ચીકુ

ચીકુ એક બદામી રંગનું ફળ છે.

વૃક્ષશાસ્ત્રની શાસ્ત્રીય ભાષામાં આને મનિલ્કારા ઝાપોટા કહે છે, તેમજ તે સાપોડીલા તરીકે પણ જાણીતું છે. આનું વૃક્ષ નીત્ય લીલું અને લાંબુ આયુષ્ય ધરાવનાર હોય છે. આ ફળ મેક્સિકો, મધ્ય અમિરિકા અને કેરેબિયન ક્ષેત્રનું વતની છે. ઉ.દા. યુકાટન ના કિનારાના ક્ષેત્રોના મેનગ્રોવ ક્ષેત્રોમાં આ પ્રાકૃતિક રીતે ઉગે છે અને તે ઉપ- અધિપત્ય ધરાવતી પ્રજાતી છે સ્પેનિશ વસાહત વાદ હેઠળ તે ફીલીપાઈન્સ આવ્યું. આજ કાલ તે ભારત, પાકિસ્તાન અને મેક્સિકોમાં વિપુલ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.

ચીકુ
ચીકુ
ચીકુ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Asterids
Order: Ericales
Family: Sapotaceae
Genus: 'Manilkara'
Species: ''M. zapota''
દ્વિનામી નામ
Manilkara zapota
(L.) P.Royen
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Achradelpha mammosa O.F.Cook
Achras mammosa L.
Achras zapota L.
Achras zapotilla (Jacq.) Nutt.
Calocarpum mammosum Pierre
Lucuma mammosa C.F.Gaertn.
Manilkara achras Mill. (Fosberg)
Manilkara zapotilla (Jacq.) Gilly
Pouteria mammosa Cronquist
Sapota zapotilla (Jacq.) Coville

વર્ણન

ચીકુ 
ગુંટુર ભારતની એક ગલીમાં ચીકુ

ચીકુના ઝાડ ૩૦ મીટર જેટલા ઊંચા ઉગી શકે છે, એત્ના થડનો સરાસરી વ્યાસ ૧.૫ મી જેટલો હોય છે. વાવેતર કરવામામ્ આવતા ચીકુના ઝાડની લંબાઈ ૯ થી ૧૫ મીટર જેટલી હોય છે અને તેના થડનો વ્યાસ ૫૦ સેમી જેટલો હોય છે. આ વૃઅક્ષો પવન પ્રતિરોધી હોય છે અને તેન થડની છાલમાંથી એક સફેદ ચીકણો લેટેક્સ મળે છે તેને ચિકલ કહે છે. આના પાંદડા ચળકતા લીલા રંગના હોય છે. તેઓ એકાંતરે ગોઠવાયેલા હોય છે, તેમનો આકાર લંબગોળ હોય છે અને તે ૫ થી ૭ સેમી લાંબા હોય છે. આના ફૂલો સફેદ, inconspicuous અને ઘંટ જેવા આકારના હોય છે, જેને છ પાંખડી હોય છે.

આ ફાળ એક લંગગોળાકાર બેરી હોય છે જે ૪-૮ સેમી વ્યાસ ધરાવે છે. દેખાવમાં આ ફળ બટેટાને મળતું આવે છે અને તેમામ્ ચાર થી પાં ચ બી હોય છે. આનો ગર ફીકા પીળા રંગથી લઈને ઘેરા બદામી રંગનો હોઈ શકે છે. આનો ગર હલકો દાણાદાર હોય છે જે પાકેલા પેરને મળતો આવે છે. આના બીયાં કાળા હોય છે જે ચપટા અને લાંબા હોય છે , છેડા પર તે અણીયાળા હોય છે. તેને ગળી જતાં તે ગળામાં ચીરા પાડી શકે છે. આ ફળમાં લેટેક્સની (ગુંદર જેવો પદાર્થ) માત્રા ઘણી વધુ હોય છે તેને ઝાડ પરથી ઉતાર્યા સિવાય તે પાકતાં નથી. પાકતં આ ફળો નરમ પડે છે અને પાકેલા કીવી ફળ જેવા લાગે છે.

ચીકુ 
ફળ, આડ-છેદ

આ ફળનો સ્વાદ એકદમ મીઠિ અને મોલ્ટને મળતો આવે છે. ઘણા લોકો માને છે કે આનો સ્વાદ કેરેમલ (બાળેલી સાકર) અને બ્રાઉન સુગર મિશ્રીત પેર જેવો લાગે છે. કાચું ફળ ખાવું ખૂબ અઘરું છે કેમકે તેમાં સેપોનીન ભારે માત્રામાં હોય છે. આ સેપોનીન ટેનીન જેવા ગુણધર્મો ધરાવે છે જે મોઢાને સુકવી દે છે.

આના વૃક્ષો માત્ર ઉષ્ણ કટિબંધ કે હૂંફાળા વાતાવરણમાં જ રહી શકે છે. જો તાપમાન શૂન્યની નીચે જાય તો આ વૃક્ષો મૃત્યુ પામે છે. અંકુરીતે થયા બાદ આ વૃક્ષને પાંચથી આઠ વર્ષમાં ફળો આવે છે. આ વૃક્ષમાં ફૂલો વર્ષ ભર ખીલે છે પણ તેને ફળો વર્ષમાં બે વખત લાગે છે.

અન્ય નામ

ઉત્તર ભારતમાં આને ચીકુ કહેવાય છે.અને પાકિસ્તાનમાં આને ચીકિ અથવા આલુચા કહેવાય છે. દક્ષીણ ભારતીય ક્ષેત્રોમાં આને સાપોટા કહેવાય છે. શ્રીલંકામાં આને સાપાથીલા કે રતા-મી કહેવય છે. પૂર્વી ભારત અને બાંગ્લાદેશમાં આને સોબેદા કે સોફેદા કહે છે. માલદીવ્સમાં આને સાબુદેલી; ઈંડોનેશિયામાં સાવો, પશ્ચિમ સુમાત્રામાં સાઓસ કહે છે. થાઈલેંડલઓસ અને કમ્બોડીયામાં આને માં આને લામૂટ, કહે છે.

આ ફળને ગિયાના અને ટિનિદાદ અને ટોબેગોમાં સાપોડીલા; કોલમ્બીયા, હોન્ડુરસ, એલસાલ્વાડોર, ક્યુબા અને ડોમિનીકન રિપબ્લિકમાં ઝાપોટે; કોસ્ટા રિકા, ક્યુબા, પ્યુર્ટો રિકોમાં નિકારાગુઆ, વેનેઝુએલા, કોલમ્બીયા અને ડોમીનિકન રિપબ્લીકમાં નીસ્પેરો; બહામામાં ડીલ્લી, ફીલીપાઈન્સમાં ચીકો કે ત્સીકો થથ મેક્સિકો, હવાઈ,દક્ષિણ કેલિફોર્નિયા અને દક્ષિણ ફ્લોરિડામાં અને ચિકોસાપોટે કે ચિકોઝાપોટે તરીકે ઓળ ખાય છે. મલયમાં આને કીકુ કહે છે.

સંદર્ભ

  • Morton, J. 1987. Sapodilla. p. 393 - 398. In: Fruits of Warm Climates. Julia F. Morton, Miami, FL.

બાહ્ય કડીઓ

Tags:

ચીકુ વર્ણનચીકુ અન્ય નામચીકુ સંદર્ભચીકુ બાહ્ય કડીઓચીકુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વાદુપિંડમાહિતીનો અધિકારઅથર્વવેદદાદુદાન ગઢવીવર્ષા અડાલજાસાર્ક શિખર પરિષદની યાદીબાંગ્લાદેશપાટણ જિલ્લોપોરબંદરડુંગળીખીજડોપવનચક્કીસારનાથસામાજિક પરિવર્તનફેબ્રુઆરીસાર્થ જોડણીકોશકાઠિયાવાડમાઇક્રોસોફ્ટસંદેશ દૈનિકઅમિત શાહપાકિસ્તાનજ્ઞાનપીઠ એવોર્ડઅબ્દુલ કલામશ્રીનિવાસ રામાનુજનરાહુલ ગાંધીકલાભીમાશંકરકર્ણાટકબીલીવિજ્ઞાનનળાખ્યાન (પ્રેમાનંદ)જૂથનર્મદચંદ્રયાન-૩હૃદયરોગનો હુમલોકર્કરોગ (કેન્સર)રક્તપિતવિઘાઘઉંવડભારતીય સંગીતભગવદ્ગોમંડલકૃષ્ણકુમારસિંહ ગોહીલભૌતિકશાસ્ત્રહોકીવાતાવરણચંદ્રમોરબીબહુચર માતામંગલ પાંડેમાછલીઘરઆંકડો (વનસ્પતિ)અશોકખાવાનો સોડાગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ઉપદંશરમેશ પારેખગૌતમ અદાણીહાર્દિક પંડ્યાશાહજહાંસોનુંતુલા રાશિમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭પુરાણપ્રાથમિક શાળાસિંધુ ખીણની સંસ્કૃતિશીખઅરવલ્લીઇન્ટરનેટભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪સાપરુધિરાભિસરણ તંત્રગુજરાતી સાહિત્ય પરિષદકેદારનાથ જ્યોતિર્લિંગઅમદાવાદની ભૂગોળરાષ્ટ્રવાદઉર્વશી🡆 More