દયારામ: મધ્યકાલીન ગુજરાતી કવિ

દયારામ (૧૭૭૭–૧૮૫૩) ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા.

તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે.

દયારામ: જીવન, કૃતિઓ, પૂરક વાચન
કવિ દયારામ

જીવન

દયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા.

તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્નિ લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા.

વિક્રમ સંવત ૧૮૫૮માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત ૧૮૬૧માં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયા હતા.

કૃતિઓ

દયારામનું મોટા ભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે. તેમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. તેમની કુલ રચનાઓની સંખ્યા ૮૭ જેટલી કહેવાય છે.

તેમની કેટલીક જાણીતી કૃતિઓ:

  • શ્યામ રંગ સમીપે ન જાઉં
  • હવે સખી નહીં બોલું,
  • ઓ વ્રજનારી!

પૂરક વાચન

  • શુક્લા, પ્રવિણાબેન (૧૯૮૩). કવિ દયારામની કવિતામાં તત્વજ્ઞાન (PhD). મુંબઈ: શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિશ્વવિદ્યાલય.
  • સુભદ્રા એમ. દવે (૧૯૭૦). દયારામ: એક અધ્યયન. અનડા બુક ડિપો.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

દયારામ જીવનદયારામ કૃતિઓદયારામ પૂરક વાચનદયારામ આ પણ જુઓદયારામ સંદર્ભદયારામ બાહ્ય કડીઓદયારામકવિકૃષ્ણગરબીનરસિંહ મહેતાપુષ્ટિ માર્ગમીરાંબાઈ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મંત્રબોટાદ જિલ્લોકરીના કપૂરવાઘવૈશ્વિકરણઇન્ટરનેટગુજરાતીઝંડા (તા. કપડવંજ)જશોદાબેનગુજરાતી વિશ્વકોશભારતનો રાષ્ટ્રધ્વજવિરામચિહ્નોહાથલોકશાહીહીજડારબરઅમિત શાહએરિસ્ટોટલસ્વામિનારાયણ સંપ્રદાયતિથિભુચર મોરીનું યુદ્ધઆદિ શંકરાચાર્યબ્રહ્માંડઅદ્વૈત વેદાંતતીર્થંકરમહારાણા પ્રતાપમાઉન્ટ આબુરામકૃષ્ણકુમારસિંહ ગોહીલગાંઠિયો વાસામાજિક સમસ્યાઘીગૂગલકાબરબિગ બેંગદુકાળભારતનું સર્વોચ્ચ ન્યાયાલયકોમ્પ્યુટર વાયરસભારતીય બંધારણ સભાપીપળોઅવિભાજ્ય સંખ્યાકબજિયાત૧૮૫૭ની ભારતીય ક્રાંતિદેવાયત પંડિતસલામત મૈથુનરાષ્ટ્રીય મતદાતા દિવસવર્લ્ડ વાઈડ વેબચામાચિડિયુંનાઇટ્રોજનબહુકોણઅમેરિકાગોપાલ કૃષ્ણ ગોખલેબીજું વિશ્વ યુદ્ધલીલએકી સંખ્યામહેસાણા જિલ્લોમોરબીચંદ્રકાંત બક્ષીઅમદાવાદની ભૂગોળસંગણકશબ્દકોશગૌતમ અદાણીકરોડદ્રૌપદીધોળાવીરાગુજરાતી લોકોભાસવૃંદાવનઅકબરચંદ્રચાણક્યસીદીસૈયદની જાળીબહુચર માતાખજુરાહોસ્ટેથોસ્કોપજ્વાળામુખીભારતના નાણાં પ્રધાન🡆 More