ગિજુભાઈ બધેકા: ગુજરાતના શિક્ષણવિદ્

ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.

ગિજુભાઈ બધેકા
જન્મ૧૫ નવેમ્બર, ૧૮૮૫
ચિત્તળ, અમરેલી, ગુજરાત
મૃત્યુ૨૩ જૂન, ૧૯૩૯
ભાવનગર
અન્ય નામમૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી
વ્યવસાયવકીલાત, શિક્ષણ-કેળવણી
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણમેટ્રીક
નોંધપાત્ર પુરસ્કારોરણજિતરામ સુવર્ણચંદ્રક ‍(૧૯૩૦‌)
વેબસાઇટ
www.gijubhaibadheka.in

જીવન

તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું.તેમનું બાળપણ બાપ દાદાના મૂળ ગામ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિશાળમાં લીધું હતું. ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા. ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

શિક્ષણક્ષેત્રે યોગદાન

૧૯૨૦ના દાયકામાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં બાળમંદિરની સ્થાપના થઈ અને ગિજુભાઈ એના આચાર્ય પદે નિયુક્ત થયા.[સંદર્ભ આપો]

સર્જન

ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.

  • શિક્ષણ - વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫), માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭), અક્ષરજ્ઞાન યોજના, બાલ ક્રીડાંગણો, આ તે શી માથાફોડ? (૧૯૩૪), શિક્ષક હો તો (૧૯૩૫), ઘરમાં બાળકે શું કરવું.
  • બાળસાહિત્ય - ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય (૧-૬), બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો), બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા), જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦), બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).
  • ચિંતન - પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪).
  • દિવાસ્વપ્ન.

સન્માન

તેમના જન્મ દિવસ ૧૫ નવેમ્બરને ગુજરાતમાં બાળ વાર્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ગિજુભાઈ બધેકા જીવનગિજુભાઈ બધેકા શિક્ષણક્ષેત્રે યોગદાનગિજુભાઈ બધેકા સર્જનગિજુભાઈ બધેકા સન્માનગિજુભાઈ બધેકા સંદર્ભગિજુભાઈ બધેકા બાહ્ય કડીઓગિજુભાઈ બધેકા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભાવનગરગુલઝારીલાલ નંદાઅમદાવાદભારતીય સિનેમાથરાદમુખ મૈથુનધમ્મચક્ર પ્રવર્તન દિવસકળિયુગકિશનસિંહ ચાવડાઅસહયોગ આંદોલનજીસ્વાનબીજું વિશ્વ યુદ્ધપ્રભાસ પાટણઉમાશંકર જોશીશ્રીમદ્ ભાગવતમ્નવરાત્રીબૌદ્ધબ્રાઝિલશબ્દકોશસમાજવાદસીતાગ્રહનવગ્રહસીદીસૈયદની જાળીસોલંકીતાના અને રીરીઇતિહાસજીરુંઓઝોન સ્તરલીમડોનરેન્દ્ર મોદીહસ્તમૈથુનવેણીભાઈ પુરોહિતરવિ પાકગુજરાતી સાહિત્યકારોની યાદીકમ્પ્યુટર નેટવર્કબારડોલી સત્યાગ્રહગોળમેજી પરિષદઝંડા (તા. કપડવંજ)ચુડાસમાઇન્સ્ટાગ્રામવિઘાખેડબ્રહ્માબાલમુકુન્દ દવેનક્ષત્રકાદુ મકરાણીતરબૂચરતનપર (તા. લોધિકા)ભૂપેન્દ્ર પટેલધરતીકંપગુજરાત સમાચારપુ્ષ્ટિમાર્ગ બેઠકપૃથ્વીજુનાગઢબાવળરૂપિયોએ (A)સોલંકી વંશઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમીન રાશીભારતનો રાષ્ટ્રધ્વજવંદે માતરમ્સલમાન ખાનએલોન મસ્કભારતીય દંડ સંહિતાજશોદાબેનપારસીઔદિચ્ય બ્રાહ્મણસમાજપ્રાણીભારતના રાષ્ટ્રપતિઓની યાદીભુચર મોરીનું યુદ્ધરાજેન્દ્ર શાહશ્યામજી કૃષ્ણ વર્માઅશ્વગંધા (વનસ્પતિ)ભારતની નદીઓની યાદી🡆 More