મળેલા જીવ: ગુજરાતી નવલકથા

મળેલા જીવ પન્નાલાલ પટેલ દ્વારા લિખિત ગુજરાતી નવલકથા છે.

આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બંનેના પાત્રોના સંઘર્ષની કથાનું આલેખન કરે છે. પન્નાલાલ પટેલની સીમાસ્તંભ ગણાતી આ નવલકથા અંગ્રેજીમાં તેમજ કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ તેનું ફિલ્મ અને નાટ્ય રૂપાંતરણ થયું છે.

મળેલા જીવ
લેખકપન્નાલાલ પટેલ
અનુવાદકરાજેશ આઈ. પટેલ
દેશભારત
ભાષાગુજરાતી
વિષયકરુણાંતિકા
પ્રકારનવલકથા
પ્રકાશન સ્થળઅમદાવાદ, ગુજરાત
પ્રકાશકસંજીવની પ્રકાશન
પ્રકાશન તારીખ
૧૯૪૧ (૨૦મી આવૃત્તિ ૨૦૧૪માં)
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ
૨૦૧૪
માધ્યમ પ્રકારમુદ્રિત (કાચું અને પાકું પૂઠું)
પાનાં૨૭૨ (ગુજરાતી આવૃત્તિ, ૨૦૧૪)
ISBN978-93-80126-00-5
OCLC21052377
દશાંશ વર્ગીકરણ
891.473
LC વર્ગPK1859.P28 M3

કથાસાર

મળેલા જીવ: કથાસાર, આવકાર અને વિવેચન, અનુવાદ અને રૂપાંતરણ 
નવલકથામાં જેનો ઉલ્લેખ છે તે કલેશ્વરીનો મેળો, કે જ્યાં કાનજી અને જીવી પ્રથમ વખત મળે છે

ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. પોતાના મિત્ર હિરાની પ્રયુક્તિથી પ્રેરાઈને અને પોતાની પ્રેમીકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી, કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને આપેલા વચનથી બંધાઈને અને કાનજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે, પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે પણ જીવીનું દુઃખ જોઈ ન શકતાં ગામ છોડીને નોકરીની શોધમાં શહેર ચાલ્યો જાય છે. બીજી તરફ, વહેમી પતિ તરફનો શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં જીવી રોટલામાં ઝેર ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે, પરંતુ વિધિવશાત્ અજાણતાં એ રોટલો ધૂળો ખાઈ જાય છે અને જીવી વિધવા બને છે. આ બનાવથી જીવી લોકનિંદાનો ભોગ બને છે અને કાનજી પણ એના પર વહેમાય છે, આથી આઘાતથી શોકમગ્ન જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવે છે અને જીવીને પોતાની સાથે લઈ જાય છે.

આવકાર અને વિવેચન

મળેલા જીવની પ્રથમ આવૃત્તિ ૧૯૪૧માં પ્રકાશિત થઈ હતી, ત્યારબાદ તેની અન્ય આવૃત્તિઓ ૧૯૪૪, ૧૯૪૭, ૧૯૫૦, ૧૯૫૬, ૧૯૬૦, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૬૯, ૧૯૭૩, ૧૯૭૭, ૧૯૮૪, ૧૯૮૬, ૧૯૯૧, ૧૯૯૩, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૧૬માં પ્રકાશિત થઈ હતી.

સુન્દરમે આ નવલકથાની પ્રશંસા કરતા લખ્યું છે કે, 'અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે.'

અનુવાદ અને રૂપાંતરણ

મળેલા જીવનો જીવી શીર્ષક હેઠળ હિંદીમાં અનુવાદ થયેલો છે. ઉપરાંત, તેના પરથી ઉલઝન નામનું હિન્દી ચલચિત્ર પણ બન્યું છે. આ નવલકથા પરથી ગુજરાતી ચલચિત્ર પણ બન્યું છે અને તેનું નાટ્યરૂપાંતર પણ થયેલ છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રાજેશ આઈ. પટેલે ધ યુનાઇટેડ સાઉલ્સ (૨૦૧૧) શીર્ષક હેઠળ કર્યો છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

મળેલા જીવ કથાસારમળેલા જીવ આવકાર અને વિવેચનમળેલા જીવ અનુવાદ અને રૂપાંતરણમળેલા જીવ સંદર્ભોમળેલા જીવ બાહ્ય કડીઓમળેલા જીવપન્નાલાલ પટેલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ટાઇફોઇડઆઠમરેવા (ચલચિત્ર)રાણી લક્ષ્મીબાઈવાઘરીતાપમાનલક્ષ્મીભારતનાં વિશ્વ ધરોહર સ્થળોબેંક ઓફ બરોડાચાણસ્મા તાલુકોસામાજિક સમસ્યાસામવેદભારતીય જનતા પાર્ટીનારાયણ સ્વામી (ભજનીક)જન્માષ્ટમીમધુ રાયબગદાણા (તા.મહુવા)સુરેન્દ્રનગર જિલ્લોવિધાન સભામલેરિયાવર્તુળસવિતા આંબેડકરદલિતમેઘમહંત સ્વામી મહારાજકર્કરોગ (કેન્સર)આખ્યાનભજનરુદ્રાક્ષમોરભારતીય અર્થતંત્રમટકું (જુગાર)ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસરાજનાથ સિંહકઠોળઅથર્વવેદજામા મસ્જિદ, અમદાવાદપર્વતસતીશ વ્યાસમુકેશ અંબાણીઅગિયાર મહાવ્રતમતદાનમહારાષ્ટ્રલોથલવાયુ પ્રદૂષણસાપુતારાઅમરેલીસ્વદશરથવૈશ્વિક આબોહવા પરિવર્તનઝાલાચાવડા વંશચૈત્ર સુદ ૮ચેતક અશ્વમહેસાણાકેરીકાળકા માતા મંદિર, પાવાગઢC (પ્રોગ્રામિંગ ભાષા)જનરલ સામ માણેકશારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગણેશભાસગુરુનાનકફણસજમ્મુ અને કાશ્મીરઅહિંસાહિતોપદેશગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યજાતીય સંભોગસોલંકી વંશનરસિંહ મહેતાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયવર્લ્ડ વાઈડ વેબરાજકોટ જિલ્લોચકલીપ્રીટિ ઝિન્ટાભારત🡆 More