અકબર: ત્રીજો મોગલ શાસક

જલાલુદ્દીન મોહમ્મદ અકબર (૧૫ ઓક્ટોબર ૧૫૪૨ - ૨૭ ઓક્ટોબર ૧૬૦૫) મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સુપ્રસિદ્ધ બાદશાહ હતો.

તેનો શાસનકાળ ૧૫૫૬ થી ૧૬૦૫ સુધીનો હતો. અનેક લશ્કરી  વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સંગઠીત  કર્યો હતો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર  પ્રગતિ સાધી હતી. તેણે અગિયાર લગ્નો કર્યા હતા.

અકબર
અકબર: પરિચય, જન્મ, આરંભિક કાળ
હાથમાં બાજ સાથે અકબર.
૩જો મુઘલ બાદશાહ
શાસન૧૧ ફેબ્રુઆરી ૧૫૫૬ – ૨૭ ઓક્ટોબર ૧૬૦૫
રાજ્યાભિષેક૧૪ ફેબ્રુારી ૧૫૫૬
પુરોગામીહુમાયુ
અનુગામીજહાંગીર
પાલક મંત્રી કે કારભારીબૈરામ ખાન (૧૫૫૬–૧૫૬૦)
જન્મજલાલ-ઉદ-દીન મહંમદ અકબર
(1542-10-15)15 October 1542
ઉમરકોટ, રાજપૂતાના (હાલમાં સિંધ, પાકિસ્તાન)
મૃત્યુ27 October 1605(1605-10-27) (ઉંમર 63)
ફતેપુર સીક્રિ, આગ્રા, મુઘલ સામ્રાજ્ય (હાલમાં ઉત્તર પ્રદેશ, ભારત)
અંતિમ સંસ્કાર
સિકંદરા, આગ્રા
મુખ્ય પત્નિરુકૈયા સુલ્તાન બેગમ
પત્નિઓસલીમા સુલ્તાન બેગમ
મરીયમ-ઉઝ-ઝમાની ઉર્ફ હીરા કુંવર ઉર્ફ હરખાબાઈઉર્ફ(ખો.ના.)જોધાબાઈ
રઝિયા બેગમ
કાસિમા બાનુ બેગમ
બીબી દૌલત શાદ
વંશજહસન મિર્ઝા
હુસૈન મિર્ઝા
જહાંગીર
ખાનુમ સુલ્તાન બેગમ
સુલ્તાન મુરાદ મિર્ઝા
દનિયાલ મિર્ઝા
શક્ર-ઉન-નિસ્સા બેગમ
અરામ બાનુ બેગમ
શામસ-ઉન-નિસ્સા બેગમ
મહી બેગમ
નામો
અબુલ-ફત જલાલ-ઉદ્-દીન મહંમદ અકબર
રાજવંશતૈમુર વંશ
પિતાહુમાયુ
માતાહમીદા બાનુ બેગમ
ધર્મસુન્ની ઇસ્લામ, દિન-એ-ઇલાહી

પરિચય

અકબરના દાદા બાબર ઇ.સ. ૧૫૨૭માં અફઘાનિસ્તાનથી પોતાના સૈન્ય સાથે હિન્દુસ્તાન પહોંચ્યા અને રાણા સંગ્રામસિંહને હરાવીને આગ્રાની ગાદી કબજે કરીને હિન્દુસ્તાનમાં મુઘલ સલ્તનતની સ્થાપના કરી. તેણે પોતાની આત્મકથા તુઝુ-કે-બાબરી લખી જે ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

જન્મ

ઇ.સ. ૧૫૪૦માં કનોજના યુદ્ધમાં શેરશાહ સુરી સામે હુમાયુનો પરાજય થયો અને આ સાથે જ હુમાયુના ૧૫ વર્ષ સુધીના રખડપટ્ટી અને કઠણાઈભર્યા જીવનની શરુઆત થઇ. આ દરમ્યાન ૧૫૪૧માં સિંધના અમરકોટ ગામ પાસે તે તેની બેગમ હમીદાબાનુ ને મળ્યો અને ઇ.સ.૧૫૪૧માં તેણે હમીદાબાનુ સાથે લગ્ન કર્યા.

ત્યારબાદ ૧૫૪૨માં તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ બદરૂદીન રાખવામાં આવ્યું પરંતુ હુમાયુએ પુત્રનું નામ બદલીને જલાલુદીન મોહમ્મદ રાખ્યું ત્યારબાદ હુમાયુ પર હુમલો થતાં જીવ બચાવવા તે પોતાની બેગમ સાથે ઈરાન ભાગી ગયો અને જલાલુદ્દીનને પોતાના કાકાઓના સંરક્ષણમાં રહેવું પડયું. પહેલા થોડાં દિવસો તે કંદહારમાં અને ત્યાર પછી કાબુલમાં રહ્યો અને ૧૫૪૫થી કાબુલમાં હુમાયુને પોતાના ભાઈઓ સાથે સંબંધો બહુ સારા ના હોવાથી જલાલુદ્દીનની સ્થિતી કેદી કરતાં થોડીક જ સારી હતી તેમ છતાં સૌ તેની સાથે સારો વ્યવહાર કરતા અને તેને કંઈક વધુ પ્રમાણમાં લાડ પણ લડાવતા.

આરંભિક કાળ

જયારે હુમાયુએ ફરીથી કાબુલ પર પોતાનો ઝંડો લહેરાવ્યો ત્યારે અકબર પોતાના પિતાના સંરક્ષણમાં પહોંચ્યો. પરંતુ ૧૫૪૫-૧૫૪૬ના ટુંકા ગળામાં અકબરના કાકા કમરાનએ કાબુલ પર પુનઃ અધિકાર જમાવી લીધો. અકબર પોતાના માતા-પિતાના સંરક્ષણમાં જ રહ્યો. અકબરના યોગ્ય શિક્ષણ માટે હુમાયુએ તે સમયના વિખ્યાત મુસ્લિમ વિદ્ધાનો મુલ્લા ઈસામુદ્દીન ઈબ્રાહિમ, મૌલાના અબુલ કાદિર, મિર અબ્દુલ લતિફ વગેરેની નિમણુક કરી.પરંતુ અકબરને અભ્યાસ કરતા ધોડેસવારી, તલવારબાજી,ખેલકુદ વગેરેમા વધારે રસ હોવાથી તે વધારે ભણી શક્યો નહીં   અકબરે પોતાને નિરક્ષર બતાવ્યો છે પરંતુ આ વાતનો આત્મસ્વીકૃતિમાં સત્યાંશ બસ એટલો જ છે કે તેણે સ્વયં ક્યારેય કંઈ પણ નથી લખ્યું.

પોતાના ગુમાવેલા રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટેના હુમાયુના અવિરત પ્રયત્નો અંતે સફળ થયા અને તે સને ૧૫૫૫માં ભારત પહોંચી શક્યો. પિતા હુમાયૂંનું દિલ્હીમાં મહેલની સીડી પરથી નીચે પડી જતાં ૨૬મી જાન્યુઆરી ૧૫૫૬ના રોજ આકસ્મિક અવસાન થયું.તે સમયે અકબર વઝીર બૈરમખાન સાથે પંજાબના ગુરુદાસપુરના કાલનૌર ગામે ગયો હતો;આથી બૈરમખાને ત્યાજ અકબર નો રાજ્યાભિષેક કર્યો જ્યારે અકબરનો રાજ્યાભિષેક થયો તે સમયે તેની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી. તે સમયે મુગલ રાજ્ય માત્ર કાબુલથી દિલ્હી સુધી જ ફેલાયેલું હતું અને હેમુના નેતૃત્વમાં અફઘાન સેના પુનઃ સંગઠિત થઈ તેની સામે પડકાર બની ઊભી હતી.

શાસન

રાજ્યની સુરક્ષાની જવાબદારી બાળક અકબરના સંરક્ષક બૈરામ ખાન પર હતી. તત્કાલીન અવ્યવસ્થાનો લાભ લઈને બિહારના સૂર શાસક મુહમ્મદ આદિલશાહે પોતાના ત્યારબાદ કાબેલ સેનાપતિ હેમુની સહાયતાથી મુઘલ સુબેદાર તાર્દિબેગને નસાડી મુકીને દિલ્હી કબ્જે કર્યુ.ત્યારબાદ ઇ.સ.૧૫૫૬માં અકબરની સરદારી નીચે હેમુના  સૈન્ય  સામેના પાણીપતના દ્વિતીય યુદ્ધમાં હેમુનો  પરાજય થયો અને ભારતમાં અકબરના હાથે મુઘલ સત્તાની પુન: સ્થાપના થઈ. આ પછીના ચાર વર્ષ બૈરામખાં ના  તથા આપખુદ શાસનના વર્ષો કહી શકાય. આ દરમ્યાન બૈરમખાને મુધલ શાસનને સલામત બનાવ્યુ, પણ તેને સાંઘાને અને શિયાઓને ઉચ્ચ હોદ્દા પર મુક્યા. તેથી સુન્ની અમિરો તથા અધિકારીઓ નારાજ થયા. વળી બૈરમખાને સત્તાના જોશમાં આવીને અકબરની અવગણના  કરતાં અકબરે બૈરમ ખાનને મક્કા  હજ કરવા જવાની સગવડ આપીને રાજ્યની ધૂરા હાથમાં  લીધી. માર્ગમાં બૈરમખાને અકબર સામે કરેલા બળવામાં તેનો  પરાજય થયો પરંતુ બૈરામખાંની ભુતકાળની મુઘલ સલ્તનત પ્રત્યેની વફાદારી અને સેવાઓ ને  ધ્યાનમાં રાખીને અક્બરે તેને ક્ષમા આપી. મક્કાની યાત્રા માટે આગળ જતા પાટણ મુકામે એક જુના શત્રુના હાથે બૈરામખાનની હત્યા થઈ. અકબરે તેના કુટુંબને દિલ્હી બોલાવીને ખુબ ઉદાર વર્તન કર્યુ.અકબરે તેની પત્ની સલીમાં સાથે લગ્ન કર્યા અને તેના પુત્ર ને મોટો થતાં પોતાના દરબારમાં ઉચ્ચ હોદ્દો પણ આપ્યો બૈરમખાનના પતન પછીના બે વર્ષો ત્રિયા-શાસનના વર્ષો કહેવામાં  આવે છે. કેમ કે તે વર્ષો દરમિયાન તેની દુધમાતા માહમ આંગા મુખ્ય કાર્યકર્તા હતી. અકબરે મંત્રી તરીકે પોતાના  ખાસ વફાદાર અને કુશળ વહીવટકર્તા એવા શમ્સુદ્દીનની નિમણૂક  કરતા માહમ આદનખાને શમસુદ્દીનની હત્યા કરી નાખી. આથી અકબરે આદનખાનને મહેલની અગાસી પરથી નીચે ફેંકાવીને મારી નાખાવ્યો. આથી તેના આઘાતમાં માહામ આંંગા અવસાન પામતા અકબર સર્વોપરી શાસક બન્યો.

અકબરની રાજનિતી

અન્ય મધ્યયુગીન શાસકોની  જેમ અકબર પણ એક મહાન સામ્રાજ્યવાદી હતો. અને તેને પોતાનુ રાજ્ય ઉત્તરે અફઘાનિસ્તાન કાશ્મીરની દક્ષિણે મૈસુર સુધી તથા પશ્ચિમે ગુજરાતની પુર્વમાં બંગાળ સુધી ફેલાવવાની મહત્વાકાંક્ષા હતી. આ આશયથી અકબરે ૧૫૬૨ થી ૧૬૦૫ સુધીમાં અનેક લડાઈઓ કરી અને તેમા મોટાભાગની જીતો મેળવીને ભારતભરમા પોતાના સમ્રાજ્યનો વિસ્તાર કર્યો તથા ભારતને એકતા પણ આપી. અકબરનાં મોટાભાગના યુદ્ધો ખુબજ ઝડપી તથા આક્રમક હોવા છતા મટાભાગે ઉદારતાનો અંશ હતો.અકબરે ૧૫૬૨ થી ૧૬૦૧ સુધીમા અનુક્રમે માળવા, જબલપુર પાસેનુ ગોંદવાના, રણથંભેર, કાલિંજર, ચિતોડ (મેવાડ), જોધપુર, ગુજરાત, બંગાળ, કાબુલ, કાશ્મિર, સિંઘ, કટ્દહાર, અહમદનગર જીતી લીધા  ગોંડવાનામાં  વીર નારાયણે મુઘલોને સખત લડાઈ આપીને શહીદી વહોરી. અકબરે ફક્ત૯ દિવસમાં ૯૬૫ કિ.મી. ની મજલ કાપીને ગુજરાતના અંતિમ સુલતાન મુઝફ્ફ્રશાહ ત્રીજાને આખરી પરાજય આપીને ગુજરાતને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું. આનાથી મુઘલ સમ્રાજ્યને બંદરનો લાભ મળતા તેના વ્યાપાર-વાણિજ્યનો વિકાસ થયો.ઉત્તર અને મધ્ય ભારત ઉપર પોતાનો ઝંડો લેહરાવ્યા બાદ અકબરે પોતાનું ધ્યાન રાજપુતાના જીતવા પર  કેન્દ્રિત કર્યું તેણે અજમેર અને નાગોર તો પહેલાથી જ જીતી લીધા હતા આમ ઈ.સ.1561માં અકબરે રાજપુતાના જીતવાની સફરનો પ્રારંભ કર્યો મોટાભાગના રાજપૂત રાજાઓએ તેની આણ નો સ્વીકાર કર્યો આંબેરના રાજા ભારમલે પોતાની પુત્રી જોધા ના અકબર સાથે લગ્ન કર્યા અને આ સાથે અકબરે હિન્દૂ મુસ્લિમ એકતાનો પાયો નાખ્યો આમ છતાં મેવાડના મહારાણા ઉદયસિંઘે તેની આણ માનવાનો ઇન્કાર કરી દીધો આથી રાજપુતાના પર  સંપૂર્ણ આધિપત્ય જમાવવા અકબરે ઇ.સ 1567માં ચિતૌડગઢ પર હુમલો કરીંને ચિતૌડ જીતી લીધું આં યુદ્ધ માં અકબરે 30,000 જેટલા નિર્દોષ ચિત્તોડ વાસીઓ નો વધ કરવી તેની તૈમુરી સભ્યતાનો પરિચય આપેલ અને મહારાણા ઉદયસિંહ ને મેવાડની ઘાટીઓમાં છુપાઈને આશરો લેવો પડ્યો આમ છતાં ઉદયસિંહના મહાન પુત્ર પ્રતાપે તેની સામે શરણાગતી સ્વીકારી નહીં અને ચિતૌડથી દૂર પર્વતો અને તળાવો ની વચ્ચે સુંદર જગ્યામાં એક નવું નગર વસાવ્યું જેનું નામ પોતાનાં પિતાના નામ પરથી "ઉદયપુર"રાખ્યું સમગ્ર રાજપૂતાનામાં માત્ર મેવાડ જ એકમાત્ર સ્વતંત્ર રાજ્ય રહ્યું આથી ઈ.સ. 1576માં અકબરે ફરીથી ઉદયપુર પર ચડાઈ કરી હલ્દીઘાટી ના મેદાનમાં મહારાણા પ્રતાપે અકબરનો વીરતાપૂર્વક સામનો કર્યો પરંતુ અકબરની વિશાળ સેના સામે તેઓ ટકી શક્યા નહીં  આ યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પરાજય થયો અને તેમને જંગલનો આશરો લેવો પડયો કર્નલ ટોડે હલ્દીઘાટીને મેવાડની થર્મોપિલી કહી છે.[૧] અને ત્યારબાદ મહારાણા પ્રતાપે 1582માં અકબરને દેવરના યુદ્ધમાં ખરાબ રીતે હરાવી ચિત્તોડ સિવાય સમગ્ર મેવાડ સ્વતંત્ર કરેલું.

અકબરનાં બે નોંંધપાત્ર યુદ્ધોમાં દખ્ખ્ણમાં અહમદનગર તથા અસીરગઢ સામેના હતા. અહમદનગરની વહિવટકર્તા સુલતાના ચાંદબીબીએ મુઘલ સૈન્યનો ખુબ વીરતાપુર્વક સામનો કરીને મુઘલોના પ્રથમ આક્રમણ નિષ્ફળ બનાવ્યુ. પરંતુ ત્યારબાદ અકબરના પોતાની સેનાની પદ નીચે વિશાળ મુઘલ સેનાએ અહમદનગર પર આક્રમણ કરીને અંત:પુરમાં ચાંદબીબીની હત્યા કરી નાખી.અને અહમદનગર જીતી લીધું અને મુઘલ સમ્રાજ્યમા સમાવી લીધું. તે સમયે ખાનદેશના અસીરગઢનો કિલ્લો ખુબ મજબુત મનાતો હતો. ખાનદેશના સુલતાને અકબરની આધીનતા સ્વિકારવાનો ઇન્કાર કરીને અકબરને અસીરગઢ સોંપવાનો ઇન્કાર કરીને અકબરે કિલ્લાનો ઘેરો ઘાલ્યો, પરંતુ અકબર લશ્કરી બળથી તેનો કબજો કરવામા નિષ્ફળ જતા કિલ્લાના અધિકારીઓ અને રક્ષકોને મોટી રકમ આપીને તેમની પાસે કિલ્લાના દરવાજા ખોલાવીને કિલ્લો તાબે કર્યો. આમ અકબરે સોનાની ચાવી થી અસિરગઢનો કિલ્લો જિત્યો.[૧]

અકબર માનતો હતો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યને સ્થિર કરવા તથા તેનો વિકાસ કરવા વિશાળ બહુમતી ધારાવતી રાજપુત-હિંદુ પ્રત્યે ઉદાર નિતિ અપનાવવી જરુરી હતી; આથી અકબરે રાજપુતો સાથે લગ્ન સબંધો બાંધ્યા, રાજ્યમાં ઉંચા હોદ્દાઓ આપ્યા તથા તેમના પ્રત્ય્ર ધાર્મિક સહિષ્ણણુતાની નિતિ અપનાવી. આને પરિણામે અકબરને રાજપુતોની સેવા પ્રાપ્ત થઈ.

મહત્વના સુધારાઓ

૧) ધાર્મિક સુધારાઓ

  • અકબર યાત્રાવેરો તથા જજીયાવેરો નાબુદ કરાવ્યો.
  • પોતાના રાજ્યમાં ગૌવધની મનાઈ ફરમાવી.
  • મંદિરો બાંધવાની છુટ આપી.

2) વહિવટી સુધારાઓ

  • અકબરે તેના સામ્રાજ્યને કેંદ્ર,સુબાઓ,સરકાર,પરગણા તથા ગ્રામ એકમોમા આધુનિક ઢબે વ્યવસ્થિત કર્યુ.
  • ગુલામી પ્રથાનો અંત કર્યો.

૩) સામાજિક સુધારાઓ

  • તેને ફરજીયાત સતિપ્રથા બંધ કરાવી. કન્યાની હત્યા માટે કડક સજાની જોગવાઈ કરી.
  • બાળ લગ્ન પર પ્રતિબંધ મુક્યો, તથા વિધ્વા પુન: લગ્ન માટે છુટ આપી.
  • અકબરે વેશ્યાવૃત્તિ તથા ભિક્ષુકવૃત્તિ પર નિયંત્રણો મુક્યા.
  • સામજિક સુધારાઓને અમલ કરવા તેને ખાસ અધિકારીઓની નિમણુક કરી.

૪) શિક્ષણિક સુધારાઓ

  • અકબરે દિલ્હી, આગ્રા, શિયાલકોટ તથા ફતેપુર-સિક્રિમાં ઉચ્ચ શિક્ષ્ણ આપતી શાળાઓ સ્થાપી.
  • અકબરે ફત્તેપુર-સિક્રીમાં કન્યાઓને શિક્ષણ માટે અલગ કન્યા શાળા ખોલી આપી હતી.
  • તેણે સંંસ્કૃત, અરબી, તુર્કિ વગેરે ભાષાઓના ઉત્તમ પુસ્તકોના અનુવાદ માટે અલગ અનુવાદ વિભાગ સથાપ્યો.રામાયણ,મહાભારત,અથર્વવેદ,લિલાવતી ગાણિત, રાજતરંગિણી,પંચતંત્ર, હરિવંશ પુરાણ વગેરે સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં બદાયુની,અબુલ ફઝલ, ફૈઝી વગેરે પસે અનુવાદ કરવ્યા.
  • તેણે અબ્દુરરહીમ ખાનખાના પાસે બાબરનામાનો તુર્કિ માંથી ફારાસીમાં અનુવાદ કરાવ્યો.

૫) અકબરના સમયમાં સ્થાપત્યો

  • તેણે સંત સલીમ ચિસ્તીના માનમાં આગ્રા પાસે ફતેપુર‌-સિક્રી નામે નવં શહેર વાસાવ્યુ.આ શહેરનો બુલંદ દરવાજો વિશ્વનો સૌથી મોટો દરવાજાઓમાનો એક છે.
  • તેણે જામા મસ્જિદ,રાણી જોધાબાઈનો મહેલ,બિરબલનો મહેલ,દીવાને ખાસ,તથા પ્રાર્થનાગ્રુહ વગેરે બંધાવ્યા હતા.

૬) સંગીત

  • તેના દરબારમાં ૩૬ સંગીતકારો હતા. તેમા તાનસેન, બાબા રામદાસ, બૈજુ બાવરા, સુરદાસ, બાજ બહાદુર, લાલ કલાવંત વગેરે મુખ્ય હતા.

મૃત્યુ

અકબરનુ મૃત્યુ ફતેપુર સીકરી ખાતે ૨૭ ઓક્ટોબર ૧૬૦૫ ના રોજ અથવા તેની આસપાસ થયુ હતુ. તેને સિંકદરા, આગ્રા ખાતેના મકબરામાં દફનાવાયો હતો.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અકબર પરિચયઅકબર જન્મઅકબર આરંભિક કાળઅકબર શાસનઅકબર ની રાજનિતીઅકબર મહત્વના સુધારાઓઅકબર મૃત્યુઅકબર સંદર્ભઅકબર બાહ્ય કડીઓઅકબર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મતદાનતાપમાનકાંકરિયા તળાવગુજરાત મેટ્રોમાતાનો મઢ (તા. લખપત)તાપી નદીદ્વારકાધીશ મંદિરસોવિયેત યુનિયનશિવાજીભારતીય રિઝર્વ બેંકસ્નેહલતાનિરંજન ભગતપ્રજાસત્તાક દિન (ભારત)ભારતના રાજ્ય વૃક્ષોની યાદીબિન-વેધક મૈથુનવાલ્મિકીહરદ્વારશહેરકાઠિયાવાડવિક્રમાદિત્યઆયુર્વેદમહેસાણા તાલુકોક્ષય રોગતાલુકોપર્યાવરણીય શિક્ષણસાનિયા મિર્ઝાહિંદુબીલીઅસહયોગ આંદોલનમહાત્મા ગાંધીનું કુટુંબતિથિવિશ્વ વન દિવસરા' ખેંગાર દ્વિતીયબેંકબાંગ્લાદેશકશ્યપવિકિપીડિયાઉત્તરવાહિની નર્મદા પરિક્રમાસીસમઇસુદ્વારકાગારીયાધાર તાલુકોઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારભાથિજીસ્વામી વિવેકાનંદઇસ્લામહોળીનાં લોકગીતોશ્રીનિવાસ રામાનુજનહનુમાન મંદિર, સાળંગપુરનરેશ કનોડિયાદયારામરાજસ્થાનવનનાબૂદીજામનગરગોખરુ (વનસ્પતિ)ભારતના રજવાડાઓની યાદીઉશનસ્કાકાસાહેબ કાલેલકરગુજરાતી વિશ્વકોશઆંખમેષ રાશીભારતઅલ્પેશ ઠાકોરઆલ્બર્ટ આઇન્સ્ટાઇનગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨જ્ઞાનકોશઅમેરિકાસધી માતાનું મંદિર, ખેરવાવિક્રમ ઠાકોરબ્રહ્માહરજી ભાટીગુજરાતમંડીરાણકદેવી🡆 More