રાધા: પ્રેમની દેવી, કૃષ્ણની મુખ્ય સંગિની

રાધા ( સંસ્કૃત: राधा), જેને રાધિકા, રાધારાણી, રાધે, શ્યામા અને પ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિંદુ ધર્મમાં ખાસ કરીને વૈષ્ણવ પરંપરાની લોકપ્રિય દેવી છે.

તેમનો જન્મ રાવળમાં થયો હતો અને ત્યારબાદ તેઓ બરસાણામાં રહેવા ગયા. તેમને વ્રજ ગોપિકાઓની પ્રધાન ગોપી પ્રમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈષ્ણવ માન્યતા અને અને પદ્મ પુરાણના કેટલાક વિશિષ્ટ અનુવાદો અનુસાર તેમને કૃષ્ણની સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે. ગૌડિય વૈષ્ણવો મુજબ તે કૃષ્ણની શાશ્વત જીવનસાથી છે. તે ભક્તિ દેવીનો અવતાર છે. અને રાધાષ્ટમીના દિવસે તેમનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

રાધા
સુંદરતા અને પ્રેમની દેવી
રાધા: નામ વ્યુત્પત્તિ, મંદિરો, વિરોધ
રાધા
જોડાણોમાધવપ્રિયા, કૃષ્ણપ્રિયા,
રહેઠાણગોલોક,વૃંદાવન
પ્રતીકસુવર્ણ કમળ
ગ્રંથોશ્રીમદ્ ભાગવતમ્, બ્રહ્મવૈવર્ત પુરાણ, ગીત ગોવિંદ, ગર્ગ સંહિતા
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
બરસાના
જીવનસાથીરાયણ[૧]
માતા-પિતા
  • વૃષભાનુ (પિતા)
  • કીર્તિદા (માતા)

તેણીને વૃંદાવનશ્વરી ( વૃંદાવન ધામની રાણી) પણ કહેવામાં આવે છે. તે ગોપીઓની રાણી અને વૃંદાવન-બરસાણાની રાણી તરીકે પણ ઓળખાય છે. તેમણે ભગવાન કૃષ્ણ પ્રત્યે સમર્પણનું ઉદાહરણ આપ્યું. રસિક સંતોએ તેમનો ઉલ્લેખ દેવી, યોગમાયા અને હ્લાદિની શક્તિ (દૈવી પ્રેમની શક્તિ) ના મૂળ સ્વરૂપ તરીકે કર્યો છે, જે ભગવાન કૃષ્ણની મુખ્ય શક્તિ છે. તેમને અને તેમના સાથી કૃષ્ણને સામૂહિક રીતે રાધા કૃષ્ણ તરીકે ઓળખવામાં આવે છે, સ્ત્રી અને પૌરૂષના સંયુક્ત સ્વરૂપે તે ભગવાનના સ્વરૂપને દર્શાવે છે. ભગવાન કૃષ્ણ તેની સાથે લીલાઓ કરે છે.

ભારતના કેટલાક પ્રદેશોમાં ખાસ કરીને ગૌડિય વૈષ્ણવો, પશ્ચિમ બંગાળના વૈષ્ણવો, બાંગ્લાદેશ મણિપુર અને ઓડિશાના વૈષ્ણવો દ્વારા રાધાની પૂજા કરવામાં આવે છે. અન્ય સ્થળે, તે નિમ્બરક સંપ્રદાય અને ચૈતન્ય મહાપ્રભુ સાથે જોડાયેલા સંપ્રદાયોમાં પણ તે આદરણીય છે. જ્યારે રામાનુજ, પાશુપત જેવા સંપ્રદાયો રાધાના અસ્તિત્વ ને નકારે છે.

કેટલાક લોકો દ્વારા રાધાને માનવ આત્માના રૂપક તરીકે માનવામાં આવે છે, તેમનો પ્રેમ અને કૃષ્ણ પ્રત્યેની ઝંખનાને આધ્યાત્મિક રીતે આત્મિક વિકાસ અને પરમાત્મા સાથેના જોડાણ માટેની માનવ શોધના પ્રતિકાત્મકકરૂપે માનવામાં આવે છે. તેણીએ અસંખ્ય સાહિત્યિક કૃતિઓને પ્રેરણા આપી છે, અને કૃષ્ણ સાથેની તેમની રાસલીલાએ ઘણી નૃત્યકલામાં પ્રેરણા આપી છે.

નામ વ્યુત્પત્તિ

રાધા: નામ વ્યુત્પત્તિ, મંદિરો, વિરોધ 
રાધા અને કૃષ્ણ, ૧૯૧૫નું ચિત્ર.

સંસ્કૃત શબ્દ રાધા (સંસ્કૃત: राधा) નો અર્થ છે "સમૃદ્ધિ, સફળતા". તે એક સામાન્ય શબ્દ અને નામ છે જે ભારતના પ્રાચીન અને મધ્યયુગીન ગ્રંથોના વિવિધ સંદર્ભોમાં જોવા મળે છે. આ શબ્દ નો અન્ય અર્થ "દયા, કોઈપણ ભેટ, ખાસ કરીને સ્નેહ, સફળતા, સંપત્તિની ભેટ" એવો પણ થાય છે. આ શબ્દ વૈદિક સાહિત્યમાં તેમજ મહાકાવ્યોમાં દેખાય છે, પરંતુ બહુઅર્થી છે.

રાધા એ ગોપીનું નામ છે જે કૃષ્ણની પ્રિય છે. રાધા અને કૃષ્ણ બંને, જયદેવ ગોસ્વામી રચિત ગીતા ગોવિંદના મુખ્ય પાત્રો છે.

હીત હરિવંશ અને સ્વામી હરિદાસનાં પુસ્તકો રાધાને મુખ્ય દેવી માને છે. અહીં, રાધાને લક્ષ્મીનો અવતાર ન માનતા ભગવાન કૃષ્ણનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. દેવી ભાગવત અને બ્રહ્મા વૈવર્ત પુરાણ, રાધાને અનંત લક્ષ્મીઓ, ગોપીઓ અને અનંત આત્માઓની માતા તરીકે દર્શાવવામાં આવે છે.

નારદ-પંચાત્રા કહે છે, "રાધા એ ગોકુલેશ્વરી છે, સ્વયંભૂ પ્રેમની સંપૂર્ણ મૂર્ત સ્વરૂપ અને મહાભવ [ઉચ્ચતમ આધ્યાત્મિક ક્ષેત્ર]નો અવતાર છે. ભગવાન કૃષ્ણ, જે સર્વ અસ્તિત્વ ધરાવતા દેવોના સર્વોચ્ચ ઇશ્વર છે, તેણીની કૃપાથી પ્રાપ્ત થાય છે. રાધા કૃષ્ણની આંતરિક શક્તિ છે, અને તેણી પોતાની ભક્તિ અને સેવાની સંપૂર્ણ સંપત્તિથી તેમના પ્રિય એવા કૃષ્ણની પૂજા કરે છે."

સંમોહન-તંત્ર,માં દુર્ગા દેવી કહે છે, "દુર્ગા નામ, જેના દ્વારા હું જાણીતી છું, તે તેનું (રાધાનું) નામ છે. હું જે ગુણો માટે પ્રખ્યાત છું તે તેમના ગુણો છે. હું જે મહિમા સાથે ચમકી રહી છું તે જ તેની મહિમા છે. તે મહા-લક્ષ્મી, રાધા, કૃષ્ણથી અલગ નથી. તે તેની સૌથી પ્રિય પ્રેમિકા અને તેના પ્રિયજનોમાંની શિરોમણિ છે."

કૃપાલુ જી મહારાજે રાધાના ગુણોનું વિસ્તૃત વર્ણન કર્યું અને તેમના પ્રવચનો અને કીર્તનમાં રાધાનું ટૂંકું વર્ણન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, "તે સર્વોચ્ચ દેવી છે અને કૃષ્ણ સહિતના દરેક લોકો દ્વારા તેની પૂજા કરવામાં આવે છે અને તેથી જ તેમને રાધા કહેવામાં આવે છે, જેનો અર્થ - "જે પૂજાનું સ્વરૂપ છે તે" એવો થાય છે.

રાધિકા એ ગોપી રાધાના પ્રિય સ્વરૂપનો ઉલ્લેખ કરે છે.

મંદિરો

ડાબે: રાધા કૃષ્ણ પ્રેમ મંદિર વૃંદાવન, ઉત્તર પ્રદેશ; જમણે: નેપાળના અગોકર્ણેશ્વરમાં કૃષ્ણ-રાધા

રાધા અને કૃષ્ણ, ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્ય, ચંડીદાસ અને વૈષ્ણવની અન્ય પરંપરાઓમાં મંદિરોનું કેન્દ્ર છે. તે સામાન્ય રીતે રાધાને કૃષ્ણની બાજુમાં ઊભેલી બતાવવામાં આવી છે. કેટલાક મહત્વપૂર્ણ રાધા મંદિરો આ મુજબ છે:

  • ઉત્તર ભારતના મથુરા જિલ્લામાં બારસાણા અને વૃંદાવનમાં રાધાવલ્લભ મંદિર સહિત રાધા અને કૃષ્ણ બંનેને સમર્પિત મોટી સંખ્યામાં મંદિરો છે. દિલ્હીમાં રાધા પાર્થસારથી મંદિર પણ રાધા કૃષ્ણ મંદિર છે.
  • કૃપાલુજી મહારાજ દ્વારા સ્થાપના કરાયેલ યુએસએના ઑસ્ટિનમાં રાધા માધવ ધામમાં રાસેશ્વરી રાધા રાણી મંદિર, પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર સંકુલમાંનું એક છે, અને ઉત્તર અમેરિકામાં સૌથી મોટું મંદિર છે.

વિરોધ

એક બાજુ રાધા ઘણા સંપ્રદાયોમાં પૂજનીય છે તો બીજી બાજુ ઘણા લોકો રાધા ને કાલ્પનિક પાત્ર માને છે. કારણ કે કોઈ પણ પ્રાચીન પુરાણોમાં રાધાનો ઉલ્લેખ મળતો નથી. રાધાનો પ્રારંભિક ઉલ્લેખ ઉત્તરકાલીન ગ્રંથો અને કાવ્યોમા મળવાનો શરૂ થાય છે. પ્રસિદ્ધ વિદ્વાન કે. કા. શાસ્ત્રી મુજબ રાધા કવિઓની કલ્પના માત્ર છે. ભારતમાં રામાનુજ વગેરે ઘણા સંપ્રદાયો પણ રાધાની નિંદા કરે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધા-કૃષ્ણના પ્રણયપ્રસંગોને લીધે વર્તમાનમાં ઘણા હિન્દુઓ અને બીજા ધર્મના લોકો રાધાનો વિરોધ કરી રહ્યા છે. જોકે રાધાના ઐતિહાસિક અસ્તિત્વ વિશેનું પ્રમાણ સંશોધન માંગી લે તેવો વિષય છે.

આ પણ જુઓ

નોંધ

  • ^ "રાધાને ૧૨ વર્ષ પૂરાં થયાં ત્યારે પિતા વૃષભાનુએ તેમનો વિવાહ રાયણ નામના વૈશ્ય સાથે કર્યો હતો, પરંતુ રાધાએ ત્યાં પોતાના સ્થાને પોતાની છાયા મૂકી હતી ને પોતે તો અવિવાહિત જ રહ્યાં".

સંદર્ભ

Tags:

રાધા નામ વ્યુત્પત્તિરાધા મંદિરોરાધા વિરોધરાધા આ પણ જુઓરાધા નોંધરાધા સંદર્ભરાધાકૃષ્ણરાધાષ્ટમીસંસ્કૃત ભાષાહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પૂર્વશીતળાઅમદાવાદ બીઆરટીએસરઘુવીર ચૌધરીઋગ્વેદઉત્તરવાહિની નર્મદા પરિક્રમાગુજરાત વિધાનસભાનર્મદા નદીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘજૈન ધર્મદાસી જીવણનરસિંહગર્ભાવસ્થાભારતમાં મહિલાઓગુજરાતી વિશ્વકોશગોવર્ધનરામ ત્રિપાઠીમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમઆયુર્વેદભારતીય નાગરિકત્વએપ્રિલ ૨૨વલ્લભભાઈ પટેલબારીયા રજવાડુંખાખરોગેની ઠાકોરજામનગરઅમદાવાદ જિલ્લોમહારાષ્ટ્રઅમિત શાહકારડીયાલીંબુભારતીય જ્યોતિષવિદ્યાઅળવીસિંહ રાશીગુજરાત વડી અદાલતશ્રીમદ્ રાજચંદ્રવિનોબા ભાવેબિન-વેધક મૈથુનકાદુ મકરાણીદેવાયત પંડિતયજુર્વેદગુજરાતના શક્તિપીઠોજ્વાળામુખીઅક્ષય કુમારઅંબાજીમધ્ય પ્રદેશરમત-ગમતરંગપુર (તા. ધંધુકા)સારનાથનો સ્તંભમહાવીર જન્મ કલ્યાણકરમાબાઈ આંબેડકરવાલ્મિકીસ્વપ્નવાસવદત્તાસોમાલાલ શાહઅમિતાભ બચ્ચનઅલ્પેશ ઠાકોરપોરબંદરમોરબી જિલ્લોબાબાસાહેબ આંબેડકરદાબખલબ્રાહ્મણસ્વામી સચ્ચિદાનંદપાટણદેવાયત બોદરપ્લેટોઅશોકયુનાઇટેડ કિંગડમહોકાયંત્રઇન્સ્ટાગ્રામભવાઇગુજરાતના તાલુકાઓમટકું (જુગાર)ગુજરાતી સાહિત્યસાપવીમોગ્રામ પંચાયતગુજરાતના રાજ્યપાલો🡆 More