વડ

વડ એક અંજીર વર્ગનું વૃક્ષ છે, જેનાં બીજ ખડકોની ફાટમાં, યજમાન વૃક્ષનાં થડ પર કે મકાનો અને પુલોની ફાટોમાં પણ વૃધ્ધિ પામે છે.

વડનાં બીજ મોટાભાગેતો ફળ ખાનાર પક્ષીઓ દ્વારા ફેલાય છે.

વડ (વટવૃક્ષ)
વડ
વડ લેટિનઃ ફાઇકસ બેંઘાલેન્સીસનું છાયા ચિત્ર
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
Division: મેગ્નોલિયોફાયટા
Class: મેગ્નોલિયોપ્સીડા
Order: અર્ટિકેલ્સ
Family: મોરેસી જૂનું: અર્ટિકેસી
Genus: 'ફાઇકસ'
Subgenus: ''(Urostigma)''
Species

Many species, including:

  • F. aurea
  • એફ. બેંઘાલેન્સીસ
  • F. citrifolia
  • F. macrophylla
  • F. microcarpa
  • F. pertusa
  • F. rubiginosa

આ વૃક્ષ ઘેઘુર, ઘટાદાર હોય છે જેને કારણે ગામનાં પાદર, ચોક, કુવાકાંઠે વિગેરે જગ્યાઓ પર ખાસ વવાય છે. મોટા વડની ડાળીઓ પરથી નવાં મુળ ફુટે છે જે "વડવાઇ" કહેવાય છે. આ વડવાઇઓ અમુક સમયમાં વધતી વધતી જમીનમાં રોપાઇ જાય છે. ક્યારેકતો આને કારણે આ વૃક્ષને અનેક થડ હોય તેવું લાગે છે અને મુળ થડ કયું તે ખબર પડતી નથી. ગુજરાતમાં કબીર વડ આવું એક વિશાળ વટવૃક્ષ છે જે અંદાજે ૩૦૦ વર્ષથી વધુ જુનું છે. વડનાં વૃક્ષ પર નાનાં નાનાં લાલ રંગનાં ફળ આવે છે જે પાકે ત્યારે કાળા રંગનાં થાય છે. આ ફળને "ટેટા" કહેવાય છે.

વડને ભારતનાં રાષ્ટ્રીય વૃક્ષ તરીકેનું બહુમાન આપવામાં આવેલ છે. જે તેની વિકટ પરીસ્થિતિઓમાં પણ ફાલવા-ફુલવાની ક્ષમતા,અને પોતે ધોમ ધખતા તાપને સહન કરીને પણ ઘટા નીચે આશરો લેનારને છાંયડો આપવાનો ગુણને ધ્યાને રાખી અપાયેલ છે.

અંગ્રેજી નામનો અર્થ (વ્યુત્પત્તિ)

વડને અંગ્રેજીમાં Banyan Tree (બનિયાન ટ્રી) કહે છે. આ નામ ગુજરાતી વાણિયા પરથી પડેલ છે.જુનાં જમાનામાં મહદઅંશેતો વેપાર-ધંધો વાણિયા જ્ઞાતિનાં લોકોજ કરતા,જે હિન્દી ભાષામાં "બનિયા" તરીકે ઓળખાતા અને ગામે ગામ વડનાં વૃક્ષ નીચે પોતાની દુકાન લગાવતા.પોર્ટુગિઝ લોકોએ આ પ્રથાને કારણે જે વૃક્ષ નીચે વેપારીઓ ધંધો કરતા તે વૃક્ષનેજ "બનિયાન" તરીકે ઓળખવાનું ચાલુ કરી દીધું, અને ૧૬૩૪ આસપાસ આ શબ્દ અંગ્રેજી ભાષામાં પણ પ્રવેશ પામ્યો.

વડ 

સુશોભન હેતુ

ઘટાદાર દેખાવ, ડાળીઓ અને વડવાઇઓના કારણે વડનું વૃક્ષ સુશોભન માટે બોન્સાઇ (મોટા વૃક્ષોને વામન સ્વરૂપ આપવાની કલા) માટે વધુ વપરાય છે. તાઇવાનમાં એક ૨૪૦ વર્ષ જુનું બોન્સાઇ વડવૃક્ષ છે.

સંસ્કૃતિમાં વડ

ધર્મ અને પૌરાણિક કથાઓ

વડ 
  • હિંદુ ધર્મમાં વડને બહુજ પવિત્ર મનાય છે, તેને "અશ્વશ્થ વૃક્ષ" કહેવાય છે. દક્ષિણામૂર્તિ પ્રમાણે ભગવાન શિવ દક્ષિણામૂર્તિ તરીકે, રૂષિઓ સાથે મૌન સાધનામાં હંમેશા વડવૃક્ષની નીચેજ બેઠેલા દર્શાવાય છે. આ વૃક્ષનાં અસીમ વિસ્તારને કારણે તેને અનંત જીવનનાં પ્રતિક સમાન ગણવામાં આવે છે.
  • હિંદુસંસ્કૃતિમાં ઘણા અન્ય વૃક્ષોની જેમ વડને પણ કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. [સંદર્ભ આપો]
  • બૌદ્ધ ધર્મમાં પાલી (પાલી વડ, નિગ્રોધ)નો ઉલ્લેખ ઘણી વખત થયો છે. વડ જેમ પોતની ડાળી આદિ વિસ્તારીને અન્ય વૃક્ષ, જમીન આદિને પોતાનામાં આવરી લે છે તેમ કામ પણ માણસોને ગળી જાય છે. વડના સ્વાભાવીક ગુણોનો દાખલો આપીને આ વાતને ખૂબ સારી રીતે સમજાવી છે.
  • ફીલેપાઈન પૌરાણીક કથાઓમાં વડને ઘણી જાતીના ભૂત પિશાચ દાનવ જેવા પ્રાણીઓનું ઘર મનાય છે જેમ કે, વિસાયન (ચોકસાઈથી, દીલ્લે ઇંગોન નટો, અર્થાત, અમારા જેવી વસ્તુ નથી તે), માલિગ્નો (માંત્રીક પ્રાણી) તેની સાથે જોડાયેલ કપ્ર (કદાવર પાત્ર), દ્વેન્દે (બટુક પાત્ર) અને ખાસ ઉલ્લેખનીય ટિકબાલંગ (એક પાત્ર જેનું ઉપરનું શરીર ઘોડાનું છે અને નીચેનું માનવનું).
  • ગૌમ ચામોરો લોકો તાઓતાઓમોનાની વાર્તામાં માને છે અને તેમાં વડ ડ્યુંડીસ અને અન્ય પિશાચોનું ઘર છે. તાઓતાઓમોના એ પ્રાચીન ચામોરો લોકોની આત્મા છે જેઓ વડની રખવાળી કરે.

સ્થળો

વડ 
વડવૃક્ષ,"ફોર્ટ માયર્સ",ફ્લોરિડા.
  • વડોદરા શહેરનું નામ વડવૃક્ષ પરથી પડેલ છે.
  • કંબોડિયાનાં અંગકોર વાટ મંદિરોનાં સંકુલમાં આવેલ "તા પ્રોહ્મ" {Ta Prohm}, તેની દિવાલો ફરતે ઉગેલા ઘેઘુર વટવૃક્ષોને કારણે જાણીતું છે.
  • હવાઇ દેશનાં "હિલો" પરગણામાં ઘણાજ વડનાં વૃક્ષો જોવા મળે છે. તેમાંના કેટલાક પ્રખ્યાત મહાનુભાવો દ્વારા વવાયેલ છે.આ વૃક્ષો દ્વારા આખો "વડ માર્ગ" Banyan Drive બનેલ છે.
  • અમેરિકામાં થોમસ આલ્વા એડિસને પ્રથમ વડવૃક્ષ, "ફોર્ટ માયર્સ", ફ્લોરિડામાં વાવેલ. આ વૃક્ષ તેમને "હાર્વે ફાયરસ્ટોન" મારફત મળેલ, ફાયરસ્ટોન ૧૯૨૫માં ભારતથી આ વૃક્ષની ૪ ફુટ ઉંચાઇની કલમ લાવેલા જે અત્યારે ૪૦૦ ફુટનાં ઘેરાવામાં પથરાયેલ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

વડ અંગ્રેજી નામનો અર્થ (વ્યુત્પત્તિ)વડ સુશોભન હેતુવડ સંસ્કૃતિમાં વડ સંદર્ભવડ બાહ્ય કડીઓવડ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાચામુંડાનવરોઝજોગીદાસ ખુમાણગોલ્ડન ગેટ સેતુપ્રજાસત્તાક દિન (ભારત)ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસધીરુબેન પટેલવિકિમીડિયા ફાઉન્ડેશનભારતીય ભૂમિસેનાભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીપારસીએઇડ્સચંદ્રગુપ્ત મૌર્યમુખપૃષ્ઠરશિયાવૈશ્વિકરણકાદુ મકરાણીઅમદાવાદના દરવાજાબ્રાઝિલહિંમતનગરઆંખઍફીલ ટાવરતાલુકા પંચાયતભજનપાવાગઢબનાસકાંઠા લોક સભા મતવિસ્તારસુભાષચંદ્ર બોઝભારતીય ચૂંટણી પંચદમણશેત્રુંજયભારતના રાષ્ટ્રપતિઓની યાદીમહાત્મા ગાંધીના ઉપવાસની સૂચિસોલંકી વંશલાભશંકર ઠાકરમહેન્દ્ર સિંઘ ધોનીમહાત્મા ગાંધીવિરામચિહ્નોપાટણપરશુરામમહારાણા પ્રતાપરાત્રિ સ્ખલનસ્વપ્નવાસવદત્તાનિરંજન ભગતભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓખાવાનો સોડાભારત રત્નરાજેન્દ્ર શાહભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪આવર્ત કોષ્ટકભારતીય રૂપિયોગર્ભાવસ્થાજગદીશ ઠાકોરખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ભારતમાં આવક વેરોસુરેન્દ્રનગર જિલ્લોઅમરનાથ (તીર્થધામ)બીલીનેહા મેહતાસ્વામિનારાયણ મંદિર, અમદાવાદલલિતાદુઃખદર્શકદાંડી સત્યાગ્રહદલપતરામરુદ્રાક્ષકૃષ્ણકુમારસિંહ ગોહીલસૂર્યમંડળચોમાસુંગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યઆંગણવાડીશીતળાદશાવતારકચ્છનું રણદસ્ક્રોઇ તાલુકોબિરસા મુંડાદુર્યોધનબેંગલુરુઅવિભાજ્ય સંખ્યા🡆 More