કચ્છનું નાનું રણ

કચ્છનું નાનું રણ એ એક ક્ષાર કળણ છે જે ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કચ્છના મોટા રણની બાજુમાં આવેલું છે.

કચ્છનું નાનું રણ
કચ્છન નાના રણનું ગુજરાતમાં સ્થાન બતાવતો નક્શો
કચ્છનું નાનું રણ
જંગલી ગધેડો- ઘૂડખર

ઘુડખર અભયારણ્ય

આ અભયારણ્ય એ ભારતીય જંગલી ગધેડા એટલે કે ઘુડખરનું વિશ્વનું અંતિમ આશ્રય સ્થળ છે. તેમના સંવર્ધન માટે આ સ્થાનને ભારતીય ઘુડખર અભયારણ્ય જાહેર કરાયું છે.

આ ક્ષેત્ર દુષ્કાળગ્રસ્ત અને અત્યંત શુષ્ક હોવા છતાં જૈવિક વિવિધતાથી સંપન્ન છે. આ ક્ષેત્ર ઘણા સ્થાનીય અને સ્થળાંતર કરનારા જળપક્ષીઓ જેમકે ક્રોંચ, બતક, બગલા, પેલીકન, સૂરખાબ અને જમીન પરના પક્ષીઓ જેમકે ગ્રાઉસ, ફ્રેંકોલીન અને ભારતીય બસ્ટર્ડ જેવા પક્ષીઓનું નિવાસ સ્થાન છે.

આ સ્થળ ઘુડખર સિવાય પણ ઘણા અન્ય સસ્તનો જેમ કે ભારતીય શિયાળ (કેનીસ ઈન્ડિકા), લાલ શિયાળ કે રણનું શિયાળ અને નિલગાયનું આશ્રયસ્થાન છે.

જીવાવરણ સંવર્ધન ક્ષેત્ર - વિશ્વ ધરોહર સ્થળ

આ ક્ષેત્રને વન વિભાગ દ્વારા જીવાવરણ સંવર્ધન ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે જેમાં ઉષ્ણ કટિબંધીય અને કિનાર પટ્ટીના પ્રદેશના પર્યાવરણનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રને યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી પરિયોજના માનવ અને જીવાવરણ (Man and Biosphere-MAB) હેઠળ સમાવાયું છે. આ પરિયોજના હેઠળ અહીંના જીવાવરણના વૈવિધ્યનું સંવર્ધન, સંશોધન, નિરીક્ષણ અને અવિનાશી વિકાસ યોજના હાથ ધરવામાં આવશે. આ પરિયોજના યુનેસ્કોને મોકલાઈ છે અને તેની સૂચિમાં શામેલ પણ કરાઈ છે.

પારંપારિક મીઠાના અગરો

અહીં પારંપારિક રીતે મીઠું પકવવાનો વ્યવસાય કરવામાં આવે છેજેને ગુજરાત રાજ્યનું વન ખાતું વિકસાવવાની વિરોધમાં છે કેમકે આ વ્યવસાય દ્વારા આ ક્ષેત્રના પર્યાવરણ પર અસર થવાની શક્યતા છે અને તેનું પરિણામ જંગલી ગધેડા પર પડવાની શક્યતા છે.

ઝીંગા ઉછેર ઉદ્યોગ

આ ક્ષેત્રમાં હવે ઝીંગા ઉછેર હાથ ધરાયું છે કેમકે મીઠુ પકવવા કરતા તે વધુ ફાયદાકારક છે. આ ઉદ્યોગનો પણ વન વિભાગ વિરોધ કરે છે[સંદર્ભ આપો].

આ પણ જુઓ

સંદર્ભ

  • Rann of Kutch seasonal salt marsh (IM0901); Ecoregion Profile, Flooded Grasslands and Savannas; World Wildlife Fund Report; This text was originally published in the book Terrestrial ecoregions of the Indo-Pacific: a conservation assessment from Island Press. This assessment offers an in-depth analysis of the biodiversity and conservation status of the Indo-Pacific's ecoregions. Also see: Rann of Kutch seasonal salt marsh (IM0901); Flooded Grasslands and Savannas; WildWorld; All text by World Wildlife Fund © 2001; National Geographic Society

Tags:

કચ્છનું નાનું રણ ઘુડખર અભયારણ્યકચ્છનું નાનું રણ જીવાવરણ સંવર્ધન ક્ષેત્ર - વિશ્વ ધરોહર સ્થળકચ્છનું નાનું રણ પારંપારિક મીઠાના અગરોકચ્છનું નાનું રણ ઝીંગા ઉછેર ઉદ્યોગકચ્છનું નાનું રણ આ પણ જુઓકચ્છનું નાનું રણ સંદર્ભકચ્છનું નાનું રણકચ્છ જિલ્લોકચ્છનું મોટું રણગુજરાતભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વામિનારાયણકિષ્કિંધાલોકસભાના અધ્યક્ષસાપવાઈપરશુરામરાષ્ટ્રીય મતદાતા દિવસશિક્ષકહોળીઆયંબિલ ઓળીઅરુણ જેટલી સ્ટેડિયમપૂર્ણાંક સંખ્યાઓધ્રુવ ભટ્ટકનૈયાલાલ મુનશીકબજિયાતગોવાપ્લેટોકોણાર્ક સૂર્ય મંદિરદેવચકલીરામદેવપીરમગરમેઘધનુષગૌતમ બુદ્ધમેકણ દાદાવાઘરીલૂઈ ૧૬મોરાજકોટકચ્છ જિલ્લોઅમિતાભ બચ્ચનદશાવતારમહાવિરામખીજડોરાઈનો પર્વતભારતના રાજ્ય વૃક્ષોની યાદીપુ્ષ્ટિમાર્ગ બેઠકપર્યાવરણીય શિક્ષણનિરક્ષરતાહનુમાન મંદિર, સાળંગપુરઐશ્વર્યા રાયભારતીય અર્થતંત્રઉંચા કોટડામહેસાણાસાતપુડા પર્વતમાળાપાલીતાણાના જૈન મંદિરોસમય માપવાનાં સાધનોનો ઇતિહાસગુજરાતના તાલુકાઓમહિનોમૌર્ય સામ્રાજ્યરાજમોહન ગાંધીમકરધ્વજભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪ઇન્સ્ટાગ્રામઆંકડો (વનસ્પતિ)વિક્રમ સંવતમાઉન્ટ આબુરૂઢિપ્રયોગચંદ્રશેખર આઝાદજશોદાબેનચંદ્રમહેન્દ્ર સિંઘ ધોનીયુરોપઇતિહાસમહેસાણા જિલ્લોઅક્ષાંશ-રેખાંશગુજરાતના જિલ્લાઓપ્રાણાયામઅંગ્રેજી ભાષાબુધ (ગ્રહ)ઉત્તરનવસારીભજનકચ્છનું મોટું રણકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)હૃદયરોગનો હુમલોઆયુર્વેદ🡆 More