પાવાગઢ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે.

આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતિનાં સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે.

પાવાગઢ
પાવાગઢ
પાવાગઢની ટોચ પર આવેલું મહાકાળી માતાનું મંદિર
પાવાગઢની ટોચ પર આવેલું મહાકાળી માતાનું મંદિર
પાવાગઢનો નકશો, ૧૮૪૭
પાવાગઢનો નકશો, ૧૮૪૭
અક્ષાંશ-રેખાંશ: 22°28′00″N 73°30′02″E / 22.46672°N 73.50048°E / 22.46672; 73.50048
દેશભારત
ગુજરાતગુજરાત
જિલ્લોપંચમહાલ
ઊંચાઇ
૭૬૨ m (૨૫૦૦ ft)

ભૂગોળ

પાવાગઢ: ભૂગોળ, ઇતિહાસ, છબીઓ 
પાવાગઢના ડુંગર પર જવાનો પગથીયાંવાળો માર્ગ

ભૌગોલિક રીતે પાવાગઢ ૨૨.૭૭૬° N ૭૩.૬૧૮° E પર વસેલું છે.

પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે, જ્યાંથી આશરે ૪ થી ૫ કિલોમીટર જેટલા અંતરે માંચી ગામ આવેલું છે. ચાંપાનેરથી માંચી સુધી જવા જીપની સવલત છે જે વન્ય વનરાજી સભર સર્પાકાર માર્ગ પર ચઢાણ કરી માંચી ગામ પહોચાડે છે. માંચી ખાતેથી ગઢ પર ચઢવા માટે ઉડનખટોલા (રોપ-વૅ) બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં ઉપર ચઢવા માટે પગથિયાંવાળો માર્ગ પણ ઉપલબ્ધ છે. આશરે ૧૫૦૦ની આસપાસના આ પગથિયાં એકાદ કલાકમાં ચઢી શકાય છે. રોપવે પણ ૬ થી ૮ મિનિટનાં નજીવા સમયમાં મંદિરના પગથિયાં સુધી પહોચાડે છે. ઘણાં સાહસિકો અને પ્રકૃતિપ્રેમીઓ ચાંપાનેરથી જ માંચી સુધી જંગલના રસ્તે ચઢાણ કરે છે જેનો લ્હાવો અનેરો છે. આ રસ્તો જંગલ વચ્ચેથી પસાર થતો હોવાથી કપરો છે તેમજ સંધ્યાકાળ બાદ ચઢાણ કરવા માટે હિતાવહ પણ નથી.

ઇતિહાસ

દેવી કાલિકા માતાની શરૂઆતમાં ભીલ અને કોળી સમુદાયના મૂળ લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવતી હતી.

દંતકથા

એક દંતકથા મુજબ પાવાગઢ ઉપર ચંપા ભીલનું રાજ્ય હતું.

વર્ષો પહેલા પાવાગઢ - ચાંપાનેર પંથકમાં પતય કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતય કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રૂપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતય રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. પતય રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.

છબીઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

પાવાગઢ ભૂગોળપાવાગઢ ઇતિહાસપાવાગઢ છબીઓપાવાગઢ સંદર્ભપાવાગઢ બાહ્ય કડીઓપાવાગઢગુજરાતચાંપાનેરપંચમહાલ જિલ્લોભારતહાલોલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દશરથક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭વિનાયક દામોદર સાવરકરવૈશ્વિકરણજામા મસ્જિદ, અમદાવાદવશદયારામખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)મલ્લિકાર્જુનમુખ મૈથુનગણેશએપ્રિલ ૧૮બહુચર માતાદમણ અને દીવઅડાલજની વાવબેટ (તા. દ્વારકા)મહાગુજરાત આંદોલનભજનહિંમતનગરઅશોકરાણકી વાવબોડાણોઆનંદીબેન પટેલદમણચૈત્ર સુદ ૧૫પાણીઓખાહરણગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યગુજરાત યુનિવર્સિટીમિઆ ખલીફાઇડર રજવાડુંગોરખનાથભારતીય સિનેમાજન ગણ મનપાંડુરંગ શાસ્ત્રી આઠવલેરાજકોટ તાલુકોસંસ્કારધ્વનિ પ્રદૂષણગુજરાતના શક્તિપીઠોરાજપૂતગુજરાતી ફિલ્મોની યાદીલોકશાહીભારતના રાષ્ટ્રપતિઓની યાદીનવલખા મંદિર, ઘુમલીગુજરાતના મુખ્યમંત્રીઓદાંડી સત્યાગ્રહજ્યોતિબા ફુલેમોરિશિયસસુભાષચંદ્ર બોઝબૌદ્ધ ધર્મ૦ (શૂન્ય)લેઉવા પટેલસ્નેહલતાપાવાગઢબગદાણા (તા.મહુવા)ભારતનો ઇતિહાસમનોવિજ્ઞાનએકાદશી વ્રતપુ્ષ્ટિમાર્ગ બેઠકહરદ્વારવાસુદેવ બળવંત ફડકેકમળોકાચબોગુરુ (ગ્રહ)ચૈત્ર સુદ ૯હિંદી ભાષાનગરપાલિકાહાર્દિક પંડ્યામાધવપુર ઘેડબ્રહ્માસાપુતારાનરસિંહ મહેતાઔદિચ્ય બ્રાહ્મણહસ્તમૈથુનઇસરો🡆 More