લાભશંકર ઠાકર: ગુજરાતી ભાષાના કવિ

લાભશંકર જાદવજી ઠાકર, ઉપનામ વૈદ પુનર્વસુ, (૧૪ જાન્યુઆરી ૧૯૩૫ - ૬ જાન્યુઆરી ૨૦૧૬) ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા.

તેઓ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર તેમજ આયુર્વેદ ચિકિત્સક હતા.

લાભશંકર ઠાકર
લાભશંકર ઠાકર અમદાવાદ ખાતે, ૧૯૯૯
લાભશંકર ઠાકર અમદાવાદ ખાતે, ૧૯૯૯
જન્મલાભશંકર જાદવજી ઠાકર
૧૪ જાન્યુઆરી, ૧૯૩૫
સેડલા, સુરેન્દ્રનગર, ગુજરાત, ભારત
મૃત્યુ૬ જાન્યુઆરી, ૨૦૧૬
અમદાવાદ
ઉપનામલઘરો, વૈદ પુનર્વસુ
વ્યવસાયકવિ, નાટ્યલેખક, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, પત્રકાર, આર્યુવેદ ચિકિત્સક
રાષ્ટ્રીયતાભારતીય
સમયગાળોઅર્વાચીન ગુજરાતી સાહિત્ય
નોંધપાત્ર પુરસ્કારોકુમાર સુવર્ણ ચંદ્રક
૧૯૬૨
નર્મદ સુવર્ણચંદ્રક
૧૯૬૨
રણજિતરામ સુવર્ણચંદ્રક
૧૯૮૦
સાહિત્ય અકાદમી પુરસ્કાર
૧૯૯૧
સાહિત્ય ગૌરવ પુરસ્કાર
૨૦૦૨

જીવન

એમનું વતન સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી ગામ હતું તથા એમનો જન્મ ૧૪ જાન્યુઆરી ૧૯૩૫ના રોજ સેડલા ગામ ખાતે થયો હતો. તેમણે ગુજરાતી મુખ્ય વિષય સાથે ઈ. સ. ૧૯૫૭માં સ્નાતક (બી.એ.), ઈ. સ. ૧૯૫૯માં અનુસ્નાતક (એમ.એ.) તથા ઈ. સ. ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સના ડિપ્લોમાની પદવીઓ હાંસલ કરી હતી. લાભશંકર ઠાકર સાતેક વર્ષ અમદાવાદ શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદીય ચિકિત્સક તરીકે વ્યવસાય કરતા રહ્યા.

તેમની ૮૧મી વર્ષગાંઠના લગભગ એક અઠવાડીયા પહેલા ૬ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.

સર્જન

લાભશંકર ઠાકર: જીવન, સર્જન, સન્માન 
ગુજરાતી વિશ્વકોશના નવમા ગ્રંથનું વિમોચન કરી રહેલા લાભશંકર ઠાકર

તેઓ આકંઠ સાબરમતી નામની નાટ્યલેખકોની વર્કશોપમાં સક્રિય રસ લેતા હતા. કૃતિ, ઉન્મૂલન જેવાં સામયિકોનું પ્રકાશન પણ તેમણે કર્યું હતું.

કાવ્ય સંગ્રહો

  • વહી જતી પાછળ રમ્ય ઘોષા (૧૯૬૫)
  • માણસની વાત (૧૯૬૮)
  • મારે નામને દરવાજે (૧૯૭૨)
  • લઘરો
  • બૂમ કાગળમાં કોરા (૧૯૭૪)
  • પ્રવાહણ (૧૯૮૬)
  • હથિયાર વગરનો ઘા (૨૦૦૦)

નાટકો

  • એક ઊંદર અને જદુનાથ (૧૯૬૪)
  • અસત્યકુમાર એકાગ્રની ધરપકડ ‍(એકાંકીસંગ્રહ મેઈક બિલીવ (૧૯૬૭)માં‌)
  • મરી જવાની મઝા (૧૯૭૩)
  • બાથટબમાં માછલી (૧૯૮૨)
  • પીળું ગુલાબ અને હું (૧૯૮૫)
  • "મનસુખલાલ મજેટીયા"

નવલકથાઓ

  • અકસ્માત (૧૯૬૮)
  • કોણ? (૧૯૬૮)
  • હસ્યાયન '
  • ચંપકચાલીસા
  • અનાપસનાપ
  • પીવરી
  • વધાવો સંત બસંત આવ્યો

વિવેચન

  • ઈનર લાઈફ
  • મળેલા જીવની સમીક્ષા (૧૯૬૯)

લેખ સંગ્રહો

  • સર્વમિત્ર (૧૯૮૬)
  • એક મિનિટ (૧૯૮૬)

ચરિત્ર પુસ્તક

  • મારી બા (૧૯૮૯)
  • બાપા વિશે

સન્માન

૧૯૬૨માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૮૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો, જે તેમણે અંગત કારણોસર સ્વીકાર કર્યો નહોતો પરંતુ, ૧૯૯૪માં તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. ૧૯૯૧માં તેમને ટોળા અવાજ ઘોંઘાટ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૨૦૦૨માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.

વધુ વાચન

  • ચૌધરી, રઘુવીર; દવે, રમેશ ર.; દૂધાત, કિરીટ, સંપાદકો (૨૦૧૭). વાત માણસની (લા. ઠા. અધ્યયનગ્રંથ). અમદાવાદ: રંગદ્વાર પ્રકાશન. ISBN 978-93-80125-93-0.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

લાભશંકર ઠાકર જીવનલાભશંકર ઠાકર સર્જનલાભશંકર ઠાકર સન્માનલાભશંકર ઠાકર વધુ વાચનલાભશંકર ઠાકર સંદર્ભલાભશંકર ઠાકર બાહ્ય કડીઓલાભશંકર ઠાકરગુજરાતી ભાષાજાન્યુઆરી ૧૪જાન્યુઆરી ૬

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હવામાનશિખરિણીકુદરતી આફતોદાહોદ જિલ્લોબગદાણા (તા.મહુવા)અમિત શાહમૌર્ય સામ્રાજ્યભારતીય રિઝર્વ બેંકઆંકડો (વનસ્પતિ)નવરોઝઈન્દિરા ગાંધીસંસ્કૃત ભાષાગુજરાતચરક સંહિતાસૂર્યમંડળઆણંદ જિલ્લોવાઘેલા વંશઅંબાજીકારડીયાસિતાંશુ યશશ્ચન્દ્રકાશ્મીરસંસ્થામંત્રશુક્ર (ગ્રહ)માધ્યમિક શાળારાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિચીકુદિલ્હીનર્મદા બચાવો આંદોલનરૂઢિપ્રયોગગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨નરસિંહ મહેતાપાકિસ્તાનસિંધુ ખીણની સંસ્કૃતિકુમારપાળ દેસાઈરાષ્ટ્રીય મતદાતા દિવસસામાજિક વિજ્ઞાનજય શ્રી રામપોલીસમીરાંબાઈધ્વનિ પ્રદૂષણનરેન્દ્ર મોદીસોમનાથવિષ્ણુ સહસ્રનામઅજંતાની ગુફાઓચોટીલાહરદ્વારભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલપૃથ્વીભારતમાં મહિલાઓબહુચરાજીહરિવંશમહારાષ્ટ્રરાજકોટલોહીચિનુ મોદીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)કાંકરિયા તળાવજૈન ધર્મઅમિતાભ બચ્ચનઆલ્બર્ટ આઇન્સ્ટાઇનદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરનિરોધચાંદીહળદરસૂર્યમંદિર, મોઢેરાઘોડોલીંબુપ્રાથમિક શાળાઋગ્વેદગંગા નદીઝવેરચંદ મેઘાણીઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરસંયુક્ત રાષ્ટ્રસંઘજામનગર જિલ્લો🡆 More