વિક્રમ ઠાકોર

વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને ગાયક છે.

વિક્રમ ઠાકોર
વિક્રમ ઠાકોર

જીવન

વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરાના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ ૨૦૦૬માં દિગ્દર્શકના કહેવાથી એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ કરી જે સફળ રહી. ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.

તેમની કેટલીક સફળ ફિલ્મોમાં રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭), વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦), પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧) અને રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)નો સમાવેશ થાય છે. તેમની ૬ ફિલ્મોએ કુલ મળીને રૂપિયા ૩ કરોડની કમાણી કરી અને તેમને વિવિધ માધ્યમોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના 'સુપર સ્ટાર' ગણાવ્યા છે.

તેઓ હાલમાં ગાંધીનગર ખાતે નિવાસ કરે છે.

વિવાદ

૨૦૧૧માં ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક પરેશ પટેલે તેમના પર રૂપિયા ૩૫ લાખની છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો. પૈસા લઈ ફિલ્મના શૂટિંગમાં હાજર ન રહ્યા બાદ પૈસા પરત ન કરવાના કારણે ફરિયાદ કરવામાં આવી હતી.

ફિલ્મો

  • બેવફા પરદેશી (૨૦૦૭)
  • એકવાર પિયુને મળવા આવજે (૨૦૦૬)
  • અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ
  • પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય
  • મેં તો ઓઢી ચુંદડી તારા નામની
  • પ્રીત જનમોજનમની ભુલાશે નહિ
  • તને પારકી માનું કે માનું પોતાની
  • રાધા ચૂડલો પહેરજે મારા નામનો
  • રાધા રહીશું સદા સંગાથે
  • આખા જગથી નિરાળી મારી સાજણા
  • શક્તિ- ધ પાવર
  • સુખમાં દશામા દુઃખમાં દશામા
  • રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭)
  • વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦)
  • પીયુ તારા વિના મને એકલું લાગે (૨૦૧૦)
  • પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧)
  • રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)
  • એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની (૨૦૧૪)
  • ઓઢણી (૨૦૧૪)
  • પાટણથી પાકિસ્તાન
  • કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી (૨૦૧૫)
  • દેશની કોઈ પણ સરહદ પ્રેમને રોકી શકતી નથી
  • અવતાર ધરીને આવુ છું (૨૦૧૫)
  • સોગંદ છે મા બાપના (૨૦૧૬)
  • દુનિયા જલે તો જલે (૨૦૧૬)
  • રાધા રહીશું સદા સંગાથે (૨૦૧૬)
  • પટેલની પટલાઇ અને ઠાકોરની ખાનદાની (૨૦૧૬)
  • રજવાડી છઈએ અમે માંનભેર રહીયે (૨૦૧૭)
  • જગ જીતે નહીં ને હૈયું હારે નહીં (૨૦૧૭)
  • કેમ રે ભૂલાય ઠાકોર નં. ૧ (૨૦૧૮)
  • પ્રેમ કરીને વેર વાળ્યું (૨૦૧૮)
  • આખા જગથી નિરાળી મારી સાજના (૨૦૧૯)
  • કુટુંબ (૨૦૧૯)
  • રખેવાળ (૨૦૧૯)
  • તારી યાદોમાં જિંદગી જવાની (૨૦૨૧)
  • તું અધૂરી વાર્તાનો છેડો (૨૦૨૨)
  • કોણ પારકા કોણ પોતાના (૨૦૨૨)
  • ખેડૂત એક રક્ષક (૨૦૨૨)
  • જીંદગી જીવી લે (૨૦૨૩)
  • સોરી સાજણા (૨૦૨૪)

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

વિક્રમ ઠાકોર જીવનવિક્રમ ઠાકોર વિવાદવિક્રમ ઠાકોર ફિલ્મોવિક્રમ ઠાકોર સંદર્ભવિક્રમ ઠાકોર બાહ્ય કડીઓવિક્રમ ઠાકોરગુજરાતી સિનેમા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જશોદાબેનભીખુદાન ગઢવીએલિઝાબેથ પ્રથમગુજરાતી લિપિવિશ્વની સાત મોટી ભૂલોમકરંદ દવેરૂઢિપ્રયોગયોગ (મનોશારીરીક જીવનશૈલી)દિલ્હી સલ્તનતચોટીલાલોકસભાના અધ્યક્ષબેંકલતા મંગેશકરલોહીઉજ્જૈનઅદ્વૈત વેદાંતHIV/AIDS વિશે ગેરમાન્યતાઓપ્રેમાનંદખ્રિસ્તી ધર્મકુંભ રાશીકુન્દનિકા કાપડિયાગુજરાતી થાળીઆંતરરાષ્ટ્રીય યોગ દિવસગુજરાતી ફિલ્મોની યાદીવીર્યપાટડી (તા. દસાડા)અંગ્રેજી ભાષાકચ્છનું મોટું રણઅભિમન્યુકટોકટી કાળ (ભારત)ગુજરાત ટાઇટન્સદલિતનિરક્ષરતામાણસાઈના દીવાપાટીદાર અનામત આંદોલનપાણીનું પ્રદૂષણજલિયાંવાલા બાગ હત્યાકાંડભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીકેનેડામોરબી જિલ્લોરતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યચીનસુભાષચંદ્ર બોઝઆત્મહત્યાભારત સરકારકોમ્પ્યુટર વાયરસઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારસ્વામિનારાયણ મંદિર, અમદાવાદલોકમાન્ય ટિળકબર્બરિકગાયત્રીદુકાળહેમચંદ્રાચાર્યબાંગ્લાદેશશિવાજીઅલ્પેશ ઠાકોરઈંટગંગા નદીઆદિ શંકરાચાર્યગુજરાતી સાહિત્યઅલ્પ વિરામસિતાંશુ યશશ્ચન્દ્રસીતાધીરૂભાઈ અંબાણીપાવાગઢમાઇક્રોસોફ્ટરાજીવ ગાંધીમીન રાશીઅબ્દુલ કલામપરેશ ધાનાણીચાવડા વંશઅમદાવાદના દરવાજાપૃથ્વીરાજ ચૌહાણચિનુ મોદીઘઉંમૂળરાજ સોલંકીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન🡆 More