સૂર્યમંદિર, મોઢેરા

સૂર્યમંદિર, મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્યમંદિર સંકુલ છે.

તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇ.સ. ૧૦૨૬-૧૦૨૭ દરમિયાન બંધાવ્યું હતું. તેમાં હવે કોઈ પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની જાળવણી હેઠળનું સ્મારક છે. મંદિર સંકુલમાં ત્રણ ઘટકો છે: ગૂઢમંડપ, તીર્થમંડપ/સભામંડપ અને કુંડ/જળાશય. મુખ્ય મંડપમાં જટિલ કારીગરીવાળા થાંભલાઓ કોતરેલા છે. જળાશયમાં તળિયે અને અસંખ્ય નાના મંદિરો સુધી પહોંચવા માટે પગથિયાં આવેલા છે.

સૂર્યમંદિર, મોઢેરા
સૂર્યમંદિર, મોઢેરા
મોઢેરા સૂર્યમંદિર
અન્ય નામોમોઢેરા સૂર્યમંદિર
સામાન્ય માહિતી
સ્થિતિખંડિત
સ્થાનમોઢેરા, મહેસાણા જિલ્લો, ગુજરાત
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°35′1.7″N 72°7′57.67″E / 23.583806°N 72.1326861°E / 23.583806; 72.1326861
તકનિકી માહિતી
બાંધકામ સામગ્રીરેતીયા પથ્થર
Designationsભારતીય પુરાતત્વ ખાતું, રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ક્રમાંક (N-GJ-158)
સૂર્યમંદિર, મોઢેરા
સૂર્યમંદિર, મોઢેરા
મંદિરનો નકશો: (ઉપરથી નીચે મુજબ) ગૂઢમંડપ; સભામંડપ અને કુંડ
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાસૂર્ય
તહેવારઉત્તરાર્ધ મહોત્સવ
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીહિંદુ મંદિર સ્થાપત્ય (મારુ-ગુર્જર‌) ‍(સોલંકી‌)
નિર્માણકારભીમદેવ સોલંકી
પૂર્ણ તારીખ૧૦૨૬-૨૭
ગર્ભગૃહની દિશાપૂર્વ

સ્થાન

મોઢેરા સૂર્ય મંદિર પાટણથી ૩૦ કિમી, મહેસાણાથી ૨૫ કિમી અને અમદાવાદથી ૧૦૬ કિમીના અંતરે પુષ્પાવતી નદીના કાંઠે આવેલું છે.

ઇતિહાસ

આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ વિક્રમ સંવત ૧૦૮૩માં (ઇસ ૧૦૨૬-૧૦૨૭માં) કર્યું હતું. તે ૨૩.૬° અક્ષાંશ વૃત્ત પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે. આ સ્થાન પહેલાં 'સીતાની ચૌરી' અને 'રામકુંડ' તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું. હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી. આ મંદિરને ભારતીય પુરાતત્વ ખાતાએ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરેલું છે.

સ્થાપત્ય

મંદિરનું સ્થાપત્ય મારુ-ગુર્જર શૈલીમાં છે અને ત્રણ અક્ષીય બાંધકામો ધરાવે છે: ગર્ભગૃહ (ગભારો) કે જે ગૂઢમંડપમાં છે, બાહ્ય ભાગ કે જે સભામંડપ કે રંગમંડપ તરીકે ઓળખાય છે અને પવિત્ર કુંડ.

સભામંડપનું બાંધકામ ગૂઢમંડપની સાતત્યમાં નથી પણ થોડું દૂર એક અલગ બાંધકામ તરીકે છે. બંને બાંધકામો ઉંચા ઓટલા પર કરવામાં આવેલાં છે. તેમનાં શિખરો ઉપરની છતને બાદ કરતાં ઘણાં વર્ષો પહેલાં ભાંગી પડેલાં છે. બંનેની છતોનો વ્યાસ ૧૫ ફૂટ ૯ ઇંચ જ છે પણ તે સંપૂર્ણ અલગ અલગ રીતે બંધાયેલા છે.

ગૂઢમંડપ

ગૂઢમંડપ ૫૧ ફૂટ ૯ ઇંચ બાય ૨૫ ફૂટ ૮ ઇંચનું માપ ધરાવે છે અને તે સમાન રીતે મંડપ અને ગર્ભગૃહ એમ બે ભાગમાં વિભાજીત થયેલું છે. બંને લંબચોરસ આકારના છે. ગર્ભગૃહ અંદરથી ૧૧ ફૂટનો ચોરસ છે અને તેની બહારની દિવાલ તથા ગૂઢમંડપની અંદરની દિવાલ વડે પ્રદક્ષિણામાર્ગનું નિર્માણ થાય છે. શિખર અત્યારે અસ્તિત્વમાં નથી અને ગભારાનું નિર્માણ એ રીતે થયું છે કે સૂર્યસંપાત (એ દિવસ કે જ્યારે દિવસ અને રાત બંને સરખા હોય) વખતે તે સૂર્યના પ્રથમ કિરણો સૂર્યની પ્રતિમા પર પડે અને દક્ષિણાયન (વર્ષનો લાંબામાં લાંબો દિવસ) વખતે ભરબપોરે સૂર્ય બરાબર માથા પર હોય અને ગૂઢમંડપનો કોઈ પડછાયો જમીન પર ન પડે.

સભામંડપ

સભામંડપ કે રંગમંડપ ચતુષ્કોણીય બાંધકામ ધરાવે છે કે જેમાં દરેક વિકર્ણના બિંદુ પરથી પ્રવેશદ્વાર પણ આપેલો છે. સભામંડપમાં કુલ ૫૨ કંડારેલા સ્તંભો છે.

કુંડ

પવિત્ર કુંડ, કે જેને રામકુંડ અથવા સૂર્યકુંડ પણ કહેવાય છે, તે લંબચોરસીય છે. તેનું માપ ઉત્તરથી દક્ષિણ દિશામાં ૧૭૬ ફૂટનું અને પૂર્વથી પશ્ચિમમાં ૧૨૦ ફૂટનું છે. તેની પર ઘણી બધી દેરીઓ આવેલી છે અને પશ્ચિમ બાજુમાં એક મધ્યમ રીતે સુશોભિત વાવ પણ છે. અહીંના બે સ્તંભો સૂચવે છે કે કોઈક સમયે કિર્તીતોરણ પણ હતું.

મોઢેરા નૃત્ય મહોત્સવ

સૂર્યમંદિર, મોઢેરા 
કથક નૃત્યાંગના નમ્રતા રાય, મોઢેરા નૃત્ય મહોત્સવ

ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે ૩ દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજે છે, જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે. આ મહોત્સવનો હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો તેવી રીતે પ્રદર્શિત કરવાનો છે, જે રીતે તે વાસ્તવિકતાથી રજૂ થતાં હતાં.

છબીઓ

નોંધ અને સંદર્ભ

નોંધ

સંદર્ભ

બાહ્ય કડીઓ

This article uses material from the Wikipedia ગુજરાતી article સૂર્યમંદિર, મોઢેરા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.

Tags:

સૂર્યમંદિર, મોઢેરા સ્થાનસૂર્યમંદિર, મોઢેરા ઇતિહાસસૂર્યમંદિર, મોઢેરા સ્થાપત્યસૂર્યમંદિર, મોઢેરા મોઢેરા નૃત્ય મહોત્સવસૂર્યમંદિર, મોઢેરા છબીઓસૂર્યમંદિર, મોઢેરા નોંધ અને સંદર્ભસૂર્યમંદિર, મોઢેરા બાહ્ય કડીઓસૂર્યમંદિર, મોઢેરા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગ્રામ પંચાયતજયંતિ દલાલબનાસકાંઠા જિલ્લોક્ષય રોગશુક્ર (ગ્રહ)જનની સુરક્ષા યોજનારવિશંકર રાવળઅંગકોર વાટભૌતિકશાસ્ત્રડેન્ગ્યુમહારાષ્ટ્રસંસ્કારહિમાલયમંગલ પાંડેધ્વનિ પ્રદૂષણમીરાંબાઈબેંક ઓફ બરોડારશિયાસ્વતંત્રતા દિવસ (ભારત)વિક્રમાદિત્યમલેરિયાખેતીઉણ (તા. કાંકરેજ)મહારાણા પ્રતાપકેદારનાથસિતારસરસ્વતી દેવીગામગુજરાતના મુખ્યમંત્રીઓલોક સભાસંત કબીરમાઇક્રોસોફ્ટ એક્સેલચાર્લ્સ કૂલેમિઆ ખલીફાક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭રાજેન્દ્ર શાહરાજ્ય સભાહોમી ભાભાજેસોર રીંછ અભયારણ્યગુજરાતી ભોજનસીદીસૈયદની જાળીઅમદાવાદમાર્કેટિંગરુપાલ (તા. ગાંધીનગર)ચંદ્રશેખર આઝાદકેન્દ્રશાસિત પ્રદેશખેડબ્રહ્માસ્વાઇન ફ્લૂવિકિપીડિયાવાલ્મિકીવિનોદભાઈ ચાવડાલોહીહેમંત ચૌહાણપુષ્ટિ માર્ગફેસબુકકોરોનાવાયરસ રોગ ૨૦૧૯નળ સરોવરઅરવલ્લી જિલ્લોવિશ્વ ક્ષય દિનપિત્તાશયજીરુંઅમરેલી જિલ્લોમુનમુન દત્તાગુજરાત સાયન્સ સીટીહસ્તમૈથુનદેવાયત બોદરઅમદાવાદ જિલ્લોતાપમાનઉશનસ્મુખ મૈથુનબનાસકાંઠા લોક સભા મતવિસ્તારગાંઠિયો વાઅમૂલવીર્ય સ્ખલનખંભાતનો અખાત🡆 More