સમય જતા તેમનાં ગુરુનાં વચને તેમણે દેવળદે' સાથે લગ્ન કર્યા અને પરણીને ગૃહસંસાર શરૂ કર્યો.

દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો. જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા. તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા. સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા. આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડયો હતો. દેવાયતનાં પત્ની દેવળદે'એ પોતાના પતિનો અહમ્ ઉતારવાની ઘણી કોશિષો કરી જોઈ, પણ તેમાં નાકામિયાબ રહ્યા. એક દિવસ દેવાયત પંડિતે દેવળદે'ના ચારિત્ર્ય ઉપર શંકા કરી. દેવળદે' સ્ત્રી હતા પણ પોચા ન હતા. તે સ્વમાની, ધૈર્યવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યાં.

ભવિષ્યવાણી

દેવાયત પંડિતના ભજનોમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી અને અગીયારમી સદીમાં થઈ ગયેલ મેઘવાળ સમાજના ધર્મગુરુ મામઈદેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણીમાં સંપુર્ણપણે સમાનતા રહેલી છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછી થનારા નકળંક અવતાર પર વિસ્તાર પુર્વક વર્ણન કરવામાં આવેલ છે. ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન "આગમવાણી" છે. આગમ એટલે આગાહી. તેઓ એ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી. જે આજના સમયમાં પણ સચોટ મનાય છે.

સંદર્ભ

Tags:

દેવાયત પંડિત જન્મ અને બાળપણદેવાયત પંડિત ગુરુનું મિલન અને ગુરુ ઉપદેશદેવાયત પંડિત યુવાનીકાળ અને લગ્નજીવનદેવાયત પંડિત ભવિષ્યવાણીદેવાયત પંડિત સંદર્ભદેવાયત પંડિતભજન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગંગાસતીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)શ્યામજી કૃષ્ણ વર્માખલીલ ધનતેજવીજુનાગઢનગરપાલિકાભાવનગર જિલ્લોઇડરબનાસકાંઠા જિલ્લોસંત રવિદાસઆંધ્ર પ્રદેશસંજ્ઞાત્રિકોણબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીચિનુ મોદીડોંગરેજી મહારાજસ્વામિનારાયણદિવ્ય ભાસ્કરબીજોરારતન તાતાકલમ ૩૭૭ (ભારતીય દંડ સંહિતા)બનારસી સાડીપાંડુરંગ શાસ્ત્રી આઠવલેતાલુકા વિકાસ અધિકારીકમ્પ્યુટર હાર્ડવેરકળિયુગત્રિકમ સાહેબમૂળદાસલીમડોબુર્જ દુબઈચોરસઅકબરનિરોધપ્રજાસત્તાક દિન (ભારત)વૈશ્વિક આબોહવા પરિવર્તનવાસુદેવ બળવંત ફડકેમનોવિજ્ઞાનહિંદુ ધર્મલોકમાન્ય ટિળકતરણેતરકામદા એકાદશીક્ષેત્રફળગણિતહળદરદર્શનડાંગ જિલ્લોરહીમગુજરાત વડી અદાલતવિષ્ણુ સહસ્રનામસંસ્કૃતિસવિતા આંબેડકરવન લલેડુકાઠિયાવાડસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીC (પ્રોગ્રામિંગ ભાષા)લસિકા ગાંઠભગવદ્ગોમંડલગરુડ પુરાણયુટ્યુબગઝલહિંદી ભાષાગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨રામનારાયણ પાઠકસત્યના પ્રયોગો અથવા આત્મકથાહવામાનઅમરેલી જિલ્લોઅમદાવાદના દરવાજાહાર્દિક પંડ્યાબ્રાઝિલકમળોદાહોદમાન સરોવરરાયણયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાહડકવાલોક સભા🡆 More