રોકડીયો પાક

ખેતીના ક્ષેત્રમાં જે પાકના ઉત્પાદનની બજારમાં ખુબ માંગ હોય તેવા પાક બજારમાં જતાં જ ચપોચપ વેચાઇ જાય છે.

ઘણીવાર તો ખેતરમાં જ પણ પાકના ઉત્પાદન માટેનો સોદો થઇ જાય છે. આવા પાકને રોકડીયો પાક કહેવામાં આવે છે. રોકડીયો પાક મોટેભાગે મોટા પ્રમાણમાં નફો રળી આપતા હોય છે. કપાસ ભારતનો મહત્વનો રોકડિયો પાક છે. કપાસની ખેતીમાં ભારત સમગ્ર વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે છે.

અન્ય માહિતિ

કેટલાક ઉષ્ણકટિબંધીય અને તેની આસપાસનાં (subtropical) ક્ષેત્રોમાં શણ, કૉફી, કોકો, શેરડી, કેળાં, સંતરા અને કપાસ જેવા પાકોને સામાન્ય રીતે રોકડીયા પાક ગણવામાં આવે છે. શીતકટિબંધના ક્ષેત્રોમાં અનાજના પાકો, તેલીબિયાંના પાકો તેમ જ કેટલાંક ફળો અને શાકભાજી રોકડીયા પાક હોય છે, આ બાબતનું એક ઉદાહરણ સંયુક્ત રાજ્ય અમેરિકા છે, જ્યાં મકાઈ, ઘઉં, સોયાબીન મુખ્ય રોકડીયા પાક રહ્યા છે. તંબાકુ પણ વિશ્વમાં એક ઐતિહાસિક રોકડીયો પાક રહ્યો છે, જો કે વ્યસન વિરોધી ચળવળોના દબાવના કારણે તમાકુની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. જો કે તમાકુથી સૌથી વધુ નફો આજકાલ સરકારોને થઇ રહ્યો છે. મોટાભાગના દેશોની સરકારો તમાકુના ઉત્પાદનો પર ભારે પ્રમાણમાં કરવેરા ઉઘરાવે છે. કોકો, અફીણ અને ગાંજા (કૈનબિસ) અન્ય લોકપ્રિય કાળા બજારમાં વેચાતા રોકડીયા પાક છે, જો કે વ્યસન વિરોધી પ્રચારના કારણે પરિસ્થિતિમાં ફેરફાર થઇ રહેલો જોવા મળે છે.

રોકડીયો પાક 
સંયુક્ત રાજ્ય અમેરિકામાં ગાંજાનો પાક સૌથી અધિક મૂલ્યવાન રોકડીયો પાક ગણાય છે.

ગુજરાતના રોકડીયા પાકો

સંદર્ભ

Tags:

ખેતી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રામદેવપીરસંજ્ઞાગુજરાતમંત્રબેંગલુરુવ્યક્તિત્વઅશ્વત્થામાકંડલા બંદરરાણકદેવીરાધાસચિન તેંડુલકરસપ્તર્ષિખેડા જિલ્લોગોગા મહારાજપોપટઅમદાવાદપીઠનો દુખાવોજય વસાવડાલીમડોસ્વપ્નવાસવદત્તારાજકોટમંગળ (ગ્રહ)પોલિયોગિજુભાઈ બધેકામગરપ્રાંતિજ તાલુકોગુજરાતી ફિલ્મોની યાદીહાર્દિક પંડ્યાહેમચંદ્રાચાર્યબૌદ્ધિક સંપદા અધિકારભારતમાં પરિવહનહોમરુલ આંદોલનરાજા રવિ વર્માભારતીય અર્થતંત્રચિત્તોડગઢઅયોધ્યાપ્રહલાદ જેઠાલાલ પારેખકન્યા રાશીધ્યાનબ્રાઝિલનર્મદશિક્ષકઅસહયોગ આંદોલનદયારામઋગ્વેદબીજું વિશ્વ યુદ્ધઅવયવજયંતિ દલાલગળતેશ્વર મંદિરડોંગરેજી મહારાજદેવાયત પંડિતભરતનાટ્યમખંભાળિયાદિલ્હીતત્ત્વહિમાચલ પ્રદેશઇસુસંજુ વાળાવિક્રમ ઠાકોરશ્રીરામચરિતમાનસયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકારસીકરણમતદાનગાંધી આશ્રમગુજરાતી વિશ્વકોશસૂર્ય (દેવ)હોકીમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭નરેન્દ્ર મોદીસાબરકાંઠા જિલ્લોકચ્છનું નાનું રણપરેશ ધાનાણીકોળીહોમિયોપેથીભારતનાં વિશ્વ ધરોહર સ્થળોભેંસમળેલા જીવનવરાત્રી🡆 More