કાળો ડુંગર: કચ્છનો સૌથી ઊંચો ડુંગર

કાળો ડુંગર કચ્છનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે.

તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે અને સૌથી નજીકનું શહેર ખાવડા છે.

કાળો ડુંગર
કાળો ડુંગર: કચ્છનો સૌથી ઊંચો ડુંગર
કાળા ડુંગર પરનું સ્મારક
શિખર માહિતી
ઉંચાઇ458 m (1,503 ft)
અક્ષાંસ-રેખાંશ23°56′03″N 69°48′50″E / 23.93417°N 69.81389°E / 23.93417; 69.81389
ભૂગોળ
કાળો ડુંગર is located in ગુજરાત
કાળો ડુંગર
કાળો ડુંગર
ગુજરાતમાં સ્થાન
સ્થાનખાવડા, કચ્છ જિલ્લો, ગુજરાત, ભારત

આ કદાચ એક માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો ૩૬૦ અંશનો દેખાવ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે; તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે.

કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂનાં દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે.

બીજી દંતકથા મુજબ લખ્ખ ગુરૂ કાળા ડુંગર પર રહેતા હતાં અને ભગવાન દત્તાત્રેયના પૂજક હતા. તેઓ જંગલી શિયાળોને ભોજન આપતા હતા. એક દિવસ તેમની પાસે કોઇ ભોજન નહોતું જેથી તેમણે પોતાના શરીરનો ભાગ કાપીને શિયાળોને ખાવા આપ્યો અને કહ્યું, “લે અંગ!’. સદીઓ પછી આ અપભ્રંશ થઇને ‘લોંગ’ બન્યું.

માગસર સુદ પૂનમના દિવસે અહીં દત્તાત્રેય જયંતિની ઉજવણી થાય છે.

કાળા ડુંગર પર વિચિત્ર ઘટના અનુભવાય છે જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રીસર્ચ, ગાંધીનગર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, કાનપુરના સભ્યોએ આ ઘટના વિશે સંશોધન કર્યું. તેમણે તારણ કાઢ્યું કે વાહનો તીવ્ર ઢાળને કારણે વધુ ઝડપ મેળવે છે.

છબીઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

કચ્છખાવડા (તા. ભુજ)ભુજ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આણંદ લોક સભા મતવિસ્તારખાટી આમલીગુજરાત વિદ્યાપીઠગુપ્તરોગઆવળ (વનસ્પતિ)અમદાવાદના દરવાજાભારતીય રૂપિયોતાપમાનજયંત પાઠકજામનગરભારતના વડાપ્રધાનગોવર્ધનરામ ત્રિપાઠીગુજરાતના શક્તિપીઠોઅમિત શાહચિત્તભ્રમણાકચરાનો પ્રબંધસીદીસૈયદની જાળીમેષ રાશીદર્શના જરદોશભારતીય માનક સમયસમાન નાગરિક સંહિતાધ્યાનભાવનગરવિષ્ણુ સહસ્રનામરાષ્ટ્રીય મતદાતા દિવસહાટકેશ્વરમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ધોળાવીરામણિશંકર રત્નજી ભટ્ટવિરાટ કોહલીનકશોભીમ બેટકાની ગુફાઓકેન્દ્રશાસિત પ્રદેશહનુમાન મંદિર, સાળંગપુર૦ (શૂન્ય)સંગણકપંચતંત્રઆંખસંસ્કારઅક્ષરધામ (ગાંધીનગર)ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)વશકાદુ મકરાણીએ (A)જગન્નાથપુરીગુજરાતી ફિલ્મોની યાદીમીન રાશીઔરંગઝેબયોગ (મનોશારીરીક જીવનશૈલી)ચાણક્યગિરનારપરિક્ષિતગઝલગુલાબબૌદ્ધ ધર્મસિંધુ ખીણની સંસ્કૃતિબજરંગદાસબાપાભારત સરકારવૃશ્ચિક રાશીચૈત્ર સુદ ૧૫ડાંગ જિલ્લોઆદિવાસીઘૃષ્ણેશ્વરપ્રાણાયામમહંત સ્વામી મહારાજઘોરાડઅંબાજીતિથિમુનમુન દત્તાભારતનું બંધારણમહમદ અલી ઝીણારવિન્દ્રનાથ ટાગોરએકમસત્યના પ્રયોગો અથવા આત્મકથાગુજરાત વિધાનસભા🡆 More